< લૂક 24 >

1 અઠવાડિયાને પહેલે દિવસે, પ્રભાતે, જે સુગંધીદ્રવ્યો તેઓએ તૈયાર કર્યાં હતાં તે લઈને તે સ્ત્રીઓ તેમની કબરે આવી.
Ай дэнзор андо курко жувля линэ гытосардэ мастина и жыле кав склэпо.
2 તેઓએ કબર પરથી પથ્થર ગબડાવેલો દીઠો.
Онэ дикхле, со бар сас отшуто лэ склэпостар.
3 તેઓએ કબરમાં પ્રવેશ કર્યો પણ પ્રભુ ઈસુનું શબ તેઓને જોવા મળ્યું નહિ.
Кала зажыле, онэ на аракхле тило лэ Раеско Исусоско.
4 એમ થયું કે, એ સંબંધી તેઓ ગૂંચવણમાં પડી હતી, ત્યારે ચળકતાં વસ્ત્ર પહેરેલા બે પુરુષો તેઓને દેખાયા.
Онэ на полэнас, со тердяпэ, и акэ, сикадэпэ лэнди дуй мурша андэ йида, сави свэтосавэлас, сар молния.
5 તેઓએ ડરીને જમીન સુધી પોતાનાં માથાં નમાવ્યાં, ત્યારે તેઓએ તેઓને કહ્યું કે, ‘મૂએલાંઓમાં જીવતાંને કેમ શોધો છો?
Даратар жувля обмэкле пэстирэ муя тэлэ, нэ кола пхэндэ лэнди: — Со тумэ родэн жундэс машкар мулэ?
6 તે અહીં નથી, પણ ઊઠયા છે; યાદ કરો કે તે ગાલીલમાં હતા ત્યારે તેમણે તમને શું કહ્યું હતું?
Лэс катэ нинай, Вов жундиля! Тумэ сэрэн, со Вов пхэнэлас тумэнди, кала сас инке андэ Галилея:
7 પાપી માણસોના હાથમાં માણસનો દીકરો પરસ્વાધીન કરાય તથા વધસ્તંભે જડાય અને ત્રીજે દિવસે પાછા ઊઠે એ જરૂરનું છે.’”
«Шавэс Манушыканэс трэбуй сас тэ отдэн андэ васта бэзэхалэ манушэнди, тэ примарэн кав трушул. Нэ по трито дес Вов жундёла».
8 તેમને ઈસુની વાતો યાદ આવી.
Тунчи онэ сэрдэ Лэстирэ лава.
9 કબર આગળથી પાછી આવીને તેઓએ અગિયાર શિષ્યોને તથા બીજા સર્વને એ બધી વાતો કહી.
Онэ рисайле лэ склэпостар и роспхэндэ пала вся када дэшуекхэ апостолонэнди и аврэнди, ко сас лэнца.
10 ૧૦ હવે જેઓએ આ વાત પ્રેરિતોને કહી તે મરિયમ મગ્દલાની, યોહાન્ના, યાકૂબની મા મરિયમ તથા તેમની સાથેની બીજી સ્ત્રીઓ હતી.
Када сас Мария Магдалина, Иоана, дэй Иаковостири, савя кадя ж акхарэнас Мария и авэр жувля, савэ сас лэнца. Онэ роспхэндэ вся када апостолонэнди,
11 ૧૧ એ વાતો તેઓને અક્કલ વગરની લાગી, અને તેઓએ તેઓનો વિશ્વાસ કર્યો નહિ.
нэ апостолоря на патяйле лэнди. Лэнди сикадяпэ, со када качи шушэ лава.
12 ૧૨ પણ પિતર ઊઠીને કબરે દોડી ગયો; અને નીચા વળીને અંદર જોયું તો તેણે શણના વસ્ત્રો એકલા પડેલા જોયા; અને જે થયું હતું તે સંબંધી પોતાના મનમાં તે આશ્ચર્ય પામતો પોતાને ઘરે ગયો.
