< માર્ક 13 >
1 ૧ ઈસુ ભક્તિસ્થાનમાંથી બહાર જતા હતા. ત્યારે તેમનો એક શિષ્ય તેમને કહે છે કે, ‘ઉપદેશક, જુઓ, કેવાં પથ્થર તથા કેવાં બાંધકામો!’
Când a ieșit din templu, unul din ucenicii Săi I-a zis: “Învățătorule, vezi ce fel de pietre și ce fel de clădiri!”
2 ૨ ઈસુએ તેને કહ્યું કે, ‘શું તું એ મોટાં બાંધકામો જુએ છે? પાડી નહિ નંખાય એવો એક પણ પથ્થર બીજા પર અહીં રહેવા દેવાશે નહિ.’”
Isus i-a zis: “Vezi tu aceste clădiri mari? Nu va rămâne aici piatră pe piatră care să nu fie dărâmată.”
3 ૩ જૈતૂન પહાડ પર, મંદિરની સામે તે બેઠા હતા ત્યારે પિતરે, યાકૂબે, યોહાને તથા આન્દ્રિયાએ તેમને એકાંતમાં પૂછ્યું,
Pe când ședea El pe Muntele Măslinilor, vizavi de Templu, Petru, Iacov, Ioan și Andrei L-au întrebat în particular:
4 ૪ ‘અમને કહો, એ ક્યારે થશે? જયારે તે બધાં પૂરાં થવાનાં હશે, ત્યારે કયા ચિહ્ન થશે?’”
“Spune-ne, când se vor întâmpla aceste lucruri? Care este semnul că toate aceste lucruri sunt pe cale să se împlinească?”
5 ૫ ઈસુ તેઓને કહેવા લાગ્યા કે, ‘કોઈ તમને ભુલાવામાં ન નાખે, માટે સાવધાન રહો.
Isus, răspunzând, a început să le spună: “Luați seama ca nimeni să nu vă ducă în rătăcire.
6 ૬ ઘણાં મારે નામે આવીને કહેશે કે, તે હું છું અને ઘણાંઓને ગેરમાર્ગે દોરશે.
Căci mulți vor veni în numele meu, spunând: “Eu sunt!” și vor duce pe mulți în rătăcire.
7 ૭ પણ જયારે યુદ્ધ વિષે તથા યુદ્ધની અફવાઓ વિષે તમે સાંભળો, ત્યારે ગભરાશો નહિ; એમ થવું જ જોઈએ; પણ તેટલેથી અંત નહિ આવે.
“Când auziți de războaie și de zvonuri de războaie, nu vă tulburați. Căci acestea trebuie să se întâmple, dar sfârșitul nu este încă.
8 ૮ કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે; જગ્યા જગ્યાએ ધરતીકંપ થશે અને દુકાળો પડશે; આ તો મહાદુઃખનો આરંભ છે.
Căci se va ridica națiune împotriva națiunii și regat împotriva regatului. Vor fi cutremure în diferite locuri. Vor fi foamete și necazuri. Aceste lucruri sunt începutul durerilor de naștere.
9 ૯ પણ પોતાના વિષે સાવધાન રહો; કેમ કે તેઓ તમને ન્યાયસભાઓને સોંપશે; સભાસ્થાનોમાં તમે કોરડાના માર ખાશો; અને તમને મારે લીધે અધિકારીઓ તથા રાજાઓ આગળ, તેઓને માટે સાક્ષી થવા સારુ, ઊભા કરવામાં આવશે.
Dar păziți-vă, căci vă vor da la consilii. Veți fi bătuți în sinagogi. Veți sta în fața conducătorilor și a împăraților din cauza Mea, ca mărturie pentru ei.
10 ૧૦ પણ પહેલાં સર્વ દેશોમાં સુવાર્તા પ્રગટ થવી જોઈએ.
Vestea cea bună trebuie mai întâi să fie propovăduită la toate națiunile.
11 ૧૧ જયારે તેઓ તમને ધરપકડ કરશે, ત્યારે શું બોલવું તે વિષે અગાઉથી ચિંતા ન કરો; પણ તે વેળા તમને જે આપવામાં આવશે તે પ્રમાણે બોલજો; કેમ કે બોલનાર તે તમે નહિ, પણ પવિત્ર આત્મા હશે.
