< લૂક 9 >

1 ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને તેઓને સઘળા દુષ્ટાત્માઓને તાબે કરવાની, તથા રોગો મટાડવાની શક્તિ અને અધિકાર આપ્યાં;
ܘܩܪܐ ܝܫܘܥ ܠܬܪܥܤܪܬܗ ܘܝܗܒ ܠܗܘܢ ܚܝܠܐ ܘܫܘܠܛܢܐ ܥܠ ܟܠܗܘܢ ܫܐܕܐ ܘܟܘܪܗܢܐ ܠܡܐܤܝܘ
2 ઈશ્વરના રાજ્યની ઘોષણા તથા માંદાઓને સાજાં કરવા ઈસુએ તેઓને મોકલ્યા.
ܘܫܕܪ ܐܢܘܢ ܠܡܟܪܙܘ ܡܠܟܘܬܗ ܕܐܠܗܐ ܘܠܡܐܤܝܘ ܟܪܝܗܐ
3 ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારી મુસાફરીને સારુ કંઈ લેતા નહિ; લાકડી, થેલી, રોટલી કે નાણાં, વળી બે જોડી વસ્ત્ર પણ લેશો નહિ.
ܘܐܡܪ ܠܗܘܢ ܡܕܡ ܠܐ ܬܫܩܠܘܢ ܠܐܘܪܚܐ ܠܐ ܫܒܛܐ ܘܠܐ ܬܪܡܠܐ ܘܠܐ ܠܚܡܐ ܘܠܐ ܟܤܦܐ ܘܠܐ ܬܪܬܝܢ ܟܘܬܝܢܝܢ ܢܗܘܝܢ ܠܟܘܢ
4 જે ઘરમાં તમે જાઓ, ત્યાં જ રહો, અને ત્યાંથી જ બીજે સ્થળે જવા રવાના થજો.
ܘܠܐܝܢܐ ܒܝܬܐ ܕܥܐܠܝܢ ܐܢܬܘܢ ܠܗ ܬܡܢ ܗܘܘ ܘܡܢ ܬܡܢ ܦܘܩܘ
5 તે શહેરમાંથી તમે નીકળો ત્યારે જેટલાંએ તમારો સત્કાર કર્યો ન હોય તેમની વિરુદ્ધ સાક્ષી તરીકે તમારા પગની ધૂળ ખંખેરી નાખજો.’”
ܘܠܡܢ ܕܠܐ ܡܩܒܠܝܢ ܠܟܘܢ ܡܐ ܕܢܦܩܝܢ ܐܢܬܘܢ ܡܢ ܡܕܝܢܬܐ ܗܝ ܐܦ ܚܠܐ ܡܢ ܪܓܠܝܟܘܢ ܦܨܘ ܥܠܝܗܘܢ ܠܤܗܕܘܬܐ
6 અને શિષ્યો ત્યાંથી નીકળ્યા, અને ગામેગામ સુવાર્તાનો પ્રચાર કરતા અને બીમાર લોકોને સાજાં કરતા બધે ફરવા લાગ્યા.
ܘܢܦܩܘ ܫܠܝܚܐ ܘܡܬܟܪܟܝܢ ܗܘܘ ܒܩܘܪܝܐ ܘܒܡܕܝܢܬܐ ܘܡܤܒܪܝܢ ܗܘܘ ܘܡܐܤܝܢ ܒܟܠ ܕܘܟ
7 જે થયું તે સઘળું સાંભળીને હેરોદ રાજા બહુ મૂંઝવણમાં પડ્યો, કેમ કે કેટલાક એમ કહેતાં હતા કે, મૃત્યુ પામેલો યોહાન ફરી પાછો આવ્યો છે.’”
ܫܡܥ ܕܝܢ ܗܪܘܕܤ ܛܛܪܪܟܐ ܟܠܗܝܢ ܕܗܘܝܢ ܗܘܝ ܒܐܝܕܗ ܘܡܬܕܡܪ ܗܘܐ ܡܛܠ ܕܐܡܪܝܢ ܗܘܘ ܐܢܫܝܢ ܕܝܘܚܢܢ ܩܡ ܡܢ ܒܝܬ ܡܝܬܐ
8 કેટલાક કહેતાં હતા કે, ‘એલિયા પ્રગટ થયો છે’; અને બીજાઓ કહેતાં હતા કે, ‘પ્રાચીન પ્રબોધકોમાંનો એક પાછો ઊઠ્યો છે.’”
ܐܚܪܢܐ ܕܝܢ ܐܡܪܝܢ ܗܘܘ ܕܐܠܝܐ ܐܬܚܙܝ ܘܐܚܪܢܐ ܕܢܒܝܐ ܡܢ ܢܒܝܐ ܩܕܡܝܐ ܩܡ
9 હેરોદે કહ્યું કે, ‘યોહાનનું માથું મેં કાપી નંખાવ્યું; પણ આ કોણ છે કે જેને વિશે હું આવી બધી વાતો સાંભળું છું?’ અને હેરોદે ઈસુને જોવા માટે ઈચ્છા કરી.
