< લૂક 21 >

1 ઈસુ ભક્તિસ્થાનમાં ઊંચું જોતાં હતા. ત્યાં તેમણે શ્રીમંતોને ભંડારમાં પોતાનાં દાન નાખતા જોયા.
Ringi vaadates jälgis Jeesus, kuidas jõukad inimesed panid oma annetusi kogumiskasti.
2 એક દરિદ્રી વિધવાને તેમાં નજીવા મૂલવાળા બે નાના સિક્કા નાખતા જોઈ,
Ta nägi ka, kuidas üks väga vaene lesknaine pani sinna kaks pisikest münti.
3 ત્યારે ઈસુએ કહ્યું કે, ‘હું તમને સાચું કહું છું કે, આ ગરીબ વિધવાએ તે સર્વ કરતાં વધારે દાન આપ્યું છે.
„Ma räägin teile tõtt, “ütles ta, „see vaene lesknaine pani kasti rohkem kui kõik ülejäänud kokku.
4 કેમ કે એ સહુએ પોતાની જરૂરિયાત કરતાં વધારે હતું તેમાંથી દાન પેટીમાં કંઈક આપ્યું છે, પણ તેણે પોતાની તંગીમાંથી પોતાની પાસે જે હતું તે બધું જ આપી દીધું છે.’”
Kõik nad andsid oma jõukusest, mis neil oli, kuid tema andis oma vaesusest kõik, millest ta pidi elama.“
5 સુંદર પથ્થરોથી તથા દાનોથી ભક્તિસ્થાન કેવું સુશોભિત કરાયેલું છે તે વિષે કેટલાક વાત કરતા હતા, ત્યારે ઈસુએ કહ્યું કે,
Mõned neist seal rääkisid templist, selle peenelt tahutud kividest ja suurepärastest annetustest, mida nad andnud olid. Aga Jeesus ütles:
6 ‘આ બધું તમે જુઓ છો ખરા, પણ એવા દિવસો આવશે કે જયારે અહીં પાડી નંખાશે નહિ એવો એક પથ્થર બીજા પર રહેવા દેવાશે નહિ.’”
„Nende asjade kohta, mida te silmas peate: tuleb aeg, mil ei jäeta üht kivi teise peale, kõik hävitatakse!“
7 તેઓએ તેમને પૂછ્યું કે, ‘ઉપદેશક, તો એ ક્યારે થશે? જયારે આ વાતો પૂરી થવાની હશે ત્યારે કઈ નિશાની દેખાશે?’”
„Õpetaja, millal see toimub?“küsisid nad talt. „Missugune on märk, et need asjad hakkavad toimuma?“
8 ઈસુએ કહ્યું કે, ‘કોઈ તમને ભુલાવે નહિ માટે સાવધાન રહો; કેમ કે મારે નામે ઘણાં આવીને કહેશે કે, તે હું છું; અને સમય પાસે આવ્યો છે; તો તમે તેઓને અનુસરશો નહિ.’”
„Veenduge, et teid ei petetaks, “hoiatas Jeesus neid. „Paljud tulevad ja väidavad, et nad on mina, öeldes: „Siin ma olen!“ja „Aeg on käes!“, aga ärge neid järgige.
9 જયારે તમે યુદ્ધોના તથા બળવાઓના સમાચાર સાંભળો ત્યારે ગભરાશો નહિ, કેમ કે આ બધું પ્રથમ હોવું જ જોઈએ; પણ એટલેથી અંત આવવાનો નથી.
Kui te kuulete sõdadest ja revolutsioonidest, ärge ehmuge, sest kõigepealt peavad need asjad toimuma, kuid lõpp ei tule kohe.
10 ૧૦ ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે,’ પ્રજા પ્રજા વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે;
Rahvas sõdib rahvaga ja kuningriik kuningriigiga, “ütles ta neile.
11 ૧૧ અને મોટા ધરતીકંપો થશે, તથા ઠેરઠેર દુષ્કાળ તથા મરકીઓ થશે; સ્વર્ગમાંથી ભયંકર ઉત્પાત તથા ભયાનક ચમત્કારિક ચિહ્નો થશે.
„Paljudes maades on ränki maavärinaid, näljahädasid ja haiguste epideemiaid ning erakordseid märke taevas, mis kohutavad.
