< લૂક 13 >
1 ૧ તે જ સમયે ત્યાં હાજર કેટલાક માણસોએ આવીને ઈસુને તે ગાલીલીઓ વિશે જણાવ્યું કે, પિલાતે તેમના યજ્ઞોના લોહીમાં તેઓનું લોહી ભેળવી દીધું.
Kwa wakataihuo huo, kulikuwa na baadhi watu waliomtaarifu juu ya Wagalilaya ambao Pilato aliwaua na kuchanganya damu yao na sadaka zao.
2 ૨ ઈસુએ તેઓને જવાબ આપતાં કહ્યું કે, ‘તે ગાલીલીઓ અન્ય ગાલીલીઓ કરતાં વધારે પાપી હતા તેથી તેઓ પર આવી વિપત્તિ આવી પડી એમ તમે માનો છો?’”
Yesu akajibu na kuwaambia, “Je mwadhani kuwa Wagalilaya hao walikuwa na dhambi kuliko Wagalilaya wengine wote ndiyo maana wamepatwa na mabaya hayo?
3 ૩ હું તમને કહું છું કે ના; પણ જો તમે પસ્તાવો નહિ કરો, તો તમે પણ એ જ રીતે નાશ પામશો.
Hapana, nawaambia, lakini msipotubu, nanyi mtaangamia vivyo hivyo.
4 ૪ અથવા શિલોઆહમાં જે અઢાર માણસો પર બુરજ તૂટી પડવાથી તેઓ મરણ પામ્યા, તેઓ યરુશાલેમમાં વસતા બીજા બધા માણસો કરતાં વધારે પાપી હતા એમ તમે માનો છો?
Au wale watu kumi na nane katika Siloamu ambao mnara ulianguka na kuwaua, mnafikiri wao walikuwa wenye dhambi zaidi kuliko watu wengine katika Yerusalemu?
5 ૫ હું તમને કહું છું કે ના; પણ જો તમે પસ્તાવો નહિ કરો, તો તમે બધા પણ એ જ રીતે નાશ પામશો.’”
Hapana, mimi nasema, lakini kama msipotubu, ninyi nyote pia mtaangamia.
6 ૬ ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું કે, એક માણસની દ્રાક્ષાવાડીમાં એક અંજીરનું ઝાડ હતું. તે તેના પર ફળ શોધતો આવ્યો, પણ તેને એક પણ ફળ મળ્યું નહિ.
Yesu aliwaambia mfano huu, “Mtu mmoja alikuwa na mtini umepandwa katika shamba lake na alikwenda kutafuta matunda juu yake lakini hakupata.
7 ૭ ત્યારે તેણે દ્રાક્ષાવાડીના માળીને કહ્યું કે, ‘જો, ત્રણ વર્ષથી આ અંજીરી પર હું ફળ શોધતો આવું છું, પણ મને એક પણ ફળ મળતું નથી; એને કાપી નાખ; તે જમીન કેમ નકામી રોકી રહી છે?’”
Akamwambia mtunza bustani, 'Tazama, kwa miaka mitatu nimekuja na kujaribu kutafuta matunda kwenye mtini huu lakini sikupata. Uukate. Kwani ulete uharibifu wa ardhi?
8 ૮ ત્યારે માળીએ ઉત્તર આપતા કહ્યું કે, ‘શેઠ, તેને આ વર્ષ રહેવા દો, તે દરમિયાન હું એની આસપાસ ખાડો કરીશ અને ખાતર નાખીશ.
Mtunza bustani akajibu na kusema, 'uache mwaka huu ili niupalilie na kuweka mbolea juu yake.
9 ૯ જો ત્યાર પછી તેને ફળ આવે તો ઠીક; નહિ તો તેને કાપી નાખજો.’”
Kama ukizaa matunda mwaka ujao, ni vema; lakini kama hautazaa, uukate!”'
