< ન્યાયાધીશો 5 >
1 ૧ તે દિવસે દબોરાએ તથા અબીનોઆમના દીકરા બારાકે આ ગીત ગાયું:
Zpívala pak písničku Debora a Barák syn Abinoemův v ten den, řkouc:
2 ૨ “જયારે આગેવાનોએ ઇઝરાયલમાં આગેવાની આપી, ત્યારે લોકો યુદ્ધ માટે રાજીખુશીથી સમર્પિત થયા, અમે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ!
Pro pomstu učiněnou v Izraeli, a pro lid, kterýž se k tomu dobrovolně měl, dobrořečte Hospodinu.
3 ૩ ‘રાજાઓ, તમે સાંભળો! ઓ આગેવાનો, ધ્યાન આપો! હું ઈશ્વર માટે ગાઈશ; હું ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની સ્તુતિ ગાઈશ.
Slyštež králové, a ušima pozorujte knížata, já, já zpívati budu Hospodinu, žalmy zpívati budu Hospodinu Bohu Izraelskému.
4 ૪ ઈશ્વર, જયારે તમે સેઈરમાંથી આવ્યા, જયારે તમારી સવારી અદોમમાંથી નીકળી, ત્યારે પૃથ્વી કાંપી અને આકાશમાંથી અને વાદળોમાંથી પાણી પણ પડ્યું.
Hospodine, když jsi vyšel z Seir, když jsi se bral z pole Edomského, třásla se země, nebesa dštila, a oblakové déšť vydali.
5 ૫ ઈશ્વરની આગળ પર્વતો કાંપવા લાગ્યા; સિનાઈનો પર્વત પણ ઈશ્વરની આગળ ઇઝરાયલના પ્રભુ ઈશ્વરથી કાંપવા લાગ્યો.
Hory se rozplynuly od tváři Hospodinovy, i ta hora Sinai třásla se před tváří Hospodina Boha Izraelského.
6 ૬ અનાથના દીકરા શામ્ગારના દિવસોમાં, યાએલના દિવસોમાં, રાજમાર્ગો સૂના પડ્યા હતા અને વટેમાર્ગુઓ ગલીકૂંચીને માર્ગે ચાલતા હતા.
Za dnů Samgara syna Anatova, a za dnů Jáhel spustly silnice, kteříž pak šli stezkami, zacházeli cestami křivými.
7 ૭ ઇઝરાયલનાં ગામો ઉજ્જડ થયાં, તે નિર્જન થયાં, જ્યાં સુધી કે હું દબોરા ઊઠી, હું ઇઝરાયલમાં માતા જેવી ઊભી થઈ, ત્યાં સુધી.
Spustly vsi v Izraeli, spustly, pravím, až jsem povstala já Debora, povstala jsem matka v Izraeli.
8 ૮ તેઓએ નવા દેવોને પસંદ કર્યા અને ત્યાં શહેરના રસ્તાઓમાં લડાઈ થતી હતી; ઇઝરાયલમાં ચાળીસ હજાર મધ્યે ન તો ઢાલ કે ભાલો જોવા મળતો હતો.
Kterýžto kdyžkoli sobě zvoloval bohy nové, tedy bývala válka v branách, pavézy pak ani kopí nebylo vidíno mezi čtyřidcíti tisíci v Izraeli.
9 ૯ મારું હૃદય ઇઝરાયલના અધિકારીઓ માટે છે, રાજીખુશીથી લોકો સમર્પિત થયા. તેઓને માટે ઈશ્વરને સ્તુત્ય માનો!
Srdce mé nakloněno jest k správcům Izraelským a k těm, kteříž tak ochotní byli mezi jinými. Dobrořečtež Hospodinu.
10 ૧૦ તમે જેઓ ઊજળા ગધેડાઓ પર સવારી કરનારા, કિંમતી ગાદલાઓ પર બેસનારા તથા માર્ગોમાં પગે ચાલનારાં, તમે તેનાં ગુણગાન ગાઓ.
Kteříž jezdíte na bílých oslicích, kteříž bydlíte při Middin, a kteříž chodíte po cestách, vypravujtež,
11 ૧૧ તીરંદાજોના અવાજથી દૂર, પાણી ભરવાની જગ્યાઓમાં, ત્યાં તેઓ ફરીથી ઈશ્વરના ન્યાયકૃત્યો અને ઇઝરાયલમાં તેમના રાજ્યનાં ન્યાયકૃત્યો, પ્રગટ કરશે. “ત્યારે ઈશ્વરના લોકો શહેરના ભાગળો પાસે આવ્યા.
