< લેવીય 27 >

1 યહોવાહે મૂસાની સાથે વાત કરીને કહ્યું,
و خداوند موسی را خطاب کرده، گفت:۱
2 “ઇઝરાયલના લોકોને કહે કે, ‘જો કોઈ માણસ યહોવાહની આગળ ખાસ માનતા લે તો તારા નક્કી કરેલા મૂલ્ય પ્રમાણે તે લોકો યહોવાહને સારુ માન્ય થશે.
«بنی‌اسرائیل را خطاب کرده، به ایشان بگو: چون کسی نذر مخصوصی نماید، نفوس برحسب برآورد تو، از آن خداوند باشند.۲
3 તારું નક્કી કરેલું મૂલ્ય આ પ્રમાણે થાય; વીસથી તે સાઠ વર્ષ સુધીની ઉંમરના નરને માટે તારું નક્કી કરેલું મૂલ્ય, પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે પચાસ શેકેલ ચાંદી થાય.
و اگر برآورد تو بجهت ذکور، از بیست ساله تاشصت ساله باشد، برآورد تو پنجاه مثقال نقره برحسب مثقال قدس خواهد بود.۳
4 તે જ ઉંમરની નારી માટે તેનું મૂલ્ય ત્રીસ શેકેલ થાય.
و اگر اناث باشد برآورد تو سی مثقال خواهد بود.۴
5 પાંચથી વીસ વર્ષની ઉંમરના નરની કિંમત વીસ શેકેલ અને નારીની કિંમત દસ શેકેલ ઠરાવવું.
و اگر ازپنج ساله تا بیست ساله باشد، برآورد تو بجهت ذکور، بیست مثقال و بجهت اناث ده مثقال خواهدبود.۵
6 એક મહિનાથી પાંચ વર્ષ સુધીના નરની કિંમત પાંચ શેકેલ ચાંદી અને નારીની કિંમત ત્રણ શેકેલ ચાંદી ઠરાવવું.
و اگر از یک ماهه تا پنج ساله باشد، برآوردتو بجهت ذکور پنج مثقال نقره، و بجهت اناث، برآورد تو سه مثقال نقره خواهد بود.۶
7 સાઠ વર્ષ અને તેની ઉપરની ઉંમરના નરની કિંમત પંદર શેકેલ અને નારીની કિંમત દસ શેકેલ ઠરાવવી.
و اگر ازشصت ساله و بالاتر باشد، اگر ذکور باشد، آنگاه برآورد تو پانزده مثقال، و برای اناث ده مثقال خواهد بود.۷
8 પણ જો કોઈ વ્યક્તિ માનતા લે અને આ કિંમત ચૂકવી શકે તેમ ના હોય, તો તેણે તે વ્યક્તિને યાજક સમક્ષ રજૂ કરવી અને યાજકે તેની કિંમત માનતા લેનાર વ્યક્તિ ચૂકવી શકે તેટલી નક્કી કરવી.
و اگر از برآورد تو فقیرتر باشد، پس او را به حضور کاهن حاضر کنند، و کاهن برایش برآورد کند و کاهن به مقدار قوه آن که نذر کرده، برای وی برآورد نماید.۸
9 જો કોઈની ઇચ્છા યહોવાહને પશુનું અર્પણ કરવાની હોય અને જો યહોવાહ તેને માન્ય કરે તો પછી એ પશુ સંપૂર્ણપણે તેનું જ રહેશે.
و اگر بهیمه‌ای باشد ازآنهایی که برای خداوند قربانی می‌گذرانند، هرآنچه را که کسی از آنها به خداوند بدهد، مقدس خواهد بود.۹
10 ૧૦ એ વ્યક્તિએ તેમાં ફેરબદલ કરવી નહિ. સારાને બદલે નરસું તથા નરસાને બદલે સારું બદલવું નહિ. તે પશુની બીજા પશુ સાથે અદલાબદલી કરવી નહિ. છતાં જો અદલાબદલી કરી હોય તો બન્ને પશુઓ પવિત્ર બની જાય અને તે યહોવાહના ગણાય.
