< લૂક 14 >
1 ૧ અને એમ થયું કે ફરોશીઓના અધિકારીઓમાંના એકને ઘરે વિશ્રામવારના દિવસે ઈસુ જમવા ગયા હતા, ત્યારે તેઓ તેમને એક નજરે જોઈ રહ્યા હતા.
ⲁ̅ⲁⲥϣⲱⲡⲉ ⲇⲉ ϩⲙ̅ⲡⲧⲣⲉϥⲃⲱⲕ ⲉϩⲟⲩⲛ ⲉⲡⲏⲓ̈ ⲛ̅ⲟⲩⲁⲣⲭⲱⲛ ⲙ̅ⲫⲁⲣⲓⲥⲥⲁⲓⲟⲥ ⲙ̅ⲡⲥⲁⲃⲃⲁⲧⲟⲛ ⲉⲩⲙ̅ⲟⲉⲓⲕ ⲛ̅ⲧⲟⲟⲩ ⲇⲉ ⲛⲉⲩⲡⲁⲣⲁⲧⲏⲣⲓ ⲉⲣⲟϥ.
2 ૨ એક માણસ ત્યાં હાજર હતો જેને જલંદર નામનો રોગ થયો હતો.
ⲃ̅ⲛⲉⲩⲛⲟⲩⲣⲱⲙⲉ ⲇⲉ ⲛ̅ϩⲩⲇⲣⲱⲡⲓⲕⲟⲥ ϩⲁⲧⲉϥϩⲏ.
3 ૩ ઈસુએ નિયમશાસ્ત્રીઓને અને ફરોશીઓને ઉત્તર આપતા કહ્યું કે, વિશ્રામવારે કોઈને સાજાં કરવા તે ઉચિત છે કે નહિ?
ⲅ̅ⲁⲓ̅ⲥ̅ ⲟⲩⲱϣⲃ̅ ⲡⲉϫⲁϥ ⲛⲛ̅ⲛⲟⲙⲓⲕⲟⲥ ⲛⲙ̅ⲛⲉⲫⲁⲣⲓⲥⲥⲁⲓⲟⲥ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲉⲝⲉⲥⲧⲓ ⲉⲣ̅ⲡⲁϩⲣⲉ ϩⲙ̅ⲡⲥⲁⲃⲃⲁⲧⲟⲛ ϫⲉⲛⲟⲩⲕ ⲉⲝⲉⲥⲧⲓ.
4 ૪ પણ તેઓ મૌન રહ્યા. ઈસુએ તે રોગીને સ્પર્શીને તેને સાજો કર્યો, અને તેને વિદાય કર્યો.
ⲇ̅ⲛ̅ⲧⲟⲟⲩ ⲇⲉ ⲁⲩⲕⲁⲣⲱⲟⲩ ⲁϥⲁⲙⲁϩⲧⲉ ⲇⲉ ⲙ̅ⲙⲟϥ ⲁϥⲧⲁⲗϭⲟϥ ⲁϥⲕⲁⲁϥ ⲉⲃⲟⲗ.
5 ૫ ઈસુએ તેઓને કહ્યું કે, તમારામાંના કોઈનું ગધેડું અથવા બળદ કૂવામાં પડી જાય તો શું તમે વિશ્રામવારે તરત તેને બહાર કાઢશો કે નહિ?
ⲉ̅ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ ϫⲉ ⲛⲓⲙ ⲛ̅ϩⲏⲧʾⲧⲏⲟⲩⲧⲛ ⲡⲉⲧⲉⲣⲉⲡⲉϥϣⲏⲣⲉ ⲏ ⲡⲉϥⲙⲁⲥⲉ ⲛⲁϩⲉ ⲉⲩϣⲱⲧⲉ ⲉⲛϥ̅ⲛⲁⲛⲧϥ̅ ⲁⲛ ⲉϩⲣⲁⲓ̈ ⲛ̅ⲧⲉⲩⲛⲟⲩ ⲙ̅ⲡⲉϩⲟⲟⲩ ⲙ̅ⲡʾⲥⲁⲃⲃⲁⲧⲟⲛ
6 ૬ એ વાતોનો પ્રત્યુત્તર તેઓ તેમને આપી શક્યા નહિ.
