< ન્યાયાધીશો 19 >
1 ૧ ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો, તે દિવસોમાં એવું બન્યું કે કોઈ એક લેવી એફ્રાઇમની પહાડી પ્રદેશના સૌથી દૂર વિસ્તારમાં આવીને રહેતો હતો. તેણે બેથલેહેમનાં યહૂદિયામાંથી એક સ્ત્રીને પોતાની ઉપપત્ની તરીકે રાખી હતી.
På denne tidi, den gongen då det ikkje fanst nokon konge i Israel, var det ein mann av Levi-ætti som budde lengst burte på Efraimsheidi. Han fekk seg ei fylgjekone frå Betlehem i Judafylket.
2 ૨ પણ તેની ઉપપત્ની તેને અવિશ્વાસુ હતી. તેણે વ્યભિચાર કર્યો તેના પતિને મૂકીને પોતાના પિતાના ઘરે બેથલેહેમના યહૂદિયામાં પાછી ગઈ. તે ત્યાં ચાર મહિના સુધી રહી.
Men kona var utru mot honom, og for ifrå honom og heim til far sin, til Betlehem i Juda. Der var ho eit bil, fire månader på lag;
3 ૩ તેનો પતિ તેને સમજાવીને પાછી લાવવા માટે ગયો. તેની સાથે નોકર તથા બે ગધેડા હતાં. તેની ઉપપત્નીના પિતાએ તેને જોયો, ત્યારે તે સ્ત્રી તેને પોતાના પિતાના ઘરમાં લાવી. અને તેનો પિતા તેને મળીને ખુશ થયો.
då for mannen hennar etter henne, og vilde tala vel med henne og få henne til å koma att; og han hadde med seg drengen sin og eit par asen. Den unge kona leidde honom inn i huset åt far sin, og då faren såg honom, vart han glad, og tok vel imot honom.
4 ૪ તેના સસરાએ એટલે યુવતીના પિતાએ, તેને ત્રણ દિવસ રહેવા માટે સમજાવ્યો. તેઓએ ખાધું, પીધું અને ત્યાં રહ્યો.
Og verfar hans, far åt den unge kona, heldt på honom, so han vart verande der i tri dagar, og dei åt og drakk og var der um natti.
5 ૫ ચોથે દિવસે તેઓએ વહેલાં ઊઠીને વિદાય થવાની તૈયારી કરી, પણ યુવતીના પિતાએ પોતાના જમાઈને કહ્યું, “થોડો ખોરાક ખાઈને તાજગી પામ. પછી તમે તમારે રસ્તે જજો.”
Tidleg den fjorde dagen gjorde mannen seg reidug og vilde fara i veg. Då sagde far åt den unge kona til mågen sin: «Få deg fyrst ein bite mat å kveikja deg på! Sidan kann de fara.»
6 ૬ તેથી તેઓ બન્નેએ સાથે બેસીને ખાધુંપીધું. પછી યુવતીના પિતાએ લેવીને કહ્યું, “કૃપા કરી જો તારી ઇચ્છા હોય તો આજની રાત અહીં રોકાઈ જા અને આનંદ કર.”
So sette dei seg ned båe tvo og åt og drakk saman, og far åt den unge kona sagde til mannen: «Kjære, gjer vel og ver til morgons, og kosa deg!»
7 ૭ લેવી જવા માટે વહેલો ઊઠ્યો, પણ જુવાન સ્ત્રીના પિતાએ તેને રહેવા માટે આગ્રહ કર્યો, તેથી તેણે પોતાનો વિચાર બદલ્યો અને ફરી તે રાતે તે રહી ગયો.
Og då mannen reiste seg og vilde taka ut, nøydde verfaren honom so lenge til han gav seg og vart der um natti.
8 ૮ પાંચમા દિવસે વિદાય થવા માટે તે વહેલો ઊઠ્યો, પણ છોકરીના પિતાએ કહ્યું, “પોતાને બળવાન કર અને બપોર સુધી રહી જા.” તેથી તેઓ બન્ને જમ્યાં.
