< ન્યાયાધીશો 8 >
1 ૧ એફ્રાઇમના પુરુષોએ ગિદિયોનને કહ્યું, “તું અમારી સાથે આમ કેમ વર્ત્યો છે? જયારે તું મિદ્યાનીઓની સાથે લડવા ગયો ત્યારે તેં અમને બોલાવ્યા નહિ.” અને તેઓએ તેને સખત ઠપકો આપ્યો.
Ephraim kaminawk mah Gideon khaeah, Tipongah Midian kaminawk tuk naah kaicae nang kawk ai loe? tiah lok kaham hoiah a naa o moe, anih to kasae net o.
2 ૨ તેણે તેઓને કહ્યું, “તમે જે કર્યું છે તેની સરખામણીમાં મેં તો કશું કર્યુ નથી? એફ્રાઇમની દ્રાક્ષોનો સળો તે અબીએઝેરની દ્રાક્ષોના આખા ફાલ કરતાં શું સારો નથી?
Toe Gideon mah nihcae khaeah, Na sak o ih baktiah patah hanah timaw ka sak ih oh? Ephraim ih misurthaih pasawh pongah loe, Abierzer ih misurthaih pakhrik to hoih kue ai maw?
3 ૩ ઈશ્વરે તમને મિદ્યાનીઓના ઓરેબ તથા ઝએબ સરદારોની ઉપર વિજય અપાવ્યો! તમારી સાથે સરખામણીમાં હું શું કરી શક્યો છું?” જયારે તેણે આમ કહ્યું, ત્યારે તેઓ ઠંડા પડ્યા.
Sithaw mah Midian kaminawk zaehoikung, Oreb hoi Zeeb to nangcae ban ah paek boeh; nangcae hoi patah hanah kai loe timaw ka sak thaih? tiah a naa. To tiah a thuih pae naah, nihcae palungphuihaih to dip.
4 ૪ ગિદિયોન યર્દન નદી આગળ આવ્યો અને તે તથા તેની સાથેના ત્રણસો માણસો પાર ઊતર્યા. તેઓ થાકેલાં હતા, તેમ છતાં તેઓ શત્રુઓની પાછળ લાગેલા હતા.
Gideon hoi angmah ih kami cumvai thumtonawk loe angpho o boeh; toe Jordan vapui to angkaat o moe, misanawk to patom o vop.
5 ૫ તેણે સુક્કોથના લોકોને કહ્યું, “કૃપા કરીને મારી પાછળ આવનાર આ લોકોને રોટલી આપો, કેમ કે તેઓ થાકેલાં છે અને હું મિદ્યાનના ઝેબા તથા સાલ્મુન્ના રાજાઓની પાછળ પડ્યો છું.”
Sukkoth vangpui ih kaminawk khaeah, Midian siangpahrang, Zebah hoi Zalmunna hnik to ka patom vop; ka hnukbang kaminawk loe angpho o sut boeh pongah, nihcae han takaw to paek thoem ah, tiah tahmenhaih a hnik.
6 ૬ સુક્કોથના આગેવાનોએ કહ્યું, “ઝેબા તથા સાલ્મુન્નાના હાથ હાલ શું તારા હાથમાં છે કે અમે તારા સૈન્યને રોટલી આપીએ?”
Toe Sukkoth vangpui ih angraengnawk mah, Zebah hoi Zalmunna hnik loe na ban ah maw oh hoi boeh? Tih hanah nang ih misatuh kaminawk to takaw ka paek o han loe? tiah a naa o.
7 ૭ ગિદિયોને કહ્યું, “જયારે ઈશ્વરે આપણને ઝેબા તથા સાલ્મુન્ના ઉપર વિજય આપ્યો છે, ત્યારે જંગલના કાંટાથી તથા ઝાંખરાથી હું તમારાં શરીર ઉઝરડી નાખીશ.”
To naah Gideon mah, Angraeng mah Zebah hoi Zalmunna to ka ban ah paek naah, praezaek ih soekhringnawk hoiah na ngan to kang sih pae o han, tiah a naa.
8 ૮ ત્યાંથી તે પનુએલ ગયો અને ત્યાં લોકોને તે જ રીતે કહ્યું, જેમ સુક્કોથના લોકોએ ઉત્તર આપ્યો હતો તેવો જ ઉત્તર પનુએલના લોકોએ પણ તેને આપ્યો.
Anih loe to ahmuen hoiah Penuel ah caeh moe, nihcae khaeah to tiah a hnik let; toe nihcae mah doeh Sukkoeth avang ih kaminawk mah thuih ih lok baktih toengah a naa o.
9 ૯ તેણે પનુએલના લોકોને પણ કહ્યું, “જયારે હું શાંતિથી પાછો આવીશ, ત્યારે હું તમારો આ કિલ્લો તોડી પાડીશ.”