ܘܐܡܪ ܗܪܘܕܤ ܪܫܗ ܕܝܘܚܢܢ ܐܢܐ ܦܤܩܬ ܡܢܘ ܕܝܢ ܗܢܐ ܕܗܠܝܢ ܫܡܥ ܐܢܐ ܥܠܘܗܝ ܘܨܒܐ ܗܘܐ ܕܢܚܙܝܘܗܝ
10 ૧૦ પ્રેરિતોએ પાછા આવીને જે જે કર્યું હતું તે ઈસુને કહી સંભળાવ્યું. અને ઈસુ તેઓને સાથે લઈને બેથસાઈદા નામના શહેરમાં એકાંતમાં ગયા.
ܘܟܕ ܗܦܟܘ ܫܠܝܚܐ ܐܫܬܥܝܘ ܠܝܫܘܥ ܟܠܡܕܡ ܕܥܒܕܘ ܘܕܒܪ ܐܢܘܢ ܒܠܚܘܕܝܗܘܢ ܠܐܬܪܐ ܚܘܪܒܐ ܕܒܝܬ ܨܝܕܐ
11 ૧૧ લોકોને ખબર પડતાં જ તેઓનાં ટોળેટોળાં તેમની પાછળ ગયા; અને ઈસુએ તેઓને આવકાર કરીને તેઓને ઈશ્વરના રાજ્ય વિશે સંદેશ કહ્યો, અને જેઓને સાજાં થવાની ગરજ હતી તેઓને સાજાં કર્યા.
ܟܢܫܐ ܕܝܢ ܟܕ ܝܕܥܘ ܐܙܠܘ ܒܬܪܗ ܘܩܒܠ ܐܢܘܢ ܘܡܡܠܠ ܗܘܐ ܥܡܗܘܢ ܥܠ ܡܠܟܘܬܐ ܕܐܠܗܐ ܘܠܐܝܠܝܢ ܕܤܢܝܩܝܢ ܗܘܘ ܥܠ ܐܤܝܘܬܐ ܡܐܤܐ ܗܘܐ
12 ૧૨ દિવસ પૂરો થવા આવ્યો, ત્યારે બાર શિષ્યોએ આવીને ઈસુને કહ્યું કે, ‘લોકોને વિદાય કરો કે તેઓ આસપાસનાં ગામોમાં તથા પરાંમાં જઈને ઊતરે, અને ખાવાનું મેળવે; કેમ કે આપણે અહીં ઉજ્જડ જગ્યાએ છીએ.’”
ܟܕ ܕܝܢ ܫܪܝ ܝܘܡܐ ܠܡܨܠܐ ܩܪܒܘ ܬܠܡܝܕܘܗܝ ܘܐܡܪܝܢ ܠܗ ܫܪܝ ܠܟܢܫܐ ܕܢܐܙܠܘܢ ܠܩܘܪܝܐ ܕܚܕܪܝܢ ܘܠܟܦܪܘܢܐ ܕܢܫܪܘܢ ܒܗܘܢ ܘܢܫܟܚܘܢ ܠܗܘܢ ܤܝܒܪܬܐ ܡܛܠ ܕܒܐܬܪܐ ܚܘܪܒܐ ܐܝܬܝܢ
13 ૧૩ ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે તેઓને ખાવાનું આપો.’ શિષ્યોએ કહ્યું કે, ‘અમારી પાસે તો જવની પાંચ રોટલી અને બે માછલી સિવાય બીજું કશું નથી. અમે જાતે જઈને આ લોકો માટે ખાવાનું ખરીદી લાવીએ તો જ તેમને આપી શકાય.’”
ܐܡܪ ܠܗܘܢ ܝܫܘܥ ܗܒܘ ܠܗܘܢ ܐܢܬܘܢ ܠܡܐܟܠ ܗܢܘܢ ܕܝܢ ܐܡܪܝܢ ܠܝܬ ܠܢ ܝܬܝܪ ܡܢ ܚܡܫܐ ܠܚܡܝܢ ܘܬܪܝܢ ܢܘܢܝܢ ܐܠܐ ܐܢ ܐܙܠܢܢ ܘܙܒܢܢ ܤܝܒܪܬܐ ܠܗܢܐ ܟܠܗ ܥܡܐ
14 ૧૪ કેમ કે તેઓ આશરે પાંચ હજાર પુરુષ હતા. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, આશરે પચાસ પચાસની પંગતમાં તેઓને બેસાડો.
