< ન્યાયાધીશો 5 >

1 તે દિવસે દબોરાએ તથા અબીનોઆમના દીકરા બારાકે આ ગીત ગાયું:
És énekelt Debóra meg Bárák, Abínoám fia, ama napon, mondván:
2 “જયારે આગેવાનોએ ઇઝરાયલમાં આગેવાની આપી, ત્યારે લોકો યુદ્ધ માટે રાજીખુશીથી સમર્પિત થયા, અમે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ!
Midőn vezéreltek vezérek Izraélben, midőn magát fölajánlotta a nép – áldjátok az Örökkévalót!
3 ‘રાજાઓ, તમે સાંભળો! ઓ આગેવાનો, ધ્યાન આપો! હું ઈશ્વર માટે ગાઈશ; હું ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની સ્તુતિ ગાઈશ.
Halljátok királyok, figyeljetek fejedelmek; én az Örökkévalónak hadd énekelek én, dallok az Örökkévalónak, Izraél Istenének.
4 ઈશ્વર, જયારે તમે સેઈરમાંથી આવ્યા, જયારે તમારી સવારી અદોમમાંથી નીકળી, ત્યારે પૃથ્વી કાંપી અને આકાશમાંથી અને વાદળોમાંથી પાણી પણ પડ્યું.
Örökkévaló, mikor elindultál Széirből, mikor lépdeltél Edóm mezeje felől, a föld megrendült, az egek is csepegtek, felhők is csepegtettek vizet;
5 ઈશ્વરની આગળ પર્વતો કાંપવા લાગ્યા; સિનાઈનો પર્વત પણ ઈશ્વરની આગળ ઇઝરાયલના પ્રભુ ઈશ્વરથી કાંપવા લાગ્યો.
hegyek szétfolytak az Örökkévaló előtt, ez a Színaj, az Örökkévaló, Izraél Istene előtt.
6 અનાથના દીકરા શામ્ગારના દિવસોમાં, યાએલના દિવસોમાં, રાજમાર્ગો સૂના પડ્યા હતા અને વટેમાર્ગુઓ ગલીકૂંચીને માર્ગે ચાલતા હતા.
Samgár, Anát fia napjaiban, Jáél napjaiban, szüneteltek az utak; s az ösvényeken járók görbe utakon járnak.
7 ઇઝરાયલનાં ગામો ઉજ્જડ થયાં, તે નિર્જન થયાં, જ્યાં સુધી કે હું દબોરા ઊઠી, હું ઇઝરાયલમાં માતા જેવી ઊભી થઈ, ત્યાં સુધી.
Szüneteltek a nyílt helyek Izraélben, szüneteltek, míg föl nem keltem én Debóra, föl nem keltem, anya Izraélben.
8 તેઓએ નવા દેવોને પસંદ કર્યા અને ત્યાં શહેરના રસ્તાઓમાં લડાઈ થતી હતી; ઇઝરાયલમાં ચાળીસ હજાર મધ્યે ન તો ઢાલ કે ભાલો જોવા મળતો હતો.
Választ új isteneket, akkor harcz a kapuknál, paizs nem látható, sem kopja negyvenezer közt Izraélben.
9 મારું હૃદય ઇઝરાયલના અધિકારીઓ માટે છે, રાજીખુશીથી લોકો સમર્પિત થયા. તેઓને માટે ઈશ્વરને સ્તુત્ય માનો!
Szívem Izraél törvénytevőié, kik fölajálták magukat a nép között: áldjátok az Örökkévalót.
10 ૧૦ તમે જેઓ ઊજળા ગધેડાઓ પર સવારી કરનારા, કિંમતી ગાદલાઓ પર બેસનારા તથા માર્ગોમાં પગે ચાલનારાં, તમે તેનાં ગુણગાન ગાઓ.
Fehérlő szamarakon nyargalók, ti, kik terítőkön ültök, és ti, kik jártok az úton, szólaljatok meg!
11 ૧૧ તીરંદાજોના અવાજથી દૂર, પાણી ભરવાની જગ્યાઓમાં, ત્યાં તેઓ ફરીથી ઈશ્વરના ન્યાયકૃત્યો અને ઇઝરાયલમાં તેમના રાજ્યનાં ન્યાયકૃત્યો, પ્રગટ કરશે. “ત્યારે ઈશ્વરના લોકો શહેરના ભાગળો પાસે આવ્યા.
A zsákmányosztók hangjánál, a merítő vályúk közt – ott beszéljék el az Örökkévaló igaz tetteit; igaz tetteit a nyílt helyekkel Izraélben; akkor leszállt a kapukhoz az Örökkévaló népe.
