< ન્યાયાધીશો 3 >

1 હવે ઈશ્વરે જેઓએ કનાનની લડાઈઓનો અનુભવ કર્યો ન હતો એવા ઇઝરાયલી લોકોની પરીક્ષા કરવાને,
ခါနာန်ပြည်၌ တိုက်သော စစ်မှုရှိသမျှတို့ကို မသိသော ဣသရေလအမျိုးသားအပေါင်းတို့ကို စုံစမ်း ခြင်းငှါ၎င်း၊ စစ်မှုကို မသိသော ဣသရေလအမျိုးသားအစဉ်အဆက်တို့သည် စစ်အတတ်ကို သင်၍ တတ်စေခြင်းငှါ၎င်း၊ ထာဝရဘုရား ချန်ထားတော်မူသော လူမျိုးများ ဟူမူကား၊
2 ઇઝરાયલની નવી પેઢીઓ, એટલે જેઓને અગાઉ યુદ્ધ વિષે કંઈ માહિતી ન હતી તેઓ યુદ્ધકળા શીખે તે માટે ઈશ્વરે જે દેશજાતિઓ રહેવા દીધી તે આ છે:
3 પલિસ્તીઓના પાંચ સરદારો, સર્વ કનાનીઓ, સિદોનીઓ અને બઆલ-હેર્મોનના પહાડથી હમાથ જવાના માર્ગ સુધી લબાનોન પર્વતમાં રહેનારા હિવ્વીઓ.
ဖိလိတ္တိမင်းငါးပါးအစရှိသော ခါနနိလူအမျိုးမျိုး၊ ဇိဒုန်လူ၊ ဗာလဟေရမုန်တောင်မှစ၍ ဟာမတ်လမ်းဝတိုင်အောင် လေဗနုန်တောင်ပေါ်မှာနေသော ဟိဝိလူတို့သည် ကျန်ကြွင်းကြ၏။
4 ઈશ્વરે જે આજ્ઞાઓ મૂસા દ્વારા તેઓના પૂર્વજોને આપી હતી, તે આજ્ઞાઓ ઇઝરાયલ પાળશે કે નહિ, એ જાણવા, તેઓથી તેમની પરીક્ષા કરવા માટે તે લોકોને રહેવા દેવામાં આવ્યા હતા.
ထာဝရဘုရားသည် မောရှေအားဖြင့် ဘိုးဘေးတို့ကို မှာထားတော်မူသော ပညတ်များအတိုင်း ကျင့်မည် မကျင့်မည်ကို ထင်ရှားစေခြင်းငှါ ဣသရေလအမျိုးကို စုံစမ်းဘို့ရာ ဖြစ်သတည်း။
5 તેથી ઇઝરાયલ લોકો કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરિઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓની મધ્યે રહેતા હતા.
ဣသရေလအမျိုးသားတို့သည် ခါနနိလူ၊ ဟိတ္တိလူ၊ အာမောရိလူ၊ ဖေရဇိလူ၊ ဟိဝိလူ၊ ယေဗုသိလူတို့တွင် နေ၍၊
6 તેઓની દીકરીઓ સાથે તેઓ લગ્ન સંબંધો બાંધતા હતા, તેઓના દીકરાઓને પોતાની દીકરીઓ આપતા હતા અને તેઓના દેવોની પૂજા કરતા હતા.
သူတို့သမီးနှင့် စုံဘက်ခြင်းကို ပြုလျက်၊ မိမိတို့သမီးကို ပေးစားလျက်၊ သူတို့ဘုရားများကို ဝတ်ပြုကြ၏။
7 ઇઝરાયલના લોકોએ ઈશ્વરની નજરમાં જે દુષ્ટ હતું તે કર્યું અને પોતાના ઈશ્વરને વીસરી જઈને બઆલીમ તથા અશેરોથની પૂજા કરી.
