< લેવીય 21 >
1 ૧ યહોવાહે મૂસાને કહ્યું, “યાજકોને, હારુનના પુત્રોને કહે કે, ‘પોતાના લોકોમાંથી કોઈપણ મૃત્યુ પામે તો તેને લીધે કોઈપણ યાજકે પોતે અભડાવું નહિ.
PAN powiedział też do Mojżesza: Mów do kapłanów, synów Aarona i powiedz im: Niech nikt z was nie zanieczyści się z powodu umarłych spośród swego ludu;
2 ૨ પોતાના નજીકના સગાંઓને લીધે એટલે પોતાની માતાને લીધે, પોતાના પિતાને લીધે પોતાના પુત્ર, પુત્રી કે પોતાના ભાઈને લીધે તે અભડાય,
Z wyjątkiem najbliższych krewnych, czyli swej matki, swego ojca, swego syna, swej córki i swego brata;
3 ૩ અથવા પોતાની સગી બહેન જે કુંવારી એટલે જેના લગ્ન ન થયા હોય તેને લીધે તે અભડાય.
A także swej siostry dziewicy, bliskiej mu, która nie miała męża; z jej powodu może się zanieczyścić.
4 ૪ પણ તેણે જે લોકો તેના નજીકના સગા નથી, તેઓના મૃતદેહને અડીને પોતાની જાતને અશુદ્ધ કરવી નહિ.
Jako przełożony wśród swego ludu nie zanieczyści się, tak żeby był skalany.
5 ૫ યાજકોએ શોક કરવા માટે પોતાના માથાના વાળ મૂંડાવવા નહિ, તેમ જ દાઢીની કિનાર પણ મૂંડાવવી નહિ અને પોતાના શરીર પર કોઈ ઘા પણ કરવો નહિ.
Nie będą sobie czynili łysiny na swej głowie ani nie będą golić skrajów swej brody, ani nie będą nacinać swego ciała.
6 ૬ તેઓ પોતાના ઈશ્વરના પવિત્ર લોક થાય અને તેઓના ઈશ્વરના નામને અપમાનિત ન કરે, કેમ કે યાજકો યહોવાહના હોમયજ્ઞો એટલે પોતાના ઈશ્વરની રોટલી અર્પણ કરે છે. એ માટે તેઓ પવિત્ર થાય.
Będą święci dla swego Boga i nie będą bezcześcili imienia swego Boga, składają bowiem ofiary PANA spalane w ogniu oraz chleb swego Boga. Będą więc święci.
7 ૭ તેઓ ગણિકા કે કોઈ અશુદ્ધ સ્ત્રીની સાથે અને જે સ્ત્રીના તેના પતિથી છૂટાછેડા થયા હોય તેની સાથે લગ્ન ન કરે. કેમ કે તેઓ ઈશ્વર માટે અલગ કરાયેલા છે.
Nie pojmą sobie za żonę nierządnicy lub naruszonej [w panieństwie]; nie będą także pojmować kobiety oddalonej przez jej męża, gdyż każdy [z nich] jest święty dla swego Boga.
8 ૮ તમારે યાજકને પવિત્ર ગણવો જોઈએ, કારણ કે તે મને અર્પણ ચઢાવે છે. તમારે તેને પવિત્ર ગણવો જોઈએ, કારણ તમને પવિત્ર કરનાર યહોવાહ હું પવિત્ર છું.
Miej go więc za świętego, bo on składa w ofierze chleb twego Boga; dlatego będzie święty dla ciebie, bo ja, PAN, który was poświęca, jestem święty.
9 ૯ જો કોઈ યાજકની પુત્રી ગણિકા થઈને પોતાને અશુદ્ધ કરે તો તે પોતાના પિતાને કલંકિત કરે છે, તેથી તેને આગથી બાળી નાખવી.
Jeśli córka kapłana zbezcześci się przez nierząd, zbezcześci swego ojca. Będzie spalona w ogniu.
10 ૧૦ જે પોતાના ભાઈઓ વચ્ચે પ્રમુખ યાજક હોય, જેને તેલથી અભિષેક કરાયો હોય અને વસ્ત્રો પહેરવા માટે શુદ્ધિકરણ કરાયું હોય તેણે પોતાના વાળ છૂટા મૂકવા નહિ તથા પોતાના વસ્ત્રો ફાડવા નહિ.
Najwyższy kapłan wśród swoich braci, na którego głowę została wylana oliwa namaszczenia i który został poświęcony, aby wkładać [na siebie święte] szaty, nie będzie odsłaniał swej głowy i nie rozedrze swoich szat;
11 ૧૧ જે જગ્યાએ માણસનો મૃતદેહ પડ્યો હોય ત્યાં તેણે જવું નહિ અને અશુદ્ધ થવું નહિ, પછી ભલે તે મૃતદેહ પોતાના પિતા કે માતાનો હોય.
I nie zbliży się do żadnego zmarłego, [nawet] nie zanieczyści się z powodu swego ojca lub z powodu swej matki.
