< યર્મિયાનો વિલાપ 4 >
1 ૧ સોનું કેવું ઝાંખું પડ્યું છે અને બદલાઈ ગયું છે. પવિત્રસ્થાનના પથ્થરો શેરીઓના ખૂણે વિખેરાયેલા છે.
ALEPH. O how the gold has become dulled, the finest color has been altered, the stones of the sanctuary have been scattered at the head of every street.
2 ૨ સિયોનના અમૂલ્ય પુત્રો, જેઓનું મૂલ્ય સોના કરતાં પણ વધારે હતું. પણ તેઓ કુંભારના હાથે ઘડેલા માટલાં જેવા કેમ ગણાય છે?
BETH. The famous sons of Zion, and those clothed with the foremost gold: how they have become like earthen vessels, the work of the hands of a potter.
3 ૩ શિયાળ પણ પોતાનાં બચ્ચાંને સ્તનપાન કરાવે છે, પણ મારા લોકોની દીકરીઓ અરણ્યમાંની શાહમૃગી જેવી નિર્દય થઈ છે.
GHIMEL. Yet even savages expose their breast and give milk to their young. But the daughter of my people is cruel, like the ostrich in the desert.
4 ૪ સ્તનપાન કરતાં બાળકોની જીભ તરસને કારણે તાળવે ચોંટી રહે છે; બાળકો રોટલી માગે છે, પણ કોઈ તેમને કશું પણ આપતું નથી.
DALETH. The tongue of the infant adheres to his palate out of thirst. The little ones have asked for bread, and there was no one to break it for them.
5 ૫ જેઓ મિષ્ટાન્ન ખાતા હતા, તેઓ શેરીઓમાં નિરાધાર થયા છે; જેઓ રેશમી વસ્ત્રો પહેરતા હતા તેઓ ઉકરડા પર ગંદકીમાં આળોટે છે.
HE. Those who were fed indulgently have passed away in the roads. Those who were nourished with saffron have welcomed filth.
6 ૬ મારા લોકોએ સદોમ કરતાં વધારે પાપ કર્યાં છે. સદોમમાં તો એક જ ક્ષણમાં બધું જ નાશ પામ્યું હતું, તેના અન્યાય કરતાં મારા લોકોની દીકરીઓનો અન્યાય મોટો છે.
VAU. And the iniquity of the daughter of my people has been made greater than the sin of Sodom, which was overthrown in a moment, and yet hands did not take captives in her.
7 ૭ તેના સરદારો બરફ કરતાં સ્વચ્છ હતા, તેઓ દૂધ કરતાં સફેદ હતા. તેઓનાં શરીરો માણેક કરતાં રાતાં હતાં, તેઓનું રૂપ નીલમ જેવું હતું.
ZAIN. Her Nazirites were whiter than snow, shinier than milk, more ruddy than ancient ivory, more beautiful than sapphire.
8 ૮ પણ હાલ તેઓનું મુખ કોલસા કરતાં કાળું થયું છે અને તેઓ ફળિયાંઓમાં ઓળખાતા નથી, તેઓની ચામડી તેઓનાં હાડકાંને વળગી રહેલી છે. તે સુકાઈને લાકડા જેવી થઈ ગઈ છે!
HETH. Their face has been blacked more than coals, and they are not recognized in the streets. Their skin has adhered to their bones; it dried out and became like wood.
9 ૯ જેઓ તલવારથી માર્યા ગયા તેઓ ભૂખે મરનાર કરતાં સુખી છે, કેમ કે ભૂખ્યા માણસો ખેતરમાં પાક ન થવાથી બળહીન થઈને ઝૂરે છે.
TETH. It was better for those slain by the sword, than for those put to death by famine. For these waste away, being consumed by the sterility of the land.
10 ૧૦ દયાળુ સ્ત્રીઓએ પોતાને હાથે પોતાના બાળકોને બાફ્યાં છે, મારા લોકોની દીકરીના નાશને સમયે એ જ તેઓનો ખોરાક હતો.
JOD. The hands of pitiable women have boiled their sons. They became their food in the grief of the daughter of my people.
11 ૧૧ યહોવાહે પોતાનો ક્રોધ પૂરો કર્યો છે. તેમણે પોતાનો ભારે કોપ વરસાવ્યો છે; તેમણે સિયોનમાં તેના પાયાઓને ખાઈ જાય એવો અગ્નિ સળગાવ્યો છે.
CAPH. The Lord has completed his fury; he has poured out the wrath of his indignation. And he has kindled a fire in Zion, and it has devoured its foundations.
12 ૧૨ શત્રુ કે વૈરી યરુશાલેમના પ્રવેશદ્વારમાં પેસશે, એવું પૃથ્વીના રાજાઓ તથા પૃથ્વીના રહેવાસીઓ માનતા નહોતા.