ⲋ̅ⲁⲩⲱ ⲙ̅ⲡⲟⲩϭⲙ̅ϭⲟⲙ ⲉⲟⲩⲟϣⲃⲉϥ ⲛ̅ⲛⲁϩⲣⲛ̅ⲛⲁⲉⲓ·
7 ૭ ભોજનમાં નિમંત્રિતો કેવી રીતે મુખ્ય આસનો પસંદ કરતા, તે જોઈને તેમણે તેઓને દ્રષ્ટાંત કહ્યું કે,
ⲍ̅ⲁϥϫⲱ ⲇⲉ ⲛⲟⲩⲡⲁⲣⲁⲃⲟⲗⲏ ⲛ̅ⲛⲁϩⲣⲛ̅ⲛⲉⲧʾⲧⲁϩⲙ̅ ⲉϥⲛⲁⲩ ⲉⲑⲉ ⲉⲧⲟⲩⲥⲱⲧⲡ̅ ⲛⲁⲩ ⲛⲙ̅ⲙⲁ ⲛ̅ⲛⲟϫⲟⲩ ⲛ̅ⲧⲡⲉ ⲉϥϫⲱ ⲙ̅ⲙⲟⲥ ⲛⲁⲩ
8 ૮ ‘કોઈ તને લગ્નમાં નિમંત્રે ત્યારે મુખ્ય આસન પર બેસી ન જા. એમ ન થાય કે તારા કરતાં કોઈ વિશેષ માનવંતા માણસને તેણે નિમંત્રણ આપેલું હોય.
ⲏ̅ϫⲉ. ϩⲟⲧⲁⲛ ⲉⲣϣⲁⲛⲟⲩⲁ ⲧⲁϩⲙⲉⲕ ⲙ̅ⲡⲣ̅ⲛⲟϫⲕ̅ ⲛ̅ⲧⲡⲉ ⲙⲏⲡⲟⲧⲉ ⲁϥⲧⲁϩⲙ̅ⲟⲩⲁ ⲉϥⲧⲁⲓ̈ⲏⲩ ⲉⲣⲟⲕ
9 ૯ જેણે તને તથા તેને નિમંત્રણ આપેલું હોય તે આવીને તને કહે કે, ‘એને જગ્યા આપ’; ત્યારે તારે અપમાનિત થઈને સહુથી છેલ્લે સ્થાને બેસવું પડે.
ⲑ̅ⲛϥ̅ⲉ͡ⲓ ⲛ̅ϭⲓⲡⲉⲛⲧⲁϥⲧⲁϩⲙⲉⲕ ⲛⲙ̅ⲙⲁϥ ⲛϥ̅ⲙⲟⲩⲧⲉ ⲉⲣⲟⲕ ⲛϥ̅ϫⲟⲟⲥ ⲛⲁⲕ ϫⲉ ⲕⲁⲡⲙⲁ ⲙ̅ⲡⲁⲓ̈. ⲧⲟⲧⲉ ⲕⲛⲁⲁⲣⲭⲓ ϩⲛ̅ⲟⲩϣⲓⲡⲉ ⲉϫⲓ ⲙ̅ⲡⲙⲁ ⲛ̅ϩⲁⲉ.
10 ૧૦ પણ કોઈ તને નિમંત્રે ત્યારે સહુથી છેવટની જગ્યાએ જઈ બેસ, કે તને નિમંત્રણ આપનાર તને કહે કે, ‘મિત્ર ઉપર આવ’; ત્યારે તારી સાથે જમવા બેઠેલા સર્વની આગળ તને માન મળશે.
