< માર્ક 7 >
1 ૧ ફરોશીઓ તથા કેટલાક શાસ્ત્રીઓ યરુશાલેમથી આવીને ઈસુની આસપાસ ભેગા થયા.
১অনন্তরং যিরূশালম আগতাঃ ফিরূশিনোঽধ্যাপকাশ্চ যীশোঃ সমীপম্ আগতাঃ|
2 ૨ અને તેમના શિષ્યોમાંના અમુકને ધોયા વગરના અશુદ્ધ હાથે, રોટલી ખાતા જોયાં.
২তে তস্য কিযতঃ শিষ্যান্ অশুচিকরৈরর্থাদ অপ্রক্ষালিতহস্তৈ র্ভুঞ্জতো দৃষ্ট্ৱা তানদূষযন্|
3 ૩ કેમ કે ફરોશીઓ તથા બધા યહૂદીઓ વડીલોના રિવાજ પ્રમાણે હાથ ધોયા વિના ખાતા ન હતા.
৩যতঃ ফিরূশিনঃ সর্ৱ্ৱযিহূদীযাশ্চ প্রাচাং পরম্পরাগতৱাক্যং সম্মন্য প্রতলেন হস্তান্ অপ্রক্ষাল্য ন ভুঞ্জতে|
4 ૪ બજારમાંથી આવીને નાહ્યા વિના તેઓ જમતા નહોતા; અને વાટકા, ગાગરો, તાંબાનાં વાસણ ધોવા અને બીજી ઘણી ક્રિયાઓ પાળવાને તેઓએ સ્વીકાર્યું હતું.
৪আপনাদাগত্য মজ্জনং ৱিনা ন খাদন্তি; তথা পানপাত্রাণাং জলপাত্রাণাং পিত্তলপাত্রাণাম্ আসনানাঞ্চ জলে মজ্জনম্ ইত্যাদযোন্যেপি বহৱস্তেষামাচারাঃ সন্তি|
5 ૫ પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓ તેમને પૂછે છે કે, ‘તમારા શિષ્યો વડીલોના રિવાજો પ્રમાણે ન ચાલતાં અશુદ્ધ હાથે રોટલી કેમ ખાય છે?’”
৫তে ফিরূশিনোঽধ্যাপকাশ্চ যীশুং পপ্রচ্ছুঃ, তৱ শিষ্যাঃ প্রাচাং পরম্পরাগতৱাক্যানুসারেণ নাচরন্তোঽপ্রক্ষালিতকরৈঃ কুতো ভুজংতে?
6 ૬ ઈસુએ તેઓને કહ્યું કે, ‘ઓ ઢોંગીઓ તમારા સંબંધી યશાયાએ ઠીક પ્રબોધ કર્યો છે, જેમ લખ્યું છે કે, આ લોકો હોઠોએ મને માને છે, પણ તેઓનાં હૃદયો મારાથી વેગળાં રહે છે.
৬ততঃ স প্রত্যুৱাচ কপটিনো যুষ্মান্ উদ্দিশ্য যিশযিযভৱিষ্যদ্ৱাদী যুক্তমৱাদীৎ| যথা স্ৱকীযৈরধরৈরেতে সম্মন্যনতে সদৈৱ মাং| কিন্তু মত্তো ৱিপ্রকর্ষে সন্তি তেষাং মনাংসি চ|
7 ૭ પણ તેઓ પોતાના રિવાજો મુજબ માણસોની આજ્ઞા શીખવતાં મને વ્યર્થ ભજે છે.
৭শিক্ষযন্তো বিধীন্ ন্নাজ্ঞা ভজন্তে মাং মুধৈৱ তে|
8 ૮ ઈશ્વરની આજ્ઞા પડતી મૂકીને તમે માણસોના રિવાજોને પાળો છો.’”
৮যূযং জলপাত্রপানপাত্রাদীনি মজ্জযন্তো মনুজপরম্পরাগতৱাক্যং রক্ষথ কিন্তু ঈশ্ৱরাজ্ঞাং লংঘধ্ৱে; অপরা ঈদৃশ্যোনেকাঃ ক্রিযা অপি কুরুধ্ৱে|
9 ૯ તેણે તેઓને કહ્યું કે, ‘તમે પોતાના રિવાજોને પાળવા સારુ ઈશ્વરની આજ્ઞાઓનો નકાર કરો છો.
