< માર્ક 6 >
1 ૧ ત્યાંથી નીકળીને ઈસુ પોતાના પ્રદેશ નાસરેથમાં આવ્યા; અને તેમના શિષ્યો તેમની પાછળ આવ્યા.
And departing from there, he went away to his own country; and his disciples followed him.
2 ૨ વિશ્રામવાર આવ્યો ત્યારે તે સભાસ્થાનમાં બોધ કરવા લાગ્યા; અને ઘણાંએ તે સાંભળીને આશ્ચર્ય પામીને કહ્યું કે, ‘આ સઘળું તેમની પાસે ક્યાંથી? તેમને જે બુદ્ધિ અપાઈ તે કેવી છે! તેમના હાથથી આવાં પરાક્રમો કેવી રીતે થાય છે એ શું છે?
And when the Sabbath arrived, he began to teach in the synagogue. And many, upon hearing him, were amazed at his doctrine, saying: “Where did this one get all these things?” and, “What is this wisdom, which has been given to him?” and, “Such powerful deeds, which are wrought by his hands!”
3 ૩ શું તે સુથાર નથી? શું એ મરિયમનો દીકરો નથી? યાકૂબ, યોસે, યહૂદા તથા સિમોનનો ભાઈ નથી? શું એની બહેનો અહીં આપણી પાસે નથી?’ અને તેઓએ તેમને સ્વીકાર કર્યો નહિ.
“Is this not the carpenter, the son of Mary, the brother of James, and Joseph, and Jude, and Simon? Are not his sisters also here with us?” And they took great offense at him.
4 ૪ પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘પ્રબોધક પોતાના દેશ, પોતાનાં સગાં તથા પોતાના ઘર સિવાય બીજે ઠેકાણે માન વગરનો નથી.’”
And Jesus said to them, “A prophet is not without honor, except in his own country, and in his own house, and among his own kindred.”
5 ૫ તેમણે થોડાંક માંદાઓ પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં; તે વિના તેઓ ત્યાં કોઈ પરાક્રમી કામ કરી શક્યા નહિ.
And he was not able to perform any miracles there, except that he cured a few of the infirm by laying his hands on them.
6 ૬ તેઓના અવિશ્વાસને લીધે તે આશ્ચર્ય પામ્યા અને આસપાસ ગામેગામ તેઓ બોધ કરતા ફર્યા.
And he wondered, because of their unbelief, and he traveled around in the villages, teaching.
7 ૭ બાર શિષ્યોને પોતાની પાસે બોલાવીને તે તેઓને બબ્બેની જોડીમાં મોકલવા લાગ્યા; અને તેમણે તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો;
And he called the twelve. And he began to send them out in twos, and he gave them authority over unclean spirits.
8 ૮ તેઓને ફરમાવ્યું કે, ‘મુસાફરીને સારું કેવળ એક લાકડી વિના બીજું કંઈ લેવું નહિ; રોટલી નહિ, ઝોળી પણ નહિ, પોતાના કમરબંધમાં નાણાં પણ નહિ;
And he instructed them not to take anything for the journey, except a staff: no traveling bag, no bread, and no money belt,
9 ૯ પણ ચંપલ પહેરજો પણ વધારાનું અંગરખું રાખશો નહિ.’”
but to wear sandals, and not to wear two tunics.
10 ૧૦ વળી તેમણે તેઓને કહ્યું કે, ‘જ્યારે તમે કોઈ ઘરમાં જાઓ અને ત્યાંથી નીકળો ત્યાં સુધી તેમાં જ રહો.
And he said to them: “Whenever you have entered into a house, stay there until you depart from that place.
11 ૧૧ જ્યાં કહીં તેઓ તમારો આવકાર ના કરે અને તમારું ના સાંભળે, તો તેઓની વિરુદ્ધ સાક્ષીરૂપ થવાને માટે ત્યાંથી નીકળતાં તમારા પગ તળેની ધૂળ ખંખેરી નાખજો.
And whoever will neither receive you, nor listen to you, as you go away from there, shake off the dust from your feet as a testimony against them.”
12 ૧૨ તેઓએ નીકળીને એવું પ્રગટ કર્યો કે, ‘પસ્તાવો કરો.’”
And going out, they were preaching, so that people would repent.
13 ૧૩ તેઓએ ઘણાં દુષ્ટાત્માઓ કાઢ્યાં, ઘણાં માદાંઓને તેલ લગાવીને તેઓને સાજાં કર્યાં.
And they cast out many demons, and they anointed many of the sick with oil and healed them.
14 ૧૪ હેરોદ રાજાએ તે વિષે સાંભળ્યું, કેમ કે ઈસુનું નામ પ્રસિદ્ધ થયું હતું અને તેઓ કહેતાં હતા કે ‘યોહાન બાપ્તિસ્મા કરનાર મૃત્યુમાંથી ઊઠ્યો છે અને તેનાથી આવાં પરાક્રમી કામો કરાય છે.’”