10 ૧૦ વિશ્રામવારે ઈસુ એક સભાસ્થાનમાં ઉપદેશ કરતા હતા.
Sasa Yesu alikuwa akifundisha katika mojawapo ya Masinagogi wakati wa Sabato.
11 ૧૧ ત્યાં એક સ્ત્રી એવી હતી કે જેને અઢાર વર્ષથી બીમારીનો દુષ્ટાત્મા વળગેલો હતો. તે કૂબડી હતી અને સીધી ઊભી થઈ કે રહી શકતી જ નહોતી.
Tazama, alikuwepo mama mmoja ambaye kwa miaka kumi na minane alikuwa na rohomchafu wa udhaifu, na yeye alikuwa amepinda na hana uwezo kabisa wa kusimama.
12 ૧૨ ઈસુએ તેને જોઈને તેને બોલાવી, અને તેને કહ્યું કે, ‘બહેન, તારી બીમારી મટી ગઈ છે.’”
Yesu alipomwona, alimwita, akamwambia, “Mama, umewekwa huru kutoka kwenye udhaifu wako.”
13 ૧૩ ઈસુએ તેના પર હાથ મૂક્યો; અને તરત તે ટટ્ટાર થઈ અને ઈશ્વરનો મહિમા કરવા લાગી.
Akaweka mikono yake juu yake, na mara mwili wake akajinyoosha na akamtukuza Mungu.
14 ૧૪ પણ વિશ્રામવારે ઈસુએ તેને સાજી કરી, તેથી સભાસ્થાનના અધિકારીએ ગુસ્સે થઈને લોકોને કહ્યું કે, ‘છ દિવસ છે જેમાં માણસોએ કામ કરવું જોઈએ, એ માટે તે દિવસોમાં આવીને સાજાં થાઓ, પણ વિશ્રામવારે નહિ.’”
Lakini mkuu wa sinagogi alikasirika kwa sababu Yesu alikuwa amemponya siku ya Sabato. Hivyo mtawala akajibu akawambia makutano, “Kuna siku sita ambazo ni lazima kufanya kazi. Njoni kuponywa basi, si katika siku ya Sabato. '
15 ૧૫ પ્રભુએ તેઓને ઉત્તર આપતા કહ્યું કે, ‘ઓ ઢોંગીઓ, શું તમારામાં એક પણ માણસ એવો છે જે વિશ્રામવારે પોતાના બળદને કે ગધેડાને ગભાણમાંથી છોડીને પાણી પીવા સારુ લઈ જતો નથી?
Bwana akamjibu na akasema, “wanafiki! Hakuna kila mmoja wenu kufungua punda wako au ng'ombe kutoka zizini na kuwaongoza kumpeleka kunywa siku ya Sabato?
16 ૧૬ આ સ્ત્રી જે ઇબ્રાહિમની દીકરી છે, જેને શેતાને અઢાર વર્ષથી બાંધી રાખી હતી, તેને વિશ્રામવારે છૂટી કરી એ શું ખોટું કર્યું?’”
Hivyo pia binti wa Abrahamu, ambaye Shetani amemfunga kwa miaka kumi na minane, je haikumpasa kifungo chake kisifunguliwe siku ya sabato?”
17 ૧૭ ઈસુ એ તે વાતો કહી ત્યારે તેમના સામેવાળા શરમિંદા થઈ ગયા; પણ અન્ય લોકો તો ઈસુ જે અદભુત કામો કરી રહ્યા હતા તે જોઈને આનંદ પામ્યા.
Alipokuwa akisema maneno hayo, wale wote waliompinga waliona aibu, bali makutano wote wa wengine walishangilia kwa ajili ya mambo ya ajabu aliyotenda.
18 ૧૮ ઈસુએ કહ્યું કે, ‘ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે, અને હું એને શાની ઉપમા આપું?
Yesu akasema, “Ufalme wa Mungu unafanana na nini, na naweza kuulinganisha na nini?
