< લેવીય 15 >

1 યહોવાહે મૂસા તથા હારુનને કહ્યું,
တဖန် မောရှေနှင့် အာရုန်အား ထာဝရဘုရားက၊-
2 “ઇઝરાયલી લોકોને એમ કહે કે, ‘જ્યારે કોઈ માણસને તેના શરીરમાં સ્રાવનો રોગ હોય, ત્યારે તે માણસ અશુદ્ધ ગણાય.
သင်တို့သည် ဣသရေလအမျိုးသားတို့အား ဆင့်ဆိုရမည်မှာ၊ ရိနာစွဲသော ယောက်ျားသည် မစင်ကြယ်။
3 તેના સ્રાવમાં તેની અશુદ્ધતા આ પ્રમાણે ગણાય. તેના સ્રાવ સાથે તેનું માંસ વહેતું હોય અથવા તેના સ્રાવમાંથી તેનું માંસ વહેતું બંધ પડે, તો તે અશુદ્ધ ગણાય.
အစဉ်ယိုသည်ဖြစ်စေ၊ တခါတလေ ရပ်သည်ဖြစ်စေ၊ ထိုသူသည် မစင်ကြယ်။
4 સ્રાવવાળો માણસ જે પથારીમાં સૂએ અને જે કોઈ વસ્તુ પર તે બેસે તે પણ અશુદ્ધ ગણાય.
အိပ်သမျှထိုင်သမျှသော အိပ်ရာထိုင်ရာတို့သည်လည်း မစင်ကြယ်။
5 જે કોઈ વ્યક્તિ તે માણસની પથારીનો સ્પર્શ કરે તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં તથા તેણે પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
သူ၏အိပ်ရာကိုထိသောသူ၊ သူ့ထိုင်ရာအပေါ်မှာ ထိုင်သောသူ၊
6 જે વસ્તુ પર સ્રાવવાળો બેઠો હોય તે પર જે કોઈ બેસે, તે વ્યક્તિએ પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં તથા તેણે સ્નાન કરવું અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
သူ၏ ကိုယ်ကို ထိသောသူ၊
7 અને સ્રાવવાળા પુરુષના શરીરનો જે કોઈ સ્પર્શ કરે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં તથા તેણે પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
သူ၏ တံထွေးထိမိသောသူသည်၊ မိမိအဝတ်ကို လျှော်၍ ကိုယ်ကိုရေးချိုးရမည်။
8 જો સ્રાવવાળો માણસ કોઈ સ્વચ્છ માણસ પર થૂંકે, તો તે માણસે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં તથા તેણે પાણીથી સ્નાન કરવું અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
ညဦးတိုင်အောင် မစင်ကြယ်ဖြစ်၏။
9 સ્રાવવાળો માણસ જે જીન પર બેસીને સવારી કરે તે પણ અશુદ્ધ ગણાય.
ရိနာစွဲသော သူစီးသော ကုန်းနှီးလည်းမစင်ကြယ်။
10 ૧૦ જે કંઈ પણ તેની નીચે આવેલું હોય, તેને સ્પર્શ કરનાર વ્યક્તિ સાંજ સુધી અશુદ્ધ ગણાય; જે કોઈ તે વસ્તુને ઉપાડે તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં અને પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
၁၀သူ့အောက်၌ရှိသောအရာကို ထိသောသူသည် ညဦးတိုင်အောင် မစင်ကြယ်။ ထိုအရာ တစုံတခုကို ဆောင်သောသူသည်၊ မိမိအဝတ်ကို လျှော်၍ ကိုယ်ကို ရေချိုးရမည်။ ညဦးတိုင်အောင် မစင်ကြယ်ဖြစ်၏။
11 ૧૧ સ્રાવવાળો માણસ પોતાના હાથ ધોયા વિના જો કોઈ વ્યક્તિને સ્પર્શ કરે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવા, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
၁၁ရိနာစွဲသောသူသည်၊ လက်မဆေးဘဲ သူတပါးကို လက်နှင့်ထိလျှင်၊ ထိုသူသည် မိမိအဝတ်ကို လျှော်၍ ကိုယ်ကို ရေချိုးရမည်။ ညဦးတိုင်အောင် မစင်ကြယ်ဖြစ်၏။
12 ૧૨ અશુદ્ધ વ્યક્તિ માટીના વાસણને સ્પર્શ કરે તો તે વાસણને ફોડી નાખવું અને લાકડાના પ્રત્યેક વાસણને પાણીમાં ધોઈ નાખવું.