Morgonen etter - det var den femte dagen - var han tidleg uppe, og vilde taka av stad. Då sagde far åt den unge kona: «Kjære, få deg fyrst noko å kveikja deg på og bia so til det lid yver middag!» So åt dei i hop, dei tvo.
9 ૯ પછી લેવી, તેની ઉપપત્ની તથા તેનો ચાકર જવા માટે ઊભા થયા, ત્યારે તેના સસરાએ, એટલે યુવતીના પિતાએ તેને કહ્યું, “જો, હવે દિવસ આથમવા આવ્યો છે. કૃપા કરી આજે રાત્રે પણ રોકાઈ જાઓ અને આનંદ કરો. આવતીકાલે વહેલા ઊઠીને તમારે ઘરે પાછા જજો.
Sidan ferda mannen seg til, og vilde taka i vegen med fylgjekona si og drengen. Då sagde verfar hans, far åt den unge kona: «No lid det alt til kvelds! Kjære, bia til morgons! Sjå korleis dagen hallar! Ver her i natt, og kosa deg! I morgon kann de taka tidleg i vegen, so du kann koma heim att!»
10 ૧૦ પણ લેવી તે રાતે ત્યાં રહેવા માટે રાજી ન હતો. તેથી તે ચાલી નીકળ્યો. તે યબૂસ એટલે યરુશાલેમ પાસે આવી પહોંચ્યો. તેની સાથે સામાન બાંધેલાં બે ગધેડાં અને તેની ઉપપત્ની પણ હતી.
Men mannen vilde ikkje gjeva seg til der um natti. Han gjorde tok ut, og for frametter til han kom midt for Jebus, det er det same som Jerusalem. Med seg hadde han eit par asen med klyv, og fylgjekona var med honom.
11 ૧૧ જયારે તેઓ યબૂસ પાસે પહોંચ્યાં, ત્યારે સાંજ પડી ગઈ હોવાથી તેના ચાકરે પોતાના માલિકને કહ્યું, “ચાલો, આપણે યબૂસીઓના નગરમાં જઈને ત્યાં રાત વિતાવીએ.”
Då dei var innmed Jebus, var dagen langt liden, og drengen sagde til husbonden sin: «Kom, lat oss taka inn i jebusitarbyen her og vera der med natti!»
12 ૧૨ તેના માલિકે તેને કહ્યું, “આપણે આ વિદેશીઓના નગરમાં જવું નથી, જ્યાં ઇઝરાયલ નથી તેવા વિદેશીઓના નગરમાં આપણે નહિ જઈએ. આપણે આગળ ચાલીને ગિબયા જઈશું.”
«Nei, me vil ikkje taka inn i nokon by der det berre bur framande, og ikkje israelitar; me vil halda fram til Gibea, » svara husbonden.
13 ૧૩ લેવીએ તેના જુવાન નોકરને કહ્યું, “આવ, આપણે આ જગ્યાઓમાંની એક જગ્યાએ જઈએ અને ગિબયામાં કે રામામાં જઈને રાતવાસો કરીએ.”
«Kom, lat oss sjå til å nå ein av dei byarne der burte, og få hus i Gibea eller Rama!» sagde han til drengen sin.
14 ૧૪ તેથી તેઓ આગળ જવાનું જારી રાખ્યું. જયારે બિન્યામીનના પ્રદેશના ગિબયા પાસે તેઓ પહોચ્યાં ત્યારે સૂર્યાસ્ત થયો.
So heldt dei lenger fram, og då soli gladde, var dei tett ved Gibea i Benjaminsfylket.
15 ૧૫ તેઓએ ગિબયામાં જઈને રાત વિતાવી. અને તે નગરની વચ્ચેની ખુલ્લી જગ્યામાં જઈને બેઠો, પણ કોઈ તેને રાત વિતાવવા માટે લઈ ગયું નહિ.
Der tok dei av vegen, og gjekk inn i byen og vilde få hus um natti. Då han kom inn i byen, sette han seg på torget; men det var ingen som baud seg til å gjeva dei hus for natti.