Ай Пэтро вщиля и прастая кав склэпо. Вов тэлиля и задикхля андрэ, нэ удикхля качи материя. Вов рисайля пэстэ, дивосайля всаворэсти, со тердяпэ.
13 ૧૩ તે જ દિવસે તેઓમાં બે, એમ્મૌસ નામનું એક ગામ યરુશાલેમથી લગભગ સાત માઇલ દૂર છે, ત્યાં જતા હતા.
Андэ кодва ж дес дуй андай сытярнэ жанас андо гав Эмаусо, саво сас варикай дэшудуй километроря лэ Иерусалимостар.
14 ૧૪ આ બધી બનેલી બીનાઓ વિષે તેઓ એકબીજાની સાથે વાત કરતા હતા.
Онэ дэнас дума машкар пэстэ пала вся, со тердяпэ.
15 ૧૫ એમ થયું કે તેઓ એકબીજાની સાથે વાત કરતા તથા અંદરોઅંદર સવાલ પૂછતાં હતા, ત્યારે ઈસુ પોતે તેઓની પાસે આવીને તેઓની સાથે ચાલ્યા.
И кала онэ дэнас дума и роспушэнас екх екхэстар, Ежэно Исусо поджыля и жыля лэнца.
16 ૧૬ પણ તેઓની આંખો બંધાઈ ગયેલી હોવાથી તેઓ તેમને ઓળખી શક્યા નહિ. ‌
Нэ лэндирэ якха сас затердэ, и вонэ на ужангле Лэс.
17 ૧૭ ઈસુએ તેઓને કહ્યું કે, “તમે ચાલતાં ચાલતાં એકબીજાની સાથે શી વાત કરો છો?” તેઓ ઉદાસ થઈને ઊભા રહ્યા.
Исусо пушля лэндар: — Пала со када тумэ дэн дума машкар пэстэ, сар жан пав дром? Онэ тэрдиле, и муя лэндэ сас грыжомэ.
18 ૧૮ ક્લિયોપાસ નામે એકે ઉત્તર આપતાં કહ્યું કે, “શું, યરુશાલેમમાં રહેનારાઓમાંના એકલા તમે જ આ દિવસોમાં બનેલી બિનાઓ નથી જાણતા?”
Екх лэндар, савэс акхарэнас Клеопа, пхэндя: — Ту, душол, авилян андо Иерусалимо и екх, саво на жанэл пала кода, со тердяпэ андэ кала деса?
19 ૧૯ તેણે તેઓને કહ્યું કે, “કઈ બિનાઓ?” તેઓએ તેને કહ્યું કે, “ઈસુ નાઝારી, જે ઈશ્વરની આગળ તથા સઘળા લોકોની આગળ કામમાં તથા વચનમાં પરાક્રમી પ્રબોધક હતા, તે સંબંધીની બિનાઓ;
— Пала со? — пушля Иисусо. — Со тердяпэ Исусоса андав Назарето, — пхэндэ онэ. — Вов сас пророкоса, зорало англав Дэл и англай всаворэ мануша андэ лава и рындоря.
20 ૨૦ વળી કેવી રીતે મુખ્ય યાજકોએ તથા અમારા અધિકારીઓએ તેમને મૃત્યુદંડ ભોગવવા સારુ પરાધીન કર્યા, અને તેમને વધસ્તંભે જડાવ્યાં.
Амарэ барэ рашая и пхурэдэра сындосардэ Лэс по миримос и примардэ кав трушул.
21 ૨૧ પણ અમે આશા રાખતા હતા કે, ઇઝરાયલને જે ઉદ્ધાર આપવાના હતા તે એ છે; વળી એ સર્વ ઉપરાંત આ બનાવ બન્યાને આજ ત્રીજો દિવસ થયો.
