< માર્ક 10 >

1 ત્યાંથી ઊઠીને ઈસુ યર્દન નદીને પેલે પાર યહૂદિયા પ્રદેશમાં આવે છે અને ફરી ઘણાં લોકો આવીને તેમની પાસે એકઠા થાય છે; તેમની પ્રથા પ્રમાણે તેમણે ફરી તેઓને બોધ કર્યો.
І, вийшовши звідти, Він приходить у землю Юдейську, на той бік Йорда́ну. І знову зібралися ю́рби до Нього, і знов Він навчав їх, звича́єм Своїм.
2 ફરોશીઓએ પાસે આવીને ઈસુનું પરીક્ષણ કરતાં તેમને પૂછ્યું કે, ‘શું પતિએ પોતાની પત્નીને છોડી દેવી ઉચિત છે?’”
І підійшли фарисеї й спитали, Його випробо́вуючи: „Чи дозволено чолові́кові дружи́ну свою відпустити?“
3 ઈસુએ જવાબ આપતાં તેઓને પૂછ્યું કે, ‘મૂસાએ તમને શી આજ્ઞા આપી છે?’”
А Він відповів і сказав їм: „Що Мойсей заповів вам?“
4 તેઓએ કહ્યું કે, છૂટાછેડા લખીને ત્યાગી દેવાની રજા મૂસાએ આપેલી છે.’”
Вони ж відказали: „Мойсей заповів написати листа розводо́вого, та й відпустити“.
5 પણ ઈસુએ તેઓને કહ્યું કે, તમારાં હૃદયની કઠોરતાને લીધે મૂસાએ તમારે સારુ તે આજ્ઞા આપી છે.
Ісус же промовив до них: „То за ваше жорстокосе́рдя він вам написав оцю заповідь.
6 પણ ઉત્પત્તિના આરંભથી ઈશ્વરે તેઓને એક પુરુષ તથા એક સ્ત્રી બનાવ્યાં.
Бог же з поча́тку творіння „створив чоловіком і жінкою їх.
7 એ કારણથી માણસ પોતાનાં માબાપને મૂકીને પોતાની પત્ની સાથે જોડાયેલ રહેશે.
Покине тому́ чоловік свого ба́тька та матір,
8 તેઓ બંને એક દેહ થશે; એ માટે તેઓ ત્યાર પછી બે નહિ, પણ એક દેહ છે;
і стануть обо́є вони одним тілом“, — тим то немає вже двох, але́ одне тіло.
9 તો ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.’”
Тож, що Бог спарува́в, — люди́на нехай не розлу́чує!“
10 ૧૦ ઘરમાં તેમના શિષ્યોએ ફરી તે જ બાબત વિષે ઈસુને પૂછ્યું.
А вдома про це учні знов запитали Його.
11 ૧૧ ઈસુ તેઓને કહે છે કે, ‘જે કોઈ પોતાની પત્નીને ત્યાગી દે અને બીજી સાથે લગ્ન કરે, તે તેની વિરુદ્ધ વ્યભિચાર કરે છે
І Він їм відказав: „Хто дружи́ну відпустить свою, та й одру́житься з іншою, той чинить пере́люб із нею.
12 ૧૨ અને જો પત્ની પોતાના પતિને ત્યજી દે અને બીજા સાથે લગ્ન કરે, તો તે પણ વ્યભિચાર કરે છે.’”
І коли дружи́на покине свого чоловіка, і вийде заміж за іншого, то чинить пере́люб вона“.
13 ૧૩ પછી તેઓ ઈસુ પાસે બાળકોને લાવ્યા કે તે તેઓને અડકે. પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં.
Тоді поприно́сили ді́ток до Нього, щоб Він доторкнувся до них, учні ж їм докоря́ли.
14 ૧૪ ઈસુ તે જોઈને નાખુશ થયા અને તેમણે તેઓને કહ્યું કે, ‘બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકશો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે.’”
