< લેવીય 18 >

1 યહોવાહે મૂસાને કહ્યું,
پەرۋەردىگار مۇساغا سۆز قىلىپ مۇنداق دېدى: ــ
2 “ઇઝરાયલના લોકોને કહે કે, ‘હું યહોવાહ તમારો ઈશ્વર છું.
سەن ئىسرائىللارغا مۇنداق دېگىن: ــ «مەن بولسام خۇدايىڭلار پەرۋەردىگاردۇرمەن.
3 મિસર દેશ જેમાં તમે અગાઉ રહેતા હતા, તે લોકોનું અનુકરણ તમે ન કરો. અને કનાન દેશ કે જેમાં હું તમને લઈ જાઉં છું, તે દેશના લોકોનું અનુકરણ તમે ન કરો. તેઓના રીતરિવાજો ન પાળો.
سىلەر ئىلگىرى تۇرغان مىسىر زېمىنىدىكىدەك ئىشلارنى قىلماڭلار ۋە ياكى مەن سىلەرنى ئېلىپ بارىدىغان قانائان زېمىنىدىكىدەك ئىشلارنى قىلماڭلار؛ ئۇلارنىڭ رەسىم-ئادەتلىرىدە يۈرمەڭلار،
4 તમારે ફક્ત મારા જ વિધિઓ પાળવા, તમારે તેનો સંપૂર્ણ રીતે અમલ કરવો અને તે અનુસાર ચાલવું કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું.
بەلكى مېنىڭ ھۆكۈملىرىمگە ئەمەل قىلىپ، قانۇن بەلگىلىمىلىرىمنى تۇتۇپ شۇ بويىچە مېڭىڭلار. مەن خۇدايىڭلار پەرۋەردىگاردۇرمەن.
5 માટે તમારે મારા વિધિઓ અને નિયમો પાળવા. જો કોઈ માણસ તેનું પાલન કરશે તો તે વડે તે જીવશે. હું યહોવાહ છું.
سىلەر چوقۇم مېنىڭ بەلگىلىمىلىرىم بىلەن ھۆكۈملىرىمنى تۇتۇشۇڭلار كېرەك؛ ئىنسان ئۇلارغا ئەمەل قىلىدىغان بولسا ئۇلارنىڭ سەۋەبىدىن ھاياتتا بولىدۇ. مەن پەرۋەردىگاردۇرمەن.
6 તમારામાંના કોઈએ પણ નજીકની સગી સાથે શારીરિક સંબંધ ન બાંધવો. હું યહોવાહ છું.
ــ ھېچكىم ئۆزىگە يېقىن تۇغقان بولغان ئايالغا يېقىنلىق قىلىپ ئەۋرىتىنى ئاچمىسۇن. مەن پەرۋەردىگاردۇرمەن.
7 તારી માતા સાથે શારીરિક સંબંધ કરીને તારા પિતાનું અપમાન ન કર. તે તારી માતા છે, તેને તારે કલંકિત કરવી નહિ.
ئاناڭنىڭ ئەۋرىتىگە تەگمە، بۇ ئاتاڭنىڭ ئەۋرىتىگە تەگكىنىڭ بولىدۇ؛ ئۇ سېنىڭ ئاناڭ بولغاچقا ئۇنىڭ ئەۋرىتىگە تەگسەڭ بولمايدۇ.
8 તારા પિતાની પત્નીઓમાંથી કોઈની સાથે શારીરિક સંબંધ ન કર; તે તારા પિતાના અપમાન જેવું છે.
ئاتاڭنىڭ ئايالىنىڭ ئەۋرىتىگىمۇ تەگمە، چۈنكى شۇنداق قىلساڭ ئاتاڭنىڭ ئەۋرىتىگە تەگكەندەك بولىدۇ.
9 તારી બહેનોમાંની કોઈની સાથે શારીરિક સંબંધ ન કર. તે તમારા પિતાની પુત્રી હોય કે માતાની પુત્રી હોય; પછી તે ઘરમાં જન્મેલી હોય કે તારાથી દૂર બહાર જન્મેલી હોય. તારે તારી બહેન સાથે શારીરિક સંબંધ બાંધવો નહિ.
