< ન્યાયાધીશો 17 >
1 ૧ એફ્રાઇમના પહાડી પ્રદેશમાં મિખા નામે એક માણસ રહેતો હતો.
Имаше един човек от Ефремовата хълмиста земя на име Михей.
2 ૨ તેણે પોતાની માતાને કહ્યું, “ચાંદીના જે અગિયારસો સિક્કા તારી પાસેથી ચોરી લેવાયા હતા, તેના લીધે તેં શાપ આપ્યો હતો, મેં તે સાભળ્યું હતું! હવે અહીં જો! તે ચાંદીના સિક્કા મારી પાસે છે. મેં લઈ લીધાં હતા.” તેની માતાએ કહ્યું, “મારા દીકરા, ઈશ્વર તને આશીર્વાદ આપો!”
Той каза на майка си: Хилядата и сто сребърника, които ти бяха отнети, за които ти и прокълна, още изговори клетвата като слушах аз - ето, среброто е у мене; аз го взех. А майка му рече: Благословен да е мият син от Господа.
3 ૩ તેણે તે અગિયારસો ચાંદીના સિક્કા પોતાની માતાને પાછા આપ્યાં. ત્યારે માતાએ કહ્યું, “મારા દીકરાને માટે કોરેલી મૂર્તિ તથા ધાતુની મૂર્તિ બનાવવાને માટે, મેં તે સિક્કા ઈશ્વરને અર્પણ કરવા અલગ રાખ્યા હતા. તેથી હવે, હું તને તે પાછા આપીશ.”
И като върна хилядата и сто сребърника на майка си, майка му каза: Действително бях посветила от ръката си среброто Господу за сина ми, за да направи изваян идол и леян кумир; и той, сега ще го върне на тебе.
4 ૪ જયારે તેણે પોતાની માતાને તે સિક્કા પાછા આપ્યાં, ત્યારે તેની માતાએ સિક્કા સુનારને આપ્યાં, જેણે કોતરેલી મૂર્તિ તથા ધાતુની મૂર્તિ બનાવી અને તે મિખાના ઘરમાં રહી.
Но той върна среброто на майка си; затова майка му взе двеста сребърника и даде ги на златаря, който направи от тях изваян идол и леян кумир; и те бяха поставени в дома на Михея.
5 ૫ મિખાના ઘરે દેવસ્થાન હતું, તેણે એફોદ તથા દેવસ્થાન બનાવ્યાં અને પોતાના દીકરાની પ્રતિષ્ઠા કરીને તેને તેઓનો યાજક બનાવ્યો.
И тоя Михей, като имаше капище за богове, направи ефод и домашни идоли, и посвети един от синовете си, който му стана свещеник.
6 ૬ તે દિવસોમાં ઇઝરાયલમાં રાજા નહોતો અને દરેક પોતાની દ્રષ્ટિમાં જે સારું લાગે તે જ તે કરતો હતો.
В ония дни нямаше цар в Израиля; всеки правеше каквото му се виждаше угодно.
7 ૭ હવે યહૂદિયાના બેથલેહેમનો એક જુવાન માણસ, તે યહૂદાના કુટુંબનો હતો, તે લેવી હતો, તે આવીને ત્યાં વસેલો હતો.
И имаше един момък от Витлеем Юдов, град на Юдовите семейства, който беше левитин, и е бил там прищелец.
8 ૮ તે માણસ યહૂદિયાનું બેથલેહેમ છોડીને વસવાટ કરવા માટે જગ્યા શોધવા ચાલી નીકળ્યો અને તે મુસાફરી કરતા એફ્રાઇમના પહાડી દેશમાં મિખાના ઘરે આવી પહોંચ્યો.
Тоя човек замина от града, от Витлеем Юдов, за да пришелствува, гдето намери място, и като пътуваше, дойде до Михеевата къща в Ефремовата хълмиста земя.
9 ૯ મિખાએ તેને પૂછ્યું, “તું ક્યાંથી આવે છે? “તે માણસે તેને કહ્યું કે, “હું યહૂદિયાના બેથલેહેમનો લેવી છું, હું જગ્યા શોધવા જાઉં છું જેથી મને ત્યાં રહેવા મળે.”
И Михей му каза: От где идеш? А той му рече: Аз съм левитин, от Витлеем Юдов, и отивам да пришелствувам, гдето намеря място.
10 ૧૦ મિખાએ તેને કહ્યું, “મારી સાથે રહે અને મારો સલાહકાર તથા યાજક થા. હું તને દર વર્ષે ચાંદીના દસ સિક્કા, એક જોડ વસ્ત્રો અને ખાવાનું આપીશ.” તેથી લેવી અંદર ગયો.
И Михей му каза: Седи у мене и стани ми отец и свещеник; и аз ще ти давам по десет сребърника на годината, една премяна дрехи и храната ти. И тъй, левитинът влезе у него.
11 ૧૧ તે જુવાન લેવી મિખાની સાથે રહેવાને રાજી હતો અને મિખા માટે પોતાના દીકરા સમાન બન્યો.
И левитинът беше благодарен да седи у човека, и тоя момък му стана като един от синовете му.
12 ૧૨ મિખાએ તે લેવીને પવિત્ર ક્રિયાને માટે અભિષિક્ત કર્યો. તે જુવાન માણસ તેનો યાજક બન્યો અને તે મિખાના ઘરમાં રહ્યો.
И Михей посвети левитина и момъкът му стана свещеник; и остана в Михеевата къща.
13 ૧૩ ત્યારે મિખાએ કહ્યું, “હવે હું જાણું છું કે ઈશ્વર મારે માટે સારું કરશે, કારણ કે આ લેવી મારો યાજક છે.
Тогава каза на Михей: сега зная, че Господ ще ми стори добро, защото имам левитин за свещеник.