< લૂક 17 >
1 ૧ ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, લોકો પાપ કરે એવી પ્રસંગ તો બનવાના જ, પણ જેનાંથી પાપ થાય છે તેને અફસોસ છે!
Ježíš řekl svým učedníkům: „Vždycky se setkáte s někým, kdo svádí ke zlému, ale běda tomu, kdo to dělá.
2 ૨ કોઈ આ નાનાઓમાંના એકને પાપ કરવા પ્રેરે, એ કરતાં તેના ગળે ઘંટી નો પથ્થર બાંધીને તેને સમુદ્રમાં ડુબાડવામાં આવે, તે તેને માટે વધારે સારુ છે.
Pro takového by bylo lépe, kdyby mu uvázali na krk mlýnský kámen a hodili ho do moře, než aby svedl ke zlému jednoho z těch nejposlednějších.
3 ૩ સાવચેત રહો; જો તમારો ભાઈ અપરાધ કરે, તો તેને ઠપકો આપો; અને જો તે પસ્તાવો કરે, તો તેને માફ કરો.
Buďte na to opatrní! Jestliže se proti tobě někdo proviní, domluv mu, a když toho bude litovat, odpusť mu.
4 ૪ જો તે એક દિવસમાં સાત વાર અપરાધ કરે, અને સાત વાર તમારી તરફ ફરીને કહે કે, હું પસ્તાઉં છું, તો તેને માફ કરો.
A i kdyby tě prosil o odpuštění sedmkrát za den a upřímně litoval svých činů, vždy mu znovu odpusť.“
5 ૫ પ્રેરિતોએ પ્રભુને કહ્યું કે, ‘અમારો વિશ્વાસ વધારો.’”
Učedníci prosili Ježíše: „Dej nám mocnou víru!“
6 ૬ પ્રભુએ કહ્યું કે, ‘જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ ગુલ્લર ઝાડને કહો કે અહીંથી ઊખડીને સમુદ્રમાં રોપાઈ જા તો તે તમારું માનશે.
On odpověděl: „Kdybyste měli víru aspoň jako zrnko hořčice a řekli tomuto stromu: ‚Vyrvi se i s kořeny a přesaď se do moře, ‘stalo by se to.
7 ૭ પણ તમારામાંનો એવો કોણ છે કે જેનો ચાકર ખેતર ખેડતો હોય અથવા ઘેટાં ચરાવતો હોય, અને તે ચાકર જયારે ખેતરમાંથી આવે, ત્યારે તેને કહે કે, આવીને તરત જમવા બેસ?
A ještě něco: Když se nějaký otrok vrátí po celodenní práci na poli, není zbaven domácích povinností. Nebo jste snad slyšeli, že by si sedl ke stolu a že by ho pán obsluhoval
8 ૮ તે કરતાં, શું તે એમ નહિ કહેશે કે, મારું ભોજન તૈયાર કર, અને હું ખાઈ પી રહું ત્યાં સુધી કમર બાંધીને મારી સેવા કર; અને તું પછી ખાજે પીજે?
9 ૯ તે દાસે તેની આજ્ઞાઓ પાળી હોય તે માટે તે તેનો આભાર માને છે શું?
a děkoval mu za vyplněný úkol?
10 ૧૦ તેમ જે આજ્ઞા તમને આપેલી છે તે સર્વ પાળ્યા પછી તમારે પણ એમ કહેવું કે, અમે નકામા ચાકરો છીએ, કેમ કે જે કરવાની અમારી ફરજ હતી એટલું જ અમે કર્યું છે.’”
Podobně je to i s vámi. Když uděláte všechno, co vám Bůh ukládá, řekněte: ‚Jsme jen služebníci, vykonali jsme pouze svou povinnost.‘“
11 ૧૧ એમ થયું કે યરુશાલેમ જતા ઈસુ સમરુન તથા ગાલીલમાં થઈને જતા હતા.
Na cestě do Jeruzaléma procházel Ježíš pomezím Samařska a Galileje.