ܗܘܝܢ ܗܘܘ ܓܝܪ ܐܝܟ ܚܡܫܐ ܐܠܦܝܢ ܓܒܪܝܢ ܐܡܪ ܠܗܘܢ ܝܫܘܥ ܐܤܡܟܘ ܐܢܘܢ ܤܡܟܐ ܚܡܫܝܢ ܐܢܫܝܢ ܒܤܡܟܐ
15 ૧૫ શિષ્યોએ તે પ્રમાણે કર્યું, અને લોકોને બેસાડ્યા.
ܘܥܒܕܘ ܗܟܘܬ ܬܠܡܝܕܐ ܘܐܤܡܟܘ ܠܟܠܗܘܢ
16 ૧૬ પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લઈને સ્વર્ગ તરફ જોઈને તેઓને માટે ઈશ્વરની સ્તુતિ કરી અને તેના ટુકડાં કરીને લોકોને પીરસવા માટે શિષ્યોને આપી.
ܘܢܤܒ ܝܫܘܥ ܗܢܘܢ ܚܡܫܐ ܠܚܡܝܢ ܘܬܪܝܢ ܢܘܢܝܢ ܘܚܪ ܒܫܡܝܐ ܘܒܪܟ ܘܩܨܐ ܘܝܗܒ ܠܬܠܡܝܕܘܗܝ ܕܢܤܝܡܘܢ ܠܟܢܫܐ
17 ૧૭ તેઓ સર્વ જમ્યાં અને તૃપ્ત થયા; ભાણામાં વધી પડેલા ટુકડાંઓથી તેઓએ બાર ટોપલીઓ ભરી.
ܘܐܟܠܘ ܟܠܗܘܢ ܘܤܒܥܘ ܘܫܩܠܘ ܩܨܝܐ ܡܕܡ ܕܐܘܬܪܘ ܬܪܥܤܪ ܩܘܦܝܢܝܢ
18 ૧૮ એમ થયું કે ઈસુ એકાંતમાં પ્રાર્થના કરતા હતા, ત્યારે શિષ્યો તેમની સાથે હતા; ઈસુએ શિષ્યોને પૂછ્યું કે, ‘હું કોણ છું, તે વિષે લોકો શું કહે છે?’”
ܘܟܕ ܡܨܠܐ ܒܠܚܘܕܘܗܝ ܘܬܠܡܝܕܘܗܝ ܥܡܗ ܫܐܠ ܐܢܘܢ ܘܐܡܪ ܡܢܘ ܐܡܪܝܢ ܥܠܝ ܟܢܫܐ ܕܐܝܬܝ
19 ૧૯ શિષ્યોએ ઉત્તર આપતાં કહ્યું કે, ‘યોહાન બાપ્તિસ્મા કરનાર, પણ કેટલાક કહે છે કે, એલિયા; અને બીજા કહે છે કે, ભૂતકાળના પ્રબોધકોમાંના એક પાછા સજીવન થયેલ પ્રબોધક.’”
ܥܢܘ ܘܐܡܪܝܢ ܠܗ ܕܝܘܚܢܢ ܡܥܡܕܢܐ ܘܐܚܪܢܐ ܕܐܠܝܐ ܐܚܪܢܐ ܕܝܢ ܕܢܒܝܐ ܚܕ ܡܢ ܢܒܝܐ ܩܕܡܝܐ ܩܡ
20 ૨૦ ઈસુએ તેઓને કહ્યું કે, ‘પણ હું કોણ છું તે વિષે તમે શું કહો છો?’ પિતરે ઉત્તર આપતા કહ્યું કે, ‘ઈશ્વરના ખ્રિસ્ત.’”
ܐܡܪ ܠܗܘܢ ܐܢܬܘܢ ܕܝܢ ܡܢܘ ܐܡܪܝܢ ܐܢܬܘܢ ܕܐܝܬܝ ܥܢܐ ܫܡܥܘܢ ܘܐܡܪ ܡܫܝܚܗ ܕܐܠܗܐ
21 ૨૧ પણ ઈસુએ તેઓને કડક આજ્ઞા આપી કે, ‘એ વાત કોઈને કહેશો નહિ.’”
ܗܘ ܕܝܢ ܟܐܐ ܒܗܘܢ ܘܙܗܪ ܐܢܘܢ ܕܗܕܐ ܠܐܢܫ ܠܐ ܢܐܡܪܘܢ
22 ૨૨ વળી, ઈસુએ તેઓને કહ્યું કે, ‘માણસના દીકરાને ઘણું દુ: ખ સહેવું, વડીલોથી તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું, મરવું, અને ત્રીજે દિવસે પાછા સજીવન થવું આવશ્યક છે.’”
