< ન્યાયાધીશો 18 >
1 ૧ તે દિવસોમાં ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો. તે સમયે દાનીઓનું કુળ પોતાના વસવાટને માટે વતન શોધતું હતું, કેમ કે અત્યાર સુધી ઇઝરાયલના કુળોની મધ્યે તેઓને વતનનો હિસ્સો મળ્યો નહોતો.
En ce temps-là, il n'y avait pas de roi en Israël. En ces jours-là, la tribu des Danites chercha un héritage pour y habiter; car jusqu'à ce jour, leur héritage ne leur était pas échu parmi les tribus d'Israël.
2 ૨ દાનના લોકોએ પોતાના આખા કુળમાંથી પાંચ માણસો મોકલ્યા, તેઓ લડવૈયા અને સોરાહથી એશ્તાઓલના યુદ્ધમાં અનુભવી હતા, તેઓને દેશની જાસૂસી કરવા તથા તપાસ કરવા માટે મોકલ્યા. તેઓએ તેમને કહ્યું, “જઈને દેશની તપાસ કરો” તેઓ એફ્રાઇમના પહાડી દેશમાં આવ્યા, મિખાને ઘરે આવીને ત્યાં તેઓ રાત્રી મુકામ કર્યો.
Les fils de Dan envoyèrent de Zorah et d'Eshtaol cinq hommes de leur famille, des hommes vaillants, pour explorer le pays et le sonder. Ils leur dirent: « Allez, explorez le pays! » Ils arrivèrent dans la montagne d'Ephraïm, à la maison de Mica, et ils y passèrent la nuit.
3 ૩ જયારે તેઓ મિખાના ઘરની નજીક આવ્યા, ત્યારે તેઓએ પેલા જુવાન લેવીનો સાદ ઓળખ્યો, તેઓ પાછા વળીને ત્યાં ગયા. અને પૂછ્યું, “તને અહીંયાં કોણ લાવ્યું? અહીં તું શું કરે છે? અહીં તું શા માટે છે?”
Lorsqu'ils furent près de la maison de Michée, ils reconnurent la voix du jeune homme, le Lévite; ils s'y rendirent donc et lui dirent: « Qui t'a amené ici? Que fais-tu dans ce lieu? Que possèdes-tu ici? »
4 ૪ તેણે તેઓને કહ્યું, મિખાએ મારા માટે આ કર્યું છે. “તેણે મને કામ પર રાખ્યો અને હું તેનો યાજક થયો છું.”
Il leur dit: « C'est ainsi que Michée m'a traité, il m'a engagé et je suis devenu son prêtre. »
5 ૫ તેઓએ તેને કહ્યું, “કૃપા કરીને ઈશ્વરની સલાહ પૂછ, જેથી અમે જાણીએ કે જે રસ્તે અમે જઈએ છીએ તે સફળ નીવડશે કે નહિ.”
Ils lui dirent: « Je t'en prie, demande conseil à Dieu, afin que nous sachions si la voie que nous suivons sera prospère. »
6 ૬ યાજકે તેઓને કહ્યું કે, “શાંતિએ ચાલ્યા જાઓ. જે રસ્તે તમે જાઓ છો તેમાં ઈશ્વર તમારી સમક્ષતા કરશે.”
Le prêtre leur dit: « Allez en paix. La voie que vous suivez est devant l'Éternel. »
7 ૭ પછી એ પાંચ માણસો લાઈશ આવ્યા અને તેઓએ લોકોને જોયા કે જ્યાં તેઓ સલામતીમાં રહેતા હતા-એ જ રીતે સિદોનીઓ મૂંઝવણ ન અનુભવવાને બદલે સુરક્ષિત રહેતા હતા. તે દેશમાં એવો કોઈ ન હતો કે, તેઓને જીતી શકે અથવા તેઓને કોઈપણ રીતે તકલીફ આપે. તેઓ સિદોનીઓથી ઘણાં દૂર રહેતા હતા અને કોઈની સાથે વ્યવહાર રાખતા ન હતા.
