< લેવીય 13 >

1 યહોવાહે મૂસા તથા હારુનને જણાવ્યું,
耶和华晓谕摩西、亚伦说:
2 “જ્યારે કોઈ માણસના શરીર પરની ચામડી પર સોજો આવે અથવા ચાંદું કે ગૂમડું થાય અને એ કુષ્ટરોગમાં પરિણમે એમ લાગતું હોય, તો તેને હારુન યાજકની પાસે અથવા તેના કોઈ યાજક દીકરા પાસે લઈ જવો.
“人的肉皮上若长了疖子,或长了癣,或长了火斑,在他肉皮上成了大麻风的灾病,就要将他带到祭司亚伦或亚伦作祭司的一个子孙面前。
3 પછી યાજક તેના શરીરના ચામડી પરનો રોગ તપાસે. જો તે જગ્યા ઉપરના વાળ સફેદ થઈ ગયા હોય અને તે ભાગ ચામડી કરતાં ઊંડે ઊતરેલો લાગે, તો તે કુષ્ટરોગ છે. યાજક તે માણસને તપાસ્યા પછી, તેને અશુદ્ધ જાહેર કરે.
祭司要察看肉皮上的灾病,若灾病处的毛已经变白,灾病的现象深于肉上的皮,这便是大麻风的灾病。祭司要察看他,定他为不洁净。
4 જો ચામડી પરનો સફેદ ડાઘ ચામડીની નીચે ઊંડે ઊતરેલો ના લાગતો હોય, વળી તેમાંના વાળ સફેદ થઈ ગયા ના હોય, તો પછી યાજકે તે રોગીને સાત દિવસ સુધી જુદો રાખવો.
若火斑在他肉皮上是白的,现象不深于皮,其上的毛也没有变白,祭司就要将有灾病的人关锁七天。
5 સાતમે દિવસે યાજકે તેને ફરીથી તપાસવો અને જો તે સફેદ ડાઘ જેવો હતો તેવો જ રહ્યો હોય અને ચામડીના બીજા ભાગમાં પ્રસર્યો ના હોય, તો યાજકે તેને બીજા સાત દિવસ સુધી જુદો રાખવો.
第七天,祭司要察看他,若看灾病止住了,没有在皮上发散,祭司还要将他关锁七天。
6 યાજક ફરીથી સાતમાં દિવસે તપાસે અને તે સફેદ ડાઘ ઝાંખો થઈ ગયો હોય અને તે પ્રસર્યો ના હોય, તો યાજકે તેને શુદ્ધ જાહેર કરવો. તે ફક્ત ચાંદું જ છે, એમ માનવું. પછી તે વ્યક્તિ વસ્ત્રો ધોઈ નાખે એટલે તે શુદ્ધ થઈ જાય.
第七天,祭司要再察看他,若灾病发暗,而且没有在皮上发散,祭司要定他为洁净,原来是癣;那人就要洗衣服,得为洁净。
7 પરંતુ શુદ્ધ જાહેર કર્યા પછી ફરી તે ડાઘ ફેલાયેલો લાગે તો તે વ્યક્તિએ ફરીથી તપાસ માટે યાજક પાસે આવવું.
但他为得洁净,将身体给祭司察看以后,癣若在皮上发散开了,他要再将身体给祭司察看。
8 યાજકે તેને ફરીથી તપાસવો અને જો સફેદ ડાઘ કે ચાંદું ફેલાતું જતું લાગે, તો યાજકે તે માણસને એક અશુદ્ધ કુષ્ટરોગી જાહેર કરવો.
祭司要察看,癣若在皮上发散,就要定他为不洁净,是大麻风。
9 જો કોઈ વ્યક્તિને કુષ્ટરોગનું ચાંદું હોય અને રોગ હોવાની શંકા જાય, તો તેને યાજક આગળ લઈ જવો.
