< લેવીય 18 >
1 ૧ યહોવાહે મૂસાને કહ્યું,
Ja Herra puhui Moosekselle sanoen:
2 ૨ “ઇઝરાયલના લોકોને કહે કે, ‘હું યહોવાહ તમારો ઈશ્વર છું.
"Puhu israelilaisille ja sano heille: Minä olen Herra, teidän Jumalanne.
3 ૩ મિસર દેશ જેમાં તમે અગાઉ રહેતા હતા, તે લોકોનું અનુકરણ તમે ન કરો. અને કનાન દેશ કે જેમાં હું તમને લઈ જાઉં છું, તે દેશના લોકોનું અનુકરણ તમે ન કરો. તેઓના રીતરિવાજો ન પાળો.
Älkää tehkö, niinkuin tehdään Egyptin maassa, jossa te asuitte, älkääkä tehkö, niinkuin tehdään Kanaanin maassa, johon minä teidät vien; älkää vaeltako heidän tapojensa mukaan.
4 ૪ તમારે ફક્ત મારા જ વિધિઓ પાળવા, તમારે તેનો સંપૂર્ણ રીતે અમલ કરવો અને તે અનુસાર ચાલવું કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું.
Vaan seuratkaa minun säädöksiäni ja noudattakaa minun käskyjäni vaeltaaksenne niiden mukaan. Minä olen Herra, teidän Jumalanne.
5 ૫ માટે તમારે મારા વિધિઓ અને નિયમો પાળવા. જો કોઈ માણસ તેનું પાલન કરશે તો તે વડે તે જીવશે. હું યહોવાહ છું.
Noudattakaa minun käskyjäni ja säädöksiäni, sillä se ihminen, joka ne pitää, on niistä elävä. Minä olen Herra.
6 ૬ તમારામાંના કોઈએ પણ નજીકની સગી સાથે શારીરિક સંબંધ ન બાંધવો. હું યહોવાહ છું.
Älköön kukaan teistä ryhtykö veriheimolaiseensa paljastaakseen hänen häpyänsä. Minä olen Herra.
7 ૭ તારી માતા સાથે શારીરિક સંબંધ કરીને તારા પિતાનું અપમાન ન કર. તે તારી માતા છે, તેને તારે કલંકિત કરવી નહિ.
Isäsi häpyä ja äitisi häpyä älä paljasta. Hän on sinun äitisi, älä hänen häpyänsä paljasta.
8 ૮ તારા પિતાની પત્નીઓમાંથી કોઈની સાથે શારીરિક સંબંધ ન કર; તે તારા પિતાના અપમાન જેવું છે.
Älä paljasta äitipuolesi häpyä, se on sinun isäsi häpy.
9 ૯ તારી બહેનોમાંની કોઈની સાથે શારીરિક સંબંધ ન કર. તે તમારા પિતાની પુત્રી હોય કે માતાની પુત્રી હોય; પછી તે ઘરમાં જન્મેલી હોય કે તારાથી દૂર બહાર જન્મેલી હોય. તારે તારી બહેન સાથે શારીરિક સંબંધ બાંધવો નહિ.
Älä paljasta sisaresi häpyä, olipa hän isäsi tytär tai äitisi tytär, kotona tai ulkona syntynyt; älä paljasta heidän häpyänsä.
10 ૧૦ તારે તારા પુત્રની પુત્રી કે પુત્રીની પુત્રી સાથે શારીરિક સંબંધ ન બાંધવો, તે તમારી પોતાની જાતને કલંકિત કરવા બરાબર છે.
Älä paljasta poikasi tyttären tai tyttäresi tyttären häpyä, sillä se on sinun oma häpysi.
11 ૧૧ તારે તારા પિતાની પત્નીની પુત્રી સાથે શારીરિક સંબંધ ન બાંધવો. તે તારી બહેન છે અને તારે તેની સાથે શારીરિક સંબંધ ન બાંધવો.
