< લૂક 23 >

1 અને તેઓનો આખો સમુદાય ઊઠીને ઈસુને પિલાતની પાસે લઈ ગયા.
Then they all rose in a body and led Jesus before Pilate.
2 અને તેઓ તેમના પર એવો આરોપ મૂકવા લાગ્યા કે, ‘અમને એવું માલૂમ પડ્યું છે કે આ માણસ અમારા લોકોને ભુલાવે છે, અને કાઈસાર રાજાને કર આપવાની મના કરે છે, અને કહે છે કે, હું પોતે ખ્રિસ્ત એક રાજા છું.’”
And they began to accuse him, ‘This is a man whom we found misleading our people, preventing them from paying taxes to the Emperor, and giving out that he himself is “Christ, a king.”’
3 અને પિલાતે ઈસુને પૂછ્યું, ‘શું તું યહૂદીઓનો રાજા છે?’ અને તેમણે તેનો ઉત્તર આપતા કહ્યું, ‘તમે કહો છો તે બરાબર છે.’”
‘Are you the king of the Jews?’ Pilate asked him. ‘It is true,’ replied Jesus.
4 અને પિલાતે મુખ્ય યાજકોને તથા લોકોને કહ્યું, ‘આ માણસમાં મને કંઈ અપરાધ જણાતો નથી.’”
But Pilate, turning to the chief priests and the people, said, ‘I do not see anything to find fault with in this man.’
5 પણ તેઓએ વિશેષ આગ્રહથી કહ્યું કે, ‘ગાલીલથી માંડીને અહીં સુધી આખા યહૂદિયામાં ઈસુ બોધ કરીને લોકોને ઉશ્કેરે છે.’”
But they insisted, ‘He is stirring up the people by his teaching all through Judea; he began with Galilee and has now come here.’
6 પણ પિલાતે તે સાંભળ્યું ત્યારે તેણે પૂછ્યું કે, શું, ‘આ માણસ ગાલીલના છે?’”
Hearing this, Pilate asked if the man was a Galilean;
7 અને ઈસુ હેરોદના અધિકાર નીચે છે એમ તેણે જાણ્યું, ત્યારે તેમને હેરોદની પાસે મોકલ્યા; હેરોદ પોતે પણ તે દિવસોમાં યરુશાલેમમાં હતો.
and, having satisfied himself that Jesus came under Herod’s jurisdiction, he sent him to Herod, who also was at Jerusalem at the time.
8 હવે હેરોદ ઈસુને જોઈને ઘણો ખુશ થયો; કેમ કે તેમના સંબંધી તેણે સાંભળ્યું હતું, માટે ઘણાં દિવસથી તે તેમને જોવા ઇચ્છતો હતો; અને તેના દેખતા તે કંઈ ચમત્કારિક ચિહ્ન કરશે એવી આશા તે રાખતો હતો.
When Herod saw Jesus, he was exceedingly pleased, for he had been wanting to see him for a long time, having heard a great deal about him; and he was hoping to see some sign given by him.
9 હેરોદે તેમને ઘણી વાતો પૂછી, પણ ઈસુએ તેને કશો જવાબ આપ્યો નહિ.
So he questioned him at some length, but Jesus made no reply.
10 ૧૦ અને મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ તેમના ઉપર આવેશથી આરોપ મૂકતા હતા.
Meanwhile the chief priests and the teachers of the Law stood by and vehemently accused him.
11 ૧૧ અને હેરોદે પોતાના સિપાઈઓ સહિત તેમનો તુચ્છકાર કરીને તથા મશ્કરી કરીને તેમને રાજવી વસ્ત્ર પહેરાવીને પિલાતની પાસે પાછા મોકલ્યા.
And Herod, with his soldiers, treated Jesus with scorn; he mocked him by throwing a gorgeous robe round him, and then sent him back to Pilate.
12 ૧૨ અને તે જ દિવસે પિલાત તથા હેરોદ એકબીજાના મિત્ર થયા; એ પહેલા તો તેઓ એકબીજા પર વેર રાખતા હતા.
And Herod and Pilate became friends that very day, for before that there had been ill-will between them.
