< લેવીય 16 >

1 હારુનના બે દીકરા જ્યારે યહોવાહની સમક્ષ ગયા ત્યારે મૃત્યુ પામ્યા અને તેઓના મૃત્યુ પછી યહોવાહે મૂસાની સાથે વાત કરી.
Aaron mmabarima baanu a wowuwuu wɔ Awurade anim no wu akyi no, Awurade ka kyerɛɛ Mose se,
2 પછી યહોવાહે મૂસાને કહ્યું, “તારા ભાઈ હારુનને કહે, પરમપવિત્ર સ્થાનમાં એટલે કે તંબુના પડદાની અંદરની બાજુએ પવિત્ર કોશ પરના દયાસન સમક્ષ કોઈ પણ સમયે આવે નહિ. જો તે તેમ કરશે તો તે મૃત્યુ પામશે. કારણ કે તે દયાસન પર વાદળરૂપે હું દેખાઈશ.
“Bɔ wo nua Aaron kɔkɔ sɛ, ɔnnkɔ kronkronbea hɔ wɔ ntwamtam no akyi; beae a apam adaka no si ne mmɔborɔhunu beae hɔ kwa. Ɔkɔ hɔ a obewu, efisɛ mʼankasa mewɔ omununkum a ɛkata mpata beae so no mu.
3 તેથી અહીં હારુન આ રીતે પરમપવિત્ર સ્થાનમાં પ્રવેશ કરે. પાપાર્થાર્પણ માટે એક બળદ તથા દહનીયાર્પણ માટે એક ઘેટો લઈને તે પરમપવિત્ર સ્થાનમાં પ્રવેશ કરે.
“Sɛ ɔpɛ sɛ ɔkɔ hɔ a, nea ɛsɛ sɛ ɔyɛ ni: Ɛsɛ sɛ ɔde nantwinini ba ba ma wɔde bɔ bɔne ho afɔre na ɔde odwennini nso ba ma wɔde bɔ ɔhyew afɔre.
4 તે શણનું પવિત્ર ઉપવસ્ત્ર અને શણની ઈજાર પહેરે. કમરે શણનો કમરપટો અને માથે શણની પાઘડી બાંધે. આ પવિત્ર વસ્ત્રો છે. એ પહેરતાં પહેલાં તેણે પાણીથી સ્નાન કરવું.
Ɛsɛ sɛ oguare na ɔhyɛ atade hanahana ne ne nhyɛase na ɔbɔ nkyekyeremu ne abotiri.
5 તે ઇઝરાયલી પ્રજા પાસેથી પાપાર્થાર્પણ માટે બે બકરા તથા દહનીયાર્પણ માટે એક ઘેટો લે.
Afei, Israelfo bɛbrɛ no mmirekyi abien a wɔde bɛbɔ wɔn bɔne ho afɔre ne odwennini a wɔde bɛbɔ wɔn ɔhyew afɔre.
6 પછી હારુન પોતાને માટે પાપાર્થાર્પણના બળદને રજૂ કરે અને પોતાના માટે તેમ જ પોતાના પરિવાર માટે પ્રાયશ્ચિત કરે.
“Ɛsɛ sɛ Aaron de nantwi ba no bɛma Awurade sɛ bɔne ho afɔre a ɔrebɔ ama ne ho de ayɛ mpata ama ne ho ne ne fifo.
7 ત્યારપછી તે બે બકરાઓ લઈને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાહ સમક્ષ લાવે.
Afei, ɔde mmirekyi abien no bɛba Awurade anim wɔ Ahyiae Ntamadan no ano.
8 પછી હારુન તે બે બકરા માટે ચિઠ્ઠીઓ નાખે, એટલે એક ચિઠ્ઠી યહોવાહને માટે અને બીજી અઝાઝેલને માટે નક્કી કરે.
Ɛsɛ sɛ ɔbɔ mmirekyi no so ntonto hu Awurade de, ne nea ɛsɛ sɛ wɔsan de no kɔ.
9 જે બકરા પર યહોવાહના નામની ચિઠ્ઠી પડે, તેને હારુન પાપાર્થાર્પણને માટે અર્પણ કરે.
Aaron de abirekyi a wɔde no rebɛbɔ Awurade afɔre no bɛbɔ bɔne ho afɔre.
10 ૧૦ પરંતુ જે બકરા પર અઝાઝેલના નામની ચિઠ્ઠી પડે તેને અઝાઝેલને માટે અરણ્યમાં મોકલી દેવા માટે તેને માટે પ્રાયશ્ચિત કરવાને યહોવાહ સમક્ષ તેને જીવતો રજૂ કરે.
