< માર્ક 5 >
1 ૧ તેઓ સમુદ્રને પાર ગેરાસાનીઓના દેશમાં ગયા.
他们到了海的另一边,进入格拉森人的地区。
2 ૨ ઈસુ હોડીમાંથી ઊતર્યા, એટલે કબરસ્તાનમાંથી અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ તેમને મળ્યો.
耶稣下船时,就有一个恶灵附体之人,从墓地向着他们走来。
3 ૩ તે કબરસ્તાનોમાં રહેતો હતો; અને સાંકળોથી પણ કોઈ તેને બાંધી શકતું ન હતું;
那人住在坟墓中间,从来没有人能束缚他,即使锁链也不行。
4 ૪ કેમ કે તે ઘણીવાર બેડીઓ તથા સાંકળો વડે બંધાયો હતો, પણ તેણે સાંકળો તોડી નાખી તથા બેડીઓ ભાંગી નાખી હતી; કોઈ તેને વશ કરી શકતું ન હતું.
人们经常用脚镣和锁链锁住他,但他会挣断锁链,弄碎脚镣,始终没有人能制伏他。
5 ૫ તે નિત્ય રાતદિવસ પહાડોમાં તથા કબરોમાં બૂમ પાડતો તથા પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો.
他昼夜不停地在坟墓里和山野间喊叫,用尖锐的石头割自己的身体。
6 ૬ પણ ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો અને તેમને પગે પડ્યો.
远远看见耶稣,他就跑过去跪在耶稣面前,
7 ૭ અને મોટે ઘાંટે પોકારીને બોલ્યો, ‘ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે અને તમારે શું છે? હું તમને ઈશ્વરના સમ આપું છું કે, તમે મને પીડા ન આપો.’”
大声呼叫:“至高上帝之子耶稣,你又能拿我怎么办呢?向上帝发誓,你不会叫我受苦。”
8 ૮ કેમ કે તેમણે તેને કહ્યું હતું કે, ‘અશુદ્ધ આત્મા, તું એ માણસમાંથી નીકળ.’”
耶稣命令恶灵离开那男人,
9 ૯ તેમણે તેને પૂછ્યું કે, ‘તારું નામ શું છે?’ તેણે ઉત્તર આપતાં કહ્યું કે, ‘મારું નામ સેના છે, કેમ કે અમે ઘણાં છીએ.’”
然后问他:“你叫什么名字?” 他回答:“我是‘群魔’,因为我们的数量众多。”
10 ૧૦ તેણે તેમને ઘણી વિનંતી કરી, કે તે તેઓને દેશમાંથી કાઢી મૂકે નહિ.
他再三央求耶稣,不要把他们从那地方赶走。
11 ૧૧ હવે ત્યાં પર્વતની બાજુ પર ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું.
附近的山坡上有一大群猪,大约有两千头,正在吃东西。
12 ૧૨ તેઓએ તેમને વિનંતી કરીને કહ્યું કે, ‘તે ભૂંડોમાં અમે પ્રવેશીએ માટે અમને તેઓમાં મોકલો.
恶灵求耶稣说:“把我们打发到猪群身上吧。”
13 ૧૩ ઈસુએ તેઓને રજા આપી અને અશુદ્ધ આત્માઓ નીકળીને ભૂંડોમાં ગયા; તેઓ આશરે બે હજાર ભૂંડો હતાં. તે ટોળું ટેકરી પરથી સમુદ્રમાં ધસી પડ્યું; અને સમુદ્રમાં ડૂબી મર્યું.
耶稣答应了他的要求。将所有恶灵引出来,送到猪群里去。于是那群猪闯下山崖,掉在海里淹死了。
14 ૧૪ તેઓના ચરાવનારા ભાગ્યા. અને તેમણે શહેરમાં તથા ગામડાંઓમાં ખબર આપી; અને શું થયું તે જોવા લોકો બહાર આવ્યા.
猪倌跑开了,到城里和乡村奔走相告,人们纷纷过来查看发生了什么事。
15 ૧૫ ઈસુની પાસે તેઓ આવ્યા ત્યારે દુષ્ટાત્મા વળગેલો હતો, એટલે જેનાંમાં સેના હતી, તેને તેઓએ બેઠેલો વસ્ત્ર પહેરેલો તથા હોશમાં આવેલો જોઈને તેઓ ગભરાઈ ગયા.
他们来到耶稣跟前,看见那曾被恶灵附体之人坐在那边。这个曾被众多恶灵附体之人已经穿上了衣服,神志清醒。眼前的一幕让大家害怕!