“人有了大麻风的灾病,就要将他带到祭司面前。
10 ૧૦ યાજક તેને તપાસે અને જો ચામડી પર સફેદ ચાંઠું પડ્યું હોય અને વાળ ધોળા થઈ ગયા હોય અને સોજા પરની ચામડી પાકેલી તથા દુખાતું હોય,
祭司要察看,皮上若长了白疖,使毛变白,在长白疖之处有了红瘀肉,
11 ૧૧ તો એ કુષ્ટરોગની શરૂઆત થઈ ચૂકી છે અને યાજકે તે વ્યક્તિને અશુદ્ધ જાહેર કરવો. તેને જુદો રાખવો નહિ, કારણ કે તે અશુદ્ધ જાહેર થઈ જ ચૂક્યો છે.
这是肉皮上的旧大麻风,祭司要定他为不洁净,不用将他关锁,因为他是不洁净了。
12 ૧૨ જો યાજકને ખબર પડે કે કુષ્ટરોગ ફાટી નીકળ્યો છે અને તેના સમગ્ર શરીર પર માથાથી તે પગ સુધી, જ્યાં જ્યાં યાજક તપાસે ત્યાં ત્યાં આખી ત્વચામાં રોગ ફેલાઈ ગયો હોય,
大麻风若在皮上四外发散,长满了患灾病人的皮,据祭司察看,从头到脚无处不有,
13 ૧૩ એટલે યાજકે તેને તપાસવો અને જો સમગ્ર શરીર પર રોગ પ્રસરી ગયેલો ખબર પડે તો તેને યાજકે શુદ્ધ જાહેર કરવો. જો તેનું આખું શરીર સફેદ થઈ ગયું છે, તો તે શુદ્ધ છે.
祭司就要察看,全身的肉若长满了大麻风,就要定那患灾病的为洁净;全身都变为白,他乃洁净了。
14 ૧૪ પણ જ્યારે તેમાં દુખાતું માંસ દેખાય તો તે અશુદ્ધ ગણાય.
但红肉几时显在他的身上就几时不洁净。
15 ૧૫ યાજક તે દુખતા માંસને જોઈને તેને અશુદ્ધ ઠરાવે કેમ કે તે દુખાતું માંસ અશુદ્ધ છે. તે તો કુષ્ટરોગ છે.
祭司一看那红肉就定他为不洁净。红肉本是不洁净,是大麻风。
16 ૧૬ પરંતુ જો દુખાતું માંસ બદલાઈને ફરીથી સફેદ થઈ જાય, તો તે યાજક પાસે આવે.
红肉若复原,又变白了,他就要来见祭司。
17 ૧૭ યાજકે ફરીથી તેને તપાસવો અને જો તે ચાંદા સંપૂર્ણ સફેદ થઈ ગયાં હોય, તો તેને શુદ્ધ જાહેર કરવો; તે શુદ્ધ છે.
祭司要察看,灾病处若变白了,祭司就要定那患灾病的为洁净,他乃洁净了。
18 ૧૮ જો કોઈ વ્યક્તિના શરીર પર ગૂમડું થઈને રુઝાઈ ગયું હોય,
“人若在皮肉上长疮,却治好了,
19 ૧૯ ગૂમડાંની જગ્યાએ સફેદ ડાઘ કે રતાશ પડતો સફેદ સોજો ખબર પડે, તો તે યાજકને બતાવવું.
在长疮之处又起了白疖,或是白中带红的火斑,就要给祭司察看。
20 ૨૦ યાજક તેને તપાસે અને જુઓ તે ત્વચા કરતાં ઊંડું લાગે અને તે ચાઠા પરના વાળ સફેદ થઈ ગયા છે, તો યાજક તેને અશુદ્ધ જાહેર કરે. તો તેને કુષ્ટરોગનો રોગ સમજવો, તે ગૂમડાંમાં ફાટી નીકળ્યો છે.
祭司要察看,若现象洼于皮,其上的毛也变白了,就要定他为不洁净,是大麻风的灾病发在疮中。
21 ૨૧ પણ જો તપાસતાં યાજકને એમ ખબર પડે કે એમાંના વાળ સફેદ થયેલા નથી, તે ચામડી કરતાં ઊંડે ઊતરેલું નથી તથા ઝાખું પડી ગયું છે, તો તેણે તે વ્યક્તિને સાત દિવસ સુધી જુદો રાખવો.
