< લૂક 7 >
1 ૧ લોકોને બધી વાતો કહી રહ્યા પછી ઈસુ કપરનાહૂમમાં ગયા.
તતઃ પરં સ લોકાનાં કર્ણગોચરે તાન્ સર્વ્વાન્ ઉપદેશાન્ સમાપ્ય યદા કફર્નાહૂમ્પુરં પ્રવિશતિ
2 ૨ ત્યાં એક સૂબેદારનો ચાકર જે તેને પ્રિય હતો તે બીમાર પડ્યો હતો અને મરવાની અણી પર હતો.
તદા શતસેનાપતેઃ પ્રિયદાસ એકો મૃતકલ્પઃ પીડિત આસીત્|
3 ૩ ઈસુ વિશે સૂબેદારે સાંભળતાં તેણે યહૂદીઓના કેટલાક વડીલોને તેમની પાસે મોકલ્યા અને એવી વિનંતી કરી કે, ‘તમે આવીને મારા ચાકરને બચાવો.’”
અતઃ સેનાપતિ ર્યીશો ર્વાર્ત્તાં નિશમ્ય દાસસ્યારોગ્યકરણાય તસ્યાગમનાર્થં વિનયકરણાય યિહૂદીયાન્ કિયતઃ પ્રાચઃ પ્રેષયામાસ|
4 ૪ ત્યારે લોકોએ ઈસુની પાસે આવીને તેમને આગ્રહથી વિનંતી કરતાં કહ્યું કે, ‘જેને સારુ તમે આટલું કરો તેને તે યોગ્ય છે;
તે યીશોરન્તિકં ગત્વા વિનયાતિશયં વક્તુમારેભિરે, સ સેનાપતિ ર્ભવતોનુગ્રહં પ્રાપ્તુમ્ અર્હતિ|
5 ૫ કારણ કે તે આપણા લોકો પર પ્રેમ રાખે છે; અને તેણે પોતાના ખર્ચે આપણે સારુ આપણું સભાસ્થાન બંધાવ્યું છે.’”
યતઃ સોસ્મજ્જાતીયેષુ લોકેષુ પ્રીયતે તથાસ્મત્કૃતે ભજનગેહં નિર્મ્મિતવાન્|
6 ૬ એટલે ઈસુ તેઓની સાથે ગયા. અને ઈસુ તેના ઘરથી થોડે દૂર હતા એટલામાં સૂબેદારે ઈસુ પાસે મિત્રો મોકલીને કહેવડાવ્યું કે, ‘પ્રભુ, આપ તસ્દી ન લેશો, કેમ કે તમે મારે ઘરે આવો એવો હું યોગ્ય નથી;
તસ્માદ્ યીશુસ્તૈઃ સહ ગત્વા નિવેશનસ્ય સમીપં પ્રાપ, તદા સ શતસેનાપતિ ર્વક્ષ્યમાણવાક્યં તં વક્તું બન્ધૂન્ પ્રાહિણોત્| હે પ્રભો સ્વયં શ્રમો ન કર્ત્તવ્યો યદ્ ભવતા મદ્ગેહમધ્યે પાદાર્પણં ક્રિયેત તદપ્યહં નાર્હામિ,
7 ૭ એ કારણથી હું મારી જાતને પણ તમારી પાસે આવવા લાયક ગણ્યો નહિ; પણ તમે કેવળ શબ્દ બોલો, એટલે મારો ચાકર સાજો થશે.
કિઞ્ચાહં ભવત્સમીપં યાતુમપિ નાત્માનં યોગ્યં બુદ્ધવાન્, તતો ભવાન્ વાક્યમાત્રં વદતુ તેનૈવ મમ દાસઃ સ્વસ્થો ભવિષ્યતિ|
8 ૮ કેમ કે હું પણ કોઈ માણસના હાથ નીચે કામ કરું છું; અને મારે પોતાના અધિકાર નીચે પણ સિપાઈઓ છે; હું એકને કહું છું કે, જા, અને તે જાય છે; અને બીજાને કહું છું કે, આવ, અને તે આવે છે; મારા ચાકરને કહું છું કે આ પ્રમાણે કર, તે કરે છે.’”