12 ૧૨ તે પવિત્રસ્થાનની બહાર જાય નહિ અને પોતાના ઈશ્વરના પવિત્રસ્થાનને અશુદ્ધ કરે નહિ. કેમ કે પોતાના ઈશ્વરના અભિષેકના તેલ વડે તેને પ્રમુખ યાજક તરીકે પવિત્ર કરાયો છે. હું યહોવાહ છું.
Nie wyjdzie ze świątyni i nie zbezcześci świątyni swego Boga, gdyż korona oliwy namaszczenia swego Boga [jest] na nim: Ja jestem PAN.
13 ૧૩ પ્રમુખ યાજકે કુંવારી સ્ત્રી સાથે લગ્ન કરવું.
I weźmie sobie dziewicę za żonę.
14 ૧૪ તેણે કોઈ વિધવા, ગણિકા કે છૂટાછેડા લીધેલી સ્ત્રીની સાથે લગ્ન કરવું નહિ. તેણે આ બધામાંથી કોઈ સાથે લગ્ન ન કરવું. પણ પોતાના લોકમાંની જ કોઈ કુમારિકા સાથે લગ્ન કરવું.
Nie weźmie sobie ani wdowy, ani oddalonej, ani zhańbionej, ani nierządnicy, lecz weźmie sobie za żonę dziewicę ze swego ludu.
15 ૧૫ તેણે બધા નિયમોનું પાલન કરવું, કે જેથી પોતાના લોકો મધ્યે પોતાના સંતાનને અશુદ્ધ ન કરે. કેમ કે તેને શુદ્ધ કરનાર યહોવાહ હું છું.’”
I nie zbezcześci swego potomstwa wśród swego ludu, bo ja jestem PAN, który go uświęca.
16 ૧૬ યહોવાહે મૂસાને કહ્યું,
Przemówił dalej PAN do Mojżesza, mówiąc:
17 ૧૭ “તું હારુનને કહે કે, શારીરિક ખામી ધરાવનાર તારા કોઈપણ વંશજે ઈશ્વરને અર્પણ ચઢાવવું નહિ.
Powiedz Aaronowi tymi słowy: Ktokolwiek z twego potomstwa w ich pokoleniach miał jakąś wadę, niech nie zbliża się, aby składać w ofierze chleb swego Boga.
18 ૧૮ શારીરિક ખામી ધરાવનાર કોઈ પણ માણસ પછી તે અંધ હોય, અપંગ હોય કે જેના અંગ વિકૃતિ વાળા હોય,
Żaden mężczyzna, który ma jakąś wadę, nie zbliży się: ani niewidomy, ani chromy, ani mający płaski nos, ani nieproporcjonalnie zbudowany;
19 ૧૯ અથવા સુકાઈ ગયેલા હાથ વાળો હોય કે પગ વાળો હોય,
Ani ten, który ma złamaną nogę lub rękę;
20 ૨૦ ખૂંધો હોય કે ઠીંગણો હોય, નેત્રનો રોગ કે ચામડીનો રોગ થયેલો હોય કે વ્યંઢળ હોય તેઓએ અર્પણ ચઢાવવું નહિ.
Ani garbaty, ani z bielmem na oku, ani chory na świerzb, ani pokryty liszajami, ani eunuch:
21 ૨૧ હારુન યાજકના શારીરિક ખામી વાળા કોઈ પણ વંશજ મને હોમયજ્ઞો ચઢાવવા મારી પાસે આવે નહિ, જો તેનામાં કોઈ ખોડ હોય તો તેણે ઈશ્વરની ‘રોટલી’ ચઢાવવા પાસે જવું નહિ.
Żaden mężczyzna z potomków kapłana Aarona, który ma jakąś wadę, nie zbliży się, by składać ofiary PANA spalane w ogniu. Ma wadę, więc nie zbliży się, aby składać w ofierze chleb swego Boga.
22 ૨૨ તેમ છતાં ઈશ્વર સમક્ષ ચઢાવેલ પવિત્ર તેમ જ પરમપવિત્ર અર્પણોમાંથી યાજકોનો જે ભાગ છે તેમાંથી તે જમી શકે.
Może [jednak] spożywać chleb swego Boga, zarówno święty, jak i najświętszy.
23 ૨૩ પરંતુ તેણે પડદાની નજીક કે પડદાની પાછળ અગ્નિની વેદીની નજીક જવું નહિ કારણ તેનામાં શારીરિક ખોડ છે અને તેણે મારી પવિત્ર જગ્યાઓને અશુદ્ધ કરવી નહિ. કેમ કે મેં યહોવાહે તેને પવિત્ર કરેલી છે.’
Lecz nie może wchodzić poza zasłonę ani zbliżać się do ołtarza, bo ma wadę, żeby nie zbezcześcił mojej świątyni. Ja bowiem jestem PAN, który ją poświęca.
24 ૨૪ અને મૂસાએ હારુનને અને તેના પુત્રોને અને સર્વ ઇઝરાયલીઓને આ પ્રમાણે કહી સંભળાવ્યું.
I Mojżesz powiedział to Aaronowi, jego synom i wszystkim synom Izraela.