< ન્યાયાધીશો 21 >

1 ઇઝરાયલી પુરુષોએ મિસ્પામાં એવી પ્રતિજ્ઞા લીધી કે, “અમારામાંનો કોઈ પોતાની દીકરીને બિન્યામીન સાથે લગ્ન કરવા આપશે નહિ.”
और इस्राईल के लोगों ने मिस्फ़ाह में क़सम खाकर कहा था कि हम में से कोई अपनी बेटी किसी बिनयमीनी को न देगा।
2 પછી લોકો બેથેલમાં ઈશ્વરની સમક્ષ સાંજ સુધી બેઠા અને પોક મૂકીને રડ્યા.
और लोग बैतएल में आए, और शाम तक वहाँ ख़ुदा के आगे बुलन्द आवाज़ से ज़ार ज़ार रोते रहे,
3 તેઓએ પોકાર કર્યો, “શા માટે, ઇઝરાયલના પ્રભુ, ઈશ્વર, આજે ઇઝરાયલમાં એક કુળ કેમ ઓછું થયું?”
और उन्होंने कहा, ऐ ख़ुदावन्द, इस्राईल के ख़ुदा! इस्राईल में ऐसा क्यूँ हुआ, कि इस्राईल में से आज के दिन एक क़बीला कम हो गया?
4 બીજે દિવસે લોકોએ વહેલા ઊઠીને ત્યાં એક વેદી બાંધી અને દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવ્યાં.
और दूसरे दिन वह लोग सुबह सवेरे उठे और उस जगह एक मज़बह बना कर सोख़्तनी क़ुर्बानियाँ और सलामती की क़ुर्बानियाँ पेश कीं।
5 ઇઝરાયલના લોકોએ કહ્યું, “ઇઝરાયલના સર્વ કુળોમાંથી કયું કુળ એવું છે કે જે ભરેલી સભામાં ઈશ્વરની હજૂરમાં આવ્યું નથી?” કેમ કે મિસ્પામાં ઈશ્વરની હાજરીમાં જે કોઈ આવ્યું નહોતું તેના સંદર્ભમાં એવી ભારે પ્રતિજ્ઞા લઈને તેઓએ કહ્યું, “જે ઈશ્વરની સમક્ષ ન આવે તે ચોક્કસપણે માર્યો જાય.”
और बनी — इस्राईल कहने लगे कि इस्राईल के सब क़बीलों में ऐसा कौन है जो ख़ुदावन्द के हुज़ूर जमा'अत के साथ नहीं आया क्यूँकि उन्होंने सख़्त क़सम खाई थी कि जो ख़ुदावन्द के सामने मिस्फ़ाह में हाज़िर न होगा वह ज़रूर क़त्ल किया जाएगा।
6 ઇઝરાયલ લોકોએ તેઓના ભાઈ બિન્યામીનને લીધે શોક કર્યો. તેઓએ કહ્યું, “આજે ઇઝરાયલ કુળમાંથી એક કુળ નષ્ટ થાય છે.
इसलिए बनी — इस्राईल अपने भाई बिनयमीन की वजह से पछताए और कहने लगे कि आज के दिन बनी — इस्राईल का एक क़बीला कट गया।
7 જેઓ બાકી રહેલા છે તેઓને લગ્ન કરવાને કોણ પત્નીઓ આપશે? કેમ કે આપણે ઈશ્વરની આગળ પ્રતિજ્ઞા લીધી છે કે તેઓને આપણી દીકરીઓ લગ્ન કરવા માટે આપીશું નહિ.”
और वह जो बाक़ी रहे हैं, हम उनके लिए बीवियों की निस्बत क्या करें? क्यूँकि हम ने तो ख़ुदावन्द की क़सम खाई है कि हम अपनी बेटियाँ उनको नहीं ब्याहेंगे।
8 તેઓએ કહ્યું, “ઇઝરાયલનાં કુળોમાંથી કયું કુળ મિસ્પામાં ઈશ્વરની હજૂરમાં આવ્યું ન હતું?” એવું જાણવા મળ્યું છે કે યાબેશ ગિલ્યાદથી સભામાં ભાગ લેવા કોઈ આવ્યું ન હતું.
इसलिए वह कहने लगे कि बनी — इस्राईल में से वह कौन सा क़बीला है जो मिस्फ़ाह में ख़ुदावन्द के सामने नहीं आया? और देखो, लश्कर गाह में जमा'अत में शामिल होने के लिए यबीस जिल'आद से कोई नहीं आया था।
9 કેમ કે જયારે લોકોના ક્રમ પ્રમાણે ગણતરી કરવામાં આવી ત્યારે જુઓ, યાબેશ ગિલ્યાદના રહેવાસીઓમાંના કોઈ ત્યાં હાજર હતો નહિ.