Când vă vor duce și vă vor preda, nu vă îngrijorați dinainte și nu premeditați ce veți spune, ci spuneți tot ce vi se va da în acel ceas. Căci nu voi sunteți cei care vorbiți, ci Duhul Sfânt.
12 ૧૨ ભાઈ ભાઈને તથા પિતા છોકરાંને મરણદંડને સારુ પકડાવશે; છોકરાં માબાપની સામે ઊઠશે અને તેઓને મારી નંખાવશે.
“Fratele va da la moarte pe fratele său și tatăl pe copilul său. Copiii se vor ridica împotriva părinților și îi vor face să moară.
13 ૧૩ મારા નામને લીધે બધા તમારો દ્વેષ કરશે; પણ જે અંત સુધી ટકશે તે જ ઉદ્ધાર પામશે.
Veți fi urâți de toți oamenii din pricina numelui Meu, dar cel care va răbda până la sfârșit va fi mântuit.
14 ૧૪ પણ જ્યારે તમે પાયમાલીની ધિક્કારપાત્રતા જ્યાં ઘટિત નથી ત્યાં ભક્તિસ્થાનમાં ઊભેલી જુઓ, જે વાંચે છે તેણે સમજવું, ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડોમાં નાસી જાય.
“Dar când veți vedea urâciunea pustiirii, despre care vorbește proorocul Daniel, stând acolo unde nu trebuie” (să înțeleagă cititorul), “atunci cei din Iudeea să fugă în munți,
15 ૧૫ અગાશી પર હોય તે ઊતરીને ઘરમાંથી કંઈ લેવા સારુ અંદર ન જાય;
iar cel ce este pe acoperișul casei să nu se coboare și să nu intre să ia nimic din casa lui.
16 ૧૬ અને જે ખેતરમાં હોય તે પોતાનું વસ્ત્ર લેવાને પાછો ન આવે.
Cel care este pe câmp să nu se întoarcă să își ia mantaua.
17 ૧૭ તે દિવસોમાં જેઓ સગર્ભા હોય અને સ્તનપાન કરાવતી હોય તેઓને અફસોસ છે!
Dar vai de cele însărcinate și de cele care alăptează copii în acele zile!
18 ૧૮ તમારું નાસવું શિયાળામાં ન થાય, માટે પ્રાર્થના કરો;
Rugați-vă ca fuga voastră să nu fie în timpul iernii.
19 ૧૯ કેમ કે તે દિવસોમાં જેવી વિપત્તિ થશે, તેવી વિપત્તિ ઈશ્વરે સૃજેલી સૃષ્ટિના આરંભથી તે આજ સુધી થઈ નથી અને થશે પણ નહિ.
Căci în zilele acelea va fi o asuprire, cum nu a mai fost așa ceva de la începutul creației pe care a creat-o Dumnezeu până acum și nici nu va mai fi vreodată.
20 ૨૦ જો પ્રભુએ તે દિવસોને ઓછા કર્યા ન હોત, તો કોઈ માણસ ન બચત; પણ જેઓને તેમણે પસંદ કર્યા તેઓને માટે તેમણે આ દિવસોને ટૂંકા કર્યા છે.
Dacă Domnul nu ar fi scurtat zilele, nicio făptură nu ar fi fost salvată; dar, de dragul celor aleși, pe care i-a ales, a scurtat zilele.
21 ૨૧ તે વેળાએ જો કોઈ તમને કહે કે, જુઓ, અહીં ખ્રિસ્ત છે; કે જુઓ, તે ત્યાં છે, તો માનશો નહિ.
Așadar, dacă vă spune cineva: “Uite, aici este Hristosul!” sau “Uite, acolo!”, nu-l credeți.
22 ૨૨ કેમ કે નકલી ખ્રિસ્તો તથા જૂઠાં પ્રબોધકો ઊઠશે; તેઓ ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરી દેખાડશે, એ માટે કે, જો બની શકે તો, તેઓ પસંદ કરેલાઓને પણ છેતરે.
Căci se vor ridica falși hristoși și falși profeți și vor face semne și minuni, ca să ducă în rătăcire, dacă este posibil, chiar și pe cei aleși.
23 ૨૩ તમે સાવધાન રહો; જુઓ, મેં તમને સઘળું અગાઉથી કહ્યું છે.