16 ૧૬ દુષ્ટાત્મા વળગેલો કેવી રીતે તંદુરસ્ત થયો તેની તથા ભૂંડો સંબંધીની વાત જેઓએ જોઈ હતી તે તેઓએ લોકોને કહી.
有些人曾目睹这个恶灵附体之人的遭遇,也亲眼见到那群猪的下场,于是将其告诉新来的人。
17 ૧૭ તેઓ ઈસુને તેમના પ્રદેશમાંથી નીકળી જવાની વિનંતી કરવા લાગ્યા કે ‘અમારા પ્રદેશમાંથી ચાલ્યા જાઓ.’”
他们开始要求耶稣离开他们的地区。
18 ૧૮ તે વહાણમાં ચઢતાં હતા એટલામાં જેને દુષ્ટાત્મા વળગ્યો હતો તેણે તેમની સાથે રહેવા સારુ વિનંતી કરી.
耶稣上船的时候,那个曾被魔鬼附体之人求他,希望一路跟随。
19 ૧૯ પણ ઈસુએ તેને આવવા ન દીધો; પણ તેને કહ્યું કે, ‘તારે ઘરે તારાં લોકોની પાસે જા, અને પ્રભુએ તારે સારુ કેટલું બધું કર્યું છે અને તારા પર દયા રાખી છે, તેની ખબર તેઓને આપ.’”
但耶稣拒绝了,对他说:“回自己家吧,告诉大家主为你做了一件多么伟大的事,他如何怜悯你。”
20 ૨૦ તે ગયો અને ઈસુએ તેને સારુ કેટલું બધું કર્યું હતું તે દસનગરમાં પ્રગટ કરવા લાગ્યો; અને લોકો આશ્ચર્ય પામ્યા.
于是那人走了,开始在低加波利地区讲述耶稣为他所做的伟大善行,众人纷纷称奇。
21 ૨૧ જયારે ઈસુ ફરી હોડીમાં બેસીને પેલે પાર ગયા, ત્યારે અતિ ઘણાં લોકો તેમની પાસે ભેગા થયા; અને ઈસુ સમુદ્રની પાસે હતા.
耶稣又坐船返回,来到湖的另一侧,一大群人围拢过来。
22 ૨૨ સભાસ્થાનના અધિકારીઓમાંનો યાઈર નામે એક જણ આવ્યો અને તેમને જોઈને તેમના પગે પડયો;
这时来了一位名叫睚鲁的会堂主管,看见耶稣后,马上俯伏在他脚前,
23 ૨૩ તેણે તેમને ઘણી વિનંતી કરીને કહ્યું કે, ‘મારી નાની દીકરી મરણતોલ માંદી છે; માટે આવીને તેને હાથ લગાડો એ સારુ કે તે સાજી થઈને જીવે.’”
恳求他说:“我的小女儿快要死了,请你来将手放在她身上,把她救活吧。”
24 ૨૪ ઈસુ તેની સાથે ગયા; અને અતિ ઘણાં લોકો તેમની પાછળ ચાલ્યા અને તેમના પર પડાપડી કરી.
耶稣和他一起走了,众人跟着他,簇拥着他。
25 ૨૫ એક સ્ત્રી જેને બાર વર્ષોથી લોહીવા થયેલો હતો
有一个女人患了十二年的血漏病,
26 ૨૬ અને તેણે ઘણાં વૈદોથી ઘણું સહ્યું હતું, પોતાનું બધું ખરચી નાખ્યું હતું અને તેને કંઈ ફરક પડ્યો નહોતો, પણ તેથી ઊલટું વધારે બીમાર થઈ હતી,
曾看过很多医生,受了许多苦,花光了所有积蓄,但仍毫无起色,甚至越来越严重。
27 ૨૭ તે ઈસુ સંબંધીની વાતો સાંભળીને ભીડમાં તેમની પાછળ આવી અને તેમના ઝભ્ભાને અડકી.
她听见耶稣的事,就从耶稣身后的人群中走出来,抚摸耶稣的衣服。
28 ૨૮ કેમ કે તેણે ધાર્યું કે, ‘જો હું માત્ર તેમના ઝભ્ભાને અડકું તો હું સાજી થઈશ.’”
她对自己说:“只要摸到他的衣服,我就必痊愈。”
29 ૨૯ તે જ ઘડીએ તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો અને શરીરમાં તેને લાગ્યું કે ‘હું બીમારીથી સાજી થઈ છું.’”
于是她的血漏立刻停止,感觉自己的身体已经治愈。
30 ૩૦ મારામાંથી પરાક્રમ નીકળ્યું છે એવું પોતાને ખબર પડવાથી, ઈસુએ તરત લોકોની ભીડમાં પાછળ ફરીને કહ્યું કે, ‘કોણે મારા વસ્ત્રને સ્પર્શ કર્યો?’”