Ай амэ ажутярасас, со Вов исин Кодва, Саво трэбуй сас тэ фэрисарэл лэ Израилёс. Нэ акэ, трито дес, сар вся када тердяпэ.
22 ૨૨ વળી અમારામાંની કેટલીક સ્ત્રીઓ જેઓ કબર આગળ વહેલી ગઈ હતી, તેઓએ અમને આશ્ચર્ય પમાડ્યું,
Нэ коисавэ андай амарэ жувля дивосардэ амэн: онэ жыле дэнзор кав склэпо
23 ૨૩ એટલે તેઓએ તેમનો મૃતદેહ જોયો નહિ, ત્યારે તેઓએ આવીને કહ્યું કે, અમને સ્વર્ગદૂતોનું દર્શન પણ થયું હતું, કે જેઓએ કહ્યું કે તે જીવિત છે.
и на аракхле котэ Лэско тило, рисайле и роспхэндэ амэнди, со онэ дикхле ангелон, савэ пхэндэ, кай Вов жундо.
24 ૨૪ અમારી સાથેના કેટલાક કબર આગળ ગયા, અને જેમ સ્ત્રીઓએ કહ્યું હતું તેમ જ તેઓને જોવા મળ્યું; પણ તેમને તેઓએ જોયા નહિ.”
Тунчи коисавэ андар амарэ жыле кав склэпо и удикхле котэ вся, сар роспхэндэ жувля, но Лэс онэ на дикхле.
25 ૨૫ તેમણે તેઓને કહ્યું કે, “ઓ મૂર્ખાઓ તમે પ્રબોધકોએ જે કહ્યું છે, તે સર્વ પર વિશ્વાસ કરવામાં ધીમા છો.
Вов пхэндя лэнди: — Савэ тумэ бигодятирэ и сар тумэ найсыго патян всаворэсти, со пхэнэнас пророкоря!
26 ૨૬ શું ખ્રિસ્તે એ બધું સહેવું અને પોતાના મહિમામાં પેસવું જોઈતું નહોતું?”
Чи на трэбуй сас лэ Христости тэ грыжолпэ и тэ зажал андэ Пэстири слава?
27 ૨૭ મૂસાના નિયમશાસ્ત્રથી તથા સઘળા પ્રબોધકોથી માંડીને તેમણે બધા પવિત્રશાસ્ત્રમાંથી પોતાના સંબંધીની વાતોનો ખુલાસો કરી બતાવ્યો.
И ля лэ Моисеёстар и всаворэ пророконэндар тэ роспхэнэл лэнди, со пхэнэласпэ пала Лэстэ андэ всаворо Пистросаримос.
28 ૨૮ જે ગામે તેઓ જતા હતા તેની નજીક તેઓ પહોંચ્યા, ત્યારે તેમણે જાણે કે આગળ જવાનું કર્યું.
Кала онэ поджыле гавэстэ, каринг онэ жанас, Исусо сикадя, кай камэл тэ жал майдур,
29 ૨૯ તેઓએ તેમને આગ્રહ કરીને કહ્યું કે, “અમારી સાથે રહો; કેમ કે સાંજ થવા આવી છે અને દિવસ નમી ગયો છે.” અને તેઓની સાથે રહેવા સારુ તે અંદર ગયા.
нэ онэ фартэ мангэнас Лэс: — Ашпэ амэнца. Поджал рят, дес прожыля. И Вов зажыля андо чер и ашыляпэ лэнца.
30 ૩૦ એમ થયું કે, તે તેઓની સાથે જમવા બેઠા, ત્યારે તેમણે રોટલી લઈને આશીર્વાદ કર્યો, અને તેઓને આપી.
Кала Исусо бэшэлас лэнца палай мэсали, Вов ля марно, наисардя Дэвлэс, пэрэпхагля и дя лэнди.
31 ૩૧ ત્યારે તેઓની આંખો ઊઘડી અને તેઓએ તેમને ઓળખ્યા; એટલામાં તેઓની દ્રષ્ટિમાંથી તે અદ્રશ્ય થઈ ગયા.
