< ન્યાયાધીશો 19 >

1 ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો, તે દિવસોમાં એવું બન્યું કે કોઈ એક લેવી એફ્રાઇમની પહાડી પ્રદેશના સૌથી દૂર વિસ્તારમાં આવીને રહેતો હતો. તેણે બેથલેહેમનાં યહૂદિયામાંથી એક સ્ત્રીને પોતાની ઉપપત્ની તરીકે રાખી હતી.
ಇಸ್ರಾಯೇಲಿನಲ್ಲಿ ಆ ದಿವಸಗಳಲ್ಲಿ ಅರಸನಿರಲಿಲ್ಲ. ಎಫ್ರಾಯೀಮ್ ಬೆಟ್ಟದ ಒಂದು ಮೂಲೆಯಲ್ಲಿ ಒಬ್ಬ ಲೇವಿಯನು ಪ್ರವಾಸಿಯಾಗಿದ್ದನು. ಅವನು ಯೆಹೂದದ ಬೇತ್ಲೆಹೇಮಿನವಳಾದಂಥ ಸ್ತ್ರೀಯನ್ನು ಉಪಪತ್ನಿಯಾಗಿ ತೆಗೆದುಕೊಂಡಿದ್ದನು.
2 પણ તેની ઉપપત્ની તેને અવિશ્વાસુ હતી. તેણે વ્યભિચાર કર્યો તેના પતિને મૂકીને પોતાના પિતાના ઘરે બેથલેહેમના યહૂદિયામાં પાછી ગઈ. તે ત્યાં ચાર મહિના સુધી રહી.
ಅವನ ಉಪಪತ್ನಿ ಅವನಿಗೆ ವಿರೋಧವಾಗಿ ಜಾರತ್ವ ಮಾಡಿ, ಅವನನ್ನು ಬಿಟ್ಟು, ಯೆಹೂದದ ಬೇತ್ಲೆಹೇಮಿನಲ್ಲಿರುವ ತನ್ನ ತಂದೆಯ ಮನೆಗೆ ಹೋಗಿ, ಅಲ್ಲಿ ನಾಲ್ಕು ತಿಂಗಳಿದ್ದಳು.
3 તેનો પતિ તેને સમજાવીને પાછી લાવવા માટે ગયો. તેની સાથે નોકર તથા બે ગધેડા હતાં. તેની ઉપપત્નીના પિતાએ તેને જોયો, ત્યારે તે સ્ત્રી તેને પોતાના પિતાના ઘરમાં લાવી. અને તેનો પિતા તેને મળીને ખુશ થયો.
ಆಗ ಅವಳ ಗಂಡನು ಎದ್ದು, ಅವಳ ಸಂಗಡ ಪ್ರೀತಿಯಿಂದ ಮಾತನಾಡಿ, ಅವಳನ್ನು ತಿರುಗಿ ಕರೆತರುವುದಕ್ಕೆ ತನ್ನ ಸೇವಕನನ್ನೂ, ಎರಡು ಕತ್ತೆಗಳನ್ನೂ ತೆಗೆದುಕೊಂಡು ಅವಳ ಬಳಿಗೆ ಹೋದನು. ಅವಳು ಅವನನ್ನು ತನ್ನ ತಂದೆಯ ಮನೆಗೆ ಕರೆದುಕೊಂಡು ಹೋದಳು. ಆಕೆಯ ತಂದೆ ಅವನನ್ನು ಕಂಡಾಗ, ಸಂತೋಷದಿಂದ ಅವನನ್ನು ಸ್ವಾಗತಿಸಿದನು.
4 તેના સસરાએ એટલે યુવતીના પિતાએ, તેને ત્રણ દિવસ રહેવા માટે સમજાવ્યો. તેઓએ ખાધું, પીધું અને ત્યાં રહ્યો.
ಅವನ ಮಾವನು ಅಂದರೆ ಆ ಸ್ತ್ರೀಯ ತಂದೆಯು ಅವನನ್ನು ಅಲ್ಲಿರುವಂತೆ ಒತ್ತಾಯ ಮಾಡಿದನು. ಆದ್ದರಿಂದ ಅವನು ಅಲ್ಲಿ ಊಟಮಾಡುತ್ತಾ, ಕುಡಿಯುತ್ತಾ, ಮಲಗುತ್ತಾ ಮೂರು ದಿನಗಳನ್ನು ಕಳೆದನು.
