< લેવીય 7 >

1 દોષાર્થાર્પણનો નિયમ આ છે. તે પરમપવિત્ર છે.
“Đây là thể lệ về tế lễ chuộc lỗi:
2 જે જગ્યાએ દહનીયાર્પણ કપાય છે, ત્યાં તેઓ દોષાર્થાર્પણ કાપે અને તેનું રક્ત તેઓ વેદીની ચારે બાજુએ છાંટે.
Phải giết con sinh tế chuộc lỗi tại nơi dùng để giết sinh tế lễ thiêu. Sinh tế này rất thánh. Máu nó được rảy khắp trên bàn thờ.
3 તેણે તેમાંની બધી ચરબી કાઢી લઈ વેદી પર ચઢાવવી: પુષ્ટ પૂંછડી, આંતરડાં પરની ચરબી,
Phải dâng tất cả mỡ, gồm cả mỡ đuôi và mỡ bọc bộ lòng,
4 બન્ને મૂત્રપિંડો અને કમરના નીચલા ભાગના સ્નાયુ પરની ચરબી તથા કલેજા પરનો ચરબીવાળો ભાગ મૂત્રપિંડો સહિત કાઢી લેવાં.
hai trái thận với mỡ của nó dính nơi sườn và túi mật.
5 યાજક યહોવાહ પ્રત્યે હોમયજ્ઞને માટે વેદી પર તેમનું દહન કરે. આ દોષાર્થાર્પણ છે.
Thầy tế lễ sẽ đốt tất cả trên bàn thờ, dùng lửa dâng lên Chúa Hằng Hữu. Đó là lễ chuộc lỗi.
6 યાજકોમાંનો દરેક પુરુષ તે ખાઈ શકે. તેને પવિત્રસ્થાને જ ખાવું કેમ કે તે પરમપવિત્ર છે.
Nam giới trong nhà các thầy tế lễ được phép ăn thịt sinh tế rất thánh này tại một nơi chí thánh, vì đó là một lễ vật rất thánh.
7 પાપાર્થાર્પણ દોષાર્થાર્પણ જેવું જ છે. તે બન્નેને માટે એક સરખા જ નિયમો લાગુ પડે છે. જે યાજક તે વડે પ્રાયશ્ચિત કરે, તેને તે મળે.
Thủ tục áp dụng cho lễ chuộc tội cũng áp dụng cho lễ chuộc lỗi. Thịt sinh tế sẽ thuộc về thầy tế lễ đứng hành lễ.
8 જે યાજક કોઈ માણસ વતી દહનીયાર્પણ ચઢાવે, તે જ યાજક પોતે ચઢાવેલા દહનીયાર્પણનું ચામડું પોતાને માટે લે.
Khi dâng tế lễ thiêu, thầy tế lễ đứng hành lễ sẽ được thêm bộ da của con sinh tế.
9 ભઠ્ઠીમાં શેકેલું, કડાઈમાં કે તવામાં તળેલું સર્વ ખાદ્યાર્પણ તે ચઢાવનાર યાજકનું થાય.
Các lễ vật ngũ cốc được nướng trong lò, trên vỉ hay rán trong chảo sẽ thuộc về thầy tế lễ đứng dâng.
10 ૧૦ સર્વ તેલવાળું કે તેલ વગરનું ખાદ્યાર્પણ હારુનના સર્વ વંશજોના સરખે ભાગે ગણાય.
Còn mọi lễ vật ngũ cốc khác, dù có pha dầu hay không, sẽ dùng làm thực phẩm chung cho các con trai A-rôn.”
11 ૧૧ આ શાંત્યર્પણોના યજ્ઞો યહોવાહ પ્રત્યે જે લોકો ચઢાવે, તેનો નિયમ આ પ્રમાણે છે.
“Đây là thủ tục lễ tạ ơn Chúa Hằng Hữu:
12 ૧૨ જો કોઈ વ્યક્તિ આભારસ્તુતિ માટે અર્પણ ચઢાવતી હોય, તો તે આભારર્થાર્પણની સાથે ખમીર વગરની રોટલી, પણ તે તેલ સાથે મિશ્ર કરેલી હોય, પૂરીને ખમીર વગર બનાવવી, પણ તેના પર તેલ લગાવવું અને કેકને મોહેલા મેંદાના લોટથી બનાવવી.