祭司若察看,其上没有白毛,也没有洼于皮,乃是发暗,就要将他关锁七天。
22 ૨૨ જો રોગ ચામડીમાં ફેલાયો હોય, તો યાજકે તેને અશુદ્ધ જાહેર કરવો. તે કુષ્ટરોગનો રોગ છે.
若在皮上发散开了,祭司就要定他为不洁净,是灾病。
23 ૨૩ પરંતુ જો ચાઠું એવું ને એવું રહે અને પ્રસરે નહિ, તો તે ગૂમડાંનું ચાઠું છે અને યાજકે તે વ્યક્તિને શુદ્ધ જાહેર કરવો.
火斑若在原处止住,没有发散,便是疮的痕迹,祭司就要定他为洁净。
24 ૨૪ જો કોઈ વ્યક્તિની ચામડી બળી જાય અને દાઝેલી જગ્યાએ ચમકતું લાલાશ પડતું સફેદ ચાઠું થઈ જાય,
“人的皮肉上若起了火毒,火毒的瘀肉成了火斑,或是白中带红的,或是全白的,
25 ૨૫ તો યાજકે તે ચાંઠાની તપાસ કરવી જોઈએ, જો ચાઠાનાં વાળ સફેદ થઈ ગયા હોય અને રોગ ચામડીની નીચેના ભાગ સુધી ફેલાઈ ગયો હોય, તો દાઝવાના ઘામાંથી રોગ ફેલાયો છે અને યાજકે તે વ્યક્તિને અશુદ્ધ કુષ્ટરોગી જાહેર કરવો.
祭司就要察看,火斑中的毛若变白了,现象又深于皮,是大麻风在火毒中发出,就要定他为不洁净,是大麻风的灾病。
26 ૨૬ પરંતુ જો યાજક તે તપાસી જુએ કે ચાઠાંમાં સફેદ વાળ નથી અને તે ચામડીની નીચે સુધી પ્રસરેલ નથી તથા ચાઠું ઝાખું પડતું જાય છે, તો યાજકે તે વ્યક્તિને સાત દિવસ માટે જુદો રાખવો.
但是祭司察看,在火斑中若没有白毛,也没有洼于皮,乃是发暗,就要将他关锁七天。
27 ૨૭ પછી સાતમે દિવસે યાજક તેને તપાસે. જો ચાઠું ચામડીમાં ફેલાયું હોય, તો યાજકે તેને અશુદ્ધ જાહેર કરવો. તે તો કુષ્ટરોગ રોગ છે.
到第七天,祭司要察看他,火斑若在皮上发散开了,就要定他为不洁净,是大麻风的灾病。
28 ૨૮ જો ચાઠું ચામડી પર ફેલાયું ના હોય અને ઝાંખું થઈ ગયું હોય, તો તે દાઝેલા ઘાનું ચાઠું છે માટે યાજકે તેને શુદ્ધ જાહેર કરવો, કેમ કે તે દાઝ્યાનું ચાઠું છે.
火斑若在原处止住,没有在皮上发散,乃是发暗,是起的火毒,祭司要定他为洁净,不过是火毒的痕迹。
29 ૨૯ જો કોઈ પુરુષ કે સ્ત્રીના માથા પર કે દાઢી પર એ રોગ હોય,
“无论男女,若在头上有灾病,或是男人胡须上有灾病,
30 ૩૦ તો યાજકે તેની તપાસ કરવી અને જો તે ચામડી કરતાં ઊંડું ખબર પડે અને વાળ પીળા તથા આછા થઈ ગયા હોય, તો યાજકે તે વ્યક્તિને અશુદ્ધ જાહેર કરવો. તે ઉંદરી પ્રકારનો માથાનો કે દાઢીનો કુષ્ટરોગ છે.
祭司就要察看;这灾病现象若深于皮,其间有细黄毛,就要定他为不洁净,这是头疥,是头上或是胡须上的大麻风。
31 ૩૧ જો યાજક ઉંદરીની બીમારીને તપાસે અને જો તે જુએ કે તે ચામડી કરતાં ઊંડું ન હોય તથા ત્યાંના વાળ હજી પણ કાળાં હોય, તો યાજકે તે વ્યક્તિને સાત દિવસ જુદો રાખવો.
