< લૂક 19 >
1 ૧ ઈસુ યરીખોમાં થઈને જતા હતા.
And as Jesus entered and passed through Jericho,
2 ૨ ત્યાં જાખ્ખી નામે એક પુરુષ હતો; તે મુખ્ય દાણી હતો, અને શ્રીમંત હતો.
there was a certain man, whose name was Zaccheus, who was rich, and chief of the publicans;
3 ૩ તેણે ઈસુને જોવા કોશિશ કરી કે તે કોણ છે, પણ ભીડને લીધે તે તેમને જોઈ શક્યો નહિ, કેમ કે તે નીચા કદનો હતો.
and he wished to see Jesus, who he was; and could not, on account of the crowd; because Zaccheus was small in stature.
4 ૪ તેથી આગળ દોડી જઈને ઈસુને જોવા સારુ ગુલ્લર ઝાડ પર તે ચડ્યો; ઈસુ તે રસ્તે થઈને પસાર થવાનાં હતા.
And he ran forward of Jesus, and climbed a wild fig-tree, in order to see him; for he was to pass that way.
5 ૫ તે જગ્યાએ ઈસુ આવ્યા. તેમણે ઊંચે જોઈને કહ્યું, ‘જાખ્ખી, તું જલદી નીચે ઊતરી આવ, મારો આજનો ઉતારો તારે ઘરે છે.’”
And when Jesus came to the place, he saw him, and said to him: Make haste and come down, Zaccheus; for I must be at thy house to-day.
6 ૬ તે જલદી નીચે ઊતર્યો. તેણે આનંદથી ઈસુને આવકાર્યા.
And he hastened, and came down, and received him with gladness.
7 ૭ બધાએ તે જોઈને કચકચ કરી કે, ઈસુ પાપી માણસને ઘરે મહેમાન તરીકે રહેવા ગયો છે.
And when they all saw it, they murmured, and said: He hath gone in to be guest with a man that is a sinner.
8 ૮ જાખ્ખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું કે, ‘પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ ગરીબોને આપું છું; અને જો અન્યાયથી મેં કોઈનાં નાણાં પડાવી લીધા હોય તો હું ચારગણાં પાછા આપીશ,’
And Zaccheus stood up, and said to Jesus: Behold, my Lord, the half of my riches I give to the poor; and to every man, whom I have wronged in any thing, I restore fourfold.
9 ૯ ઈસુએ તેને કહ્યું કે, ‘આજે આ ઘરે ઉદ્ધાર આવ્યો છે, કારણ કે જાખ્ખી પણ ઇબ્રાહિમનો દીકરો છે.
Jesus said to him: This day, life is to this house; for he also is a son of Abraham.
10 ૧૦ કેમ કે જે ખોવાયું છે તેને શોધવા તથા ઉદ્ધાર કરવા સારુ માણસનો દીકરો આવ્યો છે.’”
For the Son of man came, to seek and to vivify that which was lost.
11 ૧૧ તેઓ આ વચન સાંભળતાં હતા, ત્યારે ઈસુએ અન્ય એક દ્રષ્ટાંત પણ કહ્યું, કેમ કે તે યરુશાલેમ પાસે આવ્યા હતા, અને તેઓ એમ ધારતા હતા કે, ઈશ્વરનું રાજ્ય હમણાં જ પ્રગટ થશે.
And when they heard these things, he proceeded to utter a similitude; because he was near to Jerusalem, and they supposed that the kingdom of God was to be soon developed.
12 ૧૨ માટે ઈસુએ કહ્યું કે, ‘એક કુળવાન માણસ પોતાને માટે રાજ્ય મેળવીને પાછા આવવાના ઇરાદાથી દૂર દેશ ગયો.
And he said: A certain man of high birth was going to a distant place, to obtain royalty, and return again.
13 ૧૩ તે અગાઉ તેણે પોતાના દસ ચાકરોને બોલાવીને તેઓને દરેકને એક એમ કુલ દસ મહોર આપીને તેઓને કહ્યું કે, હું આવું ત્યાં લગી તમે તેનો વહીવટ કરો.
And he called his ten servants, and gave them ten pounds: and he said to them, Traffic until I come.
14 ૧૪ પણ તેના શહેરના માણસો તેના પર દ્વેષ રાખતા હતા, અને તેની પાછળ એલચીઓને મોકલીને કહેવડાવ્યું કે, ‘એ માણસ અમારા પર રાજ્ય કરે એવું અમે ઇચ્છતા નથી.’”
But the inhabitants of his city hated him; and they sent envoys after him, saying: We wish this man not to reign over us.
15 ૧૫ એમ થયું કે તે રાજ્ય મેળવીને પાછો આવ્યો, ત્યારે જે નોકરોને તેણે નાણું આપ્યું હતું, તેઓને પોતાની પાસે બોલાવવાનું કહ્યું, એ માટે કે તેઓ શું શું કમાયા, તે એ જાણે.
And when he had obtained the royalty, and had returned, he commanded those servants to be called, to whom he had committed his money; that he might know what each of them had gained by trading.