ⲓ̅ⲁⲗⲗⲁ ⲉⲩϣⲁⲛⲧⲁϩⲙⲉⲕ ⲃⲱⲕ ⲛⲅ̅ⲛⲟϫⲕ̅ ⲙ̅ⲡⲙⲁ ⲛ̅ϩⲁⲉ. ϫⲉⲕⲁⲥ ⲉⲣϣⲁⲛⲡⲉⲛⲧⲁϥⲧⲁϩⲙⲉⲕ ⲉ͡ⲓ ⲛϥ̅ϫⲟⲟⲥ ⲛⲁⲕ ϫⲉ ⲡⲉϣⲃⲏⲣ ⲟ̅ⲗⲉⲕ ⲉϩⲣⲁⲓ ⲉⲡϫⲓⲥⲉ. ⲧⲟⲧⲉ ⲟⲩⲛⲟⲩⲉⲟⲟⲩ ⲛⲁϣⲱⲡⲉ ⲛⲁⲕ ⲙ̅ⲡⲉⲙⲧⲟ ⲉⲃⲟⲗ ⲛ̅ⲛⲉⲧⲛⲏϫ ⲛⲙ̅ⲙⲁⲕ ⲧⲏⲣⲟⲩ.
11 ૧૧ કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.’”
ⲓ̅ⲁ̅ϫⲉ ⲟⲩⲟⲛ ⲛⲓⲙ ⲉⲧϫⲓⲥⲉ ⲙ̅ⲙⲟϥ ⲥⲉⲛⲁⲑⲃ̅ⲃⲓⲟϥ. ⲁⲩⲱ ⲡⲉⲧʾⲑⲃ̅ⲃⲓⲟ ⲙ̅ⲙⲟϥ ⲥⲉⲛⲁϫⲁⲥⲧϥ̅.
12 ૧૨ જેણે તેમને નિમંત્ર્યા હતા તેને પણ ઈસુએ કહ્યું કે, જયારે તું દિવસનું કે રાતનું ભોજન આપે, ‘ત્યારે કેવળ તારા મિત્રોને, ભાઈઓને, સગાંઓને, કે શ્રીમંત પડોશીઓને ન બોલાવ; એમ ન થાય કે કદાચ તેઓ પણ તને પાછા બોલાવે, અને તને બદલો મળે.
ⲓ̅ⲃ̅ⲡⲉϫⲁϥ ⲟⲛ ⲙ̅ⲡⲉⲛⲧⲁϥⲧⲁϩⲙⲉϥ. ϫⲉ ⲉⲕϣⲁⲛⲣ̅ⲟⲩⲁⲣⲓⲥⲧⲟⲛ ⲏ ⲟⲩⲇⲉⲓⲡⲛⲟⲛ ⲙ̅ⲡⲣ̅ⲙⲟⲩⲧⲉ ⲉⲛⲉⲕϣⲃⲉⲉⲣ ⲟⲩⲇⲉ ⲛⲉⲕⲥⲛⲏⲟⲩ. ⲟⲩⲇⲉ ⲛⲉⲕⲥⲩⲅⲅⲉⲛⲏⲥ ⲟⲩⲇⲉ ⲣ̅ⲣⲙ̅ⲙⲁⲟ̅ ⲉⲧϩⲓⲧⲟⲩⲱⲕ. ⲙⲏⲡⲟⲧⲉ ϩⲱⲟⲩ ⲛ̅ⲥⲉⲧⲁϩⲙⲉⲕ ⲛⲧⲉⲟⲩⲧⲟⲩⲓ̈ⲟ̅ ϣⲱⲡⲉ ⲛⲁⲕ.
13 ૧૩ પણ જયારે તું મિજબાની આપે ત્યારે ગરીબોને, અપંગોને, પાંગળાઓને તથા અંધજનોને તેડાવ.
ⲓ̅ⲅ̅ⲁⲗⲗⲁ ⲉⲕϣⲁⲛⲣ̅ⲟⲩϣⲟⲡⲥ̅. ⲧⲉϩⲙ̅ⲛ̅ϩⲏⲕⲉ ⲛⲙ̅ⲛⲉⲧⲙⲟⲕϩ̅. ⲛⲙ̅ⲛ̅ϭⲁⲗⲉ. ⲛⲙ̅ⲛ̅ⲃⲃⲗ̅ⲗⲉ.
14 ૧૪ તેથી તું આશીર્વાદિત થઈશ; કેમ કે તને બદલો આપવાને તેઓની પાસે કંઈ નથી; પણ ન્યાયીઓના મરણોત્થાનમાં તને બદલો આપવામાં આવશે.’”
