< લૂક 22 >
1 ૧ હવે બેખમીર રોટલીનું પર્વ જે પાસ્ખાપર્વ કહેવાય છે, તે પાસે આવ્યું.
અપરઞ્ચ કિણ્વશૂન્યપૂપોત્સવસ્ય કાલ ઉપસ્થિતે
2 ૨ ઈસુને શી રીતે મારી નાખવા, તેની તજવીજ મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ કરતા હતા; કેમ કે તેઓ લોકોથી બીતા હતા.
પ્રધાનયાજકા અધ્યાયકાશ્ચ યથા તં હન્તું શક્નુવન્તિ તથોપાયામ્ અચેષ્ટન્ત કિન્તુ લોકેભ્યો બિભ્યુઃ|
3 ૩ યહૂદા જે ઇશ્કારિયોત કહેવાતો હતો, જે બાર શિષ્યોમાંનો એક હતો, તેનામાં શેતાને પ્રવેશ કર્યો.
એતસ્તિન્ સમયે દ્વાદશશિષ્યેષુ ગણિત ઈષ્કરિયોતીયરૂઢિમાન્ યો યિહૂદાસ્તસ્યાન્તઃકરણં શૈતાનાશ્રિતત્વાત્
4 ૪ તેણે જઈને મુખ્ય યાજકો તથા સરદારોના હાથમાં ઈસુને શી રીતે સ્વાધીન કરવા, તે સંબંધી તેઓની સાથે મસલત કરી.
સ ગત્વા યથા યીશું તેષાં કરેષુ સમર્પયિતું શક્નોતિ તથા મન્ત્રણાં પ્રધાનયાજકૈઃ સેનાપતિભિશ્ચ સહ ચકાર|
5 ૫ તેથી તેઓ ખુશ થયા, અને યહૂદાને પૈસા આપવાનું વચન આપ્યું;
તેન તે તુષ્ટાસ્તસ્મૈ મુદ્રાં દાતું પણં ચક્રુઃ|
6 ૬ તે સહમત થયો, અને લોકો હાજર ન હોય ત્યારે ઈસુને તેઓના હાથમાં સોંપવાની તક તે શોધતો રહ્યો.
તતઃ સોઙ્ગીકૃત્ય યથા લોકાનામગોચરે તં પરકરેષુ સમર્પયિતું શક્નોતિ તથાવકાશં ચેષ્ટિતુમારેભે|
7 ૭ બેખમીર રોટલીનો દિવસ આવ્યો કે જયારે પાસ્ખાના યજ્ઞમાં ઘેંટાઓનું બલિદાન કરવાનું હતું.
અથ કિણ્વશૂન્યપૂપોત્મવદિને, અર્થાત્ યસ્મિન્ દિને નિસ્તારોત્સવસ્ય મેષો હન્તવ્યસ્તસ્મિન્ દિને
8 ૮ ઈસુએ પિતરને તથા યોહાનને એમ કહીને મોકલ્યા કે, ‘જઈને આપણે સારુ પાસ્ખા તૈયાર કરો કે આપણે તે ખાઈએ.’”
યીશુઃ પિતરં યોહનઞ્ચાહૂય જગાદ, યુવાં ગત્વાસ્માકં ભોજનાર્થં નિસ્તારોત્સવસ્ય દ્રવ્યાણ્યાસાદયતં|
9 ૯ તેઓએ ઈસુને કહ્યું કે, ‘અમે ક્યાં તૈયાર કરીએ એ વિષે તમારી શી ઇચ્છા છે?’”
તદા તૌ પપ્રચ્છતુઃ કુચાસાદયાવો ભવતઃ કેચ્છા?
10 ૧૦ ઈસુએ તેઓને કહ્યું કે, ‘જુઓ, તમને શહેરમાં પેસતાં પાણીનો ઘડો લઈને જતો એક પુરુષ મળશે, તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ જજો.’”