To pongah Penuel ih kaminawk khaeah, Kamong ah kang zoh naah, hae ih imsang hae ka phraek boih han, tiah a naa.
10 ૧૦ હવે ઝેબા તથા સાલ્મુન્ના કાર્કોરમાં હતા તેઓનું સૈન્ય સાથે હતા, એટલે પૂર્વ દિશાના લોકના આખા સૈન્યમાંથી બચી રહેલા લગભગ પંદર હજાર માણસો, તેઓની સાથે હતા. કેમ કે એક લાખ અને વીસ હજાર શૂરવીરો માર્યા ગયા હતા.
Sumsen sin kami sang cumvaito pacoeng, pumphae to duek o pongah, ni angyae bangah kaom misatuh kaminawk loe, kanghmat kami sang hatlai pangato oh o; nihcae loe Zebah hoi Zalmunna khaeah nawnto Karkor vangpui ah oh o.
11 ૧૧ ગિદિયોને નોબાહની તથા યોગ્બહાહની પૂર્વ બાજુએ તંબુમાં રહેનાર લોકોના માર્ગે જઈને દુશ્મનોને માર્યા. તેણે દુશ્મનોના સૈન્યને હરાવ્યા, કેમ કે તેઓ હુમલો કરવા માટે નિર્ભય હતા.
Gideon loe Nobah hoi Jogbeh vangpui ni angyae bangah kaom, kahni im ah khosah kaminawk caehhaih loklam bang hoiah caeh moe, kamongah kaom Midian misatuh kaminawk to a hum.
12 ૧૨ ઝેબા તથા સાલ્મુન્ના નાઠા, ત્યારે ગિદિયોન તેઓની પાછળ પડ્યો હતો, તેણે મિદ્યાનના રાજાઓ ઝેબા તથા સાલ્મુન્નાને પકડીને તેઓના સૈન્યનો પરાજય કર્યો.
Zebah hoi Zalmunna loe cawnh hoi ving; toe anih mah nihnik to patom moe, Midian siangpahrang Zebah hoi Zalmunna hnik to naeh pacoengah, nihnik ih misatuh kaminawk to hum pae boih.
13 ૧૩ યોઆશનો દીકરો ગિદિયોન, હેરેસથી પસાર થઈને લડાઈમાંથી પાછો ફર્યો.
To pacoengah Joash capa Gideon loe ni tacawt ai naah, misatukhaih ahmuen hoiah amlaem.
14 ૧૪ તેણે સુક્કોથના માણસોમાંથી એક જુવાનને પકડીને સૂર્યોદય વખતે પૂછ્યું, ત્યારે તે જુવાન માણસે સુક્કોથના આગેવાનોને તથા તેઓના વડીલો જે સિત્તોતેર હતા તેઓની માહિતી તેઓને આપી.
Sukkoth avang ih thendoeng maeto to naeh moe, lok a dueng; to naah to thendoeng mah Sukkoth avang thung ih ukkungnawk hoi kacoehta quisarih, sarihtonawk ih ahmin to tarik pae.
15 ૧૫ ગિદિયોને સુક્કોથના લોકોની પાસે આવીને કહ્યું, “ઝેબા તથા સાલ્મુન્નાને જુઓ, તેઓ સંબંધી તમે એમ કહીને મને મહેણું માર્યું હતું કે, ‘શું હાલ ઝેબા તથા સાલ્મુન્નાના હાલ તારા હાથમાં છે કે અમારે તારા થાકેલાં માણસોને રોટલી આપવી જોઈએ?”
To pacoengah Gideon loe Sukkoth vangpui kaminawk khaeah caeh moe, angpho parai hoiah nangcae han toksah ka hnukbang kaminawk hanah takaw to paek oh, tiah tahmenhaih kang hnik naah, Zebah hoi Zalmunna loe na ban ah maw oh hoi? tiah nang pahnuih o thuih ih, Zebah hoi Zalmunna hae khen oh, tiah a naa.
16 ૧૬ ગિદિયોને નગરના વડીલોને પકડીને જંગલના કાંટા તથા ઝાંખરાં લઈને તે વડે સુક્કોથના લોકોને શિક્ષા કરી.
Sukkoth vangpui ih kacoehtanawk to a kawk moe, praezaek ih soekhring thing hoiah Sukkoth ih kaminawk to a boh.
17 ૧૭ વળી તેણે પનુએલનો કિલ્લો તોડી પાડ્યો અને તે નગરના માણસોનો સંહાર કર્યો.
Penuel vangpui ih imsang to a phraek moe, vangpui thung ih kaminawk to a hum.