ⲓ̅ⲇ̅ⲁⲩⲱ ⲕⲛⲁϣⲱⲡⲉ ⲙ̅ⲙⲁⲕⲁⲣⲓⲟⲥ ϫⲉ ⲙ̅ⲙⲛ̅ⲧⲁⲩ ⲙ̅ⲙⲁⲩ ⲉⲧⲱⲱⲃⲉ ⲛⲁⲕ. ⲥⲉⲛⲁⲧⲟⲟⲃⲟⲩ ⲅⲁⲣ ⲛⲁⲕ ϩⲛ̅ⲧⲁⲛⲁⲥⲧⲁⲥⲓⲥ ⲛⲛ̅ⲇⲓⲕⲁⲓⲟⲥ.
15 ૧૫ તેમની સાથે જમવા બેઠેલાઓમાંના એકે એ વાત સાંભળીને તેમને કહ્યું કે, ‘ઈશ્વરના રાજ્યમાં જે રોટલી ખાશે તે આશીર્વાદિત છે.’”
ⲓ̅ⲉ̅ⲟⲩⲁ ⲇⲉ ⲉϥⲛⲏϫ ⲛⲙ̅ⲙⲁϥ ⲁϥⲥⲱⲧⲙ̅ ⲉⲛⲁⲓ̈ ⲡⲉϫⲁϥ ⲛⲁϥ ϫⲉ. ⲛⲁⲓ̈ⲁⲧϥ̅ ⲙ̅ⲡⲉⲧⲛⲁⲟⲩⲱⲙ ⲛ̅ⲟⲩⲟⲓ̈ⲕ ϩⲛ̅ⲧⲙⲛ̅ⲧⲉⲣⲟ ⲙ̅ⲡⲛⲟⲩⲧⲉ.
16 ૧૬ પણ ઈસુએ તેને કહ્યું કે, ‘કોઈ એક માણસે રાતના મોટો ભોજન સમારંભ યોજ્યો. તેણે ઘણાંને આમંત્રણ આપ્યું.
ⲓ̅ⲋ̅ⲛ̅ⲧⲟϥ ⲇⲉ ⲡⲉϫⲁϥ ⲛⲁϥ ϫⲉ. ⲟⲩⲣⲱⲙⲉ ⲡⲉ ⲛⲧⲁϥⲣ̅ⲟⲩⲛⲟϭ ⲛ̅ⲇⲓⲡⲛⲟⲛ ⲁⲩⲱ ⲁϥⲧⲉϩⲙ̅ⲟⲩⲙⲏⲏϣⲉ.
17 ૧૭ તે સમયે તેણે પોતાના નોકરને મોકલીને આમંત્રિત મહેમાનોને એમ કહેવડાવ્યું કે આવો; ‘કેમ કે હમણાં બધું ભોજન તૈયાર થયું છે’.
ⲓ̅ⲍ̅ⲁϥϫⲟⲟⲩ ⲇⲉ ⲙⲡⲉϥϩⲙϩⲁⲗ ⲙ̅ⲡⲛⲁⲩ ⲙ̅ⲡⲇⲉⲓⲡⲛⲟⲛ ⲉϫⲟⲟⲥ ⲛ̅ⲛⲉⲧⲧⲁϩⲙ̅ ϫⲉ ⲁⲙⲏⲓ̈ⲧⲛ̅ ϫⲉ ⲁⲛⲕⲁ ⲛⲓⲙ ⲥⲟⲃⲧⲉ.
18 ૧૮ સર્વ એકસાથે બહાનાં કાઢવા લાગ્યા. પહેલાએ તેને કહ્યું કે, ‘મેં ખેતર વેચાતું લીધું છે, મારે જઈને તે જોવાની અગત્ય છે; હું તને વિનંતી કરું છું કે મને માફ કર.’”