Тунчи лэндирэ якха отпхэрнадэпэ, и онэ гатярдэ Лэс. Нэ Вов ашыля важ лэнди надикхло.
32 ૩૨ તેઓએ એકબીજાને કહ્યું કે, “જયારે તેઓ માર્ગમાં આપણી સાથે વાત કરતા હતા, અને પવિત્રશાસ્ત્રનો ખુલાસો આપણને કરી બતાવતા હતા, ત્યારે આપણા મન આપણામાં જ્વલંત નહોતાં થતાં શું?”
Онэ линэ тэ пхэнэн екх екхэсти: — Чи на пхабонас андэ амэндэ водя, кала Вов дэлас дума амэнца пав дром и отпхэрнавэлас амэнди Пистросаримос?
33 ૩૩ તે જ ઘડીએ તેઓ ઊઠીને યરુશાલેમ તરફ પાછા વળ્યા, અને અગિયાર શિષ્યો ને તથા તેઓની સાથેનાઓને એકઠા થએલાં જોયા,
Андэ кодья ж вряма онэ вщиле и жыле палпалэ андо Иерусалимо. Котэ онэ аракхле дэшуекх апостолон и колэн, ко сас лэнца.
34 ૩૪ કે, જેઓ કહેતાં હતા કે, ‘પ્રભુ ખરેખર ઊઠ્યાં છે, અને સિમોનને તેમનું દર્શન થયું છે.’”
Кола пхэндэ лэнди, со о Рай чячес жундиля и сикадиля лэ Симоности.
35 ૩૫ ત્યારે તેઓએ માર્ગમાં બનેલા બનાવ તથા રોટલી ભાંગતાં તેઓએ ઈસુને કેવી રીતે ઓળખ્યા તે વિષે પણ વાત કરી.
Тунчи кала дуй роспхэндэ вся, со сас лэнца пав дром, сар онэ ужангле Исусос, кала Вов пхагэлас о марно.
36 ૩૬ તેઓ એ વાતો કહેતાં હતા, ત્યારે ઈસુ પોતે તેઓની વચમાં ઊભા રહીને તેઓને કહે છે કે, ‘તમને શાંતિ થાઓ.’”
Онэ инке дэнас дума, сар Ежэно Исусо ашыля машкар лэндэ и пхэндя: — Миро тумэнди!
37 ૩૭ પણ તેઓએ ગભરાઈને તથા ભયભીત થઈને એમ ધાર્યું કે, અમારા જોવામાં કોઈ આત્મા આવે છે.
Онэ замуле даратар, гындонас, со дикхэн духос.
38 ૩૮ તેમણે તેઓને કહ્યું કે, ‘તમે કેમ ગભરાઓ છો, અને તમારાં મનમાં શંકા કેમ થાય છે?
Вов пхэндя лэнди: — Состар тумэ даран? Состар тумэ на састэс патян?
39 ૩૯ મારા હાથ તથા મારા પગ જુઓ, કે એ હું પોતે છું; મને હાથ અડકાડીને જુઓ; કેમ કે જેમ તમે જુઓ છે કે મને માંસ તથા હાડકાં છે તેમ આત્માને હોતા નથી.’”
Подикхэн пэ Мэрнэ васта и пэрнэ. Када ж Мэ! Лэнпэ Мандэ и роздикхэн. Кав духо нинай тило и кокаля, ай Мандэ, сар дикхэн, исин.
40 ૪૦ એમ કહીને તેમણે પોતાના હાથ તથા પગ તેઓને બતાવ્યાં.
Вов пхэндя када и сикадя лэнди Пэстирэ васта и пэрнэ.
41 ૪૧ તેઓ હર્ષને લીધે હજી વિશ્વાસ કરતા નહોતા, અને દંગ થઈ ગયા હતા, ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારી પાસે કંઈ ખાવાનું છે?’”