А коли спостеріг це Ісус, то обу́рився, та й промовив до них: „Пустіть ді́ток до Ме́не прихо́дити, і не бороніть їм, — бо таких Царство Боже!
15 ૧૫ હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે કોઈ બાળકની માફક ઈશ્વરનું રાજ્ય સ્વીકારશે નહિ, તે તેમાં પ્રવેશ કરશે જ નહિ.’”
Попра́вді кажу вам: Хто Божого Царства не при́йме, немов те дитя, той у нього не вві́йде“.
16 ૧૬ ઈસુએ તેઓને બાથમાં લીધાં, અને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ આપ્યો.
І Він їх пригорну́в, і поблагословив, на них руки поклавши.
17 ૧૭ તે બહાર નીકળીને રસ્તે જતા હતા, ત્યારે એક માણસ તેમની પાસે દોડતો આવ્યો અને તેણે તેમની આગળ ઘૂંટણ ટેકીને પૂછ્યું કે, ‘ઓ ઉત્તમ ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા માટે હું શું કરું?’” (aiōnios g166)
І коли вирушав Він у путь, то швидко набли́зивсь один, упав перед Ним на коліна, і спитався Його: „Учителю Добрий, — що робити мені, щоб вічне життя вспадкува́ти?“ (aiōnios g166)
18 ૧૮ ઈસુએ તેને કહ્યું કે, ‘તું મને ઉત્તમ કેમ કહે છે? એક, એટલે ઈશ્વર વિના અન્ય કોઈ ઉત્તમ નથી.
Ісус же йому відказав: „Чого звеш Мене Добрим? Ніхто не є Добрий, крім Бога Самого.
19 ૧૯ તું આજ્ઞાઓ જાણે છે કે, વ્યભિચાર ન કર, હત્યા ન કર, ચોરી ન કર, જૂઠી સાક્ષી ન પૂર, ઠગાઈ ન કર, પોતાના માબાપને માન આપ.’”
Знаєш заповіді: „Не вбивай, не чини пере́любу, не кради́, не свідкуй неправдиво“, не кривди́, „шануй свого ба́тька та матір“.
20 ૨૦ પણ તેણે ઈસુને કહ્યું કે, ‘ઓ ઉપદેશક, એ સર્વ આજ્ઞાઓ તો હું બાળપણથી પાળતો આવ્યો છું.’”
А він відказав Йому: „Учителю, — це все виконав я ще зма́лку“.
21 ૨૧ તેની તરફ જોઈને ઈસુને તેના પર પ્રેમ ઊપજયો. અને તેમણે તેને કહ્યું કે, ‘તું એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે જઈને વેચી નાખ. ગરીબોને આપ, સ્વર્ગમાં તને ધન મળશે. અને આવ, મારી પાછળ ચાલ.’”
Ісус же поглянув на нього з любов'ю, і промовив йому: „Одно́го бракує тобі: іди, розпро́дай, що маєш, та вбогим роздай, — і матимеш скарб ти на небі! Потому приходь та й іди вслід за Мною, узявши хреста“.
22 ૨૨ પણ તે વાતને લીધે તેનું મોં પડી ગયું અને ઉદાસ થઈને તે ચાલ્યો ગયો, કેમ કે તેની મિલકત ઘણી હતી.
А він засмутився тим словом, і пішов, зажурившись, — бо великі маєтки він мав!
23 ૨૩ ઈસુ આસપાસ જોઈને પોતાના શિષ્યોને કહે છે કે, ‘જેઓની પાસે દોલત છે તેઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું ઘણું અઘરું પડશે!’
І поглянув довко́ла Ісус, та й сказав Своїм учням: „Як тяжко отим, хто має бага́тство, увійти в Царство Боже!“
24 ૨૪ ઈસુની વાતોથી શિષ્યો આશ્ચર્ય પામ્યા પણ ઈસુ ફરી જવાબ આપતાં તેઓને કહે છે કે, ‘બાળકો, મિલકત પર ભરોસો રાખનારાઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું ઘણું અઘરું છે!
