< લેવીય 27 >
1 ૧ યહોવાહે મૂસાની સાથે વાત કરીને કહ્યું,
І Госпо́дь промовляв до Мойсея, говорячи:
2 ૨ “ઇઝરાયલના લોકોને કહે કે, ‘જો કોઈ માણસ યહોવાહની આગળ ખાસ માનતા લે તો તારા નક્કી કરેલા મૂલ્ય પ્રમાણે તે લોકો યહોવાહને સારુ માન્ય થશે.
„Промовляй до Ізраїлевих синів та й скажеш їм: Коли хто складає обі́тницю Богові за твоєю оці́нкою душ для Господа,
3 ૩ તારું નક્કી કરેલું મૂલ્ય આ પ્રમાણે થાય; વીસથી તે સાઠ વર્ષ સુધીની ઉંમરના નરને માટે તારું નક્કી કરેલું મૂલ્ય, પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે પચાસ શેકેલ ચાંદી થાય.
то буде твоя оці́нка: чоловіка від віку двадцяти́ літ і аж до віку шости́десяти літ, — і буде твоя оці́нка п'ятдеся́т ше́клів срібла на міру ше́клем святині;
4 ૪ તે જ ઉંમરની નારી માટે તેનું મૂલ્ય ત્રીસ શેકેલ થાય.
а якщо жінка вона, то буде твоя оці́нка тридцять шеклів.
5 ૫ પાંચથી વીસ વર્ષની ઉંમરના નરની કિંમત વીસ શેકેલ અને નારીની કિંમત દસ શેકેલ ઠરાવવું.
А якщо від віку п'яти літ і до віку двадцяти літ, то буде твоя оці́нка: чоловіка — двадцять шеклів, а для жінки — десять шеклів.
6 ૬ એક મહિનાથી પાંચ વર્ષ સુધીના નરની કિંમત પાંચ શેકેલ ચાંદી અને નારીની કિંમત ત્રણ શેકેલ ચાંદી ઠરાવવું.
А якщо від віку місяця й аж до віку п'яти літ, то буде твоя оці́нка: чоловіка — п'ять шеклів срібла, а для жінки твоя оцінка — три шеклі срібла.
7 ૭ સાઠ વર્ષ અને તેની ઉપરની ઉંમરના નરની કિંમત પંદર શેકેલ અને નારીની કિંમત દસ શેકેલ ઠરાવવી.
А якщо від віку шостидесяти літ і вище: якщо чоловік, то буде твоя оці́нка п'ятна́дцять шеклів, а для жінки — десять шеклів.
8 ૮ પણ જો કોઈ વ્યક્તિ માનતા લે અને આ કિંમત ચૂકવી શકે તેમ ના હોય, તો તેણે તે વ્યક્તિને યાજક સમક્ષ રજૂ કરવી અને યાજકે તેની કિંમત માનતા લેનાર વ્યક્તિ ચૂકવી શકે તેટલી નક્કી કરવી.
А якщо він обіднілий проти твоєї оцінки, то поставить його перед священиком, і священик оціну́є його, — за тим, що спроможна рука того, хто обіцяв, оціну́є його священик.
9 ૯ જો કોઈની ઇચ્છા યહોવાહને પશુનું અર્પણ કરવાની હોય અને જો યહોવાહ તેને માન્ય કરે તો પછી એ પશુ સંપૂર્ણપણે તેનું જ રહેશે.
А якщо буде худоба, що з неї прино́сять жертву для Господа, — усе, що дається із неї для Господа, буде святощами.
10 ૧૦ એ વ્યક્તિએ તેમાં ફેરબદલ કરવી નહિ. સારાને બદલે નરસું તથા નરસાને બદલે સારું બદલવું નહિ. તે પશુની બીજા પશુ સાથે અદલાબદલી કરવી નહિ. છતાં જો અદલાબદલી કરી હોય તો બન્ને પશુઓ પવિત્ર બની જાય અને તે યહોવાહના ગણાય.
Не вільно обміняти її, ані заступити її, добру — злою, або злу — доброю; а якщо справді заступить худобу худобою, то буде вона та засту́пство її — буде святощами.
11 ૧૧ પરંતુ માનતા લઈ અર્પણ કરવાનું પશુ જો અશુદ્ધ હશે તો યહોવાહ તેને માન્ય નહિ કરે. પછી તેણે તે પશુ યાજક પાસે લઈને જવું.
А якщо та всяка худоба нечиста, що з неї не приносять жертов для Господа, то він поставить ту худобу перед священиком,
12 ૧૨ બજારની કિંમત પ્રમાણે યાજક તેની કિંમત નક્કી કરે, પછી પશુ સારું હોય કે ખરાબ યાજકે ઠરાવેલ કિંમત માન્ય રાખવી.