Wɔrenkum abirekyi baako a waka no na wɔde no aba Awurade anim. Wɔbɛyɛ mpata ho dwumadi bi agu ne so na wɔde no akɔ sare so akogyaw no wɔ hɔ sɛ mpata guan.
11 ૧૧ પછી હારુન પોતાના અને પોતાના પરિવાર માટે પાપાર્થાર્પણને સારુ બળદ રજૂ કરે. પોતાને માટે તથા પોતાના પરિવાર માટે પ્રાયશ્ચિત કરે અને પાપાર્થાર્પણનો જે બળદ પોતાના માટે હોય તેને કાપે.
“Aaron de nantwinini ba no bɛbɔ bɔne ho afɔre ama ne ho ne ne fifo.
12 ૧૨ પછી હારુન એક ધૂપદાનીમાં યહોવાહ આગળની વેદીમાંથી સળગતા અંગારા અને બે મુઠ્ઠી બારીક દળેલો ધૂપ લઈને તેને પડદાની અંદરની બાજુએ લાવે.
Ɛsɛ sɛ ɔfa ade a wɔhyew aduhuam wɔ mu a nnyansramma a wɔfaa wɔ Awurade afɔremuka no so ayɛ no ma. Afei ɔde aduhuam a wɔayam no muhumuhu bɛyɛ ne nsam na ɔde akɔ ntwamtam no akyi.
13 ૧૩ પછી યહોવાહ સમક્ષ અંગારા ઉપર તે ધૂપ તે નાખે જેથી કરારકોશ પરના દયાસન ઉપરનું વાદળ ધુમાડાથી ઢંકાઈ જાય. અને આમ કરવાથી તે મૃત્યુ પામશે નહિ.
Ɛhɔ na ɔde aduhuam no begu ogya no so wɔ Awurade anim na ayɛ wusiw kumɔnn wɔ mpata beae apam ne adaka (a abo apon a wɔakyerɛw Mmaransɛm Du agu so wɔ mu) no so nyinaa sɛnea ɛbɛyɛ a ɔrenwu.
14 ૧૪ ત્યારપછી તે બળદના રક્તમાંથી થોડું રક્ત પૂર્વ તરફ પોતાની આંગળી વડે દયાસન પર છાંટે. અને તેમાંનુ થોડું રક્ત દયાસનની સામે આંગળી વડે સાત વાર છાંટે.
Na ɔde nantwinini ba no mogya no bi bɛba na ɔde ne nsateaa baako abɔ mu apete mpata beae hɔ apuei fam na wapete no mpɛn ason wɔ anim.
15 ૧૫ ત્યારપછી તે લોકોના પાપાર્થાર્પણનો બકરો કાપે અને તેનું રક્ત પડદાની અંદરની બાજુ લાવે. બળદના રક્તની જેમ તે તેના રક્તનું પણ કરે; તે દયાસન પર તેને છાંટે ત્યારપછી દયાસનની સામે તેને છાંટે.
“Afei, ɛsɛ sɛ ofi adi na ɔde abirekyi no kɔbɔ ɔmanfo no bɔne ho afɔre na wɔde ne mogya no ba ntwamtam no akyi na wɔpete gu mpata hɔ ne anim sɛnea ɔde nantwinini ba no mogya no yɛe no ara pɛ.
16 ૧૬ તે ઇઝરાયલના લોકોની અશુદ્ધતાના લીધે, તેઓના પાપો અને વિદ્રોહના કારણે પવિત્રસ્થાનને માટે પ્રાયશ્ચિત કરે. એ જ રીતે તેઓની અશુદ્ધતા મધ્યે તેઓની સાથે રહેનાર મુલાકાતમંડપને સારુ કરે, જેમાં યહોવાહ વસે છે.
Na ɛkyerɛ sɛ wayɛ mpata ama beae kronkron hɔ, efisɛ Israelfo bɔne ama efi aka beae hɔ ne Ahyiae Ntamadan no a wɔasi wɔ wɔn mfimfini hɔ no.
17 ૧૭ હારુન પ્રાયશ્ચિત કરવા માટે પરમપવિત્ર સ્થાનમાં દાખલ થાય ત્યારથી તે પોતાને સારુ, પોતાના પરિવારને સારુ તથા સર્વ ઇઝરાયલીઓને સારું પ્રાયશ્ચિત કરીને બહાર ન આવે, ત્યાં સુધી કોઈને મુલાકાતમંડપમાં રહેવા ન દેવો.
Sɛ Aaron wura Ahyiae Ntamadan no mu kɔ kronkronbea hɔ rekɔyɛ mpata adwuma no a, ɛnsɛ sɛ obiara kɔ hɔ bi, gye sɛ ɔyɛ mpata no ma ne ho ne ne fifo ne Israelfo nyinaa wie.