ܘܐܡܪ ܠܗܘܢ ܕܥܬܝܕ ܗܘ ܒܪܗ ܕܐܢܫܐ ܕܤܓܝܐܬܐ ܢܚܫ ܘܕܢܤܬܠܐ ܡܢ ܩܫܝܫܐ ܘܪܒܝ ܟܗܢܐ ܘܤܦܪܐ ܘܢܩܛܠܘܢܝܗܝ ܘܠܝܘܡܐ ܕܬܠܬܐ ܢܩܘܡ
23 ૨૩ ઈસુએ બધાને કહ્યું કે, ‘જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, અને રોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.
ܘܐܡܪ ܗܘܐ ܩܕܡ ܟܠܢܫ ܡܢ ܕܨܒܐ ܕܢܐܬܐ ܒܬܪܝ ܢܟܦܘܪ ܒܢܦܫܗ ܘܢܫܩܘܠ ܙܩܝܦܗ ܟܠܝܘܡ ܘܢܐܬܐ ܒܬܪܝ
24 ૨૪ કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે.
ܡܢ ܓܝܪ ܕܨܒܐ ܕܢܦܫܗ ܢܚܐ ܡܘܒܕ ܠܗ ܡܢ ܕܝܢ ܕܢܘܒܕ ܢܦܫܗ ܡܛܠܬܝ ܗܢܐ ܡܚܐ ܠܗ
25 ૨૫ જો કોઈ માણસ આખું ભૌતિક જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા તેને હાનિ પહોંચવા દે તો તેને શો લાભ?
ܡܢܐ ܓܝܪ ܢܬܥܕܪ ܒܪ ܐܢܫܐ ܕܢܐܬܪ ܥܠܡܐ ܟܠܗ ܢܦܫܗ ܕܝܢ ܢܘܒܕ ܐܘ ܢܚܤܪ
26 ૨૬ કેમ કે જે કોઈ મારે લીધે તથા મારાં વચનોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો જયારે પોતે પોતાના તથા બાપના તથા પવિત્ર સ્વર્ગદૂતોનાં મહિમામાં આવશે ત્યારે શરમાશે.
ܡܢ ܕܢܒܗܬ ܒܝ ܕܝܢ ܘܒܡܠܝ ܢܒܗܬ ܒܗ ܒܪܗ ܕܐܢܫܐ ܡܐ ܕܐܬܐ ܒܫܘܒܚܐ ܕܐܒܘܗܝ ܥܡ ܡܠܐܟܘܗܝ ܩܕܝܫܐ
27 ૨૭ હું તમને નિશ્ચે કહું છું કે, અહીં જે ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે જેઓ ઈશ્વરનું રાજ્ય જોશે ત્યાં સુધી મૃત્યુ પામશે નહિ.
ܫܪܪܐ ܐܡܪ ܐܢܐ ܠܟܘܢ ܕܐܝܬ ܐܢܫܐ ܕܩܝܡܝܢ ܗܪܟܐ ܕܠܐ ܢܛܥܡܘܢ ܡܘܬܐ ܥܕܡܐ ܕܢܚܙܘܢ ܡܠܟܘܬܗ ܕܐܠܗܐ
28 ૨૮ એ વચનો કહ્યાંને આશરે આઠ દિવસ પછી એમ થયું કે ઈસુ પિતર, યોહાન તથા યાકૂબને લઈને પ્રાર્થના કરવા માટે પહાડ ઉપર ગયા.
ܗܘܐ ܕܝܢ ܒܬܪ ܡܠܐ ܗܠܝܢ ܐܝܟ ܬܡܢܝܐ ܝܘܡܝܢ ܕܒܪ ܝܫܘܥ ܠܫܡܥܘܢ ܘܠܝܥܩܘܒ ܘܠܝܘܚܢܢ ܘܤܠܩ ܠܛܘܪܐ ܠܡܨܠܝܘ
29 ૨૯ ઈસુ પોતે પ્રાર્થના કરતા હતા તે સમયે તેમના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું, અને તેમના વસ્ત્ર ઊજળાં તથા ચળકતાં થયાં.
ܘܟܕ ܗܘ ܡܨܠܐ ܐܬܚܠܦ ܚܙܘܐ ܕܐܦܘܗܝ ܘܢܚܬܘܗܝ ܚܘܪܘ ܘܡܒܪܩܝܢ ܗܘܘ
30 ૩૦ અને, જુઓ, બે પુરુષ, એટલે મૂસા તથા એલિયા, તેમની સાથે વાત કરતા હતા.
ܘܗܐ ܬܪܝܢ ܓܒܪܝܢ ܡܡܠܠܝܢ ܗܘܘ ܥܡܗ ܕܐܝܬܝܗܘܢ ܡܘܫܐ ܘܐܠܝܐ
31 ૩૧ તેઓ બન્ને મહિમાવાન દેખાતા હતા, અને ઈસુનું મૃત્યુ જે યરુશાલેમમાં થવાનું હતું તે સંબંધી વાત કરતા હતા.