І учні жахнулись від слів Його. А Ісус знов у відповідь каже до них: „ Мої діти, як тяжко отим, хто наді́ю кладе на багатство, увійти в Царство Боже!
25 ૨૫ ધનવાનને ઈશ્વરના રાજ્યમાં પેસવા કરતાં સોયના નાકામાં થઈને ઊંટને પસાર થવું સહેલું છે.’”
Верблю́дові легше пройти через го́лчине ву́шко, ніж багатому в Боже Царство ввійти!“
26 ૨૬ તેઓએ ઘણું આશ્ચર્ય પામીને અંદરોઅંદર કહ્યું, ‘તો કોણ ઉદ્ધાર પામી શકે?’”
А вони здивувалися дуже, і казали один до одно́го: „Хто ж тоді може спастися?“
27 ૨૭ ઈસુ તેઓની તરફ જોઈને કહે છે કે, ‘માણસોને એ અશક્ય છે, પણ ઈશ્વરને નથી, કેમ કે ઈશ્વરને સર્વ શક્ય છે.’”
Ісус же поглянув на них і промовив: „Неможливе це лю́дям, а не Богові. Бо „для Бога можливе все!“
28 ૨૮ પિતર તેમને કહેવા લાગ્યો, ‘જુઓ, અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ.’”
А Петро став казати Йому: „От усе ми покинули, та й пішли за Тобою слідо́м“.
29 ૨૯ ઈસુએ કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, જે કોઈએ મારે લીધે અને સુવાર્તાને લીધે ઘરને કે ભાઈઓને કે બહેનોને કે માતાને કે પિતાને કે છોકરાંને કે ખેતરોને છોડ્યાં છે,
Ісус відказав: „Поправді кажу вам: Немає такого, щоб дім полишив, чи братів, чи сесте́р, або матір, чи ба́тька, або діти, чи поля́ ради Мене та ради Єва́нгелії,
30 ૩૦ તે હમણાં આ જીવનકાળમાં સોગણાં ઘરોને, ભાઈઓને, બહેનોને, માતાઓને, બાળકોને, ખેતરોને, પામશે. જોકે તેઓની સતાવણી થશે. વળી તેઓ આવતા કાળમાં અનંતજીવન પામ્યા વગર રહેશે નહિ. (aiōn g165, aiōnios g166)
і не одержав би в сто раз більше тепер, цього ча́су, серед переслідувань, — домів, і братів, і сесте́р, і матері́в, і дітей, і піль, а в віці насту́пному — вічне життя. (aiōn g165, aiōnios g166)
31 ૩૧ પણ ઘણાં જેઓ પહેલા તેઓ છેલ્લાં અને જે છેલ્લાં તેઓ પહેલા થશે.’”
І багато-хто з перших стануть останніми, а останні — першими“.
32 ૩૨ યરુશાલેમની તરફ ઢાળ ચઢતાં તેઓ માર્ગમાં હતા. ઈસુ તેઓની આગળ ચાલતા હતા; તેઓ આશ્ચર્ય પામ્યા અને તેમની પાછળ અનુસરનારા ડરી ગયા. તે ફરીથી બાર શિષ્યોને પાસે બોલાવીને પોતાના પર જે વીતવાનું હતું તે તેઓને કહેવા લાગ્યા કે,
Були ж у дорозі вони, простуючи в Єрусали́м. А Ісус ішов попе́реду них, — аж дуже вони дивувались, а ті, що йшли вслід за Ним, боялись. І, взявши знов Дванадцятьо́х, почав їм розповідати, що́ з Ним статися має:
33 ૩૩ ‘જુઓ, આપણે યરુશાલેમમાં જઈએ છીએ; માણસના દીકરાની મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ દ્વારા ધરપકડ કરવામાં આવશે, તેઓ તેના પર મૃત્યુદંડ ઠરાવશે અને તેને વિદેશીઓને સોંપશે;
„Оце в Єрусали́м ми йдемо́, і первосвященикам і книжникам ви́даний буде Син Лю́дський, і засудять на смерть Його, і поганам Його видадуть,
34 ૩૪ તેઓ તેની મશ્કરી કરશે, તેના પર થૂંકશે, તેને કોરડા મારશે, અને મારી નાખશે અને ત્રીજે દિવસે તે પાછો ઊઠશે.’”