And king Herod heard of it, (for his name had become well-known) and he said: “John the Baptist has risen again from the dead, and because of this, miracles are at work in him.”
15 ૧૫ પણ બીજાઓએ કહ્યું કે, ‘તે એલિયા છે;’ અને અન્ય કેટલાકે કહ્યું કે, ‘તે પ્રબોધકોમાંના કોઈ એકના જેવા પ્રબોધક છે.’”
But others were saying, “Because it is Elijah.” Still others were saying, “Because he is a prophet, like one of the prophets.”
16 ૧૬ પણ હેરોદે તે સાંભળીને કહ્યું કે, ‘એ તો યોહાન છે જેનું માથું મેં કાપી નંખાવ્યું તે મૃત્યુમાંથી ઊઠ્યો છે.’”
When Herod had heard it, he said, “John whom I beheaded, the same has risen again from the dead.”
17 ૧૭ કેમ કે હેરોદે પોતે યોહાનને પકડાવ્યો હતો અને પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે તેને જેલમાં પૂર્યો હતો; કેમ કે હેરોદે હેરોદિયાને પત્ની કરી હતી.
For Herod himself had sent to capture John, and had chained him in prison, because of Herodias, the wife of his brother Philip; for he had married her.
18 ૧૮ તેથી યોહાને હેરોદને કહ્યું હતું કે, ‘તારા ભાઈની પત્નીને રાખવી તે તને ઉચિત નથી.’”
For John was saying to Herod, “It is not lawful for you to have your brother’s wife.”
19 ૧૯ એને લીધે હેરોદિયા યોહાન પર અદાવત રાખતી અને તેને મારી નાખવા ચાહતી હતી, પણ તે એમ કરી શકતી ન હતી.
Now Herodias was devising treachery against him; and she wanted to kill him, but she was unable.
20 ૨૦ કેમ કે હેરોદ યોહાનને ન્યાયી તથા પવિત્ર માણસ જાણીને તેનાથી ડરતો, તેને સુરક્ષિત રાખતો હતો. તે તેને સાંભળતો અને તેનું સાંભળીને બહુ ગૂંચવણમાં પડતો હતો, તોપણ ખુશીથી તેનું સાંભળતો હતો.
For Herod was apprehensive of John, knowing him to be a just and holy man, and so he guarded him. And he heard that he was accomplishing many things, and so he listened to him willingly.
21 ૨૧ આખરે હેરોદિયાને અનુકૂળ દિવસ મળ્યો. હેરોદે પોતાના જન્મદિવસે પોતાના અમીરોને, સેનાપતિઓને તથા ગાલીલના સરદારોને સારુ ભોજન સમારંભ યોજ્યો;
And when an opportune time had arrived, Herod held a feast on his birthday, with the leaders, and the tribunes, and the first rulers of Galilee.
22 ૨૨ તે સમયે હેરોદિયાની દીકરી અંદર આવીને નાચી. જેથી હેરોદ તથા તેની સાથે જમવા બેઠેલાઓ ખુશ થયા; અને રાજાએ છોકરીને કહ્યું કે, ‘તું જે ચાહે તે મારી પાસે માગ અને હું તને તે આપીશ.’”
And when the daughter of the same Herodias had entered, and danced, and pleased Herod, along with those who were at table with him, the king said to the girl, “Request from me whatever you want, and I will give it to you.”
23 ૨૩ તેણે સમ ખાઈને તેને કહ્યું કે, ‘જે કંઈ તું મારી પાસે માગે તે મારા અડધા રાજ્ય સુધી હું તને આપીશ.’”
And he swore to her, “Anything that you request, I will give to you, even up to half my kingdom.”
24 ૨૪ તેણે બહાર જઈને પોતાની માને પૂછ્યું કે, ‘હું શું માગું?’ તેણે કહ્યું, ‘યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું માગ’.
And when she had gone out, she said to her mother, “What shall I request?” But her mother said, “The head of John the Baptist.”
25 ૨૫ તરત રાજાની પાસે ઉતાવળથી અંદર આવીને તેણે કહ્યું કે, ‘હું ચાહું છું કે, યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું થાળમાં હમણાં જ તું મને આપ.’”
And immediately, when she had entered with haste to the king, she petitioned him, saying: “I want you to give me at once the head of John the Baptist on a platter.”
26 ૨૬ રાજા ખૂબ જ દુ: ખી થયો, પણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા પોતાની સાથે બેસનારાઓને લીધે તે તેને ના પાડી શક્યો નહિ.
And the king was greatly saddened. But because of his oath, and because of those who were sitting with him at table, he was not willing to disappoint her.