ܕܐܬܚܙܝܘ ܒܬܫܒܘܚܬܐ ܐܡܪܝܢ ܗܘܘ ܕܝܢ ܥܠ ܡܦܩܢܗ ܕܥܬܝܕ ܗܘܐ ܕܢܫܬܠܡ ܒܐܘܪܫܠܡ
32 ૩૨ હવે પિતર તથા જેઓ ઈસુની સાથે હતા તેઓ ઊંઘે ઘેરાયલા હતા; પણ જયારે તેઓ જાગ્રત થયા, ત્યારે તેઓએ ઈસુનો મહિમા જોયું અને પેલા બે પુરુષોને પણ જોયા.
ܘܝܩܪܘ ܗܘܘ ܠܗܘܢ ܒܫܢܬܐ ܫܡܥܘܢ ܘܗܢܘܢ ܕܥܡܗ ܘܠܡܚܤܢ ܐܬܬܥܝܪܘ ܘܚܙܘ ܫܘܒܚܗ ܘܠܗܢܘܢ ܬܪܝܢ ܐܢܫܝܢ ܕܩܝܡܝܢ ܗܘܘ ܠܘܬܗ
33 ૩૩ તેઓ ઈસુની પાસેથી વિદાય થતાં હતાં, ત્યારે પિતરે ઈસુને કહ્યું કે, ગુરુ, અહીં રહેવું આપણે માટે સારું છે; તો અમે ત્રણ મંડપ બનાવીએ, એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાને માટે; પણ તે પોતે શું કહી રહ્યો છે તે સમજતો નહોતો.
ܘܟܕ ܫܪܝܘ ܠܡܦܪܫ ܡܢܗ ܐܡܪ ܫܡܥܘܢ ܠܝܫܘܥ ܪܒܝ ܫܦܝܪ ܗܘ ܠܢ ܕܗܪܟܐ ܢܗܘܐ ܘܢܥܒܕ ܬܠܬ ܡܛܠܝܢ ܠܟ ܚܕܐ ܘܠܡܘܫܐ ܚܕܐ ܘܠܐܠܝܐ ܚܕܐ ܘܠܐ ܝܕܥ ܗܘܐ ܡܢܐ ܐܡܪ
34 ૩૪ તે એમ કહેતો હતો, એટલામાં એક વાદળું આવ્યું, અને તેઓ પર તેની છાયા પડી; અને તેઓ વાદળમાં પ્રવેશ્યા ત્યારે શિષ્યો ભયભીત થઈ ગયા.
ܘܟܕ ܐܡܪ ܗܠܝܢ ܗܘܬ ܥܢܢܐ ܘܐܛܠܬ ܥܠܝܗܘܢ ܘܕܚܠܘ ܟܕ ܚܙܘ ܠܡܘܫܐ ܘܠܐܠܝܐ ܕܥܠܘ ܒܥܢܢܐ
35 ૩૫ વાદળામાંથી એવી વાણી થઈ કે, ‘આ મારો પસંદ કરેલો દીકરો છે; તેનું સાંભળો.’”
ܘܩܠܐ ܗܘܐ ܡܢ ܥܢܢܐ ܕܐܡܪ ܗܢܘ ܒܪܝ ܚܒܝܒܐ ܠܗ ܫܡܥܘ
36 ૩૬ તે વાણી થઈ રહી, ત્યારે ઈસુ એકલા દેખાયા. અને તેઓ મૌન રહ્યા, અને જે જોયું હતું તેમાંનું કંઈ તેઓએ તે દિવસોમાં કોઈને કહ્યું નહિ.
ܘܟܕ ܗܘܐ ܩܠܐ ܐܫܬܟܚ ܝܫܘܥ ܒܠܚܘܕܘܗܝ ܘܗܢܘܢ ܫܬܩܘ ܘܠܐܢܫ ܠܐ ܐܡܪܘ ܒܗܢܘܢ ܝܘܡܬܐ ܡܕܡ ܕܚܙܘ
37 ૩૭ બીજે દિવસે તેઓ પહાડ પરથી ઊતર્યા, ત્યારે ઘણાં લોકો ઈસુને મળ્યા.
ܘܗܘܐ ܠܝܘܡܐ ܕܒܬܪܗ ܟܕ ܢܚܬܝܢ ܡܢ ܛܘܪܐ ܦܓܥ ܒܗܘܢ ܟܢܫܐ ܤܓܝܐܐ
38 ૩૮ અને, જુઓ, લોકો વચ્ચેથી એક માણસે બૂમો પાડીને કહ્યું કે, ‘ઉપદેશક, હું તમને વિનંતી કરું છું કે, મારા દીકરા પર દૃષ્ટિ કરો. કેમ કે તે મારો એકનો એક પુત્ર છે;
ܘܓܒܪܐ ܚܕ ܡܢ ܟܢܫܐ ܗܘ ܩܥܐ ܘܐܡܪ ܡܠܦܢܐ ܒܥܐ ܐܢܐ ܡܢܟ ܐܬܦܢܝ ܥܠܝ ܒܪܝ ܕܝܚܝܕܝܐ ܗܘ ܠܝ
39 ૩૯ એક દુષ્ટાત્મા તેને વળગે છે, અને એકાએક તે બૂમ પાડે છે; અને તે તેને એવો મરડે છે કે તેને ફીણ આવે છે, અને તેને ઘણી ઈજા કરીને માંડમાંડ તેને જતો કરે છે.
