< લેવીય 10 >
1 ૧ હારુનના પુત્રો નાદાબ તથા અબીહૂએ પોતપોતાની ધૂપદાની લઈને તેમાં અગ્નિ મૂક્યો અને તે અગ્નિ પર ધૂપ નાખ્યો. પછી તેઓએ યહોવાહની આગળ અસ્વીકૃત અગ્નિ ચઢાવ્યો, જે વિષે યહોવાહે તેઓને ચઢાવવાની આજ્ઞા કરી નહોતી.
ଏଥିଉତ୍ତାରେ ହାରୋଣଙ୍କର ପୁତ୍ର ନାଦବ୍ ଓ ଅବୀହୂ ପ୍ରତ୍ୟେକେ ଆପଣା ଆପଣା ଅଙ୍ଗାରଧାନୀ ନେଇ ତହିଁରେ ଅଗ୍ନି ଦେଇ ତହିଁ ଉପରେ ଧୂପ ରଖିଲେ; ପୁଣି ସଦାପ୍ରଭୁ ଯାହା ଆଜ୍ଞା କରି ନ ଥିଲେ, ଏପରି ଭିନ୍ନ ଇତର ଅଗ୍ନି ତାହାଙ୍କ ଛାମୁରେ ଉତ୍ସର୍ଗ କଲେ।
2 ૨ તેથી યહોવાહની આગળથી અગ્નિ આવ્યો અને તેઓને ભસ્મ કર્યા અને તેઓ યહોવાહ સમક્ષ મૃત્યુ પામ્યા.
ତହିଁରେ ସଦାପ୍ରଭୁଙ୍କ ସମ୍ମୁଖରୁ ଅଗ୍ନି ନିର୍ଗତ ହୋଇ ସେମାନଙ୍କୁ ଗ୍ରାସ କଲା ଓ ସେମାନେ ସଦାପ୍ରଭୁଙ୍କ ସମ୍ମୁଖରେ ମଲେ।
3 ૩ પછી મૂસાએ હારુનને કહ્યું, “આ એ જ વાત છે કે જે વિષે યહોવાહે કહ્યું હતું, ‘હું એવા લોકો પર મારી પવિત્રતાને પ્રગટ કરીશ કે જેઓ મારી પાસે આવે છે. હું સર્વ લોકો આગળ મહિમા પામીશ.’ હારુન કંઈ પણ બોલ્યો નહિ.
ତହୁଁ ମୋଶା ହାରୋଣଙ୍କୁ କହିଲେ, “ସଦାପ୍ରଭୁ ଏହି କଥା କହିଲେ, ‘ଯେଉଁମାନେ ଆମ୍ଭ ନିକଟକୁ ଆସନ୍ତି, ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ ଆମ୍ଭେ ପବିତ୍ର ରୂପେ ମାନ୍ୟ ହେବା; ଓ ସମସ୍ତ ଲୋକଙ୍କ ସମ୍ମୁଖରେ ଆମ୍ଭେ ଗୌରବାନ୍ୱିତ ହେବା।’” ତହିଁରେ ହାରୋଣ ମୌନ ହେଲେ।
4 ૪ મૂસાએ હારુનના કાકા ઉઝિયેલના દીકરા મીશાએલને તથા એલ્સાફાનને બોલાવીને તેઓને કહ્યું, “અહીં આવો અને તમારા ભાઈઓને તંબુમાંથી છાવણી બહાર લઈ જાઓ.”
ଏଥିଉତ୍ତାରେ ମୋଶା ହାରୋଣଙ୍କର କକା ଉଷୀୟେଲର ପୁତ୍ର ମୀଶାୟେଲକୁ ଓ ଇଲୀଷାଫନ୍କୁ ଡାକି କହିଲେ, “ନିକଟକୁ ଆସି ଆପଣା ଭାଇମାନଙ୍କୁ ପବିତ୍ର ସ୍ଥାନର ସମ୍ମୁଖରୁ ଛାଉଣିର ବାହାରକୁ ନେଇଯାଅ।”
5 ૫ આથી તેઓ પાસે આવ્યા અને તેઓને મૂસાની સૂચના પ્રમાણે યાજકના ઝભ્ભા સહિત તેઓને છાવણી બહાર લઈ જવામાં આવ્યા.