၁၂ရိနာစွဲသောသူ ထိသော မြေတန်ဆာကို ခွဲရမည်။ သစ်သား တန်ဆာကို ရေနှင့်ဆေးရမည်။
13 ૧૩ જ્યારે તે વ્યક્તિ તેના સ્રાવથી શુદ્ધ થાય ત્યારે તે પોતાના શુદ્ધિકરણ માટે સાત દિવસ ગણે અને પોતાના વસ્ત્રો ધોઈ નાખે; અને ઝરણાનાં પાણીમાં સ્નાન કરે. ત્યાર પછી તે શુદ્ધ ગણાશે.
၁၃ရိနာစွဲသောသူသည် အနာပျောက်သောအခါ၊ ပျောက်သောနေ့ကစ၍၊ ခုနစ်ရက်လွန်မှ မိမိအဝတ်ကို လျှော်၍၊ စီးသောရေနှင့် ကိုယ်ကိုချိုးသဖြင့် စင်ကြယ်ရ၏။
14 ૧૪ તે માણસે આઠમે દિવસે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવીને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાહ સમક્ષ આવીને યાજકને આપવા.
၁၄အဋ္ဌမနေ့၌လည်း၊ ခိုနှစ်ကောင်ဖြစ်စေ၊ ချိုးကလေးနှစ်ကောင်ဖြစ်စေ၊ တခုခုကို ထာဝရဘုရား ရှေ့တော်၌ ပရိသတ်စည်းဝေးရာ တံခါးနားသို့ ဆောင်ခဲ့၍၊ ယဇ်ပုရောဟိတ်အား ပေးရမည်။
15 ૧૫ યાજક તેઓમાંના એકને પાપાર્થાર્પણને માટે અને બીજાને દહનીયાર્પણને માટે અર્પણ કરીને સ્રાવવાળા માણસની શુદ્ધિ માટે યહોવાહ સમક્ષ પ્રાયશ્ચિત કરે.
၁၅ယဇ်ပုရောဟိတ်သည် အပြစ်ဖြေရာယဇ်ဘို့တကောင်၊ မီးရှို့ရာယဇ်ဘို့တကောင်ကို ပူဇော်၍၊ ရိနာစွဲသော သူအဘို့ ထာဝရဘုရားရှေ့တော်၌ အပြစ်ဖြေခြင်းကို ပြုရမည်။
16 ૧૬ જો કોઈ પુરુષને વીર્યસ્રાવ થાય, તો તેણે પાણીથી સ્નાન કરવું; સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
၁၆ယောက်ျားသည် သုတ်ရည်ထွက်လျှင် တကိုယ်လုံး ရေချိုးရမည်။ ညဦးတိုင်အောင် မစင်ကြယ်ဖြစ်၏။
17 ૧૭ જે પ્રત્યેક વસ્ત્ર કે ચામડા પર વીર્ય પડ્યું હોય તેને પાણીથી ધોઈ નાખવું. સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
၁၇သုတ်ရည်ထိသောအဝတ်၊ သားရေရှိသမျှတို့ကို ရေနှင့်လျှော်ရမည်။
18 ૧૮ અને જો કોઈ સ્ત્રીપુરુષનો સંયોગ થયો હોય અને પુરુષને વીર્યસ્રાવ થયો હોય તો તે બન્નેએ પાણીથી સ્નાન કરવું; તેઓ સાંજ સુધી અશુદ્ધ ગણાય.