તદા સોવાદીત્, નગરે પ્રવિષ્ટે કશ્ચિજ્જલકુમ્ભમાદાય યુવાં સાક્ષાત્ કરિષ્યતિ સ યન્નિવેશનં પ્રવિશતિ યુવામપિ તન્નિવેશનં તત્પશ્ચાદિત્વા નિવેશનપતિમ્ ઇતિ વાક્યં વદતં,
11 ૧૧ ઘરના માલિકને કહેજો કે,’ ઉપદેશક તને કહે છે કે, જ્યાં મારા શિષ્યોની સાથે હું પાસ્ખા ખાઉં તે ઉતારાની ઓરડી ક્યાં છે?
યત્રાહં નિસ્તારોત્સવસ્ય ભોજ્યં શિષ્યૈઃ સાર્દ્ધં ભોક્તું શક્નોમિ સાતિથિશાલા કુત્ર? કથામિમાં પ્રભુસ્ત્વાં પૃચ્છતિ|
12 ૧૨ તે પોતે તમને એક મોટી મેડી સુસજ્જ અને તૈયાર કરેલી બતાવશે. ત્યાં આપણે સારું પાસ્ખા તૈયાર કરો.’”
તતઃ સ જનો દ્વિતીયપ્રકોષ્ઠીયમ્ એકં શસ્તં કોષ્ઠં દર્શયિષ્યતિ તત્ર ભોજ્યમાસાદયતં|
13 ૧૩ તેઓ ગયા, જેમ ઈસુએ તેઓને કહ્યું હતું તેમ તેઓને મળ્યું, અને તેઓએ પાસ્ખા તૈયાર કર્યું.
તતસ્તૌ ગત્વા તદ્વાક્યાનુસારેણ સર્વ્વં દૃષ્દ્વા તત્ર નિસ્તારોત્સવીયં ભોજ્યમાસાદયામાસતુઃ|
14 ૧૪ વખત થયો ત્યારે તે બેઠા, તથા બાર પ્રેરિતો તેમની સાથે બેઠા.
અથ કાલ ઉપસ્થિતે યીશુ ર્દ્વાદશભિઃ પ્રેરિતૈઃ સહ ભોક્તુમુપવિશ્ય કથિતવાન્
15 ૧૫ ઈસુએ તેઓને કહ્યું કે, ‘મરણ સહ્યાં પહેલાં આ પાસ્ખા તમારી સાથે ખાવાની મારી ઘણી ઇચ્છા હતી.
મમ દુઃખભોગાત્ પૂર્વ્વં યુભાભિઃ સહ નિસ્તારોત્સવસ્યૈતસ્ય ભોજ્યં ભોક્તું મયાતિવાઞ્છા કૃતા|
16 ૧૬ કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વરના રાજ્યમાં તે પૂરું થાય ત્યાં સુધી હું તે ફરી ખાઈશ નહિ.’”
યુષ્માન્ વદામિ, યાવત્કાલમ્ ઈશ્વરરાજ્યે ભોજનં ન કરિષ્યે તાવત્કાલમ્ ઇદં ન ભોક્ષ્યે|
17 ૧૭ ઈસુએ પ્યાલો લઈને આભાર માની અને કહ્યું કે, ‘આ લો, અને માંહોમાંહે વહેંચો.
તદા સ પાનપાત્રમાદાય ઈશ્વરસ્ય ગુણાન્ કીર્ત્તયિત્વા તેભ્યો દત્વાવદત્, ઇદં ગૃહ્લીત યૂયં વિભજ્ય પિવત|
18 ૧૮ કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય આવે ત્યાં સુધી હું હવેથી દ્રાક્ષનો રસ પીનાર નથી.’”
યુષ્માન્ વદામિ યાવત્કાલમ્ ઈશ્વરરાજત્વસ્ય સંસ્થાપનં ન ભવતિ તાવદ્ દ્રાક્ષાફલરસં ન પાસ્યામિ|
19 ૧૯ પછી ઈસુએ રોટલી લઈને આભાર માની અને ભાંગી, અને તેઓને આપીને કહ્યું કે, ‘આ મારું શરીર છે જે તમારે સારુ આપવામાં આવે છે, મારી યાદગીરીમાં આ કરો.’”