12 ૧૨ પણ એ સર્વ થયા પહેલાં મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, તમને સતાવશે અને સભાસ્થાનો તથા જેલના અધિકારીઓને હવાલે કરશે, અને રાજાઓ તથા રાજ્યપાલ સમક્ષ લઈ જશે.
Aga enne kõike seda võtavad nad teid kinni ja kiusavad taga. Nad veavad teid sünagoogide ette ja heidavad vanglasse, nad viivad teid minu pärast kohtusse kuningate ja maavalitsejate ette.
13 ૧૩ એ તમારે સારુ સુવાર્તા સંભળાવવી તે તમારે સારુ સાક્ષીરૂપ બની રહેશે.
Aga see annab teile võimaluse kõneleda nende ees minust.
14 ૧૪ માટે તમે પોતાના મનમાં નિશ્ચય કરો કે, પ્રત્યુત્તર કેવી રીતે આપવો તે વિષે અગાઉથી ચિંતા કરવી નહિ.
Niisiis, otsustage juba ette, et te ei muretse sellepärast, kuidas end kaitsta,
15 ૧૫ કેમ કે હું તમને એવું મુખ તથા એવી બુદ્ધિ આપીશ, કે તમારો કોઈ પણ વિરોધી તમારી સાથે વાદવિવાદ કરી શકશે નહિ અને તમારી સામે થઈ શકશે નહિ.
sest mina annan teile tarkusesõnad, mida teie vaenlased ei suuda vaidlustada ega ümber lükata.
16 ૧૬ માબાપથી, ભાઈઓથી, સગાંથી તથા મિત્રોથી પણ તમે પરાધીન કરાશો; તમારામાંના કેટલાકને તેઓ મારી નંખાવશે.
Teid reedavad isegi teie vanemad, vennad ja sõbrad ning nad tapavad teist mõned.
17 ૧૭ મારા નામને લીધે સઘળા તમારો દ્વેષ કરશે.
Kõik vihkavad teid minu pärast.
18 ૧૮ પણ તમારા માથાના એક વાળનો પણ નાશ થશે નહિ.
Aga teie peast ei lähe kaotsi ainsatki juuksekarva.
19 ૧૯ તમારી ધીરજથી તમારા જીવને તમે બચાવશો.
Kindlalt seistes võidate oma elu.
20 ૨૦ પણ જયારે યરુશાલેમને લશ્કરોથી ઘેરાયેલું તમે જોશો, ત્યારે જાણજો કે તેનો નાશ થવાનો સમય પાકી ગયો છે.
Aga kui te näete, et sõjaväed piiravad Jeruusalemma ümber, siis teate, et selle hävitus on lähedal.
21 ૨૧ ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું; જેઓ શહેરમાં હોય તેઓએ બહાર નીકળી જવું; અને જેઓ ખેતરોમાં હોય તેઓએ શહેરમાં આવવું નહિ.
Kes on Juudamaal, peaksid põgenema mägedesse, ja kes on Jeruusalemmas, peaksid lahkuma, ning need, kes on maal, ei tohiks linna minna.
22 ૨૨ કેમ કે એ વેર વાળવાના દિવસો છે, એ માટે કે જે લખેલું છે, તે બધું પૂરું થાય.
Sest need on karistuse päevad, mis täidavad kõik, mida on kirjutatud.
23 ૨૩ એ દિવસોમાં જેઓ સગર્ભા હશે તથા જેઓ સ્તનપાન કરાવતી હશે તેઓની હાલત દુઃખદાયક થશે. કેમ કે દેશ પર મોટી વિપત્તિ, અને આ લોકો પર કોપ આવી પડશે.
Kui raske on neil, kes on sel ajal lapseootel või imetavad! Sest kohutav kitsikus on tulemas maa peale ja karistus selle elanikele.
24 ૨૪ તેઓ તલવારની ધારથી માર્યા જશે, અને કેટલાકને ગુલામ બનાવીને અન્ય દેશોમાં લઈ જવાશે; અને વિદેશીઓના સમયો પૂરા થશે, ત્યાં લગી યરુશાલેમ તેઓથી ખૂંદી નંખાશે.
Kõik rahvad tapavad neid mõõgaga ja viivad neid vangi. Võõrad rahvad tallavad Jeruusalemma maha, kuni nende aeg täis saab.