祭司若察看头疥的灾病,现象不深于皮,其间也没有黑毛,就要将长头疥灾病的关锁七天。
32 ૩૨ યાજકે સાતમાં દિવસે ફરીથી તેની તપાસ કરવી, જો ચાઠું ફેલાયું ન હોય અને વાળ પણ પીળા થયા ન હોય, તેમ જ તે ચામડી કરતાં ઊંડી માલૂમ ના પડે,
第七天,祭司要察看灾病,若头疥没有发散,其间也没有黄毛,头疥的现象不深于皮,
33 ૩૩ તો તે માણસે ઉંદરીવાળાં ભાગ સિવાય ચાઠાની આજુબાજુના વાળ કપાવી નાખવા અને યાજકે તેને બીજા સાત દિવસ માટે જુદો રાખવો.
那人就要剃去须发,但他不可剃头疥之处。祭司要将那长头疥的,再关锁七天。
34 ૩૪ યાજકે સાતમાં દિવસે ફરીથી તેને તપાસવો અને જો ઉંદરી ચામડીમાં ફેલાઈ ન હોય તથા ચામડી કરતાં ઊંડી માલૂમ ન પડે, તો યાજકે તે વ્યક્તિને શુદ્ધ જાહેર કરવો. પછી તે વ્યક્તિએ વસ્ત્રો ધોઈ નાખવાં એટલે તે શુદ્ધ થઈ જશે.
第七天,祭司要察看头疥,头疥若没有在皮上发散,现象也不深于皮,就要定他为洁净,他要洗衣服,便成为洁净。
35 ૩૫ પણ તે વ્યક્તિને યાજકે શુદ્ધ જાહેર કર્યા પછી જો ઉંદરી ચામડીમાં ફેલાય,
但他得洁净以后,头疥若在皮上发散开了,
36 ૩૬ તો યાજકે તેને ફરીથી તપાસવો અને જો ઉંદરી ચામડીમાં ફેલાઈ હોય, તો યાજકે તેના વાળ પીળા છે કે નહિ એ પણ જોવાની જરૂર નથી. તેને અશુદ્ધ કુષ્ટરોગી જાહેર કરવો.
祭司就要察看他。头疥若在皮上发散,就不必找那黄毛,他是不洁净了。
37 ૩૭ પણ જો ઉંદરી ત્યાં અને ત્યાં જ રહે અને તેમાં કાળાં વાળ ઊગવા માંડે તો તે કુષ્ટરોગ નથી. તે શુદ્ધ છે અને યાજકે તેને શુદ્ધ જાહેર કરવો.
祭司若看头疥已经止住,其间也长了黑毛,头疥已然痊愈,那人是洁净了,就要定他为洁净。
38 ૩૮ જો કોઈ પુરુષ કે સ્ત્રીને ચામડીમાં સફેદ રંગના ચાઠાં પડ્યા હોય,
“无论男女,皮肉上若起了火斑,就是白火斑,
39 ૩૯ તો યાજક તેને તપાસે અને જો તે ડાઘ ફિક્કાં સફેદ રંગના હોય અને ઝાંખા પડતા જતા હોય, તો તે કુષ્ટરોગ નથી, એમ સમજવું કે ચામડી પર કરોળિયા થયા છે અને એ માણસ શુદ્ધ છે.
祭司就要察看,他们肉皮上的火斑若白中带黑,这是皮上发出的白癣,那人是洁净了。
40 ૪૦ જો કોઈ વ્યક્તિના માથાના વાળ ખરી પડ્યા હોય અને માથાના પાછળના ભાગમાં તેને ટાલ પડી હોય તો પણ તે શુદ્ધ છે.
“人头上的发若掉了,他不过是头秃,还是洁净。
41 ૪૧ અને જો માથાના આગળના ભાગમાંથી વાળ ખરી ગયા હોય, તો આગળના ભાગમાં માથા પર ટાલ પડે છતાં તે શુદ્ધ છે તેને કુષ્ટરોગ નથી એમ કહેવાય.
