< લૂક 10 >
1 ૧ આ બનાવો બન્યા પછી પ્રભુએ બીજા સિત્તેર શિષ્યોને નીમીને જે જે શહેર તથા જગ્યામાં તે પોતે જવાના હતા, તેમાં તેઓમાંના બબ્બેને પોતાની આગળ મોકલ્યા.
Potem Pan wybrał siedemdziesięciu uczniów i wysłał ich po dwóch do miast i wiosek, które zamierzał odwiedzić.
2 ૨ ઈસુએ તેઓને કહ્યું કે, ‘ફસલ પુષ્કળ છે, પણ મજૂરો થોડા છે; માટે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે.’”
—Żniwo jest wielkie—mówił im—a tak mało pracujących! Proście więc gospodarza, aby posłał więcej pracowników na żniwa.
3 ૩ જાઓ; અને ધ્યાન રાખજો કે, હું તમને વરુઓની વચ્ચે ઘેટાંના બચ્ચાં જેવા મોકલું છું.
Idźcie! Posyłam was jak owce między wilki.
4 ૪ પૈસાની થેલી, ઝોળી કે ચંપલ લેતા નહી; અને માર્ગે કોઈને સલામ કરશો નહિ.
Nie bierzcie ze sobą pieniędzy ani torby podróżnej, ani nawet zapasowego obuwia. Wędrując, nie traćcie ani chwili, nawet na tradycyjne przywitanie się z napotkanymi ludźmi.
5 ૫ જે કોઈ ઘરમાં તમે જાઓ ત્યાં પ્રથમ એમ કહો કે, ‘આ ઘરને શાંતિ થાઓ.’”
Gdy odwiedzicie jakiś dom, życzcie wszystkim pokoju.
6 ૬ અને જો કોઈ શાંતિપુત્ર ત્યાં હશે તો તમારી શાંતિ તેના પર રહેશે; પણ જો નહિ હોય, તો તે તમારી પાસે પાછી આવશે.
Jeśli to pobożni ludzie, odpowiedzą wam tym samym. Jeśli nie—pokój pozostanie z wami.
7 ૭ તે જ ઘરમાં રહો, અને જે તેઓની પાસે જે હોય તે ખાતાંપીતાં રહેજો; કેમ કે મજૂર પોતાના પગારને યોગ્ય છે; ઘરેઘરે ફરતા નહિ.
Nie zmieniajcie miejsca pobytu, ale pozostańcie w jednym domu aż do opuszczenia tej miejscowości. Jedzcie tam i pijcie bez skrępowania, gdyż jako robotnicy macie prawo do zapłaty.
8 ૮ જે કોઈ ઘરમાં તમે જાઓ અને તેઓ તમારો આવકાર કરે, તો જે કંઈ તેઓ તમારી આગળ મૂકે તે ખાઓ;
W jakimkolwiek mieście was przyjmą, korzystajcie z ich gościnności.
9 ૯ અને તેમાંના બીમારને સાજાં કરો, અને તેઓને કહો કે, ‘ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે.’”
Uzdrawiajcie chorych i mówcie: „Nadchodzi królestwo Boże!”.
10 ૧૦ પણ જે કોઈ શહેરમાં તમે જાઓ, ત્યાંના લોકો તમારો આવકાર કરે નહિ, તો ત્યાંથી નીકળી જઈને કહો કે,
Lecz jeśli gdzieś nie zostaniecie przyjęci, stańcie na rynku i powiedzcie:
11 ૧૧ તમારા શહેરની ધૂળ જે અમારા પગમાં લાગેલી છે તે પણ તમારી વિરુદ્ધ અમે લૂછી નાખીએ છીએ; તોપણ એટલું જાણો કે ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે.
„Nawet kurz waszego miasta strząsamy z naszych stóp. Wiedzcie, że odrzucacie królestwo Boże, które było tak blisko was”.
12 ૧૨ હું તમને કહું છું કે, તે દહાડે તે શહેરના કરતાં સદોમના હાલ સહેલ થશે.
Mówię wam, że w dniu sądu grzesznym mieszkańcom Sodomy i Gomory będzie lżej niż temu miastu.