ဣသရေလအမျိုးသားတို့သည် ထာဝရဘုရားရှေ့တော်၌ ဒုစရိုက်ကို ပြု၍ မိမိတို့ဘုရားသခင် ထာဝရဘုရားကို မေ့လျော့သဖြင့်၊ ဗာလဘုရားများ၊ အာရှရပင်များကို ဝတ်ပြုသောကြောင့်၊
8 તે માટે ઈશ્વરનો કોપ ઇઝરાયલ પર સળગી ઊઠ્યો અને તેમણે અરામ-નાહરાઈમના રાજા કૂશાન-રિશાથાઈમના હાથમાં તેઓને વેચી દીધા. આઠ વર્ષ સુધી ઇઝરાયલના લોકો કૂશાન-રિશાથાઈમને તાબે રહ્યા.
ထာဝရဘုရားသည် ဣသရေလအမျိုး၌ ပြင်းစွာ အမျက်တော်ထွက်၍၊ မေသောပေါတာမိရှင်ဘုရင် ခုရှံရှသိမ်၌ ရောင်းတော်မူသဖြင့်၊ ဣသရေလလူတို့သည် ရှစ်နှစ်ပတ်လုံး ထိုရှင်ဘုရင်ထံ၌ ကျွန်ခံရကြ၏။
9 જયારે ઇઝરાયલના લોકો ઈશ્વર આગળ રડ્યા, ત્યારે ઈશ્વરે ઇઝરાયલનો બચાવ કરવા સારુ કાલેબના નાના ભાઈ, કનાઝનો દીકરો, ઓથ્નીએલને ઇઝરાયલના લોકોને મદદ માટે તૈયાર કર્યો. તેણે તેઓનો બચાવ કર્યો.
နောက်တဖန် ထာဝရဘုရားကို အော်ဟစ်ကြသောအခါ၊ ကယ်တင်သောသခင်၊ ကာလက်ညီ၊ ကေနတ်၏သားဩသံယေလကို သူတို့အဘို့ ပေါ်ထွန်းစေတော်မူ၏။
10 ૧૦ ઈશ્વરના આત્માએ તેને સામર્થ્ય આપ્યું અને તેણે ઇઝરાયલનો ન્યાય કર્યો અને તે લડાઈ કરવા ગયો. ઈશ્વરે તેને અરામના રાજા કૂશાન રિશાથાઈમ પર વિજય અપાવ્યો. ઓથ્નીએલના સામર્થ્યથી કૂશાન-રિશાથાઈમનો પરાજય થયો.
၁၀ထာဝရဘုရား၏ ဝိညာဉ်တော်သည် သူ့အပေါ်သို့ သက်ရောက်သဖြင့်၊ သူသည် ဣသရေလအမျိုးကို အုပ်စိုး၍ စစ်ချီလေ၏။ မေသောပေါတာမိရှင်ဘုရင် ခုရှံရိရှသိမ်ကို သူ့လက်၌ ထာဝရဘုရား အပ်တော်မူသဖြင့်၊ သူသည် ထိုရှင်ဘုရင်ကို အောင်လေ၏။
11 ૧૧ ચાળીસ વર્ષ સુધી આ દેશમાં શાંતિ રહી. પછી કનાઝનો દીકરો, ઓથ્નીએલ મરણ પામ્યો.
၁၁အနှစ်လေးဆယ်တိုင်တိုင် တပြည်လုံးငြိမ်းပြီးမှ၊ ကေနတ်၏သား ဩသံယေလသည် သေလေ၏။
12 ૧૨ ઇઝરાયલના લોકોએ ફરી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, ઈશ્વરે તે જોયું. તેથી ઈશ્વરે મોઆબના રાજા એગ્લોનને ઇઝરાયલની સામે બળવાન કર્યો, કારણ કે ઇઝરાયલીઓએ દુરાચાર કર્યો હતો.
၁၂တဖန် ဣသရေလအမျိုးသည် ထာဝရဘုရားရှေ့တော်၌ ဒုစရိုက်ကို ပြုသောကြောင့်၊ မောဘရှင်ဘုရင် ဧဂလုန်ကို ဣသရေလအမျိုးတဘက်၌ ခွန်အားနှင့် ပြည့်စုံစေတော်မူ၏။
13 ૧૩ એગ્લોને આમ્મોનીઓ તથા અમાલેકીઓને પોતાની સાથે લઈને ઇઝરાયલીઓને હરાવ્યા અને ખજૂરીઓના નગરને કબજે કરી લીધું.
