< ન્યાયાધીશો 4 >
1 ૧ એહૂદના મરણ પછી, ઇઝરાયલ લોકોએ ફરીથી દુષ્ટ કૃત્યોથી તથા જે દુષ્ટ આચરણો કર્યા અને તેથી ઈશ્વરનો અનાદર કર્યો.
А по смрти Аодовој опет синови Израиљеви чинише што је зло пред Господом.
2 ૨ તેથી ઈશ્વરે તેઓને હાસોરમાં રાજ કરનાર કનાનના રાજા યાબીનના હાથમાં સોંપ્યાં. તેના સૈન્યનો સેનાપતિ બિનયહૂદી હતો તે હરોશેથ-હગોઈમનો રહેવાસી હતો તેનું નામ સીસરા હતું.
И Господ их даде у руке Јавину цару хананском, који владаше у Асору, а војсци његовој беше војвода Сисара, који живљаше у Аросету незнабожачком.
3 ૩ ઇઝરાયલ લોકોએ ઈશ્વરની આગળ મદદ માટે પોકાર કર્યો, કારણ કે સીસરાની પાસે લોખંડના નવ હજાર રથો હતા, તેણે વીસ વર્ષ સુધી ઇઝરાયલ લોકો પર જુલમ ગુજાર્યો.
И синови Израиљеви вапише ка Господу; јер он имаше девет стотина гвоздених кола, и веома притешњаваше синове Израиљеве двадесет година.
4 ૪ હવે તે સમયે લાપીદોથની પત્ની, દબોરા પ્રબોધિકા આગેવાન તરીકે, ઇઝરાયલનો ન્યાય કરતી હતી.
У то време Девора пророчица, жена Лафидотова, суђаше Израиљу.
5 ૫ તે એફ્રાઇમના પહાડી પ્રદેશમાંના રામા તથા બેથેલની વચમાં દબોરાની ખજૂરીની નીચે બેસતી હતી અને ઇઝરાયલ લોકો તેની પાસે ન્યાય મેળવવા માટે આવતા હતા.
И Девора становаше под палмом између Раме и Ветиља у гори Јефремовој, и долажаху к њој синови Израиљеви на суд.
6 ૬ તેણે કેદેશ નફતાલીથી અબીનોઆમના દીકરા બારાકને તેડાવીને તેને કહ્યું, “ઈશ્વર ઇઝરાયલના પ્રભુએ શું તમને આજ્ઞા આપી નથી કે, તું ‘તાબોર પર્વતની પાસે જા અને નફતાલી તથા ઝબુલોનના પુરુષોમાંથી દસ હજારને તારી સાથે લે.
А она пославши дозва Варака сина Авинејемова из Кедеса Нефталимовог, и рече му: Није ли заповедио Господ Бог Израиљев: Иди, скупи народ на гори Тавор, и узми са собом десет хиљада људи између синова Нефталимових и синова Завулонових?
7 ૭ યાબીનના સૈન્યના સેનાપતિ સીસરાને, કીશોન નદી નજીક મળીશ, તેના રથો તથા તેના સૈન્ય સાથે હું તેને તારી પાસે કીશોન નદીને કિનારે લાવીશ. અને તેને તારા હાથમાં સોંપી દઈશ.”
Јер ћу довести к теби на поток Кисон Сисару војводу Јавиновог и кола његова и људство његово, и предаћу га теби у руке.
8 ૮ બારાકે તેને કહ્યું, “જો તું મારી સાથે આવે, તો હું જાઉં, પણ જો તું મારી સાથે નહિ આવે, તો હું નહિ જાઉં.”
А Варак јој рече: Ако ћеш ти ићи са мном, ићи ћу; ако ли нећеш ићи са мном, нећу ићи.
9 ૯ તેણે કહ્યું, “હું નિશ્ચે તારી સાથે આવીશ. તોપણ, તું જે આગેવાની કરવાનો છે તેમાં તને જશ મળશે નહિ, કેમ કે ઈશ્વર એક સ્ત્રીની તાકાતથી સીસરાને હરાવશે.” પછી દબોરા ઊભી થઈ અને બારાકની સાથે કેદેશ ગઈ.
А она рече: Ја ћу ићи с тобом, али нећеш имати славе на путу којим ћеш ићи; јер ће жени у руку дати Господ Сисару. И уставши Девора отиде с Вараком у Кедес.
10 ૧૦ બારાકે ઝબુલોન તથા નફતાલીનના પુરુષોને કેદેશમાં એકત્ર કર્યાં. તેની પાછળ દસ હજાર પુરુષો ગયા અને દબોરા તેની સાથે ગઈ.
И Варак сазвавши синове Завулонове и Нефталимове у Кедес, поведе са собом десет хиљада људи; и Девора иђаше с њим.
11 ૧૧ હવે હેબેર કેનીએ પોતાને કેનીઓથી અલગ કર્યો. તેઓ મૂસાના સાળા હોબાબના વંશજો હતા - અને તેણે તેનો તંબુ કેદેશ પાસેના સાનાન્નીમમાંના એલોન વૃક્ષ જેટલે દૂર લગાવ્યો હતો.
А Евер Кенејин беше се одвојио од Кенеја, од синова Овава таста Мојсијевог, и беше разапео свој шатор код храстова занајимских, а то је код Кедеса.
12 ૧૨ જયારે તેઓએ સીસરાને ખબર આપી કે અબીનોઆમનો દીકરો બારાક તાબોર પર્વત પર ગયો છે,
И јавише Сисари да је изашао Варак син Авинејемов на гору Тавор.
13 ૧૩ ત્યારે સીસરાએ પોતાના સર્વ રથો, નવસો લોખંડના રથો અને વિદેશીઓના હરોશેથ-હગોઈમથી તે કીશોન નદી સુધી જે લોકો તેની સાથે હતા તે સર્વને એકત્ર કર્યા.
