< લૂક 21 >
1 ૧ ઈસુ ભક્તિસ્થાનમાં ઊંચું જોતાં હતા. ત્યાં તેમણે શ્રીમંતોને ભંડારમાં પોતાનાં દાન નાખતા જોયા.
येशूले माथि हेर्नुहुँदा धनी मानिसहरूलाई दानपत्रमा तिनीहरूका भेटीहरू हालेको देख्नुभयो ।
2 ૨ એક દરિદ્રી વિધવાને તેમાં નજીવા મૂલવાળા બે નાના સિક્કા નાખતા જોઈ,
उहाँले एक जना गरिब विधवाले दुई पैसा भेटी हालेको हेर्नुभयो ।
3 ૩ ત્યારે ઈસુએ કહ્યું કે, ‘હું તમને સાચું કહું છું કે, આ ગરીબ વિધવાએ તે સર્વ કરતાં વધારે દાન આપ્યું છે.
यसैले, उहाँले भन्नुभयो, “साँच्चै म तिमीहरूलाई भन्दछु, तिनीहरू सबैले भन्दा यस विधवाले बढी दिई ।
4 ૪ કેમ કે એ સહુએ પોતાની જરૂરિયાત કરતાં વધારે હતું તેમાંથી દાન પેટીમાં કંઈક આપ્યું છે, પણ તેણે પોતાની તંગીમાંથી પોતાની પાસે જે હતું તે બધું જ આપી દીધું છે.’”
यिनीहरू सबैले प्रशस्तताबाट भेटीहरू दिए । तर यस विधवाले आफू गरिब भएर पनि, ऊ बाँच्नका लागि जे-जति थियो सबै दिई ।”
5 ૫ સુંદર પથ્થરોથી તથા દાનોથી ભક્તિસ્થાન કેવું સુશોભિત કરાયેલું છે તે વિષે કેટલાક વાત કરતા હતા, ત્યારે ઈસુએ કહ્યું કે,
अब कसैले मन्दिरको बारेमा भने, “दानहरू र सुन्दर-सुन्दर ढुङ्गाहरूले सजाइएको हेर्नुहोस् ।” उहाँले भन्नुभयो,
6 ૬ ‘આ બધું તમે જુઓ છો ખરા, પણ એવા દિવસો આવશે કે જયારે અહીં પાડી નંખાશે નહિ એવો એક પથ્થર બીજા પર રહેવા દેવાશે નહિ.’”
“जसरी यी सबै थोकहरू तिमीहरू देख्छौ, यस्ता दिनहरू आउनेछन् जुन बेला एकमाथि अर्को ढुङ्गा रहनेछैन, सबै भत्किनेछन् ।”
7 ૭ તેઓએ તેમને પૂછ્યું કે, ‘ઉપદેશક, તો એ ક્યારે થશે? જયારે આ વાતો પૂરી થવાની હશે ત્યારે કઈ નિશાની દેખાશે?’”
त्यसकारण, तिनीहरूले उहाँलाई यसो भन्दै सोधे, “गुरुज्यू, यी कुराहरू कहिले हुनेछन्? र यी सबै घटनाहरू हुँदा के-कस्ता चिह्नहरू हुनेछन्?”
8 ૮ ઈસુએ કહ્યું કે, ‘કોઈ તમને ભુલાવે નહિ માટે સાવધાન રહો; કેમ કે મારે નામે ઘણાં આવીને કહેશે કે, તે હું છું; અને સમય પાસે આવ્યો છે; તો તમે તેઓને અનુસરશો નહિ.’”
येशूले जवाफ दिनुभयो, “होसियार रहो ताकि तिमीहरू धोकामा नपर । धेरै जना मेरो नाउँमा यसो भन्दै आउनेछन्, ‘म उही हुँ र समय नजिक आएको छ ।’ तिमीहरू तिनीहरूका पछि नजाओ ।
9 ૯ જયારે તમે યુદ્ધોના તથા બળવાઓના સમાચાર સાંભળો ત્યારે ગભરાશો નહિ, કેમ કે આ બધું પ્રથમ હોવું જ જોઈએ; પણ એટલેથી અંત આવવાનો નથી.