18 ૧૮ ત્યારે ગિદિયોને ઝેબા તથા સાલ્મુન્નાને કહ્યું, “તાબોરમાં જે લોકોની તમે કતલ કરી તે કેવા માણસો હતા?” તેઓએ ઉત્તર આપ્યો, “જેવો તું છે, તેવા તેઓ હતા. તેઓમાંનો પ્રત્યેક વ્યક્તિ રાજાના દીકરા જેવો દેખાતો હતો.”
To pacoengah Zabah hoi Zalmunna khaeah, Tabor vangpui ah na hum hoi ih kaminawk loe kawbaktih kaminawk maw? tiah a dueng. Nihnik mah, To kaminawk loe nang baktiah oh o, siangpahrang capanawk hoiah anghmong, to kaminawk to ka hum hoi, tiah a naa.
19 ૧૯ ગિદિયોને કહ્યું, “તેઓ મારા ભાઈ, એટલે મારી માતાના દીકરા હતા. હું જીવતા ઈશ્વરની હાજરીમાં કહું છું કે, જો તેઓના જીવ તમે બચાવ્યા હોત, તો હું તમને મારી નાખત નહિ.”
Gideon mah, Nihcae loe kai ih nawkayanawk ni; kam no ih caa ah oh o. Angraeng loe hing baktih toengah, nihcae hinghaih na pathlung nahaeloe, kang hum mak ai, tiah a naa.
20 ૨૦ તેણે તેના પ્રથમજનિત દીકરા યેથેરને કહ્યું, “ઊઠ તેઓને મારી નાખ!” પણ તે જુવાન માણસે પોતાની તલવાર તાણી નહિ, તે ગભરાયો, કેમ કે તે હજી જુવાન હતો.
Gideon mah a capa kacoeh koek Jether khaeah, Angthawk loe, hae kami hnik hae hum ah, tiah a naa. Toe anih loe nawkta ah oh moe, zit pongah, Jether mah angmah ih sumsen to aphong ai.
21 ૨૧ પછી ઝેબા તથા સાલ્મુન્નાએ કહ્યું, “તું ઊઠીને અમને મારી નાખ! કેમ કે જેવું માણસ, તેવું તેનું બળ.” ગિદિયોને ઊઠીને ઝેબા તથા સાલ્મુન્નાને મારી નાખ્યા. અને તેઓનાં ઊંટોનાં ગળા પરના ચંદ્રઆકારના દાગીના લઈ લીધા.
Zebah hoi Zalmunna mah anih khaeah, Angthawk loe, na hum ah; nongpa loe a thacakhaih tawnh na ai maw? tiah a naa. To pongah Gideon mah caeh moe, Zebah hoi Zalmanna to hum, to pacoengah kaengkuu hrang tahnong pongah a-oihsak ih hmuennawk to a lak.
22 ૨૨ ત્યારે ઇઝરાયલના માણસોએ ગિદિયોનને કહ્યું, “તું અમારા પર રાજ કર. તું, તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો - કેમ કે મિદ્યાનના હાથમાંથી તેં અમને ઉગાર્યા છે.”
Israel kaminawk mah Gideon khaeah, Midian ban thung hoiah nang pahlong pongah, nangmah hoi na capanawk hoiah na caa patoeng mah kaicae hae na uk oh, tiah a naa o.
23 ૨૩ ગિદિયોને તેઓને કહ્યું, “તમારા પર હું રાજ નહિ કરું અને મારો દીકરો પણ રાજ નહિ કરે. ઈશ્વર તમારા પર રાજ કરશે.”
Toe Gideon mah nihcae khaeah, Kang uk o mak ai; ka capanawk mah doeh na uk o mak ai; Angraeng mah ni nangcae to uk tih, tiah a naa.
24 ૨૪ ગિદિયોને તેઓને કહ્યું, “હું તમને એક વિનંતી કરવા ચાહું છું કે જે સર્વ કુંડળ તમે લૂંટ્યાં છે તે મને આપો.” કેમ કે તેઓ ઇશ્માએલીઓ હતા, માટે તેઓનાં કુંડળ સોનાનાં હતાં.
To pacoengah Gideon mah nihcae khaeah, Tahmenhaih maeto hnik ka koeh; misanawk loe Ishmael kami ah oh o pongah, kami boih mah nihcae khae hoi na lak o ih naa tangkraeng to na paek oh, tiah a naa.
25 ૨૫ તેઓએ જવાબ આપ્યો, “અમે ખુશીથી તે આપીશું.” અને વસ્ત્ર પાથરીને તેઓમાંના પ્રત્યેક માણસે પોતે લૂંટેલાં કુંડળ તેમાં નાખ્યાં.
Nihcae mah, Palung angthawkhaih hoiah kang paek o han hmang, tiah a naa o. Nihcae mah kahni maeto baih o moe, kami boih mah lak o ih naa tangkraeng to kahni nuiah vah pae o.