И Сисара скупи сва кола своја, девет стотина кола гвоздених, и сав народ који беше с њим од Аросета незнабожачкога до потока Кисона.
14 ૧૪ દબોરાએ બારાકને કહ્યું, “જા! કેમ કે આજે ઈશ્વરે સીસરાને તારા હાથમાં સોંપી દીધો છે. શું ઈશ્વર તમારા અગ્રેસર નથી?” તેથી બારાક તાબોર પર્વત પરથી નીચે ઊતર્યો, તેની સાથેના દસ હજાર પુરુષો તેની પાછળ ગયા.
Тада рече Девора Вараку: Устани, јер је ово дан, у који ти даде Господ Сисару у руке. Не иде ли Господ пред тобом? И Варак сиђе с горе Тавора, и десет хиљада људи за њим.
15 ૧૫ ઈશ્વરે સીસરાનો તેના સૈન્યનો, તેના સર્વ રથોનો અને બારાકની આગળ પરાજય કર્યો, તેથી સીસરા પોતાના રથમાંથી ઊતરીને નાસી ગયો.
И Господ смете Сисару и сва кола његова и сву војску оштрим мачем пред Вараком; и Сисара сиђе с кола својих и побеже пешице.
16 ૧૬ પણ બારાક વિદેશીઓના હરોશેથ-હગોઈમ સુધી સૈન્યની પાછળ પડ્યો તેથી સીસરાનું સર્વ સૈન્ય તલવારે મરાયું અને એકપણ માણસ બચ્યો નહિ.
А Варак потера кола и војску до Аросета незнабожачкога; и паде сва војска Сисарина од оштрог мача, не оста ниједан.
17 ૧૭ પણ સીસરા ચાલીને હેબેર કેનીની પત્ની યાએલના તંબુમાં નાસી ગયો, કેમ કે ત્યાં હાસોરના રાજા યાબીનની તથા હેબેર કેનીના કુટુંબ વચ્ચે સલાહસંપ હતો.
А Сисара утече пешице до шатора Јаиље жене Евера Кенејина; јер беше мир међу Јавином царем асорским и домом Евера Кенејина.
18 ૧૮ યાએલ સીસરાને મળવા બહાર નીકળી અને તેને કહ્યું, “ઓ મારા માલિક, આ બાજુ આવ; મારી આ બાજુ આવ અને ગભરાઈશ નહિ.” તે તેના તંબુમાં ગયો અને તેણે તેને ધાબળો ઓઢાડ્યો.
И изиђе Јаиља на сусрет Сисари, и рече му: Склони се, господару, склони се код мене; не бој се. И он се склони код ње у шатор, и она га покри покривачем.
19 ૧૯ સીસરાએ તેને કહ્યું, “કૃપા કરીને મને થોડું પાણી આપ, કેમ કે મને તરસ લાગી છે.” તેણે એક મશક ઉઘાડીને તેને પીવાને દૂધ આપ્યું અને તેણે તેના પર ફરીથી ધાબળો ઓઢાડી દીધો.
А он јој рече: Дај ми мало воде да се напијем, јер сам жедан. А она отвори мех млека и напоји га, па га покри.
20 ૨૦ તેણે તેને કહ્યું, “તું ખુલ્લાં તંબુએ ઊભી રહે. જો કોઈ આવીને તને પૂછે કે, ‘કોઈ અહીં છે?’ તો તારે કહેવું કે, ‘નથી.’”
А он јој рече: Стој на вратима од шатора, и ако ко дође и запита те и рече: Има ли ту ко? Реци: Нема.
21 ૨૧ પછી યાએલ હેબેરની પત્ની તંબુમાં અણીદાર લાકડું તથા હાથમાં હથોડી લઈને છાનીમાની તેની પાસે ગઈ, કેમ કે તે ભરનિદ્રામાં હતો, તેણે તેના માથામાં તે લાકડું માર્યું અને તે તેને વીંધીને જમીનમાં પેસી ગયું. એથી તે મૂર્છા ખાઈને મરણ પામ્યો.
Тада Јаиља жена Еверова узе колац од шатора, и узе маљ у руку, и приступи к њему полако, и сатера му колац кроз слепе очи, те прође у земљу, кад спаваше тврдо уморан, и умре.
22 ૨૨ જેવો બારાક સીસરા પાછળ પડ્યો હતો, તેવી યાએલ તેને મળવાને આવી અને તેને કહ્યું, “આવ, જેને તું શોધે છે તે હું તને બતાવું.” જેથી તે તેની સાથે અંદર ગયો, તેણે જોયું કે સીસરા માથામાં અણીદાર ભોંકેલા લાકડા સાથે ત્યાં મૃત અવસ્થામાં પડેલો હતો.
И гле, Варак тераше Сисару, и Јаиља му изиђе на сусрет, и рече му: Ходи да ти покажем човека ког тражиш. И уђе к њој, и гле Сисара лежаше мртав, и колац му у слепим очима.
23 ૨૩ આ રીતે તે દિવસે ઈશ્વરે કનાનના રાજા યાબીનને ઇઝરાયલ લોકોની સામે હરાવ્યો.
Тако покори Бог у онај дан Јавина цара хананског пред синовима Израиљевим.
24 ૨૪ ઇઝરાયલના લોકો કનાનના રાજા યાબીનની સામે વધારે અને વધારે ભારે થતાં ગયા. એટલા બધા બળવાન થયા કે તેઓએ તેનો નાશ કર્યો.
И рука синова Израиљевих биваше све тежа Јавину цару хананском, докле не истребише Јавина цара хананског.