< માર્ક 2 >
1 ૧ થોડા દિવસો પછી, ઈસુ ફરી કપરનાહૂમમાં ગયા, ત્યારે એવી વાત ફેલાઈ કે ‘તેઓ ઘરમાં છે.’”
ⲁ̅ⲛⲧⲉⲣⲉϥⲃⲱⲕ ⲇⲉ ⲉϩⲟⲩⲛ ⲉⲕⲁⲫⲁⲣⲛⲁⲟⲩⲙ ϩⲓϫⲛ ϩⲉⲛϩⲟⲟⲩ ⲁⲩⲥⲱⲧⲙ ϫⲉ ϥϩⲛⲟⲩⲏⲉⲓ
2 ૨ તેથી એટલા બધા લોકો એકઠા થયા કે, દરવાજા પાસે પણ જગ્યા નહોતી; ઈસુ તેઓને ઉપદેશ આપતા હતા.
ⲃ̅ⲁⲩⲱ ⲁⲩⲙⲏⲏϣⲉ ⲥⲱⲟⲩϩ ⲉⲙⲁⲩ ϩⲱⲥⲧⲉ ⲛⲧⲉⲧⲛⲙⲉϣ ϩⲓⲣⲙⲡⲣⲟ ϣⲟⲡⲟⲩ ⲁⲩⲱ ⲁϥϣⲁϫⲉ ⲛⲙⲙⲁⲩ ϩⲙ ⲡϣⲁϫⲉ
3 ૩ ત્યારે ચાર માણસોએ ઊંચકેલા એક લકવાગ્રસ્ત માણસને તેઓ તેમની પાસે લાવ્યા.
ⲅ̅ⲁⲩⲉⲓⲛⲉ ⲇⲉ ⲉⲣⲁⲧϥ ⲛⲟⲩⲣⲱⲙⲉ ⲉϥⲥⲏϭ ⲉⲣⲉϥⲧⲟⲟⲩ ⲛⲣⲱⲙⲉ ϥⲓ ϩⲁⲣⲟϥ
4 ૪ ભીડને કારણે તેઓ તેમની નજદીક તેને લાવી ન શક્યા, ત્યારે જ્યાં તે હતા ત્યાં તેમના ઉપર છાપરામાં બકોરું પાડ્યું અને ખાટલા પર તે લકવાગ્રસ્ત માણસને નીચે ઉતાર્યો.
ⲇ̅ⲁⲩⲱ ⲙⲡⲟⲩϣⲃⲱⲕ ⲛⲁϥ ⲉϩⲟⲩⲛ ⲉⲧⲃⲉ ⲡⲙⲏⲏϣⲉ ⲁⲩϭⲉⲗⲡⲧⲟⲩⲉϩⲥⲟⲓ ⲉⲃⲟⲗ ⲙⲡⲙⲁ ⲉⲧϥⲛϩⲏⲧϥ ⲁⲩⲱ ⲛⲧⲉⲣⲟⲩϣⲟϫⲧ ⲁⲩⲭⲁⲗⲁ ⲙⲡⲉϭⲗⲟϭ ⲉⲡⲉⲥⲏⲧ ⲡⲉⲧⲉⲣⲉ ⲡⲉⲧⲥⲏϭ ⲛⲏϫ ϩⲓϫⲱϥ
5 ૫ ઈસુ તેઓનો વિશ્વાસ જોઈને લકવાગ્રસ્તને કહે છે કે, ‘દીકરા, તારાં પાપ માફ થયાં છે.’”
ⲉ̅ⲁⲩⲱ ⲓⲏⲥ ⲛⲧⲉⲣⲉϥⲛⲁⲩ ⲉⲧⲉⲩⲡⲓⲥⲧⲓⲥ ⲡⲉϫⲁϥ ⲙⲡⲉⲧⲥⲏϭ ϫⲉ ⲡⲁϣⲏⲣⲉ ⲥⲉⲛⲁⲕⲁⲛⲉⲕⲛⲟⲃⲉ ⲛⲁⲕ ⲉⲃⲟⲗ
6 ૬ પણ કેટલાક શાસ્ત્રીઓ જેઓ ત્યાં બેઠા હતા, તેઓ પોતાના મનમાં વિચારતા હતા કે,
ⲋ̅ⲛⲉⲩⲛϩⲟⲓⲛⲉ ⲇⲉ ⲛⲛⲉⲅⲣⲁⲙⲙⲁⲧⲉⲩⲥ ϩⲙⲟⲟⲥ ⲙⲡⲙⲁ ⲉⲧⲙⲙⲁⲩ ⲉⲩⲙⲟⲕⲙⲉⲕ ϩⲛ ⲛⲉⲩϩⲏⲧ
7 ૭ ‘આ માણસ આવી રીતે કેમ બોલે છે? એ તો દુર્ભાષણ કરે છે. એક, એટલે ઈશ્વર, તેમના વગર કોણ પાપોની માફી આપી શકે?’”