18 ૧૮ બહાર આવીને યહોવાહની સમક્ષ વેદી પાસે જઈને તેને સારુ તે પ્રાયશ્ચિત કરે. તેણે બળદના અને બકરાના રક્તમાંથી થોડું થોડું લઈને વેદીનાં શિંગો પર ચોપડવું.
“Afei, ɔbɛkɔ afɔremuka no ho wɔ Awurade anim akɔyɛ mpata ama afɔremuka no. Ɛsɛ sɛ ɔde nantwinini ba no ne abirekyi mogya no sra mmɛn a etuatua afɔremuka no ho no ho.
19 ૧૯ એ રક્તમાંથી આંગળી વડે તે વેદી ઉપર સાત વખત છાંટીને તેને શુદ્ધ કરે અને ઇઝરાયલીઓની અશુદ્ધતામાંથી તેને પવિત્ર કરે.
Na ɔde ne nsateaa baako bɛpete mogya no mpɛn ason agu afɔremuka no so de atew ho afi Israelfo bɔne no ho ayɛ no kronkron.
20 ૨૦ પરમ પવિત્રસ્થાન, મુલાકાતમંડપ અને વેદીને માટે પ્રાયશ્ચિત કરી રહે ત્યારે જીવિત બકરાંને તે હાજર કરે.
“Sɛ owie mpata a ɛfa kronkronbea hɔ ne Ahyiae Ntamadan no ho nsɛm nyinaa ne afɔremuka no ho a, ɔde abirekyi no bɛba anikann.
21 ૨૧ અને પછી હારુન તે જીવતા બકરાના માથા પર બન્ને હાથ મૂકીને ઇઝરાયલીઓની સર્વ દુષ્ટતા, સર્વ પાપો અને તેઓનો વિદ્રોહ કબૂલ કરીને તે સર્વ એ બકરાના શિર પર મૂકે. તે પછી તેણે આ કામ માટે નક્કી કરેલા માણસ સાથે તે બકરાંને રણમાં મોકલી આપવો.
Na ɔde ne nsa abien agu aboa no apampam, na waka atirimɔden ne atuatew a Israelfo ayɛ, wɔn bɔne nyinaa de agu abirekyi no apampam, na obi a wɔayi no sɛ ɔnyɛ saa adwuma no de aboa no bɛkɔ sare so.
22 ૨૨ પછી તે બકરો લોકોની સર્વ દુષ્ટતા જે જગ્યાએ કોઈ રહેતું ના હોય તેવી નિર્જન જગ્યાએ લઈ જશે. અને આ માણસ તેને નિર્જન અરણ્યમાં છોડી દેશે.
Enti abirekyi no bɛsoa nnipa no bɔne nyinaa de akɔ asase a obi nte so no so na nipa no agyaa no wɔ sare so hɔ.
23 ૨૩ ત્યારપછી હારુન મુલાકાતમંડપમાં પાછો આવે. પવિત્રસ્થાનમાં દાખલ થતી વખતે પહેરેલા શણનાં વસ્ત્રો ઉતારીને ત્યાં રાખી મૂકે.
“Afei, Aaron bɛkɔ Ahyiae Ntamadan mu hɔ bio akɔworɔw nʼatade hanahana a ɔhyɛɛ wɔ ntwamtam no akyi no na wagyaw wɔ hɔ.
24 ૨૪ પવિત્રસ્થાનમાં સ્નાન કરીને તે પોતાના વસ્ત્રો પહેરે અને બહાર જઈને પોતાનું અને લોકોનું દહનીયાર્પણ અર્પણ કરે અને આ રીતે પોતાને સારુ અને લોકોને સારુ પ્રાયશ્ચિત કરે.
Ɔbɛkɔ akoguare wɔ faako a wɔatew hɔ ho na wahyɛ ne ntade no bio na wafi adi akɔbɔ ɔno ankasa ɔhyew afɔre asan abɔ ɔhyew afɔre ama nnipa no na wayɛ mpata ama ne ho ne wɔn.
25 ૨૫ પાપાર્થાર્પણની ચરબીનું દહન તે વેદી પર કરે.
Ɔbɛhyew srade de abɔ bɔne ho afɔre wɔ afɔremuka no so.
26 ૨૬ અઝાઝેલ માટેના બકરાંને લઈ જનાર માણસે પોતાના વસ્ત્ર ધોઈ નાખવા અને સ્નાન કરવું; ત્યારપછી જ તે છાવણીમાં પાછો આવે.