سەن ئاچا-سىڭلىڭنىڭ، بىر ئاتىدىن بولغان ياكى بىر ئانىدىن بولغان، ياكى شۇ ئۆيدە تۇغۇلغان ياكى باشقا يەردە تۇغۇلغان بولسۇن، ئۇنىڭ ئەۋرىتىگە تەگمە.
10 ૧૦ તારે તારા પુત્રની પુત્રી કે પુત્રીની પુત્રી સાથે શારીરિક સંબંધ ન બાંધવો, તે તમારી પોતાની જાતને કલંકિત કરવા બરાબર છે.
سەن ئۆز ئوغلۇڭنىڭ قىزى ۋە ياكى قىزىڭنىڭ قىزىنىڭ ئەۋرىتىگە تەگمە؛ چۈنكى ئۇلارنىڭ ئەۋرىتى سەن ئۆزۈڭنىڭ ئەۋرىتىدۇر.
11 ૧૧ તારે તારા પિતાની પત્નીની પુત્રી સાથે શારીરિક સંબંધ ન બાંધવો. તે તારી બહેન છે અને તારે તેની સાથે શારીરિક સંબંધ ન બાંધવો.
سەن ئاتاڭنىڭ ئايالىنىڭ قىزىنىڭ ئەۋرىتىگە تەگمە؛ ئۇ ئاتاڭدىن تۇغۇلغان، سېنىڭ ئاچا-سىڭلىڭ، شۇڭا ئۇنىڭ ئەۋرىتىگە تەگمە.
12 ૧૨ તારે તારા પિતાની બહેન સાથે શારીરિક સંબંધ ન બાંધવો, કેમ કે તારા પિતાની તે નજીકની સગી છે.
سەن ئاتاڭنىڭ ئاچا-سىڭلىسىنىڭ ئەۋرىتىگىمۇ تەگمە، چۈنكى ئۇ ئاتاڭنىڭ بىرتۇغقىنىدۇر.
13 ૧૩ તારે તારી માતાની બહેન સાથે શારીરિક સંબંધ ન બાંધવો, કેમ કે તારી માતાની તે નજીકની સગી છે.
سەن ئاناڭنىڭ ئاچا-سىڭىللىرىنىڭ ئەۋرىتىگىمۇ تەگمە، چۈنكى ئۇ ئاناڭنىڭ بىرتۇغقىنىدۇر.
14 ૧૪ તારે તારા પિતાના ભાઈની પત્ની સાથે શારીરિક સંબંધ ન બાંધવો. કે એવા ઇરાદા સાથે તેની નજીક ન જવું. કેમ કે તે તારી કાકી છે.
ئاتاڭنىڭ ئاكا-ئىنىلىرىنىڭ ئايالىنىڭ ئەۋرىتىگە تەگمە؛ ئۇلارنىڭ ئاياللىرىغا يېقىنلىق قىلما؛ چۈنكى ئۇلار سېنىڭ ھامماڭدۇر.
15 ૧૫ તારે તારી પુત્રવધૂ સાથે શારીરિક સંબંધ ન બાંધવો, તે તારા પુત્રની પત્ની છે. તેની સાથે શારીરિક સંબંધ ન બાંધ.
سەن كېلىنىڭنىڭ ئەۋرىتىگە تەگمە؛ ئۇ سېنىڭ ئوغلۇڭنىڭ ئايالى بولغاچقا، ئۇنىڭ ئەۋرىتىگە تەگسەڭ بولمايدۇ.
16 ૧૬ તારે તારા ભાઈની પત્ની સાથે શારીરિક સંબંધ ન બાંધવો, આવું કરીને તારા ભાઈનું અપમાન ન કરવું.
سەن ئاكا-ئىنىلىرىڭنىڭ ئايالىنىڭ ئەۋرىتىگە تەگمە؛ چۈنكى بۇ ئۆز ئاكا-ئىنىلىرىڭنىڭ ئەۋرىتىگە تەگكەندەك بولىدۇ.
17 ૧૭ કોઈ સ્ત્રી તેમ જ તેની પુત્રી કે પૌત્રી કે દોહિત્રી સાથે શારીરિક સંબંધ ન કર. તેઓ નજીકની સગી છે અને તેઓની સાથે એવું કરવું એ અતિશય દુષ્ટ કર્મ છે.