৯অন্যঞ্চাকথযৎ যূযং স্ৱপরম্পরাগতৱাক্যস্য রক্ষার্থং স্পষ্টরূপেণ ঈশ্ৱরাজ্ঞাং লোপযথ|
10 ૧૦ કેમ કે મૂસાએ કહ્યું કે, “તારાં માતાપિતાને માન આપ” અને “જે કોઈ પોતાનાં માતાપિતાની નિંદા કરે તે માર્યો જાય.”
১০যতো মূসাদ্ৱারা প্রোক্তমস্তি স্ৱপিতরৌ সম্মন্যধ্ৱং যস্তু মাতরং পিতরং ৱা দুর্ৱ্ৱাক্যং ৱক্তি স নিতান্তং হন্যতাং|
11 ૧૧ પણ તમે કહો છો કે, જો કોઈ માણસ પોતાનાં માતાપિતાને કહે કે, મારાથી તમને જે કંઈ લાભ થાત તે તો કુરબાન, એટલે ઈશ્વરને દાન તરીકે અર્પિત કરેલું છે.
১১কিন্তু মদীযেন যেন দ্রৱ্যেণ তৱোপকারোভৱৎ তৎ কর্ব্বাণমর্থাদ্ ঈশ্ৱরায নিৱেদিতম্ ইদং ৱাক্যং যদি কোপি পিতরং মাতরং ৱা ৱক্তি
12 ૧૨ તો તમે તેને તેનાં માતાપિતાને સારુ ત્યાર પછી કંઈ કરવા દેતાં નથી,
১২তর্হি যূযং মাতুঃ পিতু র্ৱোপকারং কর্ত্তাং তং ৱারযথ|
13 ૧૩ અને એમ કરીને તમારા શીખવેલા રિવાજો વડે તમે ઈશ્વરની આજ્ઞા રદ કરો છો; અને એવાં ઘણાં કામો તમે કરો છો.’”
১৩ইত্থং স্ৱপ্রচারিতপরম্পরাগতৱাক্যেন যূযম্ ঈশ্ৱরাজ্ঞাং মুধা ৱিধদ্ৱ্ৱে, ঈদৃশান্যন্যান্যনেকানি কর্ম্মাণি কুরুধ্ৱে|
14 ૧૪ લોકોને ફરી પોતાની પાસે બોલાવીને ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે બધા મારું સાંભળો તથા સમજો.
১৪অথ স লোকানাহূয বভাষে যূযং সর্ৱ্ৱে মদ্ৱাক্যং শৃণুত বুধ্যধ্ৱঞ্চ|
15 ૧૫ માણસની બહારથી તેનામાં પ્રવેશીને તેને ભ્રષ્ટ કરી શકે, એવું કંઈ નથી; પણ માણસમાંથી જે નીકળે છે, તે જ માણસને ભ્રષ્ટ કરે છે.
১৫বাহ্যাদন্তরং প্রৱিশ্য নরমমেধ্যং কর্ত্তাং শক্নোতি ঈদৃশং কিমপি ৱস্তু নাস্তি, ৱরম্ অন্তরাদ্ বহির্গতং যদ্ৱস্তু তন্মনুজম্ অমেধ্যং করোতি|
16 ૧૬ જો કોઈને સાંભળવાને કાન છે તો તે સાંભળે.
১৬যস্য শ্রোতুং শ্রোত্রে স্তঃ স শৃণোতু|
17 ૧૭ જયારે લોકોની પાસેથી જઈને ઈસુ ઘરમાં ગયા, ત્યારે તેમના શિષ્યોએ એ દ્રષ્ટાંત સંબંધી ઈસુને પૂછ્યું.
১৭ততঃ স লোকান্ হিৎৱা গৃহমধ্যং প্রৱিষ্টস্তদা শিষ্যাস্তদৃষ্টান্তৱাক্যার্থং পপ্রচ্ছুঃ|
18 ૧૮ ઈસુ તેઓને કહે છે કે, ‘તમે પણ શું એવા અણસમજુ છો? તમે જાણતા નથી કે, બહારથી માણસમાં જે કંઈ પેસે છે તે તેને ભ્રષ્ટ કરી શકતું નથી?
১৮তস্মাৎ স তান্ জগাদ যূযমপি কিমেতাদৃগবোধাঃ? কিমপি দ্রৱ্যং বাহ্যাদন্তরং প্রৱিশ্য নরমমেধ্যং কর্ত্তাং ন শক্নোতি কথামিমাং কিং ন বুধ্যধ্ৱে?