13 ૧૩ અને પિલાતે મુખ્ય યાજકોને તથા અધિકારીઓને તથા લોકને સમૂહમાં બોલાવીને
So Pilate summoned the chief priests, and the leading men, and the people,
14 ૧૪ તેઓને કહ્યું કે, ‘આ માણસ લોકને ભુલાવે છે, એવું કહીને તમે તેમને મારી પાસે લાવ્યા છો; પણ, જુઓ, મેં તમારી આગળ ઈસુની તપાસ કર્યા છતાં, જે વાતોનો તમે તેમના પર આરોપ મૂકો છો તે સંબંધી કંઈ પણ અપરાધ ઈસુમાં મને જણાયો નથી.
and said to them, ‘You brought this man before me charged with misleading the people; and yet, for my part, though I examined him before you, I did not find this man to blame for any of the things of which you accuse him;
15 ૧૫ તેમ જ હેરોદને પણ જણાયો નથી; કેમ કે તેણે તેમને અમારી પાસે પાછા મોકલ્યા; અને જુઓ, મરણદંડને યોગ્ય તેમણે કશું જ કર્યું નથી.
nor did Herod either; for he has sent him back to us. And, as a fact, he has not done anything deserving death;
16 ૧૬ માટે હું તેમને શિક્ષા કરીને છોડી દઈશ.’”
so I will have him scourged, and then release him.’
17 ૧૭ હવે પાસ્ખાપર્વ નિમિતે તેઓને સારુ કોઈ એક અપરાધીને છોડી દેવો પડતો હતો.
18 ૧૮ પણ તેઓએ ઊંચે અવાજે કહ્યું કે, ‘ઈસુને લઈ જાઓ, અને બરાબાસને અમારે સારુ છોડી દો.’”
But they began to shout as one man, ‘Kill this fellow, but release Barabbas for us.’
19 ૧૯ એ બરાબાસ તો શહેરમાં કેટલાક દંગા તથા હત્યા કરવાને લીધે જેલમાં નંખાયો હતો.
(Barabbas was a man who had been put in prison for a riot that had broken out in the city and for murder.)
20 ૨૦ ત્યારે ઈસુને છોડી દેવાની ઇચ્છા રાખીને પિલાત ફરીથી તેઓની સાથે બોલ્યો.
Pilate, however, wanting to release Jesus, called to them again;
21 ૨૧ પણ તેઓએ પોકારીને કહ્યું કે, ‘એને વધસ્તંભે જડાવો, વધસ્તંભે જડાવો.’”
but they kept calling out, ‘Crucify, crucify him!’
22 ૨૨ અને તેણે ત્રીજી વાર તેઓને કહ્યું કે, ‘શા માટે? તેણે શું ખોટું કર્યું છે? તેમનાંમાં મરણદંડને યોગ્ય મને કંઈ માલૂમ પડ્યું નથી; માટે હું તેને થોડી શિક્ષા કરીને મુક્ત કરી દઈશ.’”
‘Why, what harm has this man done?’ Pilate said to them for the third time. ‘I have found nothing in him for which he could be condemned to death. So I will have him scourged, and then release him.’
23 ૨૩ પણ તેઓએ મોટે અવાજે દુરાગ્રહથી માગ્યું કે ‘તેમને વધસ્તંભે જડાવો.’ અને છેવટે તેઓના ધાર્યા પ્રમાણે તેઓએ તેને મનાવ્યો.
But they persisted in loudly demanding his crucifixion; and their clamour gained the day.
24 ૨૪ અને પિલાતે ફેંસલો કર્યો કે ‘તેઓના માગ્યા પ્રમાણે કરવામાં આવે.’”
Pilate decided that their demand should be granted.
25 ૨૫ અને દંગો તથા ખૂન કરવાને લીધે જે માણસ જેલમાં પુરાયો હતો, અને જેને તેઓએ માગ્યો હતો, તેને તેણે છોડી દીધો, પણ ઈસુને તેઓની ઇચ્છાને સ્વાધીન કર્યા.
He released the man who had been put in prison for riot and murder, as they demanded, and gave Jesus up to be dealt with as they pleased.
26 ૨૬ અને તેઓ તેમને લઈ જતા હતા ત્યારે સિમોન નામે કુરેનીનો એક માણસ જે બહાર ગામથી આવતો હતો તેને તેઓએ પકડ્યો, અને તેના ખભા પર વધસ્તંભ ચઢાવ્યો, કે તે ઊંચકીને તે ઈસુની પાછળ ચાલે.
And, as they were leading Jesus away, they laid hold of Simon from Cyrene, who was on his way in from the country, and they put the cross on his shoulders, for him to carry it behind Jesus.
27 ૨૭ લોકો તેમ જ રડનારી તથા વિલાપ કરનારી સ્ત્રીઓ, સંખ્યાબંધ માણસો, ઈસુની પાછળ પાછળ ચાલતા હતા.
There was a great crowd of people following him, many being women who were beating their breasts and wailing for him.
