< લૂક 18 >
1 ૧ સર્વદા પ્રાર્થના કરવી જોઈએ, અને નાહિંમત થવું નહિ, તે શીખવવા સારુ ઈસુએ એક દ્રષ્ટાંત તેઓને કહ્યું કે,
ⲁ̅ⲁϥϫⲱ ⲇⲉ ⲛⲁⲩ ⲛⲟⲩⲡⲁⲣⲁⲃⲟⲗⲏ ⲉⲧⲃⲉ ϫⲉ ϣϣⲉ ⲉϣⲗⲏⲗ ⲟⲩⲟⲓϣ ⲛⲓⲙ ⲉⲧⲙⲉⲅⲕⲁⲕⲓ
2 ૨ ‘એક શહેરમાં એક ન્યાયાધીશ હતો, જે ઈશ્વરથી બીતો ન હતો અને માણસને ગણકારતો ન હતો.
ⲃ̅ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲛⲉⲩⲛ ⲟⲩⲕⲣⲓⲧⲏⲥ ϩⲛ ⲟⲩⲡⲟⲗⲓⲥ ⲉⲛϥⲣ ϩⲟⲧⲉ ⲁⲛ ϩⲏⲧϥ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲁⲩⲱ ⲉⲛϥϣⲓⲡⲉ ⲁⲛ ϩⲏⲧϥ ⲣⲣⲱⲙⲉ
3 ૩ તે શહેરમાં એક વિધવા સ્ત્રી હતી; તે વારંવાર તેની પાસે આવતી હતી કે ‘મારા પ્રતિવાદીની પાસેથી મને ન્યાય અપાવ.’”
ⲅ̅ⲛⲉⲩⲛ ⲟⲩⲭⲏⲣⲁ ⲇⲉ ϩⲛ ⲧⲡⲟⲗⲓⲥ ⲉⲧⲙⲙⲁⲩ ⲉⲥⲛⲏⲟⲩ ϣⲁⲣⲟϥ ⲉⲥϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲁⲣⲓ ⲡⲁϩⲁⲡ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲉⲧϫⲓ ϩⲁⲡ ⲟⲩⲃⲏⲉⲓ
4 ૪ કેટલીક મુદત સુધી તે એમ કરવા ઇચ્છતો ન હતો; પણ પછીથી તેણે પોતાના મનમાં વિચાર્યું કે, જોકે હું ઈશ્વરથી બીતો નથી, અને માણસને ગણકારતો નથી,
ⲇ̅ⲁⲩⲱ ⲙⲡϥⲟⲩⲱϣ ϩⲛ ⲟⲩⲛⲟϭ ⲛⲟⲩⲟⲓϣ ⲙⲛⲛⲥⲁ ⲛⲁⲓ ⲇⲉ ⲡⲉϫⲁϥ ϩⲣⲁⲓ ⲛϩⲏⲧϥ ϫⲉ ⲉϣϫⲉ ⲡⲛⲟⲩⲧⲉ ⲛϯⲣ ϩⲟⲧⲉ ϩⲏⲧϥ ⲁⲛ ⲁⲩⲱ ⲛϯϣⲓⲡⲉ ⲁⲛ ϩⲏⲧϥ ⲣⲣⲱⲙⲉ
5 ૫ તોપણ આ વિધવા સ્ત્રી મને તસ્દી આપે છે, માટે હું તેને ન્યાય અપાવીશ, કે જેથી તે વારેઘડીએ આવીને મને તંગ કરે નહિ.’”
ⲉ̅ⲁⲗⲗⲁ ⲉⲧⲃⲉ ⲧⲉⲓⲭⲏⲣⲁ ⲟⲩⲉϩ ϩⲓⲥⲉ ⲉⲣⲟⲓ ϯⲛⲁⲣ ⲡⲉⲥϩⲁⲡ ϫⲉ ⲛⲛⲉⲥϣⲱⲡⲉ ⲉⲥⲛⲏⲟⲩ ϣⲁⲃⲟⲗ ⲛⲥϯ ϩⲓⲥⲉ ⲛⲁⲓ
6 ૬ પ્રભુએ કહ્યું કે, ‘એ અન્યાયી ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો.