25 ૨૫ સૂર્ય તથા ચંદ્ર તથા તારાઓમાં ચમત્કારિક ચિહ્નો થશે; અને પૃથ્વી પર દેશજાતિઓ, સમુદ્રના મોજાંઓની ગર્જનાથી ત્રાસીને ગભરાઈ જશે.
Päikeses, kuus ja tähtedes on märke ning rahvad maa peal on ahastuses ja segaduses mere lainetuse ja pealetungimise tõttu.
26 ૨૬ દુનિયા ઉપર જે આવી પડવાનું છે તેની બીકથી તથા તેની આશંકાથી માણસો બેભાન થઈ જશે; કેમ કે આકાશમાં પરાક્રમો હલાવાશે.
Inimesed on hirmust nõrgad ning kohkunud sellest, mis maailmas toimub, sest taeva vägesid kõigutatakse.
27 ૨૭ ત્યારે તેઓ માણસના દીકરાને પરાક્રમ તથા મહા મહિમા સહિત વાદળામાં આવતા જોશે.
Siis näevad nad inimese Poega tulemas pilves väe ja suure hiilgusega.
28 ૨૮ પણ આ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઉઠાવીને તમારાં માથાં ઊંચા કરો, કેમ કે તમારો છુટકારો પાસે આવ્યો છે, એવું સમજવું.
Aga kui see kõik juhtub, siis tõuske ja vaadake üles, sest varsti olete te päästetud.“
29 ૨૯ ઈસુએ તેઓને દ્રષ્ટાંત કહ્યું કે, અંજીરી તથા સર્વ વૃક્ષોને જુઓ.
Siis jutustas ta neile näitlikustamiseks selle loo. „Vaadake viigipuud või mõnda muud puud.
30 ૩૦ હવે તેઓ જયારે ફૂટવા માંડે છે ત્યારે તમે તે જોઈને સમજો છો કે ઉનાળો નજીક છે.
Kui te näete uusi lehti ilmumas, siis pole vaja teile öelda, et suvi on lähedal.
31 ૩૧ તેમ જ તમે પણ આ સઘળું થતાં જુઓ, ત્યારે જાણજો કે ઈશ્વરનું રાજ્ય પાસે છે.
Samamoodi siis, kui te näete neid asju toimumas, ei ole teile vaja öelda, et Jumala riik on lähedal.
32 ૩૨ હું તમને નિશ્ચે કહું છું કે, તે બધાં પૂરાં નહિ થશે ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ.
Ma räägin teile tõtt: see põlvkond ei lõpe enne, kui see kõik toimub.
33 ૩૩ આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.
Taevas ja maa kaovad, aga minu sõnad ei kao.
34 ૩૪ તમે સાવધાન રહો, રખેને અતિશય ખાવાથી કે પીવાથી તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થાય, અને તે દિવસ જાળની જેમ તમારા પર ઓચિંતો આવી પડે.
Olge ettevaatlikud, et pidutsemine või purjutamine või selle elu mured teie tähelepanu kõrvale ei juhiks, nii et see päev tabaks teid üllatusena.
35 ૩૫ કેમ કે તે દિવસ આખી પૃથ્વી ઉપર વસનારાં સર્વ પર ફાંદારૂપ આવી પડવાનો છે.
Sest see päev tabab kõiki, kes elavad maa peal.
36 ૩૬ તમે સતત જાગતા રહો અને પ્રાર્થના કરો કે, આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની સમક્ષ રજૂ થવા માટે તમે સક્ષમ થાઓ.’”
Olge alati valvel ja palvetage, et te oleksite võimelised pääsema kõigest, mis toimub, ja seisma inimese Poja ees.“
37 ૩૭ ઈસુ દરરોજ દિવસે ભક્તિસ્થાનમાં બોધ કરતા હતા અને રાતવાસો જૈતૂન પહાડ પર કરતા હતા.
Iga päev õpetas Jeesus templis ja igal õhtul läks ta ning jäi Õlimäele.
38 ૩૮ બધા લોકો તેમનું સાંભળવા સારુ વહેલી સવારે તેમની પાસે ભક્તિસ્થાનમાં આવતા હતા.
Kogu rahvas tuli hommikul vara teda templisse kuulama.

< લૂક 21 >