ⲍ̅ϫⲉ ⲉⲧⲃⲉⲟⲩ ⲡⲁⲓ ϥϣⲁϫⲉ ϩⲓⲛⲁⲓ ⲉϥϫⲓⲟⲩⲁ ⲛⲓⲙ ⲡⲉⲧⲛⲁϣⲕⲁⲛⲟⲃⲉ ⲉⲃⲟⲗ ⲛⲥⲁⲡⲛⲟⲩⲧⲉ ⲙⲁⲟⲩⲁⲁϥ
8 ૮ તેઓ પોતાના મનમાં એમ વિચારે છે, એ ઈસુએ પોતાના આત્મામાં જાણીને તેઓને કહ્યું કે, ‘તમે તમારાં હૃદયોમાં એવા વિચાર કેમ કરો છો?
ⲏ̅ⲁⲩⲱ ⲛⲧⲉⲩⲛⲟⲩ ⲛⲧⲉⲣⲉϥⲉⲓⲙⲉ ϩⲙ ⲡⲉϥⲡⲛⲁ ϫⲉ ⲥⲉⲙⲟⲕⲙⲉⲕ ϩⲣⲁⲓ ⲛϩⲏⲧⲟⲩ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ ϫⲉ ⲉⲧⲃⲉⲟⲩ ⲧⲉⲧⲛⲙⲉⲩⲉ ⲉⲛⲁⲓ ϩⲛ ⲛⲉⲧⲛϩⲏⲧ
9 ૯ આ બેમાંથી વધારે સહેલું કયું છે, એટલે લકવાગ્રસ્તને એ કહેવું, કે તારાં પાપ તને માફ થયાં છે, અથવા એ કહેવું કે, ઊઠ અને તારો ખાટલો ઊંચકીને ચાલ?’”
ⲑ̅ⲁϣ ⲅⲁⲣ ⲡⲉⲧⲙⲟⲧⲛ ⲉϫⲟⲟⲥ ⲙⲡⲉⲧⲥⲏϭ ϫⲉ ⲧⲱⲟⲩⲛ ⲛⲅϥⲓⲡⲉⲕϭⲗⲟϭ ⲛⲅⲙⲟⲟϣⲉ ϫⲛⲉϫⲟⲟⲥ ϫⲉ ⲥⲉⲛⲁⲕⲁⲛⲉⲕⲛⲟⲃⲉ ⲛⲁⲕ ⲉⲃⲟⲗ
10 ૧૦ પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે, એમ તમે જાણો માટે, લકવાગ્રસ્તને ઈસુ કહે છે
ⲓ̅ϫⲉⲕⲁⲥ ⲇⲉ ⲉⲧⲉⲧⲛⲉⲛⲁⲩ ϫⲉ ⲟⲩⲛⲧϥⲉⲝⲟⲩⲥⲓⲁ ⲙⲙⲁⲩ ⲛϭⲓ ⲡϣⲏⲣⲉ ⲙⲡⲣⲱⲙⲉ ⲉⲕⲁⲛⲟⲃⲉ ⲉⲃⲟⲗ ϩⲓϫⲙⲡⲕⲁϩ ⲡⲉϫⲁϥ ⲙⲡⲉⲧⲥⲏϭ
11 ૧૧ ‘હું તને કહું છું કે ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘરે ચાલ્યો જા.’”