ⲋ̅ⲡⲉϫⲁϥ ⲇⲉ ⲛϭⲓ ⲡϫⲟⲉⲓⲥ ϫⲉ ⲥⲱⲧⲙ ϫⲉ ⲛⲧⲁⲡⲉⲕⲣⲓⲧⲏⲥ ⲛⲧⲁⲇⲓⲕⲓⲁ ϫⲉ ⲟⲩ
7 ૭ એ ન્યાયાધીશની માફક ઈશ્વર પોતાના પસંદ કરેલા, જેઓ તેમની આગળ રાતદિવસ હાંક મારે છે, અને જેઓ વિષે તે ખામોશી રાખે છે, તેઓને શું ન્યાય નહિ આપશે?’”
ⲍ̅ⲉⲓⲉ ⲡⲛⲟⲩⲧⲉ ϭⲉ ⲛⲁⲣ ⲡϩⲁⲡ ⲁⲛ ⲛⲛⲉϥⲥⲱⲧⲡ ⲉⲧⲱϣ ⲉϩⲣⲁⲓ ⲉⲣⲟϥ ϩⲙ ⲡⲉϩⲟⲟⲩ ⲙⲛ ⲧⲉⲩϣⲏ ⲁⲩⲱ ⲛϥϩⲣⲟϣ ⲛϩⲏⲧ ⲉϩⲣⲁⲓ ⲉϫⲱⲟⲩ
8 ૮ હું તમને કહું છું કે, ‘તે જલદી તેઓને ન્યાય આપશે. પરંતુ માણસનો દીકરો આવશે, ત્યારે તેમને શું પૃથ્વી પર વિશ્વાસ જડશે?’”
ⲏ̅ϯϫⲱ ⲙⲙⲟⲥ ⲛⲏⲧⲛ ϫⲉ ϥⲛⲁⲣ ⲡⲉⲩϩⲁⲡ ϩⲛ ⲟⲩϭⲉⲡⲏ ⲡⲗⲏⲛ ⲡϣⲏⲣⲉ ⲙⲡⲣⲱⲙⲉ ⲛⲏⲩ ⲛϥϩⲉ ⲉⲧⲡⲓⲥⲧⲓⲥ ϩⲓϫⲙ ⲡⲕⲁϩ
9 ૯ કેટલાક પોતાના વિષે ઘમંડ રાખતા હતા કે અમે ન્યાયી છીએ, અને બીજાને તુચ્છકારતા હતા, તેઓને પણ ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું કે,
ⲑ̅ⲁϥϫⲱ ⲇⲉ ⲛⲧⲉⲓⲡⲁⲣⲁⲃⲟⲗⲏ ⲉϩⲟⲓⲛⲉ ⲉⲩⲕⲱ ⲛϩⲧⲏⲩ ⲉⲣⲟⲟⲩ ⲟⲩⲁⲁⲧⲟⲩ ϫⲉ ϩⲉⲛⲇⲓⲕⲁⲓⲟⲥ ⲛⲉ ⲁⲩⲱ ⲉⲩⲥⲱϣϥ ⲙⲡⲕⲉⲥⲉⲉⲡⲉ
10 ૧૦ બે માણસો પ્રાર્થના કરવા સારુ ભક્તિસ્થાનમાં ગયા; એક ફરોશી, અને બીજો દાણી હતો.
ⲓ̅ϫⲉ ⲣⲱⲙⲉ ⲥⲛⲁⲩ ⲛⲉⲛⲧⲁⲩⲃⲱⲕ ⲉϩⲣⲁⲓ ⲉⲡⲉⲣⲡⲉ ⲉϣⲗⲏⲗ ⲟⲩⲁ ⲇⲉ ⲉⲩⲫⲁⲣⲓⲥⲥⲁⲓⲟⲥ ⲡⲉ ⲡⲕⲉⲟⲩⲁ ⲇⲉ ⲟⲩⲧⲉⲗⲱⲛⲏⲥ ⲡⲉ
11 ૧૧ ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં એવી પ્રાર્થના કરી કે, ‘ઓ ઈશ્વર, બીજા માણસોના જેવો જુલમી, અન્યાયી, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી, માટે હું તમારી ઉપકારસ્તુતિ કરું છું.
