< માલાખી 2 >
1 ૧ અને હવે, હે યાજકો, આ આજ્ઞા તમારા માટે છે.
Or dunque, o sacerdoti, a voi [s'indirizza] questo comandamento:
2 ૨ સૈન્યોના યહોવાહ કહે છે, “જો તમે મને સાંભળો નહિ અને મારા નામને મહિમા આપવાનું તમારા હૃદયમાં નહિ ઠસાવો, તો હું તમારા પર શાપ મોકલીશ, અને તમારા આશીર્વાદોને શાપરૂપ કરી નાખીશ. ખરેખર, મેં તેમને શાપરૂપ કરી દીધા છે, કેમ કે મારી આજ્ઞા તમે તમારા હૃદયમાં સમાવતા નથી.
Se voi non ubbidite, e non vi mettete in cuore di dar gloria al mio Nome, ha detto il Signor degli eserciti, io manderò contro a voi la maledizione, e maledirò le vostre benedizioni; ed anche, [già] le ho maledette, perciocchè voi non vi mettete [questo] in cuore.
3 ૩ જો, હું તમારા વંશજોને ઠપકો આપીશ, અને તમારા મુખ પર છાણ નાખીશ અને તમારા છાણના અર્પણો સાથે તમને પણ બહાર કાઢી મૂકવામાં આવશે.
Ecco, io sgriderò le vostre sementi, e verserò dello sterco sopra le vostre facce, lo sterco delle vostre feste; e sarete portati via nel [luogo di] quello.
4 ૪ ત્યારે તમે જાણશો કે મેં તમારી પાસે આ આજ્ઞા મોકલી છે, કે મારો કરાર લેવી સાથે થાય,” એવું સૈન્યોના યહોવાહ કહે છે.
E voi conoscerete che io vi avea mandato questo comandamento, acciocchè il mio patto fosse con Levi, ha detto il Signor degli eserciti.
5 ૫ “તેની સાથેનો મારો કરાર જીવન તથા શાંતિ આપવાનો હતો, અને તે મારો આદર કરે તે માટે મેં તેને તે આપ્યો. તે મારો આદર કરતો હતો અને મારા નામનો ભય રાખતો હતો.
Il mio patto fu [già] con lui, di vita, e di pace; e gli diedi quelle cose, [per] lo timore del quale egli mi temette; e [perciocchè] egli ebbe spavento del mio Nome.
6 ૬ સાચું શિક્ષણ તેમના મુખમાં હતું, તેમના હોઠમાંથી કદી અન્યાયીપણું માલૂમ પડતું નહતું. તે મારી સાથે શાંતિ અને પ્રામાણિકપણે ચાલતો હતો, અને તે ઘણાંને પાપમાંથી પાછા ફેરવતો હતો.
La Legge della verità fu nella sua bocca, e non si trovò alcuna iniquità nelle sue labbra; egli camminò meco in pace, e in dirittura, e convertì molti dall'iniquità.
7 ૭ કેમ કે યાજકના હોઠોમાં ડહાપણ હોવું જોઈએ, અને લોકો તેમના મુખમાંથી નિયમ શોધવો જોઈએ, કેમ કે તે સૈન્યોના યહોવાહનો સંદેશાવાહક છે.
Conciossiachè le labbra del sacerdote abbiano a conservar la scienza, e si abbia da cercar la Legge dalla sua bocca; percicochè egli è l'Angelo del Signor degli eserciti.
8 ૮ પણ તમે સાચા માર્ગમાંથી ભટકી ગયા છો. તમે ઘણાં લોકોને નિયમનો આદર કરવા વિષે ઠોકર ખવડાવ્યા છો. તમે લેવીના કરારને ભ્રષ્ટ કર્યો છે,” એવું સૈન્યોના યહોવાહ કહે છે.
Ma voi vi siete stornati dalla via, voi ne avete fatti intoppar molti nella Legge, voi avete violato il patto di Levi, ha detto il Signor degli eserciti.
9 ૯ “મેં તમને લોકોની આગળ ધિક્કારપાત્ર અને અધમ બનાવી દીધા છે, કેમ કે તમે મારા માર્ગોને વળગી રહ્યા નથી, પણ શિક્ષણ આપવામાં તમે પક્ષપાત કર્યો છે.”
Laonde altresì vi ho resi vili, ed abbietti appo tutto il popolo; siccome voi non osservate le mie vie, ed avete riguardo alla qualità delle persone [spiegando] la Legge.
10 ૧૦ શું આપણા સર્વના એક જ પિતા નથી? શું એક જ ઈશ્વરે આપણું સર્જન કર્યું નથી? તો શા માટે આપણે આપણા ભાઈઓ સામે અવિશ્વાસુ રહીને પિતૃઓના કરારનું અપમાન કરીએ?