ⲓ̅ⲁ̅ϫⲉ ⲧⲱⲟⲩⲛ ⲉⲓϫⲉⲣⲟⲕ ϥⲓ ⲙⲡⲉⲕϭⲗⲟϭ ⲃⲱⲕ ⲉⲡⲉⲕⲏⲉⲓ
12 ૧૨ તે ઊઠ્યો અને તરત ખાટલો ઊંચકીને ચાલ્યો ગયો; બધા તેને જોઈ રહ્યા. આથી લોકોએ આશ્ચર્ય પામીને તથા ઈશ્વરને મહિમા આપીને કહ્યું કે, ‘અમે કદી આવું જોયું નથી.’”
ⲓ̅ⲃ̅ⲁⲩⲱ ⲁϥⲧⲱⲟⲩⲛ ⲛⲧⲉⲩⲛⲟⲩ ⲁϥⲧⲁⲗⲉⲡⲉϥϭⲗⲟϭ ⲉϫⲱϥ ⲁϥⲉⲓ ⲉⲃⲟⲗ ϩⲓ ⲑⲏ ⲙⲙⲟⲟⲩ ⲧⲏⲣⲟⲩ ϩⲱⲥⲧⲉ ⲛⲥⲉⲣϣⲡⲏⲣⲉ ⲧⲏⲣⲟⲩ ⲛⲥⲉϯ ⲉⲟⲟⲩ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲙⲡⲛⲛⲁⲩ ⲉⲟⲩⲟⲛ ⲉⲛⲉϩ ϩⲓⲛⲁⲓ
13 ૧૩ ફરી ઈસુ સમુદ્રને કિનારે ગયા; બધા લોકો તેમની પાસે આવ્યા; અને તેમણે તેઓને બોધ કર્યો.
ⲓ̅ⲅ̅ⲁϥⲉⲓ ⲟⲛ ⲉⲃⲟⲗ ϩⲁⲧⲛⲑⲁⲗⲁⲥⲥⲁ ⲁⲩⲱ ⲡⲙⲏⲏϣⲉ ⲧⲏⲣϥ ⲁⲩⲥⲱⲟⲩϩ ⲉⲣⲟϥ ⲁϥϯ ⲥⲃⲱ ⲛⲁⲩ
14 ૧૪ રસ્તે જતા તેમણે અલ્ફીના દીકરા લેવીને કર ઉઘરાવવાની ચોકી પર બેઠેલો જોયો; અને તેઓ તેને કહે છે કે, ‘મારી પાછળ આવ;’ તે ઊઠીને તેમની પાછળ ગયો.
ⲓ̅ⲇ̅ⲁⲩⲱ ⲉϥⲡⲁⲣⲁⲅⲉ ⲁϥⲛⲁⲩ ⲉⲗⲉⲟⲩⲉⲓ ⲡϣⲏⲣⲉ ⲛⲁⲗⲫⲁⲓⲟⲥ ⲉϥϩⲙⲟⲟⲥ ϩⲓⲡⲉϥⲧⲉⲗⲱⲛⲓⲟⲛ ⲡⲉϫⲁϥ ⲛⲁϥ ϫⲉ ⲟⲩⲁϩⲕ ⲛⲥⲱⲉⲓ ⲁⲩⲱ ⲁϥⲧⲱⲟⲩⲛ ⲁϥⲟⲩⲁϩϥ ⲛⲥⲱϥ
15 ૧૫ એમ થયું કે ઈસુ લેવીના ઘરમાં જમવા બેઠા અને ઘણાં દાણીઓ તથા પાપીઓ ઈસુની અને તેમના શિષ્યોની સાથે બેઠા હતા, કેમ કે તેઓ ઘણાં હતા જે તેમની પાછળ ચાલ્યા હતા.
ⲓ̅ⲉ̅ⲁⲥϣⲱⲡⲉ ⲇⲉ ⲉϥⲛⲏϫ ϩⲙ ⲡⲉϥⲏⲉⲓ ⲁϩⲁϩ ⲛⲧⲉⲗⲱⲛⲏⲥ ϩⲓⲣⲉϥⲣⲛⲟⲃⲉ ⲛⲟϫⲟⲩ ⲛⲙⲓⲏⲥ ⲙⲛ ⲛⲉϥⲙⲁⲑⲏⲧⲏⲥ ⲛⲉⲩⲟϣ ⲅⲁⲣ ⲁⲩⲱ ⲁⲩⲁϩⲟⲩ ⲛⲥⲱϥ
16 ૧૬ શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ ઈસુને દાણીઓ તથા પાપીઓની સાથે જમતા જોઈને તેમના શિષ્યોને પૂછ્યું કે, ‘તે શા માટે દાણીઓની તથા પાપીઓની સાથે ખાય છે?’”