他顶前若掉了头发,他不过是顶门秃,还是洁净。
42 ૪૨ પરંતુ માથા પરની આગળ કે પાછળની ટાલમાં રતાશ પડતા સફેદ ડાઘ હોય, તો કુષ્ટરોગની શરૂઆત થઈ છે એમ મનાય.
头秃处或是顶门秃处若有白中带红的灾病,这就是大麻风发在他头秃处或是顶门秃处,
43 ૪૩ પછી યાજકે તેને તપાસવો અને પાછળની કે કપાળ પરની ટાલમાંનો ડાઘ રતાશ પડતો સફેદ હોય, તો તેને રોગ થયો છે અને તે અશુદ્ધ છે.
祭司就要察看,他起的那灾病若在头秃处或是顶门秃处有白中带红的,像肉皮上大麻风的现象,
44 ૪૪ તો તે કુષ્ટરોગી માણસ છે, તે અશુદ્ધ છે. યાજકે તેને માથામાં થયેલા રોગને કારણે અચૂક અશુદ્ધ જાહેર કરવો.
那人就是长大麻风,不洁净的,祭司总要定他为不洁净,他的灾病是在头上。
45 ૪૫ જે વ્યક્તિને કુષ્ટરોગ થયો હોય તેણે પોતાના વસ્ત્રો ફાડવાં, પોતાના વાળ વિખેરાયેલા રહેવા દેવા અને ઉપરના હોઠ સુધીનો ભાગ ઢાંકી દેવો અને બૂમો પાડવી, ‘અશુદ્ધ, અશુદ્ધ.’
“身上有长大麻风灾病的,他的衣服要撕裂,也要蓬头散发,蒙着上唇,喊叫说:‘不洁净了!不洁净了!’
46 ૪૬ જેટલા દિવસો સુધી તે વ્યક્તિમાં રોગ રહે તેટલાં દિવસો સુધી તે અશુદ્ધ ગણાય. કેમ કે તે અશુદ્ધ છે, તે એકલો રહે. છાવણીની બહાર તેનું રહેઠાણ થાય.
灾病在他身上的日子,他便是不洁净;他既是不洁净,就要独居营外。”
47 ૪૭ જો તે વસ્ત્ર કુષ્ટરોગના રોગના ચેપવાળું હોય, પછી તે ઊનના કે શણના વસ્ત્રનું હોય,
“染了大麻风灾病的衣服,无论是羊毛衣服、是麻布衣服,
48 ૪૮ તે શણના કે ઊનના તાણામાં કે વાણામાં અથવા ચામડામાં કે ચામડાની બનાવેલી કોઈ વસ્તુમાં ફુગનો ડાઘ હોય,
无论是在经上、在纬上,是麻布的、是羊毛的,是在皮子上,或在皮子做的什么物件上,
49 ૪૯ તે વસ્ત્રમાં અથવા ચામડામાં અથવા તાણામાં અથવા વાણામાં અથવા ચામડાની બનાવેલી કોઈપણ વસ્તુમાં તે રોગનો ચેપ લીલાશ કે રતાશવાળો હોય, તો તેને કુષ્ટરોગનો રોગ સમજવો અને તપાસ માટે યાજક પાસે લઈ જવો.
或在衣服上、皮子上,经上、纬上,或在皮子做的什么物件上,这灾病若是发绿,或是发红,是大麻风的灾病,要给祭司察看。
50 ૫૦ યાજક તે રોગ તપાસે અને રોગવાળી વસ્તુને સાત દિવસ બંધ કરી રાખે.
祭司就要察看那灾病,把染了灾病的物件关锁七天。
51 ૫૧ સાતમે દિવસે તેણે ફરીથી તે તપાસવી. જો તે રોગ તે વસ્ત્રમાં, એટલે તાણામાં કે વાણામાં કે ગમે તે કામને માટે ચામડું વપરાયું હોય તે ચામડામાં પ્રસર્યો હોય, તો તે રોગ કોહવાડતો કુષ્ટરોગ સમજવો અને તે અશુદ્ધ છે.