12 ૧૨ એક ગામમાં ઈસુએ પ્રવેશ કર્યો, એટલામાં રક્તપિત્તી દસ દર્દીઓ તેમને સામે મળ્યા. તેઓએ દૂર ઊભા રહીને
U jedné vesnice se s ním potkalo deset malomocných. Zastavili se opodál
13 ૧૩ બૂમ પાડીને કહ્યું કે, ‘ઓ ઈસુ, સ્વામી, અમારા પર દયા કરો.’”
a volali: „Ježíši, Pane, slituj se nad námi.“
14 ૧૪ અને તેઓને જોઈને તેમણે તેઓને કહ્યું કે, ‘જાઓ, પોતાને યાજકોને બતાવો અને એમ થયું કે તેઓને રસ્તે ચાલતાં ચાલતાં શુદ્ધ કરવામાં આવ્યા.
Podíval se na ně a řekl: „Jděte a ukažte se kněžím, ať vám potvrdí, že jste zdrávi.“Poslechli a cestou byli své nemoci zbaveni.
15 ૧૫ તેઓમાંનો એક, પોતે સાજો થયો છે તે જોઈને, મોટા અવાજે ઈશ્વરનો મહિમા કરતાં પાછો વળ્યો.
Jeden z nich, když zjistil, že je zdráv, vrátil se a hlasitě chválil Boha.
16 ૧૬ તેણે ઈસુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેમનો આભાર માન્યો; તે સમરૂની હતો.
Padl Ježíšovi k nohám a z celého srdce mu děkoval. Ten muž byl Samařan.
17 ૧૭ ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, ‘શું દસે જણને શુદ્ધ કરાયા નહોતા? તો બીજા નવ ક્યાં છે?
Ježíš se ho zeptal: „Nebylo vás uzdraveno deset? Kde je devět ostatních?
18 ૧૮ ઈશ્વરને મહિમા આપવાને પાછો આવે, એવો આ પરદેશી વિના અન્ય કોઈ નથી શું?
Proč se také nevrátili, aby Bohu poděkovali jako tento cizinec?“
19 ૧૯ ઈસુએ કહ્યું કે, ‘તું ઊઠીને ચાલ્યો જા; તારા વિશ્વાસે તને બચાવ્યો છે.’”
A tomu muži řekl: „Vstaň a jdi, tvá víra tě zachránila.“
20 ૨૦ ફરોશીઓએ તેમને પૂછ્યું કે, ઈશ્વરનું રાજ્ય ક્યારે આવશે? ત્યારે તેમણે તેઓને ઉત્તર આપતા કહ્યું કે, ઈશ્વરનું રાજ્ય દૃશ્ય રીતે નથી આવતું.
Farizejové se Ježíše ptali, kdy přijde Boží království. Odpověděl jim: „Boží království nenajdete na určitém místě,
21 ૨૧ વળી એમ નહિ કહેવામાં આવશે કે, જુઓ, આ રહ્યું! કે, પેલું રહ્યું! કેમ કે ઈશ્વરનું રાજ્ય તમારામાં છે.’”
abyste mohli říci: Je tady nebo tam. Ono už je mezi vámi.“
22 ૨૨ તેમણે શિષ્યોને કહ્યું કે, ‘એવા દિવસો આવશે કે માણસના દીકરાના દિવસોમાંના એકને તમે જોવાની ઇચ્છા રાખશો, પણ તમે જોઈ શકશો નહિ.
Svým učedníkům řekl: „Přijde doba, kdy si budete toužebně přát, abych se vrátil a viditelně se ujal vlády. Ale ještě to nebude tak hned.
23 ૨૩ તેઓ તમને કહેશે હે ‘જુઓ, પેલો રહ્યો, જુઓ, આ રહ્યો, તમે જતા ના, અને એમની પાછળ ચાલતા ના.
Nedejte se mýlit, když vám budou říkat: ‚Kristus je tamhle‘nebo ‚je tady!‘Nechoďte nikam a nikoho takového nenásledujte.
24 ૨૪ કેમ કે વીજળી આકાશમાં ચમકે છે ને તે એક દિશાથી બીજી દિશા સુધી પ્રકાશે છે, તેમ માણસના દીકરાનું તેમના સમયમાં આગમન થશે.