તતઃ પૂપં ગૃહીત્વા ઈશ્વરગુણાન્ કીર્ત્તયિત્વા ભઙ્ક્તા તેભ્યો દત્વાવદત્, યુષ્મદર્થં સમર્પિતં યન્મમ વપુસ્તદિદં, એતત્ કર્મ્મ મમ સ્મરણાર્થં કુરુધ્વં|
20 ૨૦ તે પ્રમાણે ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું કે, ‘આ પ્યાલો તમારે સારુ વહેવડાવેલા મારા રક્તમાંનો નવો કરાર છે.
અથ ભોજનાન્તે તાદૃશં પાત્રં ગૃહીત્વાવદત્, યુષ્મત્કૃતે પાતિતં યન્મમ રક્તં તેન નિર્ણીતનવનિયમરૂપં પાનપાત્રમિદં|
21 ૨૧ પણ જુઓ, જે મને પરાધીન કરે છે તેનો હાથ મારી સાથે મેજ પર છે.
પશ્યત યો માં પરકરેષુ સમર્પયિષ્યતિ સ મયા સહ ભોજનાસન ઉપવિશતિ|
22 ૨૨ માણસનો દીકરો ઠરાવ્યાં પ્રમાણે જાય છે ખરો, પણ જે માણસથી તે પરાધીન કરાય છે તેને અફસોસ છે!’
યથા નિરૂપિતમાસ્તે તદનુસારેણા મનુષ્યપુત્રસ્ય ગતિ ર્ભવિષ્યતિ કિન્તુ યસ્તં પરકરેષુ સમર્પયિષ્યતિ તસ્ય સન્તાપો ભવિષ્યતિ|
23 ૨૩ તેઓ અંદરોઅંદર પૂછપરછ કરવા લાગ્યા, કે’ આપણામાંનો કોણ આ કામ કરવાનો હશે?’”
તદા તેષાં કો જન એતત્ કર્મ્મ કરિષ્યતિ તત્ તે પરસ્પરં પ્રષ્ટુમારેભિરે|
24 ૨૪ આપણામાં કોણ મોટો ગણાય તે સંબંધી પણ તેઓમાં વાદવિવાદ શરૂ થયો.
અપરં તેષાં કો જનઃ શ્રેષ્ઠત્વેન ગણયિષ્યતે, અત્રાર્થે તેષાં વિવાદોભવત્|
25 ૨૫ ઈસુએ તેઓને કહ્યું કે, ‘વિદેશીઓના રાજાઓ તેમના પર સત્તા ચલાવે છે અને જેઓ તેમના પર અધિકાર ચલાવે છે તેઓ પરોપકારી કહેવાય છે.
અસ્માત્ કારણાત્ સોવદત્, અન્યદેશીયાનાં રાજાનઃ પ્રજાનામુપરિ પ્રભુત્વં કુર્વ્વન્તિ દારુણશાસનં કૃત્વાપિ તે ભૂપતિત્વેન વિખ્યાતા ભવન્તિ ચ|
26 ૨૬ પણ તમે એવા ન થાઓ; પણ તમારામાં જે મોટો હોય તેણે નાના જેવા થવું, અને જે આગેવાન હોય તેણે સેવકના જેવા થવું.
કિન્તુ યુષ્માકં તથા ન ભવિષ્યતિ, યો યુષ્માકં શ્રેષ્ઠો ભવિષ્યતિ સ કનિષ્ઠવદ્ ભવતુ, યશ્ચ મુખ્યો ભવિષ્યતિ સ સેવકવદ્ભવતુ|
27 ૨૭ કેમ કે આ બેમાં કયો મોટો છે, જમવા બેસનાર કે સેવા કરનાર? શું જમવા બેસનાર મોટો નથી? પણ હું તમારામાં સેવા કરનારનાં જેવો છું.