“Akyiri no, ɔbarima a ɔde abirekyi no kɔɔ sare so kogyaa no no bɛhoro ne ntama na waguare na wasan aba beae hɔ bio.
27 ૨૭ પછી પાપાર્થાર્પણને સારુ ચઢાવેલા બળદ અને બકરાંને એટલે જેઓનું રક્ત પ્રાયશ્ચિતને માટે પવિત્રસ્થાનમાં લઈ જવામાં આવ્યું હતું તેઓને છાવણી બહાર લઈ જવા અને ચામડાં, માંસ અને આંતરડાં સહિત બાળી નાખવા.
Na nantwi ba ne abirekyi a wɔde bɔɔ bɔne ho afɔre no a Aaron de wɔn mogya kɔɔ kronkronbea hɔ kɔyɛɛ mpata no, wɔde wɔn bɛkɔ nsraban no akyi baabi akɔhyew a wɔn ho nwoma ne wɔn ayamde ka ho.
28 ૨૮ આ બધું બાળનાર માણસે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં, સ્નાન કરવું અને પછી છાવણીમાં પાછા ફરવું.
Akyiri no, onipa a ɔrebɛhyew afɔrebɔde no bɛhoro ne ntama, aguare na wasan akɔ beae hɔ bio.
29 ૨૯ એ સદાને માટે તમારો વિધિ થાય; દેશનાં વતનીઓ તથા તમારી મધ્યે વસતા વિદેશીઓએ સાતમા મહિનાના દશમા દિવસે ઉપવાસ કરવો અને કોઈ કામ કરવું નહિ.
“Eyi yɛ mmara a ɛwɔ hɔ daa. Ɔsram a ɛto so ason no nnafua du so no, ɛnsɛ sɛ moyɛ adwuma biara, na mmom, momfa saa da no nkari mo ho nhwɛ wɔ ahobrɛase mu. Saa mmara yi ka wɔn a wɔwoo wɔn wɔ asase yi so anaa ahɔho a wɔne Israelfo te;
30 ૩૦ કેમ કે તે દિવસે તમને શુદ્ધ કરવા માટે તમારા માટે પ્રાયશ્ચિત કરવામાં આવશે; તમે તમારા પાપોથી યહોવાહની આગળ શુદ્ધ થશો.
efisɛ da yi na wɔde kae mo mpata ne mo ahodwira wɔ mo bɔne ho wɔ Awurade anim.
31 ૩૧ તમારા માટે તે પવિત્ર વિશ્રામવારનો દિવસ છે. તમારે ઉપવાસ કરવો અને કંઈ કામ કરવું નહિ. આ સદાને માટેનો નિયમ છે.
Ɛyɛ homeda a ɛsɛ sɛ mode home enti ɛsɛ sɛ mudi da no dinn wɔ ahobrɛase mu. Ɛyɛ mmara a ɛbɛtena hɔ daa.
32 ૩૨ આ પ્રાયશ્ચિત મુખ્ય યાજકે એટલે જે તેના પિતાના સ્થાને યાજકપદને સારુ અભિષિક્ત અને પવિત્ર કરવામાં આવ્યો હોય તેણે કરવું. તે પ્રાયશ્ચિત કરે, તે યાજકે શણના પવિત્ર વસ્ત્ર પહેરવા.
Saa ahyɛde yi, Ɔsɔfopanyin a wɔasra no no a obesi ne nena Aaron anan na obedi ho dwuma wɔ beae hɔ. Ɔno nko ara na ɔwɔ ho kwan sɛ ɔhyɛ atade kronkron hanahana no
33 ૩૩ અને પરમ પવિત્રસ્થાનને માટે, મુલાકાતમંડપને માટે, વેદીને માટે, યાજકોને માટે તથા સભાના સમગ્ર લોકોને માટે તેણે પ્રાયશ્ચિત કરવું.
na ɔyɛ mpata wɔ kronkronbea hɔ wɔ Ahyiae Ntamadan mu hɔ, wɔ afɔremuka no so de ma asɔfo no ne nnipa no.
34 ૩૪ આ તમારે સારુ સદાનો વિધિ થાય; આ રીતે પ્રતિવર્ષ એક વાર ઇઝરાયલીઓના પાપો માટે પ્રાયશ્ચિત કરવું. યહોવાહે મૂસાને આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે તેણે કર્યું.
“Eyi bɛyɛ mmara a ɛbɛtena hɔ daa ama mo, na Israelfo bɔne nti, moagyina so afe biara de ayɛ mpata ama Israelfo afi wɔn bɔne nyinaa mu.” Na Mose dii mmara a Awurade hyɛ maa no no nyinaa so.

< લેવીય 16 >