і священик оціну́є її чи то добре, чи недобре. Як оціну́є священик, так нехай буде.
13 ૧૩ અને જો તે વ્યક્તિ તેને છોડાવવા ઇચ્છતો હોય તો તેણે તેની કિંમત કરતાં પાંચમો ભાગ વધુ ચૂકવવો.
А якщо він справді викупить її, то додасть п'яту частину її над оці́нку твою́.
14 ૧૪ જો કોઈ વ્યક્તિ પોતાનું ઘર યહોવાહને સારુ પવિત્ર થવાને માટે અર્પણ કરે, ત્યારે યાજક તેની જે કિંમત નક્કી કરે તે કાયમ રહે.
А коли хто посвятить дім свій на святість для Господа, то священик оціну́є його чи то добре, чи недобре. Як оціну́є його священик, так стане.
15 ૧૫ પણ જો અર્પણ કરનાર ઘરનો માલિક પોતાનું ઘર છોડાવવા ઇચ્છે તો તેણે કિંમત ઉપરાંત વધુ વીસ ટકા આપવા, જેથી મકાન પાછું તેની માલિકીનું થઈ જાય.
А якщо той, хто посвячує, викупить свого дома, то додасть п'яту частину срібла твоєї оцінки над нього, — і буде його.
16 ૧૬ જો કોઈ વ્યક્તિ પોતાની માલિકીની જમીનનો અમુક ભાગ યહોવાહને અર્પણ કરે તો તેની કિંમત તેને રોપવા માટે જરૂરી બીજની રકમ સાથે રાખવામાં આવશે, જેમ કે વીસ મણ જવની જરૂર પડે તો તેનું મૂલ્ય પચાસ શેકેલ ચાંદી થાય.
А якщо хтось посвятить Господе́ві з поля своєї посілости, то буде оці́нка твоя посівом його, — по́сів хомера ячме́ню за п'ятдеся́т шеклів срібла.
17 ૧૭ જો કોઈ માણસ જ્યુબિલી વર્ષમાં પોતાનું ખેતર સ્વેચ્છાએ અર્પણ કરે તો તારા ઠરાવ્યા પ્રમાણે તેની કિંમત થાય.
Якщо він посвятить своє поле від ювілейного року, то воно стане за оці́нкою твоєю.
18 ૧૮ પણ જો તે જ્યુબિલી વર્ષ પછી અર્પણ કરે તો યાજકે પછીના જ્યુબિલી વર્ષના જેટલા વર્ષ બાકી હોય તેના પ્રમાણમાં રોકડ કિંમત નક્કી કરવી અને તે આકડાં મુજબ કિંમત ઠરાવવી.
А якщо посвятить поле своє по ювілеї, то священик облічить йому те срібло за роками, позосталими до ювілейного року, і те буде відняте від оці́нки твоєї.
19 ૧૯ પરંતુ જો અર્પણ કરનાર ખેતર છોડાવવા માંગતો હોય તો તેણે ઠરાવેલી કિંમત કરતાં વીસ ટકા વધુ આપવા એટલે તે ખેતરની માલિકી ફરીથી તેની થાય.
А якщо справді викупить те поле той, хто посвячує його, то додасть п'яту частину срібла оці́нки над нього, — і стане воно його.
20 ૨૦ પરંતુ જો તે જમીન નહિ છોડાવતાં બીજા કોઈને વેચી દે તો તેને તે કદી પાછું મળે નહિ.
А якщо він не викупить поля того, і якщо він продасть те поле кому іншому, то вже не буде воно ви́куплене.
21 ૨૧ પણ તેના બદલે જ્યારે જ્યુબિલી વર્ષમાં તે ખેતર છૂટે ત્યારે યહોવાહને સારુ અર્પિત ખેતર તરીકે તે યાજકોનું થાય.
І буде те поле, коли воно вийде в ювілеї, святість для Господа, як поле закля́ття, — для священика буде посілість ним.
22 ૨૨ જો કોઈ વ્યક્તિ પોતે ખરીદેલું ખેતર યહોવાહને અર્પણ કરે અને તે તેના કુટુંબની મિલકતનો ભાગ નથી,
А якщо він посвятить Господе́ві поле купі́влі своєї, що не з поля посілости його,
23 ૨૩ તો પછી યાજકે બીજા જ્યુબિલી વર્ષને જેટલા વર્ષ બાકી હોય તેને આધારે તેની કિંમત ઠરાવવી અને તે વ્યક્તિએ નક્કી કરેલી કિંમત યહોવાહને તે જ દિવસે એક પવિત્ર વસ્તુ તરીકે અર્પણ કરવી.
то священик облічить йому суму твоєї оцінки аж до ювілейного року, і дасть твою оцінку того дня, як святість для Господа.