ભોજનોપવિષ્ટપરિચારકયોઃ કઃ શ્રેષ્ઠઃ? યો ભોજનાયોપવિશતિ સ કિં શ્રેષ્ઠો ન ભવતિ? કિન્તુ યુષ્માકં મધ્યેઽહં પરિચારકઇવાસ્મિ|
28 ૨૮ પણ મારી કપરી કસોટીઓમાં મારી સાથે રહેનાર તમે થયા છો.
અપરઞ્ચ યુયં મમ પરીક્ષાકાલે પ્રથમમારભ્ય મયા સહ સ્થિતા
29 ૨૯ જેમ મારા પિતાએ મને રાજ્ય ઠરાવી આપ્યું, તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું;
એતત્કારણાત્ પિત્રા યથા મદર્થં રાજ્યમેકં નિરૂપિતં તથાહમપિ યુષ્મદર્થં રાજ્યં નિરૂપયામિ|
30 ૩૦ કે તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ અને પીઓ; અને તમે ઇઝરાયલનાં બાર કુળોનો ન્યાય કરતાં રાજ્યાસનો પર બિરાજો.’”
તસ્માન્ મમ રાજ્યે ભોજનાસને ચ ભોજનપાને કરિષ્યધ્વે સિંહાસનેષૂપવિશ્ય ચેસ્રાયેલીયાનાં દ્વાદશવંશાનાં વિચારં કરિષ્યધ્વે|
31 ૩૧ ‘સિમોન, સિમોન, જો, શેતાને તમને ઘઉંની પેઠે ચાળવા સારુ કબજે લેવા માગ્યા.
અપરં પ્રભુરુવાચ, હે શિમોન્ પશ્ય તિતઉના ધાન્યાનીવ યુષ્માન્ શૈતાન્ ચાલયિતુમ્ ઐચ્છત્,
32 ૩૨ પણ મેં તારે સારુ પ્રાર્થના કરી કે, તારો વિશ્વાસ ખૂટે નહિ; અને તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે.’”
કિન્તુ તવ વિશ્વાસસ્ય લોપો યથા ન ભવતિ એતત્ ત્વદર્થં પ્રાર્થિતં મયા, ત્વન્મનસિ પરિવર્ત્તિતે ચ ભ્રાતૃણાં મનાંસિ સ્થિરીકુરુ|
33 ૩૩ તેણે તેમને કહ્યું કે, ‘પ્રભુ, હું તમારી સાથે જેલમાં જવા તથા મરવા પણ તૈયાર છું.’”
તદા સોવદત્, હે પ્રભોહં ત્વયા સાર્દ્ધં કારાં મૃતિઞ્ચ યાતું મજ્જિતોસ્મિ|
34 ૩૪ પણ ઈસુએ કહ્યું કે, ‘પિતર, હું તને કહું છું કે, આજે મરઘો બોલ્યા અગાઉ, હું તને ઓળખતો નથી, એમ કહીને તું ત્રણ વાર મારો નકાર કરશે.’”
તતઃ સ ઉવાચ, હે પિતર ત્વાં વદામિ, અદ્ય કુક્કુટરવાત્ પૂર્વ્વં ત્વં મત્પરિચયં વારત્રયમ્ અપહ્વોષ્યસે|
35 ૩૫ પછી તેમણે તેઓને પૂછ્યું કે, ‘જયારે થેલી, ઝોળી તથા પગરખાં વિના મેં તમને મોકલ્યા ત્યારે તમને કશાની ખોટ પડી?’ તેઓએ કહ્યું કે, ‘કશાની નહિ.’”
અપરં સ પપ્રચ્છ, યદા મુદ્રાસમ્પુટં ખાદ્યપાત્રં પાદુકાઞ્ચ વિના યુષ્માન્ પ્રાહિણવં તદા યુષ્માકં કસ્યાપિ ન્યૂનતાસીત્? તે પ્રોચુઃ કસ્યાપિ ન|
36 ૩૬ ત્યારે તેમણે તેઓને કહ્યું, ‘પણ હમણાં જેની પાસે નાણાં હોય તે રાખે, થેલી પણ રાખે, અને જેની પાસે તલવાર ના હોય તે પોતાનું વસ્ત્ર વેચીને તલવાર ખરીદી રાખે.