13 ૧૩ ઓ ખોરાજીન, તને હાય! ઓ બેથસાઈદા, તને હાય! કેમ કે તમારામાં જે પરાક્રમી કામ થયાં છે, તે જો તૂર તથા સિદોનમાં થયાં હોત, તો તેઓએ ટાટમાં તથા રાખમાં બેસીને ક્યારનોય પસ્તાવો કર્યો હોત.
Następnie Jezus dodał: —Marny wasz los, Korozain i Betsaido! Gdyby cuda, których u was dokonałem, wydarzyły się wśród grzesznych mieszkańców Tyru i Sydonu, już dawno by się opamiętali, siedząc w worze pokutnym i popiele.
14 ૧૪ તોપણ ન્યાયકાળે તમારા કરતાં તૂર તથા સિદોનને સહેલું પડશે.
Wiedzcie, że w dniu sądu mieszkańcom Tyru i Sydonu będzie łatwiej niż wam!
15 ૧૫ વળી, ઓ કપરનાહૂમ, તું સ્વર્ગ સુધી ઊંચું કરાશે શું? તને પાતાળ સુધી નીચું કરી નંખાશે. (Hadēs )
A ty, Kafarnaum? Chcesz być wywyższone aż do nieba? Upadniesz aż do piekła! (Hadēs )
16 ૧૬ જે કોઈ તમારું સાંભળે છે તે મારું સાંભળે છે; અને જે તમારો નકાર કરે છે તે મારો પણ નકાર કરે છે; અને જે મારો નકાર કરે છે તે મારા મોકલનાર ઈશ્વરનો નકાર કરે છે.’”
Potem powiedział do uczniów: —Kto was słucha, Mnie słucha. A kto się od was odwraca, odrzuca także Mnie, a tym samym Ojca, który Mnie posłał.
17 ૧૭ તે સિત્તેર ખુશ થતાં પાછા આવ્યા, અને તેઓએ કહ્યું કે, ‘પ્રભુ, તમારા નામથી દુષ્ટાત્માઓ પણ અમારે તાબે થયાં છે.’”
Po pewnym czasie powróciło siedemdziesięciu uczniów i z radością oznajmiło: —Panie, ze względu na Ciebie nawet złe duchy były nam posłuszne!
18 ૧૮ ઈસુએ તેઓને કહ્યું કે, ‘મેં શેતાનને વીજળીની જેમ સ્વર્ગથી પડતો જોયો.
—Tak, widziałem szatana spadającego z nieba z szybkością błyskawicy!—rzekł Jezus.
19 ૧૯ જુઓ, સર્પો તથા વીંછીઓ અને દુશ્મનની બધી શક્તિ પર મેં તમને અધિકાર આપ્યો છે; કશાથી પણ તમને ઈજા થશે નહિ.
—Dałem wam władzę nad wszelką jego mocą, abyście mogli chodzić po wężach i skorpionach, nie doznając żadnej krzywdy.
20 ૨૦ પણ દુષ્ટાત્માઓ તમારે તાબે થયા છે, તેને લીધે ખુશ થતાં નહિ; પણ તમારાં નામ સ્વર્ગમાં લખવામાં આવ્યા છે, તેને લીધે હરખાઓ.’”
Nie fascynujcie się jednak tym, że złe duchy są wam posłuszne. Cieszcie się raczej z tego, że wasze imiona wpisane są do księgi obywateli nieba.
21 ૨૧ તે જ સમયે તે પવિત્ર આત્માથી હરખાયા, અને બોલ્યા કે, ‘ઓ ઈશ્વરપિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું કે, જ્ઞાનીઓથી તથા બુદ્ધિમંતોથી તમે એ વાતો ગુપ્ત રાખી અને બાળકોને પ્રગટ કરી છે; હા ઈશ્વરપિતા, કેમ કે તમને તે સારું લાગ્યું.
Następnie, napełniony radością Ducha Świętego, Jezus powiedział: —Uwielbiam Cię, Ojcze, Panie nieba i ziemi! Ty ukryłeś swoją prawdę przed mędrcami i znawcami, a objawiłeś ją prostym ludziom. Tego właśnie pragnąłeś!
22 ૨૨ મારા ઈશ્વરપિતાએ મને સઘળું સોંપ્યું છે; દીકરો કોણ છે, એ ઈશ્વરપિતા વિના કોઈ જાણતું નથી; ને ઈશ્વરપિતા કોણ છે, એ દીકરા વિના તથા જેને દીકરો પ્રગટ કરવા ચાહે તેમના વિના બીજો કોઈ જાણતું નથી.’”
