< માલાખી 3 >
1 ૧ “જુઓ, હું મારા સંદેશાવાહકને મોકલું છું, તે મારી આગળ માર્ગ તૈયાર કરશે. અને જે પ્રભુને તમે શોધો છો, તે અચાનક પોતાના મંદિરમાં આવશે; અને કરારનો સંદેશાવાહક જેને જોવાને તમે ખુશ છો, જુઓ, તે આવી રહ્યો છે,” એવું સૈન્યોના યહોવાહ કહે છે.
Hwɛ! Mɛsoma me bɔfo a obesiesie kwan ama me. Afei mpofirim, Awurade a morehwehwɛ no no bɛba nʼasɔredan mu. Na apam no ho bɔfo a mopɛ no no bɛba, sɛnea Asafo Awurade se ni.
2 ૨ પણ તેમના આવવાનો દિવસ કોણ સહન કરી શકશે? અને જ્યારે તે પ્રગટ થશે ત્યારે કોણ ઊભો રહી શકશે? કેમ કે તે ધાતુને શુદ્ધ કરનાર અગ્નિ સમાન તથા ધોબીના સાબુ સમાન છે.
Na hena na obetumi agyina ne da a ɔbɛba no ano? Sɛ opue a, hena na obetumi agyina? Ɔbɛyɛ sɛ ogya a wɔde nan dade anaa ntamahorofo samina.
3 ૩ તે ચાંદી ગાળનાર તથા શુદ્ધ કરનારની જેમ ન્યાય કરવા બિરાજશે. તે લેવીના દીકરાઓને શુદ્ધ કરશે. તે તેમને સોના તથા ચાંદી જેવા શુદ્ધ કરશે, તેઓ યહોવાહને ન્યાયીપણાનું અર્પણ ચઢાવશે.
Ɔbɛtena ase sɛ obi a ɔhoa dwetɛ ho. Ɔbɛtew Lewifo no ho na wɔayɛ sɛ sikakɔkɔɔ ne dwetɛ. Afei Awurade benya mmarima a wɔde ayɛyɛde bɛba wɔ kronkronyɛ mu,
4 ૪ ત્યારે પ્રાચીન કાળનાં વર્ષો તથા જૂના દિવસોની જેમ યહૂદિયા તથા યરુશાલેમનાં અર્પણો યહોવાહને પસંદ પડશે.
na afɔrebɔde a efi Yuda ne Yerusalem bɛyɛ nea ɛsɔ Awurade ani sɛnea na ɛte wɔ nna ne mfe a atwa mu no.
5 ૫ “પછી હું ન્યાય કરવા તમારી પાસે આવીશ. જાદુગરો, વ્યભિચારીઓ અને જૂઠા સાક્ષીઓ વિરુદ્ધ તથા મજૂર પર તેના વેતનમાં જુલમ કરનારની વિરુદ્ધ, વિધવા તથા અનાથો પર જુલમ કરનારની વિરુદ્ધ, પરદેશીનો હક પચાવી પાડનાર તથા મારો આદર નહિ કરનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ,” એમ સૈન્યોના યહોવાહ કહે છે.
“Enti metwiw abɛn mo, abebu atɛn. Mɛyɛ ntɛm adi adanse atia ntafowayifo, aguamammɔ ne atorofo, wɔn a wosisi adwumayɛfo wɔ wɔn akatua ho, wɔn a wɔhyɛ akunafo ne ayisaa so na wobu ntɛnkyew tia ahɔho na wonsuro me,” sɛnea Asafo Awurade se ni.
6 ૬ “કેમ કે હું, યહોવાહ, બદલાતો નથી, તેથી હે યાકૂબના લોકો, તમારો સર્વનાશ થયો નથી.
“Meyɛ Awurade a mennsakra. Ɛno nti na mo Yakob asefo, wɔnsɛee mo no.
7 ૭ તમારા પિતૃઓના સમયથી તમે મારા વિધિઓથી દૂર ફર્યા છો અને તેઓને પાળ્યા નથી. મારી પાસે પાછા આવો, અને હું તમારી પાસે પાછો આવીશ,” એમ સૈન્યોના યહોવાહ કહે છે. “પણ તમે કહો છો, ‘અમે કેવી રીતે પાછા ફરીએ?’”
Efi mo nenanom bere so moatwe mo ho afi me mmara ho, moanni so. Monsan mmra me nkyɛn, na me nso mɛba mo nkyɛn,” sɛnea Asafo Awurade se ni. “Nanso mubisa se, ‘Ɔkwan bɛn so na yɛmfa nsan mmra?’
8 ૮ શું માણસ ઈશ્વરને લૂંટી શકે છે? છતાં તમે મને લૂંટો છો. પણ તમે કહો છો, અમે કેવી રીતે તમને લૂંટ્યા? દશાંશોમાં તથા અર્પણોમાં.
“Onipa betumi abɔ Onyankopɔn korɔn ana? Nanso, mobɔ me korɔn! Na mubebisa se, ‘ɔkwan bɛn so na yɛfa bɔɔ wo korɔn?’ “Wɔ ntotoso du du ne afɔrebɔde mu.
9 ૯ તમે શાપથી શાપિત થયા છો, કેમ કે તમારી આખી પ્રજાએ, મને લૂંટ્યો છે.
Nnome aba mo so, ɔman mu no nyinaa, efisɛ, morebɔ me korɔn.