Že vzdálen hluk střelců na místech, kdež se voda váží; i tam vypravujte hojnou spravedlnost Hospodinovu, hojnou spravedlnost k obyvatelům vsí jeho v Izraeli; tehdážť vstupovati bude k branám lid Hospodinův.
12 ૧૨ જાગ, જાગ, હે દબોરા; જાગ, જાગ, ગીત ગા! હે બારાક, તું ઊઠ અને હે અબીનોઆમના દીકરા, તને ગુલામ બનાવનારાઓને તું ગુલામ કરી લઈ જા.
Povstaň, povstaň, Deboro, povstaniž, povstaniž a vypravuj píseň, povstaň, Baráku, a zajmi jaté své, synu Abinoemův.
13 ૧૩ પછી અમીરોમાંથી તથા લોકોમાંથી બચેલા આવ્યા; ઈશ્વર મારે માટે પરાક્રમીઓની વિરુદ્ધ ઊતરી આવ્યા.
Tehdážtě potlačenému dopomoženo k opanování silných reků z lidu; Hospodintě mi ku panování dopomohl nad silnými.
14 ૧૪ તેઓ એફ્રાઇમમાંથી ઊતરી આવ્યા; જેઓની જડ અમાલેકમાં છે; તારી પાછળ, તારા લોકોમાં બિન્યામીન આવ્યો; માખીરમાંથી અધિકારીઓ અને ઝબુલોનમાંથી અમલદારની છડી ધારણ કરનાર ઊતરી આવ્યા.
Z Efraima kořen jejich bojoval proti Amalechitským; za tebou, Efraime, Beniamin s lidem tvým; z Machira táhli vydavatelé zákona, a z Zabulona písaři.
15 ૧૫ અને ઇસ્સાખારના સરદારો દબોરાની સાથે હતા; ઇસ્સાખાર હતો તેવો જ બારાક પણ હતો; તેની આજ્ઞાથી તેના પગ પાછળ તેઓ ખીણમાં ઘસી ગયા. રુબેનની ખીણ પાસે તેઓએ લાંબી મસલત કરી.
Knížata také z Izachar s Deborou, ano i všecko pokolení Izacharovo, jako i Barák do údolí poslán jest pěšky, ale veliké hrdiny u sebe jsou v podílu Rubenovu.
16 ૧૬ ટોળાંને બોલાવવાના વાંસળીના નાદ સાંભળવાને તું શા માટે ઘેટાંના વાડામાં બેઠો? રુબેનની ખીણ પાસે લાંબી વિચારણા થઈ.
Jak jsi mohl mlče seděti mezi dvěma ohradami, poslouchaje řvání stád? Veliké hrdiny u sebe jsou v podílu Rubenovu.
17 ૧૭ ગિલ્યાદ યર્દનને પેલે પાર રહ્યો; અને દાન કેમ તે વહાણોમાં રહ્યો? આશેર સમુદ્રને કાંઠે શાંત બેસી રહ્યો અને પોતાની ખાડીઓની પાસે રહ્યો.
Zdali i Galád před Jordánem nebydlil? Ale Dan proč zůstal při lodech? Asser seděl na břehu mořském, a v lomích svých bydlil.
18 ૧૮ ઝબુલોનની પ્રજાએ તથા નફતાલીએ મેદાનનાં ઉચ્ચસ્થાનોમાં, પોતાના જીવોને મોત સુધી જોખમમાં નાખ્યા.
Zabulon, lid udatný, vynaložil duši svou na smrt, též i Neftalím na vysokých místech pole.
19 ૧૯ રાજાઓ આવીને લડ્યા, ત્યારે મગિદ્દોનાં પાણીની પાસેના તાનાખમાં, કનાનના રાજાઓએ યુદ્ધ કર્યું; તેઓએ ધનનો કંઈ લાભ લીધો નહિ.
Králové přitáhše, bojovali, tehdáž bojovali králové Kananejští v Tanach při vodách Mageddo, a však kořisti stříbra nevzali.
20 ૨૦ આકાશમાંના તારાઓએ યુદ્ધ કર્યું, તારાઓએ પોતાની કક્ષામાં સીસરાની સામે યુદ્ધ કર્યું.
S nebe bojováno, hvězdy z míst svých bojovaly proti Zizarovi.
21 ૨૧ કીશોન નદી તેઓને ઘસડી લઈ ગઈ, એટલે પેલી પ્રાચીન નદી, કીશોન નદી. રે મારા જીવ, તું પરાક્રમી થા અને આગળ ચાલ!
Potok Císon smetl je, potok Kedumim, potok Císon; všecko to pošlapala jsi, duše má, udatně.
22 ૨૨ ત્યારે કૂદવાથી, એટલે બળવાન ઘોડાઓનાં કૂદવાથી તેઓની ખરીઓના ધબકારા વાગ્યા.