Et les cinq hommes partirent, et vinrent à Laïsh, et virent le peuple qui était là, et comment ils vivaient en sécurité, à la manière des Sidoniens, tranquilles et en sûreté; car il n'y avait personne dans le pays qui possédât de l'autorité, qui pût leur faire honte en quoi que ce soit; et ils étaient loin des Sidoniens, et ils n'avaient affaire à personne d'autre.
8 ૮ તેઓ પોતાના કુળ સોરાહ તથા એશ્તાઓલમાં પાછા આવ્યા. તેઓના સંબંધીઓએ તેઓને પૂછ્યું, “તમે શું ખબર લાવ્યા છો?”
Ils arrivèrent auprès de leurs frères à Zorah et à Eshtaol; et leurs frères leur demandèrent: « Que dites-vous? »
9 ૯ તેઓએ કહ્યું, “ચાલો! આપણે તેઓ પર હુમલો કરીએ! અમે તે દેશ જોયો છે અને તે ઘણો સારો છે. તમે કેમ કશું કરતા નથી? તે દેશ પર હુમલો કરવા અને તેને જીતવા માટે પાછા ન પડો.
Ils dirent: « Levez-vous, et montons contre eux; car nous avons vu le pays, et voici, il est très bon. Restez-vous immobiles? Ne soyez pas paresseux pour aller et entrer en possession du pays.
10 ૧૦ જયારે તમે હશો, ત્યારે તમે એવા લોકો પાસે જાઓ કે જે લોકો પોતાના માટે એવું વિચારે છે અમે સલામત છીએ, તે દેશ વિશાળ છે! ઈશ્વરે તે તમારા હાથમાં આપ્યો છે. તે એવી જગ્યા છે કે જ્યાં પૃથ્વી પરની કોઈપણ વસ્તુની અછત નથી.”
En partant, vous rencontrerez un peuple qui ne se doute de rien, et le pays est vaste, car Dieu l'a remis entre vos mains, un lieu où rien ne manque de ce qui est sur la terre. »
11 ૧૧ પછી દાનના કુળના છસો માણસો, યુદ્ધ માટેનાં શસ્ત્રો સજીને સોરાહ તથા એશ્તાઓલમાંથી રવાના થયા.
La famille des Danites partit de Zorah et d'Eshtaol, avec six cents hommes armés d'armes de guerre.
12 ૧૨ તેઓએ જઈને યહૂદિયામાંના કિર્યાથ-યારીમમાં છાવણી કરી. એ માટે લોકોએ તે જગ્યાનું નામ માહનેહ દાન પાડયું; તે કિર્યાથ-યારીમની પશ્ચિમમાં છે; તે નામ આજ સુધી રહેલું છે.
Ils montèrent et campèrent à Kiriath Jearim, en Juda. C'est pourquoi on a appelé ce lieu Mahaneh Dan jusqu'à ce jour. Voici, il est derrière Kirjath Jearim.
13 ૧૩ તેઓ ત્યાંથી નીકળીને એફ્રાઇમના પહાડી પ્રદેશમાં ગયા અને મિખાના ઘરે આવ્યા.
Ils passèrent de là dans la montagne d'Éphraïm, et arrivèrent à la maison de Michée.
14 ૧૪ પછી જે પાંચ માણસો લાઈશના દેશની જાસૂસી કરવા ગયા હતા તેઓએ તેઓના સંબંધીઓને કહ્યું, “શું તમે જાણો છો કે આ ઘરોમાં એફોદ, તરાફીમ, કોતરેલી મૂર્તિ તથા ગાળેલી મૂર્તિ છે? હવે તમે નિર્ણય કરો કે શું કરવું.”
Les cinq hommes qui étaient allés explorer le pays de Laïsch prirent la parole et dirent à leurs frères: « Savez-vous qu'il y a dans ces maisons un éphod, des théraphim, une image taillée et une image en fonte? Considérez donc maintenant ce que vous avez à faire. »
15 ૧૫ તેથી તેઓ ત્યાંથી ફરીને જુવાન લેવી, મિખાના ઘરમાં ગયા. અને તેઓએ તેને ખબરઅંતર પૂછી.