—Ojciec powierzył Mi całą prawdę—wyjaśniał Jezus zebranym. —Nikt nie zna Mnie, Syna, tylko mój Ojciec. I nikt nie zna mojego Ojca, tylko Ja, Syn oraz ten, komu zechcę Go objawić.
23 ૨૩ ઈસુએ શિષ્યો તરફ ફરીને તેઓને એકાંતમાં કહ્યું કે, ‘જે તમે જુઓ છો, તે જોનાર આંખો આશીર્વાદિત છે.
Jakiś czas później, gdy byli już sami, rzekł do uczniów: —Bóg was ogromnie wyróżnił, pozwalając wam to wszystko widzieć.
24 ૨૪ કેમ કે હું તમને કહું છું કે, જે તમે જુઓ છો તે ઘણાં પ્રબોધકો તથા રાજાઓ જોવાની ઇચ્છા રાખતા હતા, પણ તેઓ જોવા પામ્યા નહિ. અને તમે જે સાંભળો છો તે તેઓ સાંભળવા ઇચ્છતા હતા, પણ સાંભળવા પામ્યા નહિ.’”
W przeszłości wielu proroków i władców pragnęło zobaczyć i usłyszeć to, co wy, ale nie mogli.
25 ૨૫ જુઓ, એક નિયમશાસ્ત્રીએ ઊભા થઈને તેમનું પરીક્ષણ કરતાં કહ્યું કે, ‘ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા માટે મારે શું કરવું?’” (aiōnios )
Pewien przywódca religijny przyszedł do Jezusa i zadał Mu podchwytliwe pytanie: —Nauczycielu, co mam czynić, aby otrzymać życie wieczne? (aiōnios )
26 ૨૬ ઈસુએ તેને કહ્યું કે, ‘નિયમશાસ્ત્રમાં શું લખ્યું છે? તું શું વાંચે છે?’”
—Co na ten temat mówi Prawo Mojżesza? Co w nim czytasz?—zapytał Jezus.
27 ૨૭ તેણે ઉત્તર આપતા કહ્યું કે, ‘તમારા ઈશ્વર પ્રભુ પર તારા પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરા સામર્થ્યથી તથા પૂરા મનથી પ્રેમ રાખવો અને જેવા પોતાના પર તેવો તારા પડોશી પર પ્રેમ રાખવો.’”
—„Kochaj twojego Pana i Boga całym sercem, całą duszą, z całych swoich sił oraz całym umysłem, a bliźnich kochaj tak, jak kochasz samego siebie!”—odpowiedział.
28 ૨૮ ઈસુએ તેને કહ્યું કે, ‘તેં સાચો ઉત્તર આપ્યો છે; એમ કર અને તું જીવીશ.’”
—Dobrze powiedziałeś—odrzekł Jezus. —Tak postępuj, a będziesz żył wiecznie!
29 ૨૯ પણ તેણે પોતાને ન્યાયી ઠરાવવાં ચાહીને ઈસુને કહ્યું, ‘તો મારો પડોશી કોણ છે?’”
—A kto jest moim bliźnim?—zapytał rozmówca, chcąc się usprawiedliwić.
30 ૩૦ ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, ‘એક પુરુષ યરુશાલેમથી યરીખો જતો હતો; અને તે લૂંટારાના હાથમાં પડ્યો, તેઓ તેનાં વસ્ત્ર ઉતારી લઈને તથા તેને મારીને અધમૂઓ મૂકીને ચાલ્યા ગયા.
Wtedy Jezus opowiedział mu następującą historię: —Pewnego człowieka, idącego z Jerozolimy do Jerycha, napadli bandyci. Zdarli z niego odzież, pobili, okradli i bliskiego śmierci zostawili przy drodze.
31 ૩૧ સંજોગોવસાત એક યાજક તે રસ્તે થઈને જતો હતો. તે તેને જોઈને બીજી બાજુએ થઈને ચાલ્યો ગયો.
Przypadkiem przechodził tamtędy kapłan. Zauważył biedaka, lecz przeszedł na drugą stronę drogi i ominął go.