તદા સોવદત્ કિન્ત્વિદાનીં મુદ્રાસમ્પુટં ખાદ્યપાત્રં વા યસ્યાસ્તિ તેન તદ્ગ્રહીતવ્યં, યસ્ય ચ કૃપાણો નાસ્તિ તેન સ્વવસ્ત્રં વિક્રીય સ ક્રેતવ્યઃ|
37 ૩૭ કેમ કે હું તમને કહું છું કે, ‘તે અપરાધીઓની સાથે ગણાયો’, એવું જે લખેલું છે તે મારા સંદર્ભે હજી પૂરું થવું જોઈએ; કારણ કે મારા સંબંધીની વાતો પૂરી થાય છે.’”
યતો યુષ્માનહં વદામિ, અપરાધિજનૈઃ સાર્દ્ધં ગણિતઃ સ ભવિષ્યતિ| ઇદં યચ્છાસ્ત્રીયં વચનં લિખિતમસ્તિ તન્મયિ ફલિષ્યતિ યતો મમ સમ્બન્ધીયં સર્વ્વં સેત્સ્યતિ|
38 ૩૮ તેઓએ કહ્યું કે, ‘પ્રભુ, જો બે તલવાર આ રહી;’ તેણે તેઓને કહ્યું કે, ‘એ બસ છે.’”
તદા તે પ્રોચુઃ પ્રભો પશ્ય ઇમૌ કૃપાણૌ| તતઃ સોવદદ્ એતૌ યથેષ્ટૌ|
39 ૩૯ બહાર નીકળીને પોતાની રીત પ્રમાણે ઈસુ જૈતૂન પહાડ પર ગયા; શિષ્યો પણ તેમની પાછળ ગયા.
અથ સ તસ્માદ્વહિ ર્ગત્વા સ્વાચારાનુસારેણ જૈતુનનામાદ્રિં જગામ શિષ્યાશ્ચ તત્પશ્ચાદ્ યયુઃ|
40 ૪૦ ઈસુ તે જગ્યાએ આવ્યા, ત્યારે તેમણે તેઓને કહ્યું કે, ‘પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો.’”
તત્રોપસ્થાય સ તાનુવાચ, યથા પરીક્ષાયાં ન પતથ તદર્થં પ્રાર્થયધ્વં|
41 ૪૧ આશરે પથ્થર ફેંકાય તેટલે દૂર તે તેઓથી ગયા, અને ઘૂંટણ ટેકવીને તેમણે પ્રાર્થના કરતાં કહ્યું કે,
પશ્ચાત્ સ તસ્માદ્ એકશરક્ષેપાદ્ બહિ ર્ગત્વા જાનુની પાતયિત્વા એતત્ પ્રાર્થયાઞ્ચક્રે,
42 ૪૨ ‘હે પિતા, જો તમારી ઇચ્છા હોય, તો આ પ્યાલો મારાથી દૂર કરો, તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.’”
હે પિત ર્યદિ ભવાન્ સમ્મન્યતે તર્હિ કંસમેનં મમાન્તિકાદ્ દૂરય કિન્તુ મદિચ્છાનુરૂપં ન ત્વદિચ્છાનુરૂપં ભવતુ|
43 ૪૩ આકાશમાંથી ઈસુને બળ આપતો એક સ્વર્ગદૂત તેમને દેખાયો.
તદા તસ્મૈ શક્તિં દાતું સ્વર્ગીયદૂતો દર્શનં દદૌ|
44 ૪૪ તેમણે વેદના સાથે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી, અને તેમનો પરસેવો જમીન પર પડતાં લોહીનાં ટીપાં જેવો થયો.