યસ્માદ્ અહં પરાધીનોપિ મમાધીના યાઃ સેનાઃ સન્તિ તાસામ્ એકજનં પ્રતિ યાહીતિ મયા પ્રોક્તે સ યાતિ; તદન્યં પ્રતિ આયાહીતિ પ્રોક્તે સ આયાતિ; તથા નિજદાસં પ્રતિ એતત્ કુર્વ્વિતિ પ્રોક્તે સ તદેવ કરોતિ|
9 ૯ એ વાત સાંભળીને ઈસુ તેનાથી આશ્ચર્ય પામ્યા, અને ફરીને પોતાની પાછળ આવેલા લોકોને ઈસુએ કહ્યું કે, ‘હું તમને કહું છું કે, આટલો બધો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી.’”
યીશુરિદં વાક્યં શ્રુત્વા વિસ્મયં યયૌ, મુખં પરાવર્ત્ય પશ્ચાદ્વર્ત્તિનો લોકાન્ બભાષે ચ, યુષ્માનહં વદામિ ઇસ્રાયેલો વંશમધ્યેપિ વિશ્વાસમીદૃશં ન પ્રાપ્નવં|
10 ૧૦ સૂબેદારે જેઓને મોકલ્યા હતા તેઓ પાછા ઘરે આવ્યા, ત્યારે તેઓએ બીમાર ચાકરને સાજો થયેલો જોયો.
તતસ્તે પ્રેષિતા ગૃહં ગત્વા તં પીડિતં દાસં સ્વસ્થં દદૃશુઃ|
11 ૧૧ થોડા દિવસ પછી નાઈન નામના શહેરમાં ઈસુ ગયા, અને તેમના શિષ્યો તથા ઘણાં લોકો પણ તેમની સાથે ગયા.
પરેઽહનિ સ નાયીનાખ્યં નગરં જગામ તસ્યાનેકે શિષ્યા અન્યે ચ લોકાસ્તેન સાર્દ્ધં યયુઃ|
12 ૧૨ હવે તેઓ શહેરના દરવાજા પાસે આવ્યા ત્યારે જુઓ, તેઓ એક મરેલા માણસને બહાર લઈ જતા હતા; તે તેની માનો એકનો એક દીકરો હતો, અને તે વિધવા હતી; શહેરના ઘણાં લોક તેની સાથે હતા.
તેષુ તન્નગરસ્ય દ્વારસન્નિધિં પ્રાપ્તેષુ કિયન્તો લોકા એકં મૃતમનુજં વહન્તો નગરસ્ય બહિર્યાન્તિ, સ તન્માતુરેકપુત્રસ્તન્માતા ચ વિધવા; તયા સાર્દ્ધં તન્નગરીયા બહવો લોકા આસન્|
13 ૧૩ તેને જોઈને પ્રભુને તેના પર અનુકંપા આવી, અને ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, ‘રડીશ નહિ.’”
પ્રભુસ્તાં વિલોક્ય સાનુકમ્પઃ કથયામાસ, મા રોદીઃ| સ સમીપમિત્વા ખટ્વાં પસ્પર્શ તસ્માદ્ વાહકાઃ સ્થગિતાસ્તમ્યુઃ;
14 ૧૪ ઈસુએ મૃત્યુ પામેલી વ્યક્તિની પાસે જઈને તેની ઠાઠડી અડક્યા એટલે તે મૃતદેહ ઊંચકનારા ઊભા રહ્યા. અને ઈસુએ કહ્યું કે, ‘જુવાન, હું તને કહું છું કે, ઊઠ સજીવન થા.’”
તદા સ ઉવાચ હે યુવમનુષ્ય ત્વમુત્તિષ્ઠ, ત્વામહમ્ આજ્ઞાપયામિ|
15 ૧૫ જે મૃત્યુ પામેલો હતો તે ઊભો થયો, અને બોલવા લાગ્યો. ઈસુએ તેને તેની માને સોંપ્યો.