LAMED. The kings of the earth, and all the inhabitants of the world, did not believe that the adversary and the enemy would enter through the gates of Jerusalem.
13 ૧૩ પણ પ્રબોધકોના પાપના કારણે અને યાજકોના અન્યાયને કારણે; તેઓએ તેમાં ન્યાયીઓનું રક્ત વહેવડાવ્યું છે.
MEM. It is because of the sins of her prophets, and the iniquities of her priests, who have shed the blood of the just in her midst.
14 ૧૪ તેઓ આંધળાઓની જેમ મહોલ્લે મહોલ્લે ભટક્યા. તેઓ લોહીથી એવા તો લથબથ હતા કે કોઈ તેઓનાં વસ્ત્રોને અડકી શકતું ન હતું.
NUN. They have wandered in the streets like the blind; they have been defiled with blood. And when they were not able, they held their garments.
15 ૧૫ “હઠો, હે અશુદ્ધો!” એવું લોકોએ તેઓને પોકારીને કહ્યું, “હઠો, હઠો! અને અમને અડકશો નહિ!” તેઓ નાસીને ભટકવા લાગ્યા ત્યારે વિદેશીઓએ કહ્યું, “તેઓ ફરીથી અહીં વિદેશીઓની જેમ મુકામ કરશે નહિ!”
SAMECH. “Go back, you polluted ones!” they cried out to them. “Go back, go away, do not touch!” Of course, they argued, and being removed, they said among the Gentiles, “He will no longer dwell among them.”
16 ૧૬ યહોવાહના કોપે તેઓને એકબીજાથી જુદા પાડ્યા છે; તે તેઓ પર ફરી દ્રષ્ટિ કરશે નહિ. તેઓએ યાજકોનું મન રાખ્યું નહિ અને તેઓએ વડીલો પર કૃપા કરી નહિ.
PHE. The face of the Lord has divided them. He will no longer respect them. They were not ashamed before the faces of the priests, nor did they take pity on the elderly.
17 ૧૭ અમારી આંખો નિરર્થક સહાયની રાહ જોઈ જોઈને થાકી ગઈ છે, અમને બચાવી શકે એવા પ્રજાની અમે ઘણી અપેક્ષા કરી છે, પણ તે વ્યર્થ થઈ છે.
AIN. While we were still standing, our eyes failed, expecting help for us in vain, when we looked attentively toward a nation that was not able to save.
18 ૧૮ દુશ્મનો અમારી પાછળ પડ્યા હતા અને અમે રસ્તે ચાલી નહોતા શકતા. અમારો અંત નજીક આવ્યો હતો અને અમારા દિવસો પૂરા થયા હતા, કેમ કે અમારો અંતકાળ આવ્યો છે.
SADE. Our footsteps have slipped on the paths of our own streets. Our end draws near. Our days have been completed, for our end has arrived.
19 ૧૯ અમારી પાછળ પડનારાઓ આકાશના ગરુડો કરતાં વેગવાન હતા. પર્વતો પર તેમણે અમારો પીછો કર્યો અને અરણ્યમાં પણ અમારી પર તરાપ મારવા સંતાઈ ગયા.
COPH. Our persecutors have been swifter than the eagles of the sky. They have been pursuing us above the mountains; they have lain in wait for us in the desert.
20 ૨૦ યહોવાહથી અભિષિક્ત થયેલો જે અમારા મુખનો શ્વાસ, અમારો રાજા, જેના વિષે અમે કહ્યું કે, “તેની છાયામાં અમે દેશોમાં જીવીશું, તે તેઓના ફાંદાઓમાં પકડાયો.”
RES. The spirit of our mouth, Christ the Lord, has been captured by our sins; to him, we said, “In your shadow, we will live among the Gentiles.”
21 ૨૧ અરે અદોમની દીકરી, ઉસ દેશમાં રહેનારી, તું હર્ષ તથા આનંદ કર, તારી પાસે પ્યાલો આવશે. તું ચકચૂર થઈને પોતાને નિર્વસ્ત્ર કરીશ.
SIN. Be glad and rejoice, O daughter of Edom, who dwells in the Land of Uz. The cup will also pass to you; you will be inebriated as well as naked.
22 ૨૨ રે સિયોનની દીકરી, તારા અન્યાયની સજા પૂરી થઈ છે. તે તને ફરી બંદીવાસમાં લઈ જશે નહિ. રે અદોમની દીકરી, તે તારા અન્યાયની સજા કરશે. તે તારાં પાપ પ્રગટ કરશે.
THAU. Your iniquity has been completed, O daughter of Zion. He will no longer send you away to captivity. He has visited your iniquity, O daughter of Edom; he has uncovered your sins.