जब तिमीहरूले लडाइँ र झैझगडाहरू सुन्नेछौ, तब भयभीत नहोओ, यी कुराहरू पहिले हुनैपर्छ, तर अन्त्य भने तुरुन्तै हुनेछैन ।”
10 ૧૦ ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે,’ પ્રજા પ્રજા વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે;
तब उहाँले तिनीहरूलाई भन्नुभयो, “राज्य-राज्यको विरुद्धमा र देश-देशको विरुद्धमा उठ्नेछन् ।
11 ૧૧ અને મોટા ધરતીકંપો થશે, તથા ઠેરઠેર દુષ્કાળ તથા મરકીઓ થશે; સ્વર્ગમાંથી ભયંકર ઉત્પાત તથા ભયાનક ચમત્કારિક ચિહ્નો થશે.
त्यहाँ धेरै भूकम्पहरू जानेछन्, र धेरै ठाउँमा महामारी र अनिकालहरू हुनेछन् । त्यहाँ डरलाग्दा घटनाहरू हुनेछन् र आकाशमा ठुला-ठुला चिह्नहरू हुनेछन् ।
12 ૧૨ પણ એ સર્વ થયા પહેલાં મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, તમને સતાવશે અને સભાસ્થાનો તથા જેલના અધિકારીઓને હવાલે કરશે, અને રાજાઓ તથા રાજ્યપાલ સમક્ષ લઈ જશે.
तर यी सबै कुरा हुन अगाडि, तिनीहरूका हात तिमीहरूमाथि पर्नेछन् र तिनीहरूले तिमीहरूलाई सताउनेछन्, सभाघरमा सुम्पिदिनेछन् र झ्यालखानामा हाल्नेछन्, तिमीहरूलाई मेरो नाउँको कारण राजाहरू र हाकिमहरूका अगाडि ल्याउनेछन् ।
13 ૧૩ એ તમારે સારુ સુવાર્તા સંભળાવવી તે તમારે સારુ સાક્ષીરૂપ બની રહેશે.
यसले तिमीहरूको गवाहीका लागि अवसरतिर डोर्याउनेछ ।
14 ૧૪ માટે તમે પોતાના મનમાં નિશ્ચય કરો કે, પ્રત્યુત્તર કેવી રીતે આપવો તે વિષે અગાઉથી ચિંતા કરવી નહિ.
त्यसकारण, तिमीहरूले बचाउको लागि के भन्ने भनेर अगिबाटै हृदयमा नसोच ।
15 ૧૫ કેમ કે હું તમને એવું મુખ તથા એવી બુદ્ધિ આપીશ, કે તમારો કોઈ પણ વિરોધી તમારી સાથે વાદવિવાદ કરી શકશે નહિ અને તમારી સામે થઈ શકશે નહિ.
तिमीहरूका विरोधीहरूले सबै कुराको खण्डन गर्न नसकून् भनेर म तिमीहरूलाई वचन र बुद्धि दिनेछु ।
16 ૧૬ માબાપથી, ભાઈઓથી, સગાંથી તથા મિત્રોથી પણ તમે પરાધીન કરાશો; તમારામાંના કેટલાકને તેઓ મારી નંખાવશે.
तर तिमीहरूलाई तिमीहरूका आमा बुबा र दाजुभाइहरू, नातेदारहरू र साथीभाइहरूले सुम्पिदिनेछन् र तिमीहरूमध्ये केही मृत्युका लागि सुम्पिनेछौ ।
17 ૧૭ મારા નામને લીધે સઘળા તમારો દ્વેષ કરશે.
मेरो नाउँको खातिर सबैले तिमीहरूलाई घृणा गर्नेछन् ।
18 ૧૮ પણ તમારા માથાના એક વાળનો પણ નાશ થશે નહિ.
तर तिमीहरूको शिरको एउटै कपाल पनि नष्ट हुनेछैन ।
19 ૧૯ તમારી ધીરજથી તમારા જીવને તમે બચાવશો.