તસ્માત્ સ મૃતો જનસ્તત્ક્ષણમુત્થાય કથાં પ્રકથિતઃ; તતો યીશુસ્તસ્ય માતરિ તં સમર્પયામાસ|
16 ૧૬ આ જોઈને સર્વને ઘણો ભય લાગ્યો; અને તેઓએ ઈશ્વરનો મહિમા કરીને કહ્યું કે, ‘એક મોટો પ્રબોધક આપણામાં ઊભો થયો છે, અને ઈશ્વરે પોતાના લોકોની મુલાકાત લીધી છે.’”
તસ્માત્ સર્વ્વે લોકાઃ શશઙ્કિરે; એકો મહાભવિષ્યદ્વાદી મધ્યેઽસ્માકમ્ સમુદૈત્, ઈશ્વરશ્ચ સ્વલોકાનન્વગૃહ્લાત્ કથામિમાં કથયિત્વા ઈશ્વરં ધન્યં જગદુઃ|
17 ૧૭ તેમના સંબંધીની વાતો આખા યહૂદિયામાં તથા આસપાસના સઘળા પ્રદેશમાં ફેલાઈ ગઈ.
તતઃ પરં સમસ્તં યિહૂદાદેશં તસ્ય ચતુર્દિક્સ્થદેશઞ્ચ તસ્યૈતત્કીર્ત્તિ ર્વ્યાનશે|
18 ૧૮ યોહાનના શિષ્યોએ એ સર્વ વાતો વિષે તેને કહી જણાવ્યું.
તતઃ પરં યોહનઃ શિષ્યેષુ તં તદ્વૃત્તાન્તં જ્ઞાપિતવત્સુ
19 ૧૯ યોહાને પોતાના શિષ્યોમાંના બેને પોતાની પાસે બોલાવીને તેઓને પ્રભુની પાસે મોકલીને પુછાવ્યું કે, ‘જે આવનાર છે તે શું તમે છો, કે અમે બીજાની રાહ જોઈએ?’”
સ સ્વશિષ્યાણાં દ્વૌ જનાવાહૂય યીશું પ્રતિ વક્ષ્યમાણં વાક્યં વક્તું પ્રેષયામાસ, યસ્યાગમનમ્ અપેક્ષ્ય તિષ્ઠામો વયં કિં સ એવ જનસ્ત્વં? કિં વયમન્યમપેક્ષ્ય સ્થાસ્યામઃ?
20 ૨૦ તે માણસોએ તેમની પાસે આવીને કહ્યું કે, બાપ્તિસ્મા કરનાર યોહાને તમારી પાસે અમને એવું પૂછવા મોકલ્યા છે કે, ‘જે આવનાર છે તે શું તમે છો, કે અમે બીજાની રાહ જોઈએ?’”
પશ્ચાત્તૌ માનવૌ ગત્વા કથયામાસતુઃ, યસ્યાગમનમ્ અપેક્ષ્ય તિષ્ઠામો વયં, કિં સએવ જનસ્ત્વં? કિં વયમન્યમપેક્ષ્ય સ્થાસ્યામઃ? કથામિમાં તુભ્યં કથયિતું યોહન્ મજ્જક આવાં પ્રેષિતવાન્|
21 ૨૧ તે જ વખતે ઈસુએ વિભિન્ન પ્રકારના રોગથી, પીડાથી તથા દુષ્ટાત્માઓથી રિબાતા ઘણાંઓને સાજાં કર્યા, અને ઘણાં અંધજનોને દેખતા કર્યા.
