< લૂક 3 >
1 ૧ હવે તિબેરિયસ કાઈસારની કારકિર્દીને પંદરમે વર્ષે, જયારે પોંતિયસ પિલાત યહૂદિયાનો અધિપતિ, તથા હેરોદ ગાલીલનો રાજ્યકર્તા તથા તેનો ભાઈ ફિલિપ ઇતુરાઈ તથા ત્રાખોનિતી દેશનો રાજ્યકર્તા તથા લુસાનિયસ આબીલેનેનો રાજ્યકર્તા હતો
Był piętnasty rok rządów Tyberiusza, rzymskiego cezara. W tym czasie gubernatorem prowincji Judei był Piłat, zarządcą Galilei—Herod Antypas, zarządcą Iturei i Trachonu—jego brat Filip, a zarządcą Abileny—Lizaniasz.
2 ૨ આન્નાસ તથા કાયાફા પ્રમુખ યાજકો હતા ત્યારે ઝખાર્યાનાં દીકરા યોહાનની પાસે ઈશ્વરનું વચન અરણ્યમાં આવ્યું.
Urząd najwyższego kapłana Izraela sprawowali Annasz i Kajfasz. Wtedy właśnie Jan, syn Zachariasza, mieszkający dotąd na pustyni, otrzymał od Boga misję.
3 ૩ તે યર્દનની આસપાસના સઘળા પ્રદેશમાં પાપોની માફીને સારુ પસ્તાવાનું બાપ્તિસ્મા જાહેર કરતો પ્રગટ થયો.
Wędrując brzegiem Jordanu, wzywał ludzi do opamiętania się i przyjęcia Bożego przebaczenia. Swoją przemianę mieli poświadczyć zanurzeniem w wodzie.
4 ૪ યશાયા પ્રબોધકનાં વચનોના પુસ્તકમાં લખ્યું છે તેમ કે, ‘અરણ્યમાં ઘાંટો કરનારની વાણી કે, પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો;
To właśnie o nim mówił prorok Izajasz: „Głos wołającego na pustyni: Przygotujcie Panu drogę, wyrównajcie przed Nim ścieżki!
5 ૫ દરેક નીચાણ પુરાશે, દરેક પહાડ તથા ટેકરો નીચાં કરાશે, વાંકું સીધું કરાશે અને ખાડા ટેકરાવાળાં માર્ગ સપાટ કરવામાં આવશે.
Zrównajcie góry, zasypcie doliny, wyprostujcie zakręty, usuńcie wyboje!
6 ૬ સઘળાં મનુષ્યો ઈશ્વરનો ઉદ્ધાર જોશે.’”
A wtedy wszyscy zobaczą Boże zbawienie”.
7 ૭ તેનાથી બાપ્તિસ્મા પામવાને આવતા ઘણાં લોકોને યોહાને કહ્યું કે, ‘ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યાં?
Całe tłumy przychodziły do Jana, aby dać się zanurzyć, a on mówił do nich: —Przebiegłe węże! Kto wam powiedział, jak uciec przed nadchodzącą karą Boga?!
8 ૮ તો પસ્તાવો કરનારને શોભે તેવાં ફળ ઉપજાવો, અને પોતાના મનમાં એમ ન કહેવા માંડો કે, ઇબ્રાહિમ અમારા પિતા છે,’ કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વર આ પથ્થરોમાંથી ઇબ્રાહિમને સારુ સંતાન ઉત્પન્ન કરી શકે છે.’”
Najpierw pokażcie poprzez wasze uczynki, że naprawdę się opamiętaliście! Nie oszukujcie się, powtarzając: „Jesteśmy potomkami samego Abrahama”. Zapewniam was, że Bóg może stworzyć potomków Abrahama nawet z tych kamieni!
9 ૯ વળી હમણાં કુહાડો વૃક્ષોની જડ પર છે, માટે દરેક વૃક્ષ જે સારાં ફળ આપતું નથી, તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે.’”
Siekiera Bożego sądu już jest przyłożona do pnia. I każde drzewo, które nie wydaje owocu, zostanie wycięte i rzucone w ogień.
10 ૧૦ લોકોએ યોહાનને પૂછ્યું, ‘ત્યારે અમારે શું કરવું?’”
—Co więc mamy czynić?—pytały tłumy.