Tehdáž otloukla se kopyta koňů od dupání velikého pod jezdci silnými.
23 ૨૩ ઈશ્વરના દૂતે કહ્યું, ‘મેરોઝને શાપ દો!’ ‘તેના રહેવાસીઓને સખત શાપ દો; કેમ કે તેઓ ઈશ્વરની મદદે, એટલે બળવાનની વિરુદ્ધ ઈશ્વરની મદદે આવ્યા નહિ.’
Zlořečte Merozu, praví anděl Hospodinův, zlořečte velice obyvatelům jeho, nebo nepřišli na pomoc Hospodinu, ku pomoci Hospodinu proti silným.
24 ૨૪ હેબેર કેનીની પત્ની યાએલ અન્ય સ્ત્રીઓ કરતાં વધારે આશીર્વાદિત છે; તે તંબુમાંની સ્ત્રીઓ કરતાં તે વિશેષ આશીર્વાદિત છે.
Požehnaná buď nad jiné ženy Jáhel, manželka Hebera Cinejského, nad ženy v staních bydlící buď požehnaná.
25 ૨૫ તે માણસે પાણી માગ્યું, ત્યારે યાએલે તેને દૂધ આપ્યું; બહુ મૂલ્યવાન થાળીમાં તેને માટે તે માખણ લાવી.
On vody žádal, ona mléka dala, v koflíku knížecím podala másla.
26 ૨૬ તેણે પોતાના હાથમાં મેખ લીધી અને પોતાના જમણાં હાથમાં મજૂરની હથોડી લીધી; અને તે હથોડીથી તેણીએ સીસરાને માર્યો; તેણે તેનું માથું કચડી નાખ્યું, તેણે તેનું માથું વીંધ્યું અને તેની આરપાર ખીલો ઘુસાડી દીધો.
Levou ruku svou k hřebu vztáhla, a pravou ruku svou k kladivu dělníků, i udeřila Zizaru, a ztloukla hlavu jeho, probodla a prorazila židoviny jeho.
27 ૨૭ તેના ચરણ આગળ તે નમ્યો, તે પડ્યો, તે ત્યાં સૂતો; તેના ચરણ આગળ તે નમ્યો, તે જ્યાં નમ્યો, ત્યાં તે મારી નંખાયો.
U noh jejích skrčil se, padl, ležel, u noh jejích skrčil se, padl; kdež se skrčil, tu padl zabitý.
28 ૨૮ સીસરાની માતાએ બારીમાંથી જોયું, જાળીમાંથી દુઃખી થઈને પોક મૂકીને કહ્યું, ‘તેના રથને આવતાં આટલી બધી વાર કેમ લાગી? તેના રથોનાં પૈડાં કેમ વિલંબ કરે છે?’
Vyhlídala z okna skrze mříži, a naříkala matka Zizarova, řkuci: Proč se tak dlouho vůz jeho nevrací? Proč prodlévají vraceti se domů vozové jeho?
29 ૨૯ તેની શાણી સખીઓએ તેને ઉત્તર આપ્યો, હા, તેણે પોતે પણ પોતાને ઉત્તર આપીને કહ્યું,
Moudřejší pak z předních služebnic jejích odpovídaly, i ona sama také sobě odpovídala:
30 ૩૦ ‘શું તેઓને લૂંટ તો મળી નહિ હોય? શું, તેઓએ તે વહેંચી તો લીધી નહિ હોય? પ્રત્યેક પુરુષના હિસ્સામાં એક કે બે કુંમારિકા મળી હશે; શું, સીસરાને રંગબેરંગી વસ્ત્રનો હિસ્સો તથા રંગબેરંગી ભરતકામનો હિસ્સો, એટલે મારા ગળાની બન્ને બાજુએ રંગબેરંગી ભરત ભરેલો વસ્ત્રનો હિસ્સો મળ્યો હશે?’
Zdali ale dosáhli něčeho, a dělí kořisti? Děvečku jednu neb dvě na každého muže, loupeže rozdílných barev samému Zizarovi, kořisti rozdílných barev krumpovaným dílem, roucho rozdílných barev krumpovaným dílem na hrdlo loupežníků.
31 ૩૧ હે ઈશ્વર, તમારા સર્વ વૈરીઓ એ જ રીતે નાશ પામે, પણ જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે તેઓ, જેમ સૂર્ય પૂર્ણ પ્રકાશથી ઊગે છે તેના જેવા થાઓ. ત્યારે ચાળીસ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.
Tak ať zahynou všickni nepřátelé tvoji, ó Hospodine, tebe pak milující ať jsou jako slunce vzcházející v síle své. I byla v pokoji země za čtyřidceti let.