ⲓ̅ⲏ̅ⲁⲩⲁⲣⲭⲓ ⲇⲉ ϩⲓⲟⲩⲥⲟⲡ ⲧⲏⲣⲟⲩ ⲉⲡⲁⲣⲁⲓⲧⲓ. ⲡⲉϫⲉⲡϣⲟⲣⲡ̅ ⲛⲁϥ ϫⲉ ⲁⲓ̈ϣⲉⲡⲟⲩⲥⲱϣⲉ ϯⲛⲁϫⲡⲓⲃⲱⲕ ⲉⲃⲟⲗ ⲉⲛⲁⲩ ⲉⲣⲟⲥ ϯⲥⲟⲡⲥ̅ ⲙ̅ⲙⲟⲕ ⲕⲁⲁⲧʾ ⲛ̅ⲧⲟⲟⲧⲕ̅ ϩⲱⲥⲉⲓ̈ⲡⲁⲣⲁⲓⲧⲓ.
19 ૧૯ બીજાએ કહ્યું કે, ‘મેં પાંચ જોડ બળદ વેચાતા લીધા છે, અને હું તેમને પારખવા જાઉં છું; હું તને વિનંતી કરું છું કે મને માફ કર.’”
ⲓ̅ⲑ̅ⲡⲉϫⲉⲡⲕⲉⲩⲁ ⲇⲉ ⲛⲁϥ ϫⲉ ⲁⲓ̈ϣⲉⲡϯⲟⲩ ⲛ̅ⲥⲟⲓ̈ϣ ⲛ̅ⲉϩⲉ ϯⲛⲁⲃⲱⲕ ⲧⲁϫⲟⲛⲧⲟⲩ ϯⲥⲟⲡⲥ̅ ⲙ̅ⲙⲟⲕ ⲕⲁⲁⲧʾ ⲛ̅ⲧⲟⲟⲧⲕ̅ ϩⲱⲥⲉⲓ̈ⲡⲁⲣⲁⲓⲧⲓ.
20 ૨૦ અન્ય એકે કહ્યું કે, ‘મારું લગ્ન હમણાં જ થયું છે, માટે મારાથી અવાશે નહિ.’”
ⲕ̅ⲡⲉϫⲉⲡⲕⲉⲟⲩⲁ ⲇⲉ ϫⲉ. ⲁⲓ̈ϩⲙⲟⲟⲥ ⲛⲙ̅ⲟⲩⲥϩⲓⲙⲉ ⲉⲧⲃⲉϫⲉⲙ̅ⲙⲛϣ̅ϭⲟⲙ ⲙ̅ⲙⲟⲓ̈ ⲉⲉ͡ⲓ.
21 ૨૧ પછી તે નોકરે આવીને પોતાના માલિકને બધી વાત કરી; ત્યારે ઘરના માલિકે ગુસ્સે થઈને પોતાના નોકરને કહ્યું કે, ‘શહેરના રસ્તાઓમાં તથા ગલીઓમાં જઈને ગરીબોને, અપંગોને, પાંગળાઓને અને અંધજનોને બોલાવી લાવ.’”
ⲕ̅ⲁ̅ⲁⲡϩⲙ̅ϩⲁⲗ ⲇⲉ ⲉ͡ⲓ ⲁϥϫⲱ ⲛ̅ⲛⲁⲓ ⲉⲡⲉϥϫⲟⲉⲓⲥ. ⲧⲟⲧⲉ ⲁⲡϫⲟⲉⲓⲥ ⲛⲟⲩϭⲥ̅ ⲡⲉϫⲁϥ ⲙ̅ⲡⲉϥϩⲙ̅ϩⲁⲗ ϫⲉ ⲃⲱⲕ ⲉⲃⲟⲗ ϭⲉⲡⲏ ⲉⲛⲉⲡⲗⲁⲧⲓⲁ ⲛⲙ̅ⲛ̅ϩⲓⲣ ⲛⲙ̅ⲙ̅ⲡⲟⲗⲓⲥ ⲛ̅ⲕⲛ̅ⲛ̅ϩⲏⲕⲉ ⲉϩⲟⲩⲛ ⲛⲙ̅ⲛⲉⲧⲙⲟⲕϩ̅ ⲛⲙ̅ⲛ̅ⲃⲗ̅ⲗⲉ. ⲛⲙ̅ⲛ̅ϭⲁⲗⲉ. ⲉϩⲟⲩⲛ ⲉⲡⲉⲓ̈ⲙⲁ.