آن را مبادله ننماید و خوب را به بد یا بد را به خوب عوض نکند. و اگر بهیمه‌ای رابه بهیمه‌ای مبادله کند، هم آن و آنچه به عوض آن داده شود، هر دو مقدس خواهد بود.۱۰
11 ૧૧ પરંતુ માનતા લઈ અર્પણ કરવાનું પશુ જો અશુદ્ધ હશે તો યહોવાહ તેને માન્ય નહિ કરે. પછી તેણે તે પશુ યાજક પાસે લઈને જવું.
و اگر هرقسم بهیمه نجس باشد که از آن قربانی برای خداوند نمی گذرانند، آن بهیمه را پیش کاهن حاضر کند.۱۱
12 ૧૨ બજારની કિંમત પ્રમાણે યાજક તેની કિંમત નક્કી કરે, પછી પશુ સારું હોય કે ખરાબ યાજકે ઠરાવેલ કિંમત માન્ય રાખવી.
و کاهن آن را چه خوب و چه بد، قیمت کند و برحسب برآورد تو‌ای کاهن، چنین باشد.۱۲
13 ૧૩ અને જો તે વ્યક્તિ તેને છોડાવવા ઇચ્છતો હોય તો તેણે તેની કિંમત કરતાં પાંચમો ભાગ વધુ ચૂકવવો.
و اگر آن را فدیه دهد، پنج یک بر برآوردتو زیاده دهد.۱۳
14 ૧૪ જો કોઈ વ્યક્તિ પોતાનું ઘર યહોવાહને સારુ પવિત્ર થવાને માટે અર્પણ કરે, ત્યારે યાજક તેની જે કિંમત નક્કી કરે તે કાયમ રહે.
و اگر کسی خانه خود را وقف نماید تا برای خداوند مقدس شود، کاهن آن راچه خوب و چه بد برآورد کند، و بطوری که کاهن آن را برآورد کرده باشد، همچنان بماند.۱۴
15 ૧૫ પણ જો અર્પણ કરનાર ઘરનો માલિક પોતાનું ઘર છોડાવવા ઇચ્છે તો તેણે કિંમત ઉપરાંત વધુ વીસ ટકા આપવા, જેથી મકાન પાછું તેની માલિકીનું થઈ જાય.
و اگروقف کننده بخواهد خانه خود را فدیه دهد، پس پنج یک بر نقد برآورد تو زیاده کند و از آن اوخواهد بود.۱۵
16 ૧૬ જો કોઈ વ્યક્તિ પોતાની માલિકીની જમીનનો અમુક ભાગ યહોવાહને અર્પણ કરે તો તેની કિંમત તેને રોપવા માટે જરૂરી બીજની રકમ સાથે રાખવામાં આવશે, જેમ કે વીસ મણ જવની જરૂર પડે તો તેનું મૂલ્ય પચાસ શેકેલ ચાંદી થાય.
و اگر کسی قطعه‌ای از زمین ملک خود را برای خداوند وقف نماید، آنگاه برآوردتو موافق زراعت آن باشد، زراعت یک حومر جو به پنجاه مثقال نقره باشد.۱۶
17 ૧૭ જો કોઈ માણસ જ્યુબિલી વર્ષમાં પોતાનું ખેતર સ્વેચ્છાએ અર્પણ કરે તો તારા ઠરાવ્યા પ્રમાણે તેની કિંમત થાય.
و اگر زمین خود را ازسال یوبیل وقف نماید، موافق برآورد تو برقرارباشد.۱۷
18 ૧૮ પણ જો તે જ્યુબિલી વર્ષ પછી અર્પણ કરે તો યાજકે પછીના જ્યુબિલી વર્ષના જેટલા વર્ષ બાકી હોય તેના પ્રમાણમાં રોકડ કિંમત નક્કી કરવી અને તે આકડાં મુજબ કિંમત ઠરાવવી.
