< ન્યાયાધીશો 7 >
1 ૧ ત્યારે યરુબાલ, એટલે ગિદિયોન તથા તેની સાથેના સર્વ લોકોએ સવારે વહેલા ઊઠીને હારોદના ઝરાની પાસે છાવણી કરી. મિદ્યાનીઓની છાવણી મોરેહ પર્વતની પાસે તેઓની ઉત્તર તરફની ખીણમાં હતી.
Giê-ru Ba-anh (tứ Ghi-đê-ôn) và tất cả thuộc hạ dậy sớm, kéo ra đóng bên suối Ha-rốt. Lúc ấy quân Ma-đi-an đóng ở phía bắc quân Ít-ra-ên, trong thung lũng, bên đồi Mô-rê.
2 ૨ ઈશ્વરે ગિદિયોનને કહ્યું, “તારી સાથેના લોકો એટલા બધા છે કે તેમના દ્વારા હું મિદ્યાનીઓને તેઓના હાથમાં સોંપું નહિ, રખેને ઇઝરાયલ મારી આગળ ફુલાસ મારીને કહે કે, ‘મારા પોતાના હાથે મને ઉગાર્યો છે.’
Chúa Hằng Hữu phán bảo Ghi-đê-ôn: “Quân ngươi đông quá! Ta không cho họ thắng Ma-đi-an đâu, kẻo họ tự phụ, cho rằng: ‘Chính tự sức họ đã cứu họ.’
3 ૩ માટે હવે તું જા અને લોકોને જાહેર કર, ‘જે કોઈ ભયભીત તથા ધ્રૂજતા હોય, તેઓ ગિલ્યાદ પર્વતથી પાછા વળીને ચાલ્યા જાય.’ તેથી બાવીસ હજાર લોકો પાછા ગયા અને દસ હજાર રહ્યા.
Ngươi phải truyền lệnh: ‘Ai lo, sợ, thì hãy về đi.’” Vậy có 22.000 người bỏ về, còn lại 10.000 người.
4 ૪ ઈશ્વરે ગિદિયોનને કહ્યું, “લોકો હજી પણ વધારે છે. તેઓને પાણીની પાસે લાવ અને હું ત્યાં તેમની સંખ્યામાં ઘટાડો કરીશ. જેના સંબંધી હું તને કહું, ‘આ તારી સાથે આવે, તે તારી સાથે આવશે અને આ તારી સાથે ના આવે, તે આવશે નહિ.”
Nhưng Chúa Hằng Hữu lại phán với Ghi-đê-ôn: “Vẫn còn đông quá! Hãy đem họ xuống dưới suối, Ta sẽ thử họ để định đoạt người nào sẽ đi với ngươi và người nào không phải đi.”
5 ૫ તેથી ગિદિયોન લોકોને પાણીની પાસે લાવ્યો અને ઈશ્વરે તેને કહ્યું, “પ્રત્યેક જણ જે કૂતરાની માફક જીભથી લખલખાવીને પાણી પીએ, તેને અલગ કર, અને જે પાણી પીવા સારુ ઘૂંટણીએ પડે તેઓને પણ અલગ કર.”
Khi Ghi-đê-ôn dẫn họ xuống nước, Chúa Hằng Hữu phán bảo ông: “Ngươi để những người dùng tay vốc nước, rồi lấy lưỡi liếm như chó sang một bên, và những người quỳ xuống để uống sang một bên khác.”
6 ૬ ત્રણસો માણસોએ મુખ દ્વારા લખલખાવીને પાણી પીધું. બીજા સર્વ લોકો પાણી પીવાને ઘૂંટણીએ પડ્યા.
Có 300 người liếm nước trong tay, còn những người khác đều quỳ xuống để uống.
7 ૭ ઈશ્વરે ગિદિયોનને કહ્યું, “જે ત્રણસો માણસોએ પાણી લખલખાવીને પીધું છે, તેઓની હસ્તક હું તમને ઉગારીશ અને મિદ્યાનીઓને તારા હાથમાં આપીશ. બીજા સર્વ માણસોને ઘર ભેગા થવા દે.