Nếu một người dâng sinh tế để tỏ lòng biết ơn, phải dâng lễ vật ấy cùng với bánh không men pha dầu, bánh kẹp không men tẩm dầu và bánh bột mịn pha dầu.
13 ૧૩ આભારસ્તુતિને અર્થે પોતાના શાંત્યર્પણના અર્પણ સાથે ખમીરવાળી રોટલીનું તે અર્પણ કરે.
Cùng với lễ tạ ơn, người ấy cũng sẽ dâng bánh pha men nữa.
14 ૧૪ તેમાંના પ્રત્યેક અર્પણમાંથી દરેક વસ્તુ યહોવાહને માટે ઉચ્છાલીયાર્પણ તરીકે તે ચઢાવે. શાંત્યર્પણોનું રક્ત વેદી પર છાંટનાર યાજકનું તે ગણાય.
Một phần các bánh này sẽ được thầy tế lễ nâng tay dâng lên Chúa Hằng Hữu. Sau đó, phần này thuộc về thầy tế lễ đứng rảy máu của con sinh tế tạ ơn.
15 ૧૫ આભારસ્તુતિને માટેનાં શાંત્યર્પણોના યજ્ઞનું માંસ અર્પણને દિવસે જ તે ખાઈ જાય. તે તેમાંથી કંઈ પણ બીજા દિવસની સવાર સુધી રહેવા ન દે.
Thịt của con sinh tế tạ ơn dâng lên để tỏ lòng biết ơn Chúa phải được ăn nội trong ngày, không được để dành qua hôm sau.
16 ૧૬ પણ જો તેનું યજ્ઞાર્પણ એ કોઈ માનતા કે ઐચ્છિકાર્પણ હોય, તો જે દિવસે તે પોતાનું અર્પણ ચઢાવે તે દિવસે તે એ ખાય, પણ બાકી રહેલું માંસ તે બીજે દિવસે ખાય.
Nhưng đối với lễ vật dâng tự nguyện hoặc dâng trong lúc thề nguyện, nếu không ăn hết trong ngày, có thể để dành qua hôm sau.
17 ૧૭ પણ યજ્ઞના માંસમાંનું જે કંઈ ત્રીજા દિવસ સુધી રહે તેને અગ્નિમાં બાળી નાખવું.
Phần còn lại qua ngày thứ ba phải đem đốt đi.
18 ૧૮ જો તેનાં શાંત્યર્પણના યજ્ઞના માંસમાંનું કંઈ પણ ત્રીજે દિવસે ખાવામાં આવે તો તે માન્ય થશે નહિ, તેમ જ અર્પણ કરનારનાં લાભમાં તે ગણાશે પણ નહિ. તે વસ્તુ અમંગળ ગણાશે અને જે માણસ તેમાંનું ખાશે તેનો દોષ તેને માથે.
Ăn lễ vật tạ ơn trong ngày thứ ba là một việc đáng tởm, người ăn phải mang tội, người dâng lễ vật bị kể như không dâng, vì lễ vật đó không được Chúa Hằng Hữu chấp nhận.
19 ૧૯ જે માંસને કોઈ અપવિત્ર વસ્તુનો સ્પર્શ થાય તે ખાવું નહિ. તેને અગ્નિમાં બાળી મૂકવું. જે વ્યક્તિ શુદ્ધ હોય, તે તે માંસ ખાય.
Không được ăn thịt đã đụng phải một vật không sạch. Thịt đó phải đem đốt đi. Đối với thịt ăn được, chỉ người tinh sạch mới được ăn.
20 ૨૦ પણ જે કોઈ માણસ અશુદ્ધ હોવા છતાં શાંત્યર્પણમાંથી, એટલે જે યહોવાહનું છે, તે ખાય તો તેને તેના લોકોથી જુદો કરવો, કારણ કે તેણે જે પવિત્ર છે તેને અશુદ્ધ કર્યુ છે.