Ils passèrent par là, arrivèrent à la maison du jeune Lévite, à la maison de Michée, et lui demandèrent comment il allait.
16 ૧૬ અને દાનના કુળના છસો માણસો, યુદ્ધ માટેના હથિયારો સજીને પ્રવેશ દ્વાર આગળ ઊભા રહ્યા.
Les six cents hommes armés de leurs armes de guerre, qui étaient des fils de Dan, se tenaient à l'entrée de la porte.
17 ૧૭ પાંચ માણસો કે જેઓ દેશની જાસૂસી કરવાને ગયા હતા તેઓએ ઘરમાં જઈને કોતરેલી મૂર્તિ, એફોદ, તરાફીમ તથા ગાળેલી મૂર્તિ લઈ લીધી, ત્યારે યુદ્ધ માટે હથિયારોથી સજ્જ થયેલા પેલા છસો માણસો સાથે યાજકો દરવાજાના પ્રવેશ દ્વાર આગળ ઊભો રહેલો હતો.
Les cinq hommes qui étaient allés explorer le pays montèrent et entrèrent là, et ils prirent l'image taillée, l'éphod, les théraphim et l'image en fonte; le prêtre se tint à l'entrée de la porte avec les six cents hommes armés de fusils de guerre.
18 ૧૮ જયારે તેઓ મિખાના ઘરમાં ગયા અને કોતરેલી મૂર્તિ, એફોદ, તરાફીમ તથા ગાળેલી મૂર્તિ લઈ આવ્યા ત્યારે યાજકે તેઓને કહ્યું, “તમે આ શું કરો છો?”
Lorsque ceux-ci entrèrent dans la maison de Michée et prirent l'image gravée, l'éphod, le théraphim et l'image en fusion, le prêtre leur dit: « Que faites-vous? »
19 ૧૯ તેઓએ તેને કહ્યું, “છાનો રહે! તારો હાથ તારા મુખ પર મૂક અને અમારી સાથે આવ અને અમારો પિતા તથા યાજકો થા. શું એ વધારે સારું નથી કે તારે એક ઘરના યાજકો થવા કરતાં, ઇઝરાયલના એક કુળના યાજક થવું?”
Ils lui dirent: « Tais-toi, mets ta main sur ta bouche, et viens avec nous. Sois pour nous un père et un prêtre. Est-il préférable pour toi d'être prêtre de la maison d'un seul homme, ou d'être prêtre d'une tribu et d'une famille en Israël? ».
20 ૨૦ યાજકોનું હૃદય આનંદથી ભરાઈ ગયું. એફોદ, તરાફીમ, કોતરેલી મૂર્તિ લઈને તે તેઓની સાથે ચાલ્યો ગયો.
Le cœur du prêtre se réjouit, il prit l'éphod, les théraphim et la statue gravée, et il partit avec le peuple.
21 ૨૧ તેથી તેઓ પાછા વળીને ચાલ્યા ગયા. તેઓએ તેઓની સામે નાનાં બાળકોને, જાનવરોને તથા પોતાની માલમિલકતોને આગળ રાખ્યાં.
Ils se retournèrent et partirent, et mirent devant eux les petits enfants, le bétail et les biens.
22 ૨૨ જયારે તેઓ મિખાના ઘરથી ઘણે દૂર ગયા, ત્યારે મિખાના ઘરની પાસેના ઘરના માણસોએ એકત્ર થઈને દાનપુત્રોને પકડી પાડ્યા.
Lorsqu'ils furent à bonne distance de la maison de Michée, les hommes qui étaient dans les maisons voisines de la maison de Michée se rassemblèrent et rattrapèrent les fils de Dan.
23 ૨૩ તેઓએ દાનપુત્રોને ઊંચા અવાજે પોકાર્યા એટલે તેઓએ પાછા ફરીને મિખાને કહ્યું, “શા માટે તું મોટું ટોળું લઈને અમારી પાછળ આવે છો?”