5 ચોથે દિવસે તેઓએ વહેલાં ઊઠીને વિદાય થવાની તૈયારી કરી, પણ યુવતીના પિતાએ પોતાના જમાઈને કહ્યું, “થોડો ખોરાક ખાઈને તાજગી પામ. પછી તમે તમારે રસ્તે જજો.”
ನಾಲ್ಕನೆಯ ದಿನ ಅವರು ಬೇಗನೆ ಎದ್ದು, ಹೊರಡಲಿಕ್ಕೆ ಸಿದ್ಧರಾದರು. ಆದರೆ ಆ ಸ್ತ್ರೀಯ ತಂದೆಯು ತನ್ನ ಅಳಿಯನಿಗೆ, “ಸ್ವಲ್ಪ ಊಟಮಾಡಿ ಚೇತರಿಸಿಕೋ, ಆಮೇಲೆ ನೀವು ಹೋಗಬಹುದು,” ಎಂದನು.
6 તેથી તેઓ બન્નેએ સાથે બેસીને ખાધુંપીધું. પછી યુવતીના પિતાએ લેવીને કહ્યું, “કૃપા કરી જો તારી ઇચ્છા હોય તો આજની રાત અહીં રોકાઈ જા અને આનંદ કર.”
ಆದ್ದರಿಂದ ಅವರಿಬ್ಬರು ಊಟ ಮಾಡಲು, ಕುಡಿಯಲು ಕುಳಿತುಕೊಂಡರು. ಅನಂತರದಲ್ಲಿ ಆ ಸ್ತ್ರೀಯ ತಂದೆಯು, “ಈ ರಾತ್ರಿ ಇಲ್ಲೇ ಇದ್ದುಕೊಂಡು ಸಂತೋಷಪಡು,” ಎಂದು ಹೇಳಿದನು.
7 લેવી જવા માટે વહેલો ઊઠ્યો, પણ જુવાન સ્ત્રીના પિતાએ તેને રહેવા માટે આગ્રહ કર્યો, તેથી તેણે પોતાનો વિચાર બદલ્યો અને ફરી તે રાતે તે રહી ગયો.
ಆ ಮನುಷ್ಯನು ಎದ್ದು ಹೊರಡಲು ಸಿದ್ಧನಾದಾಗ, ಅವನ ಮಾವನು ಅವನನ್ನು ಆ ರಾತ್ರಿ ಅಲ್ಲಿಯೇ ಇರುವಂತೆ ಒಪ್ಪಿಸಿದನು.
8 પાંચમા દિવસે વિદાય થવા માટે તે વહેલો ઊઠ્યો, પણ છોકરીના પિતાએ કહ્યું, “પોતાને બળવાન કર અને બપોર સુધી રહી જા.” તેથી તેઓ બન્ને જમ્યાં.
ಐದನೆಯ ದಿನದ ಮುಂಜಾನೆ ಅವನು ಹೊರಡಲು ಎದ್ದೇಳುವಾಗ, ಆ ಸ್ತ್ರೀಯ ತಂದೆಯು, “ವಿಶ್ರಮಿಸಿಕೋ, ಮಧ್ಯಾಹ್ನದವರೆಗೆ ಇರು,” ಎಂದನು. ಅದರಂತೆ ಅವರಿಬ್ಬರು ಒಟ್ಟಾಗಿ ಊಟಮಾಡಿದರು.
9 પછી લેવી, તેની ઉપપત્ની તથા તેનો ચાકર જવા માટે ઊભા થયા, ત્યારે તેના સસરાએ, એટલે યુવતીના પિતાએ તેને કહ્યું, “જો, હવે દિવસ આથમવા આવ્યો છે. કૃપા કરી આજે રાત્રે પણ રોકાઈ જાઓ અને આનંદ કરો. આવતીકાલે વહેલા ઊઠીને તમારે ઘરે પાછા જજો.