તસ્મિન્ દણ્ડે યીશૂરોગિણો મહાવ્યાધિમતો દુષ્ટભૂતગ્રસ્તાંશ્ચ બહૂન્ સ્વસ્થાન્ કૃત્વા, અનેકાન્ધેભ્યશ્ચક્ષુંષિ દત્ત્વા પ્રત્યુવાચ,
22 ૨૨ ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‘જે જે તમે જોયું તથા સાંભળ્યું તે જઈને યોહાનને કહી સંભળાવો; એટલે કે અંધજનો દેખતા થાય છે, પગથી અપંગ માણસો ચાલતા થાય છે, રક્તપિત્તીઓને શુદ્ધ કરાય છે, અને બધિર સાંભળતાં થાય છે, મૂએલાંને સજીવન કરવામાં આવે છે, દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરાય છે,
યુવાં વ્રજતમ્ અન્ધા નેત્રાણિ ખઞ્જાશ્ચરણાનિ ચ પ્રાપ્નુવન્તિ, કુષ્ઠિનઃ પરિષ્ક્રિયન્તે, બધિરાઃ શ્રવણાનિ મૃતાશ્ચ જીવનાનિ પ્રાપ્નુવન્તિ, દરિદ્રાણાં સમીપેષુ સુસંવાદઃ પ્રચાર્ય્યતે, યં પ્રતિ વિઘ્નસ્વરૂપોહં ન ભવામિ સ ધન્યઃ,
23 ૨૩ અને જે કોઈ મારાથી દૂર ન થાય તે આશીર્વાદિત છે.’”
એતાનિ યાનિ પશ્યથઃ શૃણુથશ્ચ તાનિ યોહનં જ્ઞાપયતમ્|
24 ૨૪ યોહાનના સંદેશવાહકો ગયા એટલે ઈસુએ લોકોને યોહાન વિશે કહ્યું કે, ‘અરણ્યમાં તમે શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા ઘાસને?
તયો ર્દૂતયો ર્ગતયોઃ સતો ર્યોહનિ સ લોકાન્ વક્તુમુપચક્રમે, યૂયં મધ્યેપ્રાન્તરં કિં દ્રષ્ટું નિરગમત? કિં વાયુના કમ્પિતં નડં?
25 ૨૫ પણ તમે શું જોવા ગયા હતા? શું મુલાયમ વસ્ત્ર પહેરેલા માણસને? જુઓ, જે ભપકાદાર વસ્ત્ર પહેરે છે તથા એશઆરામમાં રહે છે, તેઓ રાજમહેલોમાં હોય છે!
યૂયં કિં દ્રષ્ટું નિરગમત? કિં સૂક્ષ્મવસ્ત્રપરિધાયિનં કમપિ નરં? કિન્તુ યે સૂક્ષ્મમૃદુવસ્ત્રાણિ પરિદધતિ સૂત્તમાનિ દ્રવ્યાણિ ભુઞ્જતે ચ તે રાજધાનીષુ તિષ્ઠન્તિ|
26 ૨૬ પણ તમે શું જોવા ગયા હતા? શું પ્રબોધકને? હું તમને કહું છું કે, હા, અને પ્રબોધકના કરતાં પણ જે વધારે છે, તેને.
તર્હિ યૂયં કિં દ્રષ્ટું નિરગમત? કિમેકં ભવિષ્યદ્વાદિનં? તદેવ સત્યં કિન્તુ સ પુમાન્ ભવિષ્યદ્વાદિનોપિ શ્રેષ્ઠ ઇત્યહં યુષ્માન્ વદામિ;
27 ૨૭ જેનાં વિશે લખ્યું છે કે, જુઓ, હું મારા સંદેશવાહકને તારા આગળ મોકલું છું, કે જે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે, તે એ જ છે.
પશ્ય સ્વકીયદૂતન્તુ તવાગ્ર પ્રેષયામ્યહં| ગત્વા ત્વદીયમાર્ગન્તુ સ હિ પરિષ્કરિષ્યતિ| યદર્થે લિપિરિયમ્ આસ્તે સ એવ યોહન્|
28 ૨૮ હું તમને કહું છું કે, સ્ત્રીઓથી જેઓ જનમ્યાં છે, તેઓમાં યોહાન કરતાં મોટો કોઈ નથી, તોપણ ઈશ્વરના રાજ્યમાં જે સૌથી નાનો છે, તે પણ તેના કરતાં મોટો છે.’”