क्यूँकि जब लोगों का शुमार किया गया तो यबीस जिल'आद के बाशिंदों में से वहाँ कोई नहीं मिला।
10 ૧૦ સભામાંથી બાર હજાર શૂરવીર પુરુષોને એવી સૂચના આપીને મોકલવામાં આવ્યા કે યાબેશ ગિલ્યાદ જઈને ત્યાંના રહેવાસીઓનો, સ્ત્રીઓ તથા બાળકો સુદ્ધાં તલવારથી સંહાર કરો.
तब जमा'अत ने बारह हज़ार सूर्मा रवाना किए और उनको हुक्म दिया कि जाकर याबीस जिल'आद के बाशिंदों को 'औरतों और बच्चों समेत क़त्ल करो।
11 ૧૧ “વળી તમારે આ પ્રમાણે કરવું: દરેક પુરુષને તથા દરેક સ્ત્રીને કે જેણે પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોય તેઓને મારી નાખો.”
और जो तुम को करना होगा वह यह है, कि सब शख़्सों और ऐसी 'औरतों को जो शख़्ससे वाक़िफ़ हो चुकी हों हलाक कर देना।
12 ૧૨ અને યાબેશ ગિલ્યાદના રહેવાસીઓમાંથી તેઓને ચારસો જુવાન કુમારિકાઓ મળી આવી કે જેઓએ ક્યારેય કોઈ પુરુષ સાથે સંસર્ગ કર્યો નહોતો, તેઓ તેમને કનાન દેશના શીલો પાસેની છાવણીમાં લાવ્યા.
और उनको यबीस जिल'आद के बाशिंदों में चार सौ कुँवारी 'औरतें मिलीं जो शख़्स से नावाक़िफ़ और अछूती थीं, और वह उनको मुल्क — ए — कन'आन में शीलोह की लश्करगाह में ले आए।
13 ૧૩ સમગ્ર પ્રજાએ રિમ્મોન ગઢમાંના બિન્યામીનના લોકોને સંદેશો મોકલીને શાંતિ તથા સમાધાનની જાહેરાત કરી.
तब सारी जमा'अत ने बनी बिनयमीन को जो रिम्मोन की चट्टान में थे कहला भेजा, और सलामती का पैग़ाम उनको दिया।
14 ૧૪ તેથી બિન્યામીનીઓ તે જ સમયે તેમની પાસે પાછા આવ્યા અને ઇઝરાયલીઓએ યાબેશ ગિલ્યાદની જે સ્ત્રીઓને જીવતી રાખી હતી તે તેઓને આપી. પણ તેઓ બધા માટે પૂરતી ન હતી.
तब बिनयमीनी लौटे; और उन्होंने वह 'औरतें उनको दे दीं, जिनको उन्होंने यबीस जिल'आद की 'औरतों में से ज़िन्दा बचाया था, लेकिन वह उनके लिए बस न हुई।
15 ૧૫ બિન્યામીન માટે શોક કર્યો, કેમ કે ઈશ્વરે ઇઝરાયલનાં કુળો વચ્ચે ભાગલા પાડયા હતા.
और लोग बिनयमीन की वजह से पछताए, इसलिए कि ख़ुदावन्द ने इस्राईल के क़बीलों में रख़ना डाल दिया था।
16 ૧૬ ત્યારે પ્રજાના વડીલોએ કહ્યું, “બાકી રહેલા બિન્યામીનીઓ માટે આપણે પત્નીઓની વ્યવસ્થા કેવી રીતે કરીશું? કેમ કે બિન્યામીનીઓમાંથી તો સ્ત્રીઓનો નાશ કરવામાં આવ્યો છે”
तब जमा'अत के बुज़ुर्ग कहने लगे किउनके लिए जो बच रहे हैं बीवियों की निस्बत हम क्या करें, क्यूँकि बनी बिनयमीन की सब 'औरतें मिट गई?
17 ૧૭ તેઓએ કહ્યું, “બિન્યામીનના બચાવને માટે વારસો જોઈએ, જેથી ઇઝરાયલમાંથી એક કુળ નાબૂદ ન થાય.
इसलिए उन्होंने कहा, 'बनी बिनयमीन के बाक़ी मान्दा लोगों के लिए मीरास ज़रूरी है, ताकि इस्राईल में से एक क़बीला मिट न जाए।
18 ૧૮ તોપણ આપણે તેઓની પત્નીઓ થવા આપણી દીકરીઓ આપી શકતા નથી. કેમ કે ઇઝરાયલ લોકોએ વચન આપ્યું છે, ‘જે કોઈ બિન્યામીનને પત્ની આપશે તે શાપિત થાઓ.’”