28 ૨૮ પણ ઈસુએ તેઓની તરફ ફરીને કહ્યું કે, ‘યરુશાલેમની દીકરીઓ, મારે માટે રડો નહિ, પણ પોતાને માટે તથા તમારા બાળકોને માટે રડો.
So Jesus turned and said to them, ‘Women of Jerusalem, do not weep for me, but weep for yourselves and for your children.
29 ૨૯ કેમ કે એવા દિવસો આવશે કે જેમાં તેઓ કહેશે કે, જેઓ નિ: સંતાન છે તથા જેઓને પેટે કદી સંતાન થયું નથી, અને જેઓએ કદી સ્તનપાન કરાવ્યું નથી, તેઓ આશીર્વાદિત છે.’”
A time, I tell you, is coming, when it will be said – “Happy are the women who are barren, and those who have never borne children or nursed them!”
30 ૩૦ ત્યારે તેઓ પહાડોને કહેશે કે, ‘અમારા પર પડો’; અને ટેકરીઓને કહેશે કે, અમને ઢાંકી દો.’”
At that time people will begin to say to the mountains “Fall on us,” and to the hills “Cover us.”
31 ૩૧ કેમ કે જો તેઓ લીલા ઝાડને આમ કરે છે તો સૂકાને શું કરશે?
If what you see is done while the tree is green, what will happen when it is dry?’
32 ૩૨ બીજા બે માણસ, જે ગુનેગાર હતા, તેઓને મારી નાખવા સારુ તેમની સાથે લઈ જતા હતા.
There were two others also, criminals, led out to be executed with Jesus.
33 ૩૩ ખોપરી નામની જગ્યાએ તેઓ આવ્યા, ત્યારે તેઓએ ત્યાં તેમને તથા ગુનેગારોમાંના એકને જમણી તરફ, અને બીજાને ડાબી તરફ, વધસ્તંભે જડ્યાં.
When they had reached the place called “The Skull,” there they crucified Jesus and the criminals, one on the right, and one on the left.
34 ૩૪ ઈસુએ કહ્યું, ‘હે પિતા, તેઓને માફ કરો, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી.’ ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તેમના વસ્ત્ર અંદરોઅંદર વહેંચી લીધા.
Then Jesus said, ‘Father, forgive them; they do not know what they are doing.’ His clothes they divided among them by casting lots.
35 ૩૫ લોકો એ જોતાં ઊભા રહ્યા હતા. અને અધિકારીઓ પણ તેમનો તુચ્છકાર કરીને કહેતાં હતા કે, ‘તેમણે બીજાઓને બચાવ્યા; જો એ ઈશ્વરનો ખ્રિસ્ત, એટલે તેમનો પસંદ કરેલો હોય તો તે પોતાને બચાવે.’”
Meanwhile the people stood looking on. Even the leading men said with a sneer, ‘He saved others, let him save himself, if he is God’s Christ, his chosen one.’
36 ૩૬ સૈનિકોએ પણ તેમની મશ્કરી કરી, અને પાસે આવીને સરકો આપવા લાગ્યા,
The soldiers, too, came up in mockery, bringing him common wine,
37 ૩૭ અને કહ્યું કે, ‘જો તું યહૂદીઓનો રાજા હો તો પોતાને બચાવ.’”
and saying as they did so, ‘If you are the king of the Jews, save yourself.’
38 ૩૮ તેમના ઉપર એવો લેખ પણ લખેલો હતો કે, ‘આ યહૂદીઓના રાજા છે.
Above him were the words – “THIS IS THE KING OF THE JEWS.”
39 ૩૯ તેમની સાથે લટકાયેલા ગુનેગારોમાંના એકે તેમનું અપમાન કરીને કહ્યું કે, ‘શું તમે ખ્રિસ્ત નથી? તમે પોતાને તથા અમને બચાવો.’”
One of the criminals who were hanging beside Jesus railed at him. ‘Aren’t you the Christ? Save yourself and us,’ he said.
40 ૪૦ પણ બીજાએ ઉત્તર આપતાં તેને ધમકાવીને કહ્યું કે, ‘તું તે જ શિક્ષા ભોગવે છે તે છતાં શું તું ઈશ્વરથી પણ બીતો નથી?’”
But the other rebuked him. ‘Haven’t you,’ he said, ‘any fear of God, now that you are under the same sentence?
41 ૪૧ આપણે તો વાજબી રીતે શિક્ષા ભોગવીએ છીએ, કેમ કે આપણા કામનું ઉચિત ફળ આપણે પામીએ છીએ; પણ એમણે તો કશું ખોટું કર્યું નથી.
And we justly so, for we are only reaping our deserts, but this man has not done anything wrong.