અતો યુષ્માનહં વદામિ સ્ત્રિયા ગર્બ્ભજાતાનાં ભવિષ્યદ્વાદિનાં મધ્યે યોહનો મજ્જકાત્ શ્રેષ્ઠઃ કોપિ નાસ્તિ, તત્રાપિ ઈશ્વરસ્ય રાજ્યે યઃ સર્વ્વસ્માત્ ક્ષુદ્રઃ સ યોહનોપિ શ્રેષ્ઠઃ|
29 ૨૯ એ સાંભળીને બધા લોકોએ તથા દાણીઓએ યોહાનના બાપ્તિસ્માના કારણે, ‘ઈશ્વર ન્યાયી છે’ એમ કબૂલ કર્યું.
અપરઞ્ચ સર્વ્વે લોકાઃ કરમઞ્ચાયિનશ્ચ તસ્ય વાક્યાનિ શ્રુત્વા યોહના મજ્જનેન મજ્જિતાઃ પરમેશ્વરં નિર્દોષં મેનિરે|
30 ૩૦ પણ ફરોશીઓ તથા શાસ્ત્રીઓ તેનાથી બાપ્તિસ્મા પામ્યા નહોતા, માટે તેઓના સંબંધી ઈશ્વરની જે યોજના હતી તે તેઓએ નકાર કર્યા.
કિન્તુ ફિરૂશિનો વ્યવસ્થાપકાશ્ચ તેન ન મજ્જિતાઃ સ્વાન્ પ્રતીશ્વરસ્યોપદેશં નિષ્ફલમ્ અકુર્વ્વન્|
31 ૩૧ ‘આ પેઢીના માણસોને હું શાની ઉપમા આપું? તેઓ કોનાં જેવા છે?
અથ પ્રભુઃ કથયામાસ, ઇદાનીન્તનજનાન્ કેનોપમામિ? તે કસ્ય સદૃશાઃ?
32 ૩૨ તેઓ તો છોકરાંનાં જેવા છે કે, જેઓ ચોકમાં બેસીને એકબીજાને કહે છે કે, અમે તમારી આગળ વાંસળી વગાડી, પણ તમે નાચ્યા નહિ; અમે વિલાપ કર્યો, પણ તમે રડ્યાં નહિ.
યે બાલકા વિપણ્યામ્ ઉપવિશ્ય પરસ્પરમ્ આહૂય વાક્યમિદં વદન્તિ, વયં યુષ્માકં નિકટે વંશીરવાદિષ્મ, કિન્તુ યૂયં નાનર્ત્તિષ્ટ, વયં યુષ્માકં નિકટ અરોદિષ્મ, કિન્તુ યુયં ન વ્યલપિષ્ટ, બાલકૈરેતાદૃશૈસ્તેષામ્ ઉપમા ભવતિ|
33 ૩૩ કેમ કે યોહાન બાપ્તિસ્મા કરનાર રોટલી ખાતો કે દ્રાક્ષારસ પીતો આવ્યો નથી; અને તમે કહો છો કે તેને દુષ્ટાત્મા વળગ્યો છે.
યતો યોહન્ મજ્જક આગત્ય પૂપં નાખાદત્ દ્રાક્ષારસઞ્ચ નાપિવત્ તસ્માદ્ યૂયં વદથ, ભૂતગ્રસ્તોયમ્|
34 ૩૪ માણસનો દીકરો ખાતો પીતો આવ્યો છે, ત્યારે તમે કહો છો કે, જુઓ, ખાઉધરો અને દારૂબાજ માણસ, દાણીઓનો તથા પાપીઓનો મિત્ર!
તતઃ પરં માનવસુત આગત્યાખાદદપિવઞ્ચ તસ્માદ્ યૂયં વદથ, ખાદકઃ સુરાપશ્ચાણ્ડાલપાપિનાં બન્ધુરેકો જનો દૃશ્યતામ્|
35 ૩૫ પણ જ્ઞાન તેનાં બાળકોથી યથાર્થ મનાય છે.’”
કિન્તુ જ્ઞાનિનો જ્ઞાનં નિર્દોષં વિદુઃ|
36 ૩૬ કોઈ એક ફરોશીએ ઈસુને પોતાની સાથે જમવા સારુ વિનંતી કરી. ઈસુ ફરોશીના ઘરમાં જઈને જમવા બેઠા.