ܘܪܘܚܐ ܥܕܝܐ ܥܠܘܗܝ ܘܡܢ ܫܠܝܐ ܩܥܐ ܘܡܚܪܩ ܫܢܘܗܝ ܘܡܪܥܬ ܘܠܡܚܤܢ ܦܪܩܐ ܡܢܗ ܡܐ ܕܫܚܩܬܗ
40 ૪૦ તેને કાઢવાની મેં તમારા શિષ્યોને વિનંતી કરી, પણ તેઓ તેને કાઢી શક્યા નહિ.’”
ܘܒܥܝܬ ܡܢ ܬܠܡܝܕܝܟ ܕܢܦܩܘܢܝܗܝ ܘܠܐ ܐܫܟܚܘ
41 ૪૧ ઈસુએ ઉત્તર આપતા કહ્યું કે, ‘ઓ અવિશ્વાસી તથા ભ્રષ્ટ પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ, અને તમારું સહન કરીશ? તારા દીકરાને અહીં લાવ.’”
ܥܢܐ ܕܝܢ ܝܫܘܥ ܘܐܡܪ ܐܘܢ ܫܪܒܬܐ ܕܠܐ ܡܗܝܡܢܐ ܘܡܥܩܠܬܐ ܥܕܡܐ ܠܐܡܬܝ ܐܗܘܐ ܠܘܬܟܘܢ ܘܐܤܝܒܪܟܘܢ ܩܪܒܝܗܝ ܠܟܐ ܠܒܪܟ
42 ૪૨ તે આવતો હતો એટલામાં દુષ્ટાત્માએ તેને પછાડી નાખ્યો, અને તેને બહુ મરડ્યો પણ ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવ્યો, છોકરાંને સાજો કર્યો, અને તેને તેના બાપને પાછો સોંપ્યો.
ܘܟܕ ܡܩܪܒ ܠܗ ܐܪܡܝܗ ܕܝܘܐ ܗܘ ܘܡܥܤܗ ܘܟܐܐ ܝܫܘܥ ܒܪܘܚܐ ܗܝ ܛܢܦܬܐ ܘܐܤܝܗ ܠܛܠܝܐ ܘܝܗܒܗ ܠܐܒܘܗܝ
43 ૪૩ ઈશ્વરના મહા પરાક્રમથી તેઓ બધા ચકિત થઈ ગયા. પણ ઈસુએ જે જે કર્યું તે સઘળું જોઈને બધા આશ્ચર્યમાં ડૂબેલા હતા.
ܘܐܬܕܡܪܘ ܟܠܗܘܢ ܒܪܒܘܬܗ ܕܐܠܗܐ ܘܟܕ ܟܠܢܫ ܡܬܕܡܪ ܗܘܐ ܥܠ ܟܠ ܕܥܒܕ ܝܫܘܥ ܐܡܪ ܠܬܠܡܝܕܘܗܝ
44 ૪૪ ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, ‘આ વચનો તમારા મનમાં ઊતરવા દો; કેમ કે માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે.’”
ܤܝܡܘ ܐܢܬܘܢ ܡܠܐ ܗܠܝܢ ܒܐܕܢܝܟܘܢ ܒܪܗ ܓܝܪ ܕܐܢܫܐ ܥܬܝܕ ܕܢܫܬܠܡ ܒܐܝܕܝ ܒܢܝ ܐܢܫܐ
45 ૪૫ પણ એ વચન તેઓ સમજ્યા નહિ, અને તેઓથી તે ગુપ્ત રખાયું, એ માટે કે તેઓ તે સમજે નહિ અને આ વચન સંબંધી ઈસુને પૂછતાં તેમને બીક લાગતી હતી.
ܗܢܘܢ ܕܝܢ ܠܐ ܐܫܬܘܕܥܘܗ ܠܡܠܬܐ ܗܕܐ ܡܛܠ ܕܡܟܤܝܐ ܗܘܬ ܡܢܗܘܢ ܕܠܐ ܢܕܥܘܢܗ ܘܕܚܠܝܢ ܗܘܘ ܕܢܫܐܠܘܢܝܗܝ ܥܠܝܗ ܥܠ ܡܠܬܐ ܗܕܐ
46 ૪૬ શિષ્યોમાં ચર્ચા શરૂ થઈ કે, ‘આપણામાં સૌથી મોટો કોણ છે?’”