ಅವನೂ, ಅವನ ಉಪಪತ್ನಿಯೂ ಅವನ ಸೇವಕನೂ ಹೋಗುವುದಕ್ಕೆ ಎದ್ದಾಗ, ಅವನ ಮಾವನು ಅವನಿಗೆ, “ಇಗೋ, ಹೊತ್ತು ಹೋಗಿ ಸಂಜೆ ಆಯಿತು. ಈ ರಾತ್ರಿ ನೀನು ದಯಮಾಡಿ ಇಲ್ಲೇ ಇರು; ಹೊತ್ತು ಮುಣುಗುತ್ತಾ ಬಂತು. ನೀನು ಈ ರಾತ್ರಿ ಇಲ್ಲಿದ್ದು, ನಿನ್ನ ಗುಡಾರಕ್ಕೆ ನಾಳೆ ಬೆಳಿಗ್ಗೆ ಎದ್ದು, ನಿಮ್ಮ ಮಾರ್ಗ ಹಿಡಿದು ಹೋಗಬಹುದು,” ಎಂದನು.
10 ૧૦ પણ લેવી તે રાતે ત્યાં રહેવા માટે રાજી ન હતો. તેથી તે ચાલી નીકળ્યો. તે યબૂસ એટલે યરુશાલેમ પાસે આવી પહોંચ્યો. તેની સાથે સામાન બાંધેલાં બે ગધેડાં અને તેની ઉપપત્ની પણ હતી.
ಆದರೆ ಆ ಮನುಷ್ಯನು ಆ ರಾತ್ರಿ ಅಲ್ಲಿರುವುದಕ್ಕೆ ಮನಸ್ಸಿಲ್ಲದೆ, ಎದ್ದು ತಡಿಕಟ್ಟಿದ ಎರಡು ಕತ್ತೆಗಳ ಮತ್ತು ತನ್ನ ಉಪಪತ್ನಿಯ ಸಂಗಡ ಹೊರಟುಹೋಗಿ, ಯೆರೂಸಲೇಮು ಎಂಬ ಯೆಬೂಸಿಗೆ ಸರಿಯಾಗಿ ಬಂದನು.
11 ૧૧ જયારે તેઓ યબૂસ પાસે પહોંચ્યાં, ત્યારે સાંજ પડી ગઈ હોવાથી તેના ચાકરે પોતાના માલિકને કહ્યું, “ચાલો, આપણે યબૂસીઓના નગરમાં જઈને ત્યાં રાત વિતાવીએ.”
ಅವರು ಯೆಬೂಸಿಗೆ ಸಮೀಪಿಸಿದಾಗ, ಹೊತ್ತು ಬಹಳ ಹೋಗಿತ್ತು. ಆಗ ಸೇವಕನು ತನ್ನ ಯಜಮಾನನಿಗೆ, “ನೀನು ದಯಮಾಡಿ ಬಾ; ಈ ಯೆಬೂಸಿಯರ ಪಟ್ಟಣಕ್ಕೆ ತಿರುಗಿಕೊಂಡು, ಅಲ್ಲಿ ರಾತ್ರಿಯಲ್ಲಿ ಇಳಿದುಕೊಳ್ಳೋಣ,” ಎಂದನು.
12 ૧૨ તેના માલિકે તેને કહ્યું, “આપણે આ વિદેશીઓના નગરમાં જવું નથી, જ્યાં ઇઝરાયલ નથી તેવા વિદેશીઓના નગરમાં આપણે નહિ જઈએ. આપણે આગળ ચાલીને ગિબયા જઈશું.”
ಆದರೆ ಅವನ ಯಜಮಾನನು ಅವನಿಗೆ, “ನಾವು ಇಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲರಲ್ಲದವರ ಪಟ್ಟಣದಲ್ಲಿ ತಂಗಬಾರದು; ಗಿಬೆಯ ಪಟ್ಟಣಕ್ಕೆ ಹೋಗೋಣ,” ಎಂದನು.
13 ૧૩ લેવીએ તેના જુવાન નોકરને કહ્યું, “આવ, આપણે આ જગ્યાઓમાંની એક જગ્યાએ જઈએ અને ગિબયામાં કે રામામાં જઈને રાતવાસો કરીએ.”
ಅವನು ಸೇವಕನಿಗೆ, “ಗಿಬೆಯದಲ್ಲಾದರೂ, ರಾಮಾದಲ್ಲಾದರೂ ಇಳಿದುಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಆ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಒಂದಕ್ಕೆ ಸೇರೋಣ ಬಾ,” ಎಂದನು.