32 ૩૨ એમ જ એક લેવી પણ તે જગ્યાએ આવ્યો, ત્યારે તેને જોઈને તે પણ બીજી બાજુએ થઈને ચાલ્યો ગયો.
Tak samo postąpił lewita, dozorca świątyni—po prostu minął go.
33 ૩૩ પણ એક સમરૂની તે રસ્તે મુસાફરીએ જતા જ્યાં તે પડ્યો હતો ત્યાં આવ્યો, અને એને જોઈને તેને અનુકંપા આવી.
Przejeżdżał też tamtędy człowiek z pogardzanej przez wszystkich Samarii. Podszedł do rannego, popatrzył i zrobiło mu się go żal.
34 ૩૪ તે તેની પાસે ગયો, અને તેના ઘા પર તેલ તથા દ્રાક્ષારસ રેડીને પાટા બાંધ્યા, અને તેને પોતાના જાનવર પર બેસાડીને તેને સરાઈમાં લઈ ગયો, અને તેની સારવાર કરી.
Obmył jego rany winem i oliwą, przewiązał je, a potem posadził rannego na swojego osła i przewiózł go do zajazdu, gdzie dalej się nim zajmował.
35 ૩૫ બીજે દિવસે તેણે બે દીનાર ઉતારાવાળાને આપ્યા, અને તેને કહ્યું કે, તેની સારવાર કરજે, એ કરતાં જે કંઈ વધારે ખર્ચ તને લાગશે તે હું પાછો આવીશ ત્યારે તને ભરપાઈ કરીશ.’”
Następnego dnia wręczył gospodarzowi sporą sumę pieniędzy i poprosił: „Zaopiekuj się nim, a jeśli wydasz więcej—pokryję to w drodze powrotnej”.
36 ૩૬ ‘હવે તું શું ધારે છે, લૂંટારાના હાથમાં પડેલા માણસનો પડોશી એ ત્રણમાંથી કોણ કહેવાય?’”
Kończąc opowieść, Jezus zwrócił się do rozmówcy: —Który z tych trzech, twoim zdaniem, okazał się bliźnim napadniętego przez bandytów?
37 ૩૭ તેણે કહ્યું કે, ‘જેણે તેના પર દયા કરી તે.’ અને ઈસુએ તેને કહ્યું કે, ‘તું જઈને એ પ્રમાણે કર.’”
—Ten, który mu pomógł. —Więc i ty postępuj podobnie—odpowiedział Jezus.
38 ૩૮ તેઓ રસ્તે ચાલતા હતા એ દરમિયાન ઈસુ એક ગામમાં આવ્યા; અને માર્થા નામે એક સ્ત્રીએ પોતાના ઘરમાં તેમનો આવકાર કર્યો.
Kontynuując podróż do Jerozolimy, Jezus zatrzymał się w pewnej wiosce. Skorzystał z zaproszenia niejakiej Marty.
39 ૩૯ મરિયમ નામે તેની એક બહેન હતી, તે ઈસુના પગ આગળ બેસીને તેમની વાત સાંભળતી હતી.
Jej siostra, Maria, usiadła u stóp Jezusa i słuchała Go.
40 ૪૦ પણ માર્થા કામ ઘણું હોવાથી વિચલિત થઈ, તેથી તેણે તેમની પાસે આવીને કહ્યું કે, ‘પ્રભુ, મારી બહેને મને કામ કરવાને એકલી મૂકી છે, તેની શું તમને ચિંતા નથી? એ માટે તેને કહો કે તે મને મદદ કરે.’”
Marta zaś była bardzo zajęta przygotowaniem posiłku. W końcu podeszła do Niego i zapytała: —Czy nie razi Cię to, Panie, że moja siostra siedzi bezczynnie, podczas gdy ja mam tyle pracy? Powiedz jej, żeby mi pomogła!
41 ૪૧ પણ ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘માર્થા, માર્થા, તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને વિચલિત થાય છે;
—Droga Marto, zabiegasz o tak wiele rzeczy—rzekł do niej
42 ૪૨ પણ એક વાતની જરૂર છે; અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે, જે તેની પાસેથી લઈ લેવાશે નહિ.
—a przecież tak naprawdę liczy się tylko jedno. To właśnie wybrała Maria i nie zostanie jej to odebrane.