19 ૧૯ તે રાઈના દાણા જેવું છે. કોઈ માણસે દાણો લઈને પોતાની વાડીમાં વાવ્યો. પછી છોડ ઊગ્યો અને તે વધીને મોટું ઝાડ થયું, અને આકાશના પક્ષીઓએ તેની ડાળીઓ પર વાસો કર્યો.’”
Ni kama mbegu ya haradari aliyoitwaa mtu mmoja na kuipanda shambani mwake, na ikamea ikawa mti mkubwa, na ndege wa mbinguni wakajenga viota vyao katika matawi yake.
20 ૨૦ ફરીથી ઈસુએ કહ્યું કે, ‘ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે અને હું એને શાની ઉપમા આપું?
Tena akasema, “Niufananishe na nini ufalme wa Mungu?
21 ૨૧ તે ખમીર જેવું છે. એક મહિલાએ ખમીર લઈને ત્રણ માપ લોટમાં મેળવ્યું. પરિણામે બધો લોટ ખમીરવાળો થયો.’”
Ni kama chachu ambayo mwanamke aliichukua na kuchanganyakwenye vipimo vitatu vya unga hata ukaumuka.”
22 ૨૨ ઈસુ યરુશાલેમ તરફ મુસાફરી કરતા હતા ત્યારે માર્ગ પર આવતાં શહેર અને ગામોની મુલાકાત કરીને લોકોને બોધ કરતા હતા.’”
Yesu alitembelea kila mji na kijiji njiani akielekea Yerusalemu na kuwafundisha.
23 ૨૩ એક માણસે ઈસુને પૂછ્યું કે, ‘પ્રભુ, ઉદ્ધાર પામનાર લોકો થોડા છે શું?’ પછી ઈસુએ તેઓને કહ્યું કે,
Mtu mmoja akauliza, “Bwana, ni watu wachache tu watakaookolewa?” Hivyo akawaambia,
24 ૨૪ ‘સાંકડા દરવાજામાં થઈને પ્રવેશ કરવા કષ્ટ કરો, કારણ, હું તમને કહું છું કે ઘણાં અંદર પ્રવેશ કરવા પ્રયત્ન કરશે, પણ અંદર પ્રવેશી શકશે નહિ.
“Jitahidi kuingia kwa kupitia mlango mwembamba, kwa sababu wengi watajaribu na hawataweza kuingia.
25 ૨૫ જયારે ઘરનો માલિક ઊઠીને બારણું બંધ કરશે, અને તમે બહાર ઊભા રહીને બારણું ખટખટાવીને કહેશો કે, ‘પ્રભુ, પ્રભુ, અમારે માટે બારણાં ઉઘાડો’; અને તે તમને ઉત્તર આપતાં કહેશે કે, ‘હું તમને ઓળખતો નથી કે તમે ક્યાંનાં છો?
Mara baada ya mmiliki wa nyumba kusimama na kufunga mlango, basi mtasimama nje na kupiga hodi mlangoni na kusema, Bwana, Bwana, tufungulie yeye atajibu na kuwaambia, siwajui ninyi wala mtokako.'
26 ૨૬ ત્યારે તમે કહેશો કે, અમે તારી સમક્ષ ખાધું પીધું હતું અને તમે અમારા રસ્તાઓમાં બોધ કર્યો હતો.
Ndipo mtasema, Tulikula na kunywa mbele yako na wewe ulifundisha katika mitaa yetu.”
27 ૨૭ પણ તે કહેશે કે, હું તમને કહું છું કે, તમે ક્યાંનાં છો એ હું જાણતો નથી; હે અન્યાય કરનારાઓ, તમે લોકો મારી પાસેથી દૂર જાઓ.
Lakini yeye atawajibu, `nawaambia, siwajui mtokako, ondokeni kwangu, ninyi watenda maovu!'