12 ૧૨ જાગ, જાગ, હે દબોરા; જાગ, જાગ, ગીત ગા! હે બારાક, તું ઊઠ અને હે અબીનોઆમના દીકરા, તને ગુલામ બનાવનારાઓને તું ગુલામ કરી લઈ જા.
Ébredj, ébredj, Debóra; ébredj, ébredj, mondj éneket! Kelj föl, Bárák, vidd el foglyaidat, Abínóám fia.
13 ૧૩ પછી અમીરોમાંથી તથા લોકોમાંથી બચેલા આવ્યા; ઈશ્વર મારે માટે પરાક્રમીઓની વિરુદ્ધ ઊતરી આવ્યા.
Akkor maradék győzött népnek hatalmasain, az Örökkévaló győzött érettem a hősökön.
14 ૧૪ તેઓ એફ્રાઇમમાંથી ઊતરી આવ્યા; જેઓની જડ અમાલેકમાં છે; તારી પાછળ, તારા લોકોમાં બિન્યામીન આવ્યો; માખીરમાંથી અધિકારીઓ અને ઝબુલોનમાંથી અમલદારની છડી ધારણ કરનાર ઊતરી આવ્યા.
Efraim közül – gyökerük Amálékben – utánad, Benjámin, csapatiddal; Mákhir közül leszálltak törvénytevők és Zebúlún közül a törvényíró vesszejével vonulók.
15 ૧૫ અને ઇસ્સાખારના સરદારો દબોરાની સાથે હતા; ઇસ્સાખાર હતો તેવો જ બારાક પણ હતો; તેની આજ્ઞાથી તેના પગ પાછળ તેઓ ખીણમાં ઘસી ગયા. રુબેનની ખીણ પાસે તેઓએ લાંબી મસલત કરી.
Jisszákhárnak nagyjai Debórával, s a mint Jisszákhár, úgy Bárák, völgybe rohant nyomaiban. Reúbén vízerei mentén nagyok a szív fontolgatásai.
16 ૧૬ ટોળાંને બોલાવવાના વાંસળીના નાદ સાંભળવાને તું શા માટે ઘેટાંના વાડામાં બેઠો? રુબેનની ખીણ પાસે લાંબી વિચારણા થઈ.
Mért maradtál az aklok között, hallgatni a nyájak sípolását? Reúbén vízerei mentén nagyok a szív megfontolásai.
17 ૧૭ ગિલ્યાદ યર્દનને પેલે પાર રહ્યો; અને દાન કેમ તે વહાણોમાં રહ્યો? આશેર સમુદ્રને કાંઠે શાંત બેસી રહ્યો અને પોતાની ખાડીઓની પાસે રહ્યો.
Gileád túl a Jordánon vesztegel, Dán pedig – miért lakik hajókon? Ásér maradt tengerek révén és öblei mellett vesztegel!
18 ૧૮ ઝબુલોનની પ્રજાએ તથા નફતાલીએ મેદાનનાં ઉચ્ચસ્થાનોમાં, પોતાના જીવોને મોત સુધી જોખમમાં નાખ્યા.
Zebúlún nép, mely halálnak vetette oda életét, Naftáli is a mezőség magaslatain.
19 ૧૯ રાજાઓ આવીને લડ્યા, ત્યારે મગિદ્દોનાં પાણીની પાસેના તાનાખમાં, કનાનના રાજાઓએ યુદ્ધ કર્યું; તેઓએ ધનનો કંઈ લાભ લીધો નહિ.
Jöttek királyok, harczoltak, akkor harczoltak Kanaán királyai, Táanákhban, Megiddó vizeinél, prédát ezüstben nem nyertek.
20 ૨૦ આકાશમાંના તારાઓએ યુદ્ધ કર્યું, તારાઓએ પોતાની કક્ષામાં સીસરાની સામે યુદ્ધ કર્યું.
Egekből harczoltak, a csillagok pályáikból harczoltak Szíszera ellen.
21 ૨૧ કીશોન નદી તેઓને ઘસડી લઈ ગઈ, એટલે પેલી પ્રાચીન નદી, કીશોન નદી. રે મારા જીવ, તું પરાક્રમી થા અને આગળ ચાલ!
Kísón patakja elsodorta őket, őskor patakja Kísón patakja. Lépj föl, lelkem, hatalommal!
22 ૨૨ ત્યારે કૂદવાથી, એટલે બળવાન ઘોડાઓનાં કૂદવાથી તેઓની ખરીઓના ધબકારા વાગ્યા.
Akkor dobogtak a ló patái ügetéstől, ügetésétől méneinek.