NON abbiam noi tutti uno stesso Padre? non ci ha uno stesso Dio creati? perchè usa dislealtà l'uno inverso l'altro, violando il patto de' nostri padri?
11 ૧૧ યહૂદાએ અવિશ્વાસુ છે, અને ઇઝરાયલમાં તથા યરુશાલેમમાં ધિક્કારપાત્ર કૃત્ય કરવામાં આવ્યું છે. કેમ કે યહોવાહ જેને પ્રેમ કરતા હતા તે પવિત્રસ્થાનને યહૂદાએ અપવિત્ર કર્યું છે, અને તેણે વિદેશી દેવની દીકરી સાથે લગ્ન કર્યું છે.
Giuda ha usata dislealtà; ed abominazione è stata commessa in Israele ed in Gerusalemme; conciossiachè Giuda abbia profanata la santità del Signore che [l]'ha amato, ed abbia sposate delle figliuole di dii stranieri.
12 ૧૨ જે કોઈ વંશજોએ આ પ્રમાણે કર્યું હશે, તેમ જ સૈન્યોના યહોવાહને માટે અર્પણ લાવનારને પણ યહોવાહ યાકૂબના તંબુમાંથી નાબૂદ કરશે.
Il Signore sterminerà da' tabernacoli di Giuda, l'uomo che avrà ciò fatto, colui che veglia, e colui che canta, e colui che presenta offerte al Signor degli eserciti.
13 ૧૩ અને તમે પણ આવું કરો છો. તમે તમારાં આંસુઓથી, રુદનથી તથા શોકથી યહોવાહની વેદીને ઢાંકી દો છો, કેમ કે તેઓ તમારાં અર્પણો જોવાને તથા તમારા હાથથી તેનો સ્વીકાર કરવાને સહમત નથી.
E in secondo luogo voi fate questo: Voi coprite di lagrime, di pianto, e di strida, l'altar del Signore, talchè egli non riguarda più alle offerte, e non riceva [più] dalle vostre mani cosa alcuna a grado.
14 ૧૪ પણ તું કહે છે, “શા માટે તે નહિ?” કેમ કે, યહોવાહ તારી અને તારી જુવાનીની પત્ની વચ્ચે સાક્ષી થયા છે, જોકે તે તારી સાથી અને કરારની રૂએ તારી પત્ની હતી છતાં તું તેને અવિશ્વાસુ રહ્યો છે.
E pur dite: Perchè? Perciocchè il Signore è stato testimonio fra te, e la moglie della tua giovanezza, inverso la quale tu usi dislealtà; benchè ella [sia] tua consorte, e la moglie del tuo patto.
15 ૧૫ શું તેણે પોતાના આત્માનાં અંશ વડે તમને એક બનાવ્યા નથી? અને શા માટે તેમણે તમને એક બનાવ્યા છે? કેમ કે તે ધાર્મિક સંતાનની આશા રાખતા હતા? માટે તમારા આત્મા વિષે સાવધ રહો, કોઈ પણ પોતાની જુવાનીની પત્નીને અવિશ્વાસુ ન રહે.
Or non fece egli un [sol uomo]? e pure egli avea abbondanza di spirito; e che [vuol dir] quell'un [solo?] Egli cercava una progenie di Dio. Guardatevi adunque sopra lo spirito vostro, che [niun di voi] usi dislealtà inverso la moglie della sua giovanezza.
16 ૧૬ કેમ કે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ કહે છે કે, “હું છૂટાછેડાને ધિક્કારું છું, સૈન્યોના યહોવાહ કહે છે “જે પોતાની પત્ની પર જુલમ કરે છે તેને હું ધિક્કારું છું. “માટે તમારા આત્મા વિષે સાવધ રહો અને અવિશ્વાસુ ન બનો.”
Che se pur [l]'odia, rimandi[la], ha detto il Signore Iddio d'Israele; e copra la violenza col suo vestimento, ha detto il Signor degli eserciti. Guardatevi adunque sopra lo spirito vostro, che non usiate dislealtà.
17 ૧૭ તમે તમારા શબ્દોથી યહોવાહને કંટાળો ઉપજાવ્યો છે. પણ તમે કહો છો કે, “કેવી રીતે અમે તેમને કંટાળો ઉપજાવ્યો છે? “દુષ્કર્મ કરનાર દરેક માણસ યહોવાહની નજરમાં સારો છે, તેનાથી તેઓ પ્રસન્ન થાય છે; અથવા ઈશ્વરનો ન્યાય ક્યાં છે?” એવું કહીને તમે તેમને કંટાળો ઉપજાવ્યો છે.
VOI avete travagliato il Signore con le vostre parole; e pur dite: In che [l]'abbiamo travagliato? In ciò che voi dite: Chiunque fa male piace al Signore, ed egli prende diletto in tali; ovvero: Ov'[è] l'Iddio del giudicio?