ⲓ̅ⲁ̅ⲁⲡⲉⲫⲁⲣⲓⲥⲥⲁⲓⲟⲥ ⲇⲉ ⲁϩⲉⲣⲁⲧϥ ⲁϥϫⲉ ⲛⲁⲓ ⲉϥϣⲗⲏⲗ ϫⲉ ⲡⲛⲟⲩⲧⲉ ϯϣⲡϩⲙⲟⲧ ⲛⲧⲟⲟⲧⲕ ϫⲉ ⲛϯⲟ ⲁⲛ ⲛⲑⲉ ⲙⲡⲕⲉⲥⲉⲉⲡⲉ ⲛⲣⲣⲱⲙⲉ ⲣⲣⲉϥⲧⲱⲣⲡ ⲣⲣⲉϥϫⲓ ⲛϭⲟⲛⲥ ⲛⲛⲟⲓⲕ ⲏ ⲛⲑⲉ ⲙⲡⲓⲕⲉⲧⲉⲗⲱⲛⲏⲥ
12 ૧૨ અઠવાડિયામાં બે વાર હું ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો દસમો ભાગ આપું છું.’”
ⲓ̅ⲃ̅ϯⲛⲏⲥⲧⲉⲩⲉ ⲛⲥⲟⲡ ⲥⲛⲁⲩ ⲕⲁⲧⲁ ⲥⲁⲃⲃⲁⲧⲟⲛ ϯϯ ⲙⲡⲣⲉⲙⲏⲧ ⲛⲛⲉϯϫⲡⲟ ⲙⲙⲟⲟⲩ ⲧⲏⲣⲟⲩ
13 ૧૩ પણ દાણીએ દૂર ઊભા રહીને પોતાની આંખો સ્વર્ગ તરફ ઊંચી કરવા ન ચાહતા, દુ: ખ સાથે છાતી કૂટીને કહ્યું કે, ‘ઓ ઈશ્વર, મુજ પાપી પર દયા કરો.’”
ⲓ̅ⲅ̅ⲁⲡⲕⲉⲧⲉⲗⲱⲛⲏⲥ ⲇⲉ ⲁϥⲁϩⲉⲣⲁⲧϥ ⲙⲡⲟⲩⲉ ⲟⲩⲧⲉ ⲙⲡϥⲟⲩⲉϣ ϥⲓⲛⲉϥⲃⲁⲗ ⲉϩⲣⲁⲓ ⲉⲧⲡⲉ ⲁⲗⲗⲁ ⲁϥϩⲓⲟⲩⲉ ⲉϩⲟⲩⲛ ⲉϩⲛ ⲧⲉϥⲙⲉⲥⲑⲏⲧ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲡⲛⲟⲩⲧⲉ ⲕⲱ ⲉⲃⲟⲗ ⲛⲁⲓ ⲁⲛⲟⲕ ⲡⲓⲣⲉϥⲣⲛⲟⲃⲉ
14 ૧૪ હું તમને કહું છું કે, ‘પેલા કરતા એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘરે ગયો; કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તે નીચો કરાશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.’”
ⲓ̅ⲇ̅ϯϫⲱ ⲙⲙⲟⲥ ⲛⲏⲧⲛ ϫⲉ ⲁⲡⲁⲓ ⲉⲓ ⲉⲡⲉⲥⲏⲧ ⲉⲡⲉϥⲏⲓ ⲉϥⲧⲙⲁⲓⲏⲟⲩ ⲉϩⲟⲩⲉ ⲡⲏ ϫⲉ ⲟⲩⲟⲛ ⲛⲓⲙ ⲉⲧϫⲓⲥⲉ ⲙⲙⲟϥ ⲥⲉⲛⲁⲑⲃⲃⲓⲟϥ ⲡⲉⲧⲛⲁⲑⲃⲃⲉⲓⲟ ⲇⲉ ⲙⲙⲟϥ ⲥⲉⲛⲁϫⲁⲥⲧϥ
15 ૧૫ તેઓ ઈસુ પાસે પોતાનાં બાળકો પણ લાવ્યા, એ સારુ કે તે તેઓને આશીર્વાદ આપે. પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં.