Jako když oslňující blesk protne oblohu a je dobře viditelný z mnoha míst země, tak náhlý a zřetelný bude můj návrat.
25 ૨૫ પણ તે પહેલાં તેમને ઘણું સહન કરવું પડશે, અને આ પેઢીથી તેમને નાપસંદ થવું પડશે.
Napřed však musím mnoho vytrpět a tato nevěřící generace mne zavrhne.
26 ૨૬ અને જેમ નૂહના દિવસોમાં થયું, તેમ જ માણસના દીકરાના દિવસોમાં પણ થશે.
V den, kdy znovu přijdu, bude to s lidmi stejné jako za dnů Noeho.
27 ૨૭ નૂહ વહાણમાં ગયો, અને જળપ્રલયે આવીને બધાનો વિનાશ કર્યો તે દિવસ સુધી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા હતા.
I tehdy se lidé zajímali jen o jídlo, pití a sex až do chvíle, kdy přišla potopa a všechny zahubila. Jen Noe se svou rodinou se zachránil v korábu.
28 ૨૮ તેમ જ લોતના દિવસોમાં પણ થયું, તેઓ ખાતા, પીતા, વેચાતું લેતા, આપતા, રોપતા, બાંધતા હતા;
Stejně tomu bylo s Lotem. Obyvatelé Sodomy jedli, pili, kupovali, prodávali, sázeli i stavěli
29 ૨૯ પણ લોત સદોમમાંથી નીકળ્યો તે દિવસે આગ તથા ગંધક સ્વર્ગમાંથી વરસ્યાં, અને તેથી બધાનો વિનાશ થયો.
až do dne, kdy Bůh Lota vyvedl z města. Tehdy nastala zkáza a celá Sodoma zahynula v ohni.
30 ૩૦ જે દિવસે માણસનો દીકરો પ્રગટ થશે તે દિવસે તે પ્રમાણે જ થશે.
Tak překvapivý a zřejmý bude i můj příchod.
31 ૩૧ તે દિવસે જેઓ ઘરની અગાશી પર હોય, તેઓએ સામાન લેવા સારુ નીચે ઊતરવું નહિ, અને જે ખેતરમાં હોય તેણે પણ ત્યાંથી પાછા આવવું નહિ.
Ať v té chvíli budete kdekoliv, nevracejte se už pro nic domů.
32 ૩૨ લોતની પત્નીને યાદ કરો.
Vzpomeňte si na Lotovu ženu. Jediné ohlédnutí po Sodomě ji stálo život.
33 ૩૩ કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ તેને ગુમાવશે, તે તેને બચાવશે.
Kdo lpí jenom na svém pozemském životě, ztratí všechno, ale kdo ho odevzdá Bohu, bude zachráněn.
34 ૩૪ હું તમને કહું છું કે, તે રાત્રે એક પથારીમાં બે જણ સૂતા હશે; તેઓમાંના એકને લઈ લેવાશે અને બીજાને પડતો મુકાશે.
Říkám vám: V tu noc budou dva na jednom lůžku, jednoho vezmu k sobě, druhý bude zanechán.
35 ૩૫ બે સ્ત્રીઓ સાથે દળતી હશે; તેમાંથી એકને લઈ લેવાશે, અને બીજીને પડતી મૂકવામાં આવશે.
Dvě ženy budou spolu pracovat v kuchyni, jedna bude zachráněna, druhá zanechána.
36 ૩૬ ખેતરમાં બે જણ હશે, તેઓમાંનો એક લેવાશે, અને બીજો પડતો મુકાશે,’
Dva muži budou spolu dělat na jednom poli, jeden bude zachráněn, druhý zanechán.“
37 ૩૭ અને તેઓએ તેમને ઉત્તર આપતાં કહ્યું કે, ‘પ્રભુ, ક્યાં?’ અને ઈસુએ તેઓને કહ્યું કે, ‘જ્યાં મૃતદેહ પડ્યો હશે ત્યાં ગીધો પણ એકઠાં થશે.’”
Učedníci se ho zeptali: „Kde se to všechno stane?“Odpověděl jim: „Tak jako supi bezpečně najdou každé mrtvé tělo, tak také nikdo na žádném místě neunikne Božímu soudu.“