19 ૧૯ કેમ કે તેના હૃદયમાં તે પેસતું નથી, પણ પેટમાં; અને તે નીકળીને શરીરની બહાર જાય છે;’ એવું કહીને ઈસુએ સર્વ ખોરાક શુદ્ધ ઠરાવ્યાં.
১৯তৎ তদন্তর্ন প্রৱিশতি কিন্তু কুক্ষিমধ্যং প্রৱিশতি শেষে সর্ৱ্ৱভুক্তৱস্তুগ্রাহিণি বহির্দেশে নির্যাতি|
20 ૨૦ વળી તેમણે કહ્યું કે, ‘માણસમાંથી જે નીકળે છે તે જ માણસને ભ્રષ્ટ કરે છે.
২০অপরমপ্যৱাদীদ্ যন্নরান্নিরেতি তদেৱ নরমমেধ্যং করোতি|
21 ૨૧ કેમ કે અંદરથી, એટલે માણસોના હૃદયમાંથી ખરાબ વિચારો નીકળે છે, એટલે અનૈતિકપણા, ચોરીઓ, હત્યાઓ,
২১যতোঽন্তরাদ্ অর্থান্ মানৱানাং মনোভ্যঃ কুচিন্তা পরস্ত্রীৱেশ্যাগমনং
22 ૨૨ વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, ભોગવિલાસ, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખાઈ.
২২নরৱধশ্চৌর্য্যং লোভো দুষ্টতা প্রৱঞ্চনা কামুকতা কুদৃষ্টিরীশ্ৱরনিন্দা গর্ৱ্ৱস্তম ইত্যাদীনি নির্গচ্ছন্তি|
23 ૨૩ એ બધી ખરાબ બાબતો અંદરથી નીકળે છે અને તે માણસને ભ્રષ્ટ કરે છે.
২৩এতানি সর্ৱ্ৱাণি দুরিতান্যন্তরাদেত্য নরমমেধ্যং কুর্ৱ্ৱন্তি|
24 ૨૪ પછી ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનના પ્રદેશમાં ગયા. અને તેઓ એક ઘરમાં પ્રવેશ્યા અને કોઈ ન જાણે તેવું તેઓ ઇચ્છતા હતા; પણ તે ગુપ્ત રહી શક્યા નહિ.
২৪অথ স উত্থায তৎস্থানাৎ সোরসীদোন্পুরপ্রদেশং জগাম তত্র কিমপি নিৱেশনং প্রৱিশ্য সর্ৱ্ৱৈরজ্ঞাতঃ স্থাতুং মতিঞ্চক্রে কিন্তু গুপ্তঃ স্থাতুং ন শশাক|
25 ૨૫ કેમ કે એક સ્ત્રી જેની નાની દીકરીને અશુદ્ધ આત્મા વળગેલો હતો, તે ઈસુ વિષે સાંભળીને આવી અને તેમના પગે પડી.
২৫যতঃ সুরফৈনিকীদেশীযযূনানীৱংশোদ্ভৱস্ত্রিযাঃ কন্যা ভূতগ্রস্তাসীৎ| সা স্ত্রী তদ্ৱার্ত্তাং প্রাপ্য তৎসমীপমাগত্য তচ্চরণযোঃ পতিৎৱা
26 ૨૬ તે સ્ત્રી ગ્રીક હતી અને સિરિયાનાં ફિનીકિયા કુળની હતી. તેણે પોતાની દીકરીમાંથી દુષ્ટાત્માને કાઢવાને તેમને વિનંતી કરી.
২৬স্ৱকন্যাতো ভূতং নিরাকর্ত্তাং তস্মিন্ ৱিনযং কৃতৱতী|
27 ૨૭ પણ ઈસુએ તેને કહ્યું કે, ‘છોકરાંને પહેલાં ખાવા દે; કેમ કે છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી તે સારું નથી.’”
২৭কিন্তু যীশুস্তামৱদৎ প্রথমং বালকাস্তৃপ্যন্তু যতো বালকানাং খাদ্যং গৃহীৎৱা কুক্কুরেভ্যো নিক্ষেপোঽনুচিতঃ|
28 ૨૮ પણ સ્ત્રીએ તેમને ઉત્તર આપ્યો કે, ‘હા, પ્રભુ, કૂતરાં પણ મેજ નીચેથી છોકરાંનાં પડેલા ખોરાકના કકડામાંથી ખાય છે’.