ତହିଁରେ ସେମାନେ ମୋଶାଙ୍କର ବାକ୍ୟାନୁସାରେ ନିକଟକୁ ଯାଇ ସେମାନଙ୍କୁ ପୋଷାକ ସମେତ ଛାଉଣିର ବାହାରକୁ ନେଇଗଲେ।
6 ૬ પછી મૂસાએ હારુન તથા તેના પુત્રો એલાઝારને તથા ઈથામારને કહ્યું, “તમારા માથાના વાળ છૂટા ન રાખો અને તમારાં વસ્ત્રો ન ફાડો, જેથી તમે માર્યા ન જાઓ અને જેથી યહોવાહ આખી સભા પર ગુસ્સે ન થાય. પરંતુ બીજા બધા ઇઝરાયલીઓ ભલે યહોવાહે મોકલેલા અગ્નિનો ભોગ બનેલા એ લોકોને માટે વિલાપ કરે ને શોક પાળે.
ପୁଣି, ମୋଶା ହାରୋଣଙ୍କୁ, ତାଙ୍କର ପୁତ୍ର ଇଲୀୟାସର ଓ ଈଥାମରକୁ କହିଲେ, “ତୁମ୍ଭେମାନେ ଯେପରି ନ ମର ଓ ସମସ୍ତ ମଣ୍ଡଳୀ ପ୍ରତି ସଦାପ୍ରଭୁ ଯେପରି କ୍ରୋଧ ନ କରନ୍ତି, ଏଥିପାଇଁ ତୁମ୍ଭମାନଙ୍କ ମସ୍ତକର କେଶ ମୁକୁଳା ନ ହେଉ, କିଅବା ଆପଣା ଆପଣା ବସ୍ତ୍ର ଚିର ନାହିଁ; ମାତ୍ର ସଦାପ୍ରଭୁ ଯେଉଁ ଅଗ୍ନିଦାହ ପ୍ରଜ୍ୱଳିତ କରିଅଛନ୍ତି, ତହିଁ ସକାଶୁ ତୁମ୍ଭମାନଙ୍କର ଭ୍ରାତୃବର୍ଗ ସମୁଦାୟ ଇସ୍ରାଏଲ ବଂଶ ରୋଦନ କରନ୍ତୁ।
7 ૭ તમે મુલાકાતમંડપના પ્રવેશદ્વારની બહાર ન જશો, નહિ તો તમે માર્યા જશો, કેમ કે યહોવાહના તેલથી તમારો અભિષેક કરવામાં આવેલો છે.” તેથી તેઓ મૂસાની સૂચના પ્રમાણે કરવા લાગ્યા.
ଆଉ ତୁମ୍ଭେମାନେ ସମାଗମ-ତମ୍ବୁର ଦ୍ୱାରରୁ ବାହାରକୁ ଯିବ ନାହିଁ, ଗଲେ ମରିବ। କାରଣ ତୁମ୍ଭମାନଙ୍କ ଦେହରେ ସଦାପ୍ରଭୁଙ୍କର ଅଭିଷେକ ତୈଳ ଅଛି।” ତହିଁରେ ସେମାନେ ମୋଶାଙ୍କର ବାକ୍ୟାନୁସାରେ ସେହିପରି କଲେ।
8 ૮ યહોવાહે હારુનને કહ્યું,
ଏଥିଉତ୍ତାରେ ସଦାପ୍ରଭୁ ହାରୋଣଙ୍କୁ କହିଲେ,
9 ૯ “જ્યારે તું તથા તારી સાથે તારા પુત્રો મુલાકાતમંડપમાં પ્રવેશ કરો ત્યારે દારૂ, દ્રાક્ષારસ કે મદ્યપાન પીઓ નહિ, જેથી તમે મૃત્યુ ન પામો. તમારાં લોકોની વંશપરંપરાને માટે આ નિયમ સદાને માટે રહેશે.