سەن بىر ئايالغا ۋە شۇنىڭ بىلەن بىرگە ئۇنىڭ قىزىنىڭ ئەۋرىتىگە تەگمە؛ شۇنداقلا ئۇنىڭ ئوغلىنىڭ قىزى ۋە قىزىنىڭ قىزىنىمۇ [خوتۇنلۇققا ئېلىپ] ئەۋرىتىگە تەگمە. ئۇلار بىر-بىرىگە يېقىن تۇغقان بولغاچقا، مۇنداق ئىش پەسەندىلىكتۇر.
18 ૧૮ તારી પત્નીના જીવતા સુધી તેની બહેન સાથે લગ્ન કરીને અને તેને બીજી પત્ની કરીને તેની સાથે શારીરિક સંબંધ ન બાંધ.
سەن ئايالىڭ ھايات ۋاقتىدا، ئۇنىڭ ئاچا-سىڭلىسىنى خوتۇنلۇققا ئېلىپ ئەۋرىتىگە تەگمە. ئۇنداق قىلساڭ خوتۇنۇڭغا كۈندەشلىك ئازابىنى كەلتۈرىسەن.
19 ૧૯ સ્ત્રીના માસિકસ્રાવ દરમિયાન તેની સાથે શારીરિક સંબંધ ન બાંધ. કેમ કે એ સમયમાં તે અશુદ્ધ છે.
سەن بىر ئايالنىڭ ئادەت كۆرۈپ ناپاك تۇرغان ۋاقتىدا يېقىنلىق قىلىپ ئەۋرىتىگە تەگمە.
20 ૨૦ તારે તારા પડોશીની પત્ની સાથે શારીરિક સંબંધ ન કરવો અને આ રીતે પોતાને જાતને ભ્રષ્ટ ન કરવી.
سەن ئۆز قوشناڭنىڭ ئايالى بىلەن زىنا قىلىپ ئۆزۈڭنى ئۇنىڭ بىلەن ناپاك قىلما.
21 ૨૧ તારે તારા કોઈ બાળકને અગ્નિમાં ચલાવીને મોલેખને ચઢાવવા ન આપ. આ રીતે તારા ઈશ્વરનો અનાદર ન કરવો. હું યહોવાહ છું.
سەن ئۆز نەسلىڭدىن ھېچبىرىنى مولەك مەبۇدىغا ئاتاپ ئوتتىن ئۆتكۈزسەڭ قەتئىي بولمايدۇ. ئەگەر شۇنداق قىلساڭ خۇدايىڭنىڭ نامىنى ناپاك قىلغان بولىسەن. مەن ئۆزۈم پەرۋەردىگاردۇرمەن.
22 ૨૨ સ્ત્રીની જેમ બીજા પુરુષની સાથે શારીરિક સંબંધ ન બાંધ. એ દુષ્ટતા છે.
سەن ئاياللار بىلەن بىرگە بولغاندەك ئەر كىشى بىلەن بىرگە بولما. بۇ ئىش يىرگىنچلىكتۇر.
23 ૨૩ તમારે કોઈ પશુ સાથે સ્ત્રીની જેમ શારીરિક સંબંધ ન કરીને પોતાને અશુદ્ધ ન કરવો. કોઈ સ્ત્રીએ કોઈ પશુ સાથે શારીરિક સંબંધ ન કરવો, એ વિકૃતિ છે.
سەن ھېچ ھايۋان بىلەن مۇناسىۋەت قىلىپ ئۆزۈڭنى ناپاك قىلما؛ شۇنىڭدەك ئايال كىشىمۇ مۇناسىۋەت قىلدۇرۇش ئۈچۈن بىر ھايۋاننىڭ ئالدىغا بارمىسۇن. بۇ ئىش نىجىسلىقتۇر.
24 ૨૪ આમાંની કોઈ પણ રીતે તારે તારી જાતને અશુદ્ધ ન કરવી. હું જે દેશજાતિઓને તમારી સામેથી હાંકી કાઢવાનો છું તેઓ આવી રીતે અશુદ્ધ થયેલ છે.