24 ૨૪ જ્યુબિલી વર્ષે એ ખેતર તેના મૂળ માલિક, જેની પાસેથી તે ખરીદયું હોય એટલે જેના વતનનું તે હતું તેને પાછું મળે.
В ювілейному році ве́рнеться те поле до того, від кого купив його, що його посілість тієї землі.
25 ૨૫ જે કિંમત તું ઠરાવે તે બધું પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે ઠરાવવું. વીસ ગેરાહનો એક શેકેલ થાય.
А вся оці́нка твоя буде ше́клем святині, — двадцять ґер буде ше́кель.
26 ૨૬ કોઈ પણ વ્યક્તિએ બળદ અથવા ઘેટાનાં પ્રથમજનિતને ઐચ્છિકાર્પણ તરીકે યહોવાહને ચઢાવવું નહિ, કારણ, એ તો યહોવાહનું જ છે; પછી ભલે તે કોઈ પણ બળદ કે ઘેટું હોય.
Тільки перворі́дного в худобі, що визнане, як перворі́дне для Господа, ніхто не посвятить його, — чи то віл, чи то овечка, — Господе́ві воно!
27 ૨૭ જો અશુદ્ધ પશુના પ્રથમજનિતને અર્પણ તરીકે લાવવામાં આવે, તો યાજક તેની કિંમત ઠરાવે તે ઉપરાંત વીસ ટકા વધુ તે માલિક આપે. જો તેનો માલિક તેને છોડાવવા માંગતો ન હોય તો યાજક નિર્ધારિત કરેલી કિંમતે તે પશુને બીજા કોઈને વેચી શકે છે.
А якщо в худобі нечистій, то викупить за твоєю оцінкою, і додасть п'яту частину над нього. А якщо не буде ви́куплене, то буде про́дане за оці́нкою твоєю.
28 ૨૮ પરંતુ યહોવાહને કરેલું કોઈ પણ અર્પણ પછી તે માણસ હોય, પશુ હોય અથવા વારસામાં મળેલું ખેતર હોય, તો તેને વેચી અથવા છોડાવી શકાય નહિ. કારણ તે યહોવાહને સારુ પરમપવિત્ર અર્પણ છે.
Тільки ко́жне закля́ття, що люди́на заклене́ Господе́ві зо всього, що його, — від люди́ни, і худоби, і від поля його посілости, не буде про́дане й не буде ви́куплене, — воно найсвятіше для Господа.
29 ૨૯ જેનું અર્પણ માણસોમાંથી થયેલું હોય તેને પાછો ખરીદી ન શકાય. તેને નિશ્ચે મારી નાખવો.
Ко́жне закля́ття, що буде оголошене за закляття з-посеред людей, не буде ви́куплене, — буде конче забите.
30 ૩૦ જમીનની ઊપજનો ઠરાવેલો દશમો ભાગ પછી તે ખેતરના અનાજનો હોય કે વૃક્ષનાં ફળોનો હોય તે યહોવાહનો ગણાય, તે યહોવાહને સારુ પવિત્ર છે.
А всяка десятина з землі, з насіння землі, з пло́ду дерева, — Господе́ві воно, святощі для Господа!
31 ૩૧ જો કોઈ વ્યક્તિ આ અનાજ કે ફળનો દશમો ભાગ પાછો ખરીદવા ઇચ્છે તો તેની કિંમતમાં વીસ ટકા ઉમેરીને ચૂકવે.
А якщо дійсно викупить хтось свою десятину, — той додасть п'яту частину її над неї.
32 ૩૨ જાનવરો તથા ઘેટાંબકરાંનો દશાંશ એટલે જે કોઈ લાકડી નીચે આવી જાય છે તેનો દશાંશ યહોવાહને સારુ પવિત્ર ગણાય.
А всяка десятина худоби великої та худоби дрібної, усе, що пере́йде під палицею, — десяте буде святість для Господа.
33 ૩૩ પસંદ કરેલુ પશુ સારું છે કે ખરાબ તેની તપાસ તેણે ન કરવી. તેને એ પશુ બીજા પશુ સાથે અદલાબદલી ન કરવી. અને તેને જો બીજા પશુથી બદલવા માંગે, તો બન્ને પશુઓ યહોવાહના થાય. તે પશુને પાછું ખરીદી શકાય નહિ.’”
Не буде перебирати між добрим та злим, і не замінить його. А якщо справді заступить його, то буде воно та засту́пство його, — буде святість, не буде ви́куплене“.
34 ૩૪ ઇઝરાયલી લોકો માટે જે આજ્ઞાઓ મૂસાને યહોવાહે સિનાઈ પર્વત પર આપી હતી તે આ છે.