10 ૧૦ દશાંશો ભર્યાપૂરા ભંડારમાં લાવો, કે જેથી મારા ઘરમાં અન્નની અછત રહે નહિ. અને તમે મને પારખો કે,” “જુઓ હું તમારા માટે આકાશની બારીઓ ખોલીને સમાવેશ કરવાની જગા નહિ હોય, એટલો આશીર્વાદ તમારા પર મોકલું છું કે નહિ, એવું સૈન્યોના યહોવાહ કહે છે.
Momfa ntotoso du du no nyinaa mmra adekoradan no mu, na aduan mmra me fi. Monsɔ me nhwɛ wɔ saa ɔkwan yi so, na monhwɛ sɛ meremmue ɔsoro mfɛnsere na merenhwie nhyira bebree ngu mo so a, morennya baabi nkora ne nyinaa mpo,” sɛnea Asafo Awurade se ni.
11 ૧૧ તમારે સારુ હું ભક્ષકોને ધમકાવીશ, જેથી તેઓ તમારી જમીનની ઊપજનો નાશ ન કરે; ખેતરમાં તમારા દ્રાક્ષાવેલાઓનાં ફળ યોગ્ય સમય આવ્યા પહેલાં ખરી પડશે નહિ,” એવું સૈન્યોના યહોવાહ કહે છે.
“Meremma mmoa mmɛsɛe mo nnɔbae na borɔdɔma aba rentew ngu wɔ bere a ɛmmeree ɛ,” sɛnea Asafo Awurade se ni.
12 ૧૨ “સર્વ પ્રજાઓ તમને આશીર્વાદિત કહેશે, કેમ કે તમારો દેશ ખુશહાલ થશે,” એવું સૈન્યોના યહોવાહ કહે છે.
“Na aman no nyinaa bɛka se wɔahyira mo, efisɛ mo asase so bɛyɛ anigye,” sɛnea Asafo Awurade se ni.
13 ૧૩ યહોવાહ કહે છે, “તમે મારી વિરુદ્ધ કઠોર વચનો કહ્યાં છે,” પણ તમે કહો છો કે, ‘અમે તમારી વિરુદ્ધ શું બોલ્યા છીએ?’
“Moaka nsɛm a ɛmfata atia me, nanso mubisa se, ‘Asɛm bɛn na yɛaka atia wo?’ Sɛnea Asafo Awurade se ni.
14 ૧૪ તમે કહ્યું છે કે, ‘ઈશ્વરની સેવા કરવી વ્યર્થ છે. અમે તેમના વિધિઓ પાળ્યા તથા સૈન્યોના યહોવાહની આગળ શોકપૂર્વક ચાલ્યા તેથી અમને શો લાભ થયો?
“Moaka se, ‘Onyankopɔn som yɛ ɔbrɛgu, na yedii nʼahyɛde so na yɛkɔɔ Asafo Awurade anim te sɛ wɔn a wɔredi awerɛhow no, mfaso bɛn na yenyae?
15 ૧૫ અને હવે અમે ઘમંડી લોકોને આશીર્વાદિત કહીએ છીએ. દુરાચારીઓ ફક્ત આબાદ થતાં નથી, પણ તેઓ, ઈશ્વરને પારખે છે અને બચી જાય છે.’”
Afei, wɔfrɛ ɔhantanni no nea wɔahyira no. Nokware ni, nnebɔneyɛfo di yiye, na mpo wɔn a wɔne Onyankopɔn di asi no, wɔfa wɔn ho di.’”
16 ૧૬ ત્યારે યહોવાહનો ભય રાખનારાઓએ એકબીજાની સાથે વાત કરી; યહોવાહે તે ધ્યાનથી સાંભળ્યું અને ભય રાખનારાઓને સારુ તથા તેમના નામનું આદર રાખનારાઓને સારુ યાદીનું પુસ્તક તેમની હજૂરમાં લખવામાં આવ્યું.
Na wɔn a wosuro Awurade no ne wɔn ho wɔn ho kasae, na Awurade tiei, na ogyee wɔn so. Wɔn a wosuro Awurade na wodi ne din ni no, wɔkyerɛw wɔn din wɔ nhoma mmobɔwee so wɔ nʼanim de yɛɛ nkae ade.
17 ૧૭ સૈન્યોના યહોવાહ કહે છે, “તેઓ મારા થશે,” “જે દિવસે હું આ કરીશ તે દિવસે, તેઓ મારું ખાસ દ્રવ્ય થશે; જેમ પિતા પોતાની સેવા કરનાર દીકરા પર દયા રાખે, તેમ હું તેમના પર દયા રાખીશ.
“Wɔbɛyɛ me dea,” sɛnea, Asafo Awurade se ni. Da a mɛkeka me ho no, wɔbɛyɛ mʼahode a ɛsom bo. Mede wɔn ho bɛkyɛ wɔn, sɛnea agya nya ayamhyehye de ɔba a ɔyɛ osetie ho kyɛ no no.
18 ૧૮ ત્યારે તમે ફરી એકવાર ન્યાયી અને દુષ્ટ વચ્ચેનો તથા ઈશ્વરની સેવા કરનાર અને સેવા નહિ કરનાર વચ્ચેનો ભેદ સમજશો.
Na mubehu nsonoe a ɛda atreneefo ne amumɔyɛfo ntam, ne wɔn a wɔsom Onyankopɔn ne wɔn a wɔnsom Onyankopɔn no ntam.