Người nào ăn thịt của sinh tế tạ ơn dâng lên Chúa Hằng Hữu trong lúc mình không tinh sạch phải bị trục xuất khỏi cộng đồng dân chúng.
21 ૨૧ જો કોઈ માણસ અશુદ્ધ વસ્તુનો, એટલે મનુષ્યના અશુદ્ધપણાનો, અશુદ્ધ પશુનો અથવા કોઈપણ અશુદ્ધ કે અમંગળ વસ્તુનો સ્પર્શ કરે અને યહોવાહને માટેનાં શાંત્યર્પણના યજ્ઞનું માંસ ખાય, તે વ્યક્તિ પોતાના લોકોમાંથી અલગ કરાય.’”
Nếu ai đã đụng phải một vật không sạch của loài người, loài thú hay loài sâu bọ, sau đó lại ăn thịt của sinh tế tạ ơn dâng lên Chúa Hằng Hữu, thì người ấy phải bị trục xuất khỏi cộng đồng dân chúng.”
22 ૨૨ પછી યહોવાહે મૂસાને કહ્યું,
Chúa Hằng Hữu lại phán bảo Môi-se:
23 ૨૩ “ઇઝરાયલી લોકોને બોલાવીને કહે કે, ‘તમારે કોઈ બળદ, ઘેટાં અથવા બકરાની ચરબી ખાવી નહિ.
“Hãy dạy người Ít-ra-ên không được ăn mỡ, dù là mỡ bò, mỡ chiên, hay mỡ dê.
24 ૨૪ કુદરતી રીતે મૃત્યુ પામેલ અથવા કોઈ જંગલી પ્રાણીએ મારી નાખેલા પશુની ચરબીનો બીજી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરવો પણ તમારે તે ખાવું નહિ.
Đối với mỡ của thú vật chết tự nhiên và thú vật bị thú dữ cắn xé, người ta có thể đem dùng vào những việc khác, chứ không được ăn.
25 ૨૫ જો કોઈ માણસ યહોવાહને પ્રત્યે જે પશુનો હોમયજ્ઞ ચઢાવે છે તેની ચરબી જે કોઈ ખાય, તે ખાનાર માણસ પોતાના લોકોમાંથી અલગ કરાય.
Người nào ăn mỡ của một loài thú người ta dùng làm sinh tế dâng lên Chúa Hằng Hữu bằng lửa, sẽ bị trục xuất khỏi cộng đồng dân chúng.
26 ૨૬ તમે કોઈપણ પ્રકારનું રક્ત, પછી તે પક્ષીનું હોય કે પશુનું હોય, તે તમારા કોઈપણ ઘરોમાં ન ખાઓ.
Dù sống ở đâu, cũng không ai được ăn máu, dù máu chim hay máu thú.
27 ૨૭ જે વ્યક્તિ કોઈપણનું રક્ત ખાય તો તે માણસ તેના લોકોમાંથી અલગ કરાય.’”
Ai ăn máu sẽ bị trục xuất khỏi cộng đồng dân chúng.”
28 ૨૮ તેથી યહોવાહે મૂસાને કહ્યું,
Chúa Hằng Hữu phán bảo Môi-se:
29 ૨૯ “ઇઝરાયલી લોકોને આમ કહે કે, ‘જે કોઈ વ્યક્તિ યહોવાહને શાંત્યર્પણ ચઢાવવા લાવે તો તેણે તેનો અમુક ભાગ યહોવાહને વિશેષ ભેટ તરીકે અર્પણ કરવો.
“Hãy cho dân chúng hay rằng nếu có ai dâng lễ vật tạ ơn lên Chúa Hằng Hữu thì phải đem một phần lễ vật đó đến cho Ngài.
30 ૩૦ તે પોતાના હાથે યહોવાહના હોમયજ્ઞો લાવે. તેણે ચરબી સહિત પ્રાણીની છાતી લાવવી, કે જેથી તેણે છાતીને, આરત્યર્પણને સારુ યહોવાહની આગળ અર્પણ કરાય.
Người dâng lễ vật tạ ơn lên Chúa Hằng Hữu phải chính tay đem mỡ và cái ức của con sinh tế đến.