27 ૨૭ તરત રાજાએ સિપાઈને મોકલીને તેનું માથું લાવવાનો હુકમ કર્યો. સિપાઈએ જેલમાં જઈને તેનું માથું કાપી નાખ્યું;
So, having sent an executioner, he instructed that his head be brought on a platter.
28 ૨૮ અને થાળમાં તેનું માથું લાવીને છોકરીને આપ્યું; અને છોકરીએ પોતાની માને તે આપ્યું.
And he beheaded him in prison, and he brought his head on a platter. And he gave it to the girl, and the girl gave it her mother.
29 ૨૯ તેના શિષ્યો તે સાંભળીને આવ્યા અને તેનું ધડ લઈ ગયા અને તેને કબરમાં દફનાવ્યું.
When his disciples heard about it, they came and took his body, and they placed it in a tomb.
30 ૩૦ પ્રેરિતો ઈસુની પાસે એકઠા થયા. અને જે જે તેઓએ કર્યું હતું તથા જે જે તેઓએ શીખવ્યું હતું, તે બધું તેમને કહી સંભળાવ્યું.
And the Apostles, returning to Jesus, reported to him everything that they had done and taught.
31 ૩૧ તેમણે તેઓને કહ્યું કે, ‘તમે પોતે ઉજ્જડ જગ્યાએ એકાંતમાં આવો અને થોડો વિસામો લો;’ કેમ કે આવનારા અને જનારાં ઘણાં હતા; અને તેમને ખાવાનો પણ વખત મળતો નહોતો.
And he said to them, “Go out alone, into a deserted place, and rest for a little while.” For there were so many who were coming and going, that they did not even have time to eat.
32 ૩૨ તેઓ હોડીમાં બેસીને ઉજ્જડ જગ્યાએ એકાંતમાં ગયા.
And climbing into a boat, they went away to a deserted place alone.
33 ૩૩ લોકોએ તેઓને જતા જોયા, ઘણાંએ તેઓને ઓળખ્યા, અને સઘળાં શહેરમાંથી દોડી આવીને ત્યાં ભેગા થયા અને તેઓની આગળ જઈ પહોંચ્યા.
And they saw them going away, and many knew about it. And together they ran by foot from all the cities, and they arrived before them.
34 ૩૪ ઈસુએ બહાર આવીને અતિ ઘણાં લોકોને જોયા; અને તેમને તેઓ પર અનુકંપા આવી; કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાં જેવા હતા; અને તે તેઓને ઘણી વાતો વિષે બોધ કરવા લાગ્યા.
And Jesus, going out, saw a great multitude. And he took pity on them, because they were like sheep without a shepherd, and he began to teach them many things.
35 ૩૫ જયારે દિવસ ઘણો મોડો થઈ ગયો ત્યારે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, ‘આ જગ્યા ઉજ્જડ છે; અને દિવસ ઘણો ગયો છે;
And when many hours had now passed, his disciples drew near to him, saying: “This is a deserted place, and the hour is now late.
36 ૩૬ તેઓને જવા દો, કે તેઓ આસપાસનાં પ્રદેશમાં તથા ગામોમાં જઈને પોતાને સારુ ખાવાનું વેચાતું લે.
Send them away, so that by going out to nearby villages and towns, they might buy provisions for themselves to eat.”
37 ૩૭ પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, ‘તમે તેઓને ખાવાનું આપો.’” તેઓ તેને કહે છે કે, ‘શું અમે જઈને બસો દીનારની રોટલીઓ લઈને તેઓને ખવડાવીએ?’”
And responding, he said to them, “Give them something to eat yourselves.” And they said to him, “Let us go out and buy bread for two hundred denarii, and then we will give them something to eat.”
38 ૩૮ પણ તે તેઓને કહે છે કે, ‘તમારી પાસે કેટલી રોટલીઓ છે? તે જઈને જુઓ.’” ખબર કાઢ્યાં પછી તેઓ કહે છે કે, ‘પાંચ રોટલી તથા બે માછલી.’”
And he said to them: “How many loaves do you have? Go and see.” And when they had found out, they said, “Five, and two fish.”
39 ૩૯ તેમણે તેઓને આજ્ઞા કરી કે, ‘સઘળાં લીલા ઘાસ પર પંગતમાં બેસી જાય.’”
And he instructed them to make them all sit down in groups on the green grass.
40 ૪૦ તેઓ હારબંધ સો સો તથા પચાસ પચાસની પંગતમાં બેઠા.
And they sat down in divisions by hundreds and by fifties.
41 ૪૧ ઈસુએ પાંચ રોટલી તથા બે માછલી લઈને સ્વર્ગ તરફ જોઈને આશીર્વાદ માગ્યો; અને રોટલીઓ ભાંગીને તેઓને પીરસવા સારુ પોતાના શિષ્યોને આપી; અને બે માછલીઓ બધાને વહેંચી આપી.