22 ૨૨ તે નોકરે કહ્યું કે, માલિક, તમારા હુકમ પ્રમાણે કરવામાં આવ્યું છે, અને હજી પણ ત્યાં ઘણી જગ્યા ખાલી છે.’”
ⲕ̅ⲃ̅ⲡⲉϫⲉⲡϩⲙ̅ϩⲁⲗ ⲇⲉ ϫⲉ. ⲡϫⲟⲉⲓⲥ ⲁⲡⲉⲛⲧⲁⲕϫⲟⲟϥ ϣⲱⲡⲉ ⲁⲩⲱ ⲟⲛ ⲟⲩⲙ̅ⲙⲁ.
23 ૨૩ માલિકે કહ્યું કે, ‘રસ્તા પર તથા ગામડાંઓમાં જઈને તેઓને આગ્રહ કરીને બોલાવી લાવ, કે મારું ઘર ભરાઈ જાય.
ⲕ̅ⲅ̅ⲡⲉϫⲉⲡϫⲟⲉⲓⲥ ⲙ̅ⲡϩⲙ̅ϩⲁⲗ ϫⲉ ⲃⲱⲕ ⲉⲃⲟⲗ ⲉⲛⲉϩⲓⲟⲟⲩⲉ ⲛⲙ̅ⲙⲁ ⲙ̅ⲙⲟⲟϣⲉ ⲛⲅ̅ⲁⲛⲁⲅⲕⲁⲍⲉ ⲙ̅ⲙⲟⲟⲩ ⲉⲉ͡ⲓ ⲉϩⲟⲩⲛ ϫⲉ ⲉⲣⲉⲡⲁⲏⲓ̈ ⲙⲟⲩϩ
24 ૨૪ કેમ કે હું તને કહું છું કે, પેલા માણસો જેઓ આમંત્રિત હતા તેઓમાંના કોઈ પણ હવે મારી મિજબાનીમાંથી ચાખશે નહિ.’”
ⲕ̅ⲇ̅ϯϫⲱ ⲙ̅ⲙⲟⲥ ⲛⲏⲧⲛ̅ ϫⲉ ⲙ̅ⲙⲛ̅ⲗⲁⲁⲩ ⲛ̅ⲛⲉⲧʾⲧⲁϩⲙ̅ ⲛⲁϫⲓϯⲡⲉ ⲙ̅ⲡⲁⲇⲉⲓⲡⲛⲟⲛ·
25 ૨૫ હવે ઘણાં લોક ઈસુની સાથે જતા હતા, અને તેઓને તેમણે પાછા ફરીને કહ્યું કે,
ⲕ̅ⲉ̅ⲛⲉⲩⲙⲟⲟϣⲉ ⲇⲉ ⲛⲙ̅ⲙⲁϥ ⲡⲉ ⲛ̅ϭⲓϩⲉⲛⲙⲏⲏϣⲉ ⲉⲛⲁϣⲱⲟⲩ. ⲁϥⲕⲟⲧϥ̅ ⲇⲉ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ
26 ૨૬ ‘જો કોઈ મારી પાસે આવે, અને પોતાનાં માતાનો અને પિતાનો, પત્નીનો, બાળકોનો, ભાઈઓનો તથા બહેનોનો, હા, પોતાના જીવનો પણ દ્રેષ ન કરે, તો તે મારો શિષ્ય થઈ શકતો નથી.