પશ્ચાદેકઃ ફિરૂશી યીશું ભોજનાય ન્યમન્ત્રયત્ તતઃ સ તસ્ય ગૃહં ગત્વા ભોક્તુમુપવિષ્ટઃ|
37 ૩૭ જુઓ, એ શહેરમાં એક પાપી સ્ત્રી હતી; તેણે જયારે જાણ્યું કે ફરોશીના ઘરમાં ઈસુ જમવા બેઠા છે, ત્યારે અત્તરની સંગેમરમરની ડબ્બી લાવીને,
એતર્હિ તત્ફિરૂશિનો ગૃહે યીશુ ર્ભેક્તુમ્ ઉપાવેક્ષીત્ તચ્છ્રુત્વા તન્નગરવાસિની કાપિ દુષ્ટા નારી પાણ્ડરપ્રસ્તરસ્ય સમ્પુટકે સુગન્ધિતૈલમ્ આનીય
38 ૩૮ તેમના પગ પાસે રડતી રડતી પાછળ ઊભી રહી, તથા પોતાનાં આંસુઓથી તેમના પગ પલાળવા તથા પોતાના માથાના વાળથી લૂછવા લાગી, તેણે તેમના પગને ચૂમ્યાં, તેમને અત્તર લગાવ્યું.
તસ્ય પશ્ચાત્ પાદયોઃ સન્નિધૌ તસ્યૌ રુદતી ચ નેત્રામ્બુભિસ્તસ્ય ચરણૌ પ્રક્ષાલ્ય નિજકચૈરમાર્ક્ષીત્, તતસ્તસ્ય ચરણૌ ચુમ્બિત્વા તેન સુગન્ધિતૈલેન મમર્દ|
39 ૩૯ હવે તે જોઈને જે ફરોશીએ ઈસુને જમવા બોલાવ્યા હતા તે મનમાં એમ કહેવા લાગ્યો કે, ‘જો આ માણસ પ્રબોધક હોત, તો આ જે સ્ત્રી તેમને અડકે છે, તે સ્ત્રી કોણ છે અને કેવી છે તે તેઓ જાણત, એટલે કે તે તો પાપી છે.’”
તસ્માત્ સ નિમન્ત્રયિતા ફિરૂશી મનસા ચિન્તયામાસ, યદ્યયં ભવિષ્યદ્વાદી ભવેત્ તર્હિ એનં સ્પૃશતિ યા સ્ત્રી સા કા કીદૃશી ચેતિ જ્ઞાતું શક્નુયાત્ યતઃ સા દુષ્ટા|
40 ૪૦ આથી ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘સિમોન, મારે તને કંઈ કહેવું છે.’ ત્યારે તેણે ઈસુને કહ્યું કે, ‘કહો ને, પ્રભુ.’”
તદા યાશુસ્તં જગાદ, હે શિમોન્ ત્વાં પ્રતિ મમ કિઞ્ચિદ્ વક્તવ્યમસ્તિ; તસ્માત્ સ બભાષે, હે ગુરો તદ્ વદતુ|
41 ૪૧ ઈસુએ કહ્યું ‘એક લેણદારને બે દેવાદાર માણસો હતા; એકને પાંચસો દીનારનું દેવું, અને બીજાને પચાસનું હતું.
એકોત્તમર્ણસ્ય દ્વાવધમર્ણાવાસ્તાં, તયોરેકઃ પઞ્ચશતાનિ મુદ્રાપાદાન્ અપરશ્ચ પઞ્ચાશત્ મુદ્રાપાદાન્ ધારયામાસ|
42 ૪૨ જયારે તેઓની પાસે ચૂકવવાનું કંઈ નહોતું, ત્યારે તેણે બન્નેનું દેવું માફ કર્યુ. તો તેઓમાંનો કોણ તેના પર વધારે પ્રેમ રાખશે?’”