၁၃ထိုမင်းသည် အမ္မုန်အမျိုးသား၊ အာမလက်အမျိုးသားတို့ကို စုဝေးစေလျက် ချီသွား၍၊ ဣသရေလလူတို့ကို လုပ်ကြံပြီးမှ၊ စွန်ပလွံမြို့ကို သိမ်းယူသဖြင့်၊
14 ૧૪ ઇઝરાયલના લોકોએ અઢાર વર્ષ સુધી મોઆબના રાજા એગ્લોનની તાબેદારી કરી.
၁၄ဣသရေလအမျိုးသားတို့သည် တဆယ်ရှစ်နှစ်ပတ်လုံး မောဘရှင်ဘုရင် ဧဂလုန်မင်းထံ၌ ကျွန်ခံရကြ၏။
15 ૧૫ પણ જયારે ઇઝરાયલના લોકોએ ઈશ્વર આગળ પોકાર કર્યો, ત્યારે ઈશ્વરે તેમની મદદ કરવા બિન્યામીની ગેરાનો દીકરો એહૂદને તેઓની મદદ માટે ઊભો કર્યો. તે ડાબોડીઓ હતો. ઇઝરાયલના લોકોએ તેની હસ્તક મોઆબના રાજા એગ્લોન પર નજરાણું મોકલ્યું.
၁၅နောက်တဖန် ထာဝရဘုရားကို အော်ဟစ်သောအခါ၊ ကယ်တင်သော သခင်၊ လက်ျာလက်ကို မသုံးတတ်သော ဗင်္ယာမိန်အမျိုး၊ ဂေရသားဧဟုဒကို ပေါ်ထွန်းစေတော်မူ၏။ သူ့လက်တွင် ဣသရေလလူတို့သည် လက်ဆောင်ကို မောဘရှင်ဘုရင် ဧဂလုန်ထံသို့ ပေးလိုက်ကြ၏။
16 ૧૬ એહૂદે પોતાને માટે એક હાથ લાંબી એવી બેધારી તલવાર બનાવી વસ્ત્રની નીચે પોતાની જમણી જાંઘ નીચે તેને લટકાવી.
၁၆ဧဟုဒသည် အလျားတတောင်ရှိသော သန်လျက်ကို လုပ်၍ လက်ျာပေါင်အဝတ်တွင်း၌ စည်းထားပြီးလျှင်၊
17 ૧૭ તેણે મોઆબના રાજા એગ્લોનને નજરાણું આપ્યું. એગ્લોન શરીરે બહુ પૃષ્ટ માણસ હતો.
၁၇မောဘရှင်ဘုရင်ဧဂလုန်ထံသို့ လက်ဆောင်ကို ဆောင်ခဲ့လေ၏။ ဧဂလုန်သည် အလွန်ဝသော သူဖြစ်၏။
18 ૧૮ એહૂદે નજરાણું પ્રદાન કર્યું, પછી તેણે નજરાણું ઊંચકી લાવનારાઓને પરત મોકલ્યા.
၁၈ဧဟုဒသည် လက်ဆောင်ကို ဆက်ပြီးလျှင်၊ လက်ဆောင်ကို ထမ်းသောသူတို့ကို လွှတ်လိုက်၍၊
19 ૧૯ તે પોતે જયારે ગિલ્ગાલની નજીક ખીણોની જગ્યાએથી પાછો વળ્યો ત્યારે તેણે કહ્યું, “મારા રાજા, તારા માટે એક અંગત સંદેશ છે.” એગ્લોને કહ્યું, “ચૂપ રહે!” તેના સર્વ નોકરો ઓરડામાંથી બહાર ગયા.
၁၉ဂိလဂါလမြို့နား၌ရှိသော ကျောက်တိုင်တို့မှ ကိုယ်တိုင်ပြန်လာ၍၊ ဘုရားကျွန်တော်သည် တိတ်ဆိတ်စွာ လျှောက်စရာအကြောင်း ရှိပါသည်ဟု ဆိုလျှင်၊ ရှင်ဘုရင်က၊ တိတ်ဆိတ်စွာ နေကြဟု အမိန့်တော်ရှိ သည်အတိုင်း၊ အထံတော်၌ ခစားသော သူအပေါင်းတို့သည် ထွက်ကြ၏။
20 ૨૦ એહૂદ તેની પાસે આવ્યો. રાજા પોતાની રીતે, ઉપરની ઠંડી ઓરડીમાં એકલો બેઠો હતો. એહૂદે તેને કહ્યું, “હું ઈશ્વર તરફથી તારા માટે સંદેશ લાવ્યો છું,” રાજા પોતાના આસન પરથી ઊભો થઈ ગયો.