ⲕ̅ⲋ̅ϫⲉ. ⲡⲉⲧⲛⲏⲟⲩ ϣⲁⲣⲟⲓ̈ ⲉⲛϥ̅ⲙⲟⲥⲧⲉ ⲁⲛ ⲙ̅ⲡⲉϥⲓ̈ⲱⲧʾ. ⲛⲙ̅ⲧⲉϥⲙⲁⲁⲩ. ⲛⲙ̅ⲧⲉϥⲥϩⲓⲙⲉ. ⲛⲙ̅ⲛⲉϥϣⲏⲣⲉ. ⲛⲙ̅ⲛⲉϥⲥⲛⲏⲟⲩ. ⲛⲙ̅ⲛⲉϥⲥⲱⲛⲉ. ⲉⲧⲓ ⲇⲉ ⲧⲉϥⲕⲉⲯⲩⲭⲏ ⲙ̅ⲙⲛ̅ϣϭⲟⲙ ⲉⲧⲣⲉϥⲣ̅ⲙⲁⲑⲏⲧⲏⲥ ⲛⲁⲓ̈
27 ૨૭ જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી.
ⲕ̅ⲍ̅ⲁⲩⲱ ⲡⲉⲧⲉⲛϥ̅ⲛⲁϥⲓ ⲁⲛ ⲙ̅ⲡⲉϥⲥxⲟⲥ ⲙ̅ⲙⲏⲛⲉ ⲛϥ̅ⲟⲩⲁϩϥ̅ ⲛ̅ⲥⲱⲓ̈ ⲙ̅ⲙⲛ̅ϣϭⲟⲙ ⲉⲧⲣⲉϥϣⲱⲡⲉ ⲛⲁⲓ̈ ⲙ̅ⲙⲁⲑⲏⲧⲏⲥ.
28 ૨૮ કેમ કે તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા ચાહે, પણ પહેલાં બેસીને ખર્ચ નહિ ગણે, કે તે પૂરો કરવા જેટલું મારી પાસે છે કે નહિ?
ⲕ̅ⲏ̅ⲛⲓⲙ ⲅⲁⲣ ⲙ̅ⲙⲱⲧⲛ̅ ⲉϥⲟⲩⲉϣⲕⲉⲧʾⲟⲩⲡⲩⲣⲅⲟⲥ ⲙⲏ ⲛϥ̅ⲛⲁϩⲙⲟⲟⲥ ⲁⲛ ⲛ̅ϣⲟⲣⲡ̅ ⲛϥ̅ϥⲓⲡⲱⲡ ⲛ̅ⲧⲉϥⲧⲁⲡⲁⲛⲏ ϫⲉ ⲟⲩⲛⲧⲁϥ ⲉϫⲟⲕϥ̅ ⲉⲃⲟⲗ
29 ૨૯ રખેને કદાચ પાયો નાખ્યા પછી તે પૂરો કરી શકે નહિ; ત્યારે જે જુએ તેઓ સર્વ તેની મશ્કરી કરવા લાગે,
ⲕ̅ⲑ̅ϫⲉⲕⲁⲥ ⲉⲛⲛⲉϥⲥⲙⲛ̅ⲥⲛⲧⲉ ⲛϥ̅ⲧⲙ̅ϭⲙ̅ϭⲟⲙ ⲉϫⲟⲕϥ̅ ⲉⲃⲟⲗ ⲛ̅ⲧⲉⲟⲩⲟⲛ ⲛⲓⲙ ⲉⲧⲛⲁⲩ ⲉⲣⲟϥ ⲥⲱⲃⲉ ⲛ̅ⲥⲱϥ
30 ૩૦ અને કહે કે, આ માણસ બાંધવા લાગ્યો, પણ પૂરું કરી શક્યો નહિ.
ⲗ̅ⲉⲩϫⲱ ⲙ̅ⲙⲟⲥ ϫⲉ ⲁⲡⲉⲓ̈ⲣⲱⲙⲉ ⲁⲣⲭⲓ ⲛ̅ⲕⲱⲧʾ ⲙ̅ⲡϥⲉϣϭⲙ̅ϭⲟⲙ ⲉϫⲟⲕϥ̅ ⲉⲃⲟⲗ.
31 ૩૧ અથવા કયો રાજા એવો છે કે બીજા રાજાની સામે લડાઈ કરવા જતો હોય, પણ પહેલાં બેસીને વિચાર નહિ કરે, કે જે વીસ હજાર સૈનિકો લઈને મારી સામે આવે છે, તેની સામે હું દસ હજાર સૈનિકોને લઈ લડી શકીશ કે નહિ?
