< યર્મિયાનો વિલાપ 2 >

1 પ્રભુએ ક્રોધે ભરાઈને સિયોનની દીકરીને દુઃખના વાદળોથી ઢાંકી દીધી છે! તેમણે ઇઝરાયલની શોભાને આકાશમાંથી પૃથ્વી પર નાખી દીધી છે. પોતાના કોપને દિવસે પોતાના પાયાસનનું સ્મરણ કર્યું નથી.
Mint felhőzi be haragjával az Úr Czión leányát, az égből a földre vetette Izraél pompáját s nem emlékezett meg lábai zsámolyáról haragja napján!
2 પ્રભુએ યાકૂબનાં સર્વ નગરોને નષ્ટ કર્યા છે અને તેઓ પર દયા રાખી નથી. તેમણે ક્રોધે ભરાઈને યહૂદિયાની દીકરીના કિલ્લાઓને ભાંગી નાખ્યા છે; તેમણે તેઓને જમીનદોસ્ત કર્યા છે અને રાજ્યને તથા તેના સરદારોને ભ્રષ્ટ કર્યાં છે.
Feldúlta az Úr s nem sajnálta mind a hajlékait Jákóbnak, lerombolta indulatában Jehúda leányának erősségeit, földre döntötte; megszentségtelenítette a királyságot és nagyjait.
3 તેમણે ભારે કોપથી ઇઝરાયલનું સઘળું બળ કાપી નાખ્યું છે. તેમણે શત્રુની આગળ પોતાનો જમણો હાથ પાછો ખેંચી લીધો છે. જે ભડભડ બળતો અગ્નિ ચારે તરફનું બાળી નાખે છે તેમ તેમણે યાકૂબને બાળી નાખ્યો છે.
Levágta föllobbant haragban Izraél minden szarvát, hátra vonta jobbját az ellenség elől; égette Jákóbot, mint lángoló tűz: emésztett köröskörül.
4 શત્રુની જેમ તેમણે પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે. જાણે સામાવાળો હોય તેમ તેઓ પોતાનો જમણો હાથ ઉગામીને ઊભા રહ્યા છે. જે બધા દેખાવમાં સુંદર હતા, તેઓનો તેમણે નાશ કર્યો છે. સિયોનની દીકરીના મંડપમાં તેમણે પોતાનો કોપ અગ્નિની જેમ પ્રસાર્યો છે.
Feszítette íjját, mint ellenség, ott állva jobbjával mint szorongató, s megölte mind a szemnek drágaságait; Czión leánya sátrában tűz gyanánt ontotta ki hevét.
5 પ્રભુ શત્રુના જેવા થયા છે. તેમણે ઇઝરાયલને પાયમાલ કર્યા છે. તેમના સર્વ રાજમહેલોને તેમણે નષ્ટ કર્યો છે અને તેમણે તેમના કિલ્લાઓનો નાશ કર્યો છે. તેમણે યહૂદિયાની દીકરીનો ખેદ તથા વિલાપ વધાર્યો છે.
Olyan lett az Úr mint ellenség, feldúlta Izraélt, feldúlta mind a kastélyait, megrontotta erősségeit; szaporított Jehúda leányában jajgatást és jajdulást.
6 જાણે કે વાડીનો મંડપ હોય તેમ તેમણે પોતાનો હુમલો કરીને તેને તોડી પાડ્યો છે. તેમણે પોતાનું પવિત્રસ્થાન નષ્ટ કર્યું છે. યહોવાહે સિયોનમાં નીમેલા પર્વ તથા વિશ્રામવારને વિસ્મૃત કરાવ્યાં છે, કેમ કે પોતાના ક્રોધમાં તેમણે રાજાને તથા યાજકને તુચ્છકાર્યા છે.
Szétdúlta, mint a kertet, sátorát, megrontotta gyülekező helyét; elfeledtetett az Örökkévaló Cziónban ünnepet és szombatot, elvetett mérges haragjában királyt és papot.
7 પ્રભુએ પોતાની વેદીને નકારી છે; તે પોતાના પવિત્રસ્થાનથી કંટાળી ગયા છે. તેમણે દુશ્મનના હાથે તેમના રાજમહેલની દીવાલોનો નાશ કરાવ્યો છે. જેમ પવિત્રસ્થાનને દિવસે ઉત્સવનો ઘોંઘાટ થાય છે તેમ તેઓએ યહોવાહના ભક્તિસ્થાનમાં ઘોંઘાટ કર્યો છે.
Megutálta az Úr az ő oltárát, megcsúfította szentélyét, ellenség kezébe szolgáltatta kastélyainak falait; zajt csaptak az Úr házában, akár ünnepnapján.