तिमीहरूको सहनशीलतामा तिमीहरूले प्राण प्राप्त गर्नेछौ ।
20 ૨૦ પણ જયારે યરુશાલેમને લશ્કરોથી ઘેરાયેલું તમે જોશો, ત્યારે જાણજો કે તેનો નાશ થવાનો સમય પાકી ગયો છે.
जब तिमीहरूले यरूशलेमलाई सेनाले घेरेको देख्नेछौ, तब त्यसको विनाश नजिकै छ भनी जान ।
21 ૨૧ ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું; જેઓ શહેરમાં હોય તેઓએ બહાર નીકળી જવું; અને જેઓ ખેતરોમાં હોય તેઓએ શહેરમાં આવવું નહિ.
तब यहूदियामा हुनेहरू पहाडहरूतिर भागून् र जो सहरको बिचमा छन् तिनीहरू सहर बाहिर भागून्, र बाहिर हुनेहरू सहरभित्र नपसून् ।
22 ૨૨ કેમ કે એ વેર વાળવાના દિવસો છે, એ માટે કે જે લખેલું છે, તે બધું પૂરું થાય.
यी दिनहरू बदला लिने दिनहरू हुनेछन्, यसैले लेखिएका सबै कुराहरू पुरा हुनेछन् ।
23 ૨૩ એ દિવસોમાં જેઓ સગર્ભા હશે તથા જેઓ સ્તનપાન કરાવતી હશે તેઓની હાલત દુઃખદાયક થશે. કેમ કે દેશ પર મોટી વિપત્તિ, અને આ લોકો પર કોપ આવી પડશે.
हाय ती दिनमा गर्भवती र दूध चुसाउने स्त्रीहरू! त्यस देशमाथि महासङ्कष्ट आउनेछ, र ती मानिसहरूमाथि क्रोध आइपर्नेछ ।
24 ૨૪ તેઓ તલવારની ધારથી માર્યા જશે, અને કેટલાકને ગુલામ બનાવીને અન્ય દેશોમાં લઈ જવાશે; અને વિદેશીઓના સમયો પૂરા થશે, ત્યાં લગી યરુશાલેમ તેઓથી ખૂંદી નંખાશે.
तिनीहरू तरवारले मारिनेछन् र सबै देशहरूमा तिनीहरू कैदी भएर जानेछन्, र गैरयहूदीहरूको समय पुरा नभएसम्म गैरयहूदीहरूले यरूशलेम नै कैदी बनाएर राख्नेछन् ।
25 ૨૫ સૂર્ય તથા ચંદ્ર તથા તારાઓમાં ચમત્કારિક ચિહ્નો થશે; અને પૃથ્વી પર દેશજાતિઓ, સમુદ્રના મોજાંઓની ગર્જનાથી ત્રાસીને ગભરાઈ જશે.
सूर्य, चन्द्रमा र ताराहरूमा चिह्नहरू देखा पर्नेछन् । अनि समुद्रका गर्जनहरू र छालहरूबाट पृथ्वीमा भएका राष्ट्रहरू कष्टमा पर्नेछन् ।
26 ૨૬ દુનિયા ઉપર જે આવી પડવાનું છે તેની બીકથી તથા તેની આશંકાથી માણસો બેભાન થઈ જશે; કેમ કે આકાશમાં પરાક્રમો હલાવાશે.
संसारमा आइपर्न लागेका घटनाहरूका आशङ्काले मानिसहरू मुर्छित हुनेछन्, किनकि आकाशका शक्तिहरू डग्मगाउनेछन् ।
27 ૨૭ ત્યારે તેઓ માણસના દીકરાને પરાક્રમ તથા મહા મહિમા સહિત વાદળામાં આવતા જોશે.
त्यसपछि तिनीहरूले मानिसका पुत्रलाई ठुलो शक्ति र महामहिमाका साथ बादलमा आउँदै गरेको देख्नेछन् ।
28 ૨૮ પણ આ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઉઠાવીને તમારાં માથાં ઊંચા કરો, કેમ કે તમારો છુટકારો પાસે આવ્યો છે, એવું સમજવું.