પશ્ચાત્ સોત્યન્તં યાતનયા વ્યાકુલો ભૂત્વા પુનર્દૃઢં પ્રાર્થયાઞ્ચક્રે, તસ્માદ્ બૃહચ્છોણિતબિન્દવ ઇવ તસ્ય સ્વેદબિન્દવઃ પૃથિવ્યાં પતિતુમારેભિરે|
45 ૪૫ પ્રાર્થના કરીને ઊઠયા પછી ઈસુ પોતાના શિષ્યોની પાસે પાછા આવ્યા, ત્યારે તેઓને દુઃખને લીધે નિદ્રાવશ થયેલા જોયા,
અથ પ્રાર્થનાત ઉત્થાય શિષ્યાણાં સમીપમેત્ય તાન્ મનોદુઃખિનો નિદ્રિતાન્ દૃષ્ટ્વાવદત્
46 ૪૬ ઈસુએ તેઓને કહ્યું કે, ‘કેમ ઊંઘો છો? ઊઠીને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો.’”
કુતો નિદ્રાથ? પરીક્ષાયામ્ અપતનાર્થં પ્રર્થયધ્વં|
47 ૪૭ તે હજી બોલતા હતા એટલામાં, જુઓ, ઘણાં લોકો આવ્યા, યહૂદા નામે બાર શિષ્યોમાંનો એક તેઓની આગળ ચાલતો હતો; તે ઈસુને ચુંબન કરવા સારુ તેમની પાસે આવ્યો.
એતત્કથાયાઃ કથનકાલે દ્વાદશશિષ્યાણાં મધ્યે ગણિતો યિહૂદાનામા જનતાસહિતસ્તેષામ્ અગ્રે ચલિત્વા યીશોશ્ચુમ્બનાર્થં તદન્તિકમ્ આયયૌ|
48 ૪૮ પણ ઈસુએ તેને કહ્યું, ‘શું તું માણસના દીકરાને ચુંબન કરીને પરાધીન કરે છે?’”
તદા યીશુરુવાચ, હે યિહૂદા કિં ચુમ્બનેન મનુષ્યપુત્રં પરકરેષુ સમર્પયસિ?
49 ૪૯ જેઓ તેમની આસપાસ હતા તેઓએ શું થવાનું છે તે જોઈને તેમને પૂછ્યું, ‘પ્રભુ, અમે તલવાર મારીએ શું?’”
તદા યદ્યદ્ ઘટિષ્યતે તદનુમાય સઙ્ગિભિરુક્તં, હે પ્રભો વયં કિ ખઙ્ગેન ઘાતયિષ્યામઃ?
50 ૫૦ તેઓમાંનાં એકે પ્રમુખ યાજકના ચાકરને તલવારનો ઝટકો માર્યો, અને તેનો જમણો કાન કાપી નાખ્યો.
તત એકઃ કરવાલેનાહત્ય પ્રધાનયાજકસ્ય દાસસ્ય દક્ષિણં કર્ણં ચિચ્છેદ|
51 ૫૧ પણ ઈસુએ કહ્યું કે, ‘હવે બસ કરો’. અને તેમણે ચાકરનાં કાનને સ્પર્શીને સાજો કર્યો.
અધૂના નિવર્ત્તસ્વ ઇત્યુક્ત્વા યીશુસ્તસ્ય શ્રુતિં સ્પૃષ્ટ્વા સ્વસ્યં ચકાર|
52 ૫૨ જે મુખ્ય યાજકો તથા ભક્તિસ્થાનના સરદારો તથા વડીલો તેમની સામે આવ્યા હતા, તેઓને ઈસુએ કહ્યું, ‘જેમ લૂંટારાની સામે આવતા હો તેમ તલવારો તથા લાકડીઓ લઈને કેમ આવ્યા છો?
પશ્ચાદ્ યીશુઃ સમીપસ્થાન્ પ્રધાનયાજકાન્ મન્દિરસ્ય સેનાપતીન્ પ્રાચીનાંશ્ચ જગાદ, યૂયં કૃપાણાન્ યષ્ટીંશ્ચ ગૃહીત્વા માં કિં ચોરં ધર્ત્તુમાયાતાઃ?
53 ૫૩ હું રોજ તમારી સાથે ભક્તિસ્થાનમાં બોધ કરતો હતો, ત્યારે તમે મને પકડ્યો નહિ; પણ હાલ તમારો અને અંધકારનાં અધિકારનો સમય છે.’”
