< ન્યાયાધીશો 2 >

1 ઈશ્વરના દૂતે ગિલ્ગાલથી બોખીમ જઈને કહ્યું, “હું તમને મિસરમાંથી છોડાવીને જે દેશ તમારા પિતૃઓને આપવાને મેં પ્રતિજ્ઞા લીધી હતી તેમાં લાવ્યો છું. મેં કહ્યું હતું કે, ‘હું કદીપણ તમારી સાથેનો મારો કરાર રદ કરીશ નહિ.
ထာဝရဘုရား၏ တမန်တော်သည်၊ ဂိလဂါလမြို့မှ ဗောခိမ်မြို့သို့ လာ၍၊ သင်တို့ ဘိုးဘေးတို့အား ငါကျိန်ဆိုသော ပြည်သို့ အဲဂုတ္တုပြည်မှ သင်တို့ကို ငါဆောင်ခဲ့ပြီ။ သင်တို့နှင့် ငါဖွဲ့သော ပဋိညာဉ်ကို ငါမဖျက်အစဉ်အမြဲစောင့်မည်။
2 તમે આ દેશના રહેવાસીઓની સાથે કંઈ પણ સંધિ કરશો નહિ. તેઓની વેદીઓ અવશ્ય તોડી નાખીને તમે મારી વાણી ધ્યાને લીધી નથી. આ તમે શું કર્યું છે?
သင်တို့သည် ဤပြည်သားတို့နှင့် မိဿဟာယမဖွဲ့ရ။ သူတို့ ယဇ်ပလ္လင်တို့ကို လှဲချရမည်ဟု ငါ ဆိုသော်လည်း၊ သင်တို့သည် ငါ့စကားကို နားမထောင်ကြ။ အဘယ်ကြောင့် ဤသို့ ပြုကြသနည်း။
3 હવે હું કહું છું, ‘હું કનાનીઓને તમારી સામેથી દૂર કરીશ, પણ તેઓ તમારી આજુબાજુ કાંટારૂપ અને તેઓના દેવો તમને ફાંદારૂપ થશે.’”
တဖန် ငါဆိုသည်ကား၊ ဤပြည်သားတို့ကို သင်တို့ရှေ့မှ ငါမနှင်ထုတ်။ သူတို့သည် သင်တို့ တဘက်၌ မုဆိုးလုပ်လျက်၊ သူတို့ဘုရားတို့သည်လည်း သင်တို့၌ ကျော့ကွင်းဖြစ်ကြလိမ့်မည်ဟု မိန့်တော်မူ၏။
4 અને ઈશ્વરના દૂતે ઇઝરાયલના સર્વ લોકોને એ વાતો કહી, ત્યારે તેઓ પોક મૂકીને રડ્યા.
ထာဝရဘုရား၏ တမန်တော်သည် ဣသရေလအမျိုးသားအပေါင်းတို့အား ဤသို့ မိန့်တော်မူသောအခါ၊ လူများတို့သည် အသံကို လွှင့်၍ ငိုကြွေးကြ၏။
5 અને તેઓએ તે જગ્યાનું નામ બોખીમ પાડ્યું. ત્યાં તેઓએ ઈશ્વરને અર્પણો ચઢાવ્યાં.
ထိုအရပ်ကို ဗောခိမ်အမည်ဖြင့် မှည့်၍ ထာဝရဘုရားအား ယဇ်ပူဇော်ကြ၏။
6 યહોશુઆએ લોકોને વિદાય કર્યા ત્યારે ઇઝરાયલના સર્વ લોકો પોતાને માટે નિયુક્ત કરાયેલ સ્થળે, પોતપોતાના વારસામાં ગયા.
အထက်က ယောရှုသည် လူများတို့ကို လွှတ်လိုက်သောအခါ၊ ဣသရေလအမျိုးသားတို့သည် အသီးအသီး မိမိတို့အမွေခံရာမြေကို သိမ်းယူခြင်းငှါ သွားကြ၏။
7 યહોશુઆના જીવનકાળ દરમિયાન અને ત્યારબાદ જે વડીલો તેના કરતાં લાંબુ જીવ્યા હતા, જેઓએ ઇઝરાયલને માટે ઈશ્વરે કરેલાં સર્વ મોટાં કામ જોયા હતાં, તેઓના અસ્તિત્વ સુધી લોકોએ ઈશ્વરની સેવા કરી.