31 ૩૧ યાજકે ચરબીનું વેદીમાં દહન કરવું, પણ છાતીનો ભાગ હારુન તથા તેના વંશજોનો થાય.
Thầy tế lễ sẽ dùng lửa đốt mỡ trên bàn thờ, còn cái ức sẽ được dâng theo cách đưa qua đưa lại. Sau đó cái ức sẽ thuộc về A-rôn và các con trai người.
32 ૩૨ તમારાં શાંત્યર્પણોના યજ્ઞોમાંથી જમણી જાંઘ ઉચ્છાલીયાર્પણને સારુ તમારે યાજકને આપવી.
Thầy tế lễ nào đứng ra dâng lễ vật tạ ơn—sẽ được cái đùi phải của con sinh tế,
33 ૩૩ જમણી જાંઘ, હારુનના વંશજોમાંનો, યાજક, જે શાંત્યર્પણોનું રક્ત તથા તેની ચરબી ચઢાવે તેના ભાગમાં જાય.
tức là thầy tế lễ đứng ra rảy máu và dâng mỡ của lễ vật tạ ơn.
34 ૩૪ કેમ કે ઇઝરાયલી લોકોએ ચઢાવેલા શાંત્યર્પણના પશુઓની છાતીનો ભાગ અને જાંઘ હું રાખી લઉં છું અને મેં તે હારુન, પ્રમુખ યાજકને તથા તેના વંશજોને તેઓના હંમેશના બાના તરીકે આપ્યાં છે.
Vậy, cái ức và cái đùi của con sinh tế tạ ơn người Ít-ra-ên dâng lên Ta sẽ thuộc về A-rôn và các con trai người. Đây là một quy lệ áp dụng vĩnh viễn.
35 ૩૫ જે દિવસે મૂસાએ હારુન તથા તેના પુત્રોને યાજક તરીકે રજૂ કર્યા તે દિવસથી યહોવાહને અગ્નિથી કરેલ અર્પણનો હિસ્સો તે આ પ્રમાણે છે:
Đó là phần của A-rôn và các con trai người, là những người được xức dầu để thi hành chức vụ tế lễ phụng thờ Chúa Hằng Hữu, phần này trích ra từ lễ vật dùng lửa dâng lên Chúa Hằng Hữu.
36 ૩૬ જે દિવસે યાજકનો અભિષેક કરવામાં આવ્યો તે દિવસે યહોવાહે આ ભાગો તેમને આપવાની ઇઝરાયલીઓને આજ્ઞા કરી હતી. આ નિયમ સદા માટે તેમના બધા વંશજોને માટે બંધનકર્તા છે. વંશપરંપરા આ તેઓનો અધિકાર છે.
Vì đây là phần Chúa Hằng Hữu phán dạy người Ít-ra-ên dành cho họ trong ngày họ được xức dầu tấn phong, nên cũng là phần của họ mãi mãi, qua các thế hệ.”
37 ૩૭ દહનીયાર્પણનો, ખાદ્યાર્પણનો, પાપાર્થાર્પણનો, દોષાર્થાર્પણનો, પ્રતિષ્ઠાક્રિયાનો તથા શાંત્યર્પણના યજ્ઞના નિયમો આ પ્રમાણે છે.
Đó là các thể lệ về lễ thiêu, lễ dâng ngũ cốc, lễ chuộc tội, lễ chuộc lỗi, lễ tấn phong, và lễ tạ ơn.
38 ૩૮ સિનાઈના અરણ્યમાં યહોવાહને સારુ અર્પણ ચઢાવવાની ઇઝરાયલી લોકોને તેણે આજ્ઞા કરી હતી, તે દિવસે યહોવાહે સિનાઈ પર્વત પર મૂસાને આ પ્રમાણે આજ્ઞા કરી હતી.”
Chúa Hằng Hữu đã phán dạy Môi-se các thể lệ này trên Núi Si-nai khi Ít-ra-ên còn ở trong hoang mạc Si-nai—để họ biết cách dâng lễ vật cho Ngài.

< લેવીય 7 >