і насміхатися бу́дуть із Нього, і бу́дуть плювати на Нього, і будуть Його бичува́ти, і вб'ють, — але третього дня Він воскресне!“
35 ૩૫ ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાન ઈસુની પાસે આવીને કહે છે કે, ‘ઉપદેશક, અમારી ઇચ્છા છે કે, અમે જે કંઈ માગીએ તે તમે અમારે માટે કરો.’”
І підхо́дять до Нього Яків та Іван, сини Зеведе́єві, та й кажуть Йому: „Учителю, — ми хочемо, щоб Ти зробив нам, про що бу́демо просити Тебе“.
36 ૩૬ ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારી શી ઇચ્છા છે? હું તમારે માટે શું કરું?’”
А Він їх поспитав: „Чого ж хочете, щоб Я вам зробив?“
37 ૩૭ ત્યારે તેઓએ તેમને કહ્યું કે, ‘તમારા મહિમામાં અમે એક તમારે જમણે હાથે અને એક તમારે ડાબે હાથે બેસીએ, એવું અમારે માટે કરો.’”
Вони ж відказали Йому: „Дай нам, щоб у славі Твоїй ми сиділи право́руч від Тебе один, і ліво́руч один“!
38 ૩૮ પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે જે માગો છો, તે તમે સમજતા નથી. જે પ્યાલો હું પીઉં છું તે શું તમે પી શકો છો? જે બાપ્તિસ્મા હું લઉં છું, તે બાપ્તિસ્મા શું તમે લઈ શકો છો?’”
А Ісус відказав їм: „Не знаєте, чого просите. Чи ж можете ви пити чашу, що Я її п'ю, і христитися хрищенням, що Я ним хрищуся?“
39 ૩૯ તેઓએ તેમને કહ્યું કે, ‘અમે તેમ કરી શકીએ છીએ.’” પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘જે પ્યાલો હું પીઉં છું તે તમે પીશો અને જે બાપ્તિસ્મા હું લઉં છું, તે બાપ્તિસ્મા તમે લેશો;
Вони відказали Йому: „Можемо“. А Ісус їм сказав: „Чашу, що Я її п'ю, ви питимете, і хрищенням, що Я ним хрищусь, ви охриститеся.
40 ૪૦ પણ કોઈને મારે જમણે હાથે કે ડાબે હાથે બેસવા દેવા, એ મારા અધિકારમાં નથી, પણ જેઓને સારુ તે નિયત કરેલું છે તેઓને માટે તે છે.”
А сидіти право́руч Мене та ліво́руч — не Моє це давати, а кому угото́вано“.
41 ૪૧ પછી બાકીના દસ શિષ્યો તે સાંભળીને યાકૂબ તથા યોહાન પ્રત્યે ગુસ્સે થયા.
Як почули ж це Де́сятеро, то обурились на Якова та на Івана.
42 ૪૨ પણ ઈસુ તેઓને પાસે બોલાવીને કહે છે કે, ‘તમે જાણો કે વિદેશીઓ પર જેઓ રાજ કરનારા કહેવાય છે, તેઓ તેમના પર શાસન કરે છે અને તેઓમાં જે મોટા છે તેઓ તેમના પર અધિકાર ચલાવે છે.