ယောရှုလက်ထက်ကာလပတ်လုံး၊ ဣသရေလအမျိုးသားတို့သည် ထာဝရဘုရားကို ဝတ်ပြုကြ၏။ထာဝရဘုရားသည် ဣသရေလအမျိုးအဘို့ ပြုတော်မူသော အမှုကြီးအလုံးစုံတို့ကို သိမြင်၍၊ ယောရှုမရှိသောနောက် အသက်ရှင်သေးသော အသက်ကြီးသူတို့လက်ထက်၌လည်း ထာဝရဘုရားကို ဝတ်ပြုကြ၏။
8 નૂનનો દીકરો યહોશુઆ, ઈશ્વરનો સેવક, એકસો દસ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
ထာဝရဘုရား၏ကျွန်၊ နုန်၏သား ယောရှုသည် အသက်တရာတဆယ်ရှိသော် အနိစ္စရောက်လေ၏။
9 ગાઆશ પર્વતની ઉત્તરે, એફ્રાઇમના પહાડી પ્રદેશ, તિમ્નાથ-હેરેસમાં, જે ભૂમિ તેને સોંપવામાં આવી હતી તેની સરહદમાં તેઓએ તેને દફનાવ્યો.
ဧဖရိမ်တောင်ပေါ်၊ ဂါရှကုန်းမြောက်မှာရှိသော သူ၏အမွေခံရာ တိမနဿေရမြို့နယ်မြေ၌ သင်္ဂြိုဟ်ကြ၏။
10 ૧૦ તેઓની પેઢી પણ તેમના પિતૃઓ સાથે ભળી ગઈ. પછીની બીજી પેઢી ઊભી થઈ તે ઈશ્વરને અથવા તેમણે ઇઝરાયલ માટે કરેલાં કૃત્યો હજી સુધી જાણતી નહોતી.
၁၀ယောရှုလက်ထက်ကာလ၌ ဖြစ်သော သူအပေါင်းတို့သည်လည်း၊ ဘိုးဘေးတို့ စုဝေးရာသို့ ရောက်ကြ ၏။ ထာဝရဘုရားကို၎င်း၊ ဣသရေလအမျိုးအဘို့ ပြုတော်မူသော အမှုတို့ကို၎င်း မသိသော နောင်ကာလအမျိုးသားတို့သည် ပေါ်လာကြ၏။
11 ૧૧ ઇઝરાયલી લોકોએ યહોવાહની દ્રષ્ટિમાં જે દુષ્ટ હતું તે કર્યું અને તેઓએ બઆલીમની પૂજા કરી.
၁၁ထိုကာလအခါ ဣသရေလအမျိုးသားတို့သည် ထာဝရဘုရားရှေ့တော်၌ ဒုစရိုက်ကို ပြု၍ ဗာလဘုရားတို့ကို ဝတ်ပြုကြ၏။
12 ૧૨ અને તેઓના પિતૃઓના જે યહોવાહ તેઓને મિસર દેશમાંથી બહાર લાવ્યા હતા, તેમની સાથેનો સંબંધ તોડી નાખ્યો. તેઓ જે લોકો તેઓની આસપાસ હતા તેઓના દેવો પાછળ ગયા. જઈને તેઓ આગળ નમ્યાં. તેઓએ યહોવાહને ક્રોધિત થવાને ઉશ્કેર્યા.
၁၂အဲဂုတ္တုပြည်မှ သူတို့ကို ဆောင်ခဲ့တော်မူသော ဘိုးဘေးတို့၏ ဘုရားသခင် ထာဝရဘုရားကို စွန့်၍၊ ပတ်ဝန်းကျင်၌ရှိသော လူမျိုးတို့၏ ဘုရားတပါးတို့နောက်သို့ လိုက်လျက် ဦးညွှတ်သဖြင့် ထာဝရဘုရား အမျက်တော်ကို ထွက်စေကြ၏။
13 ૧૩ તેમણે યહોવાહની સાથેનો સંબંધ તોડી નાખીને બઆલ તથા દેવી આશ્તારોથની પૂજા કરી.