ⲓ̅ⲉ̅ⲁⲩⲉⲓⲛⲉ ⲇⲉ ⲛⲁϥ ⲛϩⲉⲛϣⲏⲣⲉ ϣⲏⲙ ϫⲉ ⲉϥⲉϫⲱϩ ⲉⲣⲟⲟⲩ ⲁⲛⲉϥⲙⲁⲑⲏⲧⲏⲥ ⲇⲉ ⲛⲁⲩ ⲉⲣⲟⲟⲩ ⲁⲩⲉⲡⲓⲧⲓⲙⲁ ⲛⲁⲩ
16 ૧૬ તેથી ઈસુએ તેઓને બોલાવીને કહ્યું કે, ‘બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને અટકાવો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે.
ⲓ̅ⲋ̅ⲁⲓⲏⲥ ⲇⲉ ⲙⲟⲩⲧⲉ ⲉⲣⲟⲟⲩ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲕⲁ ⲛϣⲏⲣⲉ ϣⲏⲙ ⲛⲥⲉⲉⲓ ⲉⲣⲁⲧ ⲁⲩⲱ ⲙⲡⲣⲕⲱⲗⲩ ⲙⲙⲟⲟⲩ ⲧⲁ ⲛⲁⲓ ⲅⲁⲣ ⲛⲧⲉⲓⲙⲓⲛⲉ ⲧⲉ ⲧⲙⲛⲧⲣⲣⲟ ⲙⲡⲛⲟⲩⲧⲉ
17 ૧૭ હું તમને નિશ્ચે કહું છું કે, જે કોઈ બાળકની માફક ઈશ્વરનું રાજ્ય સ્વીકારશે નહિ, તે તેમાં પ્રવેશી શકશે નહિ.’”
ⲓ̅ⲍ̅ϩⲁⲙⲏⲛ ϯϫⲱ ⲙⲙⲟⲥ ⲛⲏⲧⲛ ϫⲉ ⲡⲉⲧⲉ ⲛϥⲛⲁϣⲉⲡ ⲧⲙⲛⲧⲣⲣⲟ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲉⲣⲟϥ ⲁⲛ ϩⲱⲥ ϣⲏⲣⲉ ϣⲏⲙ ⲛⲛⲉϥⲃⲱⲕ ⲉϩⲟⲩⲛ ⲉⲣⲟⲥ
18 ૧૮ એક અધિકારીએ ઈસુને પૂછ્યું કે, ‘ઉત્તમ ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા હું શું કરું?’” (aiōnios )
ⲓ̅ⲏ̅ⲁⲩⲁⲣⲭⲱⲛ ⲇⲉ ϫⲛⲟⲩϥ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲡⲥⲁϩ ⲛⲁⲅⲁⲑⲟⲥ ⲉⲓⲛⲁⲣ ⲟⲩ ⲧⲁⲕⲗⲏⲣⲟⲛⲟⲙⲓ ⲙⲡⲱⲛϩ ϣⲁ ⲉⲛⲉϩ (aiōnios )
19 ૧૯ ઈસુએ તેને કહ્યું કે, ‘તું મને ઉત્તમ કેમ કહે છે? એક એટલે ઈશ્વર વિના અન્ય કોઈ ઉત્તમ નથી.
ⲓ̅ⲑ̅ⲡⲉϫⲉ ⲓⲏⲥ ⲛⲁϥ ϫⲉ ⲁϩⲣⲟⲕ ⲕⲙⲟⲩⲧⲉ ⲟⲩⲃⲏⲓ ϫⲉ ⲡⲁⲅⲁⲑⲟⲥ ⲙⲙⲛ ⲁⲅⲁⲑⲟⲥ ⲛⲥⲁ ⲟⲩⲁ ⲉⲧⲉ ⲡⲛⲟⲩⲧⲉ ⲡⲉ
20 ૨૦ તું આજ્ઞાઓ જાણે છે કે, વ્યભિચાર ન કર, હત્યા ન કર, ચોરી ન કર, જૂઠી સાક્ષી ન પૂર, પોતાના માબાપને માન આપ.’”
ⲕ̅ⲕⲥⲟⲟⲩⲛ ⲛⲛⲉⲛⲧⲟⲗⲏ ⲙⲡⲣⲣⲛⲟⲓⲕ ⲙⲡⲣϩⲱⲧⲃ ⲙⲡⲣϩⲱϥⲧ ⲙⲡⲣⲣⲙⲛⲧⲣⲉ ⲛⲛⲟⲩϫ ⲙⲁⲧⲁⲓⲉ ⲡⲉⲕⲓⲱⲧ ⲙⲛ ⲧⲉⲕⲙⲁⲁⲩ
21 ૨૧ તેણે કહ્યું કે, એ બધું તો હું મારા નાનપણથી પાળતો આવ્યો છું.’”