Älä paljasta äitipuolesi tyttären häpyä, tyttären, joka on sinun isällesi syntynyt; hän on sinun sisaresi.
12 ૧૨ તારે તારા પિતાની બહેન સાથે શારીરિક સંબંધ ન બાંધવો, કેમ કે તારા પિતાની તે નજીકની સગી છે.
Älä paljasta isäsi sisaren häpyä; hän on sinun isäsi veriheimolainen.
13 ૧૩ તારે તારી માતાની બહેન સાથે શારીરિક સંબંધ ન બાંધવો, કેમ કે તારી માતાની તે નજીકની સગી છે.
Älä paljasta äitisi sisaren häpyä, sillä hän on sinun äitisi veriheimolainen.
14 ૧૪ તારે તારા પિતાના ભાઈની પત્ની સાથે શારીરિક સંબંધ ન બાંધવો. કે એવા ઇરાદા સાથે તેની નજીક ન જવું. કેમ કે તે તારી કાકી છે.
Älä paljasta setäsi häpyä, älä ryhdy hänen vaimoonsa; hän on sinun tätisi.
15 ૧૫ તારે તારી પુત્રવધૂ સાથે શારીરિક સંબંધ ન બાંધવો, તે તારા પુત્રની પત્ની છે. તેની સાથે શારીરિક સંબંધ ન બાંધ.
Älä paljasta miniäsi häpyä; hän on sinun poikasi vaimo, älä paljasta hänen häpyänsä.
16 ૧૬ તારે તારા ભાઈની પત્ની સાથે શારીરિક સંબંધ ન બાંધવો, આવું કરીને તારા ભાઈનું અપમાન ન કરવું.
Älä paljasta veljesi vaimon häpyä; se on sinun veljesi häpy.
17 ૧૭ કોઈ સ્ત્રી તેમ જ તેની પુત્રી કે પૌત્રી કે દોહિત્રી સાથે શારીરિક સંબંધ ન કર. તેઓ નજીકની સગી છે અને તેઓની સાથે એવું કરવું એ અતિશય દુષ્ટ કર્મ છે.
Älä paljasta vaimon ja hänen tyttärensä häpyä, äläkä ota vaimoksi hänen poikansa tytärtä tai tyttärensä tytärtä paljastaaksesi hänen häpyänsä, sillä he ovat veriheimolaisia; se on sukurutsausta.
18 ૧૮ તારી પત્નીના જીવતા સુધી તેની બહેન સાથે લગ્ન કરીને અને તેને બીજી પત્ની કરીને તેની સાથે શારીરિક સંબંધ ન બાંધ.
Älä ota vaimosi eläessä hänen sisartansa vaimoksesi ja paljasta hänen häpyänsä, sillä se tuo riidan.
19 ૧૯ સ્ત્રીના માસિકસ્રાવ દરમિયાન તેની સાથે શારીરિક સંબંધ ન બાંધ. કેમ કે એ સમયમાં તે અશુદ્ધ છે.
Älä ryhdy vaimoon paljastaaksesi hänen häpyänsä, kun hän on saastainen kuukautisaikanansa.
20 ૨૦ તારે તારા પડોશીની પત્ની સાથે શારીરિક સંબંધ ન કરવો અને આ રીતે પોતાને જાતને ભ્રષ્ટ ન કરવી.
Älä makaa lähimmäisesi vaimon kanssa, ettet siten itseäsi saastuttaisi.
21 ૨૧ તારે તારા કોઈ બાળકને અગ્નિમાં ચલાવીને મોલેખને ચઢાવવા ન આપ. આ રીતે તારા ઈશ્વરનો અનાદર ન કરવો. હું યહોવાહ છું.
Älä anna lapsiasi poltettaviksi uhrina Molokille, ettet häpäisisi Jumalasi nimeä. Minä olen Herra.
22 ૨૨ સ્ત્રીની જેમ બીજા પુરુષની સાથે શારીરિક સંબંધ ન બાંધ. એ દુષ્ટતા છે.