Нэ онэ лошатар инке на патянас и дивосавэнас. Тунчи Исусо пушля лэндар: — Тумэндэ катэ исин варисо тэ хан?
42 ૪૨ તેઓએ ઈસુને શેકેલી માછલીનો ટુકડો આપ્યો,
Онэ подинэ Лэсти котор пэко мащё.
43 ૪૩ ઈસુએ તે લઈને તેઓની આગળ ખાધો.
Вов ля и халас англай лэндэ.
44 ૪૪ ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમારી સાથે હતો, ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે, જે મૂસાના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકોમાં તથા ગીતશાસ્ત્રમાં મારા સંબંધી લખ્યું છે તે બધું પૂરું થવું જોઈએ.’”
— Пала када Мэ пхэнавас тумэнди, кала сымас инке тумэнца, — пхэндя Вов. — Вся, со запистросардо пала Мандэ андо Законо Моисеёско, кай пророкоря и андэ псалморя трэбуй тэ терэлпэ.
45 ૪૫ ત્યારે પવિત્રશાસ્ત્ર સમજવા સારુ ઈસુએ તેઓનાં મન ખોલ્યાં.
Тунчи Вов лэнди отпхэрнадя годи, кай онэ тэ полэн Пистросаримос.
46 ૪૬ ઈસુએ તેઓને કહ્યું કે, ‘એમ લખ્યું છે, કે ખ્રિસ્તે દુઃખ સહન કરવું, અને ત્રીજે દિવસે મૂએલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ;
— Пистросардо, со сас лэ Христости тэ грыжолпэ и по трито дес тэ жундёл андай мулэ, — пхэндя Вов.
47 ૪૭ યરુશાલેમથી માંડીને સઘળી પ્રજાઓને તેમના નામમાં પસ્તાવો તથા પાપોની માફી પ્રગટ કરાવાં જોઈએ.
— Важ Алав Лэско всаворэнди манушэнди, майанглал Иерусалимостар, тунчи пай всаворэ пхувья, авэла роспхэндо, кай онэ тэ каисавэн и тунчи простисарэнапэ лэндирэ бэзэха.
48 ૪૮ એ વાતના સાક્ષીઓ તમે છો.
Тумэ авэна пала вся када тэ роспхэнэн.
49 ૪૯ હું મારા પિતાનું આશાવચન તમારા પર મોકલું છું; પણ તમે ઉપરથી પરાક્રમે વેષ્ટિત થાઓ ત્યાં સુધી શહેરમાં રહેજો.’”
Акэ, Мэ бишалава тумэнди кода, пала со дя лав Мэрно Дад, нэ тумэ ашэнпэ андо форо Иерусалимо, жы кала прилэна зор упралимастар.
50 ૫૦ બેથાનિયાની સામે તેઓને બહાર લઈ ગયા પછી તેમણે પોતાના હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ આપ્યો.
Тунчи Вов выандярдя лэн андав форо кай Вифания, вазгля васта и бахталисардя лэн.
51 ૫૧ એમ થયું કે ઈસુ તેઓને આશીર્વાદ આપતા હતા એટલામાં તે તેઓથી છૂટા પડ્યા, અને સ્વર્ગમાં લઈ લેવાયા.
Андэ кодья вряма, кала Вов бахталисарэлас лэн, Вов ля тэ отжал лэндар и тэ ваздёл по болыбэн.
52 ૫૨ તેમનું ભજન કરીને તેઓ બહુ આનંદ કરતા યરુશાલેમમાં પાછા વળ્યા.
Сытярнэ тэлинэ Лэсти и баря лошаса рисайле андо Иерусалимо.
53 ૫૩ અને તેઓ નિત્ય ભક્તિસ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરતા હતા.
Онэ сас всавори вряма андо храмо и лашарэнас лэ Дэвлэс.

< લૂક 24 >