၁၈ညဦးတိုင်အောင် မစင်ကြယ်ဖြစ်၏။ ယောက်ျားသည် မိန်းမနှင့် သံဝါသပြုလျှင်၊ နှစ်ယောက်စလုံး ရေချိုးရမည်။ ညဦးတိုင်အောင် မစင်ကြယ်ဖြစ်၏။
19 ૧૯ જો કે સ્ત્રીને માસિકસ્રાવ થયો હોય તો તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય અને તે દિવસો દરમ્યાન જે કોઈ તેને સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
၁၉မိန်းမသည် ဥတုရောက်လျှင်၊ ခုနစ်ရက်ပတ်လုံး ဥတုမစင်ကြယ်ရာ၌ နေရမည်။ သူ့ကို ထိသောသူ သည် ညဦးတိုင်အောင် မစင်ကြယ်ဖြစ်၏။
20 ૨૦ તે અશુદ્ધ હોય ત્યારે તે જેના પર સૂતી હોય કે બેઠી હોય તે પણ અશુદ્ધ ગણાય.
၂၀ဥတုမစင်ကြယ်လျက် အိပ်သမျှ၊ ထိုင်သမျှတို့သည် မစင်ကြယ်ဖြစ်၏။
21 ૨૧ જે કોઈ માણસ તેની પથારીને સ્પર્શ કરે તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં અને પાણીથી સ્નાન કરવું; તે માણસ સાંજ સુધી અશુદ્ધ ગણાય.
၂၁သူ၏အိပ်ရာ၊ သူ၏ထိုင်ရာကို ထိသောသူသည် မိမိအဝတ်ကိုလျှော်၍ ကိုယ်ကို ရေချိုးရမည်။
22 ૨૨ તે સ્ત્રી જેના પર બેઠી હોય તેને જો કોઈ સ્પર્શ કરે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું; તે વ્યક્તિ સાંજ સુધી અશુદ્ધ ગણાય.
၂၂ညဦးတိုင်အောင် မစင်ကြယ်ဖြစ်၏။
23 ૨૩ તે સ્ત્રી જેના પર બેઠી હોય તે આસન અથવા પથારી પરની કોઈ વસ્તુને જો કોઈ સ્પર્શે તો તે પોતાના વસ્ત્રો ધોઈ નાખે અને સ્નાન કરે. તે માણસ સાંજ સુધી અશુદ્ધ ગણાય.
၂၃သူ၏နေရာထိုင်ရာစွန်းလျှင်၊ ထိုနေရာထိုင်ရာကို ထိသောသူသည် ညဦးတိုင်အောင် မစင်ကြယ်ဖြစ်၏။
24 ૨૪ અને જો કોઈ પુરુષ તેની સાથે શારીરિક સંબંધ કરે અને જો તેની અશુદ્ધતા તેને લાગે તો તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય. તે જે પથારીમાં સૂએ તે પણ અશુદ્ધ ગણાય.
၂၄ဥတုရောက်သော မိန်းမနှင့် သံဝါသပြုသောသူသည် ခုနှစ်ရက်ပတ်လုံး မစင်ကြယ်၊ အိပ်ရာရှိသမျှ လည်း မစင်ကြယ်ဖြစ်၏။
25 ૨૫ જો કોઈ સ્ત્રીને ઋતુકાળ સિવાય ઘણા દિવસો સુધી રક્તસ્રાવ થાય અથવા તેના ઋતુકાળ ઉપરાંત લાંબા સમય સુધી તેનો સ્રાવ ચાલુ રહે, તો તેના સ્રાવના સર્વ દિવસો સુધી તે ઋતુકાળની જેમ અશુદ્ધ ગણાય.
၂၅ဥတုမစင်ကြယ်ရာ ကာလလွန်မှ၊ သွေးယိုနာမပျောက်လျှင်၊ အနာမပျောက်မှီတိုင်အောင် ဥတုမစင် ကြယ်လျက် နေရသကဲ့သို့ မစင်ကြယ်ဖြစ်၏။
26 ૨૬ એ સમય દરમિયાન પણ તે જે પથારીમાં સૂએ તે તેના ઋતુકાળના સામાન્ય દિવસોની જેમ અશુદ્ધ ગણાય. અને તે જયાં બેસે તે જગ્યા પણ અશુદ્ધ ગણાય.
