< માર્ક 3 >

1 ઈસુ ફરી સભાસ્થાનમાં આવ્યા; અને ત્યાં એક માણસ હતો જેનો હાથ સુકાઈ ગયેલો હતો.
Entró otra vez en la congregación, y estaba allí un hombre que tenía una mano paralizada.
2 તે વિશ્રામવારે તેને સાજો કરશે કે નહિ, તે વિષે તેઓએ તેમના પર સતત નજર રાખી, એ માટે કે તેઓ તેમના પર દોષ મૂકી શકે.
Lo observaban para ver si lo sanaría en sábado a fin de acusarlo.
3 પેલા સુકાયેલા હાથવાળા માણસને ઈસુએ કહ્યું કે, ‘વચમાં ઊભો થા.’”
Entonces dijo al hombre que tenía la mano paralizada: Levántate, [ponte en pie] en medio.
4 અને તેમણે કહ્યું કે, ‘વિશ્રામવારે સારું કરવું કે ખોટું કરવું જોઈએ? જીવને બચાવવો કે મારી નાખવો, કયું ઉચિત છે?’ પણ તેઓ મૌન રહ્યા.
Les preguntó: ¿Es lícito en sábado hacer bien o hacer mal, salvar [la] vida o matar? Pero ellos callaban.
5 તેઓના હૃદયની કઠોરતાને લીધે તે દિલગીર થઈને ગુસ્સાસહિત ચોતરફ તેઓને જોઈને તે માણસને કહ્યું કે, ‘તારો હાથ લાંબો કર.’” તેણે તે લાંબો કર્યો; અને તેનો હાથ સાજો થયો.
Al mirarlos alrededor con enojo, entristecido por la dureza de sus corazones, le dijo al hombre: Extiende tu mano. [El hombre la] extendió y le fue restaurada.
6 શી રીતે ઈસુને મારી નાખવા તે વિષે ફરોશીઓએ બહાર જઈને તરત હેરોદીઓની સાથે તેમની વિરુદ્ધ મનસૂબો કર્યો.
De inmediato los fariseos tomaron consejo con los herodianos contra Él para matarlo.
7 અને ઈસુ પોતાના શિષ્યો સહિત નીકળીને સમુદ્રની નજીકમાં ગયા; અને ગાલીલમાંથી ઘણાં લોકો તેમની પાછળ ગયા; તેમ જ યહૂદિયામાંથી
Pero Jesús se retiró con sus discípulos hacia el mar, y una gran multitud de Galilea, Judea,
8 તથા યરુશાલેમમાંથી, અદુમમાંથી, યર્દનને પેલે પારથી, તૂર તથા સિદોનની આસપાસના ઘણાં લોકો તેમણે જે જે કાર્યો કર્યા હતાં તે વિષે સાંભળીને તેમની પાસે આવ્યા.
Jerusalén, Edom, del otro lado del Jordán y muchos de alrededor de Tiro y Sidón, al oír cuán grandes cosas hacía, acudió a Él.
9 લોકોથી પોતે દબાય નહિ, માટે તેમણે ભીડના કારણે પોતાને સારુ હોડી તૈયાર રાખવાનું પોતાના શિષ્યોને કહ્યું;
Por causa de la multitud, dijo a sus discípulos que tuvieran lista una barquilla para que no lo apretujaran,
10 ૧૦ કેમ કે તેમણે ઘણાંને સાજાં કર્યાં હતાં અને તેથી જેટલાં માંદા હતાં તેટલાં તેમને અડકવા સારુ તેમના પર પડાપડી કરતાં હતાં.
porque le caían encima para tocarlo, pues había sanado a muchos enfermos.
11 ૧૧ અશુદ્ધ આત્માઓએ જયારે તેમને જોયા ત્યારે તેઓ તેમને પગે પડ્યા તથા પોકારીને બોલ્યા કે, ‘તમે ઈશ્વરના દીકરા છો.’”
Cuando los espíritus impuros lo miraban, caían ante Él y gritaban: ¡Tú eres el Hijo de Dios!
12 ૧૨ તેમણે તેઓને હુકમ કર્યો કે, ‘તમારે મને પ્રગટ કરવો નહિ.’”
Pero Él los reprendía severamente para que no declararan Quién era Él.
13 ૧૩ ઈસુ પહાડ પર ચઢ્યાં અને જેઓને તેમણે પસંદ કર્યા તેઓને તેમણે બોલાવ્યા; અને તેઓ તેમની પાસે આવ્યા.
[Jesús] subió a la montaña y llamó a los que Él quiso, y fueron con Él.
14 ૧૪ ઈસુએ બાર પ્રેરિતોને નીમ્યા એ માટે કે તેઓ તેમની સાથે રહે અને તે તેઓને પ્રચાર કરવા મોકલે,
Escogió a 12 para que estuvieran con Él y enviarlos a predicar
15 ૧૫ અને તેઓ અધિકાર પામીને દુષ્ટાત્માઓને કાઢે.
y darles autoridad de echar fuera los demonios.
16 ૧૬ સિમોનનું નામ તેમણે પિતર પાડ્યું.