و اگر زمین خود را بعد از یوبیل وقف نماید، آنگاه کاهن نقد آن را موافق سالهایی که تاسال یوبیل باقی می‌باشد برای وی بشمارد، و ازبرآورد تو تخفیف شود.۱۸
19 ૧૯ પરંતુ જો અર્પણ કરનાર ખેતર છોડાવવા માંગતો હોય તો તેણે ઠરાવેલી કિંમત કરતાં વીસ ટકા વધુ આપવા એટલે તે ખેતરની માલિકી ફરીથી તેની થાય.
و اگر آنکه زمین راوقف کرد بخواهد آن را فدیه دهد، پس پنج یک از نقد برآورد تو را بر آن بیفزاید و برای وی برقرارشود.۱۹
20 ૨૦ પરંતુ જો તે જમીન નહિ છોડાવતાં બીજા કોઈને વેચી દે તો તેને તે કદી પાછું મળે નહિ.
و اگر نخواهد زمین را فدیه دهد، یا اگرزمین را به دیگری فروخته باشد، بعد از آن فدیه داده نخواهد شد.۲۰
21 ૨૧ પણ તેના બદલે જ્યારે જ્યુબિલી વર્ષમાં તે ખેતર છૂટે ત્યારે યહોવાહને સારુ અર્પિત ખેતર તરીકે તે યાજકોનું થાય.
و آن زمین چون در یوبیل رها شود مثل زمین وقف برای خداوند، مقدس خواهد بود؛ ملکیت آن برای کاهن است.۲۱
22 ૨૨ જો કોઈ વ્યક્તિ પોતે ખરીદેલું ખેતર યહોવાહને અર્પણ કરે અને તે તેના કુટુંબની મિલકતનો ભાગ નથી,
و اگرزمینی را که خریده باشد که از زمین ملک او نبود، برای خداوند وقف نماید،۲۲
23 ૨૩ તો પછી યાજકે બીજા જ્યુબિલી વર્ષને જેટલા વર્ષ બાકી હોય તેને આધારે તેની કિંમત ઠરાવવી અને તે વ્યક્તિએ નક્કી કરેલી કિંમત યહોવાહને તે જ દિવસે એક પવિત્ર વસ્તુ તરીકે અર્પણ કરવી.
آنگاه کاهن مبلغ برآورد تو را تا سال یوبیل برای وی بشمارد، و درآن روز برآورد تو را مثل وقف خداوند به وی بدهد.۲۳
24 ૨૪ જ્યુબિલી વર્ષે એ ખેતર તેના મૂળ માલિક, જેની પાસેથી તે ખરીદયું હોય એટલે જેના વતનનું તે હતું તેને પાછું મળે.
و آن زمین در سال یوبیل به کسی‌که از اوخریده شده بود خواهد برگشت، یعنی به کسی‌که آن زمین ملک موروثی وی بود.۲۴
25 ૨૫ જે કિંમત તું ઠરાવે તે બધું પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે ઠરાવવું. વીસ ગેરાહનો એક શેકેલ થાય.
و هر برآورد توموافق مثقال قدس باشد که بیست جیره یک مثقال است.۲۵
26 ૨૬ કોઈ પણ વ્યક્તિએ બળદ અથવા ઘેટાનાં પ્રથમજનિતને ઐચ્છિકાર્પણ તરીકે યહોવાહને ચઢાવવું નહિ, કારણ, એ તો યહોવાહનું જ છે; પછી ભલે તે કોઈ પણ બળદ કે ઘેટું હોય.