ⲕ̅ⲁ̅ⲛⲧⲟϥ ⲇⲉ ⲡⲉϫⲁϥ ⲛⲁϥ ϫⲉ ⲛⲁⲓ ⲧⲏⲣⲟⲩ ⲁⲓϩⲁⲣⲉϩ ⲉⲣⲟⲟⲩ ϫⲓⲛ ⲧⲁⲙⲛⲧⲕⲟⲩⲓ
22 ૨૨ ઈસુએ તે સાંભળીને તેને કહ્યું કે, ‘તું હજી એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે બધું વેચી નાખ, અને તે ગરીબોને આપી દે, એટલે સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે; પછી આવીને મારી પાછળ ચાલ.’”
ⲕ̅ⲃ̅ⲁⲓⲏⲥ ⲇⲉ ⲟⲩⲱϣⲃ ⲡⲉϫⲁϥ ⲛⲁϥ ϫⲉ ⲕⲉⲩⲁ ⲡⲉⲧⲕϣⲁⲁⲧ ⲙⲙⲟϥ ϯⲛⲅⲕⲁ ⲛⲓⲙ ⲉⲃⲟⲗ ⲉⲧⲛⲧⲁⲕ ⲛⲅⲧⲁⲁⲩ ⲛⲛϩⲏⲕⲉ ⲛⲅⲕⲱ ⲛⲁⲕ ⲛⲟⲩⲁϩⲟ ϩⲛ ⲙⲡⲏⲩⲉ ⲛⲅⲉⲓ ⲛⲅⲟⲩⲁϩⲕ ⲛⲥⲱⲓ
23 ૨૩ પણ એ સાંભળીને તે અતિ ઉદાસ થયો, કેમ કે તેની મિલકત ઘણી હતી.
ⲕ̅ⲅ̅ⲛⲧⲟϥ ⲇⲉ ⲁϥⲥⲉⲧⲙ ⲛⲁⲓ ⲁϥⲗⲩⲡⲓ ⲛⲉⲩⲣⲙⲙⲁⲟ ⲅⲁⲣ ⲉⲙⲁⲧⲉ ⲡⲉ
24 ૨૪ ઈસુ તેને જોઈને ઉદાસ થયા અને કહ્યું કે, ‘જેઓ ધનવાન છે, તેઓને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ ખૂબ અઘરું છે!
ⲕ̅ⲇ̅ⲁⲓⲏⲥ ⲇⲉ ⲛⲁⲩ ⲉⲣⲟϥ ⲡⲉϫⲁϥ ϫⲉ ⲁⲛⲁⲩ ⲉⲑⲉ ⲉⲧⲥⲙⲟⲕϩ ⲉⲧⲣⲉ ⲛⲉⲧⲉⲩⲛⲧⲟⲩⲭⲣⲏⲙⲁ ⲙⲙⲁⲩ ⲃⲱⲕ ⲉϩⲟⲩⲛ ⲉⲧⲙⲛⲧⲣⲣⲟ ⲙⲡⲛⲟⲩⲧⲉ
25 ૨૫ કેમ કે શ્રીમંતને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા કરતાં ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે.’”
ⲕ̅ⲉ̅ⲥⲙⲟⲧⲛ ⲅⲁⲣ ⲉⲧⲣⲉ ⲟⲩϭⲁⲙⲟⲩⲗ ⲉⲓ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲛ ⲧⲟⲩⲁⲧϥⲉ ⲛⲟⲩϩⲁⲙ ⲛⲧⲱⲡ ⲉϩⲟⲩⲉ ⲟⲩⲣⲙⲙⲁⲟ ⲛϥⲃⲱⲕ ⲉϩⲟⲩⲛ ⲉⲧⲙⲛⲧⲣⲣⲟ ⲙⲡⲛⲟⲩⲧⲉ
26 ૨૬ તે વચન સાંભળનારાઓએ કહ્યું કે, ‘તો કોણ ઉદ્ધાર પામી શકે?’”