“ତୁମ୍ଭମାନଙ୍କର ମୃତ୍ୟୁୁ ଯେପରି ନ ହୁଏ, ଏଥିପାଇଁ ଯେଉଁ ସମୟରେ ତୁମ୍ଭେମାନେ ସମାଗମ-ତମ୍ବୁରେ ପ୍ରବେଶ କରିବ, ସେହି ସମୟରେ ତୁମ୍ଭେ କି ତୁମ୍ଭ ସଙ୍ଗୀ ତୁମ୍ଭର ପୁତ୍ରଗଣ ଦ୍ରାକ୍ଷାରସ ଓ ମଦ୍ୟ ପାନ କରିବ ନାହିଁ; ଏହା ତୁମ୍ଭମାନଙ୍କ ପୁରୁଷାନୁକ୍ରମେ ପାଳନୀୟ ଅନନ୍ତକାଳୀନ ବିଧି ହେବ;
10 ૧૦ તમે પવિત્ર તથા સામાન્ય બાબતની વચ્ચે અને શુદ્ધ તથા અશુદ્ધની વચ્ચે ભેદ રાખો.
ତହିଁରେ ତୁମ୍ଭେମାନେ ପବିତ୍ର ଓ ସାମାନ୍ୟ, ପୁଣି ଶୁଚି ଓ ଅଶୁଚି ମଧ୍ୟରେ ଭିନ୍ନତା ଜାଣି ପାରିବ;
11 ૧૧ જેથી યહોવાહે જે આજ્ઞાઓ મૂસા મારફતે ફરમાવી છે તે બધા નિયમો ઇઝરાયલી લોકોને શીખવો.”
ପୁଣି ସଦାପ୍ରଭୁ ମୋଶାଙ୍କ ଦ୍ୱାରା ଇସ୍ରାଏଲ-ସନ୍ତାନଗଣକୁ ଯେଉଁ ସକଳ ବିଧି ଦେଇଅଛନ୍ତି, ତାହା ସେମାନଙ୍କୁ ଶିକ୍ଷା ଦେଇ ପାରିବ।”
12 ૧૨ મૂસાએ હારુનને તથા તેના બાકી રહેલા દીકરા એલાઝારને તથા ઈથામારને કહ્યું, “યહોવાહને ચઢાવેલા ખાદ્યાર્પણમાંથી બાકી રહેલું અર્પણ લઈને તેની બેખમીર રોટલી બનાવીને વેદી પાસે ખાવી, કારણ કે તે અત્યંત પવિત્ર છે.
ଏଥିଉତ୍ତାରେ ମୋଶା ହାରୋଣଙ୍କୁ, ତାଙ୍କର ଅବଶିଷ୍ଟ ପୁତ୍ର ଇଲୀୟାସର ଓ ଈଥାମରଙ୍କୁ କହିଲେ, “ସଦାପ୍ରଭୁଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ଅଗ୍ନିକୃତ ଉପହାରର ଅବଶିଷ୍ଟ ଯେଉଁ ଭକ୍ଷ୍ୟ ନୈବେଦ୍ୟ, ତାହା ତୁମ୍ଭେମାନେ ନେଇ ବେଦି ନିକଟରେ ତାଡ଼ି ବିନା ଭୋଜନ କର, ଯେହେତୁ ତାହା ମହାପବିତ୍ର;
13 ૧૩ તે તમારે પવિત્ર જગ્યામાં ખાવી, કેમ કે યહોવાહને અગ્નિથી કરેલા અર્પણોમાંથી તે તારો ભાગ તથા તારા પુત્રોનો ભાગ છે, કેમ કે મને એ પ્રમાણે આજ્ઞા કરવામાં આવી છે.