Comme ils appelaient les enfants de Dan, ceux-ci tournèrent le visage et dirent à Michée: « Qu'as-tu, pour venir avec une telle troupe? »
24 ૨૪ તેણે કહ્યું, “મેં બનાવેલા દેવોને તમે ચોરી લીધા છે અને યાજકને પણ લઈ જઈ રહ્યા છો. બીજું શું બાકી રહ્યું છે? તેમ છતાં તમે મને કેમ પૂછી રહ્યા છો, કે ‘તને શો સંતાપ છે?’”
Il dit: « Tu as pris mes dieux que j'avais faits, ainsi que le prêtre, et tu es parti! Que me reste-t-il? Comment peux-tu me demander: « Qu'est-ce que tu as? »
25 ૨૫ દાનના લોકોએ તેને કહ્યું, મોટેથી ન બોલ. “અમારે તારો અવાજ સાંભળવો નથી! કેમ કે કેટલાક અત્યંત ક્રોધિત માણસો તારા પર હુમલો કરશે અને તું તથા તારા ઘરનાં માર્યા જશો.”
Les enfants de Dan lui dirent: « Ne fais pas entendre ta voix au milieu de nous, de peur que des hommes furieux ne tombent sur toi et que tu ne perdes la vie, avec celle de ta famille. »
26 ૨૬ ત્યારે પછી દાનના લોકોએ પોતાનો રસ્તો પકડ્યો. જયારે મિખાને જણાયું કે તેઓ તેના કરતાં બળવાન હતા, ત્યારે તે પાછો વળ્યો અને પોતાને ઘરે ગયો.
Les fils de Dan s'en allèrent; et lorsque Michée vit qu'ils étaient trop forts pour lui, il se retourna et retourna dans sa maison.
27 ૨૭ મિખાએ જે બનાવ્યું હતું તે દાનના લોકોએ લઈ લીધું, તેની સાથે તેના યાજકોને પણ લાઈશમાં આવ્યાં, ત્યાં લોકો નિર્ભય તથા સુરક્ષિત હતા, તેઓએ તેઓને તલવારથી મારી નાખ્યા અને નગરને બાળી નાખ્યું.
Ils prirent ce que Michée avait fait, et le prêtre qu'il avait, et ils arrivèrent à Laïsh, vers un peuple tranquille et sans méfiance, et ils les frappèrent du tranchant de l'épée; puis ils brûlèrent la ville par le feu.
28 ૨૮ ત્યાં તેઓને છોડાવનાર કોઈ નહોતું, કેમ કે સિદોનથી તે ઘણું દૂર હતું અને તેઓને કોઈની સાથે કશો વ્યવહાર ન હતો. બેથ-રહોબ પાસેની ખીણમાં તે આવેલું હતું. અને ત્યાં નગરમાં રહ્યા.
Il n'y avait pas de libérateur, car elle était loin de Sidon, et ils n'avaient affaire à personne d'autre; elle était dans la vallée qui s'étend près de Beth Rehob. Ils bâtirent la ville et l'habitèrent.
29 ૨૯ તેઓએ તે નગરનું નામ તેઓના પૂર્વજોના નામ પરથી દાન પાડયું, ઇઝરાયલના સંતાનોમાંનો હતો. અગાઉ નગરનું નામ લાઈશ હતું.
Ils appelèrent le nom de la ville Dan, d'après le nom de Dan, leur père, qui était né en Israël; cependant le nom de la ville était autrefois Laish.
30 ૩૦ દાનના લોકોએ પોતાને માટે કોતરેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરી, અને દેશની ગુલામગીરીના દિવસ સુધી મૂસાના દીકરા ગેર્શોમનો દીકરો યોનાથાન તથા તેના પુત્રો દાન કુળના યાજકો હતા.
Les fils de Dan s'établirent l'image taillée; et Jonathan, fils de Gershom, fils de Moïse, et ses fils, furent prêtres pour la tribu des Danites jusqu'au jour de la captivité du pays.
31 ૩૧ જ્યાં સુધી ઈશ્વરનું તંબુ શીલોમાં હતું ત્યાં સુધી તેઓએ મિખાની બનાવેલી કોતરેલી મૂર્તિની કાયમ ઉપાસના કરી.
Et ils s'établirent l'image taillée de Michée, qu'il avait faite, et elle resta tout le temps que la maison de Dieu fut à Silo.