ⲕ̅ⲋ̅ⲡⲉϫⲁⲩ ⲇⲉ ⲛϭⲓ ⲛⲉⲧⲥⲱⲧⲙ ϫⲉ ⲛⲓⲙ ⲛⲧⲟⲟⲩⲛ ⲛⲉⲧⲛⲁϣⲱⲛϩ
27 ૨૭ પણ ઈસુએ કહ્યું કે, ‘માણસોને જે અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે.’”
ⲕ̅ⲍ̅ⲛⲧⲟϥ ⲇⲉ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ ϫⲉ ⲛⲁⲧϭⲟⲙ ⲛⲛⲁϩⲣⲛ ⲣⲣⲱⲙⲉ ⲟⲩⲛ ϭⲟⲙ ⲉⲣⲟⲟⲩ ⲛⲛⲁϩⲣⲙ ⲡⲛⲟⲩⲧⲉ
28 ૨૮ પિતરે કહ્યું કે, ‘જુઓ, અમે પોતાનું બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ.’”
ⲕ̅ⲏ̅ⲡⲉϫⲁϥ ⲇⲉ ⲛϭⲓ ⲡⲉⲧⲣⲟⲥ ϫⲉ ⲉⲓⲥ ϩⲏⲏⲧⲉ ⲁⲛⲟⲛ ⲁⲛⲕⲱ ⲛⲥⲱⲛ ⲛⲛⲉⲧⲉⲛⲟⲩⲛ ⲛⲉ ⲁⲛⲟⲩⲁϩⲛ ⲛⲥⲱⲕ
29 ૨૯ ઈસુએ તેઓને કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે કોઈએ ઘરને, પત્નીને, ભાઈઓને, માબાપને કે સંતાનોને ઈશ્વરના રાજ્યને લીધે ત્યાગ્યા હશે,
ⲕ̅ⲑ̅ⲛⲧⲟϥ ⲇⲉ ⲡⲉϫⲁⲩ ⲛⲁⲩ ϫⲉ ϩⲁⲙⲏⲛ ϯϫⲱ ⲙⲙⲟⲥ ⲛⲏⲧⲛ ϫⲉ ⲙⲙⲛ ⲗⲁⲁⲩ ⲉⲁϥⲕⲁ ϩⲓ ⲛⲥⲱϥ ⲏ ⲥϩⲓⲙⲉ ⲏ ⲥⲟⲛ ⲏ ⲛⲉϥⲓⲟⲧⲉ ⲏ ⲛⲉϥϣⲏⲣⲉ ⲉⲧⲃⲉ ⲧⲙⲛⲧⲣⲣⲟ ⲙⲡⲛⲟⲩⲧⲉ
30 ૩૦ તેને આ જીવનકાળમાં અનેકગણું તથા આવનાર જમાનામાં અનંતજીવન પ્રાપ્ત થશે જ.’” (aiōn , aiōnios )
ⲗ̅ⲉⲛϥⲛⲁϫⲓⲧⲟⲩ ⲁⲛ ⲛⲥⲁϣϥ ⲛⲕⲱⲃ ϩⲙ ⲡⲉⲓⲟⲩⲟⲓϣ ⲁⲩⲱ ⲟⲩⲱⲛϩ ϣⲁ ⲉⲛⲉϩ ϩⲙ ⲡⲁⲓⲱⲛ ⲉⲧⲛⲏⲟⲩ (aiōn , aiōnios )
31 ૩૧ ઈસુએ બારે શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે,’ જુઓ, આપણે યરુશાલેમ જઈએ છીએ, અને માણસના દીકરા સંબંધી પ્રબોધકોથી જે લખાયું છે તે સર્વ પૂરું કરાશે.