ⲓ̅ⲋ̅ⲛⲉⲅⲣⲁⲙⲙⲁⲧⲉⲩⲥ ⲙⲛ ⲛⲉⲫⲁⲣⲓⲥⲥⲁⲓⲟⲥ ⲛⲧⲉⲣⲟⲩⲛⲁⲩ ϫⲉ ϥⲟⲩⲱⲙ ⲛⲙⲛⲣⲉϥⲣⲛⲟⲃⲉ ⲁⲩⲱ ⲛⲧⲉⲗⲱⲛⲏⲥ ⲡⲉϫⲁⲩ ⲛⲛⲉϥⲙⲁⲑⲏⲧⲏⲥ ϫⲉ ⲉⲧⲃⲉⲟⲩ ϥⲟⲩⲱⲙ ⲁⲩⲱ ϥⲥⲱ ⲛⲙⲛⲣⲉϥⲣⲛⲟⲃⲉ ⲁⲩⲱ ⲛⲧⲉⲗⲱⲛⲏⲥ
17 ૧૭ ઈસુ તે સાંભળીને તેઓને કહે છે કે, ‘જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની જરૂર નથી; પણ જેઓ બીમાર છે, તેઓને છે. ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા હું આવ્યો છું.’”
ⲓ̅ⲍ̅ⲁⲩⲱ ⲓⲏⲥ ⲛⲧⲉⲣⲉϥⲥⲱⲧⲙ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ ϫⲉ ⲛⲥⲉⲣⲭⲣⲓⲁ ⲁⲛ ⲛϭⲓ ⲛⲉⲧⲧⲏⲕ ⲙⲡⲥⲁⲓⲛ ⲁⲗⲗⲁ ⲛⲉⲧϣⲟⲟⲡ ⲕⲁⲕⲱⲥ ⲛⲧⲁⲉⲓ ⲁⲛ ⲉⲧⲉϩⲙⲛⲇⲓⲕⲁⲓⲟⲥ ⲁⲗⲗⲁ ⲣⲣⲉϥⲣⲛⲟⲃⲉ
18 ૧૮ યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરતાં હતા; અને તેઓ આવીને તેમને કહે છે કે, ‘યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરે છે, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી, એનું કારણ શું?’”
ⲓ̅ⲏ̅ⲁⲩⲱ ⲙⲙⲁⲑⲏⲧⲏⲥ ⲛⲓⲱϩⲁⲛⲛⲏⲥ ⲛⲙⲛⲁ ⲛⲉⲫⲁⲣⲓⲥⲥⲁⲓⲟⲥ ⲛⲉⲩⲛⲏⲥⲧⲉⲩⲉ ⲁⲩⲉⲓ ⲇⲉ ⲛⲁϥ ⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲉⲧⲃⲉⲟⲩ ⲙⲙⲁⲑⲏⲧⲏⲥ ⲛⲓⲱϩⲁⲛⲛⲏⲥ ⲁⲩⲱ ⲙⲙⲁⲑⲏⲧⲏⲥ ⲛⲛⲉⲫⲁⲣⲓⲥⲥⲁⲓⲟⲥ ⲥⲉⲛⲏⲥⲧⲉⲩⲉ ⲛⲉⲕⲙⲁⲑⲏⲧⲏⲥ ⲇⲉ ⲛⲥⲉⲛⲏⲥⲧⲉⲩⲉ ⲁⲛ
19 ૧૯ ઈસુએ તેઓને કહ્યું કે, ‘વરરાજા જાનૈયાની સાથે હોય, ત્યાં સુધી શું તેઓ ઉપવાસ કરી શકે? વરરાજા તેઓની સાથે છે તેટલાં વખત સુધી તેઓ ઉપવાસ કરી શકતા નથી.