16 ૧૬ ત્યારે પહેલાએ તેની પાસે આવીને કહ્યું કે, ‘માલિક, તમારી એક મહોરે બીજી દસ મહોર પેદા કરી છે.
And the first came, and said: My Lord, thy pound hath gained ten pounds.
17 ૧૭ તેણે તેને કહ્યું કે, ‘શાબાશ, સારાં તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે, માટે દસ શહેરોનો અધિકારી થા.’”
He said to him: Well done, good servant! As thou hast been faithful over a little, thou shalt have authority over ten towns.
18 ૧૮ બીજાએ આવીને કહ્યું કે, ‘શેઠ, તમારી એક મહોરે પાંચ મહોર પેદા કરી છે.’”
And the second came, and said: My lord, thy pound hath produced five pounds.
19 ૧૯ તેણે તેને પણ કહ્યું કે, ‘તું પણ પાંચ શહેરનો ઉપરી થા.’”
He said likewise to him: Thou also shalt have authority over five towns.
20 ૨૦ બીજા ચાકરે આવીને કહ્યું કે, ‘માલિક, જુઓ, તમારી મહોર આ રહી, મેં રૂમાલમાં બાંધીને તેને સાચવી રાખી હતી,
And another came, and said: My lord, lo, this is thy pound, which hath been with me, laid up in fine linen.
21 ૨૧ કારણ કે તમારી મને બીક લાગતી હતી, કેમ કે તમે કડક માણસ છો; તમે જે મૂક્યું ન હોય તે ઉઠાવો છો, અને જે વાવ્યું ન હોય તે તમે કાપો છો.’”
For I was afraid of thee, because thou art a hard man, and takest up that which thou layedst not down, and reapest that which thou sowedst not.
22 ૨૨ કુલવાન માણસે તેને કહ્યું, ‘ઓ દુષ્ટ નોકર, તારા પોતાના મુખથી હું તારો ન્યાય કરીશ; હું કડક માણસ છું, જે મૂક્યું ન હોય, તે હું ઉઠાવું છું, અને જે વાવ્યું ન હોય તે કાપું છું, એમ તું જાણતો હતો;
He said to him: Out of thy own mouth will I judge thee, thou evil servant. Thou knewest me, that I am a hard man, and that I take up what I laid not down, and reap what I sowed not!
23 ૨૩ માટે તેં શાહુકારને ત્યાં મારું નાણું કેમ નહોતું આપ્યું, કે હું આવીને વ્યાજ સહિત તે મેળવી શકત.
Why didst thou not put my money into the broker's hands, that when I came, I might have demanded it with interest?
24 ૨૪ પછી જેઓ પાસે ઊભા હતા તેઓને તેણે કહ્યું કે, તેની પાસેથી તે મહોર લઈ લો, અને જેની પાસે દસ મહોર છે તેને આપો.’”
And he said to them that stood before him: Take from him the pound, and give it to him with whom are the ten pounds.
25 ૨૫ તેઓએ તેને કહ્યું કે, ‘માલિક, તેની પાસે તો દસ મહોર છે!’”
They say to him: Our lord, there are with him ten pounds.
26 ૨૬ હું તમને કહું છું કે, જે કોઈની પાસે છે, તેને અપાશે, અને જેની પાસે નથી તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવાશે.
He said to them: I tell you, that to every one that hath, will be given; and from him that hath not, even what he hath will be taken away.
27 ૨૭ પરંતુ આ મારા વૈરીઓ કે જેઓ ચાહતા નહોતા કે હું તેઓ પર રાજ કરું, તેઓને અહીં પકડી લાવો, અને મારી આગળ મારી નાખો.’”
But as for those my enemies, who would not have me to reign over them, bring them and slay them before me.
28 ૨૮ એમ કહ્યાં પછી તે યરુશાલેમને માર્ગે તેમની આગળ ચાલવા લાગ્યા.
And when Jesus had spoken these things, he went forward, to go to Jerusalem.
29 ૨૯ એમ થયું કે ઈસુ બેથફાગે તથા બેથાનિયા પાસે જૈતૂન નામના પહાડ આગળ આવ્યા, ત્યારે ઈસુએ બે શિષ્યોને એવું કહી મોકલ્યા કે,
And when he arrived at Bethphage and Bethany, near to the mount called the place of Olives, he sent two of his disciples,
30 ૩૦ ‘તમે સામેના ગામમાં જાઓ, અને તેમાં પેસતાં જ ગધેડાનું એક વછેરું બાંધેલું તમને મળશે, તેના પર કોઈ માણસ કદી બેઠું નથી; તેને છોડી લાવો.
and said to them: Go ye to the village that is over against us, and as ye enter it, ye will find a colt tied, on which no man ever rode; loose him and bring him.
31 ૩૧ જો કોઈ તમને પૂછે કે, તેને કેમ છોડો છો? તો એમ કહો કે, પ્રભુને તેની જરૂર છે.’”
And if any man ask you, Why do ye loose him? say to him: Our Lord needeth him.