26 ૨૬ સોનાનાં જે કુંડળો તેણે માંગી લીધાં, તેનું વજન એક હજાર સાતસો શેકેલ હતું. તે ઉપરાંત તેમાં કલગીઓ, લોલકો તથા મિદ્યાનના રાજાઓના અંગ પરનાં જાંબુડીયા વસ્ત્ર તથા તેઓનાં ઊંટોના ગળામાંની સાંકળ હતી.
To tiah hnik moe, paek o ih sui naa tangkraeng loe, shekel sangto pacoeng, cumvai sarihto oh; to pacoengah Midian siangpahrang mah angkhuk ih a-aem kaom hmuennawk, rong kamling kahninawk, tahnong ah a-oih ih hmuennawk, kaengkuu hrang tahnong ah a-oihsak ih hmuennawk doeh a lak o.
27 ૨૭ ગિદિયોને કુંડળોનું એક એફોદ બનાવ્યું અને પોતાના નગર ઓફ્રામાં તે મૂક્યું અને સર્વ ઇઝરાયલીઓએ તેની ઉપાસના કરીને પોતાને વ્યભિચારમાં વટાળ્યાં. તે ગિદિયોનને તથા તેના કુટુંબને માટે ફાંદારૂપ થઈ પડ્યું.
To ih hmuennawk hoiah Gideon mah kahni to sak moe, a ohhaih ahmuen Oprah vangpui ah a suek; to naah Israel kaminawk boih mah to hmuen to bok o lat bae; to pongah to hmuen loe Gideon hoi angmah ih imthung takoh hanah patung ih dongh baktiah oh pae lat.
28 ૨૮ તેથી મિદ્યાનીઓ ઇઝરાયલી લોકો આગળ હારી ગયા અને તેઓએ ફરી પોતાનાં માથાં ઊંચા કર્યા નહિ. અને ગિદિયોનના દિવસોમાં ચાળીસ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.
Israel kaminawk mah Midian kaminawk pazawk o pacoengah loe, misa angthawk o ai boeh. Gideon hing nathung prae thungah misa monghaih saning quipalito oh.
29 ૨૯ યોઆશનો દીકરો યરુબાલ પોતાના ઘરમાં રહ્યો.
Joash capa Jerub-baal loe angmah ih im ah oh hanah amlaem let.
30 ૩૦ ગિદિયોનને સિત્તેર દીકરા થયા હતા, કેમ કે તેને ઘણી પત્નીઓ હતી.
Gideon loe zu pop parai pongah, capa quisarihto sak.
31 ૩૧ શખેમમાં તેની એક ઉપપત્ની હતી, તેણે પણ તેને માટે એક દીકરાને જન્મ આપ્યો અને ગિદિયોને તેનું નામ અબીમેલેખ પાડ્યું.
Shekem ah kaom a zula mah doeh capa maeto sak pae; anih to Abimelek, tiah ahmin sak.
32 ૩૨ યોઆશનો દીકરો ગિદિયોન, ઘણી વૃદ્ધ ઉંમરે મરણ પામ્યો અને અબીએઝેરીઓના ઓફ્રામાં તેના પિતા યોઆશની કબરમાં તેને દફનાવવામાં આવ્યો.
Joash capa Gideon loe mitong naah duek moe, anih to Abiezer kaminawk ohhaih ahmuen Oprah vangpui ah kaom ampa Joash ih taprong ah aphum o.
33 ૩૩ ગિદિયોનના મરણ પછી એમ થયું કે, ઇઝરાયલના લોકોએ પાછા ફરીને બઆલની પૂજા કરીને વ્યભિચાર કર્યો, તેઓએ બઆલ-બરીથને પોતાનો દેવ માન્યો.
Gideon duek pacoeng nasetto doeh akra ai vop, Israel kaminawk loe Baalnawk khaeah takpum to zawh o let bae; Baal-Berith to angmacae ih sithaw ah sak o.
34 ૩૪ જેમણે ચારે તરફના સર્વ શત્રુઓના હાથમાંથી તેઓને બચાવ્યા હતા, તે તેમના પ્રભુ, ઈશ્વરનો આદર ઇઝરાયલના લોકોએ કર્યો નહિ.
Ahmuen kruekah kaom misanawk ban thung hoiah pahlongkung, angmacae ih Angraeng Sithaw to panoek o ai boeh.
35 ૩૫ જે સર્વ ભલાઈ ઇઝરાયલના લોકો પ્રત્યે યરુબાલે એટલે ગિદિયોને દર્શાવી હતી, તે પ્રમાણે તેઓએ તેના ઘર પર ભલાઈ રાખી નહિ.
Nihcae nuiah kahoih hmuen sahkung, Jerub-Baal (Gideon) imthung takoh nuiah doeh tahmenhaih tawn o ai.