42 ૪૨ તેણે કહ્યું કે, ‘હે ઈસુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને યાદ કરજો.’”
Jesus,’ he went on, ‘do not forget me when you have come to your kingdom.’
43 ૪૩ ઈસુએ તેને કહ્યું કે, હું તને નિશ્ચે કહું છું કે,’ આજ તું મારી સાથે પારાદૈસમાં હોઈશ.’”
And Jesus answered, ‘I tell you, this very day you will be with me in Paradise.’
44 ૪૪ હમણાં લગભગ બપોર થઈ હતી, અને બપોરના ત્રણ કલાક સુધી સૂર્યનું તેજ ઘેરાઈ જવાથી આખા દેશમાં અંધારપટ છવાયો.
It was nearly midday, when a darkness came over the whole country, lasting until three in the afternoon,
45 ૪૫ વળી સભાસ્થાનનો પડદો વચમાંથી ફાટી ગયો.
the sun being eclipsed; and the Temple curtain was torn down the middle.
46 ૪૬ ઈસુએ મોટી બૂમ પાડી, અને કહ્યું કે,’ ઓ પિતા, હું મારો આત્મા આપના હાથમાં સોંપું છું;’ તે એમ કહીને મૃત્યુ પામ્યા.
Then Jesus, with a loud cry, said, ‘Father, into your hands I commit my spirit.’ And with these words he expired.
47 ૪૭ જે થયું હતું તે જોઈને સૂબેદારે ઈશ્વરનો મહિમા કરીને કહ્યું કે, ‘ખરેખર આ તો ન્યાયી માણસ હતા.’”
The Roman centurion, on seeing what had happened, praised God, exclaiming, ‘This must have been a good man!’
48 ૪૮ જે લોકો એ જોવા સારુ એકઠા થયા હતા તેઓ સઘળા, જે થએલું હતું તે જોઈને છાતી ફૂટતા કરતા પાછા ગયા.
All the people who had collected to see the sight watched what occurred, and then went home beating their breasts.
49 ૪૯ તેમના સઘળા ઓળખીતાઓ તથા જે સ્ત્રીઓ ગાલીલમાંથી તેમની પાછળ પાછળ આવી હતી, તેઓ દૂર ઊભા રહીને આ જોતાં હતાં.
All the friends of Jesus had been standing at a distance, with the women who accompanied him from Galilee, watching all this.
50 ૫૦ હવે યૂસફ નામે ન્યાયસભાનો એક સભ્ય હતો. તે સારો તથા ન્યાયી માણસ હતો,
Now there was a man of the name of Joseph, who was a member of the Council, and who bore a good and upright character.
51 ૫૧ તે યહૂદીઓના એક શહેર અરિમથાઈનો હતો, તેણે ન્યાયસભાનો નિર્ણય તથા કામમાં સંમતિ આપી નહોતી. અને તે પણ ઈશ્વરના રાજ્યની રાહ જોતો હતો.
(This man had not assented to the decision and action of the Council.) He belonged to Arimathea, a town in Judea, and lived in expectation of the kingdom of God.
52 ૫૨ તેણે પિલાતની પાસે જઈને ઈસુનો મૃતદેહ માગ્યો.
He now went to see Pilate, and asked for the body of Jesus;
53 ૫૩ તેણે ઈસુના મૃતદેહને ઉતારીને શણના કાપડમાં વીંટીને ખડકમાં ખોદેલી કબરમાં મૂક્યો, જ્યાં કદી કોઈને દફનાવવામાં આવ્યો નહોતો.
and, when he had taken it down, he wrapped it in a linen sheet, and laid him in a tomb cut out of stone, in which no one had yet been buried.
54 ૫૪ તે દિવસ શુદ્ધિકરણનો હતો, અને વિશ્રામવાર નજીક આવ્યો હતો.
It was the Preparation day, and just before the Sabbath began.
55 ૫૫ જે સ્ત્રીઓ તેમની સાથે ગાલીલમાંથી આવી હતી, તેઓએ પણ પાછળ પાછળ જઈને કબર જોઈ, અને તેમનો મૃતદેહ શી રીતે મુકાયો હતો તે જોયું.
The women who had accompanied Jesus from Galilee followed, and saw the tomb and how the body of Jesus was laid,
56 ૫૬ તેઓએ પાછા આવીને સુગંધી તથા અત્તર તૈયાર કર્યાં. આજ્ઞા પ્રમાણે વિશ્રામવારે તેઓએ વિશ્રામ લીધો.
and then went home, and prepared spices and perfumes. During the Sabbath they rested, as directed by the commandment.

< લૂક 23 >