< યર્મિયાનો વિલાપ 5 >
1 ૧ હે યહોવાહ, અમારા પર જે આવી પડ્યું તેનું તમે સ્મરણ કરો. ધ્યાન આપીને અમારું અપમાન જુઓ.
Kom i hu, Herre, det som har hendt oss, sku og se hvor vi blir hånet!
2 ૨ અમારું વારસા પારકાઓના હાથમાં, અમારાં ઘરો પરદેશીઓના હાથમાં ગયાં છે.
Vår arv er gått over til fremmede, våre hus til utlendinger.
3 ૩ અમે અનાથ અને પિતાવિહોણા થયા છીએ અને અમારી માતાઓ વિધવા થઈ છે.
Vi er blitt farløse, har ingen far; våre mødre er som enker.
4 ૪ અમે અમારું પાણી પૈસા આપીને પીધું છે, અમે અમારાં પોતાનાં લાકડાં પણ વેચાતાં લીધાં છે.
Vi må kjøpe det vann vi drikker, vår ved må vi betale.
5 ૫ જેઓ અમારી પાછળ પડ્યા છે તેઓ અમને પકડી પાડવાની તૈયારીમાં છે. અમે થાકી ગયા છીએ અને અમને વિશ્રામ મળતો નથી.
Våre forfølgere er på nakken av oss; vi er trette, vi får ingen hvile.
6 ૬ અમે રોટલીથી તૃપ્ત થવા માટે મિસરીઓને તથા આશ્શૂરીઓને તાબે થયા છીએ.
Til Egypten har vi overgitt oss, og til Assyria, for å bli mettet med brød.
7 ૭ અમારા પિતૃઓએ પાપ કર્યું અને તેઓ રહ્યા નથી. અમારે તેઓના પાપની સજા ભોગવવી પડે છે.
Våre fedre har syndet, de er ikke mere; vi bærer deres misgjerninger.
8 ૮ ગુલામો અમારા પર રાજ કરે છે, તેઓના હાથમાંથી અમને મુક્ત કરનાર કોઈ નથી.
Træler hersker over oss; ingen river oss ut av deres hånd.
9 ૯ અરણ્યમાં ભટકતા લોકોની તલવારને લીધે અમારો જીવ જોખમમાં નાખીને અમે અમારું અન્ન ભેગું કરીએ છીએ.
Med fare for vårt liv henter vi vårt brød, truet av ørkenens sverd.
10 ૧૦ દુકાળના તાપથી અમારી ચામડી ભઠ્ઠીના જેવી કાળી થઈ છે.
Vår hud brenner som en ovn av hungerens luer.
11 ૧૧ તેઓએ સિયોનમાં સ્ત્રીઓ પર અને યહૂદિયાનાં નગરોમાં કન્યાઓ પર બળાત્કાર કર્યો છે.
Kvinner har de krenket i Sion, jomfruer i Judas byer.
12 ૧૨ તેઓએ રાજકુમારોને હાથ વડે લટકાવી દીધા અને તેઓએ વડીલોનું કોઈ માન રાખ્યું નહિ.
Fyrster har de hengt, de gamles åsyn har de ikke hedret.
13 ૧૩ જુવાનો પાસે દળવાની ચક્કી પિસાવવામાં આવે છે. છોકરાઓ લાકડાના ભારથી લથડી પડે છે.
Unge menn bar kvernen, og gutter segnet under vedbøren.
14 ૧૪ વયસ્કો હવે ભાગળમાં બેસતા નથી જુવાનોએ ગીતો ગાવાનું છોડી દીધું છે.
De gamle sitter ikke mere i porten, de unge menn ikke mere ved sin strengelek.
15 ૧૫ અમારા હૃદયનો આનંદ હવે રહ્યો નથી. નાચને બદલે રડાપીટ થાય છે.
Med vårt hjertes glede er det forbi, vår dans er omskiftet til sorg.
16 ૧૬ અમારા માથા પરથી મુગટ પડી ગયો છે! અમને અફસોસ! કેમ કે અમે પાપ કર્યું છે.
Kronen er falt av vårt hode; ve oss, vi har syndet.
17 ૧૭ આને કારણે અમારાં હૃદય બીમાર થઈ ગયાં છે અને અમારી આંખોએ અંધારાં આવી ગયાં છે.
Derfor er vårt hjerte sykt, derfor er våre øine blitt dimme,
18 ૧૮ કારણ કે સિયોનનો પર્વત ઉજ્જડ થઈ ગયો છે તેના પર શિયાળવાં શિકારની શોધમાં ભટકે છે.
for Sions bergs skyld, som er øde; rever løper om på det.
19 ૧૯ પણ, હે યહોવાહ, તમારું રાજ સર્વકાળ સુધી રહે છે. તમારું રાજ્યાસન પેઢી દરપેઢીનું છે.
Du, Herre, troner til evig tid, din trone blir fra slekt til slekt.
20 ૨૦ તમે શા માટે અમને હંમેશને માટે ભૂલી જાઓ છો? અમને આટલા બધા દિવસ સુધી શા માટે તજી દીધા છે?
Hvorfor skulde du glemme oss evig, forlate oss for så lang en tid?
21 ૨૧ હે યહોવાહ, અમને તમારી તરફ ફેરવો, એટલે અમે ફરીશું. પ્રાચીન કાળમાં હતા તેવા દિવસો અમને પાછા આપો.
Herre, før oss atter til dig, så vi kan komme tilbake! Forny våre dager, så de blir som i fordums tid!
22 ૨૨ પણ તમે અમને સંપૂર્ણ રીતે તજી દીધાં છે; તમે અમારા પર બહુ કોપાયમાન થયા છો!
For skulde du rent ha forkastet oss? Skulde du være så storlig vred på oss?