ⲓ̅ⲑ̅ⲡⲉϫⲉ ⲓⲏⲥ ⲛⲁⲩ ϫⲉ ⲙⲏ ⲟⲩⲛϭⲟⲙ ⲉⲧⲣⲉⲩⲛⲏⲥⲧⲉⲩⲉ ⲛϭⲓ ⲛϣⲏⲣⲉ ⲙⲡⲙⲁ ⲛϣⲉⲗⲉⲉⲧ ϩⲟⲥⲟⲛ ⲉⲣⲉⲡⲁⲧϣⲉⲗⲉⲉⲧ ⲛⲙⲙⲁⲩ ϩⲟⲥⲟⲛ ⲡⲁⲧϣⲉⲗⲉⲉⲧ ⲛⲙⲙⲁⲩ ⲛⲥⲉⲛⲁϣⲛⲏⲥⲧⲉⲩⲉ ⲁⲛ
20 ૨૦ પણ એવા દિવસો આવશે કે જયારે વરરાજા તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તે દિવસે તેઓ ઉપવાસ કરશે.’”
ⲕ̅ⲟⲩⲛϩⲉⲛϩⲟⲟⲩ ⲇⲉ ⲛⲏⲩ ϩⲟⲧⲁⲛ ⲉⲩϣⲁⲛϥⲓ ⲛⲧⲟⲟⲧⲟⲩ ⲙⲡⲁⲧϣⲉⲗⲉⲉⲧ ⲧⲟⲧⲉ ⲥⲉⲛⲁⲛⲏ ⲥⲧⲉⲩⲉ ϩⲛ ⲛⲉϩⲟⲟⲩ ⲉⲧⲙⲙⲁⲩ
21 ૨૧ નવા વસ્ત્રનું થીંગડું જૂના વસ્ત્રને કોઈ મારતું નથી; જો મારે તો નવું થીંગડું જૂનાને સાંધવાને બદલે ખેંચી કાઢે છે અને તે વસ્ત્ર વધારે ફાટી જાય છે.
ⲕ̅ⲁ̅ⲙⲉⲣⲉⲗⲁⲁⲩ ⲛⲉϫⲧⲟⲉⲓⲥ ⲛϣⲁⲉⲓ ⲉⲣⲛϣⲧⲏⲛ ⲙⲡⲗϭⲉ ⲉϣⲱⲡⲉ ⲙⲙⲟⲛ ⲧⲧⲟⲉⲓⲥ ⲛϣⲁⲓ ⲛⲁϥⲓⲡⲕⲱⲧⲉ ⲙⲙⲁⲩ ⲛⲧⲉϣⲧⲏⲛ ⲙⲡⲗϭⲉ ⲛⲥⲡⲱϩ ⲛϩⲟⲩⲟ
22 ૨૨ નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી; જો ભરે તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખે છે અને દ્રાક્ષારસ તથા મશકો એ બન્નેનો નાશ થાય છે; પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે.
ⲕ̅ⲃ̅ⲁⲩⲱ ⲙⲉⲣⲉⲗⲁⲁⲩ ⲛⲉϫⲏⲣⲡ ⲃⲃⲣⲣⲉ ⲉϩⲱⲧ ⲛⲁⲥ ⲉϣⲱⲡⲉ ⲙⲙⲟⲛ ⲡⲏⲣⲡ ⲛⲁⲡⲉϩⲛϩⲱⲧ ⲛⲧⲉⲡⲏⲣⲡ ⲡⲱⲛ ⲉⲃⲟⲗ ⲛⲧⲉⲛϩⲱⲧ ⲧⲁⲕⲟ ⲁⲗⲗⲁ ⲉϣⲁⲩⲛⲉϫⲏⲣⲡ ⲃⲃⲣⲣⲉ ⲉϩⲱⲧ ⲃⲃⲣⲣⲉ
23 ૨૩ એમ થયું કે વિશ્રામવારે ઈસુ અનાજના ખેતરોમાં થઈને જતા હતા; અને તેમના શિષ્યો ચાલતાં ચાલતાં કણસલાં તોડવા લાગ્યા.
ⲕ̅ⲅ̅ⲁⲩⲱ ⲁⲥϣⲱⲡⲉ ϩⲛ ⲛⲥⲁⲃⲃⲁⲧⲟⲛ ⲉⲧⲣⲉϥⲙⲟⲟϣⲉ ⲉⲃⲟⲗ ϩⲛ ⲛⲓⲱϩⲉ ⲉⲧⲣⲏⲧ ⲁⲩⲱ ⲛⲉϥⲙⲁⲑⲏⲧⲏⲥ ⲉⲩⲙⲟⲟϣⲉ ⲁⲩⲁⲣⲭⲓⲧⲗⲕ ϩⲙⲥ
24 ૨૪ ફરોશીઓએ તેમને કહ્યું કે, ‘જુઓ, વિશ્રામવારે જે ઉચિત નથી તે તેઓ કેમ કરે છે?’”