၁၃ထာဝရဘုရားကို စွန့်၍ ဗာလဘုရား၊ အာရှတရက်ဘုရားတို့ကို ဝတ်ပြုကြသောကြောင့်၊
14 ૧૪ ત્યારે યહોવાહનો ક્રોધ ઇઝરાયલ વિરુદ્ધ સળગી ઊઠ્યો અને તેમણે તેઓને પાયમાલ કરનારાઓનાં હાથમાં સોંપ્યાં, તેઓએ પાયમાલ કરીને તેઓની સંપત્તિ લૂંટી લીધી. ઈશ્વરે તેઓ આસપાસના દુશ્મનો અધિકારમાં બંધાઈ રહે તેવી રીતે તેમને, વેચી દીધા, તેથી તેઓ તેમના દુશ્મનો સમક્ષ પોતાને ટકાવી શક્યા નહિ.
၁၄ထာဝရဘုရားသည် ဣသရေလအမျိုး၌ ပြင်းစွာ အမျက်ထွက်လျက်၊ လုယူသော သူတို့လက်သို့ အပ်၍၊ ပတ်ဝန်းကျင်သော ရန်သူတို့၌ ရောင်းတော်မူသဖြင့်၊ ရန်သူတို့ ရှေ့မှာ သူတို့သည် တဖန် မရပ်နိုင်ကြ။
15 ૧૫ ઇઝરાયલીઓ જ્યાં કંઈ લડાઈ માટે ગયા, જેમ તેમણે સમ લીધા હતા તેમ, ત્યાં તેઓને હરાવવા માટે યહોવાહનો હાથ તેઓની વિરુદ્ધમાં હતો અને તેઓ ભયંકર સંકટમાં આવી પડ્યાં હતા.
၁၅သူတို့သည် ထွက်သွားလေရာရာ၌ ထာဝရဘုရား မိန့်မြွက်ကျိန်ဆိုတော်မူသည်အတိုင်း၊ လက်တော် အဆီးအတားနှင့် တွေ့၍ အလွန်ဆင်းရဲခြင်းသို့ ရောက်ကြ၏။
16 ૧૬ ત્યારે યહોવાહે ન્યાયાધીશો નીમ્યા, તેઓએ તેઓને તેમને લૂંટી જનારાઓના હાથમાંથી બચાવ્યા.
၁၆သို့ရာတွင် လုယူသော သူတို့လက်မှ ကယ်လွှတ်သော တရားသူကြီးတို့ကို ထာဝရဘုရား ပေါ်ထွန်း စေတော်မူ၏။
17 ૧૭ તોપણ તેઓ ન્યાયાધીશોનું સાંભળતાં નહોતા, તેઓ યહોવાહને અવિશ્વાસુ હતા. પોતાને અન્ય દેવોની સાથે વ્યભિચાર કરી તેઓની પૂજા કરતા હતા. તેઓના પિતૃઓ યહોવાહની આજ્ઞાઓનું પાલન કરનારા તેઓના પિતૃઓની જેમ તેઓ વર્ત્યા નહિ. તેઓ જલ્દીથી ખરા માર્ગથી ભટકી ગયા.
၁၇ထိုတရားသူကြီးတို့ စကားကိုလည်း သူတို့သည် နားမထောင်၊ အခြားတပါးသော ဘုရားတို့နှင့် မှားယွင်း၍ ဦးညွှတ်ကြ၏။ ဘိုးဘေးတို့သည် ထာဝရဘုရား၏ ပညတ်တော်တို့ကို ကျင့်၍ လိုက်သော လမ်းမှ သူတို့သည် အလျင်အမြန်လွဲသွားသဖြင့်၊ ဘိုးဘေးကျင့်သည်အတိုင်း မကျင့်ကြ။
18 ૧૮ જયારે યહોવાહે તેઓને માટે ન્યાયાધીશો નીમ્યા હતા, ત્યારે ઈશ્વર એ ન્યાયાધીશોને મદદ કરતા અને તેઓના જીવતાં સુધી શત્રુઓના હાથમાંથી લોકોને છોડાવતા હતા. કેમ કે જુલમગારો તથા સતાવનારાઓના ત્રાસથી તેઓ નિસાસા નાખતા હોવાથી ઈશ્વરને તેઓ પર દયા આવી હતી.