Chúa Hằng Hữu phán bảo Ghi-đê-ôn: “Ta sẽ dùng 300 người này giải thoát Ít-ra-ên khỏi quyền lực Ma-đi-an. Còn những người khác, hãy cho họ ra về.”
8 ૮ માટે જેઓને પસંદ કરવામાં આવેલા તેઓએ પોતાનો સામાન તથા પોતાના રણશિંગડાં લીધાં. ગિદિયોને સર્વ ઇઝરાયલી માણસોને પોતપોતાના તંબુએ મોકલી દીધા, તેણે માત્ર ત્રણસો માણસોને પોતાની પાસે રાખ્યા. હવે મિદ્યાનીઓની છાવણી તેની નીચેની ખીણમાં હતી.
Ghi-đê-ôn cho tất cả người Ít-ra-ên về, chỉ giữ lại 300 người mà thôi. Những người này lấy lương thực và cầm kèn trong tay. Quân Ma-đi-an đóng trại trong thung lũng, phía dưới trại của Ghi-đê-ôn.
9 ૯ તે જ રાત્રે એમ થયું કે, ઈશ્વરે તેને કહ્યું કે, “ઊઠ! છાવણી પર હુમલો કર, કેમ કે તે પર હું તને વિજય આપીશ.
Ngay đêm ấy, Chúa Hằng Hữu ra lệnh: “Hãy chỗi dậy! Tấn công trại quân Ma-đi-an. Ta sẽ cho các ngươi chiến thắng chúng!
10 ૧૦ પણ જો તું ત્યાં જતા ગભરાતો હોય, તો તું તથા તારો દાસ પુરાહ છાવણીમાં જાઓ,
Nhưng nếu ngươi còn lo sợ, thì dẫn theo Phu-ra, đầy tớ ngươi, đến trại quân.
11 ૧૧ તેઓ જે કહે તે સાંભળ અને પછી છાવણીમાં હુમલો કરવા માટે તું બળવાન થશે.” તેથી ગિદિયોન તેના દાસ પુરાહ સાથે સૈન્યની સૌથી છેવાડી શસ્ત્રધારીઓની ટુકડી નજીક આવ્યા.
Lắng nghe những điều Ma-đi-an bàn tán, rồi ngươi sẽ vững tâm. Khi ấy ngươi sẽ mạnh bạo đem quân tấn công.” Ghi-đê-ôn cùng với Phu-ra đến tận tiền đồn của quân địch.
12 ૧૨ મિદ્યાનીઓ, અમાલેકીઓ તથા પૂર્વ દિશાના સર્વ લોકો મેદાનની અંદર તીડની માફક સંખ્યાબંધ પડેલા હતા. તેઓના ઊંટો સમુદ્રના કાંઠાની રેતી જેટલાં અગણિત હતાં.
Quân đội Ma-đi-an, A-ma-léc, và quân của các dân miền đông đóng dưới thung lũng đông như châu chấu. Bầy lạc đà của họ cũng đông như cát biển—đếm không xuể!
13 ૧૩ જયારે ગિદિયોન ત્યાં આવ્યો, ત્યારે ત્યાં આગળ એક માણસ પોતાના મિત્રને એક સ્વપ્ન વિષે કહી સંભળાવતો હતો. તે માણસે કહ્યું, “જુઓ! મને એક સ્વપ્ન આવ્યું અને મેં જવની એક રોટલી મિદ્યાનની છાવણી ઉપર ધસી પડતી જોઈ. તે તંબુની પાસે આવી, તેણે તેને એવો ધક્કો માર્યો કે તે પડી ગયો, તેને એવો ઊથલાવી નાખ્યો કે તે જમીનદોસ્ત થયો.”
Vừa lúc Ghi-đê-ôn đến, ông nghe một người đang kể giấc mơ của mình cho bạn: “Tôi thấy có một cái bánh lúa mạch lăn vào trại quân Ma-đi-an, cái bánh này lăn vào một trại, làm cho trại đổ sập xuống lật ngược trên xuống dưới!”
