< લૂક 5 >

1 હવે એમ થયું કે ઘણાં લોકો ઈસુ પર પડાપડી કરીને ઈશ્વરના વચનને સાંભળતાં હતા, ત્યારે ગન્નેસારેતના સરોવરને કિનારે તે ઊભા રહ્યા હતા.
Երբ բազմութիւնը խռնուեցաւ անոր շուրջը՝ Աստուծոյ խօսքը լսելու համար, ինք Գեննեսարէթի ծովակին եզերքը կանգնած էր,
2 તેમણે સરોવરને કિનારે ઊભેલી બે હોડી જોઈ, પણ માછીમારો તેઓ પરથી ઊતરીને જાળો ધોતા હતા.
ու տեսաւ երկու նաւեր՝ որ ծովակին եզերքը կեցած էին, եւ ձկնորսները՝ անոնցմէ իջած՝ ուռկանները կը լուային:
3 તે હોડીઓમાંની એક સિમોનની હતી, ઈસુ તે હોડીમાં ગયા. અને તેને કિનારેથી થોડે દૂર હડસેલવાનું કહ્યું. પછી તેમણે હોડીમાં બેસીને લોકોને બોધ કર્યો.
Ինք մտաւ այդ նաւերէն մէկուն մէջ՝ որ Սիմոնինն էր, խնդրեց անկէ՝ որ քիչ մը ցամաքէն ծովուն մէջ տանի. ու նստելով նաւուն մէջ՝ կը սորվեցնէր բազմութիւններուն:
4 ઉપદેશ સમાપ્ત કર્યા પછી ઈસુએ સિમોનને કહ્યું કે, ‘હોડીને ઊંડા પાણીમાં જવા દો, અને માછલાં પકડવા સારુ તમારી જાળો નાખો.’”
Երբ դադրեցաւ խօսելէն՝ ըսաւ Սիմոնի. «Յառա՛ջ տար նաւը՝ դէպի խորունկը, եւ նետեցէ՛ք ձեր ուռկանները՝ ձուկ որսալու»:
5 સિમોને ઉત્તર આપ્યો કે, ‘ગુરુ, અમે આખી રાત મહેનત કરી, પણ કશું પકડાયું નહિ, તોપણ તમારા કહેવાથી હું જાળ નાખીશ.’”
Սիմոն պատասխանեց անոր. «Վարդապե՛տ, ամբողջ գիշերը աշխատեցանք ու ոչինչ որսացինք. բայց կը նետեմ ուռկանը՝ քու խօսքիդ համար»:
6 તેઓએ જાળ નાખી તો માછલાંનો મોટો જથ્થો પકડાયો અને તેઓની જાળ તૂટવા લાગી.
Երբ ատիկա ըրին՝ մեծ քանակութեամբ ձուկ բռնեցին, եւ իրենց ուռկանը կը պատռտէր:
7 તેઓના ભાગીદાર બીજી હોડીમાં હતા તેઓને તેઓએ ઇશારો કર્યો કે, તેઓ આવીને તેમને મદદ કરે; અને તેઓએ આવીને બન્ને હોડીઓ માછલાંથી એવી ભરી કે તેઓની હોડીઓ ડૂબવા લાગી.
Նշան կ՚ընէին միւս նաւուն մէջ եղող իրենց ընկերակիցներուն, որ գան՝ օգնեն իրենց: Եկան ու երկու նաւերն ալ լեցուցին, եւ գրեթէ ընկղմելու մօտ էին:
8 તે જોઈને સિમોન પિતરે ઈસુના પગ આગળ પડીને કહ્યું કે, ‘ઓ પ્રભુ, મારી પાસેથી જાઓ. કેમ કે હું પાપી માણસ છું.’”
Երբ Սիմոն Պետրոս տեսաւ, ինկաւ Յիսուսի ծունկերուն ու ըսաւ. «Տէ՛ր, հեռացի՛ր իմ քովէս, քանի որ ես մեղաւոր մարդ մըն եմ»:
9 કેમ કે તે તથા તેના સઘળા સાથીઓ માછલાંનો જે જથ્થો પકડાયો હતો, તેથી આશ્ચર્ય પામ્યા હતા.
Որովհետեւ այլայլած էր, ինչպէս նաեւ բոլոր իրեն հետ եղողները, իրենց բռնած ձուկերու առատութեան համար.
10 ૧૦ તેમાં ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાન, જેઓ સિમોનના ભાગીદાર હતા, તેઓને પણ આશ્ચર્ય થયું. ઈસુએ સિમોનને કહ્યું કે, ‘બીશ નહિ કારણ કે, હવેથી તું માણસો પકડનાર થશે.’”