၁၈ထာဝရဘုရားသည် တရားသူကြီးကို ပေါ်ထွန်းစေသောအခါ သူနှင့်အတူရှိ၍၊ သူ့လက်ထက် ပတ်လုံး ဣသရေလလူတို့ကို ရန်သူ၏လက်မှ ကယ်လွှတ်တော်မူ၏။ အကြောင်းမူကား သူတို့သည် နှောင့်ရှက်ညှဉ်းဆဲခြင်းကို ခံရ၍ မြည်တမ်းကြသောအခါ ထာဝရဘုရားသည် နောင်တရတော်မူ၏။
19 ૧૯ પણ જ્યારે ન્યાયાધીશ મરણ પામતો ત્યારે તેઓ પાછા ફરી તેમના પિતૃઓએ કરેલાં કૃત્યો કરતાં વધુ ખરાબ કૃત્યો કરતા હતા. તેઓ અન્ય દેવોની ભક્તિ તથા પૂજા કરવાને તેઓની પાછળ જતા હતા. અને પોતાના દુરાચારો તથા અવળા માર્ગોથી પાછા વળતા ન હતા.
၁၉တရားသူကြီး သေသောနောက်၊ သူတို့သည် တဖန်ဘိုးဘေးထက်သာ၍ ဆိုးသဖြင့်၊ အခြားတပါးသော ဘုရားတို့နောက်သို့ လိုက်လျက် ဝတ်ပြု၍ ဦးညွှတ်ကြ၏။ မိမိတို့ အကျင့်ဓလေ့နှင့် ကြမ်းတမ်းသော လမ်းကို မစွန့်မပယ်ကြ။
20 ૨૦ તેથી ઈશ્વરનો ક્રોધ ઇઝરાયલ વિરુદ્ધ સળગી ઊઠ્યો; તેમણે કહ્યું, “આ પ્રજાના પિતૃઓની સાથે જે કરાર મેં કર્યો હતો તેનું તેઓએ ઉલ્લંઘન કર્યું છે. અને મારી વાણી સાંભળી નથી,
၂၀ထာဝရဘုရားသည် ဣသရေလအမျိုး၌ ပြင်းစွာ အမျက်ထွက်လျက်၊ ဤလူတို့သည် ငါ့စကားကို နားမထောင်။ သူတို့ ဘိုးဘေးတို့နှင့် ငါဖွဲ့သော ပဋိညာဉ်ကို ဖျက်သောကြောင့်၊
21 ૨૧ માટે યહોશુઆએ મરણના સમયે જે લોકોને રહેવા દીધા હતા, તેઓમાંના કોઈને પણ, હું હવે પછી, તેઓની આગળથી હાંકી કાઢીશ નહિ.
၂၁ယောရှုသေသောနောက် ကျန်ကြွင်းရစ်သော လူမျိုးတစုံတမျိုးကို သူတို့ရှေ့မှ နောက်တဖန် ငါမနှင်ထုတ်။
22 ૨૨ જેમ તેઓના પિતૃઓ ઈશ્વરના માર્ગમાં ચાલ્યા હતા, તેમ ઇઝરાયલ ચાલશે કે કેમ તેની તેઓ વડે હું પરીક્ષા કરું.”
၂၂သူတို့ ဘိုးဘေးတို့သည် ထာဝရဘုရား၏လမ်းတော်သို့ လိုက်ခြင်းငှါ စောင့်ရှောက်သကဲ့သို့ သူတို့သည် စောင့်ရှောက်မည်လော၊ မစောင့်ရှောက်လောဟု ကျန်သေးသော လူမျိုးအားဖြင့် ဣသရေလအမျိုးကို ငါစုံစမ်းမည်ဟု မိန့်တော်မူသည်နှင့်အညီ၊
23 ૨૩ તે માટે ઈશ્વરે તે દેશજાતિઓને ઉતાવળે કાઢી ન મૂકતાં રહેવા દીધી અને ઈશ્વરે યહોશુઆના હાથમાં તેઓને સોંપી નહિ.
၂၃ထိုလူမျိုးကို ယောရှုလက်၌ မအပ် အလျင်အမြန် မနှင်ထုတ်ဘဲ နေတော်မူ၏။

< ન્યાયાધીશો 2 >