这个过程中,耶稣感到有一股力量从他身体流走,于是转过身问民众:“谁摸了我的衣服?”
31 ૩૧ તેના શિષ્યોએ તેમને કહ્યું કે, ‘તમે જુઓ છો કે, ઘણાં લોકો તમારા પર પડાપડી કરે છે અને શું તમે કહો છો કે, કોણે મને સ્પર્શ કર્યો?’”
门徒对他说:“看看这么多人簇拥你,你问‘谁触摸我’又是什么意思?”
32 ૩૨ જેણે એ કામ કર્યું તેને જોવા સારુ તેમણે આસપાસ નજર ફેરવી.
耶稣环顾四周,看到了刚才触摸他衣服的女人。
33 ૩૩ તે સ્ત્રી ડરતી તથા ધ્રૂજતી, તેને જે થયું તે જાણીને આવી, અને તેમના પગે પડી અને તેમને બધું સાચે સાચું કહ્યું.
那女人意识到自己身上发生的事情,于是走上前匍匐在耶稣面前,告诉他实情。
34 ૩૪ ઈસુએ તેને કહ્યું કે, ‘દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે; શાંતિએ જા અને તારી બીમારીથી મુક્ત થા.’”
耶稣对她说:“我的女儿,你对我的信心治愈了你,平安地回去吧,你的病已经完全好了。”
35 ૩૫ તે હજી બોલતા હતા એટલામાં સભાસ્થાનના અધિકારીને ત્યાંથી લોકો આવીને કહે છે કે, ‘તારી દીકરી તો મરી ગઈ છે, તું હવે ઉપદેશકને તકલીફ શું કરવા આપે છે?’”
耶稣说话的时候,有人从会堂主管的家赶来。他们说:“你的女儿已经死了,不必再麻烦老师了。”
36 ૩૬ પણ ઈસુ તે વાત પર ધ્યાન ન આપતાં સભાસ્થાનના અધિકારીને કહે છે કે, ‘ગભરાઈશ નહિ, માત્ર વિશ્વાસ રાખ.’”
但耶稣并未在意这番话,就对会堂主管说:“不要怕!相信我好了!”
37 ૩૭ અને પિતર, યાકૂબ, તથા યાકૂબના ભાઈ યોહાન સિવાય, તેમણે પોતાની સાથે કોઈને આવવા ન દીધાં.
他向主管家中走去,但不许别人跟随,只带了彼得、雅各和雅各的弟弟约翰。
38 ૩૮ સભાસ્થાનના અધિકારીના ઘરમાં તેઓ આવે છે; અને કલ્પાંત, રુદન તથા વિલાપ કરનારાઓને જુએ છે.
他们来到会堂主管的家,耶稣看见许多人哭泣哀号,一片混乱,
39 ૩૯ તે અંદર આવીને તેઓને કહે છે કે, ‘તમે કેમ કલ્પાંત કરો છો અને રડો છો? છોકરી મરી નથી ગઈ; પણ ઊંઘે છે.’”
他走进去对众人说:“为什么大哭大嚷呢?这小女孩没有死,只是睡着了。”
40 ૪૦ તેઓએ તેમને હસી કાઢ્યાં. પણ બધાને બહાર મોકલીને, છોકરીનાં માબાપને તથા જેઓ પોતાની સાથે હતા તેઓને લઈને, જ્યાં છોકરી હતી ત્યાં તે અંદર ગયા.
众人嘲笑他。耶稣让众人离开,带着孩子的父母和三名门徒,进入孩子的房间。
41 ૪૧ છોકરીનો હાથ પકડીને તેઓ તેને કહે છે કે, ‘ટલિથા કૂમ, જેનો અર્થ એ છે કે, છોકરી, હું તને કહું છું, ઊઠ.’”
耶稣拉着小女孩的手,对她说:“大利大,古米!”(意为:小女孩,起来吧!)
42 ૪૨ તરત છોકરી ઊઠીને ચાલવા લાગી; કેમ કે તે બાર વર્ષની હતી; અને તેઓ ઘણાં વિસ્મિત થયાં.
这十二岁的女孩就立刻站起来开始行走,众人惊讶万分。
43 ૪૩ ઈસુએ તેઓને તાકીદ કરી કે, ‘કોઈ એ ન જાણે;’ અને તેમણે તેને કંઈ ખાવાનું આપવાની આજ્ઞા કરી.
耶稣严厉地嘱咐他们,不要让其他人知道这事,又告诉他们给女孩吃点东西。