23 ૨૩ ઈશ્વરના દૂતે કહ્યું, ‘મેરોઝને શાપ દો!’ ‘તેના રહેવાસીઓને સખત શાપ દો; કેમ કે તેઓ ઈશ્વરની મદદે, એટલે બળવાનની વિરુદ્ધ ઈશ્વરની મદદે આવ્યા નહિ.’
Átkozzátok Mérózt – szól az Örökkévaló angyala – átkozzátok átkozva lakóit, hogy nem jöttek az Örökkévaló segítségére, az Örökkévaló segítségére a hősök közt.
24 ૨૪ હેબેર કેનીની પત્ની યાએલ અન્ય સ્ત્રીઓ કરતાં વધારે આશીર્વાદિત છે; તે તંબુમાંની સ્ત્રીઓ કરતાં તે વિશેષ આશીર્વાદિત છે.
Áldassék az asszonyok fölött Jáél, a kénita Chéber neje; a sátorülő asszonyok fölött áldassék!
25 ૨૫ તે માણસે પાણી માગ્યું, ત્યારે યાએલે તેને દૂધ આપ્યું; બહુ મૂલ્યવાન થાળીમાં તેને માટે તે માખણ લાવી.
Vizet kért, tejet adott, urak csészéjében nyújtotta a tejfölt.
26 ૨૬ તેણે પોતાના હાથમાં મેખ લીધી અને પોતાના જમણાં હાથમાં મજૂરની હથોડી લીધી; અને તે હથોડીથી તેણીએ સીસરાને માર્યો; તેણે તેનું માથું કચડી નાખ્યું, તેણે તેનું માથું વીંધ્યું અને તેની આરપાર ખીલો ઘુસાડી દીધો.
Kezét kinyújtja a szög után, jobbját a munkások pörölye után, rácsap Szíszerára, beveri fejét, összezúzza, átfúrja halántékát.
27 ૨૭ તેના ચરણ આગળ તે નમ્યો, તે પડ્યો, તે ત્યાં સૂતો; તેના ચરણ આગળ તે નમ્યો, તે જ્યાં નમ્યો, ત્યાં તે મારી નંખાયો.
Lábai között alágörnyedt, lehanyatlott, ott feküdt; lábai között alágörnyedt, lehanyatlott; a hol alágörnyedt, ott lehanyatlott legyőzötten.
28 ૨૮ સીસરાની માતાએ બારીમાંથી જોયું, જાળીમાંથી દુઃખી થઈને પોક મૂકીને કહ્યું, ‘તેના રથને આવતાં આટલી બધી વાર કેમ લાગી? તેના રથોનાં પૈડાં કેમ વિલંબ કરે છે?’
Az ablakon kitekintett és jajgatott, Szíszera anyja a rácsozaton át: Miért késik jönni szekérhada, miért késnek fogatainak léptei?
29 ૨૯ તેની શાણી સખીઓએ તેને ઉત્તર આપ્યો, હા, તેણે પોતે પણ પોતાને ઉત્તર આપીને કહ્યું,
A legbölcsebbik a hölgyei között felel neki, ő is válaszol a szavaira:
30 ૩૦ ‘શું તેઓને લૂંટ તો મળી નહિ હોય? શું, તેઓએ તે વહેંચી તો લીધી નહિ હોય? પ્રત્યેક પુરુષના હિસ્સામાં એક કે બે કુંમારિકા મળી હશે; શું, સીસરાને રંગબેરંગી વસ્ત્રનો હિસ્સો તથા રંગબેરંગી ભરતકામનો હિસ્સો, એટલે મારા ગળાની બન્ને બાજુએ રંગબેરંગી ભરત ભરેલો વસ્ત્રનો હિસ્સો મળ્યો હશે?’
hisz csak lelnek, osztanak zsákmányt, egy leányzót, két leányzót minden férfinak, tarka ruhák zsákmányát Szíszerának, tarka ruhák zsákmányát, varrottast, tarka ruhát, két varrottast a rabnő nyakára.
31 ૩૧ હે ઈશ્વર, તમારા સર્વ વૈરીઓ એ જ રીતે નાશ પામે, પણ જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે તેઓ, જેમ સૂર્ય પૂર્ણ પ્રકાશથી ઊગે છે તેના જેવા થાઓ. ત્યારે ચાળીસ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.
Így vesszenek el ellenségeid mind, oh Örökkévaló; de a kik szeretik őt – mint mikor fölkel a nap az ő hatalmában! – És nyugta volt az országnak negyven évig.

< ન્યાયાધીશો 5 >