A Simón, a quien llamó Pedro,
17 ૧૭ તથા ઝબદીનો દીકરો યાકૂબ તથા યાકૂબનો ભાઈ યોહાન તેઓનું નામ તેમણે ‘બને-રગેસ’ પાડ્યું, એટલે કે ‘ગર્જનાના દીકરા;’
Jacobo y su hermano Juan, los [hijos] de Zebedeo, a quienes llamó Boanerges, esto es, hijos del trueno,
18 ૧૮ અને આન્દ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, થદી, સિમોન જે અતિ ઝનૂની માણસ હતો
Andrés, Felipe, Bartolomé, Mateo, Tomás, Jacobo, [hijo] de Alfeo, Tadeo, Simón el cananita,
19 ૧૯ તથા તેમને ધરપકડ કરનાર યહૂદા ઇશ્કારિયોત; એ બારને તેમણે નીમ્યા.
y Judas Iscariote, quien lo traicionó.
20 ૨૦ પછી તે એક ઘરમાં આવ્યા જ્યાં એટલા બધા લોકો ભેગા થયા કે તેઓ રોટલી પણ ખાઈ ન શક્યા.
[Jesús] fue a una casa, y de nuevo se agolpó una multitud, de tal modo que ellos ni siquiera podían comer.
21 ૨૧ તેમના સગાંઓ તે સાંભળીને તેમને પકડવા બહાર નીકળ્યાં; કેમ કે તેઓએ કહ્યું કે ‘તે અસ્થિર થઈ ગયો છે.’”
Cuando su familia oyó lo que sucedía, fueron a echarle mano, porque decían que estaba fuera de sí.
22 ૨૨ જે શાસ્ત્રીઓ યરુશાલેમથી આવ્યા હતા તેઓએ કહ્યું કે, ‘તેનામાં બાલઝબૂલ છે અને દુષ્ટાત્માઓનાં સરદારની મદદથી તે દુષ્ટાત્માઓને કાઢે છે.’”
Y los escribas que bajaron de Jerusalén decían: ¡Tiene a Beelzebul! Y: ¡Por el jefe de los demonios echa fuera a los demonios!
23 ૨૩ તેમણે તેઓને પાસે બોલાવીને દ્રષ્ટાંતોમાં કહ્યું કે, ‘શેતાન શેતાનને કેવી રીતે હાંકી કાઢશે?
Los llamó y les dijo en parábolas: ¿Cómo puede Satanás echar fuera a Satanás?
24 ૨૪ જો કોઈ રાજ્ય પોતામાં ભાગલો પડે, તો તે રાજ્ય સ્થિર રહી શકતું નથી.
Si un reino se divide contra él mismo no permanece firme.
25 ૨૫ જો કોઈ ઘરમાં ભાગલા પડે, તો તે ઘર સ્થિર રહી શકશે નહિ.
Si una casa se divide contra ella misma no permanece firme.
26 ૨૬ જો શેતાન પોતાની ખુદની સામે થયો હોય અને તેનામાં ફૂટ પડી હોય, તો તે નભી શકતો નથી; પણ તેનો અંત આવ્યો જાણવું.
Si Satanás se levanta contra él mismo y se divide, no puede permanecer, sino tiene fin.
27 ૨૭ બળવાનના ઘરમાં પેસીને જો કોઈ પહેલાં તે બળવાનને ન બાંધે તો તે તેનો સામાન લૂંટી શકતો નથી; પણ તેને બાંધ્યા પછી તે તેને લૂંટી શકશે.
Pero nadie que entra en la casa del valiente podrá saquear sus bienes, si primero no ata al valiente para luego saquear su casa.
28 ૨૮ હું તમને નિશ્ચે કહું છું કે, માણસોના દીકરાઓને અપરાધોની તથા જે દુર્ભાષણો તેઓ કરે તેની માફી મળશે.
En verdad les digo que todos los pecados y las blasfemias, cualesquiera que sean, les serán perdonados a los hijos de los hombres,
29 ૨૯ પણ જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરશે તેને માફી કદી મળશે નહિ; પણ તેને માથે અનંતકાળના પાપનો દોષ રહે છે.’” (aiōn g165, aiōnios g166)
pero el que blasfeme contra el Espíritu Santo no tiene perdón jamás, sino es reo culpable de pecado eterno. (aiōn g165, aiōnios g166)
30 ૩૦ કેમ કે તેઓ કહેતાં હતા કે તેને અશુદ્ધ આત્મા વળગેલો છે.
Porque decían: Tiene un espíritu impuro.
31 ૩૧ ત્યારે તેમના ભાઈઓ તથા તેમની મા આવ્યાં અને બહાર ઊભા રહીને તેમને બોલાવવા તેમની પાસે માણસ મોકલ્યો.
Entonces llegaron su madre y sus hermanos. Estaban afuera y mandaron a llamarlo.
32 ૩૨ ઘણાં લોકો તેમની આસપાસ બેઠેલા હતા; અને તેઓએ તેમને કહ્યું કે, ‘જો તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા છે અને તમને શોધે છે.’”
Alrededor de Él estaba sentada una multitud y le dijeron: Mira, tu madre y tus hermanos te buscan.
33 ૩૩ તેમણે તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‘મારી મા તથા મારા ભાઈઓ કોણ છે?’”
Él les respondió: ¿Quiénes son mi madre y mis hermanos?
34 ૩૪ જેઓ તેમની આસપાસ બેઠા હતા તેઓ તરફ ચારેબાજુ જોઈને તે કહે છે કે, ‘જુઓ, મારી મા તથા મારા ભાઈઓ.
Entonces miró a su alrededor y dijo: ¡Aquí están mi madre y mis hermanos!
35 ૩૫ કેમ કે જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરશે તે જ મારો ભાઈ તથા મારી બહેન તથા મા છે.’”
Cualquiera que haga la voluntad de Dios es mi hermano, mi hermana y mi madre.

< માર્ક 3 >