၂၆အနာမပျောက်မှီတိုင်အောင် သူ၏အိပ်ရာသည် ဥတုမစင်ကြယ်ရာ အိပ်ရာကဲ့သို့၎င်း၊ ထိုင်ရာသည် ၎င်း မစင်ကြယ်ဖြစ်၏။
27 ૨૭ જે કોઈ તે પથારી કે આસનને સ્પર્શ કરે તે અશુદ્ધ ગણાય. તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
၂၇ထိုအရာတို့ကို ထိသောသူသည်လည်း မစင်ကြယ်သောကြောင့်၊ မိမိအဝတ်ကို လျှော်၍ ကိုယ်ကို ရေချိုးရမည်။ ညဦးတိုင်အောင် မစင်ကြယ်ဖြစ်၏။
28 ૨૮ પણ જો તે પોતાના સ્રાવથી શુદ્ધ થાય તો પછી તે પોતાને માટે સાત દિવસ ગણે અને ત્યારબાદ તે શુદ્ધ ગણાય.
၂၈ထိုမိန်းမသည် သွေးယိုနာပျောက်၍ ခုနစ်ရက်လွန်လျှင် စင်ကြယ်လိမ့်မည်။
29 ૨૯ આઠમે દિવસે તેણે બે હોલાં અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવીને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યાજકને આપવાં.
၂၉အဋ္ဌမနေ့၌ ခိုနှစ်ကောင်ဖြစ်စေ၊ ချိုးကလေးနှစ်ကောင်ဖြစ်စေ၊ တခုခုကို ပရိသတ်စည်းဝေးရာ တဲတော်တံခါးနား၊ ယဇ်ပုရောဟိတ်ထံသို့ ဆောင်ခဲ့ရမည်။
30 ૩૦ યાજક તેઓમાંના એકને પાપાર્થાર્પણ માટે અને બીજાને દહનીયાર્પણ માટે અર્પિત કરે અને યાજક તેના સ્રાવની અશુદ્ધતા માટે યહોવાહની સમક્ષ પ્રાયશ્ચિત કરે.
၃၀ယဇ်ပုရောဟိတ်သည် အပြစ်ဖြေရာယဇ်ဘို့တကောင်၊ မီးရှို့ရာယဇ်ဘို့တကောင်ကို ပူဇော်၍၊ ဥတုမစင် ကြယ်သော မိန်းမအဘို့ ထာဝရဘုရား ရှေ့တော်၌ အပြစ်ဖြေခြင်းကို ပြုရမည်။
31 ૩૧ આ રીતે ઇઝરાયલના લોકોને તેઓની અશુદ્ધતાથી અલગ કરવા કે જેથી મારો જે મંડપ તેઓની મધ્યે છે, તેને અશુદ્ધ કર્યાથી તેઓ માર્યા જાય નહિ.
၃၁ထိုသို့ ဣသရေလအမျိုးသားတို့သည် မိမိတို့တွင်ရှိသော ငါ့တဲတော်ကို ညစ်ညူးစေ၍၊ မိမိတို့ မစင် ကြယ်ရာ၌ မသေစေခြင်းငှါ၊ သူတို့ကို မစင်ကြယ်ခြင်းနှင့် ကင်းစင်စေရမည်။
32 ૩૨ જે કોઈ પુરુષને સ્રાવ હોય તો તે અશુદ્ધ છે. સ્રાવ અથવા વીર્યપાત તે પુરુષને અશુદ્ધ કરે છે.
၃၂ဤရွေ့ကား၊ ရိနာစွဲသောသူ၊
33 ૩૩ ઋતુસ્રાવમાં સ્ત્રી અશુદ્ધ હોય છે તેવી સ્ત્રી સાથે શારીરિક સંબંધ કરનાર પુરુષ પણ અશુદ્ધ છે. શરીરના સ્રાવવાળા લોકો માટેના નિયમો ઉપર પ્રમાણે છે.’”
၃၃သုတ်ရည်ထွက်၍ ညစ်ညူးသောသူ၊- ဥတုရောက်သော မိန်းမ၊ သံဝါသပြုသော ယောက်ျားမိန်းမ၊ မစင်ကြယ်သောမိန်းမနှင့် သံဝါသပြုသောယောက်ျား စောင့်ရသောတရား ဖြစ်သတည်းဟု မိန့်တော် မူ၏။

< લેવીય 15 >