जब यी कुरा हुन आउनेछन्, उठ र आफ्ना शिरहरू ठाडो पारेर हेर, तिमीहरूको उद्धारको दिन नजिकै छ ।”
29 ૨૯ ઈસુએ તેઓને દ્રષ્ટાંત કહ્યું કે, અંજીરી તથા સર્વ વૃક્ષોને જુઓ.
येशूले उनीहरूलाई एउटा दृष्टान्त भन्नुभयो, “नेभाराको रुखलाई हेर र अरू सबै रुखहरूलाई पनि ।
30 ૩૦ હવે તેઓ જયારે ફૂટવા માંડે છે ત્યારે તમે તે જોઈને સમજો છો કે ઉનાળો નજીક છે.
जब तिनहरूले पालुवा फेरेको तिमीहरूले देख्छौ, तब गृष्म ऋतु नजिकै छ भनी तिमीहरू आफैँले थाहा पाउनेछौ ।
31 ૩૧ તેમ જ તમે પણ આ સઘળું થતાં જુઓ, ત્યારે જાણજો કે ઈશ્વરનું રાજ્ય પાસે છે.
त्यसैले पनि, जब तिमीले यी थोकहरू भएको देख्नेछौ, परमेश्वरको राज्य नजिकै छ भन्ने कुरा तिमीहरूले थाहा पाउनेछौ ।
32 ૩૨ હું તમને નિશ્ચે કહું છું કે, તે બધાં પૂરાં નહિ થશે ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ.
तिमीहरूलाई म साँचो भन्दछु, यी सब कुराहरू पुरा नभइन्जेलसम्म यो पुस्ता बितेर जानेछैन ।
33 ૩૩ આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.
स्वर्ग र पृथ्वी टलेर जानेछ, तर मेरा वचनहरू कहिल्यै टल्नेछैनन् ।
34 ૩૪ તમે સાવધાન રહો, રખેને અતિશય ખાવાથી કે પીવાથી તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થાય, અને તે દિવસ જાળની જેમ તમારા પર ઓચિંતો આવી પડે.
तर तिमीहरू आफैँ होसियार रहो । त्यसकारण तिमीहरूको हृदय विलास, मतवालापान र जीवनको चिन्ताले नभरियोस् । नत्रभने, त्यो दिन तिमीहरूमाथि अचानक आइपर्ला ।
35 ૩૫ કેમ કે તે દિવસ આખી પૃથ્વી ઉપર વસનારાં સર્વ પર ફાંદારૂપ આવી પડવાનો છે.
यसरी नै सारा पृथ्वी भरि जिउने हरेकमाथि त्यो पासोझैँ आइपर्नेछ ।
36 ૩૬ તમે સતત જાગતા રહો અને પ્રાર્થના કરો કે, આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની સમક્ષ રજૂ થવા માટે તમે સક્ષમ થાઓ.’”
तर हर समय सतर्क रहो, र हुन आउने सम्पूर्ण कुराहरूबाट उम्कनलाई बलियो हुन सक र मानिसका पुत्रका अगाडि खडा हुनलाई प्रार्थना गर्दै रहो ।”
37 ૩૭ ઈસુ દરરોજ દિવસે ભક્તિસ્થાનમાં બોધ કરતા હતા અને રાતવાસો જૈતૂન પહાડ પર કરતા હતા.
दिउँसोको समयमा उहाँले मन्दिरमा सिकाउनुहुन्थ्यो र साँझमा उहाँ बाहिर जानुहुन्थ्यो, र डाँडामा रात बिताउनुहुन्थ्यो जसलाई जैतून भनिन्छ ।
38 ૩૮ બધા લોકો તેમનું સાંભળવા સારુ વહેલી સવારે તેમની પાસે ભક્તિસ્થાનમાં આવતા હતા.
सबै मानिसहरू उहाँका कुरा सुन्न बिहानै मन्दिरमा आउँथे ।