ⲗ̅ⲁ̅ⲏ ⲛⲓⲙ ⲛⲣ̅ⲣⲟ ⲉϥⲛⲁⲃⲱⲕ ⲉⲙⲓϣⲉ ⲛⲙ̅ⲕⲉⲣ̅ⲣⲟ ⲙⲏ ⲛϥ̅ⲛⲁϩⲙⲟⲟⲥ ⲁⲛ ⲛ̅ϣⲟⲣⲡ̅ ⲛϥ̅ϫⲓϣⲟϫⲛⲉ ϫⲉ ⲟⲩⲛϭⲟⲙ ⲙ̅ⲙⲟϥ ⲉⲧⲱⲙⲧ̅ʾ ϩⲛⲟⲩⲧⲃ͡ⲁ ⲉⲡⲉⲧⲛⲏⲟⲩ ⲉϫⲱϥ ⲛⲙ̅ⲧⲃⲁ ⲥⲛⲁⲩ.
32 ૩૨ નહિ તો બીજો રાજા હજી ઘણો દૂર છે, એટલામાં તે એલચીઓને મોકલીને સુલેહની શરતો વિષે પૂછશે.
ⲗ̅ⲃ̅ⲉϣⲱⲡⲉ ⲙ̅ⲙⲟⲛ ⲉⲧⲓ ⲉϥⲙ̅ⲡⲟⲩⲉ ϥⲛⲁϫⲟⲟⲩ ⲛ̅ϩⲉⲛϥⲁⲓ̈ϣⲓⲛⲉ ⲉϥⲥⲟⲡⲥ̅ ϫⲉ ⲁⲣⲓⲉ͡ⲓⲣⲏⲛⲏ.
33 ૩૩ તે પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી.
ⲗ̅ⲅ̅ⲧⲁⲓ̈ ϭⲉ ⲧⲉ ⲑⲉ ⲛ̅ⲟⲩⲟⲛ ⲛⲓⲙ ⲉⲃⲟⲗ ⲛ̅ϩⲏⲧʾⲧⲏⲩⲧⲛ̅ ⲉⲛϥ̅ⲛⲁⲁⲡⲟⲧⲁⲥⲥⲉ ⲁⲛ ⲛ̅ⲛⲉϥϩⲩⲡⲁⲣⲭⲟⲛⲧⲁ ⲧⲏⲣⲟⲩ. ⲙ̅ⲙⲛ̅ϣϭⲟⲙ ⲙ̅ⲙⲟϥ ⲉⲧⲣⲉϥϣⲱⲡⲉ ⲛⲁⲓ̈ ⲙ̅ⲙⲁⲑⲏⲧⲏⲥ.
34 ૩૪ મીઠું તો સારુ છે, પરંતુ જો મીઠું પણ સ્વાદ વગરનું થયું હોય, તો તે શાથી ખારું કરાશે?
ⲗ̅ⲇ̅ⲛⲁⲛⲟⲩⲡⲉϩⲙⲟⲩ ⲇⲉ ⲉⲣϣⲁⲛⲡⲕⲉϩⲙⲟⲩ ⲇⲉ ⲃⲁⲁⲃⲉ ⲉⲩⲛⲁⲙⲟⲗϩϥ̅ ⲛⲟⲩ.
35 ૩૫ તે જમીનને સારુ અથવા ખાતરને સારુ યોગ્ય નથી; પણ માણસો તેને બહાર નાખી દે છે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે.’”
ⲗ̅ⲉ̅ⲙⲉϥⲣ̅ϣⲁⲩ ⲉⲡⲕⲁϩ ⲟⲩⲧⲉ ⲉⲧⲕⲟⲡⲣⲓⲁ ⲉϣⲁⲩⲛⲟϫϥ̅ ⲉⲃⲟⲗ. ⲡⲉⲧⲉⲟⲩⲛⲙⲁⲁϫⲉ ⲙ̅ⲙⲟϥ ⲉⲥⲱⲧⲙ̅ ⲙⲁⲣⲉϥⲥⲱⲧⲙ̅·