А Ісус їх покликав, і промовив до них: „Ви знаєте, що ті, що вважають себе за князів у народів, панують над ними, а їхні вельможі їх тиснуть.
43 ૪૩ પણ તમારામાં એવું ન થવા દો. તમારામાં જે કોઈ મોટો થવા ચાહે, તેણે તમારા ચાકર થવું.
Не так буде між вами, але хто з вас великим бути хоче, — нехай буде він вам за слугу.
44 ૪૪ જે કોઈ પ્રથમ થવા માગે તે સહુનો દાસ થાય.
А хто з вас бути першим бажає, — нехай буде всім за раба.
45 ૪૫ કેમ કે માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણાંનાં મુક્તિમૂલ્યને સારુ પોતાનો જીવ આપવાને આવ્યો છે.’”
Бо Син Лю́дський прийшов не на те, щоб служили Йому, але щоб послужити, і душу Свою дати на викуп за багатьох“.
46 ૪૬ તેઓ યરીખોમાં આવે છે. અને યરીખોમાંથી ઈસુ, તેમના શિષ્યો તથા ઘણાં લોકો બહાર જતા હતા, ત્યારે તિમાયનો દીકરો બાર્તિમાય જે અંધ ભિખારી હતો તે માર્ગની બાજુએ બેઠો હતો.
І приходять вони в Єрихо́н. А коли з Єрихо́ну вихо́див Він ра́зом із Своїми у́чнями й з бе́зліччю люду, сидів і просив при дорозі сліпий Вартиме́й, син Тиме́їв.
47 ૪૭ એ નાસરેથના ઈસુ છે, એમ સાંભળીને તે બૂમ પાડવા તથા કહેવા લાગ્યો કે, ‘ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો.’”
І, прочувши, що то Ісус Назаряни́н, почав кликати та говорити: „Сину Давидів, Ісусе, — змилуйся надо мною!“
48 ૪૮ લોકોએ તેને ધમકાવ્યો કે, ‘તું ચૂપ રહે;’ પણ તેણે વધારે મોટેથી બૂમ પાડતાં કહ્યું કે, ‘ઓ દાઉદના દીકરા, મારા પર દયા કરો.’”
І сварились на нього багато-хто, щоб мовча́в, а він іще більше кричав: „Сину Давидів, — змилуйся надо мною!“
49 ૪૯ ઈસુએ ઊભા રહીને કહ્યું કે, ‘તેને બોલાવો’ અને અંધને બોલાવીને લોકો તેને કહે છે કે, ‘હિંમત રાખ, ઊઠ, ઈસુ તને બોલાવે છે.’”
І спинився Ісус та й сказав: „Покличте його!“І кличуть сліпого та й кажуть йому: „Будь бадьо́рий, устань, — Він кличе тебе“.
50 ૫૦ પોતાનો ઝભ્ભો પડતો મૂકીને તે ઊઠ્યો, અને ઈસુની પાસે આવ્યો.
А той скинув плаща свого, і скочив із місця, — і прибіг до Ісуса.
51 ૫૧ ઈસુએ તેને ઉત્તર આપતાં કહ્યું કે, ‘હું તને શું કરું, એ વિષે તારી શી ઇચ્છા છે?’ અંધ વ્યક્તિએ કહ્યું કે, ‘ગુરુ, હું દેખતો થાઉં.’”
А Ісус відповів і сказав йому: „Що́ ти хочеш, щоб зробив Я тобі?“Сліпий же Йому відказав: „Учителю, — нехай я прозрю́!“
52 ૫૨ ઈસુએ તેને કહ્યું કે ‘જા, તારા વિશ્વાસે તને સાજો કર્યો છે,’ અને તરત તે દેખતો થયો અને માર્ગમાં ઈસુની પાછળ ગયો.
Ісус же до нього промовив: „Іди, — твоя віра спасла тебе!“І той зараз прозрі́в, і пішов за Ісусом дорогою.

< માર્ક 10 >