28 ૨૮ જયારે તમે ઇબ્રાહિમને, ઇસહાકને, યાકૂબને અને બધા પ્રબોધકોને ઈશ્વરના રાજ્યમાં જોશો, અને પોતાને બહાર કાઢી મૂકેલા જોશો, જ્યાં રડવું અને દાંત પીસવું થશે.
Kutakuwa na kilio na kusaga meno wakati mtakapowaona Abrahamu, Isaka, Yakobo na manabii wote katika ufalme wa Mungu, lakini ninyi wenyewe mumetupwa nje.
29 ૨૯ તેઓ પૂર્વમાંથી, પશ્ચિમમાંથી, ઉત્તરમાંથી તથા દક્ષિણમાંથી લોકો આવશે, અને ઈશ્વરના રાજ્યમાં ભોજન સમારંભમાં બેસશે.
Watafika kutoka Mashariki, Magharibi, Kaskazini na Kusini, na kupumzika katika meza ya chakula cha jioni katika ufalme wa Mungu.
30 ૩૦ જોજો, જેઓ કેટલાક છેલ્લાં છે તેઓ પહેલા થશે અને જે પહેલા છે તેઓ છેલ્લાં થશે.
Na tambua hili, wa mwisho ni wa kwanza na wa kwanza atakuwa wa mwisho.”
31 ૩૧ તે જ ઘડીએ કેટલાક ફરોશીઓએ ઈસુ પાસે આવીને કહ્યું કે, અહીંથી જતા રહો. કેમ કે હેરોદ તમને મારી નાખવા માગે છે.
Muda mfupi baadaye, baadhi ya Mafarisayo walikuja na kumwambia, “Nenda na ondoka hapa kwa sababu Herode anataka kukuua.”
32 ૩૨ ઈસુએ તેઓને કહ્યું, તમે જઈને એ શિયાળવાને કહો કે, જુઓ, હું આજે અને કાલે દુષ્ટાત્માઓને કાઢું છું અને રોગ મટાડું છું અને ત્રીજે દિવસે મારું કામ પૂરું થશે.
Yesu akasema, “Nendeni mkamwambie yule mbweha, `Tazama, ninawafukuza pepo na kufanya uponyaji leo na kesho, na siku ya tatu nitatimiza lengo langu.
33 ૩૩ કોઈ પણ સંજોગોમાં આજે, કાલે તથા પરમ દિવસે મારે ચાલવું જોઈએ, કેમ કે કોઈ પ્રબોધક યરુશાલેમની બહાર મૃત્યુ પામે એ શક્ય નથી.
Katika hali yoyote, ni muhimu kwa ajili yangu kuendelea leo, kesho, na siku iliyofuata, kwa vile haikubaliki kumuua nabii mbali na Yerusalemu.
34 ૩૪ ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર તથા તારી પાસે મોકલેલાને પથ્થરે મારનાર, મરઘી જેમ પોતાનાં બચ્ચાંને પાંખો નીચે એકત્ર કરે છે, તે પ્રમાણે મેં કેટલી વખત તારાં બાળકોને એકઠાં કરવાનું ચાહ્યું, પણ તમે તે થવા દીધું નહિ.
Yerusalemu, Yerusalemu, nani anawaua manabii na kuwapiga mawe wale waliotumwa kwenu. Mara ngapi nimetaka kuwakusanya watoto wenu kama vile kuku anavyokusanya vifaranga vyake chini ya mbawa zake, lakini humkulitaka hili.
35 ૩૫ જુઓ, તમારું ઘર તમારે માટે ઉજ્જડ કરી મુકાયું છે, અને હું તમને કહું છું કે, તમે કહેશો કે ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે,’ ત્યાં સુધી તમે મને ફરીથી જોઈ શકવાના નથી.’”
Tazama, nyumba yako imetelekezwa. Nami nawaambia, hamuwezi kuniona hata mtakaposema 'Amebarikiwa huyo ajaye kwa jina la Bwana.'”