ܘܥܠܬ ܒܗܘܢ ܡܚܫܒܬܐ ܕܡܢܘ ܟܝ ܪܒ ܒܗܘܢ
47 ૪૭ પણ ઈસુએ તેઓના મનના વિચાર જાણીને એક બાળકને લઈને તેને પોતાની પાસે ઊભું રાખ્યું,
ܝܫܘܥ ܕܝܢ ܝܕܥ ܡܚܫܒܬܐ ܕܠܒܗܘܢ ܘܢܤܒ ܛܠܝܐ ܘܐܩܝܡܗ ܠܘܬܗ
48 ૪૮ ઈસુએ તેઓને કહ્યું કે, ‘જે કોઈ મારે નામે આ બાળકનો સ્વીકાર કરે છે, તે મારો સ્વીકાર કરે છે અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે મને મોકલનારનો સ્વીકાર કરે છે; કેમ કે તમારામાંનો જે વ્યક્તિ નાનામાં નાનું છે એ સૌથી મહાન છે.’”
ܘܐܡܪ ܠܗܘܢ ܡܢ ܕܡܩܒܠ ܛܠܝܐ ܐܝܟ ܗܢܐ ܒܫܡܝ ܠܝ ܗܘ ܡܩܒܠ ܘܡܢ ܕܠܝ ܡܩܒܠ ܡܩܒܠ ܠܡܢ ܕܫܕܪܢܝ ܐܝܢܐ ܓܝܪ ܕܙܥܘܪ ܒܟܠܟܘܢ ܗܢܐ ܢܗܘܐ ܪܒ
49 ૪૯ યોહાને કહ્યું કે, ગુરુ, અમે એક માણસને તમારે નામે દુષ્ટાત્માઓ કાઢતાં જોયો; પણ તે અમારી સાથે આપનો અનુયાયી નહોતો એટલે અમે તેને મના કરી.’”
ܘܥܢܐ ܝܘܚܢܢ ܘܐܡܪ ܪܒܢ ܚܙܝܢ ܐܢܫ ܕܡܦܩ ܕܝܘܐ ܒܫܡܟ ܘܟܠܝܢܝܗܝ ܥܠ ܕܠܐ ܐܬܐ ܥܡܢ ܒܬܪܟ
50 ૫૦ પણ ઈસુએ કહ્યું કે, ‘તેને મના ન કરો, કેમ કે જે તમારી વિરુદ્ધ નથી તે તમારા પક્ષનો છે.’”
ܐܡܪ ܠܗܘܢ ܝܫܘܥ ܠܐ ܬܟܠܘܢ ܡܢ ܓܝܪ ܕܠܐ ܗܘܐ ܠܘܩܒܠܟܘܢ ܚܠܦܝܟܘܢ ܗܘ
51 ૫૧ એમ થયું કે ઈસુને ઉપર લઈ લેવાના દિવસો પૂરા થવા આવ્યા, ત્યારે તેમણે યરુશાલેમ જવાનો મક્કમ નિર્ણય કર્યો.
ܘܗܘܐ ܕܟܕ ܡܬܡܠܝܢ ܝܘܡܬܐ ܕܤܘܠܩܗ ܐܬܩܢ ܦܪܨܘܦܗ ܕܢܐܙܠ ܠܐܘܪܫܠܡ
52 ૫૨ ઈસુએ પોતાની આગળ સંદેશવાહકો મોકલી આપ્યા, તેઓ તેમને માટે વ્યવસ્થા કરવા માટે સમરૂનીઓના એક ગામમાં ગયા.
ܘܫܕܪ ܡܠܐܟܐ ܩܕܡ ܦܪܨܘܦܗ ܘܐܙܠܘ ܥܠܘ ܠܩܪܝܬܐ ܕܫܡܪܝܐ ܐܝܟ ܕܢܬܩܢܘܢ ܠܗ
53 ૫૩ પણ ઈસુ યરુશાલેમ જતા હતા એટલે ગામના લોકોએ તેમનો સ્વીકાર કર્યો નહિ.
ܘܠܐ ܩܒܠܘܗܝ ܡܛܠ ܕܦܪܨܘܦܗ ܠܐܘܪܫܠܡ ܤܝܡ ܗܘܐ ܠܡܐܙܠ
54 ૫૪ તેમના શિષ્યો યાકૂબ તથા યોહાને એ જોઈને કહ્યું કે, ‘પ્રભુ, શું, તમારી એવી ઇચ્છા છે કે અમે આજ્ઞા કરીએ કે સ્વર્ગથી આગ પડીને તેઓનો નાશ કરે?’”