၂၀ထိုအခါ ရှင်ဘုရင်သည် ကိုယ်တိုင် တယောက်တည်း နေတတ်သော နွေနန်းဆောင်၌ ထိုင်နေစဉ်၊ ဧဟုဒသည် ချဉ်းကပ်၍ ကိုယ်တော်နှင့်ဆိုင်သော ဘုရားသခင်၏ အမိန့်တော်ပါပါ၏ဟု လျှောက်သော်၊ ရှင်ဘုရင်သည် ထလေ၏။
21 ૨૧ ત્યારે એહૂદે પોતાના ડાબા હાથે, પોતાની જમણી જાંઘ નીચેથી તલવાર કાઢીને રાજાના શરીરમાં ઘુસાડી દીધી.
၂၁ဧဟုဒသည် လက်ဝဲလက်ကို ဆန့်လျက် သန်လျက်ကို လက်ျာပေါင်မှ ထုတ်၍ ရှင်ဘုရင်၏ ဝမ်းကို ထိုးသဖြင့်၊
22 ૨૨ તલવારની સાથે હાથો પણ અંદર પેસી ગયો, તેના પાછળના ભાગમાંથી અણી બહાર આવી અને તે અણી ઉપર ચરબી ભરાઈ ગઈ, કેમ કે એહૂદે તે તલવાર તેના પેટમાંથી પાછી બહાર ખેંચી કાઢી નહોતી.
၂၂လက်ကိုင်အရိုးနှင့်တကွ သန်လျက်မြုပ်ဝင်၍၊ ဝမ်းထဲက မနှုတ်နိုင်အောင် ဆီဥသည် သန်လျက်ကို လွှမ်းလျက်၊ ချေးနုလည်း ထွက်လျက်ရှိလေ၏။
23 ૨૩ ત્યાર પછી એહૂદ ઓરડીમાં ગયો અને તેના બારણાં તેણે પાછાં બંધ કર્યો અને તેમને તાળું માર્યું.
၂၃ထိုအခါ ဧဟုဒသည် အခန်းပြင်သို့ ထွက်ပြီးလျှင် နန်းတော်တံခါးတို့ကို ပိတ်၍ သော့ခတ်လေ၏။
24 ૨૪ એહૂદના ગયા પછી, રાજાના નોકરો અંદર આવ્યા; તેઓએ જોયું કે ઉપરની ઓરડીના બારણાએ તાળું મારેલું હતું, તેઓએ વિચાર્યું કે, “ચોક્કસ તે ઉપરની ઠંડી ઓરડીમાં પોતાની રીતે આરામ કરતો હશે.”
၂၄ထွက်သွားသောနောက်၊ ကျွန်တော်မျိုးအချို့တို့သည် လာ၍ နန်းတော်တံခါး၌ သော့ခတ်လျက် ရှိသည်ကို မြင်လျှင်၊ စင်စစ် နွေနန်းဆောင်၌ စက်တော်ခေါ်သည်ဟုဆိုလျက်၊
25 ૨૫ જયારે ઘણીવાર સુધી રાજાએ બારણું ઉઘાડ્યું નહિ ત્યારે તેઓની ચિંતા વધવા લાગી તેઓ શરમાયા અને ગભરાયા. તેઓએ ચાવી લીધી અને તેના બારણાં ઉઘાડ્યાં. ત્યારે તેઓએ પોતાના રાજાને મૃત અવસ્થામાં જમીન પર પડેલો જોયો.