8 યહોવાહે સિયોનની દીકરીની દીવાલો તોડી પાડવાનો નિશ્ચય કર્યો છે. તેમણે માપવાની દોરી લંબાવી છે અને તેનો નાશ કરવાથી પોતાનો હાથ પાછો પડવા દીધો નથી. તેમણે બુરજ તથા દીવાલોને ખેદિત કર્યા છે અને તેઓ એકસાથે ખિન્ન થાય છે.
Eltökélte az Örökkévaló, hogy megrontja Czión leányának falát, mérőzsinórt feszített ki, nem vonta vissza kezét a dúlástól; gyászba döntött bástyát és falat; egyaránt elbusúltak.
9 તેના દરવાજા ખંડેરોની જેમ દટાયેલા પડ્યા છે; તેમણે તેમની ભૂંગળોને ભાંગીને ભૂકો કરી નાખી છે. જે વિદેશીઓમાં મૂસાનું નિયમશાસ્ત્ર નથી હોતું તેવા લોકોમાં તેમનો રાજા તથા તેમના સરદારો છે. વળી તેમના પ્રબોધકોને પણ યહોવાહ તરફથી દર્શન થતું નથી.
Földbe sülyedtek kapui, elveszítette és eltörte reteszeit; királya és nagyjai a nemzetek közt, nincsen tan, prófétái sem nyernek látomást az Örökkévalótól.
10 ૧૦ સિયોનની દીકરીના વડીલો મૂંગા થઈને ભૂમિ પર બેસે છે. તેઓએ પોતાના માથા પર ધૂળ નાખી છે; તેઓએ ટાટનો પટ્ટો કમરે બાંધ્યો છે. યરુશાલેમની કુંવારિકાઓએ પોતાના માથાં જમીન સુધી નમાવ્યાં છે.
Földön ülnek, hallgatnak Czión leányának vénei, port tettek föl fejökre, zsákokat kötöttek magukra, földre horgasztották fejöket Jeruzsálem hajadonai.
11 ૧૧ રડી રડીને મારી આંખો લાલ થઈ છે; મારી આંતરડી કકળે છે. મારા લોકોની દીકરીના ત્રાસને લીધે મારું કાળજું બળે છે, કેમ કે છોકરાં તથા સ્તનપાન કરતાં બાળકો રાજમાર્ગ પર મૂર્ચ્છિત થાય છે.
Könnyekben epedtek el szemeim, megtüzesedtek beleim, földre omlott májam népem leányának romlása miatt, midőn elalélt kisded és csecsemő a város terein.
12 ૧૨ તેઓ પોતાની માતાઓને કહે છે, “અનાજ અને દ્રાક્ષારસ ક્યાં છે?” નગરની શેરીઓમાં ઘાયલ થયેલાની જેમ તેઓને મૂર્છા આવે છે, તેઓ તેઓની માતાના ખોળામાં મરણ પામે છે.
Anyáiknak mondják: hol van gabona és bor? Midőn elaléltak sebzettként a város terein, midőn kiomlott lelkük anyáik ölébe.
13 ૧૩ હે યરુશાલેમની દીકરી, હું તારા વિષે તને શું કહું? હે સિયોનની કુંવારી દીકરી, હું તને કોની સાથે સરખાવું? તારો ઘા સમુદ્ર જેટલો ઊંડો છે. તને કોણ સાજી કરશે?
Mit állítsak bizonyságul neked, mit hasonlitsak össze veled, Jeruzsálem leánya? Mit mondjak veled egyenlőnek, hogy megvigasztaljalak, Czión hajadon leánya? Mert nagy mint a tenger a romlásod, ki gyógyíthatna téged?
14 ૧૪ તારા પ્રબોધકોએ તારે સારુ નિરર્થક તથા મુર્ખામીભર્યા સંદર્શનો જોયાં છે. તેઓએ તારો અન્યાય ઉઘાડો કર્યો નહિ, કે જેથી તારો બંદીવાસ પાછો ફેરવાઈ જાત, પણ તમારે માટે અસત્ય વચનો તથા પ્રલોભનો જોયા છે.
Prófétáid hamisat és izetlent láttak számodra. S nem tárták fel bűnödet, hogy visszahozzák foglyaidat; de láttak számodra hamis jóslatokat és elcsábítást.
15 ૧૫ જેઓ પાસે થઈને જાય છે તેઓ સર્વ તારી વિરુદ્ધ તાળી પાડે છે. તેઓ ફિટકાર કરીને યરુશાલેમની દીકરીની સામે માથાં હલાવીને કહે છે, “જે નગરને લોકો ‘સુંદરતાની સંપૂર્ણતા’ તથા ‘આખી પૃથ્વીનું આનંદસ્પદ કહેતા હતા, તે શું આ છે?”
Összecsapták fölötted kezüket, mind az úton járók, pisszegtek és csóválták fejöket Jeruzsálem leánya fölött. Ez e a város, melyről mondják: tökéletes szépségű, gyönyörűsége az egész földnek?