ଏଣୁ ତୁମ୍ଭେମାନେ କୌଣସି ପବିତ୍ର ସ୍ଥାନରେ ତାହା ଭୋଜନ କର; କାରଣ ସଦାପ୍ରଭୁଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ଅଗ୍ନିକୃତ ଉପହାର ମଧ୍ୟରୁ ତାହା ହିଁ ତୁମ୍ଭର ଓ ତୁମ୍ଭ ପୁତ୍ରଗଣଙ୍କର ପ୍ରାପ୍ତବ୍ୟ ଅଂଶ; ଯେହେତୁ ଆମ୍ଭେ ଏହି ଆଜ୍ଞା ପାଇଅଛୁ।
14 ૧૪ યહોવાહની સમક્ષ રજૂ કરવામાં આવેલા અર્પણનાં પશુની છાતીનો ભાગ તથા જાંઘનો ભાગ ઈશ્વરના સ્વીકાર્ય સ્વચ્છ સ્થળે તારે તે ખાવા. તારે અને તારા પુત્રોએ તથા પુત્રીઓએ આ ભાગો ખાવા, કેમ કે ઇઝરાયલી લોકોનાં શાંત્યર્પણના અર્પણોમાંથી તેઓ તારા ભાગ તરીકે તથા તારા પુત્રોના ભાગ તરીકે તમને અપાયેલા છે.
ପୁଣି ତୁମ୍ଭେ ଓ ତୁମ୍ଭ ସହିତ ତୁମ୍ଭ ପୁତ୍ରଗଣ ଓ ତୁମ୍ଭ କନ୍ୟାଗଣ ଦୋଳନୀୟ ନୈବେଦ୍ୟର ବକ୍ଷ ଓ ଉତ୍ତୋଳନୀୟ ଉପହାରର ଜଙ୍ଘ କୌଣସି ଶୁଚି ସ୍ଥାନରେ ଭୋଜନ କରିବ, ଯେହେତୁ ଇସ୍ରାଏଲ-ସନ୍ତାନଗଣର ମଙ୍ଗଳାର୍ଥକ ବଳି ମଧ୍ୟରୁ ତାହା ତୁମ୍ଭର ଓ ତୁମ୍ଭ ସନ୍ତାନଗଣର ପ୍ରାପ୍ତବ୍ୟ ଅଂଶ।
15 ૧૫ ચરબીનું દહન કરતી વખતે અર્પણનો છાતીનો ભાગ અને જાંઘનો ભાગ પણ યહોવાહને ચઢાવવા લોકોએ સાથે લાવવો. જેમ યહોવાહે આજ્ઞા કરી છે તેમ તે તારો તથા તારા પુત્રોનો સદાનો ભાગ થાય.”
ସେମାନେ ମେଦମୟ ଅଗ୍ନିକୃତ ଉପହାର ସହିତ ଉତ୍ତୋଳନୀୟ ଉପହାରର ଜଙ୍ଘ ଓ ଦୋଳନୀୟ ନୈବେଦ୍ୟର ବକ୍ଷ ସଦାପ୍ରଭୁଙ୍କ ସମ୍ମୁଖରେ ଦୋଳାଇବା ନିମନ୍ତେ ଆଣିବେ; ପୁଣି ତାହା ସଦାପ୍ରଭୁଙ୍କ ଆଜ୍ଞାନୁସାରେ ତୁମ୍ଭର ଓ ତୁମ୍ଭ ସନ୍ତାନଗଣଙ୍କର ଅନନ୍ତକାଳୀନ ଅଧିକାର ହେବ।”
16 ૧૬ પછી મૂસાએ પાપાર્થાર્પણના અર્પણના બકરાની માંગ કરી અને ખબર પડી કે તેને બાળી દેવામાં આવ્યો હતો. તેથી તેણે હારુનના બાકીના પુત્રો એલાઝાર તથા ઈથામાર પર ગુસ્સે થઈને કહ્યું,
ଆଉ, ମୋଶା ପାପାର୍ଥକ ଛାଗର ବହୁତ ଅନ୍ୱେଷଣ କଲେ, ମାତ୍ର ଦେଖ, ତାହା ଦଗ୍ଧ ହୋଇଥିଲା; ଏଣୁ ସେ ହାରୋଣଙ୍କର ଅବଶିଷ୍ଟ ଦୁଇ ପୁତ୍ର ଇଲୀୟାସର ଓ ଈଥାମରଙ୍କ ପ୍ରତି କ୍ରୋଧ କରି କହିଲେ,
17 ૧૭ “તમે એ પાપાર્થાર્પણ તંબુમાં શા માટે ન ખાધું? કેમ કે તે અત્યંત પવિત્ર છે અને પ્રજાનું પાપ દૂર કરવા માટે તેમને માટે યહોવાહની સમક્ષ લોકોનું પ્રાયશ્ચિત કરવાને તે તેમણે તમને આપ્યું છે.