14 ૧૪ તેથી તેઓ આગળ જવાનું જારી રાખ્યું. જયારે બિન્યામીનના પ્રદેશના ગિબયા પાસે તેઓ પહોચ્યાં ત્યારે સૂર્યાસ્ત થયો.
ಹಾಗೆಯೇ ಅವರು ದಾಟಿಹೋದರು. ಅವರು ಬೆನ್ಯಾಮೀನನಿಗೆ ಸೇರಿದ ಗಿಬೆಯ ಊರಿನ ಸಮೀಪಕ್ಕೆ ಬಂದಾಗ ಸೂರ್ಯ ಮುಳುಗಿತ್ತು.
15 ૧૫ તેઓએ ગિબયામાં જઈને રાત વિતાવી. અને તે નગરની વચ્ચેની ખુલ્લી જગ્યામાં જઈને બેઠો, પણ કોઈ તેને રાત વિતાવવા માટે લઈ ગયું નહિ.
ಆದ್ದರಿಂದ ಅವರು ಗಿಬೆಯದಲ್ಲಿ ರಾತ್ರಿ ಕಳೆಯಲು ಉಳಿದರು. ಅವರು ಹೋಗಿ ಪಟ್ಟಣದ ಮಧ್ಯದಲ್ಲಿ ಕುಳಿತುಕೊಂಡರು. ಮನೆಯಲ್ಲಿ ಇಳಿದುಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಅವರನ್ನು ಯಾರೂ ಸೇರಿಸಿಕೊಳ್ಳಲಿಲ್ಲ.
16 ૧૬ પણ ત્યારે એક વૃદ્ધ માણસ ખેતરમાં કામ કરીને સાંજે પાછો આવતો હતો. તે એફ્રાઇમના પહાડી પ્રદેશનો લેવી હતો. થોડા સમય માટે ગિબયામાં આવ્યો હતો. પણ તે જગ્યાએ જે લોકો રહેતા હતા તેઓ તો બિન્યામીનીઓ હતા.
ಆಗ ಒಬ್ಬ ಮುದುಕನು ಹೊಲದಲ್ಲಿ ತನ್ನ ಕೆಲಸಮಾಡಿ ಬರುತ್ತಿದ್ದನು. ಆ ಮನುಷ್ಯನು ಎಫ್ರಾಯೀಮ್ ಬೆಟ್ಟದ ಪ್ರದೇಶಕ್ಕೆ ಸೇರಿದವನೂ ಬೆನ್ಯಾಮೀನರ ಊರಾದ ಗಿಬೆಯದಲ್ಲಿ ಪ್ರವಾಸಿಯಾಗಿಯೂ ಇದ್ದನು.
17 ૧૭ તે વૃદ્ધે પોતાની આંખો ઊંચી કરી અને તેણે નગરમાં વટેમાર્ગુઓને રસ્તામાં બેઠેલા જોયા. તે વૃદ્ધ માણસે કહ્યું, “તું ક્યાં જાય છે? તું ક્યાંથી આવ્યો છે?”
ಆ ಮುದುಕನು ತನ್ನ ಕಣ್ಣೆತ್ತಿ ಆ ಪಟ್ಟಣದ ಬೀದಿಯಲ್ಲಿ ಕುಳಿತಿದ್ದ ಯಾತ್ರಿಕನನ್ನು ಕಂಡು, “ನೀನು ಎಲ್ಲಿಗೆ ಹೋಗುತ್ತೀ? ಎಲ್ಲಿಂದ ಬಂದೆ?” ಎಂದನು.
18 ૧૮ લેવીએ તેને કહ્યું, “અમે બેથલેહેમ યહૂદિયાનાં એફ્રાઇમના પહાડી પ્રદેશના પેલે છેડે જઈએ છીએ. હું ત્યાંનો રહેવાસી છું. હું બેથલેહેમ-યહૂદિયામાં ગયો હતો અને હું ઈશ્વરના ઘરે જાઉં છું.