तो भी हम तो अपनी बेटियां उनको ब्याह नहीं सकते; क्यूँकि बनी — इस्राईल ने यह कहकर क़सम खाई थी, कि जो किसी बिनयमीनी को बेटी दे वह ला'नती हो।
19 ૧૯ તેથી તેઓએ કહ્યું, “તમે જાણો છો કે દરવર્ષે શીલોમાં ઈશ્વરને માટે પર્વ પાળવામાં આવે છે, જે શીલો બેથેલની ઉત્તરે, બેથેલથી શખેમ જવાના રાજમાર્ગની પૂર્વ બાજુએ તથા લબોનાહની દક્ષિણે આવેલુ હતું.”
फिर वह कहने लगे, “देखो, शीलोह में जो बैतएल के उत्तर में, और उस शाहराह की मशरिक़ी तरफ़ में है जो बैतएल से सिकम को जाती है, और लबूना के दख्खिन में है, साल — ब — साल ख़ुदावन्द की एक 'ईद होती है।”
20 ૨૦ તેઓએ બિન્યામીનીઓને એવી સૂચના આપી, “તમે ત્યાં જઈને દ્રાક્ષવાડીઓમાં સંતાઈ રહો અને રાહ જુઓ.
तब उन्होंने बनी बिनयमीन को हुक्म दिया कि जाओ, और ताकिस्तानों में घात लगाए बैठे रहो;
21 ૨૧ તે સમય ધ્યાન રાખો કે ક્યારે શીલોની કન્યાઓ નૃત્ય કરવાને બહાર આવે છે. તેઓ બહાર આવે ત્યારે દ્રાક્ષવાડીઓમાંથી બહાર નીકળી આવીને તમે શીલોની કુમારિકાઓમાંથી પોતપોતાને માટે કન્યાને પકડી લઈ બિન્યામીનના દેશમાં પાછા જતા રહેજો.
और देखते रहना, कि अगर शीलोह की लड़कियाँ नाच नाचने को निकलें, तो तुम ताकिस्तानों में से निकलकर सैला की लड़कियों में से एक एक बीवी अपने अपने लिए पकड़ लेना, और बिनयमीन के मुल्क को चल देना।
22 ૨૨ અને જયારે તેઓના પિતાઓ કે ભાઈઓ આવીને અમારી આગળ ફરિયાદ કરશે, તો અમે તેઓને કહીશું, “અમારા પર કૃપા કરો! તેમને રહેવા દો એવું માનોકે એ કન્યાઓ તમે જ આપી છે. કેમ કે યુદ્ધ દરમિયાન તેઓની પત્નીઓ મરણ પામી. અને તમે તમારા વચન સંબંધી નિર્દોષ છો, કારણ કે તમે તમારી દીકરીઓ તેઓને આપી નથી, નહિતો તમે દોષિત ગણાઓ.’”
और जब उनके बाप या भाई हम से शिकायत करने को आएँगे, तो हम उनसे कह देंगे कि उनको महेरबानी से हमें 'इनायत करो, क्यूँकि उस लड़ाई में हम उनमें से हर एक के लिए बीवी नहीं लाए; और तुम ने उनको अपने आप नहीं दिया, वरना तुम गुनहगार होते।
23 ૨૩ બિન્યામીનપુત્રોએ એ પ્રમાણે કર્યું તેઓએ નૃત્ય કરનારી કન્યાઓમાંથી તેમને જરૂર હતી એટલી કન્યાઓનું હરણ કર્યું. અને તેઓને પોતાની પત્નીઓ બનાવવા માટે લઈ ગયા. તેઓ પાછા પોતાના પૂર્વજોના વતનમાં ચાલ્યા ગયા અને તેઓએ નગરોને સમારીને ફરીથી બાંધીને અને તેમાં વસ્યા.
ग़रज़ बनी बिनयमीन ने ऐसा ही किया, और अपने शुमार के मुताबिक़ उनमें से जो नाच रही थीं जिनको पकड़ कर ले भागे, उनको ब्याह लिया और अपनी मीरास को लौट गए, और उन शहरों को बना कर उनमें रहने लगे।
24 ૨૪ પછી ઇઝરાયલના લોકો તે જગ્યાએથી વિદાય થઈને પોતપોતાની જાતી અને કુળમાં ગયા. અને ત્યાંથી નીકળીને પોતાના વતનમાં ગયા.
तब बनी — इस्राईल वहाँ से अपने अपने क़बीले और घराने को चले गए, और अपनी मीरास को लौटे।
25 ૨૫ તે દિવસોમાં ઇઝરાયલમાં કોઈ રાજા ન હતો. દરેક માણસ પોતાની નજરમાં તેને જે ઠીક લાગતું તે પ્રમાણે તે કરતો હતો.
और उन दिनों इस्राईल में कोई बादशाह न था; हर एक शख़्स जो कुछ उसकी नज़र में अच्छा मा'लूम होता था वही करता था।

< ન્યાયાધીશો 21 >