16 ૧૬ પણ ત્યારે એક વૃદ્ધ માણસ ખેતરમાં કામ કરીને સાંજે પાછો આવતો હતો. તે એફ્રાઇમના પહાડી પ્રદેશનો લેવી હતો. થોડા સમય માટે ગિબયામાં આવ્યો હતો. પણ તે જગ્યાએ જે લોકો રહેતા હતા તેઓ તો બિન્યામીનીઓ હતા.
Då kom det ut på kvelden ein gamall mann heim frå marki, frå arbeidet sitt; han var frå Efraimsheidi, men heldt til i Gibea. Hitt folket der var benjaminitar.
17 ૧૭ તે વૃદ્ધે પોતાની આંખો ઊંચી કરી અને તેણે નગરમાં વટેમાર્ગુઓને રસ્તામાં બેઠેલા જોયા. તે વૃદ્ધ માણસે કહ્યું, “તું ક્યાં જાય છે? તું ક્યાંથી આવ્યો છે?”
Då han såg upp, vart han var ferdamannen på torget, og sagde til honom: «Kvar etlar du deg av, og kvar kjem du ifrå?»
18 ૧૮ લેવીએ તેને કહ્યું, “અમે બેથલેહેમ યહૂદિયાનાં એફ્રાઇમના પહાડી પ્રદેશના પેલે છેડે જઈએ છીએ. હું ત્યાંનો રહેવાસી છું. હું બેથલેહેમ-યહૂદિયામાં ગયો હતો અને હું ઈશ્વરના ઘરે જાઉં છું.
«Me kjem frå Betlehem i Juda», svara hin, «og skal langt burt på Efraimsheidi; der er eg ifrå. Eg hev vore til Betlehem i Juda, og no er eg på vegen til Herrens hus; men her er ingen som vil hysa meg!
19 ૧૯ અમારી પાસે અમારા ગધેડાંને માટે ઘાસચારો છે, તારી દાસીને માટે અને જુવાન માણસને માટે રોટલી અને દ્રાક્ષારસ છે. અમને કશાની જરૂરીયાત નથી. પણ કોઈ માણસ અમને પોતાના ઘરમાં આવકાર આપતો નથી.”
Eg hev både halm og for til asni våre, og brød og vin til meg og kona og drengen som er med oss; det vantar oss ingen ting.»
20 ૨૦ વૃદ્ધ માણસે તેઓની ખબરઅંતર પૂછી અને કહ્યું, “તમને શાંતિ થાઓ! હું તમારી બધી જ જરૂરિયાત પૂરી પાડીશ. તમારી સંભાળ રાખીશ. તમે રસ્તામાં રોકાઈ જશો નહિ.”
«Ver velkomen, » sagde den gamle mannen; «lat berre meg syta for alt det du treng! Men på torget må du ikkje vera i natt.»
21 ૨૧ તે માણસ લેવીને પોતાને ઘરે લાવ્યો. તેના ગધેડાંને ઘાસ ચારો આપ્યો. તેઓએ પોતાના હાથપગ ધોયા અને ખાધુંપીધું.
So fylgde han den framande inn i huset sitt, og gav asni hans for, og då dei hadde tvege føterne sine, sette dei seg til bords.
22 ૨૨ તેઓ આનંદમાં હતા, એટલામાં જુઓ, નગરના બલિયાલના દીકરાઓએ આવીને ઘરનો દરવાજો ખટખટાવ્યો. તેઓએ તે વૃદ્ધ માણસને કહ્યું, “જે માણસ તારા ઘરમાં આવ્યો તેને બહાર કાઢ કે અમે તેની સાથે શારીરિક સંબંધ બાંધીએ.”
Best dei sat og kosa seg, kom mennerne i byen, ukjor som dei var, og kringsette huset; dei dundra på døri og ropa til den gamle mannen som åtte huset: «Lat den karen som hev teke inn hjå deg koma ut, so me kann få vår vilje med honom!»
23 ૨૩ તે ઘરના માલિકે તેઓને બહાર લઈ જઈને તેઓને કહ્યું, “ના, મારા ભાઈઓ, કૃપા કરી આવું ખોટું કામ ના કરો” જ્યાં સુધી આ માણસો મારા ઘરમાં મહેમાન તરીકે છે, ત્યાં સુધી આવો દુરાચાર ના કરો.”