16 ૧૬ તારા સર્વ શત્રુઓ તારા પર પોતાનું મુખ ઉઘાડીને હાંસી ઉડાવે છે. તેઓ તિરસ્કાર કરીને તથા દાંત પીસીને કહે છે, “અમે તેને ગળી ગયા છીએ! જે દિવસની અમે રાહ જોતા હતા તે ચોક્કસ આ જ છે! તે અમને પ્રાપ્ત થયો છે! અમે તેને જોયો છે!”
Szájukat nyitották rád mind az ellenségeid, pisszegtek és fogat vicsorítottak, mondták: feldúltuk! Bizony az a nap, melyet reméltünk, megértük, megláttuk!
17 ૧૭ યહોવાહે જે વિચાર્યું તે તેમણે કર્યું છે. પોતાનું જે વચન તેમણે પ્રાચીન કાળમાં ફરમાવ્યું હતું તે તેમણે પૂરું કર્યું છે. દયા રાખ્યા વગર તેમણે તેને તોડી પાડ્યું છે, તારો શત્રુ તારા હાલ જોઈને હરખાય, એવું તેમણે કર્યું છે; તેમણે તારા દુશ્મનોનું શિંગડાં ઊંચું ચઢાવ્યું છે.
Megtette az Örökkévaló, amit szándékolt, véghezvitte mondását, melyet elrendelt a hajdan napjai óta, rombolt és nem sajnált, örvendeztetett rajtad ellenséget, fölemelte szorongatóid szarvát.
18 ૧૮ તેઓના હૃદય પ્રભુને પોકારતા હતા, “હે સિયોનની દીકરીના કોટ, તારી આંખમાંથી રાતદિવસ આંસુઓ નદીની જેમ વહેતાં જાય; પોતાને વિસામો ન આપ. તારી આંખની કીકીને સુકાવા ન દે.
Kiáltott az Úrhoz szivök. Czión leányának fala, folyass patakként könnyet nappal és éjjel, ne engedj szünetet magadnak, ne csendesedjék el szemgolyód!
19 ૧૯ તું રાત્રીના પ્રથમ પહોરે ઊઠીને મોટેથી પ્રાર્થના કર; પ્રભુની સમક્ષ હૃદયને પાણીની જેમ વહાવ. તારાં જે બાળકો સર્વ શેરીઓના નાકાંમાં ભૂખે મૂર્ચ્છિત થાય છે, તેઓના જીવ બચાવવાને માટે તારા હાથ તેમની તરફ ઊંચા કર.”
Kelj föl, zokogj éjjel, az őrszakok elején, öntsd ki vízként szívedet az Úr színe előtt; emeld hozzá kezeidet kisdedeid lelkéért, kik éhségtől elaléltak minden utczának sarkán.
20 ૨૦ હે યહોવાહ, જુઓ અને વિચાર કરો કે તમે કોને આવું દુઃખ આપ્યું છે. શું સ્ત્રીઓ પોતાના સંતાનોને, એટલે સ્તનપાન કરાવેલા બાળકનો ભક્ષ કરે? શું યાજક તથા પ્રબોધક પ્રભુના પવિત્રસ્થાનમાં માર્યા જાય?
Lásd, Örökkévaló és tekintsd, kivel bántál így! Hát egyék a nők gyümölcsüket, beczézett kisdedeiket, hát ölessék meg az Úrnak szentélyében pap és próféta?
21 ૨૧ જુવાન તથા વૃદ્ધો શેરીઓમાં ભૂમિ પર પડેલા છે. મારી કન્યાઓ તથા મારા યુવાનોને તલવારથી કાપી નાખવામાં આવ્યાં છે. તમે તમારા કોપના સમયમાં તેઓને મારી નાખ્યાં છે; તમે દયા કર્યા વગર તેમની કતલ કરી છે.
Földön fekszenek utczaszerte fiatal és vén, hajadonaim és ifjaim kard alatt hullottak el: öltél haragod napján, mészároltál, nem sajnáltál.
22 ૨૨ જાણે કે પર્વના દિવસને માટે તમે મારી આસપાસ લડાઈની ધાસ્તી ઊભી કરી છે; યહોવાહના કોપને દિવસે કોઈ છૂટ્યો અથવા બચી ગયો નથી. જેઓને મેં ખોળામાં રમાડ્યાં તથા ઉછેર્યાં, તેઓને મારા શત્રુઓએ નષ્ટ કર્યાં છે.
Összehívtad mint ünnepnapjára rémületeimet köröskörül s nem volt az Örökkévaló haragjának napján megmenekülő és megmaradó; akiket beczéztem és felnöveltem – ellenségem megsemmisítette.

< યર્મિયાનો વિલાપ 2 >