14 ૧૪ બીજા માણસે કહ્યું, “એ તો યોઆશના દીકરા, ગિદિયોનની તલવાર વગર બીજું કંઈ નથી. ઈશ્વરે મિદ્યાનીઓ તથા તેના સર્વ સૈન્યને તેના હાથમાં સોંપ્યાં છે.”
Người bạn bàn: “Điều đó khác nào gươm của Ghi-đê-ôn, con Giô-ách, người Ít-ra-ên. Chúa đã phó Ma-đi-an vào tay người rồi!”
15 ૧૫ જયારે ગિદિયોને એ સ્વપ્નનું કથન તથા તેનો અર્થ સાંભળ્યાં, ત્યારે તેણે નમીને આરાધના કરી. ઇઝરાયલની છાવણીમાં પાછો આવીને તેણે કહ્યું, “ઊઠો! કેમ કે ઈશ્વરે મિદ્યાનીઓના સૈન્યને આપણા હાથમાં સોંપ્યું છે.”
Khi Ghi-đê-ôn nghe câu chuyện về giấc mơ và lời bàn xong, ông cúi đầu tạ ơn Chúa Hằng Hữu. Rồi ông trở về trại Ít-ra-ên và gọi lớn: “Hãy thức dậy! Vì Chúa Hằng Hữu cho ta thắng quân Ma-đi-an rồi.”
16 ૧૬ તેણે ત્રણસો પુરુષોની ત્રણ ટુકડીઓ કરી. તેઓને બધાને રણશિંગડાં તથા ખાલી ઘડા આપ્યાં દરેક ઘડામાં દીવા હતા.
Ông chia quân làm ba đội, mỗi đội 100 người và đưa cho mỗi người một cây kèn, một cái bình, trong bình có một cây đuốc.
17 ૧૭ તેણે તેઓને કહ્યું, “મારી તરફ જુઓ અને જેમ હું કરું છું તેમ તમે કરજો. જુઓ! જયારે હું છાવણીના છેવાડા ભાગ આગળ આવું, ત્યારે હું જે કરું તેમ તમે કરજો.
Ông dặn họ: “Khi đến ngoài trại địch, anh em hãy làm theo những điều tôi làm.
18 ૧૮ હું તથા મારી સાથેના સર્વ લોકો જયારે રણશિંગડું વગાડીએ ત્યારે આખી છાવણીની આસપાસ તમે પણ રણશિંગડાં વગાડીને પોકારજો, ‘ઈશ્વર તથા ગિદિયોનને માટે.’”
Khi tôi và những người đi với tôi thổi kèn, anh em ở quanh trại cũng thổi kèn lên, rồi hô to: ‘Vì Chúa Hằng Hữu và vì Ghi-đê-ôn!’”
19 ૧૯ તેથી ગિદિયોન તથા તેની સાથે સો પુરુષો અડધી રાત્રે છાવણીના છેવાડા ભાગ આગળ આવ્યા. તે વખતે માત્ર થોડી જ વાર ઉપર નવો પહેરો ગોઠવ્યો હતો. તેઓએ રણશિંગડાં વગાડીને પોતાના હાથમાંના ઘડા ફોડ્યા.
Vào nửa đêm, Ghi-đê-ôn dẫn 100 quân lẻn đến bên ngoài trại quân Ma-đi-an. Ngay lúc lính canh vừa đổi phiên, họ thổi kèn, đập vỡ bình cầm nơi tay.
20 ૨૦ ત્રણે ટુકડીઓએ રણશિંગડાં વગાડીને ઘડા ફોડ્યા. તેઓએ ડાબા હાથથી દીવા પકડ્યા અને રણશિંગડાંને તેઓના જમણાં હાથોથી વગાડ્યાં. તેઓએ પોકાર કર્યો, “ઈશ્વરની તથા ગિદિયોનની તલવાર.”