Dar voi vegheați. “Iată, v-am spus toate lucrurile mai dinainte.
24 ૨૪ પણ તે દિવસોમાં, એ વિપત્તિ પછી, સૂર્ય અંધકારરૂપ થઈ જશે, અને ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે,
Dar în zilele acelea, după acea asuprire, soarele se va întuneca, luna nu-și va mai da lumina,
25 ૨૫ આકાશના તારાઓ ખરવા લાગશે; અને આકાશમાંના પરાક્રમો હલાવાશે.
stelele vor cădea din cer și puterile care sunt în ceruri vor fi zguduite.
26 ૨૬ ત્યારે તેઓ માણસના દીકરાને ભરપૂર પરાક્રમ તથા મહિમાસહિત વાદળામાં આવતા જોશે.
Atunci vor vedea pe Fiul Omului venind pe nori, cu mare putere și glorie.
27 ૨૭ ત્યારે તે પોતાના સ્વર્ગદૂતોને મોકલીને પૃથ્વીના છેડાથી આકાશના છેડા સુધી, ચારે દિશાથી પોતાના પસંદ કરેલાઓને એકઠા કરશે.
Atunci va trimite pe îngerii Săi și va aduna pe cei aleși ai Săi din cele patru vânturi, de la marginile pământului până la marginile cerului.
28 ૨૮ હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો; જયારે તેની ડાળી કુમળી જ હોય છે અને પાંદડાં ફૂટી નીકળે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે છે.
“Și acum, de la smochin, învățați pilda aceasta. Când acum ramura s-a înmuiat și își produce frunzele, știți că vara este aproape;
29 ૨૯ એમ જ તમે પણ જયારે આ બધું થતું જુઓ, ત્યારે તમારે જાણવું કે, ખ્રિસ્ત પાસે એટલે બારણા આગળ જ છે.
tot așa și voi, când vedeți că se întâmplă aceste lucruri, știți că este aproape, la uși.
30 ૩૦ હું તમને નિશ્ચે કહું છું કે આ બધાં પૂરાં થાય ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ.
Adevărat vă spun că generația aceasta nu va trece până nu se vor întâmpla toate aceste lucruri.
31 ૩૧ આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.
Cerul și pământul vor trece, dar cuvintele Mele nu vor trece.
32 ૩૨ પણ તે દિવસો તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ જાણતું નથી, આકાશમાંના સ્વર્ગદૂતો નહિ અને દીકરો પણ નહિ.
Dar despre ziua aceea și despre ceasul acela nimeni nu știe, nici îngerii din ceruri, nici Fiul, ci numai Tatăl.
33 ૩૩ સાવધાન રહો, જાગતા રહીને પ્રાર્થના કરો; કેમ કે એ સમય ક્યારે આવશે તે તમે જાણતા નથી.
Vegheați, fiți vigilenți și rugați-vă, căci nu știți când va fi ceasul.
34 ૩૪ તે આ પ્રમાણે છે કે જાણે કોઈ પરદેશમાં મુસાફરી કરનાર માણસે પોતાનું ઘર છોડીને પોતાના ચાકરોને અધિકાર આપીને, એટલે પ્રત્યેકને પોતપોતાનું કામ સોંપીને, દરવાનને પણ જાગતા રહેવાની આજ્ઞા આપી હોય.
Este ca și cum un om care pleacă în altă țară, care a plecat din casa sa și a dat putere slugilor sale, a dat fiecăruia lucrul său și a poruncit portarului să vegheze.
35 ૩૫ માટે તમે જાગતા રહો; કેમ કે તમે જાણતા નથી કે ઘરનો માલિક ક્યારે આવશે, સાંજે, મધરાતે, મરઘો બોલતી વખતે કે સવારે!
Vegheați, deci, căci nu știți când va veni stăpânul casei — fie seara, fie la miezul nopții, fie când cântă cocoșul, fie dimineața;
36 ૩૬ એમ ન થાય કે તે અચાનક આવીને તમને ઊંઘતા જુએ.
ca nu cumva, venind deodată, să vă găsească dormind.
37 ૩૭ અને જે હું તમને કહું છું તે સર્વને કહું છું કે, ‘જાગતા રહો.’”
Ceeace vă spun, spun tuturor: Vegheați!”