նոյնպէս ալ Զեբեդէոսի որդիները՝ Յակոբոս եւ Յովհաննէս, որոնք Սիմոնի ընկերներն էին: Յիսուս ըսաւ Սիմոնի. «Մի՛ վախնար, ասկէ ետք մարդո՛ց որսորդ՝՝ պիտի ըլլաս»:
11 ૧૧ તેઓ હોડીઓને કિનારે લાવ્યા પછી બધું મૂકીને ઈસુની પાછળ ચાલ્યા.
Ու նաւերը ցամաք հանելով՝ թողուցին ամէն ինչ եւ հետեւեցան անոր:
12 ૧૨ એમ થયું કે ઈસુ શહેરમાં હતા, ત્યારે જુઓ, એક કુષ્ઠ રોગી માણસ ત્યાં હતો; તે ઈસુને જોઈને તેમના પગે પડ્યો અને તેમને વિનંતી કરતાં બોલ્યો, ‘પ્રભુ, જો તમે ઇચ્છો તો મને શુદ્ધ કરી શકો છો.’”
Երբ ինք քաղաքի մը մէջ էր՝ ահա՛ մարդ մը, բորոտութեամբ լեցուն, տեսնելով Յիսուսը՝ ինկաւ երեսի վրայ, աղերսեց անոր եւ ըսաւ. «Տէ՛ր, եթէ ուզես՝ կրնա՛ս մաքրել զիս»:
13 ૧૩ ઈસુએ હાથ લાંબો કર્યો, અને તેને સ્પર્શ કરીને કહ્યું કે, ‘હું ચાહું છું, તું શુદ્ધ થા.’ અને તરત તેનો કુષ્ઠ રોગ મટી ગયો.
Յիսուս երկարելով իր ձեռքը՝ դպաւ անոր ու ըսաւ. «Կ՚ուզե՛մ, մաքրուէ՛». եւ իսկոյն բորոտութիւնը գնաց անկէ:
14 ૧૪ ઈસુએ તેને આજ્ઞા કરી કે, ‘તારે કોઈને કહેવું નહિ, પણ મૂસાએ ફરમાવ્યા પ્રમાણે સાક્ષી તરીકે જઈને પોતાને યાજકને બતાવ, ને તારા શુદ્ધિકરણને લીધે, તેઓને માટે અર્પણ ચઢાવ.’”
Ինք պատուիրեց անոր՝ որ ո՛չ մէկուն ըսէ, հապա՝ ըսաւ. «Գնա՛, ցո՛յց տուր քեզ քահանային, եւ Մովսէսի պատուիրածին համաձայն՝ մատուցանէ՛ քու մաքրուելուդ ընծան, իբր վկայութիւն անոնց»:
15 ૧૫ પણ ઈસુના સંબંધીની વાતો વધારે પ્રમાણમાં ફેલાઈ, અને અતિ ઘણાં લોકો તેનું સાંભળવા સારુ તથા પોતાના રોગમાંથી સાજાં થવા સારુ તેમની પાસે ભેગા થતાં હતા.
Սակայն անոր համբաւը ա՛լ աւելի կը տարածուէր. ու մեծ բազմութիւններ կը համախմբուէին՝ մտիկ ընելու եւ բուժուելու իրենց հիւանդութիւններէն:
16 ૧૬ પણ ઈસુ પોતે એકાંતમાં અરણ્યમાં જઈ પ્રાર્થના કરતા.
Բայց ինք կը քաշուէր ամայի տեղեր ու կ՚աղօթէր:
17 ૧૭ એક દિવસ ઈસુ બોધ કરતા હતા, ત્યારે ફરોશીઓ તથા શાસ્ત્રીઓ ગાલીલના ઘણાં ગામોમાંથી, યહૂદિયાથી તથા યરુશાલેમથી આવીને ત્યાં બેઠા હતા, અને બીમારને સાજાં કરવા સારુ ઈશ્વરનું પરાક્રમ ઈસુની પાસે હતું.
Օր մը՝ ինք կը սորվեցնէր, ու Փարիսեցիներ եւ Օրէնքի վարդապետներ նստած էին, - որոնք ժողվուած էին Գալիլեայի, Հրէաստանի ու Երուսաղէմի բոլոր գիւղերէն, - եւ Տէրոջ զօրութիւնը ներկայ էր բժշկելու համար՝՝:
18 ૧૮ જુઓ, કેટલાક માણસો લકવાગ્રસ્તથી પીડાતી એક વ્યક્તિને ખાટલા પર લાવ્યા, તેને ઈસુની પાસે લઈ જઈને તેમની આગળ મૂકવાનો તેઓએ પ્રયત્ન કર્યો;
Եւ ահա՛ քանի մը մարդիկ բերին անդամալոյծ մարդ մը՝ մահիճով, ու կը ջանային ներս մտցնել զայն եւ դնել անոր առջեւ:
19 ૧૯ પણ ભીડને લીધે તેને અંદર લઈ જવાની જગ્યા ન હોવાથી તેઓ છાપરા પર ચઢ્યાં. ત્યાંથી છાપરામાં થઈને તે રોગીને ખાટલા સાથે ઈસુની આગળ ઉતાર્યો.