২৮তদা সা স্ত্রী তমৱাদীৎ ভোঃ প্রভো তৎ সত্যং তথাপি মঞ্চাধঃস্থাঃ কুক্কুরা বালানাং করপতিতানি খাদ্যখণ্ডানি খাদন্তি|
29 ૨૯ ઈસુએ તેને કહ્યું કે, ‘આ વાતને લીધે જા; તારી દીકરીમાંથી દુષ્ટાત્મા નીકળી ગયો છે.’”
২৯ততঃ সোঽকথযদ্ এতৎকথাহেতোঃ সকুশলা যাহি তৱ কন্যাং ত্যক্ত্ৱা ভূতো গতঃ|
30 ૩૦ તેણે પોતાને ઘરે આવીને જોયું કે, ‘છોકરી ખાટલા પર સૂતેલી હતી અને દુષ્ટાત્મા નીકળી ગયો હતો.’”
৩০অথ সা স্ত্রী গৃহং গৎৱা কন্যাং ভূতত্যক্তাং শয্যাস্থিতাং দদর্শ|
31 ૩૧ ફરી તૂરની સીમોમાંથી નીકળીને, સિદોનમાં થઈને દસનગરની સીમોની મધ્યે થઈને ઈસુ ગાલીલના સમુદ્રની પાસે આવ્યા.
৩১পুনশ্চ স সোরসীদোন্পুরপ্রদেশাৎ প্রস্থায দিকাপলিদেশস্য প্রান্তরভাগেন গালীল্জলধেঃ সমীপং গতৱান্|
32 ૩૨ લોકો એક મૂક બધિરને તેમની પાસે લાવ્યા અને તેના પર હાથ મૂકવાને તેમને વિનંતી કરી.
৩২তদা লোকৈরেকং বধিরং কদ্ৱদঞ্চ নরং তন্নিকটমানীয তস্য গাত্রে হস্তমর্পযিতুং ৱিনযঃ কৃতঃ|
33 ૩૩ ઈસુએ લોકો પાસેથી તેને એકાંતમાં લઈ જઈને તેના કાનોમાં પોતાની આંગળી નાખી અને તેની જીભ પર પોતાનું થૂંક લગાડ્યું;
৩৩ততো যীশু র্লোকারণ্যাৎ তং নির্জনমানীয তস্য কর্ণযোঙ্গুলী র্দদৌ নিষ্ঠীৱং দত্ত্ৱা চ তজ্জিহ্ৱাং পস্পর্শ|
34 ૩૪ અને સ્વર્ગ તરફ જોઈને તેમણે નિસાસો નાખ્યો અને કહ્યું કે, ‘એફફથા,’ એટલે ‘ઊઘડી જા.’”
৩৪অনন্তরং স্ৱর্গং নিরীক্ষ্য দীর্ঘং নিশ্ৱস্য তমৱদৎ ইতফতঃ অর্থান্ মুক্তো ভূযাৎ|
35 ૩૫ તરત તેના કાનો ઊઘડી ગયા, તેની જીભનું બંધન છૂટ્યું. તે સ્પષ્ટ રીતે બોલતો થયો.
৩৫ততস্তৎক্ষণং তস্য কর্ণৌ মুক্তৌ জিহ্ৱাযাশ্চ জাড্যাপগমাৎ স সুস্পষ্টৱাক্যমকথযৎ|
36 ૩૬ ઈસુએ તેઓને આજ્ઞા કરી કે, ‘તમારે કોઈને કહેવું નહિ;’ પણ જેમ જેમ તેમણે વધારે આજ્ઞા કરી તેમ તેમ તેઓએ તે વધારે પ્રગટ કર્યું.
৩৬অথ স তান্ ৱাঢমিত্যাদিদেশ যূযমিমাং কথাং কস্মৈচিদপি মা কথযত, কিন্তু স যতি ন্যষেধৎ তে ততি বাহুল্যেন প্রাচারযন্;
37 ૩૭ લોકો વધારે અચંબો પામ્યા અને બોલ્યા કે, ‘તેમણે બધું સારું જ કર્યું છે; તેઓ બધિરોને સાંભળતાં અને મૂકજનોને બોલતાં કરે છે.
৩৭তেঽতিচমৎকৃত্য পরস্পরং কথযামাসুঃ স বধিরায শ্রৱণশক্তিং মূকায চ কথনশক্তিং দত্ত্ৱা সর্ৱ্ৱং কর্ম্মোত্তমরূপেণ চকার|