ܘܟܕ ܚܙܘ ܝܥܩܘܒ ܘܝܘܚܢܢ ܬܠܡܝܕܘܗܝ ܐܡܪܝܢ ܠܗ ܡܪܢ ܨܒܐ ܐܢܬ ܕܢܐܡܪ ܘܬܚܘܬ ܢܘܪܐ ܡܢ ܫܡܝܐ ܘܬܤܝܦ ܐܢܘܢ ܐܝܟ ܕܐܦ ܐܠܝܐ ܥܒܕ
55 ૫૫ ઈસુએ પાછા ફરીને તેઓને ધમકાવ્યાં.
ܘܐܬܦܢܝ ܘܟܐܐ ܒܗܘܢ ܘܐܡܪ ܠܐ ܝܕܥܝܢ ܐܢܬܘܢ ܕܐܝܕܐ ܐܢܬܘܢ ܪܘܚܐ
56 ૫૬ અને તેઓ બીજે ગામ ગયા.
ܒܪܗ ܓܝܪ ܕܐܢܫܐ ܠܐ ܐܬܐ ܠܡܘܒܕܘ ܢܦܫܬܐ ܐܠܐ ܠܡܚܝܘ ܘܐܙܠܘ ܠܗܘܢ ܠܩܪܝܬܐ ܐܚܪܬܐ
57 ૫૭ તેઓ માર્ગે ચાલતા હતા, તેવામાં કોઈ એકે ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, જ્યાં કહીં તમે જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.’”
ܘܟܕ ܐܙܠܝܢ ܒܐܘܪܚܐ ܐܡܪ ܠܗ ܐܢܫ ܐܬܐ ܒܬܪܟ ܠܐܬܪ ܕܐܙܠ ܐܢܬ ܡܪܝ
58 ૫૮ ઈસુએ તેને કહ્યું કે, ‘શિયાળોને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે; પણ માણસના દીકરાને માથું મૂકવાની જગ્યા નથી.’”
ܐܡܪ ܠܗ ܝܫܘܥ ܠܬܥܠܐ ܢܩܥܐ ܐܝܬ ܠܗܘܢ ܘܠܦܪܚܬܐ ܕܫܡܝܐ ܡܛܠܠܐ ܠܒܪܗ ܕܝܢ ܕܐܢܫܐ ܠܝܬ ܠܗ ܐܝܟܐ ܕܢܤܡܘܟ ܪܫܗ
59 ૫૯ ઈસુએ બીજાને કહ્યું કે, ‘મારી પાછળ આવ.’ પણ તેણે કહ્યું કે, ‘પ્રભુ મને રજા આપ કે હું જઈને પહેલાં મારા પિતાને દફનાવીને આવું.’”
ܘܐܡܪ ܠܐܚܪܢܐ ܬܐ ܒܬܪܝ ܗܘ ܕܝܢ ܐܡܪ ܠܗ ܡܪܝ ܐܦܤ ܠܝ ܠܘܩܕܡ ܐܙܠ ܐܩܒܘܪ ܐܒܝ
60 ૬૦ પણ તેમણે કહ્યું કે, ‘મરણ પામેલાંઓને પોતાનાં મરણ પામેલાંઓને દફનાવવા દો. પણ તું જઈને ઈશ્વરના રાજ્યની વાત પ્રગટ કર.’”
ܐܡܪ ܠܗ ܝܫܘܥ ܫܒܘܩ ܡܝܬܐ ܩܒܪܝܢ ܡܝܬܝܗܘܢ ܘܐܢܬ ܙܠ ܤܒܪ ܡܠܟܘܬܗ ܕܐܠܗܐ
61 ૬૧ અને બીજાએ પણ કહ્યું કે, ‘હે પ્રભુ, હું તમારી પાછળ આવીશ; પણ પહેલાં જે મારે ઘરે છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા આપો.’”
ܐܡܪ ܠܗ ܐܚܪܢܐ ܐܬܐ ܒܬܪܟ ܡܪܝ ܠܘܩܕܡ ܕܝܢ ܐܦܤ ܠܝ ܐܙܠ ܐܫܠܡ ܠܒܢܝ ܒܝܬܝ ܘܐܬܐ
62 ૬૨ પણ ઈસુએ તેને કહ્યું કે, ‘કોઈ માણસ હળ ઉપર હાથ મૂક્યા પછી પાછળ જુએ તો તે ઈશ્વરના રાજ્યને યોગ્ય નથી.’”
ܐܡܪ ܠܗ ܝܫܘܥ ܠܐ ܐܢܫ ܪܡܐ ܐܝܕܗ ܥܠ ܚܪܒܐ ܕܦܕܢܐ ܘܚܐܪ ܠܒܤܬܪܗ ܘܚܫܚ ܠܡܠܟܘܬܗ ܕܐܠܗܐ

< લૂક 9 >