ⲕ̅ⲇ̅ⲛⲉⲫⲁⲣⲣⲓⲥⲁⲓⲟⲥ ⲇⲉ ⲡⲉϫⲁⲩ ⲛⲁϥ ϫⲉ ⲁⲛⲁⲩ ϫⲉ ⲉⲩⲣⲟⲩ ϩⲛ ⲛⲥⲁⲃⲃⲁⲧⲟⲛ ⲉⲟⲩⲕ ⲉⲝⲉⲥⲧⲓ ⲉⲁⲁϥ
25 ૨૫ તેમણે તેઓને કહ્યું કે, ‘દાઉદને જરૂર હતી અને તે તથા તેના સાથીઓ ભૂખ્યા થયા હતા, ત્યારે તેણે શું કર્યું, એ તમે કદી વાંચ્યું નથી?
ⲕ̅ⲉ̅ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ ϫⲉ ⲙⲡⲉⲧⲛⲟϣϥ ⲗⲁⲁⲩ ϫⲉ ⲛⲧⲁⲇⲁⲩⲉⲓⲇ ⲣⲟⲩ ⲛⲧⲉⲣⲉϥϩⲕⲟ ⲛⲧⲟϥ ⲙⲛ ⲛⲉⲧⲛⲙⲙⲁϥ
26 ૨૬ એટલે કે અબ્યાથાર પ્રમુખ યાજક હતો, ત્યારે ઈશ્વરના ઘરમાં જઈને, અર્પેલી રોટલીઓ જે માત્ર યાજકો સિવાય કોઈને ખાવાની છૂટ ન હતી તે તેણે ખાધી, અને તેના સાથીઓને પણ આપી.’”
ⲕ̅ⲋ̅ϫⲉ ⲛⲁϣ ⲛϩⲉ ⲁϥⲃⲱⲕ ⲉϩⲟⲩⲛ ⲉⲡⲏⲓ ⲙⲡⲛⲟⲩⲧⲉ ϩⲓⲁⲃⲓⲁⲑⲁⲣ ⲡⲁⲣⲭⲓⲉⲣⲉⲩⲥ ⲁⲩⲱ ⲛⲟⲓⲕ ⲛⲧⲉⲡⲣⲟⲑⲉⲥⲓⲥ ⲁϥⲟⲩⲟⲙⲟⲩ ⲉⲟⲩⲕ ⲉⲝⲉⲥⲧⲓ ⲛⲁϥ ⲉⲟⲩⲟⲙⲟⲩ ⲛⲥⲁⲛⲟⲩⲏⲏⲃ ⲁⲩⲱ ⲁϥϯ ⲛⲛⲕⲟⲟⲩⲉ ⲉⲧⲛⲙⲙⲁϥ
27 ૨૭ તેમણે તેઓને કહ્યું કે, ‘વિશ્રામવાર માણસને અર્થે થયો, માણસ વિશ્રામવારને અર્થે નહિ;
ⲕ̅ⲍ̅ⲡⲉϫⲁϥ ⲟⲛ ⲛⲁⲩ ϫⲉ ⲡⲥⲁⲃⲃⲁⲧⲟⲛ ⲛⲧⲁϥϣⲱⲡⲉ ⲉⲧⲃⲉ ⲡⲣⲱⲙⲉ ⲁⲩⲱ ⲛⲧⲁⲡⲣⲱⲙⲉ ϣⲱⲡⲉ ⲁⲛ ⲉⲧⲃⲉ ⲡⲥⲁⲃⲃⲁⲧⲟⲛ
28 ૨૮ માટે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.’”
ⲕ̅ⲏ̅ϩⲱⲥⲧⲉ ⲡϣⲏⲣⲉ ⲙⲡⲣⲱⲙⲉ ⲡϫⲟⲉⲓⲥ ⲡⲉ ⲙⲡⲕⲉⲥⲁⲃⲃⲁⲧⲟⲛ