તદનન્તરં તયોઃ શોધ્યાભાવાત્ સ ઉત્તમર્ણસ્તયો રૃણે ચક્ષમે; તસ્માત્ તયોર્દ્વયોઃ કસ્તસ્મિન્ પ્રેષ્યતે બહુ? તદ્ બ્રૂહિ|
43 ૪૩ સિમોને ઉત્તર આપતાં કહ્યું કે, ‘મને લાગે છે કે જેને તેણે સૌથી વધારે દેવું માફ કર્યુ તે.’ અને તેમણે કહ્યું, ‘તેં સાચો જવાબ આપ્યો.’”
શિમોન્ પ્રત્યુવાચ, મયા બુધ્યતે યસ્યાધિકમ્ ઋણં ચક્ષમે સ ઇતિ; તતો યીશુસ્તં વ્યાજહાર, ત્વં યથાર્થં વ્યચારયઃ|
44 ૪૪ પછી ઈસુએ પેલી સ્ત્રીની તરફ જોઈને સિમોનને કહ્યું કે, ‘આ સ્ત્રીને તું જુએ છે? હું તારે ઘરે આવ્યો ત્યારે મારા પગને ધોવા સારુ તેં મને પાણી આપ્યું નહિ; પણ આ સ્ત્રીએ મારા પગ આંસુએ પલાળીને તેમને પોતાના માથાના વાળથી લૂછ્યા છે.
અથ તાં નારીં પ્રતિ વ્યાઘુઠ્ય શિમોનમવોચત્, સ્ત્રીમિમાં પશ્યસિ? તવ ગૃહે મય્યાગતે ત્વં પાદપ્રક્ષાલનાર્થં જલં નાદાઃ કિન્તુ યોષિદેષા નયનજલૈ ર્મમ પાદૌ પ્રક્ષાલ્ય કેશૈરમાર્ક્ષીત્|
45 ૪૫ તેં મને ચુંબન કર્યુ નહિ; પણ હું અંદર આવ્યો ત્યારથી તે સ્ત્રી જરા પણ રોકાયા વગર મારા પગને ચુંબન કર્યા કરે છે.
ત્વં માં નાચુમ્બીઃ કિન્તુ યોષિદેષા સ્વીયાગમનાદારભ્ય મદીયપાદૌ ચુમ્બિતું ન વ્યરંસ્ત|
46 ૪૬ તેં મારે માથે તેલ લગાવ્યું નહિ; પણ તેણે મારા પગે અત્તર લગાવ્યું છે.
ત્વઞ્ચ મદીયોત્તમાઙ્ગે કિઞ્ચિદપિ તૈલં નામર્દીઃ કિન્તુ યોષિદેષા મમ ચરણૌ સુગન્ધિતૈલેનામર્દ્દીત્|
47 ૪૭ એ માટે હું તને કહું છું કે, એનાં પાપ જે ઘણાં છે તે તેને માફ થયાં છે; કેમ કે તેણે ઘણો પ્રેમ રાખ્યો; જેને થોડું માફ થયું છે તે થોડો પ્રેમ રાખે છે.’”
અતસ્ત્વાં વ્યાહરામિ, એતસ્યા બહુ પાપમક્ષમ્યત તતો બહુ પ્રીયતે કિન્તુ યસ્યાલ્પપાપં ક્ષમ્યતે સોલ્પં પ્રીયતે|
48 ૪૮ ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, ‘તારાં પાપ માફ કરવામાં આવ્યાં છે.’”
તતઃ પરં સ તાં બભાષે, ત્વદીયં પાપમક્ષમ્યત|
49 ૪૯ ઈસુની સાથે જેઓ જમવા બેઠા હતા, તેઓ પોતાના મનમાં વિચારવા લાગ્યા કે, ‘આ કોણ છે કે જે પાપને પણ માફ કરે છે?’”
તદા તેન સાર્દ્ધં યે ભોક્તુમ્ ઉપવિવિશુસ્તે પરસ્પરં વક્તુમારેભિરે, અયં પાપં ક્ષમતે ક એષઃ?
50 ૫૦ ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, ‘તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિએ જા.’”
કિન્તુ સ તાં નારીં જગાદ, તવ વિશ્વાસસ્ત્વાં પર્ય્યત્રાસ્ત ત્વં ક્ષેમેણ વ્રજ|