Då gjekk huseigaren ut til deim, og sagde: «Far ikkje so, godtfolk! Gjer ikkje vondt! Kom i hug at denne mannen er gjesten min, og gjer ikkje so stygg ei gjerning!
24 ૨૪ જુઓ, મારી કુંવારી દીકરી કે જે તે માણસની ઉપપત્ની છે તે અહીં છે. તેને હું હમણાં બહાર લાવું. તેની આબરુ લો તથા તમને જેમ સારુ લાગે તેમ તેની સાથે કરો. પણ એ માણસ સાથે એવું અધમ કૃત્ય ના કરો!”
Sjå her er dotter mi, som er møy, og fylgjekona hans; deim skal eg senda ut til dykk; so fær de taka deim og gjera med deim som de synest; men denne mannen må de ikkje fara so stygt med!»
25 ૨૫ પણ તે માણસોએ તેનું સાંભળ્યું નહિ, તેથી તે માણસ તેની ઉપપત્નીને પકડીને તેઓની પાસે બહાર લાવ્યો. તેઓએ તેના પર બળાત્કાર કર્યો અને આખી રાત તેની સાથે દુષ્કર્મ કર્યું, સવાર પડતાં તેઓએ તેને છોડી દીધી.
Men kararne vilde ikkje høyra på honom. Då tok den framande fylgjekona si, og leidde henne ut til deim, og dei låg med henne og skamfor henne heile natti, og slepte henne ikkje fyrr det leid imot morgonen og tok til å ljosna.
26 ૨૬ સૂર્યોદય થતાં તે સ્ત્રી નીચે આવીને જે માણસના ઘરમાં તેનો પતિ હતો તેના બારણા આગળ પડી રહી.
I dagrenningi kom kona, og seig i hop framfyre døri til det huset der husbonden hennar var; der vart ho liggjande til det var ljost.
27 ૨૭ જયારે તેનો પતિ સવારે ઊઠ્યો અને પોતાના કામે જવાને નીકળ્યો ત્યારે બારણાં ખોલીને જોયું તો તેની ઉપપત્ની ઉંબરા પર હાથ રાખીને ઘરના બારણાં પાસે પડેલી હતી.
Då husbonden hennar reis upp um morgonen, og let upp husdøri og gjekk ut, vilde fara sin veg, då låg kvinna, fylgjekona hans, framfyre husdøri, med henderne på dørstokken.
28 ૨૮ લેવીએ તેને કહ્યું, “ઊઠ. આપણે ચાલ્યા જઈએ.” પણ તેને કોઈ જવાબ ન મળ્યો. તેને ઊંચકીને ગધેડા પર મૂકી અને તે માણસ તેને લઈને પોતાના ઘરે જવાને રવાના થયો.
«Reis deg upp, og lat oss fara i veg!» sagde han. Men han fekk inkje svar. Då lyfte han henne upp på asnet, og tok ut, og for til si bygd.
29 ૨૯ લેવી પોતાને ઘરે આવ્યો અને તેણે છરી લઈને તેની ઉપપત્નીનાં અંગે અંગ કાપ્યાં તેના બાર ટુકડાં કરીને આખા ઇઝરાયલમાં મોકલી આપ્યાં.
Og då han kom heim, treiv han ein kniv, og tok fylgjekona si, og lema henne sund i tolv luter, og deim sende han kring i heile Israelsriket.
30 ૩૦ જે બધાએ તે જોયું તેઓએ કહ્યું કે, “ઇઝરાયલ લોકો મિસર દેશમાંથી નીકળ્યા તે દિવસથી તે આજ સુધી આવું ભયાનક કૃત્ય કરવામાં કે જોવામાં આવ્યું નથી. એ વિષે વિચાર કરો! મસલત કરો! અમને અભિપ્રાય આપો.”
Og alle som såg det, sagde: «Slikt hev aldri hendt og aldri vore spurt, alt ifrå den dagen då Israels-sønerne for frå Egyptarland og til denne dag. Tenk etter, legg råd, og tala!»