યદાહં યુષ્માભિઃ સહ પ્રતિદિનં મન્દિરેઽતિષ્ઠં તદા માં ધર્ત્તં ન પ્રવૃત્તાઃ, કિન્ત્વિદાનીં યુષ્માકં સમયોન્ધકારસ્ય ચાધિપત્યમસ્તિ|
54 ૫૪ તેઓ ઈસુની ધરપકડ કરીને લઈ ગયા. પ્રમુખ યાજકના ઘરમાં તેમને લાવ્યા. પણ પિતર દૂર રહીને તેમની પાછળ ચાલતો હતો.
અથ તે તં ધૃત્વા મહાયાજકસ્ય નિવેશનં નિન્યુઃ| તતઃ પિતરો દૂરે દૂરે પશ્ચાદિત્વા
55 ૫૫ ચોકની વચમાં તાપણું સળગાવીને તેઓ તાપવા બેઠા ત્યારે પિતર તેઓની સાથે બેઠો હતો.
બૃહત્કોષ્ઠસ્ય મધ્યે યત્રાગ્નિં જ્વાલયિત્વા લોકાઃ સમેત્યોપવિષ્ટાસ્તત્ર તૈઃ સાર્દ્ધમ્ ઉપવિવેશ|
56 ૫૬ એક દાસીએ તેને અગ્નિના પ્રકાશમાં બેઠેલો જોઈને તેની તરફ સતત જોઈ રહીને કહ્યું કે, ‘આ માણસ પણ તેમની સાથે હતો.’”
અથ વહ્નિસન્નિધૌ સમુપવેશકાલે કાચિદ્દાસી મનો નિવિશ્ય તં નિરીક્ષ્યાવદત્ પુમાનયં તસ્ય સઙ્ગેઽસ્થાત્|
57 ૫૭ પણ પિતરે ઇનકાર કરીને કહ્યું કે, ‘બહેન, હું તેમને ઓળખતો નથી.’”
કિન્તુ સ તદ્ અપહ્નુત્યાવાદીત્ હે નારિ તમહં ન પરિચિનોમિ|
58 ૫૮ થોડીવાર પછી બીજાએ તેને જોઈને કહ્યું કે, “તું પણ તેઓમાંનો છે.” પણ પિતરે કહ્યું, “અરે, ભાઈ, હું એમાંનો નથી.”
ક્ષણાન્તરેઽન્યજનસ્તં દૃષ્ટ્વાબ્રવીત્ ત્વમપિ તેષાં નિકરસ્યૈકજનોસિ| પિતરઃ પ્રત્યુવાચ હે નર નાહમસ્મિ|
59 ૫૯ આશરે એક કલાક પછી બીજાએ ખાતરીથી કહ્યું કે, “ખરેખર આ માણસ પણ તેમની સાથે હતો, કેમ કે તે ગાલીલનો છે.”
તતઃ સાર્દ્ધદણ્ડદ્વયાત્ પરં પુનરન્યો જનો નિશ્ચિત્ય બભાષે, એષ તસ્ય સઙ્ગીતિ સત્યં યતોયં ગાલીલીયો લોકઃ|
60 ૬૦ પણ પિતરે કહ્યું, “અરે ભાઈ, તું શું કહે છે તે હું જાણતો નથી.” અને તરત, તે બોલતો હતો એટલામાં મરઘો બોલ્યો.
તદા પિતર ઉવાચ હે નર ત્વં યદ્ વદમિ તદહં બોદ્ધું ન શક્નોમિ, ઇતિ વાક્યે કથિતમાત્રે કુક્કુટો રુરાવ|
61 ૬૧ પ્રભુએ ફરીને પિતરની સામે જોયું. અને પિતરને પ્રભુનું વચન યાદ આવ્યું કે, “ઈસુએ તેને કહ્યું હતું કે, આજ મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે.”