Երբ բազմութեան պատճառով չկրցան ճամբայ գտնել՝ որ ներս մտցնեն զայն, ելան տանիքը, եւ կղմինտրներուն մէջէն՝ մահիճով իջեցուցին զայն մէջտեղը, Յիսուսի առջեւ:
20 ૨૦ ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને તેને કહ્યું કે, ‘હે માણસ, તારાં પાપ તને માફ થયાં છે.’”
Ան ալ՝ տեսնելով անոնց հաւատքը՝ ըսաւ անոր. «Մա՛րդ, մեղքերդ ներուած են քեզի»:
21 ૨૧ તે સાંભળીને શાસ્ત્રીઓ તથા ફરોશીઓ અંદરોઅંદર વિચાર કરીને કહેવા લાગ્યા કે, ‘આ દુર્ભાષણ કરનાર કોણ છે? એકલા ઈશ્વર સિવાય બીજું કોણ પાપની માફી આપી શકે છે?’”
Դպիրներն ու Փարիսեցիները սկսան մտածել՝ ըսելով. «Ո՞վ է ասիկա՝ որ հայհոյութիւններ կ՚ըսէ: Ո՞վ կրնայ մեղքերը ներել՝ բացի Աստուծմէ՝՝»:
22 ૨૨ ઈસુએ તેઓના વિચાર જાણીને તેઓને જવાબ આપ્યો કે, ‘તમે પોતાના મનમાં શા પ્રશ્નો કરો છો?
Երբ Յիսուս ըմբռնեց անոնց մտածումները՝ պատասխանեց անոնց. «Ի՞նչ կը մտածէք ձեր սիրտերուն մէջ:
23 ૨૩ વધારે સહેલું કયું છે, ‘તારાં પાપ તને માફ થયાં છે,’ એમ કહેવું કે, ‘ઊઠીને ચાલ્યો જા, એમ કહેવું?’”
Ո՞րը աւելի դիւրին է, “մեղքերդ ներուած են քեզի” ըսե՞լը, թէ՝ “ոտքի՛ ելիր ու քալէ՛” ըսելը:
24 ૨૪ પણ પૃથ્વી પર માણસના દીકરાને પાપ માફ કરવાનો અધિકાર છે, એ તમે જાણો માટે, તેમણે લકવાગ્રસ્ત માણસને કહ્યું કે હું તને કહું છું કે ‘ઊઠ તારો ખાટલો ઊંચકીને તારે ઘરે જા.’”
Բայց որպէսզի գիտնաք թէ մարդու Որդին իշխանութիւն ունի՝ երկրի վրայ մեղքերը ներելու, (ըսաւ անդամալոյծին, ) քեզի՛ կ՚ըսեմ. “Ոտքի՛ ելիր, ա՛ռ մահիճդ ու գնա՛ տունդ”»:
25 ૨૫ તરત તે તેઓની આગળ ઊઠીને જે પર તે સૂતો હતો તે ખાટલાને ઊંચકીને ઈશ્વરનો મહિમા કરતો પોતાને ઘરે ગયો.
Ան ալ անմի՛ջապէս կանգնեցաւ անոնց առջեւ, վրան առաւ ինչ բանի վրայ որ պառկած էր, եւ գնաց իր տունը՝ փառաբանելով Աստուած:
26 ૨૬ સઘળા આશ્ચર્ય પામ્યા, તેઓએ ઈશ્વરનો મહિમા કર્યો; અને તેઓએ ભયભીત થઈને કહ્યું કે, ‘આજે આપણે અજાયબ વાતો જોઈ છે.’”
Բոլորը՝ հիացումով համակուած՝ փառաբանեցին Աստուած, ու վախով համակուած՝ կ՚ըսէին. «Այսօր արտակարգ բաներ տեսանք»:
27 ૨૭ ત્યાર પછી ઈસુ ત્યાંથી રવાના થયા, ત્યારે લેવી નામે એક દાણીને ચોકી પર બેઠેલો જોઈને ઈસુએ કહ્યું કે, ‘મારી પાછળ આવ.’”
Ատկէ ետք՝ մեկնեցաւ, եւ տեսաւ մաքսաւոր մը՝ որուն անունը Ղեւի էր. ան նստած էր մաքս ընդունելու տեղը: Ըսաւ անոր. «Հետեւէ՛ ինծի»:
28 ૨૮ અને તે સઘળું મૂકીને, તેમની પાછળ ગયો.
Ան ալ ձգեց ամէն ինչ, կանգնեցաւ եւ անոր հետեւեցաւ:
29 ૨૯ લેવીએ પોતાને ઘરે ઈસુને માટે મોટો સત્કાર સમારંભ યોજ્યો. દાણીઓ તથા બીજાઓનું મોટું જૂથ તેમની સાથે જમવા બેઠું હતું.
