< માર્ક 3 >
1 ૧ ઈસુ ફરી સભાસ્થાનમાં આવ્યા; અને ત્યાં એક માણસ હતો જેનો હાથ સુકાઈ ગયેલો હતો.
And he went again into the Synagogue; and there was a man there whose hand was dead.
2 ૨ તે વિશ્રામવારે તેને સાજો કરશે કે નહિ, તે વિષે તેઓએ તેમના પર સતત નજર રાખી, એ માટે કે તેઓ તેમના પર દોષ મૂકી શકે.
And they were watching him to see if he would make him well on the Sabbath day, so that they might have something against him.
3 ૩ પેલા સુકાયેલા હાથવાળા માણસને ઈસુએ કહ્યું કે, ‘વચમાં ઊભો થા.’”
And he said to the man, Get up and come forward.
4 ૪ અને તેમણે કહ્યું કે, ‘વિશ્રામવારે સારું કરવું કે ખોટું કરવું જોઈએ? જીવને બચાવવો કે મારી નાખવો, કયું ઉચિત છે?’ પણ તેઓ મૌન રહ્યા.
And he said to them, Is it right to do good on the Sabbath or to do evil? to give life or to put to death? But they said nothing.
5 ૫ તેઓના હૃદયની કઠોરતાને લીધે તે દિલગીર થઈને ગુસ્સાસહિત ચોતરફ તેઓને જોઈને તે માણસને કહ્યું કે, ‘તારો હાથ લાંબો કર.’” તેણે તે લાંબો કર્યો; અને તેનો હાથ સાજો થયો.
And looking round on them he was angry, being sad because of their hard hearts; and he said to the man, Put out your hand. And he put it out, and his hand was made well.
6 ૬ શી રીતે ઈસુને મારી નાખવા તે વિષે ફરોશીઓએ બહાર જઈને તરત હેરોદીઓની સાથે તેમની વિરુદ્ધ મનસૂબો કર્યો.
And the Pharisees went out, and straight away made designs with the Herodians about how they might put him to death.
7 ૭ અને ઈસુ પોતાના શિષ્યો સહિત નીકળીને સમુદ્રની નજીકમાં ગયા; અને ગાલીલમાંથી ઘણાં લોકો તેમની પાછળ ગયા; તેમ જ યહૂદિયામાંથી
And Jesus went away with his disciples to the sea, and a great number from Galilee came after him: and from Judaea,
8 ૮ તથા યરુશાલેમમાંથી, અદુમમાંથી, યર્દનને પેલે પારથી, તૂર તથા સિદોનની આસપાસના ઘણાં લોકો તેમણે જે જે કાર્યો કર્યા હતાં તે વિષે સાંભળીને તેમની પાસે આવ્યા.
And from Jerusalem, and from Idumaea, and the other side of Jordan, and the country about Tyre and Sidon, a great number, hearing what great things he did, came to him.
9 ૯ લોકોથી પોતે દબાય નહિ, માટે તેમણે ભીડના કારણે પોતાને સારુ હોડી તૈયાર રાખવાનું પોતાના શિષ્યોને કહ્યું;
And he made a request to his disciples to have a little boat ready for him, so that he might not be crushed by the people;
10 ૧૦ કેમ કે તેમણે ઘણાંને સાજાં કર્યાં હતાં અને તેથી જેટલાં માંદા હતાં તેટલાં તેમને અડકવા સારુ તેમના પર પડાપડી કરતાં હતાં.
For he had made such a great number well that all those who were diseased were falling down before him for the purpose of touching him.
11 ૧૧ અશુદ્ધ આત્માઓએ જયારે તેમને જોયા ત્યારે તેઓ તેમને પગે પડ્યા તથા પોકારીને બોલ્યા કે, ‘તમે ઈશ્વરના દીકરા છો.’”
And the unclean spirits, whenever they saw him, went down before him, crying out, and saying, You are the Son of God.
12 ૧૨ તેમણે તેઓને હુકમ કર્યો કે, ‘તમારે મને પ્રગટ કરવો નહિ.’”
And he gave them special orders not to say who he was.
13 ૧૩ ઈસુ પહાડ પર ચઢ્યાં અને જેઓને તેમણે પસંદ કર્યા તેઓને તેમણે બોલાવ્યા; અને તેઓ તેમની પાસે આવ્યા.
And he went up into the mountain, and sent for those whom it was his pleasure to have with him: and they went to him.
14 ૧૪ ઈસુએ બાર પ્રેરિતોને નીમ્યા એ માટે કે તેઓ તેમની સાથે રહે અને તે તેઓને પ્રચાર કરવા મોકલે,
And he took twelve to be with him, so that he might send them out as preachers,
15 ૧૫ અને તેઓ અધિકાર પામીને દુષ્ટાત્માઓને કાઢે.
And give them the power of driving out evil spirits:
16 ૧૬ સિમોનનું નામ તેમણે પિતર પાડ્યું.