11 ૧૧ તેણે તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‘જેની પાસે બે અંગરખા હોય તે જેની પાસે એક પણ નથી તેને આપે; જેની પાસે ખાવાનું હોય તે પણ એમ જ કરે.’”
—Jeśli masz dwa ubrania, daj jedno biednemu. Jeśli masz co jeść, podziel się z głodnym—odpowiadał Jan.
12 ૧૨ દાણીઓ પણ બાપ્તિસ્મા પામવા સારુ આવ્યા, ને તેને પૂછ્યું કે, ‘ઉપદેશક, અમારે શું કરવું?’”
A przychodzili do niego nawet znani z nieuczciwości poborcy podatkowi, chcąc przyjąć chrzest. I pytali Go: —Nauczycielu, co mamy czynić?
13 ૧૩ તેણે તેઓને કહ્યું કે, “જે તમારે સારુ નિયત કરાયેલો કર છે, તે કરતાં વધારે જબરદસ્તીથી ન લો.”
—Nie pobierajcie większych podatków niż ustalono—odpowiadał im.
14 ૧૪ સૈનિકોએ પણ તેને પૂછતાં કહ્યું કે, ‘અમારે શું કરવું?’ તેણે તેઓને કહ્યું કે, ‘જબરદસ્તીથી કોઈની પાસેથી પૈસા પડાવો નહિ. અને કોઈની ઉપર જૂઠા આરોપો ન મૂકો. તમારા પગારથી સંતોષી રહો.’”
—A co z nami?—pytali żołnierze. —Od nikogo nie wymuszajcie pieniędzy. Zadowólcie się swoim żołdem!—odpowiedział. —I nikogo fałszywie nie oskarżajcie.
15 ૧૫ લોકો ખ્રિસ્તની રાહ જોતાં હતા, અને સઘળા યોહાન સંબંધી પોતાના મનમાં વિચાર કરતા હતા કે, ‘એ ખ્રિસ્ત હશે કે નહિ;’
Ponieważ wszyscy oczekiwali przyjścia Mesjasza, zaczęto się zastanawiać, czy przypadkiem to Jan Nim nie jest.
16 ૧૬ ત્યારે યોહાને ઉત્તર આપતાં સર્વને કહ્યું કે, ‘હું તો પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું, પણ મારા કરતાં જે સામર્થ્યવાન છે તે આવે છે, તેમના ચંપલની દોરી છોડવાને પણ હું યોગ્ય નથી. તે પવિત્ર આત્માથી તથા અગ્નિથી તમારું બાપ્તિસ્મા કરશે.
On jednak zaprzeczył temu: —Ja was zanurzam w wodzie. Lecz niebawem nadejdzie ktoś potężniejszy ode mnie. Ktoś, komu nie jestem nawet godzien zdjąć butów! On będzie was zanurzał w Duchu Świętym i w ogniu.
17 ૧૭ તેમનું સૂપડું તેમના હાથમાં છે, તે પોતાની ખળીને પૂરેપૂરી સાફ કરશે અને ઘઉં તે પોતાની વખારમાં ભરશે; પણ ભૂસું ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે.’”
On potrafi oddzielić plewy od ziarna i wszystko oczyścić—ziarno zbierze do magazynu, a plewy spali w niegasnącym ogniu.
18 ૧૮ તેણે બીજો ઘણો બોધ કરતાં લોકોને સુવાર્તા પ્રગટ કરી.
Jan wiele razy w podobny sposób ostrzegał ludzi i głosił im dobrą nowinę.
19 ૧૯ યોહાને હેરોદને તેના ભાઈની પત્ની હેરોદિયાસ સાથે લગ્ન કરવા બદલ તથા બીજા ઘણાં ખરાબ કામો કરવા બદલ ઠપકો આપ્યો,
Krytykował natomiast króla Heroda Antypasa za to, że ożenił się z Herodiadą, żoną swojego brata, oraz za inne złe czyny.
20 ૨૦ એ બધાં ઉપરાંત તેણે યોહાનને જેલમાં પૂર્યો.
W późniejszym czasie król jeszcze dalej posunął się w swoim grzechu i uwięził Jana.