၂၅ရှက်ကြောက်သည်တိုင်အောင် ငံ့နေပြီးမှ၊ သူတို့အရှင်သည် တံခါးကို မဖွင့်သောကြောင့်၊ သူတို့သည် သော့ကိုယူ၍ ဖွင့်ကြည့်သောအခါ၊ မြေပေါ်မှာ လဲ၍ သေလျက်ရှိသော မိမိတို့အရှင်ကို တွေ့မြင်ကြ၏။
26 ૨૬ તેઓએ શું કરવું જોઈએ તે વિષે વિચારતા હતા, એટલામાં એહૂદ નાસીને જ્યાં ખાણોની પેલી બાજુએ ઊતરીને સેઈરા સુધી પહોંચી ગયો.
၂၆ထိုသို့ သူတို့သည် ငံ့နေကြစဉ်တွင်၊ ဧဟုဒသည် ဘေးလွတ်သဖြင့်၊ ကျောက်တိုင်တို့ကို လွန်၍ စိရပ်ရွာသို့ ရောက်ပြီးမှ၊
27 ૨૭ ત્યાં આવીને તેણે એફ્રાઇમના પહાડી પ્રદેશમાં રણશિંગડું વગાડ્યું. પછી ઇઝરાયલી લોકો તેની સાથે પહાડી પ્રદેશ ઊતર્યા અને તે તેઓની આગેવાની કરતો હતો.
၂၇ဧဖရိမ်တောင်ပေါ်မှာ တံပိုးကို မှုတ်၍၊ ဣသရေလအမျိုးသားတို့သည် သူ့နောက်သို့ လိုက်လျက် တောင်ပေါ်က ဆင်းကြ၏။
28 ૨૮ તેણે તેઓને કહ્યું, “મારી પાછળ આવો, કેમ કે ઈશ્વરે તમારા દુશ્મન મોઆબીઓને તમારા હાથમાં સોંપ્યાં છે.” તેઓ તેની પાછળ ગયા અને તેઓએ મોઆબ દેશ તરફના યર્દનના કિનારા પાસેના પ્રદેશો કબજે કર્યા, તેઓએ કોઈને પણ નદી પાર કરવા દીધી નહિ.
၂၈သူကလည်း ငါ့နောက်သို့ လိုက်ကြလော့။ ထာဝရဘုရားသည် သင်တို့၏ရန်သူမောဘလူတို့ကို သင်တို့လက်၌ အပ်တော်မူမည်ဟု ဆိုသည်အတိုင်း၊ သူ့နောက်မှာ ဆင်း၍ ယော်ဒန်မြစ်ကူးရာ မောဘပြည်သို့ သွားရာလမ်းကို ဆီးတားသဖြင့်၊ လူတစုံတယောက်ကိုမျှ မကူးစေရ။
29 ૨૯ તે જ સમયે તેઓએ મોઆબના આશરે દસ હજાર પુરુષોને મારી નાખ્યા, તેઓ સર્વ મજબૂત અને શૂરવીર પુરુષો હતા. તેઓમાંનો એકપણ બચ્યો નહિ.
၂၉ထိုအခါ ခွန်အားကြီးသော မောဘစစ်သူရဲတယောက်မျှ မလွတ်ဘဲ၊ လူတသောင်းကို သတ်၍၊
30 ૩૦ તે દિવસે મોઆબ ઇઝરાયલની તાકાતથી પરાજિત થયું. અને એંસી વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.
၃၀မောဘအမျိုးသည် ဣသရေလအမျိုးလက်၌ ရှုံးသဖြင့်၊ အနှစ်ရှစ်ဆယ်တိုင်တိုင် တပြည်လုံး ငြိမ်းလေ၏။
31 ૩૧ એહૂદ પછી અનાથનો દીકરો, શામ્ગાર બીજો ન્યાયાધીશ થયો, તેણે બળદ હાંકવાની લાકડીથી છસો પલિસ્તીઓને મારી નાખ્યા. તેણે પણ ઇઝરાયલીઓને સંકટમાંથી છોડાવ્યાં.
၃၁ဧဟုဒနောက်မှာ အာနတ်သားရှံဂါပေါ်ထွန်း၍၊ တုတ်ချွန်နှင့် ဖိလိတ္တိလူခြောက်ရာတို့ကို သတ်သဖြင့်၊ ဣသရေလအမျိုးသားတို့ကို ကယ်လွှတ်လေ၏။

< ન્યાયાધીશો 3 >