ⲗ̅ⲁ̅ⲁϥϫⲓ ⲇⲉ ⲙⲡⲙⲧⲥⲛⲟⲟⲩⲥ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ ϫⲉ ⲉⲓⲥ ϩⲏⲏⲧⲉ ϯⲛⲁⲃⲱⲕ ⲉϩⲣⲁⲓ ⲉⲑⲓⲉⲣⲟⲥⲟⲗⲩⲙⲁ ⲛⲧⲉ ⲛⲉⲧⲥⲏϩ ⲧⲏⲣⲟⲩ ϩⲓⲧⲛ ⲛⲉⲡⲣⲟⲫⲏⲧⲏⲥ ϫⲱⲕ ⲉⲃⲟⲗ ⲙⲡϣⲏⲣⲉ ⲙⲡⲣⲱⲙⲉ
32 ૩૨ કેમ કે તેમને બિનયહૂદીઓને આધીન કરાશે, અને તેમની મશ્કરી તથા અપમાન કરાશે, અને તેમના પર તેઓ થૂંકશે;
ⲗ̅ⲃ̅ⲥⲉⲛⲁⲧⲁⲁϥ ⲅⲁⲣ ⲉⲧⲟⲟⲧⲟⲩ ⲛⲛϩⲉⲑⲛⲟⲥ ⲉⲥⲱⲃⲉ ⲙⲙⲟϥ ⲛⲥⲉⲥⲟϣϥ ⲛⲥⲉⲛⲉϫ ⲡⲁϭⲥⲉ ⲉϩⲟⲩⲛ ⲉϩⲣⲁϥ
33 ૩૩ વળી કોરડા મારીને તેઓ તેમને મારી નાખશે, અને ત્રીજે દિવસે તે પાછા સજીવન થશે.’”
ⲗ̅ⲅ̅ⲛⲥⲉⲙⲁⲥⲧⲓⲅⲟⲩ ⲙⲙⲟϥ ⲛⲥⲉⲙⲟⲟⲩⲧϥ ⲛϥⲧⲱⲟⲩⲛ ϩⲙ ⲡⲙⲉϩ ϣⲟⲙⲛⲧ ⲛϩⲟⲟⲩ
34 ૩૪ પણ તેમાંનું કંઈ તેઓના સમજવામાં આવ્યું; નહિ અને આ વાત તેઓથી ગુપ્ત રહી, અને જે કહેવામાં આવ્યું તે તેઓ સમજ્યા નહિ.
ⲗ̅ⲇ̅ⲛⲧⲟⲟⲩ ⲇⲉ ⲙⲡⲟⲩⲓⲙⲉ ⲉⲗⲁⲁⲩ ⲛⲛⲁⲓ ⲁⲩⲱ ⲛⲉⲣⲉⲡⲉⲓϣⲁϫⲉ ϩⲏⲡ ⲉⲣⲟⲟⲩ ⲡⲉ ⲉⲙⲡⲟⲩⲥⲟⲩⲛ ⲛⲉⲧϥϫⲱ ⲙⲙⲟⲟⲩ
35 ૩૫ એમ થયું કે ઈસુ યરીખો પાસે આવતા હતા, ત્યારે માર્ગની બાજુએ એક અંધ જન બેઠો હતો, તે ભીખ માગતો હતો.
ⲗ̅ⲉ̅ⲁⲥϣⲱⲡⲉ ⲇⲉ ϩⲙ ⲡⲧⲣⲉϥϩⲱⲛ ⲉϩⲟⲩⲛ ⲉϩⲓⲉⲣⲓⲭⲱ ⲛⲉⲩⲛ ⲟⲩⲃⲗⲗⲉ ⲡⲉ ϩⲙ ⲟⲟⲥ ϩⲁⲧⲛ ⲧⲉϩⲓⲏ ⲉϥⲧⲱⲃⲁϩ
36 ૩૬ ઘણાં લોકો પાસે થઈને જતા હોય એવું સાંભળીને તેણે પૂછ્યું કે, ‘આ શું હશે?’”
ⲗ̅ⲋ̅ⲁϥⲥⲱⲧⲙ ⲇⲉ ⲉⲡⲙⲏⲏϣⲉ ⲁϥϣⲓⲛⲉ ϫⲉ ⲟⲩ ⲡⲉⲧϣⲟⲟⲡ
37 ૩૭ તેઓએ તેને કહ્યું કે, ‘ઈસુ નાઝારી પાસે થઈને જાય છે.’”
ⲗ̅ⲍ̅ⲁⲩⲧⲁⲙⲟϥ ⲇⲉ ϫⲉ ⲓⲏⲥ ⲡⲛⲁⲍⲱⲣⲁⲓⲟⲥ ⲡⲉⲧⲛⲁⲡⲁⲣⲁⲅⲉ
38 ૩૮ તેણે બૂમ પાડીને કહ્યું કે, ‘ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો.’”