21 ૨૧ સર્વ લોક બાપ્તિસ્મા પામ્યા પછી ઈસુ પણ બાપ્તિસ્મા પામીને પ્રાર્થના કરતા હતા, એટલામાં સ્વર્ગ ઊઘડી ગયું;
Pewnego dnia, gdy Jan zanurzał ludzi w wodzie, znalazł się wśród nich sam Jezus. Gdy został ochrzczony i modlił się, nagle otworzyło się niebo
22 ૨૨ અને પવિત્ર આત્મા કબૂતરનાં રૂપે તેમના પર ઊતર્યા; અને સ્વર્ગમાંથી એવી વાણી થઈ કે, ‘તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું.’”
i Duch Święty zstąpił na Niego jak gołąb. A z nieba rozległ się głos: —Jesteś moim ukochanym Synem, moją największą radością.
23 ૨૩ ઈસુ પોતે બોધ કરવા લાગ્યા, ત્યારે તે આશરે ત્રીસ વર્ષની ઉંમરના હતા, અને લોકોના ધાર્યા પ્રમાણે તે યૂસફના દીકરા હતા, જે હેલીનો દીકરો,
Gdy Jezus rozpoczynał swoją publiczną działalność, miał około trzydziestu lat. Uważano Go za syna Józefa. Ojcem zaś Józefa był Heli, a ojcem Helego
24 ૨૪ મથ્થાતનો, જે લેવીનો, જે મલ્ખીનો, જે યન્નયનો, જે યૂસફનો.
—Mattat. Kolejni ich przodkowie to: Lewi, Melchi, Jannaj, Józef,
25 ૨૫ જે મત્તિયાનો, જે આમોસનો, જે નાહૂમનો, જે હેસ્લીનો, જે નગ્ગયનો,
Matatiasz, Amos, Nahum, Chesli, Naggaj,
26 ૨૬ જે માહથનો, જે મત્તિયાનો, જે શિમઈનો, જે યોસેખનો, જે યોદાનો.
Maat, Matatiasz, Semea, Josech, Joda,
27 ૨૭ જે યોહાનાનનો, જે રેસાનો, જે ઝરુબ્બાબેલનો, જે શાલ્તીએલનો, જે નેરીનો,
Jan, Resa, Zorobabel, Salatiel, Neri,
28 ૨૮ જે મલ્ખીનો, જે અદ્દીનો, જે કોસામનો, જે અલ્માદામનો, જે એરનો,
Melchi, Addi, Kosam, Elmadan, Her,
29 ૨૯ જે યહોશુઆનો, જે એલીએઝેરનો, જે યોરીમનો, જે મથ્થાતનો, જે લેવીનો.
Jezus, Eliezer, Jorim, Mattat, Lewi,
30 ૩૦ જે શિમયોનનો, જે યહૂદાનો, જે યૂસફનો, જે યોનામનો, જે એલિયાકીમનો,
Symeon, Juda, Józef, Jonam, Eliakim,
31 ૩૧ જે મલેયાનો, જે મિન્નાનો, જે મત્તાથાનો, જે નાથાનનો, જે દાઉદનો,
Meleasz, Menna, Mattat, Natan, król Dawid,
32 ૩૨ જે યિશાઈનો, જે ઓબેદનો, જે બોઆઝનો, જે સલ્મોનનો, જે નાહશોનનો.
Jesse, Jobed, Booz, Sala, Naasson,
33 ૩૩ જે આમ્મીનાદાબનો, જે અદમીનનો, જે અર્નીનો, જે હેસ્રોનનો, જે પેરેસનો, જે યહૂદાનો,
Aminadab, Admin, Arni, Ezrom, Fares, Juda,
34 ૩૪ જે યાકૂબનો, જે ઇસહાકનો, જે ઇબ્રાહિમનો, જે તેરાહનો, જે નાહોરનો,
Jakub, Izaak, Abraham, Tare, Nachor,
35 ૩૫ જે સરૂગનો, જે રયૂનો, જે પેલેગનો, જે એબરનો, જે શેલાનો.
Seruch, Ragau, Falek, Eber, Sala,
36 ૩૬ જે કેનાનનો, જે અર્ફાક્ષદનો, જે શેમનો, જે નૂહનો, જે લામેખનો,
Kainam, Arfaksad, Sem, Noe, Lamech,
37 ૩૭ જે મથૂશેલાનો, જે હનોખનો, જે યારેદનો, જે મહાલાએલનો, જે કેનાનનો,
Matusala, Henoch, Jaret, Maleleel, Kainam,
38 ૩૮ જે અનોશનો, જે શેથનો, જે આદમનો, જે ઈશ્વરનો દીકરો હતો.
Enos, Set i Adam. Adam zaś pochodził od Boga.