32 ૩૨ જેઓને મોકલ્યા તેઓ ગયા, જેમ ઈસુએ તેઓને કહ્યું હતું તે પ્રમાણે તેઓને વછેરું મળ્યું.
And they went who were sent, and they found, as he said to them.
33 ૩૩ તેઓ તેને છોડતા હતા ત્યારે તેના માલિકોએ તેઓને કહ્યું કે, તમે વછેરાને કેમ છોડો છો?’”
And as they loosed the colt, the owner of him said to them: Why do ye loose that colt?
34 ૩૪ તેઓએ કહ્યું કે, ‘પ્રભુને તેની જરૂર છે.’”
And they said: Because our Lord needeth him.
35 ૩૫ તેઓ તેને ઈસુની પાસે લાવ્યા, અને વછેરા પર પોતાનાં વસ્ત્ર નાખીને ઈસુને તેના પર સવાર થયા.
And they brought him to Jesus. And they cast their garments upon the colt, and set Jesus upon him.
36 ૩૬ ઈસુ જતા હતા ત્યારે લોકોએ પોતાનાં વસ્ત્ર માર્ગમાં પાથર્યાં.
And as he went, they spread their garments in the way.
37 ૩૭ ઈસુ નજીકમાં જૈતૂન પહાડના ઢોળાવ પાસે આવી પહોંચ્યાં, ત્યારે જે પરાક્રમી કામો તેઓએ જોયાં હતાં, તે સઘળાંને લીધે શિષ્યોનો આખો સમુદાય હર્ષ કરીને ઊંચે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યા કે,
And when he came near to the descent of the place of Olives, the whole multitude of the disciples began to rejoice, and to praise God, with a loud voice, for all the mighty deeds which they had seen.
38 ૩૮ ‘પ્રભુને નામે જે રાજા આવે છે તે આશીર્વાદિત છે! આકાશમાં શાંતિ તથા પરમ ઊંચામાં મહિમા!’”
And they said: Blessed be the king, that cometh in the name of the Lord: peace in heaven, and glory on high.
39 ૩૯ લોકોમાંથી કેટલાક ફરોશીઓએ ઈસુને કહ્યું કે, ‘ઉપદેશક, તમારા શિષ્યોને ધમકાવો.’”
And some of the Pharisees from among the crowd, said to him: Rabbi, rebuke thy disciples.
40 ૪૦ ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘હું તમને કહું છું કે જો તેઓ ચૂપ રહેશે તો પથ્થરો પોકારી ઊઠશે.’”
He said to them: I tell you, that, if these should be silent, the stones would cry out.
41 ૪૧ ઈસુ પાસે આવ્યા ત્યારે શહેરને જોઈને તેને લીધે રડ્યા, અને કહ્યું કે,
And as he drew near, and beheld the city, he wept over it:
42 ૪૨ ‘હે યરુશાલેમ, જો તેં, હા તેં, શાંતિને લગતી જે બાબતો છે તે જો તેં આજે જાણી હોત તો કેવું સારું! પણ હમણાં તેઓ તારી આંખોથી ગુપ્ત રખાયેલી છે.
and said: O, hadst thou known the things that are of thy peace, at least in this thy day: but now they are hidden from thy eyes.
43 ૪૩ કેમ કે તારા ઉપર એવા દિવસો આવી પડશે કે જયારે તારા વૈરીઓ તારી આજુબાજુ દીવાલ બાંધશે. તને ઘેરી લેશે, અને ચારેબાજુથી તને દબાવશે.
For the days will come upon thee, when thy enemies will encompass thee, and besiege thee on every side.
44 ૪૪ તેઓ તને તથા તારી સાથે રહેતાં તારાં છોકરાંને જમીન પર પછાડી નાખશે, અને તેઓ તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહિ, કેમ કે તારી કૃપાદ્રષ્ટિનો સમય તેં જાણ્યો નહિ.’”
And they will destroy thee, and thy children within thee; and will not leave in thee one stone upon another; because thou knewest not the time of thy visitation.
45 ૪૫ ઈસુ ભક્તિસ્થાનમાં ગયા અને ત્યાંનાં દુકાનદારોને અંદરથી કાઢી મૂક્યાં.’”
And when he entered the temple, he began to expel those who bought and sold in it.
46 ૪૬ તેણે તેઓને કહ્યું કે, એમ લખ્યું છે કે, ‘મારું ઘર પ્રાર્થનાનું ઘર થશે, પણ તમે તેને લૂંટારાઓનું કોતર કર્યું છે.’”
And he said to them: It is written, My house is a house of prayer; but ye have made it a den of robbers.
47 ૪૭ ઈસુ રોજ ભક્તિસ્થાનમાં બોધ કરતા હતા, પણ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા લોકોના આગેવાનો તેમને મારી નાખવાની કોશિશ કરતા હતા;
And he taught daily in the temple: and the chief priests and Scribes and Elders of the people, sought to destroy him.
48 ૪૮ શું કરવું તે તેઓને સમજાયું નહિ; કેમ કે બધા લોકો એક ચિત્તે ઈસુને સાંભળતાં હતા.
But they found not, what they could do to him; for all the people hung upon him to hear him.