ⲗ̅ⲏ̅ⲁϥϫⲓ ϣⲕⲁⲕ ⲉⲃⲟⲗ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲓⲏⲥ ⲡϣⲡⲣⲉ ⲛⲇⲁⲩⲉⲓⲇ ⲛⲁ ⲛⲁⲓ
39 ૩૯ જેઓ આગળ જતા હતા તેઓએ તેને ધમકાવ્યો, કે ‘ચૂપ રહે;’ પણ તેણે વધારે મોટેથી બૂમ પાડીને કહ્યું કે, ‘દાઉદના દીકરા, મારા પર દયા કરો.’”
ⲗ̅ⲑ̅ⲁⲛⲉⲧⲙⲟⲟϣⲉ ⲇⲉ ⲉⲑⲏ ⲉⲡⲓⲧⲓⲙⲁ ⲛⲁϥ ϫⲉ ⲉϥⲉⲕⲁ ⲣⲱϥ ⲛⲧⲟϥ ⲇⲉ ⲁϥⲁϣⲕⲁⲕ ⲉⲃⲟⲗ ⲛϩⲟⲩⲟ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲡϣⲏⲣⲉ ⲛⲇⲁⲩⲉⲓⲇ ⲛⲁ ⲛⲁⲓ
40 ૪૦ ઈસુએ ઊભા રહીને તેને પોતાની પાસે લાવવાની આજ્ઞા કરી અને તે પાસે આવ્યો, ત્યારે ઈસુએ તેને પૂછ્યું કે,
ⲙ̅ⲓⲏⲥ ⲇⲉ ⲁϥⲁϩⲉⲣⲁⲧϥ ⲁϥⲟⲩⲉϩⲥⲁϩⲛⲉ ⲉⲧⲣⲉⲩⲛⲧϥ ⲛⲁϥ ⲛⲧⲉⲣⲉϥϩⲱⲛ ⲇⲉ ⲉϩⲟⲩⲛ ⲁϥϫⲛⲟⲩϥ
41 ૪૧ ‘હું તારે માટે શું કરું, તારી ઇચ્છા શી છે?’ તેણે કહ્યું કે, ‘પ્રભુ હું દ્રષ્ટિ પામું.
ⲙ̅ⲁ̅ϫⲉ ⲟⲩ ⲡⲉⲧⲕⲟⲩⲉϣ ⲧⲣⲁⲁⲁϥ ⲛⲁⲕ ⲛⲧⲟϥ ⲇⲉ ⲡⲉϫⲁϥ ϫⲉ ⲡϫⲟⲉⲓⲥ ϫⲉ ⲉⲓⲉⲛⲁⲩ ⲉⲃⲟⲗ
42 ૪૨ ઈસુએ તેને કહ્યું કે, ‘તું દ્રષ્ટિ પામ; તારા વિશ્વાસે તને બચાવ્યો છે,’
ⲙ̅ⲃ̅ⲡⲉϫⲉ ⲓⲏⲥ ⲛⲁϥ ϫⲉ ⲁⲛⲁⲩ ⲉⲃⲟⲗ ⲧⲉⲕⲡⲓⲥⲧⲓⲥ ⲧⲉⲛⲧⲁⲥⲛⲁϩⲙⲉⲕ
43 ૪૩ અને તરત તે દ્રષ્ટિ પામ્યો અને ઈશ્વરને મહિમા આપતો તે તેમની પાછળ ચાલ્યો; બધા લોકોએ તે જોઈને ઈશ્વરની સ્તુતિ કરી.
ⲙ̅ⲅ̅ⲁϥⲛⲁⲩ ⲇⲉ ⲉⲃⲟⲗ ⲛⲧⲉⲩⲛⲟⲩ ⲁϥⲟⲩⲁϩϥ ⲛⲥⲱϥ ⲉϥϯ ⲉⲟⲟⲩ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲁⲩⲱ ⲛⲧⲉⲣⲉⲡⲗⲁⲟⲥ ⲧⲏⲣϥ ⲛⲁⲩ ⲁⲩⲥⲙⲟⲩ ⲉⲡⲛⲟⲩⲧⲉ