«لیکن نخست زاده‌ای از بهایم که برای خداوند نخست زاده شده باشد، هیچکس آن راوقف ننماید، خواه گاو خواه گوسفند، از آن خداوند است.۲۶
27 ૨૭ જો અશુદ્ધ પશુના પ્રથમજનિતને અર્પણ તરીકે લાવવામાં આવે, તો યાજક તેની કિંમત ઠરાવે તે ઉપરાંત વીસ ટકા વધુ તે માલિક આપે. જો તેનો માલિક તેને છોડાવવા માંગતો ન હોય તો યાજક નિર્ધારિત કરેલી કિંમતે તે પશુને બીજા કોઈને વેચી શકે છે.
و اگر از بهایم نجس باشد، آنگاه آن را برحسب برآورد تو فدیه دهد، و پنج یک برآن بیفزاید، و اگر فدیه داده نشود پس موافق برآورد تو فروخته شود.۲۷
28 ૨૮ પરંતુ યહોવાહને કરેલું કોઈ પણ અર્પણ પછી તે માણસ હોય, પશુ હોય અથવા વારસામાં મળેલું ખેતર હોય, તો તેને વેચી અથવા છોડાવી શકાય નહિ. કારણ તે યહોવાહને સારુ પરમપવિત્ર અર્પણ છે.
اما هر چیزی که کسی برای خداوند وقف نماید، از کل مایملک خود، چه از انسان چه از بهایم چه از زمین ملک خود، نه فروخته شود و نه فدیه داده شود، زیرا هر‌چه وقف باشد برای خداوند قدس اقداس است.۲۸
29 ૨૯ જેનું અર્પણ માણસોમાંથી થયેલું હોય તેને પાછો ખરીદી ન શકાય. તેને નિશ્ચે મારી નાખવો.
هر وقفی که از انسان وقف شده باشد، فدیه داده نشود. البته کشته شود.۲۹
30 ૩૦ જમીનની ઊપજનો ઠરાવેલો દશમો ભાગ પછી તે ખેતરના અનાજનો હોય કે વૃક્ષનાં ફળોનો હોય તે યહોવાહનો ગણાય, તે યહોવાહને સારુ પવિત્ર છે.
و تمامی ده‌یک زمین چه از تخم زمین چه از میوه درخت از آن خداوند است، و برای خداوند مقدس می‌باشد.۳۰
31 ૩૧ જો કોઈ વ્યક્તિ આ અનાજ કે ફળનો દશમો ભાગ પાછો ખરીદવા ઇચ્છે તો તેની કિંમતમાં વીસ ટકા ઉમેરીને ચૂકવે.
و اگر کسی از ده‌یک خود چیزی فدیه دهدپنج یک آن را بر آن بیفزاید.۳۱
32 ૩૨ જાનવરો તથા ઘેટાંબકરાંનો દશાંશ એટલે જે કોઈ લાકડી નીચે આવી જાય છે તેનો દશાંશ યહોવાહને સારુ પવિત્ર ગણાય.
و تمامی ده‌یک گاو و گوسفند یعنی هر‌چه زیر عصا بگذرد، دهم آن برای خداوند مقدس خواهد بود.۳۲
33 ૩૩ પસંદ કરેલુ પશુ સારું છે કે ખરાબ તેની તપાસ તેણે ન કરવી. તેને એ પશુ બીજા પશુ સાથે અદલાબદલી ન કરવી. અને તેને જો બીજા પશુથી બદલવા માંગે, તો બન્ને પશુઓ યહોવાહના થાય. તે પશુને પાછું ખરીદી શકાય નહિ.’”
در خوبی و بدی آن تفحص ننماید و آن را مبادله نکند، واگر آن را مبادله کند هم آن و هم بدل آن مقدس خواهد بود و فدیه داده نشود.»۳۳
34 ૩૪ ઇઝરાયલી લોકો માટે જે આજ્ઞાઓ મૂસાને યહોવાહે સિનાઈ પર્વત પર આપી હતી તે આ છે.
این است اوامری که خداوند به موسی برای بنی‌اسرائیل درکوه سینا امر فرمود.۳۴

< લેવીય 27 >