ಅವನು ಇವನಿಗೆ, “ನಾವು ಯೆಹೂದದ ಬೇತ್ಲೆಹೇಮಿನಿಂದ ಎಫ್ರಾಯೀಮ್ ಬೆಟ್ಟದ ಕಡೆಯಲ್ಲಿ ಹಾದು ಹೋಗುತ್ತೇವೆ. ನಾನು ಅಲ್ಲಿಯವನು. ಯೆಹೂದದ ಬೇತ್ಲೆಹೇಮಿಗೆ ಹೋಗಿದ್ದೆನು. ಈಗ ಯೆಹೋವ ದೇವರ ಮನೆಗೆ ಹೋಗುತ್ತೇನೆ. ಆದರೆ ನಮ್ಮನ್ನು ಯಾರೂ ಮನೆಗೆ ಸೇರಿಸಿಕೊಳ್ಳಲಿಲ್ಲ.
19 ૧૯ અમારી પાસે અમારા ગધેડાંને માટે ઘાસચારો છે, તારી દાસીને માટે અને જુવાન માણસને માટે રોટલી અને દ્રાક્ષારસ છે. અમને કશાની જરૂરીયાત નથી. પણ કોઈ માણસ અમને પોતાના ઘરમાં આવકાર આપતો નથી.”
ಆದರೂ ನಮ್ಮ ಕತ್ತೆಗಳಿಗೆ ಮೇವೂ, ನಿನ್ನ ಸೇವಕನಾದ ನನಗೂ, ನಿನ್ನ ಸೇವಕಿಗೂ, ನಿನ್ನ ಸೇವಕನ ಸಂಗಡ ಇರುವ ಪ್ರಾಯಸ್ಥನಿಗೂ ಸಾಕಾಗುವಷ್ಟು ರೊಟ್ಟಿ ಮತ್ತು ದ್ರಾಕ್ಷಾರಸವು ಉಂಟು. ಏನೂ ಕೊರತೆ ಇಲ್ಲ,” ಎಂದನು.
20 ૨૦ વૃદ્ધ માણસે તેઓની ખબરઅંતર પૂછી અને કહ્યું, “તમને શાંતિ થાઓ! હું તમારી બધી જ જરૂરિયાત પૂરી પાડીશ. તમારી સંભાળ રાખીશ. તમે રસ્તામાં રોકાઈ જશો નહિ.”
ಆಗ ಆ ಮುದುಕನು, “ನಿನಗೆ ಶುಭವಾಗಲಿ, ನಿನ್ನ ಕೊರತೆಯೆಲ್ಲಾ ನನ್ನ ಮೇಲೆ ಇರಲಿ, ಹೇಗಾದರೂ ಬೀದಿಯೊಳಗೆ ಇಳಿದುಕೊಳ್ಳಬೇಡ,” ಎಂದು ಹೇಳಿ
21 ૨૧ તે માણસ લેવીને પોતાને ઘરે લાવ્યો. તેના ગધેડાંને ઘાસ ચારો આપ્યો. તેઓએ પોતાના હાથપગ ધોયા અને ખાધુંપીધું.
ಅವನನ್ನು ತನ್ನ ಮನೆಗೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗಿ, ಕತ್ತೆಗಳಿಗೆ ಮೇವು ಹಾಕಿದನು. ಅವರು ತಮ್ಮ ಕೈಕಾಲುಗಳನ್ನು ತೊಳೆದು ತಿಂದು ಕುಡಿದರು.
22 ૨૨ તેઓ આનંદમાં હતા, એટલામાં જુઓ, નગરના બલિયાલના દીકરાઓએ આવીને ઘરનો દરવાજો ખટખટાવ્યો. તેઓએ તે વૃદ્ધ માણસને કહ્યું, “જે માણસ તારા ઘરમાં આવ્યો તેને બહાર કાઢ કે અમે તેની સાથે શારીરિક સંબંધ બાંધીએ.”
ಅವರು ಸಂತೋಷಿಸುತ್ತಿರುವ ವೇಳೆಯಲ್ಲಿ ಆ ಪಟ್ಟಣದ ದುಷ್ಟ ಮನುಷ್ಯರಲ್ಲಿ ಕೆಲವರು ಆ ಮನೆಯನ್ನು ಸುತ್ತಿಕೊಂಡು, ಕದವನ್ನು ಬಡಿದು, ಆ ಮನೆಯ ಯಜಮಾನನಾದ ಮುದುಕನಿಗೆ, “ನಿನ್ನ ಮನೆಗೆ ಬಂದ ಆ ಮನುಷ್ಯನೊಡನೆ ನಮಗೆ ಸಂಗಮವಾಗಬೇಕು, ಹೊರಗೆ ಬಾ,” ಎಂದು ಹೇಳಿದರು.