તદા પ્રભુણા વ્યાધુટ્ય પિતરે નિરીક્ષિતે કૃકવાકુરવાત્ પૂર્વ્વં માં ત્રિરપહ્નોષ્યસે ઇતિ પૂર્વ્વોક્તં તસ્ય વાક્યં પિતરઃ સ્મૃત્વા
62 ૬૨ તે બહાર જઈને બહુ જ રડ્યો.
બહિર્ગત્વા મહાખેદેન ચક્રન્દ|
63 ૬૩ ઈસુ જે માણસોના હવાલે હતા તેઓએ તેમની ઠેકડી ઉડાવી અને તેમને માર માર્યો.
તદા યૈ ર્યીશુર્ધૃતસ્તે તમુપહસ્ય પ્રહર્ત્તુમારેભિરે|
64 ૬૪ તેઓએ તેમની આંખોએ પાટો બાંધીને તેને પૂછ્યું કે ‘કહી બતાવ, તને કોણે માર્યું?’”
વસ્ત્રેણ તસ્ય દૃશૌ બદ્ધ્વા કપોલે ચપેટાઘાતં કૃત્વા પપ્રચ્છુઃ, કસ્તે કપોલે ચપેટાઘાતં કૃતવાન? ગણયિત્વા તદ્ વદ|
65 ૬૫ તેઓએ દુર્ભાષણ કરીને તેમની વિરુદ્ધ બીજું ઘણું કહ્યું.
તદન્યત્ તદ્વિરુદ્ધં બહુનિન્દાવાક્યં વક્તુમારેભિરે|
66 ૬૬ દિવસ ઊગતાં જ લોકોના વડીલોની સભા, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ ભેગા થયા; અને તેમને પોતાની ન્યાયસભામાં લઈ જઈને તેઓએ કહ્યું કે,
અથ પ્રભાતે સતિ લોકપ્રાઞ્ચઃ પ્રધાનયાજકા અધ્યાપકાશ્ચ સભાં કૃત્વા મધ્યેસભં યીશુમાનીય પપ્રચ્છુઃ, ત્વમ્ અભિષિકતોસિ ન વાસ્માન્ વદ|
67 ૬૭ “જો તમે ખ્રિસ્ત હો, તો અમને કહો.” પણ ઈસુએ તેઓને કહ્યું કે, “જો હું તમને કહું, તો તમે વિશ્વાસ કરવાના નથી
સ પ્રત્યુવાચ, મયા તસ્મિન્નુક્તેઽપિ યૂયં ન વિશ્વસિષ્યથ|
68 ૬૮ વળી જો હું પૂછીશ તો તમે મને જવાબ આપવાના નથી.
કસ્મિંશ્ચિદ્વાક્યે યુષ્માન્ પૃષ્ટેઽપિ માં ન તદુત્તરં વક્ષ્યથ ન માં ત્યક્ષ્યથ ચ|
69 ૬૯ પણ હવે પછી માણસનો દીકરો ઈશ્વરના પરાક્રમને જમણે હાથે બિરાજશે.”
કિન્ત્વિતઃ પરં મનુજસુતઃ સર્વ્વશક્તિમત ઈશ્વરસ્ય દક્ષિણે પાર્શ્વે સમુપવેક્ષ્યતિ|
70 ૭૦ લોકોએ કહ્યું, “તો શું, તમે ઈશ્વરના દીકરા છો?” તેમણે તેઓને કહ્યું કે, “તમે કહો છો તે મુજબ હું તે છું.”
તતસ્તે પપ્રચ્છુઃ, ર્તિહ ત્વમીશ્વરસ્ય પુત્રઃ? સ કથયામાસ, યૂયં યથાર્થં વદથ સ એવાહં|
71 ૭૧ અને તેઓએ કહ્યું કે, “હવે આપણને પુરાવાની શી જરૂર છે? કેમ કે આપણે પોતે તેમના મુખથી જ સાંભળ્યું છે.”
તદા તે સર્વ્વે કથયામાસુઃ, ર્તિહ સાક્ષ્યેઽન્સસ્મિન્ અસ્માકં કિં પ્રયોજનં? અસ્ય સ્વમુખાદેવ સાક્ષ્યં પ્રાપ્તમ્|