Bấy giờ cả ba đội quân Ít-ra-ên đồng loạt thổi kèn, đập vỡ bình. Mỗi người tay trái cầm đuốc, tay phải cầm kèn thổi vang trời. Họ đồng thanh hô to: “Lưỡi gươm vì Chúa Hằng Hữu và vì Ghi-đê-ôn!”
21 ૨૧ બધા માણસો પોતપોતાની જગ્યાએ છાવણીની ચારેબાજુ ઊભા થયા અને મિદ્યાનીઓનું સર્વ સૈન્ય નાસી ગયું. તેઓએ પોકાર કરીને સૈન્યને ભગાડી મૂક્યું.
Họ cứ đứng tại chỗ quanh trại và nhìn quân Ma-đi-an chạy tán loạn, vừa kêu la vừa tìm đường tẩu thoát.
22 ૨૨ જયારે તેઓએ ત્રણસો રણશિંગડાં વગાડ્યાં, ત્યારે ઈશ્વરે પ્રત્યેક માણસની તલવાર પોતાના સાથીની સામે તથા મિદ્યાનીઓના સર્વ સૈન્યની સામે કરી. સૈન્ય સરેરા તરફ બેથ-શિટ્ટાહ સુધી તથા ટાબ્બાથ પાસેના આબેલ-મહોલાની સરહદ સુધી ગયું.
Tiếng kèn của 300 người Ít-ra-ên vang động, Chúa Hằng Hữu khiến cho quân địch quay lại chém giết lẫn nhau. Số còn lại chạy dài cho đến Bết Si-ta gần Xê-xa-ra, và đến tận biên giới A-bên Mê-hô-la, gần Ta-bát.
23 ૨૩ ઇઝરાયલના માણસો નફતાલી, આશેર તથા આખા મનાશ્શામાંથી એકત્ર થઈને મિદ્યાનીઓની પાછળ પડ્યા.
Người thuộc đại tộc Nép-ta-li, A-se, và Ma-na-se được huy động đi truy nã quân Ma-đi-an.
24 ૨૪ ગિદિયોને સંદેશવાહકોને એફ્રાઇમના આખા પહાડી પ્રદેશમાં મોકલીને, કહેવડાવ્યું, “તમે મિદ્યાનીઓની ઉપર ધસી આવો, યર્દન નદી ઓળંગીને તેઓની આગળ બેથ-બારાક સુધી જઈને યર્દનનાં પાણી આગળ તેઓને રોકો.” તેથી એફ્રાઇમના સર્વ માણસો એકત્ર થઈને યર્દન નદી પાર કરીને બેથ-બારા સુધી યર્દનનાં પાણી આગળ તેઓને આંતર્યા.
Ghi-đê-ôn cũng sai người đi khắp núi Ép-ra-im hô hào: “Hãy xuống đánh quân Ma-đi-an. Hãy chận đường qua Sông Giô-đan của chúng tại Bết Ba-ra.” Vậy quân Ép-ra-im làm theo những lời ấy.
25 ૨૫ તેઓએ મિદ્યાનના બે સરદારો, ઓરેબ તથા ઝએબને પકડ્યા. ઓરેબ ખડક ઉપર ઓરેબને મારી નાખ્યો અને તેઓએ ઝએબના દ્રાક્ષાકુંડની પાસે ઝએબને મારી નાખ્યો. તેઓ મિદ્યાનીઓની પાછળ પડીને ઓરેબ તથા ઝએબનાં માથાં યર્દનને પેલે કિનારે ઝએબનાં દ્રાક્ષાકુંડ આગળ ગિદિયોનની પાસે લાવ્યા.
Họ bắt Ô-rép và Xê-ép, hai tướng chỉ huy của Ma-đi-an, họ giết Ô-rép tại tảng đá Ô-rép, và Xê-ép tại máy ép rượu Xê-ép. Họ vẫn tiếp tục đuổi theo quân Ma-đi-an. Sau đó người Ít-ra-ên đem đầu của Ô-rép và Xê-ép đến cho Ghi-đê-ôn phía bên kia Sông Giô-đan.