Älä makaa miehenpuolen kanssa, niinkuin naisen kanssa maataan; se on kauhistus.
23 ૨૩ તમારે કોઈ પશુ સાથે સ્ત્રીની જેમ શારીરિક સંબંધ ન કરીને પોતાને અશુદ્ધ ન કરવો. કોઈ સ્ત્રીએ કોઈ પશુ સાથે શારીરિક સંબંધ ન કરવો, એ વિકૃતિ છે.
Älä sekaannu mihinkään eläimeen, ettet siten itseäsi saastuttaisi. Älköönkä nainen tarjoutuko eläimelle pariutuaksensa sen kanssa; se on iljettävyys.
24 ૨૪ આમાંની કોઈ પણ રીતે તારે તારી જાતને અશુદ્ધ ન કરવી. હું જે દેશજાતિઓને તમારી સામેથી હાંકી કાઢવાનો છું તેઓ આવી રીતે અશુદ્ધ થયેલ છે.
Älkää saastuttako itseänne millään näistä, sillä näillä kaikilla ovat itsensä saastuttaneet ne kansat, jotka minä karkoitan teidän tieltänne.
25 ૨૫ એ આખો દેશ અશુદ્ધ થયો છે. તેથી હું તેઓના પર તેઓના પાપની સજા કરું છું અને એ દેશ ત્યાંના રહેવાસીઓને ઓકી કાઢે છે.
Ja maa tuli saastaiseksi, ja minä kostin sille sen pahat teot, niin että maa oksensi ulos asujamensa.
26 ૨૬ તમારે મારા વિધિઓ અને આજ્ઞાઓનું પાલન કરવું. તમારે આ બધામાંનું કોઈ ઘૃણાજનક કાર્ય કરવું નહિ, પછી ભલે તમે ઇઝરાયલ પ્રજાનાં વતની હોય કે પરદેશથી આવીને વસ્યા હોય.
Sentähden noudattakaa minun käskyjäni ja säädöksiäni älkääkä mitään näistä kauhistuksista tehkö, älköön maassa syntynyt älköönkä muukalainen, joka asuu teidän keskellänne-
27 ૨૭ કેમ કે તમારા પહેલા જે દેશજાતિ આ દેશમાં રહેતી હતી, તે આ બધા ઘૃણાજનક કાર્યો કરતી હતી અને તેથી દેશ અશુદ્ધ થયો છે.
sillä kaikkia näitä kauhistuksia ovat tehneet tämän maan asukkaat, jotka olivat ennen teitä, niin että maa tuli saastaiseksi-
28 ૨૮ એ માટે સાવચેત રહો, કે જેથી દેશને અશુદ્ધ કર્યાથી જેમ તમારી અગાઉની દેશજાતિને તેણે ઓકી કાઢી તેમ તમને પણ તે ઓકી કાઢે.
ettei maa teitäkin oksentaisi, jos te sen saastutatte, niinkuin se on oksentanut ulos sen kansan, joka oli ennen teitä.
29 ૨૯ જે કોઈ એમાંનું કોઈપણ ઘૃણાજનક કાર્ય કરશે તેને પોતાના લોકોમાંથી અલગ કરવામાં આવશે.
Sillä jokainen, joka tekee minkä tahansa näistä kauhistuksista, hävitettäköön kansastansa, kaikki, jotka semmoista tekevät.
30 ૩૦ માટે તમે મારી આજ્ઞાઓનું પાલન કરો. તમારા અગાઉના લોકો ઘૃણાપાત્ર રિવાજો પાળતા હતા, તેનું પાલન કરીને તમારી જાતને અશુદ્ધ ન બનાવશો. હું તમારો ઈશ્વર યહોવાહ છું.’”
Sentähden noudattakaa minun määräyksiäni, ettette seuraisi niitä kauhistavia tapoja, joita on seurattu ennen teitä, ettekä saastuttaisi itseänne niillä. Minä olen Herra, teidän Jumalanne."