سىلەر بۇ ئىشلارنى قىلىپ ئۆزۈڭلارنى ناپاك قىلماڭلار، چۈنكى مەن سىلەرنىڭ ئالدىڭلاردىن چىقىرىۋاتقان تائىپىلەر بولسا شۇنداق ئىشلارنى قىلىپ ئۆزلىرىنى ناپاك قىلغان
25 ૨૫ એ આખો દેશ અશુદ્ધ થયો છે. તેથી હું તેઓના પર તેઓના પાપની સજા કરું છું અને એ દેશ ત્યાંના રહેવાસીઓને ઓકી કાઢે છે.
ۋە زېمىنىمۇ ناپاك بولغاندۇر. بۇنىڭ ئۈچۈن مەن ئۇ زېمىننىڭ قەبىھلىكىنى ئۆز بېشىغا چۈشۈرىمەن، شۇنىڭدەك ئۇ زېمىنمۇ ئۆزىدە تۇرۇۋاتقانلارنى قۇسۇپ چىقىرىۋېتىدۇ.
26 ૨૬ તમારે મારા વિધિઓ અને આજ્ઞાઓનું પાલન કરવું. તમારે આ બધામાંનું કોઈ ઘૃણાજનક કાર્ય કરવું નહિ, પછી ભલે તમે ઇઝરાયલ પ્રજાનાં વતની હોય કે પરદેશથી આવીને વસ્યા હોય.
لېكىن سىلەر بولساڭلار مېنىڭ بەلگىلىمىلىرىم بىلەن ھۆكۈملىرىمنى تۇتۇڭلار؛ سىلەردىن ھېچكىم، مەيلى يەرلىك ياكى ئاراڭلاردا تۇرۇۋاتقان ياقا يۇرتلۇق بولسۇن بۇ يىرگىنچلىك ئىشلاردىن ھېچبىرىنى قىلمىسۇن
27 ૨૭ કેમ કે તમારા પહેલા જે દેશજાતિ આ દેશમાં રહેતી હતી, તે આ બધા ઘૃણાજનક કાર્યો કરતી હતી અને તેથી દેશ અશુદ્ધ થયો છે.
(چۈنكى بۇ بارلىق يىرگىنچلىك ئىشلارنى سىلەردىن ئىلگىرى شۇ زېمىندا تۇرغان خەلق قىلىپ كەلگەچكە، زېمىننىڭ ئۆزى ناپاك بولۇپ قالدى).
28 ૨૮ એ માટે સાવચેત રહો, કે જેથી દેશને અશુદ્ધ કર્યાથી જેમ તમારી અગાઉની દેશજાતિને તેણે ઓકી કાઢી તેમ તમને પણ તે ઓકી કાઢે.
شۇنداق قىلىپ زېمىننى ناپاك قىلساڭلار، زېمىن ئۆزى سىلەردىن ئىلگىرى ئۆزىدە تۇرغان ئەللەرنى قۇسۇپ چىقارغاندەك، سىلەرنىمۇ قۇسۇپ چىقىرىۋېتىدۇ.
29 ૨૯ જે કોઈ એમાંનું કોઈપણ ઘૃણાજનક કાર્ય કરશે તેને પોતાના લોકોમાંથી અલગ કરવામાં આવશે.
چۈنكى بۇ يىرگىنچلىك ئىشلارنىڭ ھەرقاندىقىنى قىلغۇچى، ــ مۇنداق قىلمىشلارنى قىلغان ھەرقانداق كىشى ئۆز خەلقى ئارىسىدىن ئۈزۈپ تاشلىنىدۇ.
30 ૩૦ માટે તમે મારી આજ્ઞાઓનું પાલન કરો. તમારા અગાઉના લોકો ઘૃણાપાત્ર રિવાજો પાળતા હતા, તેનું પાલન કરીને તમારી જાતને અશુદ્ધ ન બનાવશો. હું તમારો ઈશ્વર યહોવાહ છું.’”
سىلەر مەن سىلەرگە تاپىلىغىنىمغا ئەمەل قىلىشىڭلار زۆرۈردۇر؛ ــ دېمەك، سىلەر ئۆزۈڭلاردىن ئىلگىرى ئۆتكەنلەر تۇتقان شۇ يىرگىنچلىك رەسىم-قائىدىلەرنى تۇتۇپ، ئۆزۈڭلارنى ناپاك قىلماسلىقىڭلار كېرەك. مەن خۇدايىڭلار پەرۋەردىگاردۇرمەن.

< લેવીય 18 >