To Simon he gave the second name of Peter;
17 ૧૭ તથા ઝબદીનો દીકરો યાકૂબ તથા યાકૂબનો ભાઈ યોહાન તેઓનું નામ તેમણે ‘બને-રગેસ’ પાડ્યું, એટલે કે ‘ગર્જનાના દીકરા;’
And to James, the son of Zebedee, and John, the brother of James, he gave the second name of Boanerges, which is, Sons of thunder:
18 ૧૮ અને આન્દ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, થદી, સિમોન જે અતિ ઝનૂની માણસ હતો
And Andrew, and Philip, and Bartholomew, and Matthew, and Thomas, and James, the son of Alphaeus, and Thaddaeus, and Simon the Zealot;
19 ૧૯ તથા તેમને ધરપકડ કરનાર યહૂદા ઇશ્કારિયોત; એ બારને તેમણે નીમ્યા.
And Judas Iscariot, who was false to him.
20 ૨૦ પછી તે એક ઘરમાં આવ્યા જ્યાં એટલા બધા લોકો ભેગા થયા કે તેઓ રોટલી પણ ખાઈ ન શક્યા.
And he went into a house. And the people came together again, so that they were not even able to take bread.
21 ૨૧ તેમના સગાંઓ તે સાંભળીને તેમને પકડવા બહાર નીકળ્યાં; કેમ કે તેઓએ કહ્યું કે ‘તે અસ્થિર થઈ ગયો છે.’”
And when his friends had news of it, they went out to get him, saying, He is off his head.
22 ૨૨ જે શાસ્ત્રીઓ યરુશાલેમથી આવ્યા હતા તેઓએ કહ્યું કે, ‘તેનામાં બાલઝબૂલ છે અને દુષ્ટાત્માઓનાં સરદારની મદદથી તે દુષ્ટાત્માઓને કાઢે છે.’”
And the scribes who came down from Jerusalem, said, He has Beelzebub, and, By the ruler of evil spirits he sends evil spirits out of men.
23 ૨૩ તેમણે તેઓને પાસે બોલાવીને દ્રષ્ટાંતોમાં કહ્યું કે, ‘શેતાન શેતાનને કેવી રીતે હાંકી કાઢશે?
And turning to them, he said to them in the form of a story, How is it possible for Satan to put out Satan?
24 ૨૪ જો કોઈ રાજ્ય પોતામાં ભાગલો પડે, તો તે રાજ્ય સ્થિર રહી શકતું નથી.
If there is division in a kingdom, that kingdom will come to destruction;
25 ૨૫ જો કોઈ ઘરમાં ભાગલા પડે, તો તે ઘર સ્થિર રહી શકશે નહિ.
And if there is division in a house, that house will come to destruction;
26 ૨૬ જો શેતાન પોતાની ખુદની સામે થયો હોય અને તેનામાં ફૂટ પડી હોય, તો તે નભી શકતો નથી; પણ તેનો અંત આવ્યો જાણવું.
And if Satan is at war with himself, and there is division in him, he will not keep his place but will come to an end.
27 ૨૭ બળવાનના ઘરમાં પેસીને જો કોઈ પહેલાં તે બળવાનને ન બાંધે તો તે તેનો સામાન લૂંટી શકતો નથી; પણ તેને બાંધ્યા પછી તે તેને લૂંટી શકશે.
But no one is able to go into the house of the strong man and take his goods, without first putting cords round the strong man, and then he will take his goods.
28 ૨૮ હું તમને નિશ્ચે કહું છું કે, માણસોના દીકરાઓને અપરાધોની તથા જે દુર્ભાષણો તેઓ કરે તેની માફી મળશે.
Truly, I say to you, The sons of men will have forgiveness for all their sins and for all the evil words they say:
29 ૨૯ પણ જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરશે તેને માફી કદી મળશે નહિ; પણ તેને માથે અનંતકાળના પાપનો દોષ રહે છે.’” (aiōn , aiōnios )
But whoever says evil things against the Holy Spirit will never have forgiveness, but the evil he has done will be with him for ever: (aiōn , aiōnios )
30 ૩૦ કેમ કે તેઓ કહેતાં હતા કે તેને અશુદ્ધ આત્મા વળગેલો છે.
Because they said, He has an unclean spirit.
31 ૩૧ ત્યારે તેમના ભાઈઓ તથા તેમની મા આવ્યાં અને બહાર ઊભા રહીને તેમને બોલાવવા તેમની પાસે માણસ મોકલ્યો.
And his mother and brothers came and were outside, and sent for him, requesting to see him.
32 ૩૨ ઘણાં લોકો તેમની આસપાસ બેઠેલા હતા; અને તેઓએ તેમને કહ્યું કે, ‘જો તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા છે અને તમને શોધે છે.’”
And a great number were seated round him; and they said to him, See, your mother and your brothers are outside looking for you.
33 ૩૩ તેમણે તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‘મારી મા તથા મારા ભાઈઓ કોણ છે?’”
And he said in answer, Who are my mother and my brothers?
34 ૩૪ જેઓ તેમની આસપાસ બેઠા હતા તેઓ તરફ ચારેબાજુ જોઈને તે કહે છે કે, ‘જુઓ, મારી મા તથા મારા ભાઈઓ.
And looking round at those who were seated about him, he said, See, my mother and my brothers!
35 ૩૫ કેમ કે જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરશે તે જ મારો ભાઈ તથા મારી બહેન તથા મા છે.’”
Whoever does God's pleasure, the same is my brother, and sister, and mother.