“ତୁମ୍ଭେମାନେ କାହିଁକି ପବିତ୍ର ସ୍ଥାନରେ ସେହି ପାପାର୍ଥକ ବଳି ଭୋଜନ କଲ ନାହିଁ? ତାହା ତ ମହାପବିତ୍ର, ପୁଣି ମଣ୍ଡଳୀର ଅପରାଧ ବୋହି ସଦାପ୍ରଭୁଙ୍କ ଛାମୁରେ ପ୍ରାୟଶ୍ଚିତ୍ତ କରିବା ନିମନ୍ତେ ସେ ତାହା ତୁମ୍ଭମାନଙ୍କୁ ଦେଇଅଛନ୍ତି।
18 ૧૮ જો તેનું રક્ત તંબુમાં લાવવામાં આવ્યું ન હતું, તેથી જેમ મેં આજ્ઞા કરી હતી તેમ, તમારે તે ચોક્કસપણે તંબુની અંદર ખાવું જોઈતું હતું.”
ଦେଖ, ପବିତ୍ର ସ୍ଥାନ ଭିତରକୁ ତାହାର ରକ୍ତ ଅଣାଗଲା ନାହିଁ; ଯେପରି ଆମ୍ଭେ ଆଜ୍ଞା ଦେଇଥିଲୁ, ସେପରି ତୁମ୍ଭେମାନେ ପବିତ୍ର ସ୍ଥାନରେ ତାହା ତ ଭୋଜନ କରିଥାʼନ୍ତ।”
19 ૧૯ પછી હારુને મૂસાને જવાબ આપ્યો, “જુઓ, આજે તેઓએ પોતાના પાપાર્થાર્પણ અને દહનીયાર્પણ યહોવાહ સમક્ષ ચઢાવ્યા છે. જો મેં આજે પાપાર્થાર્પણ ખાધું હોત, તો શું તેથી યહોવાહ પ્રસન્ન થયા હોત?”
ତେବେ ହାରୋଣ ମୋଶାଙ୍କୁ କହିଲେ, “ଦେଖ, ସେମାନେ ଆଜି ସଦାପ୍ରଭୁଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ଆପଣାମାନଙ୍କର ପାପାର୍ଥକ ବଳି ଓ ଆପଣାମାନଙ୍କର ହୋମାର୍ଥକ ବଳି ଉତ୍ସର୍ଗ କଲେ, ତଥାପି ମୋʼ ପ୍ରତି ଏପରି ଘଟିଲା; ଯେବେ ମୁଁ ଆଜି ପାପାର୍ଥକ ବଳି ଭୋଜନ କରିଥାʼନ୍ତି, ତେବେ ତାହା କି ସଦାପ୍ରଭୁଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଭଲ ହୋଇଥାʼନ୍ତା?”
20 ૨૦ જ્યારે મૂસાએ આ સાંભળ્યું ત્યારે તે સંતોષ પામ્યો.
ତହୁଁ ମୋଶା ତାହା ଶୁଣନ୍ତେ, ତାହା ତାଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଭଲ ଦେଖାଗଲା।