第七天,他要察看那灾病,灾病或在衣服上,经上、纬上,皮子上,若发散,这皮子无论当作何用,这灾病是蚕食的大麻风,都是不洁净了。
52 ૫૨ તે રોગવાળા વસ્ત્રને બાળી નાખે અથવા તે ચેપ તાણાને કે વાણાને, શણના વસ્ત્રને, ઊનના, ચામડાની કોઈપણ વસ્તુને લાગેલો હોય તોપણ, કેમ કે તે કોહવાડતો રોગ છે. તેને સંપૂર્ણપણે આગમાં બાળી નાખવો.
那染了灾病的衣服,或是经上、纬上,羊毛上,麻衣上,或是皮子做的什么物件上,他都要焚烧;因为这是蚕食的大麻风,必在火中焚烧。
53 ૫૩ જો યાજક તપાસે અને તે વસ્ત્રમાં, એટલે તાણામાં કે વાણામાં અથવા ચામડાની કોઈ વસ્તુમાં તે રોગ પ્રસર્યો હોય,
“祭司要察看,若灾病在衣服上,经上、纬上,或是皮子做的什么物件上,没有发散,
54 ૫૪ તો યાજકે તે વસ્તુને ધોઈ નાખવા માટે આજ્ઞા કરવી જોઈએ અને તેને બીજા સાત દિવસ જુદી રાખવી.
祭司就要吩咐他们,把染了灾病的物件洗了,再关锁七天。
55 ૫૫ પછી તે સમય બાદ યાજકે ફરી જોવું, જો ડાઘનો રંગ ન બદલાય કે તે ના ફેલાય તો પણ તે ફૂગ છે, અને તેથી તે અશુદ્ધ છે. તે વસ્તુને ચેપ લાગેલો હોવાથી તેને બાળી નાખીને નાશ કરવો જોઈએ.
洗过以后,祭司要察看,那物件若没有变色,灾病也没有消散,那物件就不洁净,是透重的灾病,无论正面反面,都要在火中焚烧。
56 ૫૬ જો યાજક તપાસે અને ધોયા પછી ડાઘ ઝાંખો થયો છે, તો તેણે તે વસ્તુનો ડાઘવાળો, ભાગ તે વસ્ત્ર હોય કે પછી ચામડાની બનાવેલી વસ્તુ હોય કે બીજી કોઈ વસ્તુ હોય, તેને તાણા કે વાણામાંથી ફાડી નાખવી.
洗过以后,祭司要察看,若见那灾病发暗,他就要把那灾病从衣服上,皮子上,经上、纬上,都撕去。
57 ૫૭ છતાં જો વસ્ત્રમાં તાણા કે વાણામાં કે ચામડાની વસ્તુમાં ફરીથી ડાઘ દેખાય તો ચેપ નવેસરથી ફેલાય છે એમ માનવું અને જેને ચેપ લાગ્યો હોય તે વસ્તુને અગ્નિમાં બાળી મૂકવી.
若仍现在衣服上,或是经上、纬上、皮子做的什么物件上,这就是灾病又发了,必用火焚烧那染灾病的物件。
58 ૫૮ જો વસ્ત્ર, તાણા, વાણા કે ચામડાની કોઈ પણ વસ્તુ ધોવાથી ડાઘ જતો રહે તો તેને બીજી વખત ધોઈ નાખવી, એટલે તે શુદ્ધ થઈ જશે અને ફરી એક વાર તેને ઉપયોગમાં લઈ શકાશે.
所洗的衣服,或是经,或是纬,或是皮子做的什么物件,若灾病离开了,要再洗,就洁净了。”
59 ૫૯ ઊનના કે શણનાં વસ્ત્રો પર તાણા કે વાણામાંના કે ચામડાની કોઈ પણ વસ્તુ ઉપર ફૂગનો ડાઘ પડ્યો હોય તો તેને માટે આ નિયમ છે, એને અનુસરીને વસ્તુને શુદ્ધ કે અશુદ્ધ જાહેર કરવી, વળી ક્યારે જાહેર કરવી અને ક્યારે નહિ, તે આ નિયમને આધારે નક્કી કરવું.”
这就是大麻风灾病的条例,无论是在羊毛衣服上,麻布衣服上,经上、纬上,和皮子做的什么物件上,可以定为洁净或是不洁净。

< લેવીય 13 >