23 ૨૩ તે ઘરના માલિકે તેઓને બહાર લઈ જઈને તેઓને કહ્યું, “ના, મારા ભાઈઓ, કૃપા કરી આવું ખોટું કામ ના કરો” જ્યાં સુધી આ માણસો મારા ઘરમાં મહેમાન તરીકે છે, ત્યાં સુધી આવો દુરાચાર ના કરો.”
ಆಗ ಮನೆಯ ಯಜಮಾನನಾದ ಆ ಮನುಷ್ಯನು ಅವರ ಬಳಿಗೆ ಹೊರಟುಹೋಗಿ, ಅವರಿಗೆ, “ಹಾಗೆ ಮಾಡಬೇಡಿರಿ. ನನ್ನ ಸಹೋದರರೇ, ದಯಮಾಡಿ ಕೆಟ್ಟತನ ಮಾಡಬೇಡಿರಿ. ಆ ಮನುಷ್ಯನು ನನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಪ್ರವೇಶಿಸಿದ್ದರಿಂದ ನೀವು ಅಂಥ ಬುದ್ಧಿಹೀನತೆಯನ್ನು ಮಾಡಬೇಡಿರಿ.
24 ૨૪ જુઓ, મારી કુંવારી દીકરી કે જે તે માણસની ઉપપત્ની છે તે અહીં છે. તેને હું હમણાં બહાર લાવું. તેની આબરુ લો તથા તમને જેમ સારુ લાગે તેમ તેની સાથે કરો. પણ એ માણસ સાથે એવું અધમ કૃત્ય ના કરો!”
ಕನ್ನಿಕೆಯಾದ ನನ್ನ ಮಗಳೂ, ಅವನ ಉಪಪತ್ನಿಯನ್ನೂ ಹೊರಗೆ ತರುವೆನು. ನೀವು ಅವರನ್ನು ಕುಂದಿಸಿ ನಿಮಗೆ ಸರಿಯಾಗಿ ತೋರುವ ಹಾಗೆ ಅವರಿಗೆ ಮಾಡಿರಿ, ಆ ಮನುಷ್ಯನಿಗೆ ಮಾತ್ರ ಅಂಥ ದುಷ್ಕೃತ್ಯವನ್ನು ಮಾಡಬೇಡಿರಿ,” ಎಂದನು.
25 ૨૫ પણ તે માણસોએ તેનું સાંભળ્યું નહિ, તેથી તે માણસ તેની ઉપપત્નીને પકડીને તેઓની પાસે બહાર લાવ્યો. તેઓએ તેના પર બળાત્કાર કર્યો અને આખી રાત તેની સાથે દુષ્કર્મ કર્યું, સવાર પડતાં તેઓએ તેને છોડી દીધી.
ಆದರೆ ಆ ಮನುಷ್ಯರು ಅವನ ಮಾತನ್ನು ಕೇಳಲೊಲ್ಲದೆ ಹೋದರು. ಆದ್ದರಿಂದ ಆ ಮನುಷ್ಯನು ತನ್ನ ಉಪಪತ್ನಿಯನ್ನು ಹಿಡಿದು ಹೊರಗೆ ಅವರ ಬಳಿಯಲ್ಲಿ ತಂದು ಬಿಟ್ಟನು. ಅವರು ಅವಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಉದಯಕಾಲದ ಪರ್ಯಂತರ ರಾತ್ರಿಯೆಲ್ಲಾ ಕೆಡಿಸಿ, ಉದಯವಾಗುವಾಗ ಅವಳನ್ನು ಬಿಟ್ಟುಬಿಟ್ಟರು.
26 ૨૬ સૂર્યોદય થતાં તે સ્ત્રી નીચે આવીને જે માણસના ઘરમાં તેનો પતિ હતો તેના બારણા આગળ પડી રહી.
ಆ ಸ್ತ್ರೀ ಉದಯಕಾಲಕ್ಕೆ ಮುಂಚೆ ಬಂದು ಬೆಳಗಾಗುವ ಮಟ್ಟಿಗೂ ಅಲ್ಲಿ ತನ್ನ ಯಜಮಾನನು ಇರುವ ಮನೆಯ ಬಾಗಿಲ ಬಳಿಯಲ್ಲಿ ಬಿದ್ದಿದ್ದಳು.