And having received the five loaves and the two fish, gazing up to heaven, he blessed and broke the bread, and he gave it to his disciples to set before them. And the two fish he divided among them all.
42 ૪૨ બધા લોકો જમ્યાં અને તૃપ્ત થયા;
And they all ate and were satisfied.
43 ૪૩ અને તેઓએ રોટલીના વધેલા ટુકડાંઓની અને માછલીઓથી ભરેલી બાર ટોપલીઓ ભરી.
And they brought together the remainder: twelve baskets full of fragments and of fish.
44 ૪૪ જેઓએ રોટલીઓ ખાધી તેઓ આશરે પાંચ હજાર પુરુષ હતા.
Now those who ate were five thousand men.
45 ૪૫ તત્કાળ તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવીને હોડીમાં બેસાડ્યા, અને પોતે લોકોને વિદાય કરે એટલામાં તેઓને પોતાની આગળ પેલે પાર બેથસાઈદામાં મોકલ્યા.
And without delay he urged his disciples to climb into the boat, so that they might precede him across the sea to Bethsaida, while he dismissed the people.
46 ૪૬ તેઓને વિદાય કરીને ઈસુ પહાડ પર પ્રાર્થના કરવા ગયા.
And when he had dismissed them, he went to the mountain to pray.
47 ૪૭ સાંજ પડી ત્યારે હોડી સમુદ્ર મધ્યે હતી; અને ઈસુ એકલા બહાર જમીન પર હતા.
And when it was late, the boat was in the midst of the sea, and he was alone on the land.
48 ૪૮ તેઓ હલેસાં મારતાં હેરાન થયા. કેમ કે પવન તેઓની સામો હતો, તે જોઈને, સવારે ત્રણ થી છ કલાકના સમયે ઈસુ સમુદ્ર પર ચાલતાં તેઓની પાસે આવ્યા અને જાણે તેઓથી આગળ જવાના હતા.
And seeing them struggling to row, (for the wind was against them, ) and about the fourth watch of the night, he came to them, walking upon the sea. And he intended to pass by them.
49 ૪૯ તેઓએ તેમને સમુદ્ર પર ચાલતા જોઈને વિચાર્યું કે, એ તો ભૂત છે અને બૂમ પાડી;
But when they saw him walking upon the sea, they thought it was an apparition, and they cried out.
50 ૫૦ કેમ કે બધા તેમને જોઈને ગભરાયા. પણ તરત તે તેઓની સાથે બોલ્યા અને તેઓને કહ્યું કે, ‘હિંમત રાખો, એ તો હું છું, બીશો નહિ.’”
For they all saw him, and they were very disturbed. And immediately he spoke with them, and he said to them: “Be strengthened in faith. It is I. Do not be afraid.”
51 ૫૧ તે તેઓની પાસે હોડી પર ગયા અને પવન બંધ થયો; અને તેઓ અતિશય વિસ્મિત થયા;
And he climbed into the boat with them, and the wind ceased. And they became even more astonished within themselves.
52 ૫૨ કેમ કે તેઓ રોટલીના ચમત્કાર સંબંધી સમજ્યા નહિ. તેઓનાં મન કઠોર રહ્યાં.
For they did not understand about the bread. For their heart had been blinded.
53 ૫૩ તેઓ પાર જઈને ગન્નેસારેત દેશમાં આવ્યા અને કિનારે લંગર નાખ્યું.
And when they had crossed over, they arrived in the land of Genesaret, and they reached the shore.
54 ૫૪ તેઓ હોડી પરથી ઊતર્યા ત્યારે તરત લોકોએ ઈસુને ઓળખ્યા,
And when they had disembarked from the boat, the people immediately recognized him.
55 ૫૫ અને ચારેબાજુ તેઓ આખા પ્રદેશમાં દોડી જઈને ઈસુ ક્યાં છે તે તેઓએ સાંભળ્યું ત્યારે માંદાઓને ખાટલામાં તેમની પાસે લાવ્યાં.
And running throughout that entire region, they began to carry on beds those who had maladies, to where they heard that he would be.
56 ૫૬ જે જે ગામો, શહેરો કે પરાંઓમાં ઈસુ ગયા, ત્યાં તેઓએ માંદાઓને ચોકમાં રાખ્યા અને તેમને વિનંતી કરી કે, ‘તેઓને માત્ર તમારા વસ્ત્રની કોરને અડકવા દો;’ જેટલાંએ તેમને સ્પર્શ કર્યો તેઓ સાજાં થયા.
And in whichever place he entered, in towns or villages or cities, they placed the infirm in the main streets, and they pleaded with him that they might touch even the hem of his garment. And as many as touched him were made healthy.