Ղեւի մեծ կոչունք մը սարքեց իր տան մէջ. ու մեծ բազմութիւն կար մաքսաւորներու եւ ուրիշներու, որ անոնց հետ սեղան նստած՝՝ էին:
30 ૩૦ ફરોશીઓએ તથા તેઓના શાસ્ત્રીઓએ તેમના શિષ્યોની વિરુદ્ધ બડબડાટ કરીને કહ્યું કે, ‘તમે દાણીઓ તથા પાપીઓની સાથે કેમ ખાઓ પીઓ છો?’”
Անոնց դպիրներն ու Փարիսեցիները կը տրտնջէին անոր աշակերտներուն դէմ՝ ըսելով. «Ինչո՞ւ կ՚ուտէք ու կը խմէք մաքսաւորներու եւ մեղաւորներու հետ»:
31 ૩૧ ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‘જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ બિમાર છે તેઓને છે;
Յիսուս պատասխանեց անոնց. «Ո՛չ թէ առողջներուն բժիշկ պէտք է, հապա՝ հիւանդներուն:
32 ૩૨ ન્યાયીઓને નહિ, પણ પાપીઓને પસ્તાવાને સારુ બોલાવવા હું આવ્યો છું.’”
Ես եկայ ո՛չ թէ արդարները կանչելու, հապա մեղաւորները՝ ապաշխարութեան»:
33 ૩૩ તેઓએ તેને કહ્યું કે, ‘યોહાનના શિષ્યો અને ફરોશીઓના શિષ્યો ઉપવાસ તથા પ્રાર્થના કરે છે, પણ તમારા શિષ્યો ખાય અને પીવે છે.’”
Անոնք ալ ըսին. «Ինչո՞ւ Յովհաննէսի աշակերտները յաճախ ծոմ կը պահեն եւ աղերսանք կը մատուցանեն, նմանապէս Փարիսեցիներուն աշակերտները, բայց քուկիններդ կ՚ուտեն ու կը խմեն»:
34 ૩૪ ઈસુએ તેઓને કહ્યું કે, ‘વરરાજા જાનૈયાઓની સાથે છે, ત્યાં સુધી તેઓની પાસે તમે ઉપવાસ કરાવી શકો છો શું?
Ան ալ ըսաւ անոնց. «Կրնա՞ք ծոմ պահել տալ հարսնեւորներուն՝ մինչ փեսան իրենց հետ է:
35 ૩૫ પણ એવા દિવસો આવશે કે વરરાજાને તેઓની પાસેથી લઈ લેવામાં આવશે ત્યારે તે દિવસોમાં તેઓ ઉપવાસ કરશે.’”
Բայց օրերը պիտի գան՝ երբ փեսան պիտի վերցուի իրենցմէ. ապա ա՛յդ օրերը ծոմ պիտի պահեն»:
36 ૩૬ ઈસુએ તેઓને એક દ્રષ્ટાંત પણ કહ્યું કે,’ નવા વસ્ત્રમાંથી કટકો ફાડીને કોઈ માણસ જૂના વસ્ત્રને થીંગડું મારતું નથી; જો લગાવે તો તે નવાને ફાડશે, વળી નવામાંથી લીધેલું થીંગડું જૂનાને મળતું નહિ આવે.
Առակ մըն ալ ըսաւ անոնց. «Ո՛չ մէկը կը ձգէ նոր լաթի կտոր մը հին հանդերձի վրայ: Այլապէս՝ այդ նորը պատռուածք ալ կ՚ընէ, ու հինցածին հետ չի յարմարիր այդ նոր լաթէն եղած կտորը:
37 ૩૭ તે જ રીતે નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી, જો ભરે તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખશે, અને પોતે ઢળી જશે અને મશકોનો નાશ થશે.
Նաեւ ո՛չ մէկը կը դնէ նոր գինին հին տիկերու մէջ: Այլապէս՝ նոր գինին կը պատռէ տիկերը. ինք կը թափի, ու տիկերը կը կորսուին:
38 ૩૮ પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવો જોઈએ.
Հապա նոր գինին դրուելու է նո՛ր տիկերու մէջ, որպէսզի երկուքն ալ պահուին:
39 ૩૯ વળી જૂનો દ્રાક્ષારસ પીધા પછી કોઈ નવો દ્રાક્ષારસ માગતો નથી, કેમ કે તે કહે છે કે. જૂનો સારો છે.’”
Եւ ո՛չ մէկը հին գինին խմելէն ետք՝ իսկոյն կ՚ուզէ նորը, քանի որ կ՚ըսէ. “Հինը աւելի ախորժահամ է”»:

< લૂક 5 >