27 ૨૭ જયારે તેનો પતિ સવારે ઊઠ્યો અને પોતાના કામે જવાને નીકળ્યો ત્યારે બારણાં ખોલીને જોયું તો તેની ઉપપત્ની ઉંબરા પર હાથ રાખીને ઘરના બારણાં પાસે પડેલી હતી.
ಅವಳ ಯಜಮಾನನು ಉದಯದಲ್ಲಿ ಎದ್ದು, ಮನೆಯ ಬಾಗಿಲನ್ನು ತೆರೆದು, ತನ್ನ ಮಾರ್ಗವಾಗಿ ಹೊರಡುವಾಗ, ತನ್ನ ಉಪಪತ್ನಿ ಮನೆಯ ಬಾಗಿಲ ಮುಂದೆ ತನ್ನ ಕೈಗಳನ್ನು ಹೊಸ್ತಿಲ ಮೇಲೆ ಇಟ್ಟವಳಾಗಿ ಬಿದ್ದಿದ್ದಳು.
28 ૨૮ લેવીએ તેને કહ્યું, “ઊઠ. આપણે ચાલ્યા જઈએ.” પણ તેને કોઈ જવાબ ન મળ્યો. તેને ઊંચકીને ગધેડા પર મૂકી અને તે માણસ તેને લઈને પોતાના ઘરે જવાને રવાના થયો.
ಆಗ ಅವನು ಅವಳಿಗೆ, “ಏಳು, ಹೋಗೋಣ,” ಎಂದನು. ಆದರೆ ಅವಳಿಂದ ಪ್ರತ್ಯುತ್ತರ ಬರಲಿಲ್ಲ. ಆಗ ಆ ಮನುಷ್ಯನು ಅವಳ ಶವವನ್ನು ಕತ್ತೆಯ ಮೇಲೆ ಹಾಕಿಕೊಂಡು, ತನ್ನ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋದನು.
29 ૨૯ લેવી પોતાને ઘરે આવ્યો અને તેણે છરી લઈને તેની ઉપપત્નીનાં અંગે અંગ કાપ્યાં તેના બાર ટુકડાં કરીને આખા ઇઝરાયલમાં મોકલી આપ્યાં.
ಅವನು ತನ್ನ ಮನೆಗೆ ಹೋದಾಗ, ಒಂದು ಖಡ್ಗವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ತನ್ನ ಉಪಪತ್ನಿಯನ್ನು ಹಿಡಿದು ಎಲುಬುಗಳ ಸಂಗಡ ಹನ್ನೆರಡು ತುಂಡುಗಳಾಗಿ ಕಡಿದು, ಅವುಗಳನ್ನು ಇಸ್ರಾಯೇಲಿನ ಮೇರೆಗಳಿಗೆಲ್ಲಾ ಕಳುಹಿಸಿದನು.
30 ૩૦ જે બધાએ તે જોયું તેઓએ કહ્યું કે, “ઇઝરાયલ લોકો મિસર દેશમાંથી નીકળ્યા તે દિવસથી તે આજ સુધી આવું ભયાનક કૃત્ય કરવામાં કે જોવામાં આવ્યું નથી. એ વિષે વિચાર કરો! મસલત કરો! અમને અભિપ્રાય આપો.”
ಆಗ ಅದನ್ನು ಕಂಡವರೆಲ್ಲಾ, “ಇಸ್ರಾಯೇಲರು ಈಜಿಪ್ಟಿನಿಂದ ಬಂದ ದಿವಸ ಮೊದಲ್ಗೊಂಡು ಈ ಪರ್ಯಂತರ ಇಂಥ ಕಾರ್ಯವು ಆದದ್ದೂ ಇಲ್ಲ, ಕಂಡದ್ದೂ ಇಲ್ಲ. ನೀವು ಇದರ ವಿಷಯ ಆಲೋಚಿಸಿ ಯೋಚಿಸಿರಿ. ನಾವೇನು ಮಾಡಬೇಕು ಹೇಳಿರಿ?” ಎಂದರು.

< ન્યાયાધીશો 19 >